સુવિચાર

"Wel-Come to Information Technology & Business Development World" સુવિચાર :- "એક જ આવકના સ્ત્રોત પર નિર્ભર ના રહો, નવું રોકાણ કરો અને બીજી/ત્રીજી આવકનો સ્ત્રોત તૈયાર કરો.- વોરેન બફેટ" For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Tuesday, 5 July 2016

Gayatri Solution Group LED Light Spical Discount on MRP Email :- inquiry.gsg13@gmail.com

Gayatri Solution Group
(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 
 (*Free Earn Tack Time Click Here to Download App*)

Gayatri Solution Group LED Light





Gayatri Solution Group LED Light Spical Discount on MRP Email :- inquiry.gsg13@gmail.com


GSG Oreva

Oreva’s range of led lights is highly efficient, safe and affordable. These ‘value for money’ products not only conserve a large amount of energy but also illuminate spaces with style.

Applications: Residential, Offices, Work Shops, and Outdoor

Warranty

  • 2 Years for Lamps and DownLights
Life Hours
  • Lamps – 15000 hrs
Oreva LED Price List:
Products
Type
MRP
LED Lamps
4W-ECO-LED
Rs. 255
6W-ECO-LED
Rs. 315
8W-ECO-LED
Rs. 365
10W-ECO-LED
Rs. 430
12W-ECO-LED
Rs. 475
5W-DX-LED
Rs. 335
7W-DX-LED
Rs. 385
9W-DX-LED
Rs. 505
11W-DX-LED
Rs. 555
Full Glass LED Lamps
5W-GL-LED
Rs. 375
LED Mini Lamp
0.5W-MINI-LED
Rs. 85
1W-MINI-LED
Rs. 99
3W-DX-LED
Rs. 295
LED Night Lamp
0.2W-LED
Rs. 75
0.5W-LED
Rs. 99
1W-DX-LED
Rs. 145
2W-DX-LED
Rs. 225
Down Lights
6W 4-inch (Round)
Rs. 595
12W 5-inch (Round)
Rs. 995
16W 6-inch (Round)
Rs. 1325
20W 7-inch (Round)
Rs. 1475
6W 4-inch (Sqaure)
Rs. 635
12W 5-inch (Square)
Rs. 1025
16W 6-inch (Square)
Rs. 1355
20W 7-inch (Square)
Rs. 1500
Panel Lights
6W 4-inch (Round)
Rs. 595
12W 5-inch (Round)
Rs. 995
16W 6-inch (Round)
Rs. 1325
20W 7-inch (Round)
Rs. 1475
24W 8-inch (Round)
Rs. 1795
6W 4-inch (Sqaure)
Rs. 635
12W 5-inch (Sqaure)
Rs. 1025
16W 6-inch (Sqaure)
Rs. 1355
20W 7-inch (Sqaure)
Rs. 1500
24W 8-inch (Sqaure)
Rs. 1815
Spot Lights
3W 3-inch spotlight
Rs. 365
5W 4-inch spotlight
Rs. 615
7W 4-inch spotlight
Rs. 675
Tube Lights
13W 2-feet T8 Tube light
Rs. 1225
20W 3-feet T8 Tube light
Rs. 1490
26W 4-feet T8 Tube light
Rs. 1895

Overa LED Products Type: Lamps, Night Lamps, Down Lights, Panel Lights, Spot Lights, Tube Lights, and Street Lights
Any Products more Detail or get best price Please email :- inquiry.gsg13@gmail.com

Products :-

Overa LED Products Type: Lamps, Night Lamps, Down Lights, Panel Lights, Spot Lights, Tube Lights, and Street Lights
Source :-http://www.ledlightsinindia.com/information/led-light-prices-in-india



Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)

Wednesday, 29 June 2016

જીએસટી બિલ પસાર થવાની સરકારને આશા - કેબિનેટે મોડેલ કાયદાને મંજુરી આપતા હવે મોલ, સિનેમા ૨૪ કલાક ખુલ્લા રહી શકશે

Gayatri Business Solution
(Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group,BlogWebsite, )

Good News Gayatri Business Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)

Gujarat Samachar News

જીએસટી બિલ પસાર થવાની સરકારને આશા

- કેબિનેટની બેઠકમાં મોદી સરકારનો નિર્ણય

- સંસદનું ચોમાસુ સત્ર ૧૮મી જુલાઇથી

- સત્તાપક્ષ-વિપક્ષ આક્ષેપબાજીમાં વ્યસ્ત રહેવાને કારણે લોકસભામાં ૧૧ જ્યારે રાજ્યસભામાં ૪૫ બિલ પેન્ડિંગ

નવી દિલ્હી, તા. ૨૯
કેબિનેટની બેઠક બુધવારે મળી હતી, જેમાં સંસદના ચોમાસુ સત્રની તારીખો નક્કી કરવામાં આવી છે.

બેઠક બાદ કેન્દ્રિય પ્રધાન વેંકૈયા નાયડુએ જણાવ્યું હતું કે મને આશા છે કે છેલ્લા ઘણા સમયથી અટકી

પડેલુ જીએસટી બિલ આ સત્રમાં પસાર થઇ જશે. નાયડુએ જણાવ્યું કે આ વખતનું ચોમાસુ સત્ર ૧૮મી

જુલાઇથી શરૃ થશે અને ૧૨મી ઓગસ્ટ સુધી ચાલશે.
અગાઉના જે પણ સત્રો સંસદમાં ચાલ્યા તેમાં કોઇ મહત્વના બિલ પસાર ન થઇ શક્યા, કેમ કે વિપક્ષ

અને સત્તાપક્ષ બન્ને કૌભાંડો અને અન્ય વિવાદો મામલે એકબીજા પર પ્રહારો કરવામાં જ વ્યસ્ત જોવા

મળ્યા હતા. આશરે ૧૧ જેટલા મહત્વના બિલ લોકસભમાં જ્યારે ૪૫ જેટલા બિલ રાજ્યસભામાં પેન્ડિંગ

છે. લોકસભા વાળા બિલ સ્ટેન્ડિંગ સમિતિમાં મોકલવામાં આવ્યા છે.
એવી શક્યતાઓ છે કે ગૂડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) બિલ પણ પસાર થઇ શકે છે. જોકે કોંગ્રેસ

આ બિલનો વિરોધ કરી રહી છે અને તેમાં કેટલાક સુધારા સાથે તેને પસાર કરવામાં સમર્થન આપવા

માટે તૈયાર છે. બીજી તરફ કેન્દ્રિય પ્રધાન વેંકૈયા નાયડુએ વિપક્ષોને વિનંતી કરી હતી કે જીએસટી બિલ

પસાર કરવામાં  મદદ કરે. આ સત્ર એવા સમયે શરૃ થઇ રહ્યું છે જ્યારે ભાજપ આસામ જેવા રાજ્યમાં

જીત મેળવી ચૂક્યું છે. તેથી જીએસટી બિલ પસાર કરાવવા માટે પુરો પ્રયાસ કરશે. ગત વર્ષે ઓગસ્ટ

માસમાં જ જીએસટી બિલને લોકસભામાં પસાર કરી દેવાયું હતું પણ રાજ્યસભામાં એનડીએની બહુમત

ન હોવાથી તે હાલ વિપક્ષોના વિરોધને પગલે અટકી પડયું છે. મોદી સરકારને આશા છે કે આ વખતે

આ બિલ પસાર થઇ જશે.
Source:-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/amdavad-cbdt-has-already-announced-the-return

કેબિનેટે મોડેલ કાયદાને મંજુરી આપતા હવે મોલ, સિનેમા ૨૪ કલાક ખુલ્લા રહી શકશે

- મેન્યુફેકચરિંગ સિવાયના ૧૦થી વધુ કર્મચારીઓવાળા એકમોને લાગુ પડશે

- પૂરતી સુરક્ષા સાથે મહિલાને રાતપાળીમાં નોકરીએ રાખી શકાશે : બિલને સંસદમાં પસાર કરવાની જરૃર નથી અને રાજ્યો પોતાની રીતે કાયદાનો અમલ કરી શકશે

(પીટીઆઇ)    નવી દિલ્હી, તા. ૨૯
કેન્દ્રીય કેબિનેટે દુકાનો, શોપિંગ મોલ અને સિનેમા સહિતના અન્ય એકમોને સમગ્ર વર્ષ ૨૪ કલાક

ખુલ્લા રાખવાની જોગવાઇ ધરાવતા એક મોડેલ કાયદાને આજે મંજુરી આપી હતી. આ કાયદા હેઠળ એ

તમામ એકમો આવી જેશે જેમાં ૧૦થી વધુ કર્મચારીઓ છે. જો કે આ કાયદો મેન્યુફેકચરિંગ એકમોને

લાગુ નહીં પડે. આ કાયદો આ એકમોને ખોલવા અને બંધ કરવાનો સમય પોતાની સુવિધા અનુસાર

નક્કી કરવા અને વર્ષના ૩૬૫ દિવસ ખુલ્લા રાખવાની મંજૂરી આપે છે.
આ સાથે જ આ કાયદામાં પૂરતી સુરક્ષા વ્યવસ્થાની સાથે મહિલાને રાતપાળીમાં નોકરી પર રાખવાની

પરવાનગી આપવામાં આવી છે. આ કાયદામાં પીવાનું પાણી, કેન્ટિન, પ્રાથમિક ચિકિત્સા અને ટોઇલેટ

જેવી સુવિધાઓની સાથે કાર્ય સ્થળે સારું વાતાવરણ રાખવાની પણ જોગવાઇ કરવામાં આવી છે.
સૂત્રોએ આ માહિતી આપતા જણાવ્યું હતું કે કેબિનેટે મોડેલ શોપ્સ એન્ડ એસ્ટાબલિશમેન્ટ(રેગ્યુલેશન

ઓફ એમ્પલોયમેન્ટ એન્ડ કન્ડિશન ઓફ સર્વિસીસ) બિલ, ૨૦૧૬ને મંજુરી આપી દીધી છે. આ મોડેલ

બિલને સંસદમાં પસાર કરવાની જરૃર નથી.
શ્રમ મંત્રાલય દ્વારા મૂકવામાં આવેલા પ્રસ્તાવ હેઠળ રાજ્ય સરકાર પોતાની જરૃરિયાતને આધારે આ

કાયદાનો સ્વીકાર કરી શકે છે. આ કાયદાનો ઉદ્દેશ વધુ રોજગારી ઉત્પન્ન કરવાનો છે કારણકે દુકાનો

અને એકમો પાસે વધુ સમય સુધી ધંધો કરવાની સ્વતંત્રતા હશે જેના માટે વધુ કર્મચારીઓની જરૃર

પડશે.
આ કાયદો આઇટી અને બાયો ટેકનોલોજી જેવા હાયર સ્કિલ ધરાવતા કર્મચારીઓ માટે દૈનિક

કામકાજના ૯ કલાકો અને સાપ્તાહિક ૪૮ કલાકમાં પણ છૂટ આપે છે. આ કાયદો કાયદાકીય

જોગવાઇઓમાં સમાનતા લાવવા માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે.
Source:-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/center-mall-cinema-hall-open-day-and-night
 
Source :-http://gujaratsamachar.com
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

Tuesday, 28 June 2016

CBDTએ TDS-TCSના ઇ-રિટર્ન માટેની ગાઈડલાઈન જાહેર કરી દીધી - બિઝનેસ માટે ડિજિટલ ડેટાની તફડંચી મોટું જોખમ

Gayatri Business Solution
(Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group,BlogWebsite, )

Good News Gayatri Business Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)

Gujarat Samachar News

CBDTએ TDS-TCSના ઇ-રિટર્ન માટેની ગાઈડલાઈન જાહેર કરી દીધી

- રિવાઈઝ્ડ રિટર્ન ફાઈલ કરવાની નોબત આવે તો શું કરવું

- તે અંગે સીબીડીટીએ સ્પષ્ટતા કરી ન હોવાથી મૂંઝવણ

(પ્રતિનિધિ તરફથી)    અમદાવાદ,મંગળવાર
વેપારના વહેવારમાં કરવાના થતાં ટીસીએ-ટેક્સ કલેક્શ એટ સોર્સ અને ટીડીએસ -ટેક્સ ડિડક્શન એટ સોર્સના રિટર્ન હવેથી ઓનલાઈન જ ફાઈલ કરવા પડશે. આ માટેની માર્ગદર્શિકા સીબીડીટીએ જાહેર કરી દીધી છે. જોકે ઈ-રિટર્ન ફાઈલ કરનારાઓએ રિટર્ન ફાઈલ કરી દીધા પછી તેમાં સુધારા વધારા કરીને રિવાઈઝ રિટર્ન ફાઈલ કરવું હોય તો શું કરવું તે અંગે સીબીડીટીની જાહેરાતમાં સ્પષ્ટતા કરવામાં આવી નથી.
સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ ટેક્સિસે ૨૨મી જૂને કરેલા પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે ટીડીએસ કે ટીસીએસના ઓનલાઈન ઇ-રિટર્ન ફાઈલ કરવા માટે વેપારીઓ કે સંબંધિત વ્યક્તિ કે કંપનીઓ incometax india efilling.gov.inપર તેમના નામનું રજિસ્ટ્રેશન કરાવવું પડશે. ત્યારબાદ તેના પર ઇ-રિટર્ન માટેના ઓનલાઈન ફોર્મમાં ટીડીએસ-ટીસીએસની વ્યક્તિદીઠ કે સંસ્થાદીઠ ડિટેઈલની વિગતો ભરી દેવાની રહેશે.
આ સ્ટેટમેન્ટ ઝીપ ફાઈલમાં અપલોડ કરવાનું રહેશે. ત્યારબાદ ઇલેક્ટ્રોનિક વેરીફિકેશન કોડ કે પછી ડિજિટલ સિગ્નેચર સર્ટિફિકેશનના માધ્યમથી ટીસીએલ કે ટીડીએસના રિટર્ન અપલોડ કરી શકશે. આ માટે www.tin-nsdl.comપર ફાઈલ વેલિડેશન યુટીલિટી ડાઉનલોડ કરવાની રહેશે. ઇ-ફાઈલિંગની વેબસાઈટ પર ડિજિટલ સર્ટિફિકેટ સિગ્નેચર યુટિલિટીનો ઉપયોગ કરીને ફાઈલ માટે ડિજિટલ સિગ્નેચર જનરેટ કરી શકે છે.
ટીડીએસ ડિડક્ટર કે ટીસીએસ કલેક્ટર ટૅન નંબરનો ઉપયોગ કરીને ઇ-ફાઇલિંગ માટેની વેબસાઈટમાં લોગ ઇન કરી શકે છે. ત્યારબાદ અપલોડ ટીડીએસ વિભાગમાં જઈને ટીડીએસ અપલોડ કરી શકે છે. તે પછી તેમણે ઇલેક્ટ્રોનિક વેરિફિકેશન કોડ જનરેટ કરવો પડશે. પરમેનન્ટ એકાઉન્ટ નંબર સાથે લિન્ક કરેલા નેટ બૅન્કિંગ એકાઉન્ટના માધ્યમથી ઇલેક્ટ્રોનિક વેરિફિકેશન કોડ જનરેટ કરી શકાશે. આ માટેની સંસ્થાની મુખ્ય વ્યક્તિના આધાર કાર્ડને પણ એક સમયના પાસવર્ડ-વનટાઈમ પારવર્ડની મદદથી લિન્ક કરી શકાશે. અગાઉથી માન્ય કરાવવામાં આવેલા ડિમેટ એકાઉન્ટ નંબરના માધ્યમથી પણ તેઓ આ લિન્ક મેળવી શકે છે. આ રીતે રિટર્ન અપલોડ થઈ જાય તો તે અપલોડ થઈ ગયું હોવાનું દર્શાવવામાં આવશે. ત્યારબાદ તે સ્વીકૃતિ પામ્યુ કે રિજેક્ટ થયું તેની પણ નોંધ ઓનલાઈન જ જોવા મળી જશે.
Source:-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/amdavad-cbdt-has-already-announced-the-return

બિઝનેસ માટે ડિજિટલ ડેટાની તફડંચી મોટું જોખમ

- એક તરફ ડિજિટાઈઝેશન પર ભાર અપાઈ રહ્યો છે પરંતુ

- સાઈબર સિક્યુરિટી બેસાડવા કંપનીઓ પાસે પૂરતું ભંડોળ નથી હોતું

મુંબઈ,મંગળવાર
એક તરફ દેશના કોર્પોરેટ તથા સરકારી વહીવટને સંપૂર્ણ ડિજિટાઈઝડ કરવાની ઝૂંબેશ ચાલી રહી છે ત્યારે બીજી બાજુ ડિજિટલ વ્યવસ્થા પર ડેટા ચોરી અને માલવેર હુમલાના જોખમો પણ વધી રહ્યા છે. ઉત્તર અમેરિકા, યુરોપ, મધ્ય પૂર્વ તથા આફ્રિકા, લેટિન અમેરિકા ખાતેના આઈટી વ્યવસાયીકો અને વિવિધ કંપનીઓના સંલાચકોના હાથ ધરાયેલા એક સર્વેમાં ૧૦માંથી ૭ જણાએ છેલ્લા ૧૨ મહિનામાં પોતાની કંપનીના ઈનસાઈડર દ્વારા જ ડેટાની ચોરી અથવા ચેડાં કરાયાનું કબૂલ્યું હતું.
ઈનસાઈડર જોખમ સતત એક મુદ્દો બની ગયો છે. આગામી એકથી દોઢ વર્ષમાં કોર્પોરેટ માહિતીની ઈનસાઈડર ચોરીમાં બે-તૃતિયાંશ જેટલો વધારો થવાની પણ અહેવાલમાં નોંધ કરાઈ છે.સાઈબર સિક્યુરિટી ટેલેન્ટ તથા તાલીમબદ્ધ કર્મચારીઓને રોકવા માટે આવશ્યક ભંડોળની કંપનીઓ અછત અનુભવી રહી છે, જેને કારણે કંપનીઓ આવા હુમલા સામે પોતાનું પૂરતું રક્ષણ કરી શકતી નથી.
પોતાના હાલના કર્મચારીઓ સલામતિમાં છીડાંને અટકાવવા પૂરતી રીતે સક્ષમ નહીં હોવાનું સર્વેમાં ભાગ લેનારા ૫૪ ટકા લોકોએ જણાવ્યું હતું. સાઈબર સિક્યુરિટી વધારવા વધુ બજેટની આવશ્યકતા હોવાનું ૪૨ ટકા લોકોએ જણાવ્યું હતું. ૪૭ ટકા કંપનીઓ સલામતિના છીડાં પકડી શકી હતી.
ટેલેન્ટના પૂરવઠા અને માગ વચ્ચે વ્યાપક અંતર હોવાનું સર્વેમાં જણાયું છે. સિક્યુરિટી ટીમ અને સંચાલકોની અપેક્ષા વચ્ચે અસમતુલા જોવા મળે છે. એટલું જ નહીં બજેટની જરૃરિયાત તથા હકીકતના બજેટ વચ્ચે વ્યાપક તફાવત રહેલો હોવાનું પણ સર્વેમાં જણાવાયું હતું.
કંપનીઓ આધુનિક સાઈબર ટેકનોલોજીમાં રોકાણ કરવા માગતી હોય છે પરંતુ સાથોસાથ તેમની પાસે તાલીમબદ્ધ કર્મચારીની ભરતી કરવા પૂરતું બજેટ નથી હોતું, જેને કારણે આવી ટેકનોલોજીનો અસરકારક ઉપયોગ થઈ શકતો નથી.
Source:-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/vepar-greater-risk-of-pilferage-of-digital-data-for-business
 
Source :-http://gujaratsamachar.com
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

Friday, 10 June 2016

'મેક ઇન ઇન્ડિયા'નું સૂરસૂરિયું : ઔદ્યોગિક ઉત્પાદન ઘટીને માઇનસ ૦.૮ ટકા - આજે સાત રાજ્યમાં રાજ્યસભાની ચૂંટણી, ૫૮ ઉમેદવારના ભાવિનો ફેંસલો

Gayatri Business Solution
(Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group,BlogWebsite, )

Good News Gayatri Business Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)

Gujarat Samachar News

'મેક ઇન ઇન્ડિયા'નું સૂરસૂરિયું : ઔદ્યોગિક ઉત્પાદન ઘટીને માઇનસ ૦.૮ ટકા

- એપ્રિલમાં મેન્યુફેકચરિંગ અને કેપિટલ ગુડ્ઝ સેક્ટરનો નબળોે દેખાવ

- ગયા વર્ષે એપ્રિલમાં ઔદ્યોગિક ઉત્પાદન ત્રણ ટકા હતું

નિરાશાજનક આંકડાને પગલે વ્યાજદરમાં ઘટાડાની માગ ઉઠશે
(પીટીઆઇ)    નવી દિલ્હી, તા. ૧૦
મેન્યુફેકચરિંગ અને કેપિટલ ગુડ્ઝ સેક્ટરના નબળા દેખાવને કારણે એપ્રિલ મહિનામાં ઓદ્યોગિક ઉત્પાદન ઘટીને માઇનસ ૦.૮ ટકા થયું છે. છેલ્લા ત્રણ મહિનામાં પ્રથમ વખત ઓદ્યોગિક ઉત્પાદન માઇનસમાં નોંધવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારના 'મેક ઇન ઇન્ડિયા' અભિયાનની પણ કોઇ સાનુકુળ અસર જોવા મળી રહી નથી. આ અભિયાનની જાહેરાત પાછળ કરોડો રૃપિયાના ખર્ચ કરવામાં આવ્યો હોવા છતાં આ અભિયાનને કારણે ઓદ્યોગિક ઉત્પાદનમાં વધારો જોવા મળ્યો નથી.
ઇન્ડેક્ષ ઓફ ઇન્ડ્રસ્ટ્રિયલ પ્રોડકશન(આઇઆઇપી)ના આધારે ગણવામાં આવતું ઓદ્યોગિક ઉત્પાદન ગયા વર્ષે એપ્રિલ મહિનામાં ૩ ટકા રહ્યું હતું. સેન્ટ્રલ સ્ટેટિસટિક્સ ઓફિસ(સીએસઓ) દ્વારા આજે ઓદ્યોગિક ઉત્પાદનના આંકડા જાહેર કરવામાં આવ્યા હતાં.
ઓદ્યોગિક ઉત્પાદનના નિરાશાનજક આંકડાઓના પરિણામે ફરી એક વખત ઉદ્યોગપતિઓ વ્યાજ દરમાં ઘટાડાની માગ કરશે.  ચાલુ વર્ષે ફેબુ્રઆરી મહિનામાં ઓદ્યોગિક ઉત્પાદનનો વિકાસ દર ૨ ટકા રહ્યો હતો. જાન્યુઆરીમાં આઇઆઇપી ઘટીને ૧.૬ ટકા રહ્યો હતો. ઇન્ડેક્ષમાં ૭૫ ટકા હિસ્સો ધરાવતા મેન્યુફેકચરિંગ સેક્ટરનો વિકાસ દર એપ્રિલ મહિનામા ઘટીને ૩.૧ ટકા નોંધવામાં આવ્યો છે. ગયા વર્ષે આ જ સમયગાળામાં આ સેકટરનો વિકાસ ૩.૯ ટકા રહ્યો હતો.
રોકાણનું બેરોમીટર ગણવામાં આવતા કેપિટલ ગુડ્ઝ સેક્ટરનો વિકાસ ઘટીને માઇનસ ૨૪.૯ ટકા થયો છે. જે ગયા વર્ષના સમાન ગાળામાં ૫.૫ ટકા હતો.
જો કે સાનુકુળ ક્ષેત્રોની વાત કરવામાં આવે તો વીજળી ક્ષેત્રનો વિકાસ ૧૪.૬ ટકાના દરે થયો છે. એક વર્ષ અગાઉ એપ્રિલ મહિનામાં આ સેક્ટરનો વિકાસ માઇનસ ૦.૫ ટકા હતો. ગયા વર્ષના એપ્રિલ મહિનાની સરખામણીમાં આ વર્ષના એપ્રિલ મહિનામાં મેન્યુફેકચરિંગ ક્ષેત્રના ૨૨ ઓદ્યોગિક જૂથોમાંથી ૯માં નેગેટિવ વિકાસ નોંધાયો છે.
Source :- http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/national-make-in-india

આજે સાત રાજ્યમાં રાજ્યસભાની ચૂંટણી, ૫૮ ઉમેદવારના ભાવિનો ફેંસલો

- રાજ્યસભાની ૫૭માંથી ૩૧ બેઠકોના ઉમેદવાર ચૂંટાઈ ગયા

ઉ.પ્ર.ની ૧૧, રાજસ્થાન-કર્ણાટકની ચાર, મધ્યપ્રદેશની ત્રણ, ઝારખંડ-હરિયાણાની બે-બે અને ઉત્તરાખંડની એક બેઠક માટે મતદાન
(પીટીઆઈ)    નવી દિલ્હી, તા.૧૦
ઉત્તરપ્રદેશ, કર્ણાટક અને હરિયાણા સહિત દેશના સાત રાજ્યમાં આવતીકાલે રાજ્યસભાની ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણીઓમાં કોંગ્રેસના કપિલ સિબ્બલથી માંડીને સિનિયર એડવોકેટ આર.કે. આનંદ જેવા અનેક નેતાઓનું ભાવિ નક્કી થવાનું છે. જોકે, કુલ ૫૭માંથી ૩૧ બેઠકો પરના નેતાઓ રાજ્યસભામાં વિના કોઈ વિરોધ ચૂંટાઈ ગયા છે. હવે ૨૭ બેઠક પર ભાજપ અને કોંગ્રેસનો જંગ જામશે એવું રાજકીય વિશ્લેષકો જણાવી રહ્યા છે.
હવે સાત રાજ્યોની કુલ ૨૭ બેઠક પર આવતીકાલે ખરાખરીનો જંગ જામશે. ઉત્તરપ્રદેશની ૧૧, રાજસ્થાનની ચાર, કર્ણાટકની ચાર, મધ્યપ્રદેશની ત્રણ, ઝારખંડ-હરિયાણાની બે-બેે અને ઉત્તરાખંડની એક બેઠક પર આવતીકાલે મતદાન થશે.
રાજ્યસભામાં દર બે વર્ષે એક તૃતિયાંશ સભ્યોનો કાર્યકાળ પૂરો થતા ચૂંટણી યોજાય છે. આ વખતે રાજ્યસભાની ૫૮ બેઠક માટે ૧૫ રાજ્યોના ઉમેદવારો મેદાનમાં છે. રાજ્યસભામાં કયા રાજ્યમાંથી કેટલા સભ્યો મેદાનમાં ઉતરશે એ નિર્ણય રાજ્યની વસતીના હિસાબથી કરાય છે. આ કારણસર જ રાજ્યસભાના સભ્યોને ચૂંટવા રાજ્યોની વિધાનસભાના સભ્યો મતદાન કરે છે.
ઉ.પ્ર.માં ચિત્ર સ્પષ્ટ, હરિયાણામાં ભાજપનો ખેલ બગડયો
ઉત્તરપ્રદેશમાં વિધાનસભા પરિષદના પરિણામો પછી રાજ્યસભાનું ચિત્ર લગભગ સ્પષ્ટ થઈ ગયું છે. અહીં સમાજવાદી પક્ષ સાત, બહુજન સમાજ પક્ષ બે અને ભાજપ-કોંગ્રેસ એક-એક બેઠક જીતી શકે છે. જો ભાજપના સમર્થક પ્રીતિ મહાપાત્રાના પક્ષમાં છેલ્લી ક્ષણ સુધી કંઈ ના થયું તો તેમની જીત નક્કી છે.
જોકે, હરિયાણામાં કોંગ્રેસ અને ચૌટાલાનું ગઠબંધન ભાજપનો ખેલ બગાડી શકે છે. હરિયાણામાં બે બેઠક માટે ત્રણ ઉમેદવાર છે. ભાજપના નેતા અને કેન્દ્રિય મંત્રી વીરેન્દ્રસિંહની જીત નિશ્ચિત છે. આ સાથે કોંગ્રેસના સમર્થનની જાહેરાત પછી ઈન્ડિયન નેશનલ લોકદળના નેતા આર.કે. આનંદની જીત પણ નક્કી છે.
હરિયાણામાં એક બેઠક જીતવા ૩૧ મતની જરૃર હતી. આ સ્થિતિમાં કોંગ્રેસના ૧૭ અને ચૌટાલાના ૧૯ ધારાસભ્યોના ગઠબંધન પછી આર.કે. આનંદનો રસ્તો સાફ થયો છે. આ કારણસર ભાજપ વતી મેદાનમાં ઉતરેલા ઝી ન્યૂઝના માલિક સુભાષ ચંદ્રાની હાર નિશ્ચિત છે.
મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ભાજપનો રસ્તો સાફ
મધ્યપ્રદેશમાં ત્રણ બેઠક માટે ચાર ઉમેદવાર છે. અહીં ભાજપ બે બેઠક સરળતાથી જીતી જશે, જ્યારે ત્રીજી બેઠક માટે ભાજપના વિનોદ ગોટિયા અને કોંગ્રેસના વિવેક તન્ખાનો મુકાબલો છે. આ જીત માટે ૫૮ મતની જરૃર છે, પરંતુ અત્યારના ગણિત પ્રમાણે ૬૦ જેટલા મત મળી રહ્યા છે. અહીં કોંગ્રેસના ૫૪, બહુજન સમાજ પક્ષના ચાર અને અપક્ષના એક ઉમેદવાર છે. રાજસ્થાનમાં ચાર બેઠક જીતવા ભાજપને ફક્ત વધુ ચાર  મતની જરૃર છે. આ કારણસર ભાજપે પોતાના ૧૬૦ ધારાસભ્યોની સાથે ચાર અપક્ષ ઉમેદવારોને પણ સતત પોતાની સાથે રાખ્યા છે.
ઝારખંડ અને ઉત્તરાખંડની સ્થિતિ શું છે?
ઝારખંડમાં કુલ બે પૈકી એક પર ભાજપના નેતા મુખ્તાર અબ્બાસ નક્વીની જીત નિશ્ચિત છે. બીજી બેઠક પર ભાજપના મહેશ પોદ્દાર અને ઝારખંડ મુક્તિ મોરચાના વસંત સોરેનનો મુકાબલો છે. જોકે, ભાજપને બીજી બેઠક જીતવા કુલ નવ મત જોઈએ છે, પરંતુ નાના-નાના તમામ પક્ષો ઝારખંડ મુક્તિ મોરચા સાથે છે.
ઉત્તરાખંડમાં તો ભાજપની એક બેઠક કોંગ્રેસ પાસે જઈ શકે છે. એક બેઠક માટે અહીં ત્રણ ઉમેદવાર છે. અહીંના પ્રોગ્રેસિવ ડેમોક્રેટિક ફ્રંટના છ ધારાસભ્યોએ પણ કોંગ્રેસનું સમર્થન કર્યું છે. આ સ્થિતિમાં ભાજપ માટે જીતવું અશક્ય છે.
કર્ણાટકમાં જોડ-તોડના એંધાણ      
કર્ણાટકમાં ચાર બેઠક માટે પાંચ ઉમેદવાર મેદાનમાં છે. અહીં કોંગ્રેસ બે અને ભાજપ એક બેઠક સરળતાથી મેળવી લેશે. બાકીની એક બેઠક માટે કોંગ્રેસ અને જનતા દળ (સેક્યુલર) વચ્ચે મુકાબલો છે. આ એક બેઠક માટે ૪૫ મતની જરૃર છે. અહીં જનતા દળ (સેક્યુલર) પાસે ૪૦ ધારાસભ્ય છે, જેમાંથી અનેક બળવાખોરી કરશે એવું કહેવાય છે. જોકે, ૧૨ અપક્ષ ઉમેદવાર કોંગ્રેસ સાથે છે. આ સ્થિતિમાં કોંગ્રેસ અહીં ત્રીજી બેઠક પણ મેળવી લે એવી શક્યતા છે.
Source :-  http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/national-seven-states-rajya-sabha-polls-today
 
Source :-http://gujaratsamachar.com
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

Friday, 29 April 2016

સોનું ઉછળી રૃા.૩૦૦૦૦ પાર કરી ગયું - EPFનો વ્યાજ દર ૮.૮થી ઘટાડી ૮.૭ ટકા કરવાનો નિર્ણય પાછો ખેંચાયો

Gayatri Business Solution
(Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group,BlogWebsite, )

Good News Gayatri Business Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)

Gujarat Samachar News

- સોનું ઉછળી રૃા.૩૦૦૦૦ પાર કરી ગયું

- વિશ્વ બજારમાં ડોલર ગબડી ૧૧ મહિનાના તળિયે ઉતર્યો

- કિંમતી કોમોડિટીઝમાં તેજીનું તોફાન

- ક્રૂડતેલમાં મંથલી ઉછાળામાં ૭ વર્ષનો રેકોર્ડ તૂટયો
- ચાંદી વાયદાએ રૃા.૪૨૦૦૦ પાર કર્યા : એપ્રિલમાં ચાંદીના ભાવ ૧૫ ટકા વધતાં બે વર્ષનો નવો રેકોર્ડ સર્જાયો ઃ ક્રૂડ ઓઇલે ૪૮ ડોલરની સપાટી કુદાવી દીધી

(ગુજરાત સમાચાર કાર્યાલય)    મુંબઈ,શુક્રવાર
મુંબઈ સોના-ચાંદી બજાર આજે તેજી આગળ વધી હતી. સોનાના ભાવો ૧૦ ગ્રામના રૃ.૩૨૫ વધી રૃ.૩૦ હજાર પાર કરી ગયા હતા જયારે   ચાંદીના ભાવો કિલોના રૃ.૭૮૫ વધી રૃ.૪૨ હજાર નજીક પહોંચ્યા હતા. ચાંદી વાયદો જૂન આજે રૃ.૪૨ હજારની સપાટી પાર કરી રૃ.૪૨૩૦૦  બોલાયાના સમાચારો હતા.  વિશ્વ બજારમાં જાપાનના યેનની મજબૂતાઈ તથા ડોલરની નબળાઈના   પગલે વિશ્વ બજારમાં  સોનામાં  હેજફંડોની સતત ખરીદી વધતાં સોનાના ભાવો વૈશ્વિક સ્તરે ઉછળતા રહ્યા હતા.


મુંબઈમાં આજે કરન્સી બજારમાં ડોલરના ભાવો ૬૬.૫૨થી ૬૬.૫૩ વાળા ઘટી ૬૬.૩૩ થી ૬૬.૩૪ રહ્યા હતા.  વિશ્વ બજારમાં  ડોલરના  ભાવો ઘટી ૧૦ મહિનાના તળિયે ઉતર્યા હતા.  વિશ્વ બજારમાં સોનાના ભાવો ઔંશના ૧૨૫૭થી  ૧૨૫૭.૫૦ ડોલર વાળા ઉછળી  સાંજે ૧૨૭૯થી  ૧૨૭૯.૫૦ ડોલર રહ્યા હતા.  સોના પાછળ ચાંદીના ભાવો પણ ઔંશના ૧૭.૩૬ ડોલરવાળા  વધી સાંજે ૧૭.૭૮  ડોલર હતા.  વિશ્વ બજાર ઉછળતાં  ઘરઆંગણે પણ ઉંચી ગયેલી આયાત પડતરો વચ્ચે  મુંબઈ હાજર બજાર આજે  વધતા ભાવોએ નવી વેચવાલી અટકી માનસ લેવાનું  હતું.

મુંબઈમાં સોનાના ભાવો ૧૦ ગ્રામના ૯૯.૫૦ના  રૃ.૨૯૪૯૫ વાળા રૃ.૨૯૮૬૦ ખુલી રૃ.૨૯૮૨૦  તથા ૯૯.૯૦ના રૃ.૨૯૬૪૫ વાળા રૃ.૩૦૦૧૦ ખુલી રૃ.૨૯૯૭૦  બંધ હતા.
ચાંદીના ભાવો કિલોના ૯૯૯ના રૃ.૪૧૦૯૦ વાળા રૃ.૪૧૯૧૫ ખુલી રૃ.૪૧૮૭૫ બંધ હતા. મોડી સાંજે વિશ્વ બજારમાં ડોલરના ભાવો વિવ ધિ  કરન્સીઓ સામે ગગડી ૧૧ મહિનાના તળિયે  ઉતર્યા હતા. દિલ્હીમાં  સોનાના ભાવો રૃ.૩૫૦ વધી ૯૯.૫૦ના રૃ.૩૦૧૦૦ તથા ૯૯.૯૦ના રૃ.૩૦૨૫૦ તથા ચાંદી હાજર રૃ.૬૦૦ વધી રૃ.૪૧૬૦૦ તથા વિકલી ડિલીવરી રૃ.૮૯૦ ઉછળી રૃ.૪૧૪૩૫ હતી. ત્યાં ચાંદી (૧૦૦)ના ભાવો રૃ.૧૦૦૦ વધી રૃ.૬૮થી ૬૯ હજાર રહ્યા હતા.

અમેરિકામાં  હાલ તુરત વ્યાજના દરો વધશે નહીં એવા સમાચારો હતા.જાપાનમાં  વધુ સ્ટીમ્યુલ્સ નહિં અપાતા વિશ્વ બજારમાં  જાપાનની કરન્સી યેનના ભાવો ઉછળ્યા હતા. જયારે ડોલરના ભાવો ગબડયા હતા, વિશ્વ બજારમાં આજે સોનાના  ભાવો વધી ૭ સપ્તાહની ટોચે તથા ચાંદીના ભાવો વધી ૧૫ મહિનાની ટોચે પહોંચ્યા હતા.સોનાના વૈશ્વિક ભાવો વર્તમાન સપ્તાહમાં ૩.૫૦ ટકા વધતાં બે મહિનાનો સૌથી મોટો વિકલી ઉછાળો નોંધાયો છે. વિશ્વ બજારમાં  એપ્રિલમાં ચાંદીના ભાવો  ૧૫ ટકા ઉછળતાં બે વર્ષનો સૌથી મોટો મંથલી ઉછાળો આવ્યો  છે. ૧ ઔશ ગોલ્ડ ખરીદવા કેટલા ઔંશ ચાંદી  આપવી પડે એ દર્શાવતો ગોલ્ડ- સિલ્વરનો રેશિયો ૮૧.૩૦ વાળો ગગડી ૭૧.૮૦ થતાં  છ મહિનાનું તળિયું દેખાયું છે.

વિશ્વ બજારમાં આજે  ક્રૂડતેલના ભાવો ઉછળતાં  તેના પગલે પણ સોનાના ભાવો પર તેજીની  અસર દેખાઈ છે. સોનાના ભાવો હવે  ૧૩૦૦ ડોલર થવાની શક્યતા  બતાવાઈ છે. વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવો વધી  બેરલના સાંજે બ્રેન્ટ ક્રૂડ તેલના ૪૮ ડોલર  પાર કરી ૪૮.૨૨ ડોલર તથા ન્યુયોર્કના વધી ૪૬.૫૧  ડોલર થતાં  ચાલુ ૨૦૧૬ના વર્ષની નવી ઉંચી  સપાટી દેખાઈ છે. ક્રૂડતેલના ભાવોમાં એપ્રિલ  મહિનામાં આવેલો ઉછાળો પાછલા ૭ વર્ષનો સૌથી મોટો  માસિક ઉછાળો મનાયો છે. અમેરિકામાં  ઉત્પાદન તથા સ્ટોક ઘટયાના સમાચારો હતા.

નોન-ઓપેક દેશોમાં  ઉત્પાદન ઘટવાની  શક્યતા છે. જોકે સાઉદી અરેબિયામાં ઉત્પાદન દૈનિક ૩ લાખ ૫૦ હજાર બેરલ્સ વધી દૈનિક ૧૦.૫૦ મિલીયન  બેરલ્સ થવાની શક્યતા છે. ઈરાનમાં પણ ઉત્પાદન વધ્યું છે. એ જોતાં  ક્રૂડતેલના  ભાવ ઉછાળો ટકવો મુશ્કેલ છે. જોકે વેનેન્ઝુએલામાં  ઉત્પાદન ઘટયાની ચર્ચા આજે  વિશ્વ બજારમાં સંભળાઈ હતી

EPFનો વ્યાજ દર ૮.૮થી ઘટાડી ૮.૭ ટકા કરવાનો નિર્ણય પાછો ખેંચાયો

- બે મહિનામાં ત્રીજી વખત કેન્દ્રને કર્મચારીઓ સામે ઝૂકવું પડયું

- ૨૦૧૫-૧૬ માટે EPFમાં જમા રકમ પર ૮.૮ ટકા વ્યાજ મળશે

૫૮ વર્ષ સુધી EPFની રકમ નહીં ઉપાડવા અને EPFની રકમ પર ટેક્સ લાદવાના નિર્ણયો પણ પરત લેવાયા હતાં
(પીટીઆઇ)          નવી દિલ્હી, તા. ૨૯
બે મહિનામાં ત્રણ વખત કર્ચમારીઓના વિરોધનો સામનો કરી ચૂકેલી કેન્દ્ર સરકારે અંતે ઇપીએફનો વ્યાજ દર ૮.૮ ટકાથી ઘટાડી ૮.૭ ટકા કરવાનો નિર્ણય પરત લીધો છે. સરકારે ઇપીએફઓની ભલામણ મુજબ ઇપીએફ પર ૮.૮ ટકા વ્યાજ આપવાની જાહેરાત કરી છે.
 ઉલ્લેખનીય છે કે આ અગાઉ ૫૮ વર્ષ સુધી ઇપીએફની રકમ નહીં ઉપાડવા અને ઇપીએફની રકમ પર ટેક્સ લાદવાના નિર્ણયો પણ પરત લેવાની કેન્દ્ર સરકારને ફરજ પડી હતી. આ બંને નિર્ણયોના વિરોધમાં પણ કર્ચમારીઓએ દેખાવો કર્યા હતાં. સરકારના આજના નિર્ણય અંગે કેન્દ્રીય શ્રમ પ્રધાન બાંદારુ દત્તાત્રેયે પત્રકારોને જણાવ્યું હતું કે મને આનંદ થયો છે કે નાણા પ્રધાન ૨૦૧૫-૧૬ માટે ઇપીએફમાં જમા રકમ પર ૮.૮ ટકા વ્યાજ આપવા સંમત થયા છે. અમે તાત્કાલિક ૮.૮ ટકાના વ્યાજ દરનું નોટિફિકેશન જારી કરીશું.
દત્તાત્રેયે સ્પષ્ટતા કરી હતી કે તેમના નેતૃત્ત્વવાળી ઇપીએફઓની ઉચ્ચ સ્તરીય સમિતિ સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝની ચેન્નાઇમાં ૧૬ ફેબુ્રઆરી, ૨૦૧૬ના રોજ મળેલી બેઠકમાં ૨૦૧૫-૧૬ માટે કર્મચારીઓના ઇપીએફમાં જમા રકમ પર ૮.૮ ટકા વ્યાજ આપવાની ભલામણ કરવામાં આવી હતી. ઇપીએફમાં જમા રકમ પર ૮.૮ ટકાને બદલે ૮.૭ ટકા વ્યાજ આપવાના નિર્ણયના વિરોધમાં આજે ૧૦ કેન્દ્રીય ટ્રેડ યુનિયનોએ દેખાવો કર્યા હતાં. આરએસએસ સમર્થિત ભારતીય મઝદૂર સંઘે આ નિર્ણયના વિરોધમાં બુધવારે દેખાવો કર્યા હતાં.
 

Source :-http://gujaratsamachar.com
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

Monday, 11 April 2016

ચીનની મંદી એશિયાના અન્ય દેશોને પણ ભરખી જશે : વર્લ્ડ બેંક

Gayatri Business Solution
(Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group,BlogWebsite, )

Good News Gayatri Business Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)

Gujarat Samachar News

ચીનની મંદી એશિયાના અન્ય દેશોને પણ ભરખી જશે : વર્લ્ડ બેંક

- પૂર્વ એશિયા અને પેસેફિક દેશોનો વિકાસ દર ૨૦૧૮માં ૬.૨ ટકા થવાનો અંદાજ

સિંગાપોર, તા. ૧૧
ચીનની આર્થિક મંદી એશિયાના વિકાસશીલ અને પેસિફિક દેશોને પણ ભરખી જશે તેવી ચેતવણી વર્લ્ડ બેંક દ્વારા આપવામાં આવી છે. બેંકે અસ્થિર બજારોની ચેતવણી આપતા જણાવ્યું છે કે ૨૦૧૮ સુધીમાં એશિયા પેસિફિક ક્ષેત્રનો વિકાસ દર ઘટીને ૬.૨ ટકા થઇ જવાનો અંદાજ છે.

જો કે બેંકના જણાવ્યા મુજબ વિયેટનામ અને ફિલિપાઇન્સના નેતૃત્ત્વમાં દક્ષિણ પૂર્વીય અર્થતંત્રો  હજુ પણ તંદુરસ્ત દરે વિકાસ કરશે. બંને દેશો ૬ ટકાથી વધારે દરે વિકાસ કરશે તેવી શક્યતા છે.

વર્લ્ડ બેંકના પૂર્વ એશિયા અને પેસિફિક ક્ષેત્રના આગામી ઉપ પ્રમુખ વિક્ટોરિયા કવાક્વાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ગયા વર્ષના વૈશ્વિક વિકાસમાં પૂર્વ એશિયા અને પેસિફિક ક્ષેત્રના વિકાસશીલ દેશોનો મહત્ત્વપૂર્ણ ફાળો આપ્યો હતો.  વૈશ્વિક વિકાસ ધીમો પડવો, નબળું વૈશ્વિક વેપાર, કોમોડિટીના નીચા ભાવ અને અસ્થિર નાણાકીય બજારોને આધારે વર્લ્ડ બેંકે એશિયાના વિકાસશીલ દેશોનો આર્થિક વિકાસ ઘટવાનો અંદાજ મૂક્યો છે.
Source :-http://gujaratsamachar.com
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/