Gayatri Business Solution
બોસ્ટન વિસ્ફોટોના સાક્ષીઓએ મુંબઇ ત્રાસવાદી હુમલાને યાદ કર્યો
આવા સમયે મિનિટ પણ કલાક જેવી લાંબી લાગે છે!
હુમલા વખતે મુંબઇ ફરવા ગયેલી મહિલા બોસ્ટનમાં વિસ્ફોટો વખતે હાજર હતી
(પીટીઆઇ)
બોસ્ટન, તા. ૧૬
બોસ્ટનમાં મેરેથોન દરમિયાન થયેલા બોમ્બ વિસ્ફોટે અનેક લોકોને મુંબઇમાં ૨૦૦૮માં થયેલા હુમલાની યાદ તાજી કરાવી દીધી છે. જેમાં મૂળ બોસ્ટનની પણ ૨૦૦૮ના હુમલા વખતે મુંબઇની મુલાકાતે આવેલી એક મહિલાનો પણ સમાવેશ થાય છે.
બોસ્ટનમાં ગઇકાલે રેસ ફિનિશલાઇન પાસે પહોંચતા થયેલા બે વિસ્ફોટમાં ત્રણ લોકો માર્યા ગયા હતા અને ૧૪૦થી વધુને ઈજા પહોંચી હતી. વિસ્ફોટના સમયે બોસ્ટનની આ મહિલા સ્ટેફાનિ ડગલાસ તેની મિત્ર લિન્ડા કેલેર વિલિપ્સને પ્રોત્સાહન આપવા માટે આવી હતી. ડગલાસને આ વિસ્ફોટના કારણે મુંબઇ હુમલાની યાદ આવી ગઇ હતી.
તેણે જણાવ્યું હતું કે મુંબઇ હુમલા વખતે તે મુંબઇની મુલાકાતે હતી અને ત્યારબાદ આતંકવાદી કૃત્યની સાક્ષી બન્યાનું આ બીજીવાર બન્યું છે. ડગલાસ વિલિપ્સની રાહમાં હતી તે સમયે જ પહેલો વિસ્ફોટ થયો હતો અને ત્યારબાદ થોડી જ વારમાં બીજો પ્રચંડ ધડાકો સંભળાયો હતો.
ડગલાસે જણાવ્યું હતું કે બાર પાસે થયેલા આ વિસ્ફોટથી બાર ધુમાડાથી ભરાઇ ગયો હતો અને ટેબલ-ખુરશીઓ પણ ઉથલી પડયા હતા. બીજો બોમ્બ મળ્યાની બુમાબુમ વચ્ચે લોકો જીવ બચાવીને ભાગ્યા હતા. આ દ્રશ્ય પણ મુંબઇ હુમલા વખતે નિર્દોષ લોકોની દોડાદોડીને મળતું આવતું હતું.
બોસ્ટનમાં વિસ્ફોટોના માહોલમાં મિનિટો પણ કલાકો જેવી લાંબી લાગતી હતી તેવું કહી ડગલાસે ઉમેર્યું હતું કે ભારે જહેમત બાદ તે વિલિપ્સને શોધી શકી હતી.

નજીકની ઇમારતોના બારી-બારણાંના કાચ તૂટી ગયા
વિસ્ફોટની તીવ્રતા એટલી હતી કે કેટલાક દોડવીરો તો નીચે ગબડી ગયા હતા. આજુબાજુની ઇમારતોના બારણાં અને બારીઓના કાચ તૂટી ગયા હતા. ચારેય તરફ લોહીના ખાબોચિયા દેખાઇ રહ્યા હતા. ઘટનામાં લોકોના શરીરના અવયવો માર્ગો પણ પડેલાં દેખાયા હતા.
૨૭,૦૦૦ દોડવીરો ભાગ લઇ રહ્યા હતા
બોસ્ટન સિટીના હૃદય મનાતા સ્થળે જ આ ધડાકાથી સમગ્ર અમેરિકા ખળભળી ગયું છે.
પ્રવાસિકો માટેનું પ્રખ્યાત સ્થળ મનાતું બોસ્ટન બાર, લક્ઝરી શોપ્સ, રેસ્ટોરેન્ટ અને હોટેલોને કારણે ભારે લોકપ્રિય છે.
ઘટના બની ત્યારે મેરેથોનમાં ભાગ લઇ રહેલાં આશરે ૨૭,૦૦૦ જેટલા દોડવીરો ફિનિશ લાઇનની નજીક પહોંચી રહ્યા હતા. તેમને વધાવવા માટે હજારોની સંખ્યામાં દર્શકો હોવાને કારણે વિસ્ફોટોની કારણે ખુવારી વધી ગઇ છે.

Source :- http://gujaratsamachar.com/index.php/articles/display_article/international-bombings-in-mumbai-terror-attack
Published
By :-
Gayatri Solution Group
{ Jayesh
Patel, Jaydeep Patel }
(Live In
:- Ahmedabad, Gandhinagar, Kalol, Mehsana, Visnagar,
Unjha, Sidhpur, Chanasma, Patan, Palanpur,)

No comments:
Post a Comment