મુંબઇ, શનિવાર
ફરી વૈશ્વિક નેગેટીવ પરિબળો માથું ઉંચકવા લાગી ક્રુડ ઓઈલના સતત વધતાં
પુરવઠાએ તૂટતાં જતાં ભાવો અને ચીન સહિતના એક સમયના સૌથી ઝડપી વિકાસ સાધતાં
દેશોમાં મંદ પડેલી ઔદ્યોગિક વૃદ્વિ અને યુરોપના દેશોમાં ડિફલેશનની
પરિસ્થિતિએ ફેલાયેલા વૈશ્વિક મંદીના હાઉથી ભારતીય બજારો પણ અલિપ્ત રહી શકયા
નથી. ક્રુડ ઓઈલની ૮૫ ટકા આયાત પર નિર્ભર ભારત માટે ક્રુડ ઓઈલના તૂટતાં
જતાં ભાવ સૌથી મોટું પોઝિટીવ પરિબળ ભારતની ચાલુ ખાતાની ખાધમાં ધરખમ ઘટાડો
કરનારું અને ફુગાવાને સ્વીકાર્ય સ્તરે લઈ જનારૃ હોવા છતાં બદલાવા લાગેલા
વૈશ્વિક સમીકરણો અને વર્ષ ૨૦૧૫ માટે વિશ્વની ક્રુડ ઓઈલની માંગ ૧૨ વર્ષની
તળીયે રહેવાના ખુક ઓપેકના અંદાજ બાદ હવે ઈન્ટરનેશનલ એનજીૅ એજન્સીએ પણ પાંચ
મહિનામાં ચોથી વખત ક્રુડ ઓઈલના વૈશ્વિક વપરાશના અંદાજને ઘટાડતાં છેલ્લા
અઠવાડિયામાં શેરબજારોમાં ડામાડોળ પરિસ્થિતિ સર્જાઈ છે. જે પરિસ્થિતિ હજુ
આગામી સપ્તાહમાં પણ જળવાઈ રહેવાની શકયતા છે.
રીટેલ ફુગાવાનો આંક ઘટીને ૪.૩૮ ટકા આવ્યો, પરંતુ ઓકટોબરના ૪.૨ ટકા નેગેટીવ આઈઆઈપી વૃદ્વિ ઃ રિઝર્વ બેંકે રેટ કટ કરવો રહ્યો
ક્રુડ ઓઈલના સતત તૂટતાં ભાવ સાથે સ્થાનિકમાં જીવનાવશ્યક ચીજોના અગાઉની
તુલનાએ ઘટેલા ભાવોથી ફુગાવો સતત અંકુશમાં આવતો જઈ કન્ઝયુમર પ્રાઈસ
ઈન્ડેક્સ-સીપીઆઈ નવેમ્બર મહિનામાં ઘટીને ૪.૩૮ ટકા આવી જવાના પોઝિટીવ પરિબળ
સામે ઓકટોબર મહિનામાં ઔદ્યોગિક ઉત્પાદન વૃદ્વિ-આઈઆઈપી આંક સપ્ટેમ્બર
મહિનાના ૨.૫ ટકા પોઝિટીવની તુલનાએ ઘટીને -૪.૨ ટકા નેગેટીવ આવતાં આ સૌથી
મોટી ચિંતા કરાવનારૃ પરિબળ છે. જે ચીનની તુલનાએ ભારતમાં પણ ઔદ્યોગિક
ઉત્પાદન વૃદ્વિ વધુ ઝડપી ઘટવા લાગી હોવા છતાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા ટસની
મસ ન થઈ રેટ કટમાં ઘટાડો કરવાના ઉદ્યોગો-બેંકરોના દબાણને અવગણી રહી છે.
ત્યારે અગાઉ ફુગાવો અંકુશમાં નહીં હોવાનું અને ફુગાવાને પ્રાધાન્ય આપવાનું
કારણ અવારનવાર આપીને રેટ કટ નહીં કરનાર આરબીઆઈએ હવે રેટ કટ કરવો રહ્યો. ચીન
દ્વારા તેના અર્થતંત્રને મંદીમાં ફસડાતું અટકાવવા રેટ કટ, સ્ટીમ્યુલસ
સહિતના પગલાં લેવાઈ રહ્યા છે, ત્યારે હવે ભારતમાં વેપાર-ઉદ્યોગો ફરી ધમધમતા
થાય અને બેરોજગારીનું દુષણ ન વકરે એ માટે સત્તવરે રેટ કટ સહિતના
પ્રોત્સાહનો રિઝર્વ બેંક, સરકારે લેવા રહ્યા, અન્યથા એફઆઈઆઈ-વિદેશી
રોકાણકારોને પણ કવીટ ઈન્ડિયા કરતા વાર નહીં લાગે.
નબળા આઈઆઈપી બાદ હવે એડવાન્સ ટેક્ષના આંકડા અને હોલસેલ ફુગાવાના આંક
રીટેલ-કન્ઝયુમર પ્રાઈસ ઈન્ડેક્સ ઓકટોબરમાં ઘટીને આવ્યા બાદ હવે સોમવારે
૧૫,ડિસેમ્બર ૨૦૧૪ના જાહેર થનારા હોલસેલ ફુગાવાના આંક પર નજર રહેશે. આ સાથે
આઈઆઈપી નેગેટીવ આવ્યા બાદ હવે કોર્પોરેટ ઈન્ડિયા દ્વારા સોમવારે એડવાન્સ
ટેક્ષના ત્રીજા હપ્તાની થનારી ચૂકવણીના આંકડા જોવા રહ્યા, જેના પરથી
કંપનીઓના ડિસેમ્બર,૨૦૧૪ અંતના ત્રીજા ત્રિમાસિકના પરિણામો કેવા રહેશે એનો
અંદાજ મળશે. જ્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રુડ ઓઈલના ભાવ સતત મહત્વનું
પરિબળ બની રહેવાની સાથે બુધવાર ૧૬,ડિસેમ્બર અને ગુરૃવાર ૧૭,ડિસેમ્બર ૨૦૧૪ના
મળનારી યુ.એસ.ફેડરલ ઓપન માર્કટ કમિટી-એફઓએમસીની મીટિંગ પર નજર રહેશે. આ
સાથે બેંક ઓફ ઈંગ્લેન્ડ દ્વારા યુ.કે.ની બેંકોના રજૂ થનારી સ્ટ્રેસ ટેસ્ટ
પરિણામો પણ વૈશ્વિક બજારો માટે મહત્વના બની રહી આ પરિબળો વચ્ચે આગામી
સપ્તાહમાં સેન્સેક્સ ૨૭૬૩૩ થી ૨૬૮૬૬ અને નિફટી ૮૩૧૧ થી ૮૦૭૭ વચ્ચે અથડાતાં
જોવાશે.
ઈન્ડસ્ટ્રી વોચ ઃ સુગર ઈન્ડસ્ટ્રી ઃ વર્ષ ૨૦૧૫ ખાંડ ઉદ્યોગ માટે શ્રેષ્ઠ?
ખાંડ ઉદ્યોગ જે હાલમાં વિકટ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે, એ આધારભૂત
સૂત્રો પ્રમાણે કેન્દ્ર સરકાર ટન દીઠ રૃ.૪૦૦૦ નિકાસ સબસીડી અને ૨૦ ટકા
સુધી ઈથેનોલ બ્લેન્ડિંગની પરવાનગી આ બન્ને ઐતિહાસિક પગલાં પખવાડિયામાં લઈ
શકે એમ છે. જેથી ખાંડ ઉદ્યોગના શેરો એકાદ વર્ષમાં ૪૦ ટકા સુધી વળતર આપી શકે
એમ છે. ૧૦ ટકા સ્ટોપ લોસે આ ઉદ્યોગના ધ્યાનમાં રાખવા યોગ્ય શેરોમાં ઈઆઈડી
પેરી, શ્રી રેણુકા સુગર, બલરામપુર ચીની, બજાજ હિન્દુસ્તાન, ધામપુર સુગર,
શક્તિ સુગર, અપર ગેંજીસ સુગર છે. આ પગલાંની શકયતા વધારે મજબૂત થઈ જશે, તો
અમે અહીંથી સ્ટોક સ્પેસિફિક ભલામણ પણ ટૂંક સમયમાં આપશું.
ડાર્ક હોર્સ ઃ H.I.L. LTD
રૃ.૧૦,૦૦૦ કરોડના પાંચ કોન્ટીનેન્ટમાં વિકસતા C.K.BIRLA ગુ્રપની વર્ષ
૧૯૪૬માં સ્થાપીત ભારતભરમાં ૧૨ મેન્યુફેકચરીંગ એકમો ધરાવતી, વર્ષ ૧૯૮૦માં
૧ઃ૧ બોનસ શેર, વર્ષ ૧૯૮૮માં ૧ઃ૧ બોનસ થકી ૬૨ ટકા બોનસ ઈક્વિટી ધરાવતી,
બીએસઈ(૫૦૯૬૭૫) અને એનએસઈ(HIL) H.I.L લિમિટેડ(જૂનું નામ હૈદરાબાદ
ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ) ગ્રીન બિલ્ડિંગ મટીરીયલ્સ માટે પાયોનીયર અને બિલ્ડિંગ
મટીરીયલ્સ સોલ્યુશન્સ ઉદ્યોગની કંપની રૃફિંગ સોલ્યુશન્સ, પેનલ્સ, વોલ
બ્લોક્સ, પ્લાયવૂડ સબસ્ટીટયુટસ, ઉચ્ચ ગુણવતાના પાઈપ્સ અને ફિટીંગ્સ,
ઈન્ડસ્ટ્રીયલ ઈન્સ્યુલેશનનું મેન્યુફેકચરીંગ કરે છે. કંપની ત્રણ બ્રાન્ડસ
ધરાવે છે. જેમાં એરોકોન ગ્રીન બિલ્ડિંગ મટીરીયલ્સમાં ફાસ્ટ ટ્રેક ડ્રાયવોલ
સબસ્ટીટયુશન માટે પેનલ, એએસી બ્લોક્સ, એડવાન્સ પોલીમર પ્રોડક્ટસ જેમ કે
પાઈપ્સ ફિટીંગ્સ ટ્રયુ ફિટ-ટીએમ ટેકનોલોજી લીક પ્રુફ જોઈન્ટસ અને
પ્લાયવૂડના વિકલ્સ-સબસ્ટીટયુટસ ધરાવે છે. બીજી બ્રાન્ડ ચારમીનાર રૃફ
સોલ્યુશન માટે અને ત્રીજી બ્રાન્ડ હાઈસીલ ઈન્ડસ્ટ્રીયલ થર્મલ ઈન્સ્યુલેશન
માટે જેનો ઉપયોગ એનજીૅ-ઈન્ટેન્સિવ ઉદ્યોગોમાં સંખ્યાબંધ એપ્લીકેશન્સમાં થાય
છે. આ બધા ઉત્પાદનોનો વપરાશ પ્રિ-ફ્રેબ્રિકેટેડ બિલ્ડિંગ માટે
આંતરિક/બાહ્ય વોલ નિર્માણ, મેઝેનાઈન ફલોર્સ, સ્ટ્રેન્જ ડયુરેબલ રેપ
રેઝિસ્ટન્ટ ડોર, પૂર્ણ અથવા અડધા પાર્ટિસન્સ, ફોલસ સીલિંગ્સ, હંગામી ઓછા
ખર્ચના મકાનો અને હાઈ ટેમ્પરેચર ઈન્સ્યુલેટર્સ માટે થાય છે.
(૧) ગ્રાહક યાદી ઃ ઈન્ફોસીસ, જીવીકે, વિવાન્તા-તાજ, કન્ટ્રીયાર્ડ
મેરિયટ, સીઆઈઆઈ, આઈટીસી હોટલ્સ, નોકિયા, મેપલ, નોવોટેલ હોટલ્સ, પાર્ક હયાત,
મેયટાસ ઈન્ફ્રા, આઈએલએન્ડએફએસ, શ્રી સિમેન્ટ, એસીસી, જીએસએફસી, અંબુજા
સિમેન્ટ, ભેલ, નાગાર્જુન ગુ્રપ, મિનાક્ષી ઈન્ફ્રા, મંજીરા કન્ટ્રકશન,
માયાજાલ, કિવીરાજ ટેક પાર્ક, હૈદરાબાદ સેન્ટ્રલ, રાહેજા ડેવલપર્સ વગેરે છે.
(૨) કંપનીના વાઈસ-પ્રેસિડેન્ટ, માર્કેટીંગ મધુસુદન મોકાસી ૯,નવેમ્બર
૨૦૧૪ની મુલાકાતના અંશો ઃ 'કેન્દ્રિય બજેટમાં એફોર્ડેબલ હાઉસીંગ માટે ૪૦ અબજ
ડોલર ફાળવવાની દરખાસ્ત અને એફડીઆઈ પોલીસી ઉદાર કરવી, ૨૦૦ સ્માર્ટ શહેરો,
ગ્રામીણ હાઉસીંગ માટે પ્રોત્સાહન તરીકે વધારાની રૃ.૮૦૦૦ કરોડની ફાળવણી,
શહેરી ગરીબો માટે એફોર્ડેબલ હાઉસીંગ માટે રૃ.૪૦૦૦ કરોડની ફાળવણી ચોક્કસ
કંપની ઉદ્યોગને ફાયદો કરાવે એવી અપેક્ષા છે. કંપની વાર્ષિક ૧૦ લાખ ફાઈબર
સિમેન્ટ શીટની ક્ષમતા ધરાવે છે અને ભારતમાં સૌથી મોટી મેન્યુફેકચરીંગ કરતી
અને વેચાણ કરતી કંપની છે. કંપની નીચા કાચામાલના ભાવ, વેચાણમાં ઊંચા ભાવ ઉપજ
અને મજબૂત માંગને કારણે સારી કામગીરી કરી રહી છે. કંપની અને ઉદ્યોગ
બન્નેને સ્વચ્છ ભારત યોજનાથી સારો ફાયદો થશે.' (૩) મેન્યુફેકચરીંગ એકમો ઃ
(એ) ફરિદાબાદ-હરિયાણા (બી) જસિંધ-જારખંડ (સી) હૈદરાબાદ-તેલંગણા (ડી)
થિમ્માપુર-તેલંગણા (ઈ) થ્રિશુર-કેરલા (એફ) સાથરયા-ઉત્તર પ્રદેશ (જી)
ધારૃહીરા-હરિયાણા (એચ) વાડા-મહારાષ્ટ્ર (આઈ) ગોલન ગામ-ગુજરાત (જે)
બાલાસોર-ઓરિસ્સા (કે) ચેન્નઈ-તમિલનાડું (એલ) વિજયવાડા-આંધ્ર પ્રદેશ આ બધા
પાંચ ખંડો દક્ષિણ ભારત, ઉત્તર ભારત, પૂર્વ ભારત, પશ્ચિમ ભારત અને મધ્ય
ભારતમાં ૯ રાજયોમાં એકમો ધરાવે છે. (૪) વિન્ડ પાવર એકમો અને ક્ષમતા ઃ (એ)
૩.૬ મેગાવોટ કચ્છ-ગુજરાત (બી) ૧.૨૫ મેગાવોટ કોઈમ્બતુર-તમિલનાડું (સી) ૨.૫
મેગાવોટ જોધપુર-રાજસ્થાન આમ કુલ ૭.૩૫ મેગાવોટ વિન્ડ પાવર ક્ષમતા ધરાવે છે.
(૫) કંપનીના વર્ષ ૨૦૧૪-૨૦૧૩ના વાર્ષિક રીપોર્ટમાંથી અમુક વિગતો ઃ (એ) બધા
પ્લાન્ટોમાં ખર્ચ અસરકારકની કરાયેલા પહેલ-પગલાંથી વાર્ષિક રૃ.૫ કરોડના
ખર્ચની બચત કરી શકાઈ છે. (બી) ઈન્વેન્ટરી સાઈકલમાં સફળતાપૂર્વક ઘટાડા થકી
કાર્યકારી મૂડીમાં રૃ.૧૭૨ કરોડનો ઘટાડો કરી શકાયો છે. (સી) સૌથી નીચો
ડેટ-ઈક્વિટી (ડી) એએસી બ્લોક પ્લાન્ટ-ગુજરાતમાં ક્ષમતામાં ૪૫ ટકાની વૃદ્વિ
નોંધાઈ છે, જે સાથે ભારતમાં સૌથી મોટી સિંગલ પ્લાન્ટ ક્ષમતા થઈ છે. (ઈ)
સોલીડ ફયુલ બોઈલર બેસાડવામાં આવતાં ૪૫ ટકા બચત શકય બની છે. (એફ) આંધ્ર
પ્રદેશ અને હરિયાણામાં પાવર ટ્રેડીંગથી પાવર ખર્ચમાં ૧૫ ટકા ઘટાડો થયો છે.
(૬) ડેટ-ઈક્વિટી રેશીયો ઃ માર્ચ ૨૦૧૨માં ૦.૩૧ ટકા, માર્ચ ૨૦૧૩માં ૦.૪૫ ટકા,
માર્ચ ૨૦૧૪માં ૦.૧૭ ટકા માત્ર (૭) નેટવર્થ ઃ માર્ચ ૨૦૧૨માં રૃ.૩૩૮ કરોડ,
માર્ચ ૨૦૧૩માં રૃ.૩૮૧ કરોડ, માર્ચ ૨૦૧૪માં રૃ.૩૮૪ કરોડ (૮) બુક વેલ્યુ ઃ
માર્ચ ૨૦૧૦ના રૃ.૩૪૪, માર્ચ ૨૦૧૧ના રૃ.૩૯૩, માર્ચ ૨૦૧૨ના રૃ.૪૫૨, માર્ચ
૨૦૧૩ના રૃ.૫૧૬, માર્ચ ૨૦૧૪ના રૃ.૫૨૦, માર્ચ ૨૦૧૫ના અપેક્ષિત બુક વેલ્યુ
રૃ.૬૨૭ (૯) શેર દીઠ આવક-ઈપીએસ ઃ માર્ચ ૨૦૧૧ના રૃ.૧૨૦, માર્ચ ૨૦૧૧ના રૃ.૬૭,
માર્ચ ૨૦૧૨ના રૃ.૮૦, માર્ચ ૨૦૧૩ના રૃ.૮૦, માર્ચ ૨૦૧૪ના રૃ.૯.૫૨, માર્ચ
૨૦૧૫ના અપેક્ષિત રૃ.૧૦૬.૯૧ (૧૦) ડિવિડન્ડ ઃ માર્ચ ૨૦૧૦ના ૧૬૦ ટકા, માર્ચ
૨૦૧૧ના ૧૬૦ ટકા, માર્ચ ૨૦૧૨ના ૧૮૫ ટકા, માર્ચ ૨૦૧૩ના ૨૦૦ ટકા, માર્ચ ૨૦૧૪ના
૧૫૦ ટકા નાણાકીય પરિણામ ઃ (૧૧) એપ્રિલ ૨૦૧૩ થી માર્ચ ૨૦૧૪ ઃ વેચાણ
રૃ.૮૭૧.૪૦ કરોડ, એનપીએમ-નેટ પ્રોફિટ માર્જિન ૦.૮૫ ટકા થકી ચોખ્ખો નફો
રૃ.૭.૧૩ કરોડ, શેર દીઠ આવક રૃ.૯.૫૬ (૧૨) એપ્રિલ ૨૦૧૪ થી જૂન ૨૦૧૪ ઃ વેચાણ
૩૪ ટકા વૃદ્વિએ રૃ.૩૬૩ કરોડ, એનપીએમ ૯.૨ ટકા, ચોખ્ખો નફો રૃ.૩૧.૩૨ કરોડ,
શેર દીઠ આવક રૃ.૪૧.૯૭ (૧૩) જુલાઈ ૨૦૧૪ થી સપ્ટેમ્બર ૨૦૧૪ ઃ વેચાણ ૪૦ ટકા
વૃદ્વિએ રૃ.૨૨૮.૧૧ કરોડ, એનપીએમ ૬.૩ ટકા, ચોખ્ખો નફો રૃ.૧૪.૨૬ કરોડ, શેર
દીઠ આવક રૃ.૧૯.૧૨ (૧૪) એપ્રિલ ૨૦૧૪ થી સપ્ટેમ્બર ૨૦૧૪ છ મહિના ઃ વેચાણ ૩૬
ટકા વૃદ્વિએ રૃ.૫૯૦ કરોડ, એનપીએમ ૭.૭૫ ટકા થકી ચોખ્ખો નફો રૃ.૪૫.૫૮ કરોડ,
શેર દીઠ આવક રૃ.૬૧ (૧૫) અપેક્ષિત ઓકટોબર ૨૦૧૪ થી માર્ચ ૨૦૧૫ છ માસિક ઃ
વેચાણ અપેક્ષિત-અંદાજીત ૨૫ ટકા વૃદ્વિએ રૃ.૫૪૭ કરોડ, એનપીએમ ૬.૩ ટકા,
ચોખ્ખો નફો રૃ.૩૪.૫૦ કરોડ, શેર દીઠ આવક રૃ.૪૬ અપેક્ષિત છે. (૧૬) પૂર્ણ વર્ષ
અપેક્ષિત એપ્રિલ ૨૦૧૪ થી માર્ચ ૨૦૧૫ ઃ અપેક્ષિત પૂર્ણ વર્ષમાં વેચાણ
રૃ.૧૧૩૭ કરોડ, એનપીએમ ૭.૧૦ ટકા, ચોખ્ખો નફો રૃ.૮૦.૮ કરોડ, શેર દીઠ
આવક-ઈપીએસ રૃ.૧૦૬.૯૧
(૧૭) વેલ્યુએશન ઃ BBB
આમ (૧) સી.કે.બિરલા ગુ્રપની કંપની (૨) પ્રતિષ્ઠિત ગ્રાહક યાદી ધરાવતી
(૩) કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરેલ બજેટ તથા ફેબુ્રઆરી ૨૦૧૫માં પણ
અપેક્ષિત સારા ફાયદા ધરાવતા ઉદ્યોગની પ્રતિષ્ઠિત કંપની (૪) દેશમાં ૧૨
મેન્યુફેકચરીંગ યુનિટો ધરાવતી (૫) પ્રતિષ્ઠિત એવોર્ડસ વિજેતા (૬) ૭.૩૫
મેગાવોટ વિન્ડ પાવર ક્ષમતા ધરાવતી (૭) ડેટ-ઈક્વિટી રેશીયો માત્ર ૦.૧૭
ધરાવતી (૮) રૃ.૩૮૫ કરોડની નેટવર્થ ધરાવતી(ઈક્વિટી માત્ર રૃ.૭.૬૨ કરોડની
છે.) (૯) અપેક્ષિત બુક વેલ્યુ રૃ.૬૨૭ (૧૦) ૧ઃ૧ના બે બોનસ ઈસ્યુ દ્વારા ૬૨
ટકા બોનસ ઈક્વિટી ધરાવતી (૧૧) ૧૫૦ ટકા થી ૨૦૦ ટકા ડિવિડન્ડ ચૂકવતી (૧૨)
અપેક્ષિત શેર દીઠ આવક રૃ.૧૦૬.૯૧ સામે માત્ર રૃ.૬૩૫ ભાવે ઉદ્યોગના સરેરાશ
પી/ઈ ૧૭ સામે માત્ર ૫.૯૩ના પી/ઈએ ઉપલબ્ધ છે.
ડિસ્કલોઝર કમ(વાચકોએ ખાસ નોંધ લેવી) ચેતવણી ઃ (૧) લેખક ઉપરોકત
કંપનીઓમાંથી બજાજ હિન્દુસ્તાન, એલ એન્ડ ટી ફાઈનાન્સ હોલ્ડિંગમાં રોકાણ
ધરાવે છે. (૨) રીચર્સ માટેના અમારા સ્ત્રોત જેમ કે બ્રોકિંગ હાઉસ, પ્રમોટર
વ્યુઝ, વ્યકિતગત રીસર્ચ એનાલિસ્ટ, પોર્ટફોલિયો મેનેજમેન્ટ અથવા તેમની
ટીમનું સીધું અથવા આડકતર ું હિત હોઈ શકે છે. (૩) રીચર્સના ભાવથી ૨૦ ટકા
સ્ટોપ લોસ ખાસ કરીને જાળવવો, તે સલાહ અને ચેતવણી છે. (૪) વેલ્યુએશન H, BB,
BBB, ટોપ ગેઈનર્સ આ બધી શકયતાઓ છે, તેથી લલચાઈને રોકાણ કરવું નહીં. (૫)
સામાન્ય રીતે દર ૧૦ સ્ક્રીપમાંથી ૬ સ્ક્રીપ સાચી અને ચાર-૪ સ્ક્રીપ ખોટી
પડે તે પ્રકારનું રીસર્ચ ઉત્તમ હોય છે. હાલનો ટ્રેન્ડ સ્થિર સરકાર, એફઆઈઆઈ
રોકાણ પ્રવાહ, જીડીપીમાં ગ્રોથ, વડાપ્રધાનની કાર્યક્ષમતાને લીધે છે. અમારે
લીધે નથી. અમે પોતાને ક્રેડિટ દેતાં નથી. (૬) ફીડબેક ઈ-મેઈલ ઃ
arjuneyems@gmail.comમાં જે જવાબો આપવામાં આવે છે, તેને પણ ઉપરોકત બધા
પોઈન્ટ-મુદ્દાઓ લાગુ પડે છે. (૭) વાચક વર્ગ, રોકાણકાર વર્ગે પોતાના
વ્યક્તિગત નિર્ણય વ્યક્તિગત જોખમે લેવા. ગુજરાત સમાચારના લેખક, તંત્રી અને
કોઈપણ વ્યકિત તમારી નુકશાની માટે જવાબદાર રહેશે નહીં. તેથી શેરબજારના
રિસ્ક-જોખમને ઓળખીને રોકાણ કરવું.
ડાર્ક હોર્સ તરીકે છેલ્લા એક વર્ષમાં રીસર્ચ કરેલી કંપનીઓના શેરોમાંથી ટોપ 5 ગેઇનર્સ