Gayatri Business Solution
(Follow Us :- Face Book, Linked In, Twitter, Google +, Yahoo Group,Blog, Website, )
Good News Gayatri Business Solution
Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)
Gujarat Samachar News
ક્રૂડ ઓઈલના ભાવમાં સતત ઘટાડાને પગલે આગામી મહામંદી આવશે?
અમેરિકામાં શેલ ક્રૂડનું જંગી ઉત્પાદન પણ ભાવઘટાડા માટે કારણભૂત
ઓઈલ અને ગેસ કંપનીઓના બોન્ડ સૌથી વધારે નબળાં પડી રહ્યા હોવાનો નિષ્ણાતોનો મત
મુંબઇ,ગુરૃવાર
અમેરિકામાં ક્રૂડ ઓઈલનું ઉત્પાદન સતત વધી રહ્યું હોવાથી ત્યાં ઓઈલના ભાવમાં થઈ રહેલો ઘટાડો ચિંતાજનક સપાટીએ પહોંચી ગયો છે. જોકે, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ સતત ઘટી રહ્યા હોવાથી ભારત જેવા અનેક દેશોમાં આનંદનું વાતાવરણ છે. ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો થતાં સામાન્ય વ્યક્તિ જ નહીં સરકાર પણ ખુશખુશાલ છે કારણ કે, આ સ્થિતિમાં કેન્દ્ર સરકાર ઓઈલ ઉત્પાદનો પર કરવેરા નાંખી શકી છે અને બીજી તરફ, ઓઈલ કંપનીઓને કિંમતોમાં ઘટાડો કરવા પણ દબાણ રહી છે. જોકે, ક્રૂડ ઓઈલના ઉત્પાદન અને કિંમતના ઘટાડાથી અર્થતંત્રમાં મંદી આવવાની પણ શક્યતા હોવાનું નિષ્ણાતો કહી રહ્યા છે.
જોકે, ઓઈલનું ઉત્પાદન કરતા દેશો માટે આ સ્થિતિ એટલી સારી નથી. ઓઈલનું ઉત્પાદન નહીં ઘટાડી શકવાના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ અને બ્રેન્ટ ક્રૂડના ભાવ સતત ગગડી રહ્યા હોવાથી ઓપેક દેશો માટે બજેટનું સંતુલન કરવું અઘરું થઈ રહ્યું છે. નિષ્ણાતો જણાવે છે કે, હાલ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ ગગડવાનું સૌથી મોટું કારણ અમેરિકામાં થઈ રહેલું ઉત્પાદન છે, નહીં કે ઓપેક દેશો દ્વારા થઈ રહેલું ઉત્પાદન. હાલ વિશ્વમાં સાઉદી અરેબિયા અને રશિયા કરતા પણ શેલ ઓઈલનું વધારે ઉત્પાદન કરતો દેશ અમેરિકા છે. ક્રૂડ ઓઈલના વધુ પડતા ઉત્પાદન અને કિંમતોમાં ઘટાડાની સૌથી વધારે અસર ઓઈલ કંપનીઓના બોન્ડ માર્કેટ પર વર્તાઈ છે. આ એનર્જી બોન્ડ ઈન્ડસ્ટ્રીમાં કોવ-લાઈટ (કોવેનન્ટ લાઈટ લોન્સ) એનર્જી બોન્ડ તરીકે પણ ઓળખાય છે. એનર્જી ટ્રાન્સપોર્ટેશન કંપનીને વેચેલા એનર્જી બોન્ડમાં કોવેનન્ટનું પ્રમાણ મર્યાદિત હોવા છતાં તે કોવ-લાઈટ તરીકે ઓળખાય છે. જંક બોન્ડ ડેબ્ટ ઈન્સ્ટ્રુમેન્ટને બીબી અથવા તેનાથી નીચું રેટિંગ મળ્યું હોય છે. નિષ્ણાતોના મતાનુસાર, ઓઈલ અને ગેસનું ટ્રાન્સપોર્ટેશન કરતી કંપનીઓના બોન્ડ સૌથી વધારે નબળા પડી રહ્યા છે.
આજે વિશ્વની મહાસત્તા તરીકે ઓળખાતું અમેરિકા સૌથી વધારે શેલ ક્રૂડ ઓઈલનું ઉત્પાદન કરે છે, જે જોકે, આ પદ્ધતિ ક્રૂડ ઓઈલનું ઉત્પાદન કરવાની પરંપરાગત પદ્ધતિથી ઘણી મોંઘી સાબિત થાય છે. આ પ્રકારનું ક્રૂડ ઓઈલ પોચા ખડકોમાંથી મેળવવામાં આવે છે. શેલ ક્રૂડ ઓઈલનું ઉત્પાદન સ્થળ આધારિત હોય છે, જેની કિંમત પ્રતિ બેરલ ૪૦થી ૭૦ ડોલર હોય છે. જ્યારે ઓપેક દેશો દ્વારા ઉત્પાદિત થતું ક્રૂડ ઓઈલ પ્રતિ બેરલ દસ ડોલરમાં પડે છે.

Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU,
Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS,
Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet
Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone,
External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD -
DVD etc…
More Products List Click Here
More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
Email :- inquiry.gsg13@gmail.com
No comments:
Post a Comment