સુવિચાર

"Wel-Come to Information Technology & Business Development World" સુવિચાર :- "એક જ આવકના સ્ત્રોત પર નિર્ભર ના રહો, નવું રોકાણ કરો અને બીજી/ત્રીજી આવકનો સ્ત્રોત તૈયાર કરો.- વોરેન બફેટ" For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Monday, 29 February 2016

હવે દરેક કરદાતાઓએ વર્ષમાં ચાર વાર એડવાન્સ ટેક્સ ભરવો પડશે - #BUDGET: IT સ્લેબ યથાવત, 1 એપ્રિલથી PF પર પણ ટેક્સ

Gayatri Business Solution
(Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group,BlogWebsite, )

Good News Gayatri Business Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)

Gujarat Samachar News

હવે દરેક કરદાતાઓએ વર્ષમાં ચાર વાર એડવાન્સ ટેક્સ ભરવો પડશે

- બે કરોડથી ઓછો વકરો ધરાવતા વેપારીઓને ચોપડા રાખવા

- એકાઉન્ટ લખવામાંથી, ઑડિટ કરાવવામાંથી ને આકરણીથી પણ મુક્તિ મળશે


(પ્રતિનિધિ તરફથી)      અમદાવાદ,તા.૨૯
નાણાં મંત્રી અરુણ જેટલીએ કરેલી નવી જોગવાઈને પરિણામે વાર્ષિક રૃા. ૫૦૦૦થી વધુ ટેક્સ ભરવાનો થતો હોય તેવા દરેક કરદાતાઓએ હવેથી વર્ષમાં ચાર વાર એડવાન્સ ટેક્સ જમા કરાવવો પડશે. અત્યારની જોગવાઈ પ્રમાણે ત્રણ એડવાન્સ ટેક્સ ભરવો પડતો હતો. ૧૫મી સપ્ટેમ્બર, ૧૫ ડિસેમ્બર અને ૧૫ માર્ચે તેમણે એડવાન્સ ટેક્સ જમા કરાવવો પડતો હતો. હવે ૧૫ જૂને પણ એડવાન્સ ટેક્સનો હપ્તો જમા કરવવો પડશે મોટી કંપનીઓ માટે આ વ્યવસ્થા મોજૂદ જ છે પરંતુ નવા કરદાતાઓને પહેલા હપ્તાથી જ એડવાન્સ ટેક્સ ભરવાની ફરજ પાડીને એડવાન્સમાં જ તેમના વેરાની રકમ મેળવી લેવાનો ઇરાદો ધરાવે છે.
નવી જોગવાઈ પ્રમાણે ૧૫ જૂન સુધીમાં કુલ અંદાજિત વાર્ષિક ટેક્સની રકમ ૧૫ ટકા રકમ જૂન મહિનાની ૧૫મી તારીખે જ જમા કરાવી દેવી પડશે. પહેલા સપ્ટેમ્બરની ૧૫મીથી જ પહેલા એડવાન્સ ટેક્સનો હપ્તો જમા કરાવવો પડતો હતો. આવકવેરા જે કરદાતાએ પ્રિઝમ્પ્ટીવ ટેક્સ પ્રમાણે એડવાન્સ ટેક્સ ભરવાનો થતો હોય તેમણે નવી જોગવાઈને કારણે ૧૫મી માર્ચ પહેલા ૧૦૦ ટકા ટેક્સ જમા કરાવી દેવાનો રહેશે. તેમણે ચાર હપ્તાને બદલે ૧૫મી માર્ચે સંપૂર્ણ ટેક્સ એડવાન્સમાં ભરી દેવો પડશે. એડવાન્સ ટેક્સના પ્રથમ જ હપ્તામાં કુલ ભરવાપાત્ર વેરાના એડવાન્સ ટેક્સની રકમના ૧૨ ટકા રકમ સુધી અને બીજા ત્રિમાસિક ગાળામાં ભરવાને પાત્ર બનતા એડવાન્સ ટેક્સના ૩૬ ટકા એડવાન્સ ટેક્સ ભરી દીધો હશે તેમને કલ ૨૩૪ (સી) હેઠળ લગાવવામાં આવતું વ્યાજ લગાડવામાં નહિ આવે એમ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મહેશ છાજેડનું કહેવું છે.
પ્રીઝમ્પ્ટીવ ટેક્સ- ટેક્સ ઓડિટની લિમિટ વધારી
નવા બજેટમાં ટેક્સ ઓડિટની અને પ્રિઝમ્પ્ટીવ ટેક્સની મર્યાદા વધારવામાં આવી છે. જૂની જોગવાઈ પ્રમાણે પ્રોફેશનલની આવક રૃા. ૨૫ લાખથી વધુ હોય તો તેવા કિસ્સામાં ઓડિટ કરાવવું ફરજિયાત હતું હવે તેમાં વધારો કરીને રૃા. ૫૦ લાખથી વધુની આવક ધરાવનારાઓ માટે ટેક્સ ઓડિટની જોગવાઈ લાગુ કરવામાં આવી છે. પરિણામે ૫૦ લાખથી ઓછી આવક ધરાવનારા પ્રોફેશનલ્સને ટેક્સ ઓડિટમાંથી રાહત મળી જશે. આ જ રીતે વ્યવસાયિકો માટે પ્રિઝમ્પ્ટીવ ટેક્સની કોઈ જ જોગવાઈ હતી નહિ. તેના બદલે નવા બજેટમાં તેમને માટે પ્રિઝમ્પ્ટીવ ટેક્સની જોગવાઈ દાખલ કરવામાં આવી છે. તેમણે કુલ આવકમાંથી ચોખ્ખી વેરાપાત્ર આવક ૫૦ ટકા લેખે બતાવવી પડશે અને તેના પર ટેક્સ સ્લેબ પ્રમાણે ભરવાનો થતો વેરો જમા કરાવવો પડશે. જૂની વ્યવસ્થા હેઠળ વાર્ષિક રૃા. ૧ કરોડથી વધારે ટર્નઓવર ધરાવતા કરદાતાઓએ ટેક્સ ઓડિટ કરાવવું પડતું હતું. તેની મર્યાદા વધારીને હવે રૃા. ૨ કરોડની કરી દેવામાં આવી છે. પ્રિઝમ્પટિવ ટેક્સની કેટેગરીમાં કંપનીઓ સિવાયના પણ વાર્ષિક ટર્નઓવર રૃા. ૨ કરોડથી ઓછું હોય તથા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, વકીલ, ડોક્ટર જેવા પ્રોફેશનલ કરદાતાઓ હોય અને તેમનું ટર્નઓવર રૃા. ૫૦ લાખથી ઓછું હોય તે આ કેટેગરીમાં આવે છે.
બે કરોડથી ઓછી રકમનું ટર્નઓવર ધરાવતા વેપારીઓએ (જૂની વ્યવસ્થામાં એક કરોડની મર્યાદા હતી) પણ પ્રિઝમ્પ્ટીવ ટેક્સની જોગવાઈ પ્રમાણે કુલ વકરાની રકમના આઠ ટકા લેખે નેટ નફો દર્શાવવાનો રહેશે અન તે આવક પર ટેક્સ જમા કરાવવો પડશે. તેને પરિણામે ચોપડા રાખવાની, હિસાબ લખવાની અને ઓડિટની જોગવાઈમાંથી મુક્તિ મળશે. સામાન્ય સંજોગોમાં તેમના કેસ સ્ક્રુટિનીમાં પણ સિલેક્ટ થતા હોતા નથી તેમને ઇન્કમટેક્સના અધિકારીઓ સાથે લમણા લેવાની કડાકૂટમાંથી છૂટકારો મળશે.

#BUDGET: IT સ્લેબ યથાવત, 1 એપ્રિલથી PF પર પણ ટેક્સ

નવી દિલ્હી: નાણાપ્રધાન અરુણ જેટલીએ સોમવારે તેમનું ત્રીજું સામાન્ય બજેટ રજૂ કર્યું જેમાં તેમણે કર પ્રસ્તાવમાં કોઈ નોંધપાત્ર ફેરફાર નથી કર્યો. મધ્યમ વર્ગ માટે આ બજેટ 'ક્યાં ગયા હતા, ક્યાંય નહીં' જેવું છે. જ્યારે ધનિકો પાસેથી નાણા ખંખેરીને ગરીબોના ખિસ્સામાં પ્રાણ ફૂંકવાનો પ્રયાસ આ બજેટમાં કરવામાં આવ્યો છે. પહેલી એપ્રિલ કે તેના પછી પીએફના ખાતામાં જમા થતી કુલ રકમના 60 ટકા પર પણ ટેક્સ લાગશે. સરકારના આ નિર્ણયનો વિરોધ શરૂ થઈ ગયો છો. આરએસએસ સાથે જોડાયેલા મજૂર સંઘે આ નિર્ણય પાછો ખેંચવાની માગ કરી છે.
 
કર જોગવાઈઓ

- 80-જી હેઠળ કરમુક્તિની મર્યાદા 24 હજારથી વધારીને 60 હજાર કરાઈ
- 87-એ હેઠળ રૂ. 3 હજારનું વધારાનું ટેક્સ રિબેટ
- કરમાળખામાં કોઈ ફેરફાર નહીં
- રૂ. એક કરોડથી વધુની આવકવાળાઓ પર સરચાર્જ 12 ટકાથી વધારી 15 ટકા
- તમામ કરપાત્ર સેવાઓ પર અડધા ટકાનો કૃષિ કલ્યાણ ટેક્સ
- 1 જૂન થી તા. 30 સપ્ટે. સુધીમાં 45 ટકા કર ચૂકવીને જાહેર નહીં કરેલી રકમને વ્હાઈટ કરી શકાશે. તેની ઉપર કોઈ તપાસ નહીં થાય.
 
કોર્પોરેટ વર્લ્ડ માટે કર જોગવાઈઓ 

- કોર્પોરેટ વર્લ્ડને આપવામાં આવતી કરરાહતો ક્રમશઃ દૂર કરાશે
- કોઈ લાભ ન લેનારી ઉત્પાદક કંપની પર 25 ટકા કર
- નવી સ્ટાર્ટઅપ્સને ત્રણ વર્ષ માટે કર મુક્તિ
- અલગ-અલગ મંત્રાલય દ્વારા લાદવામાં આવેલા અલગ-અલગ પ્રકારના 13 સેસ નાબુદ કરી દેવાશે.
- પેટ્રોલ કાર્સ, એસયુવિઝ, બીડી સિવાયના તમાકુ ઉત્પાદનો મોંઘા થશે. 
 
નાણાકીય ક્ષેત્ર 

- વિનિવેશ ક્ષેત્રનું નામ બદલાશે
- દેશભરમાં પોસ્ટ ઓફિસીઝ મારફત એટીએમની જાળ વિસ્તારાશે
- મુદ્રા બેન્ક માટે રૂ. 1,80,000 કરોડની ફાળવણી
- જાહેર સાહસની વીમા કંપનીઓનું લિસ્ટિંગ કરાશે
- બેન્કોનું લોન ભારણ ઘટાડવા માટે બેન્કરપ્સી એક્ટ લવાશે
- ફાયનાન્સિયલ ડેટા મેનેજમેન્ટ સેન્ટરની સ્થાપના
- જાહેરક્ષેત્રની બેન્કોમાં ચાલુ વર્ષે રૂ. 25 હજાર કરોડની ફાળવણી
- કાયદાકીય જોગવાઈઓ કરીને બેન્કોની સ્થિતિને મજબૂત કરાશે
- પોન્ઝી સ્કિમ્સને અટકાવવા સેબી એક્ટમાં ફેરફાર કરાશે
 
બિટવીન ધ લાઈન્સ બજેટ 
 
- તમામ કરપાત્ર સેવાઓ પર અડધા ટકાનો કૃષિ કલ્યાણ ઉપકર (સેસ) લાદવામાં આવ્યો છે. જેને જીએસટી (18%)ની દિશામાં સરકારનું વધુ એક છે, કારણ કે સર્વિસ ટેક્સ 15 ટકા પર પહોંચ્યો.
- કંપનીઓને મળતી રાહતોમાં ક્રમશઃ ઘટાડો કરવાની જાહેરાતને કારણે સેન્સેક્સમાં કડાકો બોલ્યો.
- નાણાપ્રધાનના નવ પાયાઓમાં સંરક્ષણક્ષેત્રનો ઉલ્લેખ જ નહીં.
- બિહારની ચૂંટણીઓમાં પરાજયને પગલે કૃષિક્ષેત્ર અને ગ્રામીણ વિકાસ પર વિશેષ ભાર.
- સરકારે યુપીએ સરકાર દ્વારા અપાયેલા આધાર કાર્ડનું મહત્વ સ્વીકારી લીધું. તેને કાયદાકીય માન્યતા આપી, અન્ય કેટલાક લાભોને આધાર સાથે જોડાશે.
- અયોગ્ય રીતે અપાયેલી લોનોને કારણે જાહેર સાહસની બેન્કોની સ્થિતિ કથળી રહી છે. આથી જ વધારાની રૂ. 25 હજાર કરોડની મૂડી આપવાની જરૂર ઊભી થઈ.
- પાછલી તારીખથી લાગુ કરાયેલા કરોને કારણે ઊભા થયેલા વિવાદોને ઉકેલવા માટે 'વન ટાઈમ સેટલમેન્ટ યોજના', જેનો સીધો લાભ વોડાફોન લેવા ઈચ્છશે.
- 45 ટકા કર આપીને 'કાળા' નાણાને 'સફેદ' કરી શકાશે. 
- 2017-2018 સુધીમાં યોજનાકીય ખર્ચ અને બિનયોજનાકીય ખર્ચનો તફાવત ભૂંસી નાખવા લક્ષ્યાંક
- પંજાબની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ગુરૂ ગોવિંદ સિંહ જયંતિ માટે રૂ. 100 કરોડની ફાળવણી.


સામાજિક યોજનાઓ

- પરિવારદીઠ રૂ. એક લાખનો આરોગ્ય વીમો.
- વૃદ્ધોને રૂ. 30 હજારનું વધારાનું કવચ
- દેશભરમાં ડાયાલિસિસ સેન્ટર્સ ચાલુ કરવામાં આવશે
- ગરીબોને નવા એલપીજી કનેકશન્સ માટે રૂ. બે હજાર કરોડ 

ડિજીટલ ઈન્ડિયા

- નેશલ ડિજીટલ લિટરસી મિશન દ્વારા છ કરોડ ગ્રામીણ ઘરોને કોમ્પ્યુટર શિક્ષણ
- ગ્રામીણ ક્ષેત્રમાં ટાઈટલ્સના ડિજીટલાઈઝેશન માટે યોજના હાથ ધરાશે. 

માળખાકીય વિકાસ 

- મોટર એક્ટમાં ફેરફાર કરીને મુસાફર પરિવહન ખાનગીક્ષેત્ર માટે ખુલ્લું મુકાશે
- રાજ્ય સરકારો સાથે મળીને 160 એરપોર્ટ્સ અને એરસ્ટ્રીપ્સનો વિકાસ કરાશે
- ચાલુ વર્ષે ગ્રીન ફિલ્ડ પોર્ટ્સનો વિકાસ હાથ ધરાશે
- માળખાકીય વિકાસ માટે કુલ રૂ. 2,21,246 કરોડની ફાળવણી
- 2015માં સૌથી વધુ જળમાર્ગોનો વિકાસ થયો
- 2015માં સૌથી વધુ પડતર યોજનાઓનો નિકાલ થયો
- રોડ અને રેલવે માટે કુલ રૂ. 218000 કરોડની ફાળવણી
- 2016-2017 દરમિયાન 10 હજાર કિમીના નેશનલ હાઈવેની યોજના
- ગામડાઓમાં રસ્તાઓ માટે રૂ. 19 હજાર કરોડની ફાળવણી
- નેશનલ હાઈવેઝ માટે રૂ. 15 હજાર કરોડની વધારાની ફાળવણી 
 
કૃષિ અને ખેતપેદાશો 

- 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવા નિર્ધાર
- રૂ. 35,984 કરોડની ફાળવણી
- પાંચ વર્ષમાં સિંચાઈ માટે રૂ. 86 હજાર કરોડની ફાળવણી
- માર્ચ 2017 સુધીમાં તમામ 14 કરોડ ખેડૂતોને સોઈલ હેલ્થ કાર્ડ આપવામાં આવશે.
- સામાન્ય પ્રિમિયમ પર ખેડૂતો માટે 'પ્રધાનમંત્રી ફસલ બિમા યોજના'
- રૂ. 2.87 લાખ કરોડની ગ્રામીણ ક્ષેત્ર માટે ફાળવણી
- દરેક ગ્રામપંચાયતને સરેરાશ રૂ. 80 લાખ મળશે.
- મનરેગા માટે અત્યારસુધીની સૌથી વધુ રૂ. 38500 કરોડની ફાળવણી
- આંબેડકર જયંતિ પર કૃષિ ઈ-પ્લેટફોર્મનું ઉદ્ઘાટન કરાશે
- ભૂ જળસ્તરને ઊંચુ લાવવા માટે રૂ. 60 હજાર કરોડની ફાળવણી
 
ગ્રામીણ વિકાસ 

- સ્વચ્છ ભારત અભિયાન માટે રૂ. 9 હજાર કરોડ
- ફૂડ પ્રોડ્કશનમાં 100 ટકા એફડીઆઈને મંજૂરી
- ત્રણ લાખ ફેયર પ્રાઈઝ શોપ્સમાં ડિજીટલાઈશેશન
- સોશિયલ સિક્યુરિટી સ્કિમસને આધાર કાર્ડ સાથે જોડાશે
- કઠોળોની ભાવ સ્થિરતા માટે રૂ. 900 કરોડની ફાળવણી
 
કૌશલ્યવર્ધન 

- 76 લાખ યુવાનોને કૌશલ્યવર્ધન તાલીમ અપાઈ
- પીએફ માટે શરૂઆતના ત્રણ વર્ષના નાણા સરકાર આપશે
- ઈપીએફ માટે રૂ. એક હજાર કરોડની ફાળવણી
- માનવ સંશાધનના વિવેક પૂર્ણ
- વર્ષાંત સુધીમાં 100 મોડલ કેરિયર સેન્ટર્સ શરૂ કરવામાં આવશે.
- રાજ્યોના રોજગાર કેન્દ્રોને કેન્દ્રીય પ્લેટફોર્મ સાથે જોડવામાં આવશે.
- ત્રણ વર્ષમાં એક કરોડ યુવાનોને કૌશલ્ય તાલીમનો લક્ષ્યાંક
- 1500 મલ્ટી સ્કિલ ટ્રેનિંગ ઈનસ્ટિટ્યુટ્સની સ્થાપના કરાશે. 
 
ઊર્જા ક્ષેત્ર 

- સૌથી વધુ પાવર ગ્રીડ્સ ચાલુ વર્ષે ઉમેરાઈ
- સૌથી વધુ એલઈડી બલ્બસનું ચાલુ વર્ષે વિતરણ
- ડીપ સી ગેસ એક્સપ્લોરેશન પર ભાર
- અણુ ઊર્જા માટે રૂ. 3 હજાર કરોડની ફાળવણી 
 
જેટલી અને બજેટ 

- નાણાપ્રધાનના કાર્યાલયની વિનંતીને ધ્યાને રાખીને લોકસભાના સ્પીકર સુમિત્રા મહાજને વિશેષ બેઠક વ્યવસ્થાને મંજૂરી આપી છે.
- આ બેઠક એવી રીતે બનાવવામાં આવી છેકે વાંચતી વખતે અરૂણ જેટલીને શ્રમ ન પડે તથા તેમને વારંવાર નમવું ન પડે.
- 1991માં તત્કાલીન નાણાપ્રધાન ડૉ. મનમોહનસિંહે 'ઉદારીકરણ' વખતે આપેલી ઐતિહાસિક સ્પીચ (18500 શબ્દો) બાદ બીજી સૌથી લાંબી સ્પીચ આપી છે.
- 2015-2016નું બજેટ વાંચતી વખતે જેટલીએ 16500 શબ્દોની સ્પીચ વાંચી હતી. 
- 2014-2015નું પ્રથમ બજેટ રજૂ કરતી વખતે જેટલી થાકી ગયા હતા. સ્પીકરે તેમને મિનિટનો બ્રેક આપ્યો હતો.
- આવું પ્રથમ વખત બન્યું હતું કે, કોઈ નાણાપ્રધાને ચાલુ બજેટે બ્રેક લીધો હોય. ડાયાબિટિસને કારણે થાકી જવાથી બ્રેક લીધો હોવાનું બહાર આવ્યું હતું. 
 
પ્રતિક્રિયાઓ
 
- હું આપને વિશ્વાસ અપાવું છું કે આ બજેટ તમારા સપના જેવું બજેટ છે. 2022 સુધીમાં ખેડૂતોની આવકને બમણી કરવાની દિશામાં જરૂરી પગલા લેવામાં આવ્યા છે. બજેટમાં મહિલાઓ, ખેડૂતો તથા ગ્રામીણ ક્ષેત્ર પર ભાર મુકવામાં આવ્યો છે. આથી હું નાણાપ્રધાનને અભિનંદન પાઠવું છું. : નરેન્દ્ર મોદી, વડાપ્રધાન  
- નાણાપ્રધાન તેમની કસોટીમાં પાર ઉતર્યાં છે. બજેટમાં દરેક માટે કાંઈક છે. જો ધનવાનો પાસેથી થોડું લઈને ગરીબોને આપોતો તેમાં કાંઈ ખોટું નથી. : યશવંત સિંહા, પૂર્વ નાણાપ્રધાન, કેન્દ્ર સરકાર 
- રોજગાર સર્જન કે લોકોની પાસે નાણા આવે એવું કશું નથી કરાયું. કમનસીબે જે કાંઈ કરવું જોઈતું હતું, તે કર્યું નથી. : કમલનાથ, નેતા, કોંગ્રેસ
- આઝાદી પછીનું પહેલું એવું બજેટ છે જે ખેડૂત અને ગરીબને સમર્પિત છે. : રાધા મોહન સિંહ, કૃષિપ્રધાન, કેન્દ્ર સરકાર 
- સરકારે સામાન્ય ચિત્ર રજૂ કર્યું છે. યુપીએ સરકારની જૂની યોજનાઓને આગળ વધારી રહ્યાં છે. : શશિ થરૂર, નેતા, કોંગ્રેસ 
- આ એક ઉત્તમ બજેટ છે. દેશમાં પરિવર્તનનો પાયો આ બજેટ દ્વારા નખાશે. : પિયુષ ગોયલ, વીજપ્રધાન, કેન્દ્ર સરકાર
- તેઓ કૃષિક્ષેત્ર અને ખેડૂતોના વિકાસની વાત કરે છે.પરંતુ આ બજેટમાં આ દિશામાં કશું નક્કર નથી દેખાતું: નીતીશ કુમાર, મુખ્યપ્રધાન, બિહાર 
- આ બજેટ દેશના વિકાસ માટેનું બજેટ છે. તેનાથી અર્થતંત્રમાં પ્રાણ ફૂંકાશે. : દેવેન્દ્ર ફડણવિસ, મુખ્યપ્રધાન, મહારાષ્ટ્ર 
- જેટલીની નજીક છે એવા ઉદ્યોગપતિઓને બાદ કરતા અન્યો માટે આ બજેટમાં કશું નથી. : મલ્લિકાર્જુન ખડગે, નેતા, કોંગ્રેસ 
- હું બજેટ નિષ્ણાત નથી, પરંતુ સારું બજેટ છે. શિક્ષણ તથા સંરક્ષણક્ષેત્ર પર વિશેષ ભાર નથી મુકાયો. વિશેષ ટિપ્પણી માટે બજેટની પ્રિન્ટ જોવી પડશે.: શત્રુઘ્ન સિંહા, નેતા, ભાજપ 
- વડાપ્રધાન 2022માં ખેડૂતની આવકને બમણી કરવાની વાત કરે છે. તેની ખાતરી શું ? આવી રીતે તેઓ 2022 સુધી સત્તામાં રહેવાની વાત કરે છે, પરંતુ 2019માં જ તેમની સરકારનું પતન થઈ જશે. : લાલુપ્રસાદ યાદવ, અધ્યક્ષ,રાજદ
- ભારતને વધુ મજબૂત અને સમૃદ્ધ બને તે પ્રકારનું વલણ વડાપ્રધાન તથા નાણાપ્રધાને અપનાવ્યું છે. આર્થિક વિકાસમાં 'અંત્યોદય'ના વિકાસને ધ્યાને લેવાયો છે. આ બજેટથી આર્થિક અસમાનતા દૂર થશે તથા રોજગારનું સર્જન થશે. : લાલકૃષ્ણ અડવાણી, નેતા, ભાજપ 
- પ્રત્યક્ષ રીતે દેખાય નહીં તેમ કોર્પોરેટ જગતને ઘણું બધુંય આપ્યું છે. બજેટમાં ખાસ કોઈ મોટી બાબત નથી. : ડી. રાજા, નેતા, સીપીઆઈ 
- આ બજેટ લોકોની અપેક્ષાઓને પૂર્ણ કરનારું છે. સામાજિકક્ષેત્ર, કૌશલ્ય વર્ધન તથા રોજગાર સર્જન માટે અનેક જોગવાઈઓ કરવામાં આવી છે. :શિવરાજસિંહ ચૌહાણ, મુખ્યપ્રધાન, મધ્યપ્રદેશ
- આ બજેટથી ધંધો કરવામાં સરળતા નહીં વધે તથા આર્થિક વિકાસમાં વધારો પણ નહીં થાય. : દિનેશ ત્રિવેદી, નેતા, ટીએમસી 
- ક્રાંતિકારી બજેટની અપેક્ષા હતી, પરંતુ આ એક સામાન્ય બજેટ છે. : વીરભદ્રસિંહ, મુખ્યપ્રધાન, હિમચાલ પ્રદેશ 
- નવું કર ભારણ નાખ્યા વગર નાણાખાધને નાથવામાં સરકાર સફળ રહી છે. માર્કેટે આ બજેટને સારું ગણ્યું છે. : આશિષ કુમાર ચૌહાણ, સીઈઓ, બોમ્બે સ્ટોક એક્સચેન્જ 
- સામાન્ય નાગરિક તરીકે એટલું કહીશ કે તેમણે દરેક બાબત પર ધ્યાન આપવા પ્રયાસ કર્યો છે. : અરૂણ જેટલીના જમાઈ 
- બજેટને ફૂલ માર્ક્સ આપીશ : સોનાલી જેટલી, અરૂણ જેટલીના પુત્રી 
Source :-http://www.gujaratsamachar.com, http://www.divyabhaskar.co.in
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment