Gayatri Business Solution
(Follow Us :- Face Book, Linked In, Twitter, Google +, Yahoo Group,Blog, Website, )
Good News Gayatri Business Solution
Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)
Gujarat Samachar News
'મેક ઇન ઇન્ડિયા'નું સૂરસૂરિયું : ઔદ્યોગિક ઉત્પાદન ઘટીને માઇનસ ૦.૮ ટકા
- એપ્રિલમાં મેન્યુફેકચરિંગ અને કેપિટલ ગુડ્ઝ સેક્ટરનો નબળોે દેખાવ
- ગયા વર્ષે એપ્રિલમાં ઔદ્યોગિક ઉત્પાદન ત્રણ ટકા હતું
નિરાશાજનક આંકડાને પગલે વ્યાજદરમાં ઘટાડાની માગ ઉઠશે
(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૧૦
મેન્યુફેકચરિંગ અને કેપિટલ ગુડ્ઝ સેક્ટરના નબળા દેખાવને કારણે એપ્રિલ મહિનામાં ઓદ્યોગિક ઉત્પાદન ઘટીને માઇનસ ૦.૮ ટકા થયું છે. છેલ્લા ત્રણ મહિનામાં પ્રથમ વખત ઓદ્યોગિક ઉત્પાદન માઇનસમાં નોંધવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારના 'મેક ઇન ઇન્ડિયા' અભિયાનની પણ કોઇ સાનુકુળ અસર જોવા મળી રહી નથી. આ અભિયાનની જાહેરાત પાછળ કરોડો રૃપિયાના ખર્ચ કરવામાં આવ્યો હોવા છતાં આ અભિયાનને કારણે ઓદ્યોગિક ઉત્પાદનમાં વધારો જોવા મળ્યો નથી.
ઇન્ડેક્ષ ઓફ ઇન્ડ્રસ્ટ્રિયલ પ્રોડકશન(આઇઆઇપી)ના આધારે ગણવામાં આવતું ઓદ્યોગિક ઉત્પાદન ગયા વર્ષે એપ્રિલ મહિનામાં ૩ ટકા રહ્યું હતું. સેન્ટ્રલ સ્ટેટિસટિક્સ ઓફિસ(સીએસઓ) દ્વારા આજે ઓદ્યોગિક ઉત્પાદનના આંકડા જાહેર કરવામાં આવ્યા હતાં.
ઓદ્યોગિક ઉત્પાદનના નિરાશાનજક આંકડાઓના પરિણામે ફરી એક વખત ઉદ્યોગપતિઓ વ્યાજ દરમાં ઘટાડાની માગ કરશે. ચાલુ વર્ષે ફેબુ્રઆરી મહિનામાં ઓદ્યોગિક ઉત્પાદનનો વિકાસ દર ૨ ટકા રહ્યો હતો. જાન્યુઆરીમાં આઇઆઇપી ઘટીને ૧.૬ ટકા રહ્યો હતો. ઇન્ડેક્ષમાં ૭૫ ટકા હિસ્સો ધરાવતા મેન્યુફેકચરિંગ સેક્ટરનો વિકાસ દર એપ્રિલ મહિનામા ઘટીને ૩.૧ ટકા નોંધવામાં આવ્યો છે. ગયા વર્ષે આ જ સમયગાળામાં આ સેકટરનો વિકાસ ૩.૯ ટકા રહ્યો હતો.
રોકાણનું બેરોમીટર ગણવામાં આવતા કેપિટલ ગુડ્ઝ સેક્ટરનો વિકાસ ઘટીને માઇનસ ૨૪.૯ ટકા થયો છે. જે ગયા વર્ષના સમાન ગાળામાં ૫.૫ ટકા હતો.
જો કે સાનુકુળ ક્ષેત્રોની વાત કરવામાં આવે તો વીજળી ક્ષેત્રનો વિકાસ ૧૪.૬ ટકાના દરે થયો છે. એક વર્ષ અગાઉ એપ્રિલ મહિનામાં આ સેક્ટરનો વિકાસ માઇનસ ૦.૫ ટકા હતો. ગયા વર્ષના એપ્રિલ મહિનાની સરખામણીમાં આ વર્ષના એપ્રિલ મહિનામાં મેન્યુફેકચરિંગ ક્ષેત્રના ૨૨ ઓદ્યોગિક જૂથોમાંથી ૯માં નેગેટિવ વિકાસ નોંધાયો છે.

Source :- http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/national-make-in-india
આજે સાત રાજ્યમાં રાજ્યસભાની ચૂંટણી, ૫૮ ઉમેદવારના ભાવિનો ફેંસલો
- રાજ્યસભાની ૫૭માંથી ૩૧ બેઠકોના ઉમેદવાર ચૂંટાઈ ગયા
ઉ.પ્ર.ની ૧૧, રાજસ્થાન-કર્ણાટકની ચાર, મધ્યપ્રદેશની ત્રણ, ઝારખંડ-હરિયાણાની બે-બે અને ઉત્તરાખંડની એક બેઠક માટે મતદાન
(પીટીઆઈ) નવી દિલ્હી, તા.૧૦
ઉત્તરપ્રદેશ, કર્ણાટક અને હરિયાણા સહિત દેશના સાત રાજ્યમાં આવતીકાલે રાજ્યસભાની ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણીઓમાં કોંગ્રેસના કપિલ સિબ્બલથી માંડીને સિનિયર એડવોકેટ આર.કે. આનંદ જેવા અનેક નેતાઓનું ભાવિ નક્કી થવાનું છે. જોકે, કુલ ૫૭માંથી ૩૧ બેઠકો પરના નેતાઓ રાજ્યસભામાં વિના કોઈ વિરોધ ચૂંટાઈ ગયા છે. હવે ૨૭ બેઠક પર ભાજપ અને કોંગ્રેસનો જંગ જામશે એવું રાજકીય વિશ્લેષકો જણાવી રહ્યા છે.
હવે સાત રાજ્યોની કુલ ૨૭ બેઠક પર આવતીકાલે ખરાખરીનો જંગ જામશે. ઉત્તરપ્રદેશની ૧૧, રાજસ્થાનની ચાર, કર્ણાટકની ચાર, મધ્યપ્રદેશની ત્રણ, ઝારખંડ-હરિયાણાની બે-બેે અને ઉત્તરાખંડની એક બેઠક પર આવતીકાલે મતદાન થશે.
રાજ્યસભામાં દર બે વર્ષે એક તૃતિયાંશ સભ્યોનો કાર્યકાળ પૂરો થતા ચૂંટણી યોજાય છે. આ વખતે રાજ્યસભાની ૫૮ બેઠક માટે ૧૫ રાજ્યોના ઉમેદવારો મેદાનમાં છે. રાજ્યસભામાં કયા રાજ્યમાંથી કેટલા સભ્યો મેદાનમાં ઉતરશે એ નિર્ણય રાજ્યની વસતીના હિસાબથી કરાય છે. આ કારણસર જ રાજ્યસભાના સભ્યોને ચૂંટવા રાજ્યોની વિધાનસભાના સભ્યો મતદાન કરે છે.
ઉ.પ્ર.માં ચિત્ર સ્પષ્ટ, હરિયાણામાં ભાજપનો ખેલ બગડયો
ઉત્તરપ્રદેશમાં વિધાનસભા પરિષદના પરિણામો પછી રાજ્યસભાનું ચિત્ર લગભગ સ્પષ્ટ થઈ ગયું છે. અહીં સમાજવાદી પક્ષ સાત, બહુજન સમાજ પક્ષ બે અને ભાજપ-કોંગ્રેસ એક-એક બેઠક જીતી શકે છે. જો ભાજપના સમર્થક પ્રીતિ મહાપાત્રાના પક્ષમાં છેલ્લી ક્ષણ સુધી કંઈ ના થયું તો તેમની જીત નક્કી છે.
જોકે, હરિયાણામાં કોંગ્રેસ અને ચૌટાલાનું ગઠબંધન ભાજપનો ખેલ બગાડી શકે છે. હરિયાણામાં બે બેઠક માટે ત્રણ ઉમેદવાર છે. ભાજપના નેતા અને કેન્દ્રિય મંત્રી વીરેન્દ્રસિંહની જીત નિશ્ચિત છે. આ સાથે કોંગ્રેસના સમર્થનની જાહેરાત પછી ઈન્ડિયન નેશનલ લોકદળના નેતા આર.કે. આનંદની જીત પણ નક્કી છે.
હરિયાણામાં એક બેઠક જીતવા ૩૧ મતની જરૃર હતી. આ સ્થિતિમાં કોંગ્રેસના ૧૭ અને ચૌટાલાના ૧૯ ધારાસભ્યોના ગઠબંધન પછી આર.કે. આનંદનો રસ્તો સાફ થયો છે. આ કારણસર ભાજપ વતી મેદાનમાં ઉતરેલા ઝી ન્યૂઝના માલિક સુભાષ ચંદ્રાની હાર નિશ્ચિત છે.
મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ભાજપનો રસ્તો સાફ
મધ્યપ્રદેશમાં ત્રણ બેઠક માટે ચાર ઉમેદવાર છે. અહીં ભાજપ બે બેઠક સરળતાથી જીતી જશે, જ્યારે ત્રીજી બેઠક માટે ભાજપના વિનોદ ગોટિયા અને કોંગ્રેસના વિવેક તન્ખાનો મુકાબલો છે. આ જીત માટે ૫૮ મતની જરૃર છે, પરંતુ અત્યારના ગણિત પ્રમાણે ૬૦ જેટલા મત મળી રહ્યા છે. અહીં કોંગ્રેસના ૫૪, બહુજન સમાજ પક્ષના ચાર અને અપક્ષના એક ઉમેદવાર છે. રાજસ્થાનમાં ચાર બેઠક જીતવા ભાજપને ફક્ત વધુ ચાર મતની જરૃર છે. આ કારણસર ભાજપે પોતાના ૧૬૦ ધારાસભ્યોની સાથે ચાર અપક્ષ ઉમેદવારોને પણ સતત પોતાની સાથે રાખ્યા છે.
ઝારખંડ અને ઉત્તરાખંડની સ્થિતિ શું છે?
ઝારખંડમાં કુલ બે પૈકી એક પર ભાજપના નેતા મુખ્તાર અબ્બાસ નક્વીની જીત નિશ્ચિત છે. બીજી બેઠક પર ભાજપના મહેશ પોદ્દાર અને ઝારખંડ મુક્તિ મોરચાના વસંત સોરેનનો મુકાબલો છે. જોકે, ભાજપને બીજી બેઠક જીતવા કુલ નવ મત જોઈએ છે, પરંતુ નાના-નાના તમામ પક્ષો ઝારખંડ મુક્તિ મોરચા સાથે છે.
ઉત્તરાખંડમાં તો ભાજપની એક બેઠક કોંગ્રેસ પાસે જઈ શકે છે. એક બેઠક માટે અહીં ત્રણ ઉમેદવાર છે. અહીંના પ્રોગ્રેસિવ ડેમોક્રેટિક ફ્રંટના છ ધારાસભ્યોએ પણ કોંગ્રેસનું સમર્થન કર્યું છે. આ સ્થિતિમાં ભાજપ માટે જીતવું અશક્ય છે.
કર્ણાટકમાં જોડ-તોડના એંધાણ
કર્ણાટકમાં ચાર બેઠક માટે પાંચ ઉમેદવાર મેદાનમાં છે. અહીં કોંગ્રેસ બે અને ભાજપ એક બેઠક સરળતાથી મેળવી લેશે. બાકીની એક બેઠક માટે કોંગ્રેસ અને જનતા દળ (સેક્યુલર) વચ્ચે મુકાબલો છે. આ એક બેઠક માટે ૪૫ મતની જરૃર છે. અહીં જનતા દળ (સેક્યુલર) પાસે ૪૦ ધારાસભ્ય છે, જેમાંથી અનેક બળવાખોરી કરશે એવું કહેવાય છે. જોકે, ૧૨ અપક્ષ ઉમેદવાર કોંગ્રેસ સાથે છે. આ સ્થિતિમાં કોંગ્રેસ અહીં ત્રીજી બેઠક પણ મેળવી લે એવી શક્યતા છે.

Source :- http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/national-seven-states-rajya-sabha-polls-today
Source :-http://gujaratsamachar.com
Products :-CPU,
Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS,
Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet
Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone,
External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD -
DVD etc…
More Products List Click Here
More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
Email :- inquiry.gsg13@gmail.com
No comments:
Post a Comment