સુવિચાર

"Wel-Come to Information Technology & Business Development World" સુવિચાર :- "એક જ આવકના સ્ત્રોત પર નિર્ભર ના રહો, નવું રોકાણ કરો અને બીજી/ત્રીજી આવકનો સ્ત્રોત તૈયાર કરો.- વોરેન બફેટ" For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Wednesday, 5 November 2014

સોનામાં વધુ રૃા.૫૦૦નો કડાકોઃ બિસ્કિટમાં રૃા.૩ લાખની સપાટી તૂટી

Gayatri Business Solution
(Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group,BlogWebsite, )

Good News Gayatri Business Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,

Gujarat Samachar News

સોનામાં વધુ રૃા.૫૦૦નો કડાકોઃ બિસ્કિટમાં રૃા.૩ લાખની સપાટી તૂટી

ઝવેરી બજારમાં મંદીએ વેગ પકડતાં નવા ગાબડા પડયા

મુંબઈ,બુધવાર
મુંબઈ સોના-ચાંદી બજારમાં આજે વિશ્વ બજાર  પાછળ ભાવોમાં   મંદી ઝડપી ગતિએ આગળ વધતાં સોનાના ભાવો ૧૦ ગ્રામના  વધુ રૃ.૫૦૦થી ૫૦૫  તથા ચાંદીના ભાવો કિલોના વધુ રૃ.૧૧૭૦ ગગડયા હતા. મુંબઈમાં  આજે ચાંદીના ભાવો તૂટી રૃ.૩૬ હજારની અંદર ઉતર્યા હતા. અમદાવાદમાં આજે ચાંદીના ભાવો રૃ.૧૪૦૦ તૂટી રૃ.૩૪૮૦૦ રહ્યા હતા જયારે અમદાવાદ સોનાના ભાવો  આજે ૧૦ ગ્રામના રૃ.૫૫૦ ઘટી  ૯૯.૫૦ના રૃ.૨૫૭૫૦ તથા  ૯૯.૯૦ના રૃ.૨૫૯૦૦  રહ્યા હતા.  વિશ્વ બજારમાં  મંદીના વિવિધ કારણો ભેગા થતાં   સોના-ચાંદીના ભાવો વધુ તૂટી  ૪ વર્ષના નવા નીચા તળિયે ગયાના સમાચારો હતા.
વિશ્વ બજારમાં આજે સોનામાં ઔંશદીઠ નીચામાં ૧૧૫૦ ડોલરની મહત્ત્વની સપાટી તૂટી   જતાં હવે નજર ૧૧૦૦ ડોલર પર રહી છે. વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવો ઘટી ૩ વર્ષના તળિયે ઉતરતાં તથા જાપાન પછી હવે  યુરોપમાં પણ સ્ટીમ્યુલ્સ પેકેજ અપાવાની શક્યતા બળવત્તર બનતાં ડોલર સામે વિવિધ ચલણો દબાણ હેઠળ રહ્યા છે સામે ડોલર ઉંચો રહેતાં વિશ્વ બજારમાં સોનામાં હેજફંડોની વેચવાલી વધી છે.
મુંબઈમાં આજે સોનાના ભાવો ૯૯.૫૦ના રૃ.૨૫૯૫૫  વાળા રૃ.૨૫૫૬૫ ખુલી રૃ.૨૫૪૫૫ તથા ૯૯.૫૦ના ભાવો રૃ.૨૬૧૦૫ વાળા રૃ.૨૫૭૧૦ ખુલી રૃ.૨૫૬૦૦ બંધ રહ્યા હતા. ચાંદીના ભાવો આજે કિલોના ૯૯૯ના રૃ.૩૬૮૦૦ વાળા રૃ.૩૬૦૦૦ ખુલી રૃ.૩૫૬૩૦  બંધ રહ્યા હતા.
મુંબઈ બજારમાં મોડી સાંજે ચાંદીના ભાીવો રૃ.૩૫૬૦૦થી ૩૫૬૫૦ તથા કેશમાં ભાવો આ ભાવોથી રૃ.૨૫૦થી ૩૦૦ જેટલા  નીચા બોલાઈ  રહ્યા હતા.
વિશ્વ બજારમાં આજે સોનાના ભાવો ઔંશના  ૧૧૬૮.૧૦ ડો લરવાળા વધુ ગગડી નીચામાં ૧૧૩૭.૩૦  થઈ સાંજે ૧૧૪૩થી ૧૧૪૪ ડોલર આસપાસ રહ્યાના સમાચારો હતા. વિશ્વ બજારમાં સોના પાછળ આજે ચાંદીના ભાવો રૃ.૩૫૬૦૦થી  ૩૫૬૫૦ તથા કેશમાં  ભાવો આ ભાવોથી  રૃ.૨૫૦થી ૩૦૦ જેટલા નીચા બોલાઈ રહ્યા હતા. વિશ્વ બજારમાં આજે સોનાના ભાવો ઔંશના  ૧૧૬૮.૧૦ ડોલરવાળા વધુ ગગડી નીચામાં  ૧૧૩૭.૩૦ થઈ સાંજે ૧૧૪૩થી ૧૧૪૪ ડોલર  આસપાસ રહ્યાના સમાચારો હતા.  વિશ્વ બજારમાં  સોના પાછળ આજે ચાંદીના ભાવો ઔંશના  ૧૬.૦૦ ડોલરવાળા નીચામાં ૧૫.૧૩ ડોલર થયા પછી સાંજે ૧૫.૨૫થી ૧૫.૩૦ ડોલર રહ્યાના સમાચારો હતા.  વિશ્વ બજાર તૂટી જતાં  ઘરઆંગણે આજે  બંને કિંમતી ધાતુઓની આયાત પડતરો ઝડપથી નીચા આવતાં  હાજર બજારમાં ભાવોમાં નવો કડાકો બોલાયો હતો.
દરમિયાન, મુંબઈ બજારમાં આજે સોનાના ૧૦ તોલાના બિસ્કિટના ભાવો રૃ.પાંચ હજાર તૂટી રૃ.૩ લાખની સપાટીની અંદર  ઉતરી સાંજે રૃ.૨ લાખ ૯૯ હજાર ૫૦૦ આસપાસ બોલાઈ ગયાના નિર્દેશો હતા. મુંબઈ કરન્સી બજારમાં આજે ડોલરના  ભાવો રૃ.૬૧.૩૫ તથા રૃ.૬૧.૪૯ વચ્ચે અથડાઈ છેલ્લે રૃ.૬૧.૪૧ રહ્યા હતા.વિશ્વ બજારમાં ડોલર સામે જાપાનના યેનના ભાવો ઘટી ૭ વર્ષના તળિયે ઉતર્યા છે. અમેરિકામાં  ગોલ્ડ ઈટીએફમાં સોનાનું હોલ્ડિંગ  ઘટી ૬ વર્ષના તળિયે  જતું રહ્યું છે. હવે અમેરિકામાં ગુરૃવારે  બહાર પડનારા જોબલેસ કલેઈમ્સના આંકડાઓ તથા શુક્રવારે બહાર પડનારા ઓકટો.ના જોબગ્રોથના આંકડાઓ પર બજારની નજર રહી છે.
Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment