Gayatri Business Solution
(Follow Us :- Face Book, Linked In, Twitter, Google +, Yahoo Group,Blog, Website, )
Good News Gayatri Business Solution
Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)
Gujarat Samachar News
એકસાઈઝ અને સર્વિસ ટેકસમાં દરોડાના બે વર્ષે શો કોઝ નોટિસ અપાય છેકરદાતાને પાછલાં વર્ષોમાં કરેલી કરચોરીમાં ફાયદો કરાવી આપવાઈન્સપેકશન ડિરેકટોરેટની ઓફિસે ગુજરાત ચીફ કમિશનર પાસેથી ખુલાસો પૂછયો
૨૦૧૦થી ૨૦૧૫ સુધીના આવા કેસો ટાંકીને ઈન્સપેકશન ડિરેકટોરેટની ઓફિસે ગુજરાત ચીફ કમિશનર પાસેથી ખુલાસો પૂછયો
અમદાવાદ, ગુરૃવાર એકસાઈઝ અને સર્વિસ ટેકસની ચોરીના મામલે દરોડા પાડી દેવાયા બાદ શો કોઝ નોટિસ આપવામાં બે-ત્રણ વર્ષનો સમય કાઢી નાખીને કરદાતાએ કરેલી કરચોરીમાં કરોડો રૃપિયાનો ફાયદો કરાવવાની પ્રવૃતિ ચાલી રહી હોવાનો પર્દાફાશ ઈન્સપેકશન ડિરેકટોરેટની મુંબઈ ઓફિસે કર્યો છે. આ ઓફિસથી ગુજરાતના વિવિધ ચીફ કમિશનર્સને આ ૨૦૧૦થી ૨૦૧૫ દરમ્યાન પડેલા દરોડાની વિગતો આપીને અધિકારીઓની લાપરવાહી અંગે ખુલાસો માંગ્યો છે. સામાન્ય રીતે કોઈ પણ કંપની પર દરોડા પડે ત્યારબાદ જયારે શો કોઝ નોટિસ ઈસ્યુ થાય ત્યારથી પાંચ વર્ષ જુના ચોપડા જોવાની સત્તા કાયદા હેઠલ એકસાઈઝ અને સર્વિસ ટેકસ વિભાગને મળે છે. ભાવનગર, સુરેન્દ્ર, જુનાગઢ, પોરબંદર અને અમદાવાદના કેટલાંક કિસ્સાઓ ટાંકીને ઈન્સપેકશન ઓફ ડિરેકટોરેટની ઓફિસે લખેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે જે કેસમાં ૨૦૦૯ કે ૨૦૧૦માં દરોડા પડયા છે તેમાં શો કોઝ નોટિસ ૨૦૧૨-૧૩માં ઈસ્યુ કરવામાં આવી છે. મતલબ કે બે વર્ષના હિસાબો છુપવવાનો જે તે કરદાતાને સમય આપવામાં આવ્યો છે. દરોડા પડયાના તુરંત નિશ્રિત કરેલા સમયમાં એટલે કે ૧૨૦ દિવસમાં જો શો કોઝ નોટિસ ઈસ્યુ થાય તો તમામ વર્ષોના ચોપડા તપાસવાની સત્તા કાયદા અનુસાર ડિપાર્ટમેન્ટને મળે છે. ૨૦૧૦માં દરોડા પડયા હોય તેની શો કોઝ નોટિસ સમયસર ઈસ્યુ થાય તો ૨૦૦૫થી ચોપડા તપાસવાની સત્તા અધિકારીઓને મળે છે જેના બદલે ૨૦૧૨માં નોટિસ ઈસ્યુ થાય એટલે ૨૦૦૭થી ચોપડા તપાસવાની સત્તા મળે છે તે પહેલાના ચોપડા તપાસવાની સત્તા મળતી નથી. ડિરેકટોરેટ ઓફ ઈન્સપેકશનના મુંબઈ ખાતેના એક અધિકારીના જણાવ્યાં અનુસાર 'જે તે સમયે પ્રીવેન્ટીવ સહિતની જગ્યાઓ પર એડિશનલ કમિશનર અને જોઈન્ટ કમિશનર સ્તરના અધિકારીઓની નિમણૂંક થઈ હતી તેમ છતાં પણ આ રીતની લાપરવાહી દાખવીને સરકારી તિજોરીને નુકસાન પહોંચાડયુ છે તે આશ્રર્યજનક વાત છે. જયારે કોઈ ટેકસ ચોરી કરે છે તેની માહિતી મળે ત્યારે જ દરોડા પાડવામાં આવે છે અને આ દરોડા બાદ શો કોઝ નોટિસ આપવામાં આટલું મોડું કરી દેવામાં આવ એટલે દરોડા પાડવાનો હેતુ જ માર્યો જાય છે.' ચીફ કમિશનર્સને ખુલાસો કરવા જણાવાયું છે કે શો કોઝ નોટિસ આપવામાં જે મોડું થયું તેનું કારણ કરદાતાના સહકારનો અભાવ છે કે ડિપાર્ટમેન્ટના અધિકારીઓની લાપરવાહી છે ? આ સાથે જ શો કોઝ નોટિસ આપ્યા બાદ કેસના એડજયુડિકેશનમાં પણ લાપરવાહી વર્તવામાં આવી હોવાનો ખુલાસો માંગવામાં આવ્યો છે. સામાન્ય રીતે શો કોઝ નોટિસ અપાયા બાદ કેસનું એડજયુડિકેશન થયા બાદ જ ટેકસ અને પેનલ્ટીની રકમ સરકારી તિજોરીમાં આવે છે. આ એડજયુડિકેશનની પ્રોસેસ પુરી ના થાય ત્યાં સુધી કરદાતાને શો કોઝ નોટિસ મુજબ નિકળતી ટેકસની રકમ ભરવાનું કહી શકાતું નથી. આથી સરકારી તિજોરીને નાણાં સમયસર મળતાં નથી. |
Source :-http://www.sandesh.com/article.aspx?newsid=3121482
Products :-CPU,
Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS,
Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet
Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone,
External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD -
DVD etc…
More Products List Click Here
More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
Email :- inquiry.gsg13@gmail.com
No comments:
Post a Comment