સુવિચાર

"Wel-Come to Information Technology & Business Development World" સુવિચાર :- "એક જ આવકના સ્ત્રોત પર નિર્ભર ના રહો, નવું રોકાણ કરો અને બીજી/ત્રીજી આવકનો સ્ત્રોત તૈયાર કરો.- વોરેન બફેટ" For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Sunday, 23 August 2015

સપ્તાહનાં પ્રારંભે શેરબજારમાં કડાકો, સેન્સેક્સમાં 1000 પોઈન્ટનું ગાબડું

Gayatri Business Solution
(Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group,BlogWebsite, )

Good News Gayatri Business Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)

Gujarat Samachar News

સપ્તાહનાં પ્રારંભે શેરબજારમાં કડાકો, સેન્સેક્સમાં 1000 પોઈન્ટનું ગાબડું

- નિફ્ટી 8300ની સપાટીની અંદર

અમદાવાદ તા. 24 ઓગસ્ટ, 2015

આજે સપ્તાહનાં પ્રથમ દિવસે શરુઆતી કારોબારમાં સેન્સેક્સમાં 1000 પોઈન્ટ ગગળતા ભારે ઉહાપોહ મચી જવા પામ્યો છે. શુક્રવારે અમેરિકી બજારોમાં આવેલા ભારે ઘટાડા અને આજે ફરી એશિયાઈ બજારોમાં મચેલી ઉથલપાછલ બાદ આજે ઘરેલુ બજારમાં પણ ભારે અસર થઈ છે. શરૂઆતનાં કારોબારમાં સેન્સેક્સ 1000 અંક તૂટેલો જ્યારે નિફ્ટી 8300ની સપાટીની અંદર આવી ગઈ.

આજે કારોબારની શરૂઆતમાં જ સેન્સેક્સે 26359.53 ની નીચલી સપાટીએ પહોંચ્યો જ્યારે નિફ્ટીએ 7990.9 સુધી ગબડ્યો છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં 3.5થી 3.5 ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે. બીજી તરફ મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં પણ જોરદાર ઘટાડો થયો છે. સીએનએક્સ મિડકેપ ઈન્ડેક્સ 4% લપસીને 13215 ના સ્તર પર આવી ગયા છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 3.75% તૂટીને 11200 ની નીચે આવી ગયા છે.

બીએસઈના બધા સેક્ટરમાં જોરદાર વેચવાલી જોવા મળી રહી છે. આ લખાય છે ત્યારે બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 843.98 અંકના ઘટાડાની સાથે 26522.09ની સપાટીએ કારોબાર કરી રહ્યો છે જ્યારે એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 259.85 અંકનાં ઘટાડા સાથે 8040.10ની સપાટીએ  કારોબાર કરી રહ્યા છે.
Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

સોમનાથ મંદિરે આજે ભગવાન ભોળાનાથના રેત શિલ્પમાં દર્શન

Gayatri Business Solution
(Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group,BlogWebsite, )

Good News Gayatri Business Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)

Gujarat Samachar News

સોમનાથ મંદિરે આજે ભગવાન ભોળાનાથના રેત શિલ્પમાં દર્શન

ધ્યાનસ્થ મુદ્રામાં દેવાધીદેવ મહાદેવની નજીક ભગવાન શ્રીકૃષ્ણનું રેતશિલ્પ જોવા મળશે

- શ્રાવણ માસના આજે બીજા સોમવારે વિશિષ્ટ દર્શન

પોરબંદરના આંતરરાષ્ટ્રીય રેતશિલ્પ કલાકાર પિતા-પુત્ર દ્વારા ૧૨ ફૂટ લાંબી અને ૨૦ ફૂટ પહોળી રેત શિલ્પ કૃતિ તૈયાર કરાશે
પ્રભાસપાટણ, તા .૨૩
શ્રાવણ માસના બીજા સોમવારે જગપ્રસિધ્ધ સોમનાથ મહાદેવ મંદિર સહિતના જુદા જુદા શિવાલયોમાં દર્શનાર્થે ભાવિકોની ભીડ ઉમટી પડશે. આવતીકાલ તા.૨૪ના સોમનાથ મહાદેવ મંદિરના પટાંગણમાં દેવાધીદેવ મહાદેવની રેતશિલ્પ કૃતિ પોરબંદરના આંતરરાષ્ટ્રીાય રેતશિલ્પ કલાકાર દ્વારા તૈયાર કરવામાં આવશે. ભગવાન ભોળાનાથની ધ્યાનસ્થ મુદ્રાનાં દર્શન રેતશિલ્પ કૃતિમાં જોવા મળશે.
સોમનાથ મહાદેવના મંદિરે શિવ આરાધનાના વિશેષ આયોજિત શ્રાવણ માસના બીજા સોમવારે કરવામાં આવ્યા છે.
પારંપારિક વિસરતા જતા વાદ્યો દ્વારા શિવ આરાધનાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. કાલે શાયં આરતી જાજ અને ડાકલા ગુ્રપ દ્વારા પારંપારિક વાદ્યોથી થશે. શાયં દર્શન અને આરતી સમયે શિવ ભજનનો વિશેષ કાર્યક્રમ યોજાશે. વધુમાં સોમનાથ મંદિરના સરદાર વલ્લભભાઇ ચોકના પટાંગણમાં શિવજીની તથા ભગવાન શ્રીકૃષ્ણની ૧૨ ફૂટ લંબાઇ ધરાવતી અને વિસથી બાવીસ ફૂટ પહોળાઇનો ઘેરાવો ધરાવતી આ રેત શિલ્પ કૃતિ તૈયાર કરવામાં આવશે. આ રેત શઇલ્પ તૈાયર કરનાર નથુભાઇ ગરચર અને તેમના પુત્ર મિલન નથુભાઇ ગરચરે જણાવ્યું કે અહીં ધ્યાનમુદ્રામાં એટલે કે સમાધિ અવસ્થામાં શિવજી બેઠા હોય તેમજ સાથે શ્રીકૃષ્ણ ભગવાન હોય તે કોન્સેપ્ટ પર રેત શઇલ્પ તૈયાર કરાયું છે અને દરિયાની રેતીમાંથી નેચરલ બ્યુટી આકાર ક્રિએટ કરી કલાના માધ્યમથી દર્શાવાયો છે. રેત શઇલ્પ કૃતિ કઇ રીતે તૈયાર કરવામાં આવે છે તે મુદ્દે તેઓએ જણાવ્યું હતું કે પહેલાં આખો દરિયાની ઝીણી રેતીનો ઢગલો પહાડ માફક કરવામાં આવે છે તેના ઉપર સતત પાણી છંટકાવ કરી પ્રેસરાઇઝ કરવામાં આવે છે અને ૧૦ કલાક જેટલું તેમને તેમ રાખવામાં આવે છે. જેથી ઢગલામાં પાણી મિક્સ થઇ જાય પછી સવારે આવીને એ ભીની રેતી ઉપર આકૃતિ કંડારવાનું શરૃ કરરાય છે. વચમા-વચમા આછુ સરખું પાણીનો છંટકાવ તો ચાલુ જ રાખવાનો જેથી રેતી સુકાઇ ન જાય શિલ્પ પુરું થાય પછી પાણી બંધ કરવામાં આવે. સમગ્ર પહાડના ઢોળાવ આકારને પણ કમળ, ડિઝાઇન કે નેચરલ શિલ્પ દોરી સુશોભીત કરવામાં આવે છે. મૂર્તિ અને આકારો કંડરાઇ ગયા પછી માત્ર પાણીની વાંછટો જ હળવા હાથે હવામાં છંટકાવ કરાય છે. આ કલાકારોના રેત શઇલ્પ દુનિયાભરમાં સુવિખ્યાત બન્યા છે.
Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

Thursday, 13 August 2015

ચીનમાં તિયાનજિન બંદરે વિસ્ફોટ બાદ આગ ઃ ૫૦ મોત, ૭૦૦થી વધુ ઘાયલ

Gayatri Business Solution
(Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group,BlogWebsite, )

Good News Gayatri Business Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)

Gujarat Samachar News

ચીનમાં તિયાનજિન બંદરે વિસ્ફોટ બાદ આગ ઃ ૫૦ મોત, ૭૦૦થી વધુ ઘાયલ

૭૦૦થી વધુને નજીકની હોસ્પિટલોમાં ખસેડાયા ઃ ૭૦ની હાલત અત્યંત ગંભીર

કેમિકલ કન્ટેઇનર ભરેલા વેરહાઉસમાં આગ લાગ્યા પછી સંખ્યાબંધ વિસ્ફોટો થયા

 જમીન ધુ્રજી, દસ હજાર લોકો સલામત સ્થળે ખસેડાયા
(પીટીઆઈ)     બેજિંગ, તા.૧૩
ચીનની ઉત્તરે આવેલા તિયાનજિન નામના શહેરમાં કેમિકલ અને ઝેરી મટિરિયલ ભરેલા વેરહાઉસમાં થયેલા ભયાનક વિસ્ફોટોમાં ૫૦ લોકો માર્યા ગયા છે. આ દુર્ઘટનામાં ૭૦૦થી પણ વધુ લોકો ઘાયલ થયા છે, જેમને નજીકની વિવિધ હોસ્પિટલોમાં સારવાર અપાઈ રહી છે. ઘાયલ થયેલા લોકોમાં ૭૦ જેટલા લોકોની હાલત અત્યંત ગંભીર છે. તિયાનજિનના બિનહાઈ વિસ્તારમાં રૃઈહાઈ નામના વેરહાઉસમાં અત્યંત જ્વલનશીલ કેમિકલ કન્ટેઇનર ખીચોખીચ ભરવામાં આવ્યા હતા, જેમાં સવારે ૧૧ઃ૨૦ વાગ્યે આગ લાગ્યા પછી ભયાનક વિસ્ફોટો થવાનું શરૃ થયું હતું.
વેરહાઉસમાં થયેલો પહેલો વિસ્ફોટ ત્રણ ટન ડાયનામાઈટ જેટલો શક્તિશાળી હતો, જ્યારે બીજો વિસ્ફોટ ૨૧ ટન ડાયનામાઈટ જેટલી શક્તિ ધરાવતો હતો. આ ઘટનાને પગલે સ્થાનિક ફાયર ફાઈટર્સ પણ વેરહાઉસ પર દોડી ગયા હતા અને આગ બૂઝાવવાનું શરૃ કરી દીધું હતું. આ વિસ્ફોટો વખતે વેરહાઉસમાં પણ અનેક લોકો ફસાઈ ગયા હતા. આ લોકોને બચાવવા ફાયર ફાઈટર વિભાગે રેસ્ક્યૂ ઓપરેશન પણ શરૃ કર્યું હતું. ૭૦૦થી પણ વધુ લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા ત્યારે જમીન પણ લોહીથી ખરડાઈ ગઈ હતી. ચીનની તાઈડા હોસ્પિટલના વડા લૂ યૂને કહ્યું હતું કે, આ હોસ્પિટલમાં આશરે ૧૫૦ લોકોને સારવાર અપાઈ રહી છે. અહીં સારવાર લઈ રહેલા મોટા ભાગના લોકો વિસ્ફોટોમાં કાચ અને પથ્થર વાગવાથી ઘાયલ થયા છે.
વેરહાઉસમાં સતત શક્તિશાળી વિસ્ફોટોને પગલે અનેક કિલોમીટરો સુુધી વિસ્ફોટોના અવાજ સંભળાઈ રહ્યા હતા અને આગના ગોટેગોટા પણ દૂર સુધી દેખાઈ રહ્યા હતા. વેરહાઉસ વિસ્ફોટક કેમિકલથી ખીચોખીચ ભરેલું હોવાના કારણે લાંબા સમય સુધી સતત વિસ્ફોટો થયા હતા. આ વિસ્ફોટો એટલા શક્તિશાળી હતા કે, આસપાસના વિસ્તારમાં દૂર સુધી જમીન પણ ધુ્રજી હતી. આ વિસ્ફોટો વખતે આશરે દસ હજાર લોકોને સ્થળાંતર કરાવીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.  ચીનની સમાચાર એજન્સીઓના મતે, કેમિકલના કારણે આગ લાગી હોવાથી ફાયર ફાઈટર આગ ઓલવવા પાણીનો ઉપયોગ કરી શકે એમ ન હતા. આ કારણોસર ફાયર ફાઈટરે રેતીથી આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. આ દુર્ઘટનાને કાબૂમાં લેવા આસપાસના લોકો પણ સ્વૈચ્છિક રીતે જોડાઈ ગયા હતા.
Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

ચીન ઇફેક્ટ ઃ સતત ઘસાતો રૃપિયો ડોલર સામે તૂટીને ૬૫.૧૦ પૈસા

Gayatri Business Solution
(Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group,BlogWebsite, )

Good News Gayatri Business Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)

Gujarat Samachar News

ચીન ઇફેક્ટ ઃ સતત ઘસાતો રૃપિયો ડોલર સામે તૂટીને ૬૫.૧૦ પૈસા

કામકાજના છેલ્લા સાત સત્રમાં અમેરિકી ચલણ સામે રૃપિયો ૧૩૬ પૈસા તૂટયો

અમદાવાદ, ગુરૃવાર
ચીન દ્વારા તેના ચલણ યુઆનનું ડીવેલ્યુએશન કરાયાના અહેવાલો પાછળ ભારતીય રૃપિયાની આજે પણ અમેરિકન ડોલર સામે પીછેહઠ જારી રહેતા આજે ૬૫નું મથાળું ગુમાવી દેતા તે બે વર્ષની નવી નીચી સપાટીએ ઉતરી આવ્યો હતો.
હુંડિયામણ બજારમાં આજે અમેરિકન ડોલર સામે રૃપિયામાં કામકાજનો પ્રારંભ સામાન્ય સુધારા સાથે ૬૪.૭૮ના મથાળે થયા બાદ ઇક્વિટી માર્કેટમાં નોંધાયેલ સુધારા તેમજ આયાતકારો દ્વારા ડોલરમાં વેચવાલી હાથ ધરાતા રૃપિયો ઇન્ટ્રાડે વધીને ૬૪.૬૩ના ઉંચા મથાળે પહોંચ્યો હતો.
જો કે, કામકાજના મધ્ય ભાગ બાદ આયાતકારો અને બેંકો દ્વારા ડોલરમા નવેસરથી લેવાલી નીકળતા તેમજ વિદેશી રોકાણકારોએ ઇક્વિટીમાંથી ભંડોળ પાછું ખેંચતા રૃપિયો ઝડપથી તૂટતા તેણે મહત્ત્વનું એવું ૬૫નુ લેવલ ગુમાવી ઇન્ટ્રા ડે તૂટીને ૬૫.૨૩ના મથાળે ઉતરી આવ્યો હતો.
જો કે, કામકાજના અંતિમ તબક્કામાં તે બાઉન્સબેક થઈ છેલ્લે ૩૨ પૈસા તૂટીને ૬૫.૧૦ની સપાટીએ બંધ રહ્યો હતો. જે તેની બે વર્ષની નવી નીચી સપાટી છે. અગાઉ તે ૬ સપ્ટેમ્બર ૨૦૧૩ના રોજ ૬૫.૨૪ના મથાળે હતો. આજના ગાબડા સાથે છેલ્લા સાત સત્રમાં ડોલર સામે રૃપિયો ૧૩૬ પૈસા તૂટયો છે.
Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

Wednesday, 12 August 2015

રૃપિયો ૫૯ પૈસા તૂટીને બે વર્ષના તળિયે ઃ શેરબજારમાં પણ ધબડકો

Gayatri Business Solution
(Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group,BlogWebsite, )

Good News Gayatri Business Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)

Gujarat Samachar News

રૃપિયો ૫૯ પૈસા તૂટીને બે વર્ષના તળિયે ઃ શેરબજારમાં પણ ધબડકો

રૃપિયો ઇન્ટ્રાડે તૂટીને ૬૪.૯૪ થયા બાદ કામકાજના અંતે

૬૪.૭૮ રોકાણકારોના રૃા.૧.૮૨ લાખ કરોડનું ધોવાણ

અમદાવાદ, તા.૧૨
ચીન દ્વારા યુઆનનું વેલ્યુએશન કરાતા આંતરરાષ્ટ્રીય બજારમાં ડોલર મજબૂત થવાના અહેવાલો તેમજ ઘર આંગણે ડોલરમાં નીકળેલી નવી લેવાલી પાછળ હૂંડિયામણ બજારમાં આજે અમેરિકન ડોલર સામે રૃપિયો ઝડપથી ગગડતા વધુ ૫૯ પૈસા તૂટતા બે વર્ષના તળિયે ઊતરી આવ્યો હતો. બીજી તરફ વેચવાલીના ભારે દબાણે સેન્સેક્સ અને નિફ્ટીમાં પણ ગાબડા નોંધાયા હતા.
ચીન દ્વારા તેની કરન્સીનું ડીવેલ્યુશન કરાતા આંતરરાષ્ટ્રીય બજારમાં ડોલર ઝડપથી વધીને બે વર્ષની ઊંચી સપાટીએ પહોંચી જવા પામ્યો છે. આ મુદ્દાની બીજી તરફ આયાતકારો તેમજ બેંકો દ્વારા આજે ડોલરમાં મોટાપાયે નવી લેવાલી હાથ ધરાતા રૃપિયો ઝડપથી પાછો પડયો હતો. આ અહેવાલો પાછળ હુંડિયામણ બજારમાં આજે ડોલર સામે રૃપિયામાં કામકાજનો પ્રારંભ ગાબડા સાથે જ એટલે કે ૬૪.૫૫ના નીચા અભાવે થયા બાદ ડોલરમાં ચાલુ રહેલી નવી લેવાલી પાછળ રૃપિયો ઇન્ટ્રાડે તૂટીને ૬૪.૯૪ના નીચા મથાળે ઊતરી આવ્યા બાદ કામકાજના અંતે ૫૯ પૈસા તૂટીને ૬૪.૭૮ની સપાટીએ નરમ રહ્યો હતો. રૃપિયાની આજની સપાટી તેની બે વર્ષની નીચી સપાટી છે. કામકાજના છેલ્લા છ સત્રમાં ડોલર સામે રૃપિયામાં ૧૦૪ પૈસાનું ગાબડુ નોંધાયું છે.
દરમિયાન ચીનના પ્રતિકુળ અહેવાલો તેમજ સંસદનું ચાલુ ચોમાસું સત્ર ધોવાઇ જતા હવે આર્થિક સુધારાની ગતિ ધીમી પડવાની આશંકા પાછળ ચોમેરથી આવેલ વેચવાલીના દબાણે બીએસઇ સેન્સેક્સ ૩૫૩.૮૩ પોઇન્ટ તૂટીને ૨૭૫૧૨.૨૬ અને એનએસઇ નિફ્ટી ૧૧૨.૯૦ પોઇન્ટ તૂટી ૮૩૪૯.૪૫ની સપાટીએ નરમ રહ્યો હતો. સેન્સેક્સમાં બોલેલા કડાકાના પગલે આજે રોકાણકારોની સંપત્તિમાં (બીએસઇ માર્કેટ કેપમાં) રૃા.૧.૮૨ લાખ કરોડનું ધોવાણ થતા તે રૃા.૧૦૨.૯૯ લાખ કરોડ રહ્યું હતું.
Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

Tuesday, 4 August 2015

ડોલર ઝડપથી તૂટતાં કિંમતી ઘાતુઓની ઈમ્પોર્ટ કોસ્ટ ઘટતાં સોના-ચાંદીમાં કડાકો

Gayatri Business Solution
(Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group,BlogWebsite, )

Good News Gayatri Business Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)

Gujarat Samachar News

ડોલર ઝડપથી તૂટતાં કિંમતી ઘાતુઓની ઈમ્પોર્ટ કોસ્ટ ઘટતાં સોના-ચાંદીમાં કડાકો

અમેરિકામાં મેન્યુફેકચરીંગના આંકડા નબળા આવ્યા

ડોલર રૃ.૬૪ની અંદર ઉતર્યો ઃ વિશ્વ બજારમાં ભાવ બપોર પછી ઝડપી વધી ગયા

મુંબઈ,મંગળવાર
મુંબઈ સોના-ચાંદી બજાર આજે મંદી આગળ  વધી હતી.  સોનાના ભાવો આજે ૧૦ ગ્રામના વધુ રૃ.૧૩૫ તૂટયા હતા જયારે  ચાંદીના ભાવો કિલોના  વધુ રૃ.૪૫૫ ઘટયા હતા. વિશ્વ બજારના સમાચારો જો કે ઘટયા ભાવતી ઊછાળો બતાવતા હતા.  પરંતુ ઘર આંગણે  કરન્સી બજારમાં  ડોલરના ભાવો તૂટી રૃ.૬૪ની અંદર  ઉતરી જતાં  ઘર આંગણે કિંમતી ધાતુઓની આયાત પડતર નીચી   ઉતરતાં  મુંબઈ હાજર બજારમાં  સોના-ચાંદીમાં વેચનારા વધુ અને લેનારા ઓછા  હતા.
મુંબઈમાં  સોનાના ભાવો ૯૯.૫૦ના રૃ.૨૪૮૧૫ વાળા  આજે  રૃ.૨૪૭૧૦  ખુલી રૃ.૨૪૬૮૦ બંધ હતા.  જયારે ૯૯.૯૦ના ભાવો રૃ.૨૪૯૬૫ વાળા રૃ.૨૪૮૬૦ ખુલી રૃ.૨૪૮૩૦ બંધ હતા. ચાંદીના  ભાવો કિલોના  ૯૯૯ના રૃ.૩૪૫૬૫ વાળા આજે   રૃ.૩૪૨૧૦ ખુલી રૃ.૩૪૧૧૦ બંધ રહ્યા પછી  સાંજે ભાવો  રૃ.૩૪૨૫૦થી ૩૪૩૦૦ તથા કેશમાં ભાવો આ ભાવોથી રૃ.૧૫૦થી ૨૦૦ જેટલા નીચા બોલાઈ  રહ્યા હતા.  વિશ્વ બજારમાં આજે  સોનાના  ભાવો ઔંશદીઠ ૧૦૯૦.૮૦ ડોલરવાળા  નીચામાં ૧૦૮૦.૩૦ થઈ ગયા પછી ઝડપી ઉછલી ઉંચામાં ૧૦૯૪.૩૦ થઈ સાંજે ૧૦૯૩ ડોલર  રહ્યા હતા.  ચાંદીના ભાવો સોના પાછળ ઔંશદીઠ  ૧૪.૬૬ ડોલરવાળા  આજે  નીચામાં ૧૪.૩૭ થયા  પછી ઉછળી ૧૪.૬૫  થઈ સાંજે  ૧૪.૬૩  ડોલર હતા.
વિશ્વ બજારમાં ડોલર નીચો  આવતાં  સોનામાં   ઘટાડે  હેજફંડો  ફરી દાખલ  થયા હતા. મુંબઈ કરન્સી બજારમાં આજે ડોલરના ભાવો રૃ.૬૪.૦૪  વાળા ઉંચામાં રૃ.૬૪.૦૭  થયા પછી નીચામાં  રૃ.૬૩.૭૪  બંધ હતા.  વિશ્વ બજારમાં  ક્રૂડતેલના ભાવો ૫૦ ડોલરની અંદર ગયા પછી  ફરી ઉંચકાયાના નિર્દેશોએ પણ વૈશ્વિક સ્તરે સોનામાં ઘટાડે ટેકો મળ્યાની ચર્ચા હતી. બજારની નજર રહી છે. જોકે અમેરિકામાં  મેન્યુ. એકટીવીટીના આંકડા  અપેક્ષા નબળા અને ૫૩.૫૦ સામે ૫૨.૭૦ આવતાં વિશ્વ બજારમાં   ડોલર નબળો  પડયાની ચર્ચા હતી,   સોમવારે વિશ્વ બજારમાં  વિવિધ કોમોડિટીઝના ભાવો તૂટતાં વૈશ્વિક કોમોડિટીઝ  ઈન્ડેક્સ  ૧૨ વર્ષના તળિયે ઉતર્યા  પછી આજે  ઈન્ડેક્સ સાધારણ વધી આવ્યાના નિર્દેશો હતા.