સુવિચાર

"Wel-Come to Information Technology & Business Development World" સુવિચાર :- "એક જ આવકના સ્ત્રોત પર નિર્ભર ના રહો, નવું રોકાણ કરો અને બીજી/ત્રીજી આવકનો સ્ત્રોત તૈયાર કરો.- વોરેન બફેટ" For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Sunday, 19 April 2015

નિષ્ક્રિય પ્રાઇમરી માર્કેટમાં VRLના IPO ની જમાવટ ઃ ૭૪ ગણો છલકાયો

Gayatri Business Solution
(Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group,BlogWebsite, )

Good News Gayatri Business Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)

Gujarat Samachar News

નિષ્ક્રિય પ્રાઇમરી માર્કેટમાં VRLના IPO ની જમાવટ ઃ ૭૪ ગણો છલકાયો

કોલ ઇન્ડિયાની OFS કરતા વધુ બીડ

જાન્યુ. ૨૦૦૮ બાદ પ્રથમ વખત જોવા મળેલો ચમકારો

અમદાવાદ, શનિવાર
ઘણાં લાંબા સમયથી નિષ્ક્રિય બની ગયેલા પ્રાઇમરી માર્કેટમાં વીઆરએલ લોજીસ્ટીકના આઇપીઓ થકી નવો પ્રાણ ફૂંકાવાની શક્યતા છે. નિરસ માહોલમાં આ આઇપીઓ ૭૪ ગણો છલકાયો છે. આ આઇપીઓમાં કંપનીને રૃા. ૩૩૫૦૦ કરોડની બીડ મળી હતી જે કોલ ઇન્ડિયાની ઓફર ફોર સેલ કરતા વધુ છે.
છેલ્લા બે- ત્રણ વર્ષથી પ્રાઇમરી માર્કેટ નિષ્ક્રિય બની જવા પામ્યું છે. છૂટાછવાયા આઇપીઓ બજારમાં આવે છે જેને એકંદરે મિશ્ર પ્રતિસાદ સાંપડયો હતો. આવા નિરસ માહોલમાં વીઆરએલ લોજીસ્ટીકના આઇપીઓનો તમામ સ્તરે સુંદર પ્રતિસાદ સાંપડયો છે.આ આઇપીઓ શુક્રવારે તેના અંતિમ દિવસે ૭૪ ગણો ભરાયો હતો. જે જાન્યુઆરી- ૨૦૦૮ બાદ પ્રથમ વખત આવો માહોલ જોવા મળ્યો હતો. આ આઇપીઓનો ક્યુઆઇપી પોર્શન ૫૮.૨૨ ટકા, નોન ઇન્સ્ટીટયુશનલ પોર્શન ૨૫૦.૮૬ ટકા અને રીટેલ પોર્શન ૭.૬૬ ટકા છલકાયા તે કુલ ૭૪.૧૩ ટકા છલકાયો હતો.
ભૂતકાળમાં જાન્યુઆરી ૨૦૦૮માં રિલાયન્સ પાવરનો આઇપીઓ ૭૩ ગણો અને જાન્યુઆરી ૨૦૦૭માં પીએફસીનો આઇપીઓ ૭૭.૨૪ ટકા છલકાયો હતો. જો કે, ઓગસ્ટ ૨૦૦૫માં એફસીએસ સોફ્ટવેર સોલ્યુશનનો આઇપીઓ ૧૭૫.૮૮ ગણો છલકાયોહતો.
આ ઉપરાંત ઓક્ટો. ૨૦૦૭માં રેલગેર એન્ટર.નો આઇપીઓ ૧૫૮.૬૩ ટકા, જુલાઈ ૨૦૦૭માં એવરોન સિસ્ટમનો આઇપીઓ ૧૪૩.૯૯ ટકા, જાન્યુઆરી ૨૦૦૮માં ફ્યુચર કેપિટલનો આઇપીઓ ૧૩૧.૨૧ ટકા, નવેમ્બર ૨૦૦૭માં મુંદ્રા પોર્ટનો આઇપીઓ ૧૧૫.૦૨ ટકા, ડિસે. ૨૦૦૭માં બીજીઆર એનર્જીનો આઇપીઓ ૧૧૪.૭૮ ટકા છલકાયો હતો.
Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

Friday, 17 April 2015

ઇ કોમર્સ કંપનીઓ દ્વારા અપાતા ભારે ડિસ્કાઉન્ટ કાયદેસર ઃ CCI

Gayatri Business Solution
(Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group,BlogWebsite, )

Good News Gayatri Business Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)

Gujarat Samachar News

ઇ કોમર્સ કંપનીઓ દ્વારા અપાતા ભારે ડિસ્કાઉન્ટ કાયદેસર ઃ CCI

ઇ કોમર્સ અથવા ઇ રિટેઇલર કંપનીઓ દ્વારા અપાતા ભારે ડિસ્કાઉન્ટ કાયદેસર હોવાનો ચકાદો નિયામક સંસ્થા કમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા (સીસીઆઇ)એ આપ્યો છે.
ઓફ લાઇન રિટેલરો દ્વારા એવી ફરિયાદ કરવામાં આવી હતી કે ઓન લાઇન રિટેલ કંપનીઓ નફો મેળવવા માટે ઉત્પાદનના ભાવ સાથે ગેરકાયદે ચેડાં કરી રહી છે.
 આ ફરિયાદના આધારે સીસીઆઇએ તપાસ કરી હતી અને તેના ચુકાદામાં જણાવ્યુ હતું કે ઓન લાઇન રિટેલ કંપનીઓ દ્વારા અપાતા ભારે ડિસ્કાઉન્ટમાં કોઇ ગેરરીતિ આચરવામાં આવતી નથી.
આ સંદર્ભે તપાસ પુરી થઇ છે અને તેનો ચુકાદો સત્તાવારરીતે ટંૂક સમયમાં જાહેર કરવામાં આવશે, એમ સીસીઆઇના ચેરમેન અશોક ચાવલાએ જણાવ્યુ હતુ.
ઓન લાઇન રિટેલ કંપનીઓ દ્વારા અપાતા ભારે ડિસ્કાઉન્ટમાં કોઇ અન્યાયી પ્રવૃત્તિ થતી નહીં હોવાનું તપાસમાં જણાઇ આવ્યુ હતુ. ઇ રિટેલ કંપનીઓ તેમના વ્યવસાય દ્વારા ગ્રાહકોને ઓફ લાઇન સ્ટોરની તુલનાએ ઓછા ભાવે માલ વેચીને ગ્રાહકોને એક પ્લેટફોર્મ પુરૃ પાડે છે, તેમાં કશું અન્યાયી નથી, એમ સીસીઆઇના સૂત્રોએ જણાવ્યું છે.  અગાઉ કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (સીએઆઇટી)એ એવો આક્ષેપ કર્યો હતો કે ઓન લાઇન કંપનીઓ ઓફ લાઇન વેપારીઓ દ્વારા અપાતી ચીજોની તુલનાએ ભાવ ઓછા કરવા માટે ગેરરીતિ આચરી રહી છે.  વેપારીઓએ આ બાબતે સરકારને પણ ફરિયાદ કરી તેમાં હસ્તક્ષેપ કરવાની માંગણી કરી હતી અને ઓફલાઇનની તુલનાએ ઓનલાઇન બિઝનેસમાં તેઓ કઇ રીતે ભાવ ઘટાડી શકે છે તેની તપાસ કરવાની પણ માંગણી કરી હતી.  ઇકોમર્સની બજાર ટંૂક સમયમાં ૨૫ અબજ ડોલરના ટર્ન ઓવરને પાર કરી જશે, જે ૨૦૧૪માં ૧૨થી ૧૩ અબજ ડોલરની હતી.
Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

Thursday, 16 April 2015

હવે કોઈ પણ બેંક મશીનમાંથી ખાતામાં ડિપોઝિટ જમા કરાવી શકાશે

Gayatri Business Solution
(Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group,BlogWebsite, )

Good News Gayatri Business Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)

Gujarat Samachar News

હવે કોઈ પણ બેંક મશીનમાંથી ખાતામાં ડિપોઝિટ જમા કરાવી શકાશે

આરબીઆઈ ઈન્ટરઓપરેબલ કેશ ડિપોઝિટ મશીનની

સુવિધા આપવાની દિશામાં કામ કરી રહી છે

મુંબઈ, ગુરુવાર
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દેશના તમામ કેશ ડિપોઝિટ મશીન નેશનલ ફાઈનાન્સિયલ સ્વિચ સાથે જોડવાનું વિચારી રહી છે, જેનાથી બેંકના ગ્રાહકો આ મશીનની મદદથી કોઈ પણ બેંકના ખાતામાં ડિપોઝિટ જમા કરાવી શકશે. નેશનલ પેમેન્ટ કોર્પોરેશન દ્વારા દરખાસ્ત કરવામાં આવી છે કે, તમામ એટીએમને નેશનલ ફાઈનાન્સિયલ સ્વિચ સાથે જોડી દેવામાં આવે. આમ કરવામાં આવશે તો બેંક ખાતેદારો કોઈ પણ બેંક મશીનની મદદથી કોઈ પણ બેંકના ખાતામાં ડિપોઝિટ જમા કરાવી શકશે એમ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ડેપ્યુટી ગવર્નર એચ. આર. ખાને જણાવ્યું છે.
મુંબઈમાં દેના બેંકના ઈ-સ્માર્ટ સુવિધાનું ઉદ્ઘાટન કરતા ખાને કહ્યું હતું કે, જો આ પ્રકારની સુવિધા શરૃ થશે તો દૈનિક વ્યવહાર માટે લોકો વધુને વધુ ઓનલાઈન સુવિધાઓનો ઉપયોગ કરતા થશે. જે કોઈ બેંકોને એટીએમની ઈન્ટરચેન્જ ફીની મુશ્કેલીઓ હશે તેમની સાથે ચર્ચાવિમર્શ કરવામાં આવશે. આપણે એટલું યાદ રાખવું જોઈએ કે, કોઈ પણ ટેક્નોલોજી આર્થિક રીતે લાભદાયી જ સાબિત થતી હોય છે.
આ દરમિયાન ખાને કહ્યું હતું કે, આરબીઆઈએ સાયબર સિક્યોરિટીને પણ ગંભીરતાથી લઈને એ દિશામાં વિચારવાનું શરૃ કરી દીધું છે. છેલ્લાં કેટલાક વર્ષોમાં ઓનલાઈન છેતરપિંડીના કિસ્સામાં ઘણો વધારો થયો છે. બેંકો પણ ગ્રાહકોના હિતમાં કોલ કરીને સૂચના આપતી હોય છે કે, બેંકોમાંથી ખાતેદારને ફોન કરીને ખાતા  સહિતની વિગતો માગવામાં આવતી નથી.
Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

Wednesday, 15 April 2015

બેન્કો વ્યાજદરમાં ઘટાડો કરવા ઉત્સુક નથી

Gayatri Business Solution
(Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group,BlogWebsite, )

Good News Gayatri Business Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)

Gujarat Samachar News

બેન્કો વ્યાજદરમાં ઘટાડો કરવા ઉત્સુક નથી

બેલેન્સશીટ પરની તાણ જોઈને બેન્કો

બેઝ રેટ ઓછો કરતા ખચકાઈ રહી છે

કેટલીક મોટી ખાનગી બેન્કોએ  પાયાના વ્યાજ દરમાં કપાત કર્યાના એક સપ્તાહ પછી પણ જાહેર ક્ષેત્રની બેન્કોએ વ્યાજદરમાં કપાત શરૃ કરી  નથી. પાયાનો વ્યાજ દર એટલે   બેન્કોનો ઓછામાં  ઓછો વ્યાજદર. જાહેર ક્ષેત્રની બેન્કોને પોતાની બેલેન્સ શીટ પરનું દબાણ જ્યાંસુધી ઓછું નહીં થાય ત્યાંસુધી તેઓ વ્યાજદર ઘટાડતા ખચકાશે એમ વિશ્લેષકો માની રહ્યા છે.
કેટલીક જાહેર ક્ષેત્રની બેન્કો સંપૂર્ણ સમયના ચીફ એક્ઝિકયૂટિવ ધરાવતા નથી તેને કારણે પણ વ્યાજદરમાં કપાત અંગેના નિર્ણય લઈ શકાતા નથી. બેન્ક ઓફ બરોડા, કેનેરા બેન્ક તથા પંજાબ નેશનલ બેન્ક સંપૂર્ણ સમયના વડા વગર ચાલે છે. વ્યાજદરમાં કપાત કરીએ તો આવક મોરચે શું અસર પડી શકે તેની અમે હાલમાં સમીક્ષા કરી રહ્યા છીએ એમ બેન્ક ઓફ ઈન્ડિયાના સીનિયર એકઝિક્યૂટિવે જણાવ્યું હતું. આ સમીક્ષા એક સપ્તાહમાં પૂરી થશે.
ઈન્ડિયન ઓવરસીઝ બેન્કે આવા પ્રકારની સમીક્ષા પૂરી કરી છે પણ તેમને વ્યાજદરમાં ૧૦ બેઝિસ પોઈન્ટથી વધુના ઘટાડા માટે કોઈ અવકાશ જણાતો નથી. આરબીઆઈએ નાણાંકીય વર્ષ ૨૦૧૫-૧૬ની નાણાં નીતિની સમીક્ષા કર્યા બાદ કેટલીક ખાનગી બેન્કો તથા સ્ટેટ બેન્કે વ્યાજદરમાં ઘટાડાની જાહેરાત કરી હતી. નાણાં નીતિની સમીક્ષામાં આરબીઆઈના ગવર્નર રઘુરામ રાજને આરબીઆઈ દ્વારા અગાઉ વ્યાજદરમાં ઘટાડો કરાયો હોવાછતાં બેન્કો દ્વારા દરમાં કપાત નહીં કરાતું હોવાનું જણાવી પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.
વર્તમાન વર્ષના જાન્યુઆરી બાદ આરબીઆઈએ વ્યાજદરમાં બે વખત પા ટકાનો ઘટાડો જાહેર કર્યો હતો. સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાને બાદ કરતા મોટાભાગની જાહેર ક્ષેત્રની બેન્કોના બેઝ રેટ  હાલમાં ૧૦ ટકાથી ઉપર છે.
લોનના દરમાં ઘટાડો કરવો હશે તો થાપણ પરના વ્યાજદર પણ બેન્કોએ ઘટાડવા પડશે એમ એક વિશ્લેષકે જણાવ્યું હતું. થાપણ પરના દર ઘટાડવામાં નહીં આવે તો વ્યાજ મારફતની બેન્કોની આવક પર દબાણ આવી શકે છે.
Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

Tuesday, 14 April 2015

અમેરિકામાં પાંચ વર્ષના બાળકને ડાઇનોસોરના અવશેષો મળ્યા

Gayatri Business Solution
(Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group,BlogWebsite, )

Good News Gayatri Business Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)

Gujarat Samachar News

અમેરિકામાં પાંચ વર્ષના બાળકને ડાઇનોસોરના અવશેષો મળ્યા

દસ કરોડ વર્ષ પહેલાંના હોઇ શકે છે

ટેકસાસમાં મળેલા અવશેષો ૧૦ કરોડ વર્ષ અગાઉ જમીન ઉપર રહેનાર નાના ડાઇનોસોરના હોવાનો

વોશિંગ્ટન, તા.૧૪
ટેકસાસમાં એક શોપિંગ સેન્ટરની પાછળ પાંચ વર્ષના એક બાળકને ડાયનાસૌરના અવશેષો મળ્યા હતા જે દસ કરોડ વર્ષ પહેલાંના હશે  એમ વૈજ્ઞાાનિકોનું માનવું છે. આ બાળક વીલી બ્રસ જ્યારે ડલાસ પ્રાણી સંગ્રહાલયમાં કામ કરતા પિતા ટિમ સાથે ગયા સપ્ટેમ્બરમાં મેન્સફિલ્ડમાં એક શોપિંગ સેન્ટરમાં  ફરી રહ્યો હતો ત્યારે એને આ અવશેષો મળ્યા હતા.
ચાલુ સપ્તાહમાં સધર્ન મેથોડિસ્ટ યુનિ.ના વૈજ્ઞાાનિકોએ આ અવશેષો કાઢવામાં મદદ કરી હતી અને તેઓ માને છે કે કરોડો વર્ષ પહેલાં ભુમિ પર વસાહત કરનાર ડાયનાસૌરના અવશેષો હોઇ શકે છે. પાલેઓનલોજીસ્ટ માઇકલ પોલસીનને  એજ જગ્યાએથી થોડા વધુ અવશેષો મળ્યા હતા. તેઓ માને છે કે આ અવશેષો પગના આંગળીઓના હોઇ શકે છે. તેમણે કહ્યું હતું કે આ યુગમાં ડાયનાસૌરના અવશેષો મળવા એવું ભાગ્ય જ બને છે.
 અવશેષોને જાળવવા માટે એના હાડકાઓની આસપાસ પ્લાસ્ટર લગાડવામાં આવ્યો હતો. હવે એ અવશેષોના વધુ અભ્યાસ માટે તેને એસએમયુ મોકલવામાં આવશે.
ત્યાં વૈજ્ઞાાનિકો તમામ અવશેષો કે હાડકાઓને સાફ કરી ભેગા કરવા પ્રયાસ કરશે અને પછી તેમનો અભ્યાસ કરશે. આ અવશેષો પહેલી વાર એ વખતે મળ્યા હતા જ્યારે બાપ-બેટા   વિસ્તારમાંથી દરિયાઇ જીવને કાઢવા ખાડાઓ ખોદતા હતા. આ વિસ્તાર જુરાસિક યુગમાં પાણીમાં હતો. ' તે (વીલી) મારા કરતાં થોડા આગળ નીકળી ગયા હતા અને હાડકાનો એક ટુકડો તેમને મળ્યો હતો. એની સાઇઝ ખૂબ મોટી હતી અને હું જાણતો હતો કે મારી પાસે ખૂબ જ રસપ્રપદ વસ્તુ છે' એમ બ્રસે કહ્યું હતું.
Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

Monday, 13 April 2015

ભારતને વૈશ્વિક મેન્યુફેક્ચરિંગ હબ બનાવવા તમામ જરૃરી સુધારા કરીશું ઃ મોદી

Gayatri Business Solution
(Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group,BlogWebsite, )

Good News Gayatri Business Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)

Gujarat Samachar News

ભારતને વૈશ્વિક મેન્યુફેક્ચરિંગ હબ બનાવવા તમામ જરૃરી સુધારા કરીશું ઃ મોદી

જર્મનીના હનોવર ફેરમાં મોદી અને મર્કલે ભારતીય પેવેલિયનનું ઉદ્ઘાટન કર્યુ

લોકશાહી, વસતી અને માગને કારણે સમગ્ર વિશ્વની ભારત પર નજર

ભારતીય પેવેલિયનમાં મોદીએ મર્કલને ચા અને નાસ્તાની ઓફર કરી  
(પીટીઆઇ)    હનોવર, તા. ૧૩
જર્મન રોકાણકારોને આકર્ષવાના તમામ પ્રયત્નો કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતને વૈશ્વિક મેન્યુફેકચરિંગ હબ બનાવવા જરૃરી તમામ સુધારાઓ કરવાનું વચન આપી જણાવ્યું હતું કે અમારા પોતાના નિયમો અને ધોરણો ભારતને વૈશ્વિક મેન્યુફેકચરિંગ હબ બનવાથી રોકી શકશે નહીં. હનોવર ફેરમાં ભારતીય પેવેલિયનનું ઉદ્ઘાટન કરતા મોદીએ જણાવ્યું હતું કે સમગ્ર વિશ્વની નજર ભારત પર છે.  ભારતની લોકશાહી, વસ્તી અને માંગને કારણે સમગ્ર વિશ્વ ભારત તરફ આકર્ષાઇ રહ્યું છે. ભારતીય પેવેલિયનનું ઉદ્ઘાટન કર્યા પછી તેમણે ભારતીય પેવેલિયનમાં જર્મનીના ચાન્સેલર એન્જેલા મર્કલને ચા અને નાસ્તાની ઓફર કરી હતી.
મોદીએ જર્મનીના ટોચના ઉદ્યોગપતિઓને જૂની સમજ ભૂલી જઇને ભારત આવીને બદલાયેલા વાતાવરણનો અનુભવ કરવા જણાવ્યું હતું. મોદીએ જર્મન રોકાણકારોને સ્થિર અને પારદર્શક કર માળખાની પણ ખાતરી આપી હતી.  હનોવર ફેરમાં ઇન્ડો-જર્મન બિઝનેસ સમિટના ઉદ્ઘાટન પ્રસંગે મોદીએ પોતાના 'મેક ઇન ઇન્ડિયા' અભિયાનને આગળ ધપાવવા માટે વિદેશ રોકાણકારોને આકર્ષવાના પ્રયત્નો કર્યા હતાં. હનોવર ફેરમાં મોદી અને જર્મનીના ચાન્સેલર એન્જેલા મર્કલે ઇન્ડિયા પેવેલિયનનું ઉદ્ઘાટન કર્યુ હતું.  બંને દેશોની ટોચની કંપનીઓના સીઇઓ સહિતના એકત્ર થયેલા લોકોને મોદીએ જણાવ્યું હતું કે 'મેક ઇન ઇન્ડિયા'ની જરૃર છે. અમને વિશ્વાસ છે કે અમારા નિયમો અને ધોરણોને કારણે ભારત મેન્યુફેકચરિંગ હબ બનવાથી વંચિત રહેશે નહીં. જ્યાં પણ જરૃર હશે ત્યાં અમે ચોક્ક્સપણે ફેરફારો કરીશું.
મોદીએ જણાવ્યું હતું કે હું ફરી એકવાર તમને આમંત્રણ આપું છું. જ્યારે તમે ભારતમાં હશો ત્યારે તમારી સફળતામાં હું અંગત રસ લઇશ. તેમણે જણાવ્યું હતું કે ભારતમાં હાલમાં ૬૦૦ જેટલા ઇન્ડો-જર્મન સંયુકત ઉપક્રમોે ચાલી રહ્યા છે. ભારતમાં રોકાણ કરનારા દેશોમાં જર્મની આઠમા ક્રમે છે.ે મોદીએ જણાવ્યું હતું કે ભારતમાં નીચા ભાવે ઉત્પાદન ઉપલબ્ધ હોવાથી અને અસરકારક વહીવટને કારણે ભારત વિશ્વમાં મેન્યુફેકચરિંગ ક્ષેત્રનું એન્જિન બનવા સક્ષમ છે. વિશ્વની તમામ પ્રકારની રેટિંગ એજન્સીઓ જણાવી રહી છે કે ભારત ઝડપથી વિકાસ પામતું અર્થતંત્ર છે. આ દરમિયાન મર્કેલે જણાવ્યું હતું કે ફેરમાં ભારત તરફથી રજૂ કરવામાં આવેલી વસ્તુઓ તે પ્રભાવિત થયા છે. તેમણે જણાવ્યું હતું કે ભારતમાં મોટા પ્રમાણમાં યુવાનો છે જે નોકરીની રાહ જોઇ રહ્યા છે. તેઓ પોતાના દેશને વિકસિત દેશ બનાવવા માગે છે.
Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

Sunday, 12 April 2015

ગુજરાતમાં સ્થપાશે આઈ ફોનનો પ્રોડક્શન પ્લાન્ટ?

Gayatri Business Solution
(Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group,BlogWebsite, )

Good News Gayatri Business Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)

Gujarat Samachar News

ગુજરાતમાં સ્થપાશે આઈ ફોનનો પ્રોડક્શન પ્લાન્ટ?

આઈફોન બનાવવાનો કોન્ટ્રાક્ટ લેનાર કંપનીની વિચારણા

iઆઈફોન વગર મોબાઈલ્સની દુનિયા અધુરી છે.નજીકના ભવિષ્યમાં આઈફોન અને ગુજરાત વચ્ચે એવુ જોડાણ થઈ શકે છે જે ગુજરાતને વિશ્વના નકશા પર વધારે પ્રસિધ્ધ કરી શકે છે.

આઈફોન બનાવનાર કંપની ફોક્સકોન ગુજરાતમાં આઈફોન બનાવવા માટે પ્લાન્ટ નાંખવાનુ વિચારી રહી છે.ફોક્સકોન ગુજરાત અને નોઈડામાં આ માટે પ્લાન્ટ ઉભા કરવાની તૈયારી કરી રહી છે.એ પહેલા તે આંધ્રપ્રદેશના શ્રી સીટીમાં ટ્રાયલ પ્રોડક્સન પ્લાન્ટ સ્થાપશે.

આ પહેલા ચેન્નાઈ બેંગ્લોર હાઈવે પર ફોક્સકોનના 3 પ્લાન્ટસ હતા.જ્યાં તે નોકીયાના પાર્ટસ અને ફોન્સ બનાવતી હતી.નોકીયા કંપની બંધ થઈ ગયા બાદ ફોક્સકોને પણ ભારતમાંથી પોતાનો કારોબાર સમેટી લીધો હતો.

જોકે ભારતમાં જે રીતે સ્માર્ટ ફોનનુ માર્કેટ વધી રહ્ય છે તેના કારણે ફોક્સકોન હવે ફરી એક વખથ ભારતમાં પોતાની બીજી ઈનિંગ શરુ કરવાનુ વિચારી રહી છે.ફોક્સકોન એપલ માટે આઈફોન બનાવે છે.આ તાઈવાની કંપની છે.આમ તો આ કંપનીના પ્રોડ્કશન પ્લાન્ટ ચીનમાં છે.પણ બધુ સમુ સુતરુ પાર ઉતર્યુ તો દુનિયાના સૌથી પ્રખ્યાત મોબાઈલ ગુજરાતમાં બનવા માંડશે.