સુવિચાર

"Wel-Come to Information Technology & Business Development World" સુવિચાર :- "એક જ આવકના સ્ત્રોત પર નિર્ભર ના રહો, નવું રોકાણ કરો અને બીજી/ત્રીજી આવકનો સ્ત્રોત તૈયાર કરો.- વોરેન બફેટ" For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Friday, 10 July 2015

ઇલેક્ટ્રોનિક્સ, સિરામિક્સ ને કોમોડિટી ડીલરો પરના દરોડામાં ૬ કરોડ પકડાયા

Gayatri Business Solution
(Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group,BlogWebsite, )

Good News Gayatri Business Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)

Gujarat Samachar News

ઇલેક્ટ્રોનિક્સ, સિરામિક્સ ને કોમોડિટી ડીલરો પરના દરોડામાં ૬ કરોડ પકડાયા

વેટકચેરીના દરોડાનો દોર શરૃ થતાં વેપારીઆલમનો આક્રોશ વધ્યો

અમદાવાદ, સુરત, ગાંધીધામ, મહેસાણા, ભાવનગર ને નડિઆદના વેપારીઓ પર દરોડા

છ જુલાઈના દરોડામાં મળેલા કાચા ચિઠ્ઠાના સોદાઓને આધારે અમદાવાદ, સુરત, ગાંધીધામ, મહેસાણા, ભાવનગર ને નડિઆદના વેપારીઓ પર દરોડા
(પ્રતિનિધિ તરફથી)    અમદાવાદ,શુક્રવાર
કોમર્શિયલ ટેક્સ કચેરીના ૮૩ અધિકારીઓએ આજે અમદાવાદના ઇલેક્ટ્રોનિક્સના ૯ વેપારીઓ સહિત ગુજરાતના જુદા જુદા સ્થળે વેપાર કરતાં ૨૦ વેપારીઓ પર દરોડા પાડયા છે. અમદાવાદમાં રિલીફ રોડ, સી.જી. રોડ, નારણપુરા, બાપુનગર, વસ્ત્રાપુર, નવા વાડજ વિસ્તારના વેપારીઓ પર દરોડા પાડવામાં આવ્યા છે. આ વેપારીઓ ખાસ કરીને એલઈડી ટેલિવિઝન અને એરકન્ડિશનર્સ સહિતના વ્હાઈટ ગુડ્સના વેપાર સાથે સંકળાયેલા છે.
વેટ કચેરીના સૂત્રોનું કહેવું છે કે છ જુલાઈએ અમદાવાદમાં મહેશ ઇલેક્ટ્રોનિક્સ, કાવ્યા માર્કેટિંગ, આરતી ઇલેક્ટ્રિકલ્સ અને સંજય ઇલેક્ટ્રોનિક્સ પર દરોડા પાડયા હતા. આ દરોડા દરમિયાન રૃા. ૧ કરોડની કરચોરી પકડી પાડવામાં સફળતા મળી હતી. આ દરોડા દરમિયાન આ ડીલરોએ કાચા ચિઠ્ઠા પર કરેલા વેપારની વિગતો તેમને મળી આવી હતી. આ વિગતોને આધારે આ ચાર વેપારીઓએ ગુજરાત ભરમાં જે વેપારીઓ સાથે વહેવાર કર્યા હતા તે વેપારીઓ પર આજે દરોડા પાડવામાં આવ્યા છે. આ દરોડાની કાર્યવાહી આ લખાય છે ત્યારે ચાલુ જ છે.
આ અગાઉ વેટ કચેરીએ કોમોડિટી ટ્રેડર્સ પર પાડેલા દરોડામાં પણ રૃા. ૧ કરોડની વેટચોરી પકડી પાડવામાં સફળતા મળી હતી. આ દરોડામાં ઓઈલ સીડ્સના ટ્રેડર્સ કુંવરજી એન્ટરપ્રાઈસ, સ્પ્રિચ્યુઅલ માર્કેટિંગ પ્રા.લિ., કેમિકલ ને જંતુનાશક દવાના ટ્રેડર પાવર ટેક, જિગર કોમોડિટી એન્ડ ડેરિવેટિવ્સ, પેસ કોમોડિટી બ્રોકિંગ અને ગોલ્ડ તથા બુલિયન ટ્રેડર્સ મન્ડી ટુ માર્કેટ ટ્રેડર્સ ને કોટક કોમોડિટી સર્વિસનો સમાવેશ થાય છે. તદુપરાંત મેટલ્સના ટ્રેડર ખાંડવાલા ટ્રેડિંગ કંપની અને એમસીએક્સમાં સોદા કરતી સી.ડી. કોમોડિટી બ્રોકિંગ લિમિટેડનો સમાવેશ થાય છે.
આ જ રીતે સિરામિક્સના ૩૮ વેપારીઓ પર પાડવામાં આવેલા દરોડામાં પણ રૃા. ૪ કરોડની કરચોરી પકડી પાડવામાં સફળતા મેળવી હતી. સિરામિક્સના વેપારીઓના બિનહિસાબી વેપારમાં રાજ્યની બહારના વેપારોનો સમાવેશ થાય છે. આ વેપારોને પકડી પાડવા રાજ્ય બહાર જતાં રસ્તાઓ પર ફ્લાયિંગ સ્ક્વૉડ ગોઠવીને તેમણે હળવદ, માલવણ ચોકડી, બામણબોર, માળિયા તથા રાધનપુરમાંથી ૧૮ જેટલી ટ્રક રોકીને તેમનું પગેરું મેળવવામાં આવ્યું હતું.
આ કંપનીઓમાં વરમોરા ગ્રેનેટો પ્રા.લિ.(વાંકાનેર), વ્હાઈટ હાઉસ ટાઈલ્સ પ્રા.લિ. (મોરબી), પટેલ ટાઈલ્સ (ઇડર), સાગર એન્ટરપ્રાઈસ (અમદાવાદ), બ્લેક ફાયર (મોરબી), ઉત્તમ સિરામિક (મોરબી), જૈન ટ્રેડિંગ (ગોતા-અમદાવાદ), લૅન્ડમેક સિરામિક (રાજકોટ), કાર્તિક ઇન્ડસ્ટ્રીઝ (મોરબી), માહી ઇન્ડસ્ટ્રીઝ (ભાવનગર), રાધે એન્ટરપ્રાઈઝ (મહેસાણા), ઝીલટોપ ગ્રેનિટો પ્રા.લિ. (મોરબી) સહિતની ૩૩ કંપનીઓનો સમાવેશ થાય છે.
Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment