સુવિચાર

"Wel-Come to Information Technology & Business Development World" સુવિચાર :- "એક જ આવકના સ્ત્રોત પર નિર્ભર ના રહો, નવું રોકાણ કરો અને બીજી/ત્રીજી આવકનો સ્ત્રોત તૈયાર કરો.- વોરેન બફેટ" For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Wednesday, 16 December 2015

GST માટે 1 ટકા ટેક્સ ઘટાડવા તૈયાર: જેટલી - GST ( Goods and Services Tax (India) Bill ) News - 11

Gayatri Business Solution
(Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group,BlogWebsite, )

Good News Gayatri Business Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)

GST ( Goods and Services Tax (India) Bill ) News - 11

GST માટે 1 ટકા ટેક્સ ઘટાડવા તૈયાર: જેટલી

- જોકે કોંગ્રેસના રેટને માનવથી જેટલીએ સ્પષ્ટ ઇન્કાર કરી દીધો

નવી દિલ્હી તા. 16 નવેમ્બર 2015

કેન્દ્રીય નાણામંત્રી અરૂણ જેટલીએ કહ્યું કે સરકાર જીએસટી બીલ માટે એક ટકાના એડિશનલ ટેક્સને ઘટાડવા તૈયાર છે, જોકે તેમણે કોંગ્રેસની જીએસટી રેટની માંગને માનવાથી ઇન્કાર કરી દીધો. ઉલ્લેખનીય છે કે આજકાલ સરકાર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ(જીએસટી) બિલને પાસ કરાવવા માટે કોંગ્રેસને મનાવવાનો પ્રયત્ન કરી રહીં છે.

જીએસટી પર ઇન્ડસ્ટ્રી મીટમાં જેટલીએ કહ્યું કે ઇન્ટર-સ્ટેટ સેલ્સ પર એટ ટકાનો એડિશનલ ટેક્સની ભલામણ હતી કારણકે ગુજરાત અને તામિલનાડુ જેવા મેન્યુફેક્ચરિંગ રાજ્યોનું માનવું હતુ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભુ કરવા માટે તેઓએ પૈસા ખર્ચ્યા છે અને જીએસટીના કારણે તેમની રેવેન્યુને નુકશાન થઇ શકે છે.

જેટલીએ સાંસદમાં કહ્યું,'હું તે તમામ મેન્યુફેક્ચરિંગ સ્ટેટ સાથે વાત કરીશ અને તેમને જીએસટીના કારણે પહોંચતા નુકશાનને પહેલા પાંચ વર્ષ કવર કરવાની ગેરેન્ટી આપીશ. જેથી આ એક ટકાના એડિશનલ ટેક્સની ગુથ્થી ઉકેલી શકાય.'
Source :-http://gujaratsamachar.com/index.php/articles/display_article/open-to-scrapping-1-percent-of-additional-tax-for-gst

સોના-ચાંદીમાં ફરી થયો ઘટાડો, ક્રૂડ 7 વર્ષના તળિયે Market Team | Dec 08, 2015, 11:20AM IST સોના-ચાંદીમાં ફરી થયો ઘટાડો, ક્રૂડ 7 વર્ષના તળિયે બિઝનેસ ડેસ્કઃ વિશ્વ બજારમાં ક્રૂડની કિંમતમાં સતત ઘટાડો જોવા...

Read more at: http://money.divyabhaskar.co.in/news-cppst/BIZ-MARK-COMM-latest-opening-commodity-report-for-tuesday-gold-silver-lose-shine-5189266-NOR.html
Source :-http://gujaratsamachar.com/
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

Tuesday, 15 December 2015

જાણો શું છે GST, ટેક્ષમાં શું થશે ફાયદા-ગેરફાયદા - GST ( Goods and Services Tax (India) Bill ) News - 10

Gayatri Business Solution
(Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group,BlogWebsite, )

Good News Gayatri Business Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)

GST ( Goods and Services Tax (India) Bill ) News - 10

જાણો શું છે GST, ટેક્ષમાં શું થશે ફાયદા-ગેરફાયદા

નવી દિલ્હીઃ સરકાર રાજ્યસભામાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, એટલે કે જીએસટી બીલ લાવશે. સરકાર કમિટીના સંશોધનોની સાથે બીલને પાસ કરાવાના પ્રયત્નો કરશે. ટેક્સ સુધાર અંગે ક્રાંતિકારી પગલું માનવામાં આવી રહ્યું છે. જીએસટી દેશના દરેક નાગરિકને પ્રભાવિત કરશે. જાણો જીએસટીથી જોડાયેલા દરેક સવાલનો જવાબ.
સવાલઃ શું છે જીએસટી?
જવાબઃ જીએસટીનું આખું નામ છે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. આ એક અપ્રત્યક્ષ કર છે, એટલે એવો કર જે સીધે-સીધો ગ્રાહકો પાસેથી નથી વસૂલવામાં આવતો. પરંતુ જેની કિંમત અંતે ગ્રાહકોના ખીસ્સામાંથી જાય છે. એપ્રિલ 2016 એટલે આવતા નાણાકીય વર્ષથી જીએસટી લાગુ કરાશે. આઝાદી બાદ સૌથી મોટુ ટેક્સ સુધારનું પગલું કહેવાઇ રહ્યું છે. જીએસટી લાગુ થયા બાદ બીજા ઘણા પ્રકારના ટેક્સ સમાપ્ત થઇ જશે અને તેની જગ્યાએ માત્ર જીએસટી લાગશે.
સવાલઃ જીએસટી કયા કયા પ્રકારના ટેક્સ સમાપ્ત કરશે?
જાણો શું છે GST, ટેક્ષમાં શું થશે ફાયદા-ગેરફાયદા
જવાબઃ જીએસટી લાગુ થયા બાદ સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યૂટી, એડીશનલ એક્સાઇઝ ડ્યૂટી, સર્વિસ ટેક્સ, એડીશનલ કસ્ટમ ડ્યૂટી (સીવીડી), સ્પેશ્યલ એડીશનલ ડ્યૂટી ઓફ કસ્ટમ (એસએડી), વેટ/સેલ્સ ટેક્સ, સેન્ટ્રલ સેલ્સ ટેક્સ, મનોરંજન ટેક્સ, ઓક્ટ્રોય એન્ડ એન્ટ્રી ટેક્સ, પરચેસ ટેક્સ, લક્ઝરી ટેક્સ સમાપ્ત થઇ જશે.
સવાલઃ તો શું જીએસટીમાં કોઇ ટેક્સ નહીં લાગે?
જવાબઃ જીએસટી લાગૂ થયા બાદ વસ્તુઓ અને સેવાઓ પર માત્ર ત્રણ ટેક્સ વસૂલવામાં આવશે, પહેલો સીજીએસટી એટલે કે સેન્ટ્રલ જીએસટી જે કેન્દ્ર વસૂલશે. બીજુ એસજીએસટી એટલે કે જીએસટી જે રાજ્ય સરકાર પોતાના ત્યાં થનાર કારોબાર પર વસૂલશે. કોઇ કારોબાર જો બે રાજ્યો વચ્ચે થશે તો તેના પર આઇજીએસટી એટલે કે ઇંટીગ્રેટેડ જીએસટી વસૂલવામાં આવશે. આને કેન્દ્ર સરકાર વસૂલ કરશે અને તેને બન્ને રાજ્યોમાં સમાન રીતે ભાગ કરવામાં આવશે.
સવાલઃ જીએસટીના શું ફાયદા હશે?
જવાબઃ આજે એક જ વસ્તુ અલગ અલગ રાજ્યમાં અલગ અલગ ભાવમાં વેચાય છે. આનુ કારણ છે કે, અલગ અલગ રાજ્યોમાં તેના પર લગાવેલી ટેક્સની સંખ્યા અને દર અલગ અલગ હોય છે. હવેથી આ નહીં બને. દરેક વસ્તું પર જ્યાં તેનું નિર્માણ થઇ રહ્યું હશે ત્યાંજ તેનો જીએસટી વસૂલ કરવામાં આવશે અને ત્યાર બાદ તેના માટે કોઇપણ ટેક્સ, વેચાણ પર અથવા અન્ય કોઇ ટેક્સ આપવો નહીં પડે. અને સમગ્ર દેશમાં એ વસ્તું એકજ ભાવમાં મળશે. ઘણા રાજ્યોમાં ટેક્સનો દર બહુ વધારે છે, તેવા રાજ્યોમાં તે વસ્તુઓ સસ્તી થશે.
સવાલઃ શું પેટ્રોલ અને શરાબમાં પણ લાગુ થશે આ આદેશ?
જવાબઃ પેટ્રોલ-ડીઝલના કિંમત આજે અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ છે. આજ હાલ શરાબનો છે. જીએસટી લાગૂ થયા બાદ પણ હાલ પૂરતું એવોજ હાલ કાયમ રહેશે. કારણ કે રાજ્યોની માંગ પર કેન્દ્ર સરકાર શરાબને જીએસટીથી બાહર રાખવા માટે રાજી થઇ ગઇ છે, જો કે, પેટ્રોલ પાદાર્થોમાં તેઓએ નિર્ણય લીધો છે કે આ રહેશે તો જીએસટીના અંદર, પરંતુ આના પર રાજ્ય પહેલા પ્રમાણે જ ટેક્સ વસૂલતા રહેશે. એટલે કે, પેટ્રોલ, ડીઝલ અને એલપીજી સિલિન્ડરની કિંમતોમાં રાજ્યોમાં જે અંતર જોવા મળે છે, એ મળતો રહેશે.
સવાલઃ જીએસટીના કારણે રાજ્યોના હાથેથી તમામ ટેક્સ જતા રહેતા, તેમની ભરપાઇ કોણ કરશે?
જવાબઃ જીએસટી લાગુ થવાથી કેન્દ્ર સરકાર, કારોબારી, દુકાનદાર અને ગ્રાહકો બધાને ફાયદો થશે. જો કે, રાજ્યોને આનાથી થોડું નુકસાન સહન કરવું પડી શકે છે પરંતુ તેઓનું જેટલું નુકસાન થશે તેની ભરપાઇ કેન્દ્ર સરકાર ત્રણ વર્ષ સુધી કરશે. ચોથા વર્ષ 75 ટકા અને પાંચમાં વર્ષમાં 50 ટકા નુકસાનની ભરપાઇ કેન્દ્ર સરકાર કરશે. કેન્દ્ર સરકાર રાજ્યોને ભરપાઇની ગેરન્ટી આપવા માટે તે અંગે કાયદામાં પણ વ્યવસ્થા કરવા માટે તૈયાર થઇ ગઇ છે.
સવાલઃ જીએસટીથી સરકારને શું ફાયદો થશે?
જવાબઃ જીએસટી લાગૂ થયા બાદ દેશનું જીડીપી ગ્રોથમાં આશરે 2 ટકા સુધીનો ઉછાલ આવાનો અનુમાન છે. આવું એટલે થશે કેમ કે ટેક્સની ચોરી રોકાશે કેમ કે હાલ ટેક્સ ઘણા માધ્યમો દ્વારા વસૂલવામાં આવે છે, આનાથી હેરાફેરીની, ગોટાળાની સંભાવના વધુ હોય છે. જીએસટીના લીધે ટેક્સ જમા કરવો જ્યારે સુવિધાપૂર્ણ અને આસાન હશે તો વધુમાં વધું કારોબારી ટેક્સ ભરવા માટે રૂચી દેખાડશે. આનાથી સરકારની આવક વધશે. વેપારીઓને પણ જ્યારે અલગ અલગ ટેક્સોના મગજમારીથી મુક્તિ મળશે તો તેઓ પણ તેમનો વ્યપાર સારી રીતે કરી શકશે. ટેક્સને લઇને વિવાદ પણ ઓછો થશે, અર્થતંત્રને ગતિ મળશે.
સવાલઃ કેવી રીતે વસૂલવામાં આવશે જીએસટી?
જવાબઃ જીએસટીની વસૂલી ઓનલાઇન થશે. વસ્તુના મેન્યુફેક્ચરિંગના વખતે જ એને વસૂલવામાં આવશે. કોઇપણ વસ્તુનો ટેક્સ જમાં થતાંજ જીએસટીના તમામ સેન્ટરોમાં આ બાબતે જાણકારી પહોંચાડવામાં આવશે. ત્યાર બાદ તે વસ્તુ પર સપ્લાયર્સ, દુકાનદાર અથવા ગ્રાહકને આગળ કોઇ ટેક્સ નહી આપવો પડે. જો માલ એક રાજ્યથી બીજા રાજ્યમાં જઇ રહ્યો છે, તો પણ તેના પર કોઇ ટેક્સ નહીં લાગે. એટલે કે બોર્ડર પર ટ્રકોની જે લાંબી લાઇન અત્યારે જોવા મળે છે, તે ગાયબ થઇ જશે.
સવાલઃ જીએસટીના દર કોણ નક્કી કરશે?
જવાબઃ જીએસટી સબંધિત નિર્ણય લેવા માટે બંધારણીય સંસ્થા જીએસટી કાઉંસિલની રચના કરવામાં આવશે. જીએસટી કાઉંસિલમાં કેન્દ્ર અને રાજ્ય બન્નેના પ્રતિનિધિ હશે. જેના પ્રમુખ કેન્દ્રીય નાણાપ્રધાન હશે, જ્યારે રાજ્યોના નાણાપ્રધાન સભ્યો હશે. જીએસટી કાઉંસિલ જીએસટીના દર, ટેક્સમાં છૂટ, ટેક્સ વિવાદ, ટેક્સ અવકાશ અને અન્ય વ્યવસ્થા પર ભલામણો કરશે.
સવાલઃ જીએસટી ફાયદાકારક છે તો અત્યાર સુધી કેમ અટકેલું છે?
જવાબઃ જીએસટીને લઇને રાજ્ય સરકાર નુકસાનની ભરપાઇને લઇને મક્કમ હતી અને તમામ પ્રયત્નો બાદ પણ આ અંગે કોઇ સર્વ માન્ય ફોર્મુલા નિકળી શકી ન હતી. હવે કેન્દ્ર સરકારે રાજ્યોને નુકસાન ભરપાઇ કરવાની જે ફોર્મુલી બતાવી છે તેમા રાજ્યો સહમતી દર્શાવી છે. કેન્દ્રમાં મજબૂત સરકાર અને તમામ રાજ્યોમાં બીજેપીની સરકાર આવવાથી પણ સ્થિતિ સરળ થઇ છે.
Source :-http://gujarati.news18.com/news/ahmedabad/what-is-gst-110171.html

સોના-ચાંદીમાં ફરી થયો ઘટાડો, ક્રૂડ 7 વર્ષના તળિયે Market Team | Dec 08, 2015, 11:20AM IST સોના-ચાંદીમાં ફરી થયો ઘટાડો, ક્રૂડ 7 વર્ષના તળિયે બિઝનેસ ડેસ્કઃ વિશ્વ બજારમાં ક્રૂડની કિંમતમાં સતત ઘટાડો જોવા...

Read more at: http://money.divyabhaskar.co.in/news-cppst/BIZ-MARK-COMM-latest-opening-commodity-report-for-tuesday-gold-silver-lose-shine-5189266-NOR.html
Source :-http://gujarati.news18.com
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

GST બિલ સરકાર આગામી સપ્તાહે રાજ્યસભામાં રજૂ કરશે - GST ( Goods and Services Tax (India) Bill ) News - 9

Gayatri Business Solution
(Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group,BlogWebsite, )

Good News Gayatri Business Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)

GST ( Goods and Services Tax (India) Bill ) News - 9

GST બિલ સરકાર આગામી સપ્તાહે રાજ્યસભામાં રજૂ કરશે

લાંબા સમયથી વિલંબિત

લોકસભામાં ૬ અને રાજ્યસભામાં ૭ બિલ પસાર કરાવવાના સરકારના મરણિયા પ્રયાસો
(પીટીઆઇ)    નવી દિલ્હી, તા. ૫
આગામી સપ્તાહમાં સરકાર રાજ્યસભામાં જીએસટી અને રિયલ એસ્ટેટ બિલ રજૂ કરશે. આગામી સપ્તાહમાં લોકસભામાં ૬ અને રાજ્યસભામાં ૭ બિલ પસાર કરાવવાની સરકારની યોજના છે.
આ બિલો પૈકીનું સૌથી મહત્ત્વપૂર્ણ બિલ જીએસટી બિલ લોકસભામાં પસાર થઇ ગયું છે અને હાલમાં જ રાજ્યસભાની પસંદગી સમિતિએ આ બિલ અંગેનો અહેવાલ સરકારને સુપરત કર્યો છે. આ બિલ સત્તાવાર રીતે કન્સ્ટીટયુશન(૧૨૨મો સુધારો) બિલ, ૨૦૧૪ તરીકે ઓળખાય છે.
કેન્દ્ર સરકાર આગામી વર્ષે એપ્રિલથી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ અમલમાં મૂકવા માગે છે. અન્ય મહત્ત્વપૂર્ણ બિલમાં પ્રિવેન્શન ઓફ કરપ્શન(એમેન્ડમેન્ટ) બિલ, ૨૦૧૩ પણ સામેલ છે.
રાજ્યસભાની બિઝનેસ એડવાઇઝરી કમિટીએ જીએસટી બિલ માટે ચાર કલાક અને રિયલ એસ્ટેટ બિલ માટે બે કલાક ફાળવ્યા છે. લોકસભામાં સરકાર હાઇકોર્ટ એન્ડ સુપ્રીમ કોર્ટ જજિસ(સેલેરી એન્ડ કન્ડીશન ઓફ સર્વિસ) એમેન્ડમેન્ટ બિલ, ૨૦૧૫, આર્બિટેશન એન્ડ કન્સિલિએશન(એમેન્ડમેન્ટ) બિલ, ૨૦૧૫, પેમેન્ટ ઓફ બોનસ(એમેન્ડમેન્ટ) બિલ, ૨૦૧૫ અને ઇન્ડ્રસ્ટ્રીઝ(રેગ્યુલેશન એન્ડ ડેવલોપ્મેન્ટ) એમેન્ડમેન્ટ બિલ, ૨૦૧૫ પસાર કરવા માગે છે.
Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/gst-bill-in-lok-sabha-and-rajya-sabha-of-india

સોના-ચાંદીમાં ફરી થયો ઘટાડો, ક્રૂડ 7 વર્ષના તળિયે Market Team | Dec 08, 2015, 11:20AM IST સોના-ચાંદીમાં ફરી થયો ઘટાડો, ક્રૂડ 7 વર્ષના તળિયે બિઝનેસ ડેસ્કઃ વિશ્વ બજારમાં ક્રૂડની કિંમતમાં સતત ઘટાડો જોવા...

Read more at: http://money.divyabhaskar.co.in/news-cppst/BIZ-MARK-COMM-latest-opening-commodity-report-for-tuesday-gold-silver-lose-shine-5189266-NOR.html
Source :-http://www.gujaratsamachar.com/
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

વિપક્ષના હંગામાને કારણે GST અટવાયેલું છે : જેટલી - GST ( Goods and Services Tax (India) Bill ) News -8

Gayatri Business Solution
(Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group,BlogWebsite, )

Good News Gayatri Business Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)

GST ( Goods and Services Tax (India) Bill ) News -8

વિપક્ષના હંગામાને કારણે GST અટવાયેલું છે : જેટલી

ફાઈનાન્સ મિનીસ્ટર અરુણ જેટલીએ GST (ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ) મામલે વધુ એક જાણકારી આપી છે. તેમણે જીએસટી બાબતના નિર્ણય કહ્યો કે, જીએસટી જલદી જ અપ્રુવ થઈ જાત, જો વિપક્ષ તેનો મુદ્દો ઉઠાળત નહિ.

તેમણે કહ્યુ કે, લગભગ તમામ રાજનિતીક પાર્ટીઓએ તેમનુ GST બાબતે સમર્થન આપી દીધુ છે. પરંતુ વિપક્ષના હંગામાને કારણે તે રોકાયેલુ છે.

હાલ જ્યારે રાજ્યસભા ચાલી રહી છે ત્યારે GST જલદી જ પાસ થઈ જાય તેવી લોકો શક્યતા સેવી રહ્યા છે.
Source :-http://www.sandesh.com/article.aspx?newsid=3208243

સોના-ચાંદીમાં ફરી થયો ઘટાડો, ક્રૂડ 7 વર્ષના તળિયે Market Team | Dec 08, 2015, 11:20AM IST સોના-ચાંદીમાં ફરી થયો ઘટાડો, ક્રૂડ 7 વર્ષના તળિયે બિઝનેસ ડેસ્કઃ વિશ્વ બજારમાં ક્રૂડની કિંમતમાં સતત ઘટાડો જોવા...

Read more at: http://money.divyabhaskar.co.in/news-cppst/BIZ-MARK-COMM-latest-opening-commodity-report-for-tuesday-gold-silver-lose-shine-5189266-NOR.html
Source :-http://www.sandesh.com
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

બધા રાજકીય પક્ષોએ GSTનો સ્વીકાર કરવો જોઈએઃ જેટલી - GST ( Goods and Services Tax (India) Bill ) News -7

Gayatri Business Solution
(Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group,BlogWebsite, )

Good News Gayatri Business Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)

GST ( Goods and Services Tax (India) Bill ) News -7

બધા રાજકીય પક્ષોએ GSTનો સ્વીકાર કરવો જોઈએઃ જેટલી

કેન્દ્રના નાણાપ્રધાન અરુણ જેટલીએ જણાવ્યું છે કે બધા રાજકીય પક્ષોએ જીએસટીનો સ્વીકાર કરવો જોઈએ. કારણ કે કરવેરાનું આ માળખું દેશના વિકાસ સાથે સંકળાયેલું છે. જીએસટીને અટકાવવાનો કોઈને અધિકાર નથી.
જીએસટી અંગેની ચર્ચામાં ભાગ લેતાં જેટલીએ જણાવ્યું હતું કે વિશ્વભરમાં મંદી છવાયેલી છે પરંતુ એકમાત્ર ભારત જ એવો દેશ છે કે જ્યાં વૃદ્ધિ દર અકબંધ છે.
તેમણે કહ્યું કે  છેલ્લાં બે વર્ષમાં ભારતમાં ચોમાસુ સામાન્ય કરતાં નબળું રહ્યું છે. તેની અસર આર્થિક વૃદ્ધિ પર પડી છે. જોકે આમછંતા ભારત આર્થિક વિકાસમાં અગ્રેસર રહ્યું છે.
Source :-http://www.sandesh.com/article.aspx?newsid=3208244

સોના-ચાંદીમાં ફરી થયો ઘટાડો, ક્રૂડ 7 વર્ષના તળિયે Market Team | Dec 08, 2015, 11:20AM IST સોના-ચાંદીમાં ફરી થયો ઘટાડો, ક્રૂડ 7 વર્ષના તળિયે બિઝનેસ ડેસ્કઃ વિશ્વ બજારમાં ક્રૂડની કિંમતમાં સતત ઘટાડો જોવા...

Read more at: http://money.divyabhaskar.co.in/news-cppst/BIZ-MARK-COMM-latest-opening-commodity-report-for-tuesday-gold-silver-lose-shine-5189266-NOR.html
Source :-http://www.sandesh.com
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

Thursday, 10 December 2015

GST તમામ રાજ્યો માટે લાભકારક અમારો બિલને ટેકો ઃ નીતીશકુમાર - GST ( Goods and Services Tax (India) Bill ) News -6

Gayatri Business Solution
(Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group,BlogWebsite, )

Good News Gayatri Business Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)

GST ( Goods and Services Tax (India) Bill ) News -6

GST તમામ રાજ્યો માટે લાભકારક અમારો બિલને ટેકો ઃ નીતીશકુમાર

બિહાર ચૂંટણી પછી નીતીશકુમાર પ્રથમ વખત મોદીને મળ્યા

(પીટીઆઇ)    નવી દિલ્હી, તા. ૧૦
દિલ્હીના બે દિવસના પ્રવાસ દરમિયાન બિહારના મુખ્યપ્રધાન નીતીશકુમાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતાં. બિહાર ચૂંટણીમાં વિજય મેળવ્યા પછી નીતીશકુમારની વડાપ્રધાન સાથેની આ પ્રથમ મુલાકાત હતી. નીતીશકુમારે જણાવ્યું હતું ક જીએસટી બિલ તમામ રાજ્યો માટે લાભકારક હોવાથી અમે બિલને ટેકો આપીએ છીએ.
નીતીશનું નેશનલ હેરાલ્ડ મુદ્દે દેખાવો કરી રહેલી કોંગ્રેસને સમર્થન ઃ રાજકારણમાં બદલો લેવાની વૃત્તિ અને વિરોધ પક્ષને હેરાન કરવો અયોગ્ય ઃ નીતીશ
આ દરમિયાન નેશનલ હેરાલ્ડ મુદ્દે દેખાવો કરી રહેલ કોંગ્રેસને સમર્થન આપતા નીતીશકુમારે જણાવ્યું હતું કે રાજકારણમાં બદલો લેવાની વૃત્તિને કોઇ સ્થાન ન હોવુ જોઇએ. વિરોધ પક્ષને ખોટી રીતે હેરાન ન કરવુ જોઇએ. લોકશાહીમાં જનાદેશ પ્રજા માટે કામ કરવા માટે આપવામાં આવે છે. પ્રજાએ આપેલા જનાદેશથી વિરોધ પક્ષને હેરાન ન કરી શકાય.
મુલાકાત પછી નીતીશકુમારે આ બેઠકને શિષ્ટાચાર બેઠક ગણાવી હતી અને જણાવ્યું હતું કે આ બેઠકનો કોઇ એજન્ડા ન હતો. તેમણે આશા વ્યક્ત કરી હતી કે વડાપ્રધાન મોદી ચૂંટણી દરમિયાન રાજ્યને આપેલા વચનો પૂર્ણ કરશે.
નીતીશે બિહારમાં માટે વિશેષ આર્થિક પેકેજ માટે વડાપ્રધાનને ફરી એક વખત વિનંતી કરી હતી. ઉલ્લેખનીય છે કે નીતીશકુમાર બિહાર ચૂંટણી પહેલાથી બિહાર માટે વિશેષ આર્થિક પેકેજની માગ કરી રહ્યાં છે.
નીતીશકુમાર રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને પણ મળ્યા હતાં. રાષ્ટ્રપતિએ નીતીશકુમારને બિહારના પાંચમી વખત મુખ્યપ્રધાન બનવા બદલ અભિનંદન પાઠવ્યા હતાં.
૨૦ નવેમ્બરે મુખ્યપ્રધાન બન્યા પછી નીતીશકુમારનો દિલ્હીનો આ પ્રથમ પ્રવાસ હતો. નીતીશકુમારે નેશનલ કોંગ્રેસ પાર્ટી(એનસીપી) વડા શરદ પવારના ૭૫મા જન્મદિવસની ઉજવણીના કાર્યક્રમમાં પણ હાજરી આપી હતી.
Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/politics-india-narendra-modi-and-nitish-kumar-to-visit-delhi

સોના-ચાંદીમાં ફરી થયો ઘટાડો, ક્રૂડ 7 વર્ષના તળિયે Market Team | Dec 08, 2015, 11:20AM IST સોના-ચાંદીમાં ફરી થયો ઘટાડો, ક્રૂડ 7 વર્ષના તળિયે બિઝનેસ ડેસ્કઃ વિશ્વ બજારમાં ક્રૂડની કિંમતમાં સતત ઘટાડો જોવા...

Read more at: http://money.divyabhaskar.co.in/news-cppst/BIZ-MARK-COMM-latest-opening-commodity-report-for-tuesday-gold-silver-lose-shine-5189266-NOR.html
Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/politics-india-narendra-modi-and-nitish-kumar-to-visit-delhi
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

Monday, 7 December 2015

GST અને ફેડ રિઝર્વના નિર્ણય પર બજારની મીટ - GST ( Goods and Services Tax (India) Bill ) News - 5

Gayatri Business Solution
(Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group,BlogWebsite, )

Good News Gayatri Business Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)

GST ( Goods and Services Tax (India) Bill ) News - 5

GST અને ફેડ રિઝર્વના નિર્ણય પર બજારની મીટ

વિનોદ નાયર, હેડ, રિસર્ચ,જિયોજિત બીએનપી પારિબા

અર્થતંત્રમાં નરમાઈના સંકેત આપતા Q2FY16ના GDP ડેટા અને આરબીઆઇની ધારણા મુજબની યથાવત્ નાણાનીતિથી બજારને મહદ્‌ અંશે અસર થઈ નથી. Q2FY16માં GDP વૃદ્ધિ 7.4 ટકા રહી હતી, જેને મેન્યુફેક્ચરિંગ અને ફાઇનાન્શિયલ સર્વિસિસથી વેગ મળ્યો હતો.

આ ડેટા અગાઉના ક્વાર્ટરની સાત ટકા વૃદ્ધિ કરતાં થોડા વધુ સારા છે. વૈશ્વિક આર્થિક ચિંતા હોવા છતાં મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રની વૃદ્ધિ પ્રોત્સાહક છે. જોકે અહીં નોંધવું જોઈએ કે નેગેટિવ ડબલ્યુપીઆઇથી જીડીપી ડેટા પર અસર થવા લાગી છે. GDP પ્રાઇસ ડિફ્લેટર જૂન 2015 ક્વાર્ટર સુધી પોઝિટિવ હતો, જે સપ્ટેમ્બર 2015 ક્વાર્ટરમાં નેગેટિવ (-1.3 ટકા) થયો છે. આવું એક દાયકામાં પ્રથમ વખત બન્યું છે.

આપણે ચર્ચા કરીએ છીએ તેમ જીએસટી અંગે ઊંચી અપેક્ષા છે, કારણ કે દેશના વિકાસ એજન્ડામાં હાથ ઊંચો રાખવા માટે તે સરકાર માટે ટ્રમ્પ કાર્ડ છે. જીએસટીને મંજૂરી કરાવવા માટેનો સરકારના ઇરાદો તેના પ્રયાસોમાં દેખાય છે. સરકારે સંસદની બહાર વિપક્ષનો સંપર્ક કર્યો છે. જોકે જીએસટીના દર અને મેન્યુફેક્ચરિંગ રાજ્યો માટે 1 ટકા એડિશન ટેક્સ જેવા મુદ્દા અંગે વધુ સ્પષ્ટતાની જરૂર છે. જો આ ખરડો પાર પડશે તો તે વર્ષની સારી શરૂઆત હશે અને આગામી વર્ષે સારા બજેટની આશા ઊભી થશે. દરમિયાન આરબીઆઇએ તેની નાણાનીતિમાં સમીક્ષા યથાવત્ સ્થિતિ જાળવી રાખી છે, જે ધારણા મુજબ છે.

આરબીઆઇને જાન્યુઆરી 2016 માટે સીપીઆઇના 6 ટકા ટાર્ગેટ માટે વિશ્વાસ છે, પરંતુ સાતમા પગાર પંચના અમલથી વેતન અને ભાડાં પરની સંભવિત ફુગાવાજન્ય અસરના પરિબળને ભાવિ અંદાજમાં ધ્યાનમાં રાખવામાં આવશે. વ્યાજદરમાં અગાઉના કાપનો લાભ ગ્રાહકોને બેન્કોએ હજુ આપ્યો નથી, તેની આરબીઆઇને ચિંતા છે, કારણ કે બેન્કોના ધિરાણદરમાં માત્ર 60 બેસિસ પોઇન્ટ્સનો ઘટાડો થયો છે. બેન્કો નીચા વ્યાજદરનો લાભ ગ્રાહકોને કેમ આપતી નથી તેનું મુખ્ય કારણ એ છે કે નાની બચત યોજનાઓની સરખામણીમાં ડિપોઝિટના નીચા દરના સ્પર્ધાત્મક ગેરલાભ અને નફાકારકતા (નેટ ઇન્ટરેસ્ટ માર્જિન) પરની અસર છે.

દરમિયાન વૈશ્વિક બજાર એવા તારણ પર આવી રહ્યું હોવાના સંકેત મળે છે કે અમેરિકામાં ડિસેમ્બર 2015માં અથવા જાન્યુઆરી 2016માં વ્યાજદરમાં વધારો થશે. અમે પણ માનીએ છીએ કે અમેરિકામાં વ્યાજદરમાં વધારા અંગેની ચિંતા લાંબા સમયગાળા સુધી હળવી થઈ જવાની ધારણા છે. કારણ કે ફેડ રિઝર્વ માત્ર તબક્કાવાર ધોરણે નાના પાયે વ્યાજદરમાં વધારો કરવા માગે છે. તેથી આપણે ફેડના રેટ હાઇક વગરના તબક્કામાં પ્રવેશ કરીએ તેવી ધારણા છે અને બીજી તરફ ઇસીબી વધુ લિક્વિડિટી જારી કરવા માટે સજ્જ બની છે.

આ લિક્વિડિટી વિકસિત બજારમાં તરફ આગળ વધશે કે નહીં અને ચીનની આર્થિક નરમાઈની અસર અંગેનાં પરિબળો અનિશ્ચિતત છે. ટૂંકમાં કહીએ તો આપણે માની શકીએ છીએ કે અમે વધુ સારી સ્થિતિમાં આવી શકીએ છીએ અને સૌથી ખરાબ સમય વીતી ગયો છે.

ડિસ્ક્લેમર :વિવિધ બ્રોકરેજ , વિશ્લેષકો અને ફંડ મેનેજરો દ્વારા આ પાના પર દર્શાવાયેલા વિચારો તેમના પોતાના છે. વાચકોએ આ ભલામણોનો અમલ કરતાં પહેલાં વ્યાવસાયિક સલાહકારોની સલાહ જરૂરી છે. ઈટી અહીં દર્શાવેલી પસંદગી માટે જવાબદાર નથી. www.economictimes.com પર ઈટીના સિદ્ધાંતોની આચારસંહિતા ચકાસવા વિનંતી છે.
Source :-http://gujarati.economictimes.indiatimes.com/sharebazar/news/Eye-on-GST-Fed/articleshow/50025720.cms

સોના-ચાંદીમાં ફરી થયો ઘટાડો, ક્રૂડ 7 વર્ષના તળિયે Market Team | Dec 08, 2015, 11:20AM IST સોના-ચાંદીમાં ફરી થયો ઘટાડો, ક્રૂડ 7 વર્ષના તળિયે બિઝનેસ ડેસ્કઃ વિશ્વ બજારમાં ક્રૂડની કિંમતમાં સતત ઘટાડો જોવા...

Read more at: http://money.divyabhaskar.co.in/news-cppst/BIZ-MARK-COMM-latest-opening-commodity-report-for-tuesday-gold-silver-lose-shine-5189266-NOR.html
Source :-http://gujarati.economictimes.indiatimes.com