Gayatri Business Solution
(Follow Us :- Face Book, Linked In, Twitter, Google +, Yahoo Group,Blog, Website, )
Good News Gayatri Business Solution
Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
Gujarat Samachar News
ઓક્ટોબરમાં ફંડોનું ઇક્વિટીમાં રૃા. ૬૦૦૦ કરોડનું બાઇંગ,સતત છઠ્ઠા મહિને નેટ લેવા
કેશ માર્કેટના ટર્નઓવરમાં રિટેલનો હિસ્સો ૧૨ ત્રિમાસિકની ટોચેે
મુંબઇ, મંગળવાર
શેરબજારના વર્તમાન દોરમાં નાના રોકાણકારો દેખાવા લાગ્યા હોવાનું આંકડાઓ દ્વારા છતી થતી તેમની હાજરી પરથી વરતાઇ આવે છે.સામાન્યરીતે તેઓ તેજીની પાર્ટીમાં લેટ પડતાં હોય છે પછી તે શેરબજારની હોય,સોનાચાંદીની હોય કે રિયલ એસ્ટેટની હોય,આ વખતે તેઓ હાલની એન્ટ્રીમાં સાચા પૂરવાર થાય છે કે ખોટા તે તો સમય જ બતાવશે એવું એક પીઢ નિરિક્ષકે જણાવ્યુ હતુ.
ઓક્ટોબરમાં મ્યુચ્યુઅલ ફંડોએ સતત છઠ્ઠા મહિને નેટ બાઇંગ કરી રૃ.૬૦૦૦ કરોડના શેરોની ખરીદી કરી હતી.કેશ બજારના ટર્નઓવરમાં તેમનો રિટેલનો હિસ્સો ૧૨ ત્રિમાસિકના ઊચ્ચ સ્તરે પહોંચી બંન્ને બજારનું સંયુક્ત ગણતા ૫૧.૮૪ ટકા થઇ ગયુ હતુ.આશ્ચર્યની વાત એ છે કે આમાંથી ઘણા રોકાણકારો આ તબક્કે રોકાણ કરવાનો વિચાર ધરાવતા હોવાનું પણ તેમણે જણાવ્યું હતુ.
સપ્ટેમ્બર ૨૦૧૪માં પૂરા થયેલા ત્રણ માસના ડેટા અનુસાર ભારતની ટોપ ટ્રેડેટ કંપનીઓમાં રિટેલ ઇન્વેસ્ટરોનું રોકાણ વધ્યું હતુ.આવું છેલ્લા ત્રણ ક્વાર્ટરમાં પહેલી વાર થયુ હતુ.બીએસઇ ૫૦૦માંથી ૪૯૪ કંપનીઓમાં તેમનું એકત્રિત હોલ્ડીંગ ૬.૩૭ ટકા જેટલું થયુ હતુ.જૂન ૨૦૧૪ના અંતે તેમનું આવું રોકાણ ૬.૨૯ ટકાના સ્તરે હતું.જોકે તેમના કરતા વિદેશી રોકાણકારો ભારતીય બજારો અંગે વધુ બુલીશ રહ્યા હતા અને તેમનું આવી કંપનીઓમાં એકત્રિત રોકાણ ૧૪.૫ ટકા હતુ.
જે રિટેલ રોકાણકારો સુરક્ષિત રોકાણ કરવા માગે છે તેઓ મ્યુચ્યુઅલ ફંડનો રુટ પણ અપનાવી રહ્યા છે.નાણાકીય વર્ષના પહેલા છ માસમાં રિટેલ ફોલિયોમાં ૪.૬ ટકાનો વધારો નોંધાયો હતો જે માર્ચ ૨૦૦૯ પછીનો સૌથી મોટો વધારો હતો.એમ્ફીના આંકડાઓ મુજબ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રિટેલ ઇન્વેસ્ટરોએ રૃ. ૨૩,૮૨૧ કરોડનું રોકાણ ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ યોજનાઓમાં કર્યું હતુ
જે જૂન ત્રિમાસિકમાં થયેલા આવા રોકાણ કરતા બમણુ હતુ.અંદાજે ૫ ટકા રોકાણકારો નવા હોવાનું પણ અમુક ફંડ હાઉસોએ જણાવ્યુ હતુ.એક અગ્રણી મ્યુ.ફંડ હાઉસે તેના નવા ગ્રાહકોમાંથી ૫૦ થી ૬૦ ટકા પહેલીવાર ઇન્વેસ્ટ કરનારા જ હોવાનું જાણવા મળ્યુ હતુ.નાના રોકાણકારોના આ ઉત્સાહ પરથી જણાય છે કે ઘરગથ્થુ બચતોમાંથી શેર-ડિબેન્ચરમાં રોકાણનું પ્રમાણ વધી શકે છે.

Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU,
Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS,
Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet
Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone,
External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD -
DVD etc…
More Products List Click Here
More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
Email :- inquiry.gsg13@gmail.com