સુવિચાર

"Wel-Come to Information Technology & Business Development World" સુવિચાર :- "એક જ આવકના સ્ત્રોત પર નિર્ભર ના રહો, નવું રોકાણ કરો અને બીજી/ત્રીજી આવકનો સ્ત્રોત તૈયાર કરો.- વોરેન બફેટ" For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Wednesday, 2 October 2013

NSEL કેસમાં CBIની પ્રાથમિક તપાસ શરૃ

Gayatri Business Solution

Gujarat Samachar News

NSEL કેસમાં CBIની પ્રાથમિક તપાસ શરૃ

પ્રમોટરોને દસ્તાવેજો રજૂ કરવા આદેશ

એક્સચેન્જ સામે ગેરરીતિઓ અને રોકાણકારોને છેતરવાના આક્ષેપોમાં પૂછપરછ શરૃ કરાઈ

નવી દિલ્હી, બુધવાર
રૃ.૫૬૦૦ કરોડની પેમેન્ટ કટોકટીનો સામનો કરી રહેલા અને રોકાણકારોને છેતરવાનો અને ગેરરીતિઓ આચરવાના આક્ષેપોમાં નેશનલ સ્પોટ એક્ષચેન્જ લિમિટેડ (એનએસઈએલ) વિરૃધ્ધ હવે સીબીઆઈએ પ્રાથમિક તપાસ શરૃ કરી દીધી છે.
સીબીઆઈએે  જણાવ્યું હતું કે, મુંબઈ પોલીસની ઈકોનોમિક ઓફેન્સ વિંગે જીજ્ઞોશ શાહ પ્રમોટેડ ફાઈનાન્શિયલ ટેકનોલોજીસ પ્રમોટેડ સ્પોટ એક્ષચેન્જમાં નાણા ગુમાવનારા રોકાણકારો પાસેથી ફરિયાદો મેળવી છે.
૩૧, જુલાઈ,૨૦૧૩ બાદ ટ્રેડીંગ સસ્પેન્ડ કરવાના સરકારના આદેશને પગલે ૧૩૦૦૦ થી વધુ રોકાણકારોના નાણા ૧૪૮ મેમ્બરો-બ્રોકરો થકી એક્ષચેન્જમાં અટવાઈ પડી એનએસઈએલ રૃ.૫૬૦૦ કરોડની પેમેન્ટ કટોકટીમાં આવી ગયું છે.સીબીઆઈના પ્રવકતા કાંચન પ્રસાદે જણાવ્યું હતું કે, આ કેસમાં સીબીઆઈ બધી રીતે સર્વાંગી તપાસનો કેસ નોંધ્યોં છે.
સીબીઆઈની ઈકોનોમિક ઓફેન્સ વિંગે પ્રમોટર પાસેથી સ્પોટ એક્ષચેન્જના કામકાજ સંબંધિત બધા દસ્તાવેજો માગ્યા હોવાનું અને જરૃર પડયે તેમને પૂછપરછ માટે બોલાવવામાં આવશે એવું સૂત્રોએ જણાવ્યું હતું.દરમિયાન ઈન્વેસ્ટર ગ્રીવન્સીસ ફોરમના પ્રમુખ અને ભાજપના નેતા કિરીટ સોમૈયાએ એનએસઈએલ દ્રારા સ્ટોક અને પ્રવાહિતા સંબંધિ બનાવટી દસ્તાવેજો રજૂ કરી એક જ દસ્તવેજો પર એકથી વધુ નાણા સંસ્થાઓ પાસેથી નાણા લેવાયા હોવા સંબંધિ જન હિતની અરજી  મુંબઈ હાઈકોર્ટમાં કરી હતી.
કોર્પોરેટ મંત્રાલયે પણ NSEL, FTના ચોપડા તપાસવા આદેશ આપ્યા
નવી દિલ્હી, મંગળવાર
રૃ.૫૬૦૦ કરોડની પેમેન્ટ કટોકટીમાં આવી જઈ હજારો રોકાણકારોના નાણા ચૂકવવામાં અસમર્થ નેશનલ સ્પોટ એક્ષચેન્જ લિમિટેડ (એનએસઈએલ) અને તેના પ્રમોટર ફાઈનાન્શિયલ ટેકનોલોજીસ ઈન્ડિયાના ચોપડા-બુક્સ ઓફ એકાઉન્ટ તપાસવા કંપની બાબતોના મંત્રાલય-મીનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સ (એમસીએ )આદેશ આપ્યો છે.
આ કટોકટીના ચાલતા અને વિવિધ ધારાધોરણોના ઉલ્લંઘનની ચિંતાએ એનએસઈએલ સીબીઆઈ સહિત વિવિધતપાસ એજન્સીઓ અને નિયામક તંત્રોની તપાસના ઘેરાંમાં આવ્યું છે.કોર્પોરેટ મંત્રાલયે એનએસઈએલ દ્રારા કંપની ધારા હેઠળના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે કે એની તપાસ માટે એનએસઈએલ અને તેના પ્રમોટર ફાઈનાન્શિયલ ટેકનોલોજીસના ચોપડાં-એકાઉન્ટસ ચકાસવાના આદેશ આપ્યા છે.કંપની ધારો મંત્રાલયને કંપનીઓના ચોપડા તપાસવાની સત્તા આપે છે.
કોર્પોરેટ્સ અફેર્સ મીનિસ્ટ્રીઝે(એમસીએ) પહેલા જ રજીસ્ટ્રાર ઓફ કંપનીઝ(આરઓસી) પાસેથી એનએસઈએલ અને તેની સંબંધિત કંપનીઓ તથા તેના પ્રમોટર ગુ્રપ કંપનીની વિગતો માગી છે.
સરકારના આદેશને પગલે જીજ્ઞોશ શાહ પ્રમોટેડ ફાઈનાન્શિયલ ટેકનોલોજીસ પ્રમોટેડ એનએસઈએલ દ્રારા ૩૧, જુલાઈના ટ્રેડીંગ સસ્પેન્ડ કરવાની ફરજ પડયા બાદ એક્ષચેન્જ રૃ.૫૬૦૦ કરોડની પેમેન્ટ કટોકટીમાં આવી ગયું હતું.મંગળવારે જ મુંબઈ પોલીસની આર્થિક ગુની શોધક શાખાએ(ઈઓડબલ્યુ) દ્રારા એનએસઈએલના બેંક ખાતા ફ્રીઝ કરી દીધા હતા, અને એક્ષચેન્જ સતત પે-આઉટ કરવામાં ડીફોલ્ટ થયું હતું.

Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)

No comments:

Post a Comment