Gayatri Business Solution
(Follow Us :- Face Book, Linked In, Twitter, Google +, Yahoo Group,Blog, Website, )
Good News Gayatri Business Solution
Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)
Gujarat Samachar News
રેપો રેટમાં અડધા ટકાનો ઘટાડો ઃ લોનનું વ્યાજ ઘટશેચોથી દ્વિમાસિક નાણાંનીતિમાં RBIની જાહેરાતમુખ્ય વ્યાજદર ૬.૭૫ ટકા સાથે સાડાચાર વર્ષની નીચી સપાટીએ
CRRનો ચાર ટકા દર યથાવત્ ઃ ૨૦૧૫-૧૬ માટેના GDPનો અંદાજ ૭.૬૦ ટકાથી ઘટાડી ૭.૪૦ ટકા કરાયો
(વાણિજ્ય પ્રતિનિધિ દ્વારા) મુંબઈ, તા. ૨૯ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)એ મુખ્ય વ્યાજ દર (રેપો રેટ)માં અડધા ટકાનો ઘટાડો કરીને બજારને આશ્ચર્ય આપ્યું છે. મુખ્ય વ્યાજ દર જે હાલમાં ૭.૨૫ ટકા હતો તે હવે ૬.૭૫ ટકા સાથે માર્ચ ૨૦૧૧ની સપાટી પર આવી ગયો છે. વર્તમાન વર્ષમાં જાન્યુઆરીથી અત્યારસુધીમાં આ ચોથો ઘટાડો છે. આરબીઆઈના નિર્ણયને કારણે હાઉસિંગ લોન, કાર લોન, પરસનલ લોન સહિત અન્ય લોન્સના હપ્તા (ઈએમઆઈ)માં ઘટાડો જોવા મળશે. જો કે રિઝર્વ બેન્કે આજની નાણાં નીતિની સમીક્ષામાં સીઆરઆર તથા એસએલઆર અનુક્રમે ૪ ટકા તથા ૨૧.૫૦ ટકા યથાવત રાખ્યા છે. નાણાંકીય વર્ષ ૨૦૧૫-૧૬ માટેના આર્થિક વિકાસ દરનો ટાર્ગેટ જે અગાઉ ૭.૬૦ ટકા હતો તે ઘટાડીને ૭.૪૦ ટકા કરાયો છે. આ ઉપરાંત નાણાંકીય વર્ષ ૨૦૧૬-૧૭ના અંતનો ફુગાવાનો લક્ષ્યાંક ઘટાડીને પાંચ ટકા કરાયો છે. નાણાં નીતિનું ધ્યાન હવે વ્યાજ દરમાં કરાયેલા કપાતનો લાભ ઉપભોગતાઓ પર પસાર કરવામાં બેન્કોને નડતી મુશ્કેલીઓ દૂર કરવા તરફ લઈ જવાયું છે, એમ આરબીઆઈએ જણાવ્યું હતું. આ વર્ષના જાન્યુઆરીથી વ્યાજ દરમાં અત્યારસુધી કરાયેલા કુલ સવા ટકાના ઘટાડાનો લાભ બેન્કો ગ્રાહકોને પૂરો પાડી શકે તે માટે પોતે સરકાર સાથે મળીને કામ કરવા ઈરાદો ધરાવતી હોવાનું પણ આરબીઆઈએ જણાવ્યું હતું. ઓગસ્ટની સમીક્ષા બાદ વ્યાજ દરમાં ઘટાડો કરવાની સ્થિતિ ઊભી થતા આ ઘટાડો આવી પડયાનું રિઝર્વ બેન્કના ગવર્નર રઘુરામ રાજને પત્રકારો સમક્ષ બોલતા જણાવ્યું હતું. ફુગાવાજન્ય દબાણો હળવા કરીને, ચોમાસાની સંપૂર્ણ અસરનો અંદાજ મેળવીને, ફેડરલ રિઝર્વના શકય પગલાંઓ તથા આરબીઆઈએ અત્યારસુધી લીધેલા પગલાંઓની અસરનો અંદાજ કાઢીને નાણાં નીતિમાં વધુ હળવાશ અંગે વિચારી શકાશે, એમ પણ આરબીઆઈ દ્વારા જારી કરાયેલી યાદીમાં જણાવાયું હતું. વર્તમાન વર્ષના ઓકટોબરથી ડિસેમ્બર દરમિયાન ગ્રાહક ભાવ નિર્દેશાંક આધારિત ફુગાવો સરેરાશ ૫.૫૦ ટકા તથા જાન્યુઆરી-માર્ચ ૨૦૧૬માં આ દર ૫.૮૦ ટકા રહીને જાન્યુઆરી-માર્ચ ૨૦૧૭માં ફુગાવો ઘટીને ૪.૮૦ ટકા રહેવાની આરબીઆઈ અપેક્ષા રાખે છે. ઓગસ્ટની નાણાં નીતિની સમીક્ષા બાદ વૈશ્વિક વિકાસ ખાસ કરીને ઊભરતી બજારોનો વિકાસ દર મંદ પડયો છે, વૈશ્વિક વેપાર વધુ કથળ્યો છે અને વિકાસ દર ઘટવાનું જોખમ ઊભું થયું છે. ભારતને સંબંધ છે ત્યાંસુધી તેનો આર્થિક સુધારો શરૃ થયો છે પરંતુ તે હજુ ઝડપી બનવાથી ઘણો દૂર છે. નબળા ચોમાસાની ફુગાવા પર અસરને લઈને અનેક સવાલો થઈ રહ્યા છે. સાનુકૂળ પગલાંની અસરને કારણે સપ્ટેમ્બરથી ફુગાવો થોડાક સમય માટે વધી શકે છે. વાવેતર વિસ્તારમાં થયેલા વધારાને પરિણામે જો અનાજનું ઉત્પાદન વધશે તો ફુગાવાના મોરચે સ્થિતિમાં સુધારો થવાની પણ આરબીઆઈએ ધારણાં વ્યકત કરી છે. સરકાર દ્વારા પૂરવઠા તરફી પગલાંની રાજને અપેક્ષા વ્યકત કરી હતી. અન્નના ફુગાવા અંગે બોલતા તેમણે જણાવ્યું હતું કે જો આમાં કોઈ ફુગાવાજન્ય સ્થિતિ જોવા મળે ખાસ કરીને કાંદા તથા કઠોળમાં તો સરકારે તેના પૂરવઠા વધારવા માટે પગલાં લેવા રહ્યા. સરકારી બોન્ડસમાં વિદેશી રોકાણની મર્યાદા માર્ચ ૨૦૧૮ સુધીમાં તબક્કાવાર વધારીને પાંચ ટકા કરાશે. બોન્ડસમાં વિદેશી રોકાણની મર્યાદા દર વર્ષના માર્ચ તથા સપ્ટેમ્બરમાં જાહેર કરાશે. નાણાં નીતિની મુખ્ય બાબતો * ઋણ સાધનોમાં એફપીઆઈ ઈન્વેસ્ટમેન્ટની મર્યાદા રુપી સ્વરૃપમાં જાહેર કરાશે. * નાણાંકીય વર્ષ ૨૦૧૫-૧૬માં ફુગાવો ૬ ટકાના લક્ષ્યાંક કરતા નીચે રહેશે. ૨૦૧૬-૧૭માં સરેરાશ ફુગાવો ૫.૫૦ ટકા રહેવાનો અંદાજ. * એસએલઆરનો ૨૧.૫૦ ટકા દર યથાવત. * જાન્યુઆરી ૨૦૧૬માં ફુગાવો ઘટીને ૫.૮૦ ટકા રહેવા અપેક્ષા. સ્ટેટ બેંકે વ્યાજ દરમાં ૦.૪૦, આંધ્ર બેંકે ૦.૨૫ ટકાનો ઘટાડો કર્યો (વાણિજ્ય પ્રતિનિધિ) મુંબઈ,તા.૨૯ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ આજે રેપો રેટમાં સરપ્રાઈઝ ૫૦ બેઝિઝ પોઈન્ટ-અડધા ટકાનો ઘટાડો જાહેર કરીને આ સાથે બેંકોને આ ઘટાડાનો લાભ લોકોને આપવાની આરબીઆઈ અને કેન્દ્ર સરકારે કરેલી તાકીદને અનુસરીને આજે પીએસયુ અને ખાનગી બેંકોએ તેમના ધિરાણ વ્યાજ દરમાં ત્વરિત ૦.૨૫ થી ૦.૫૦ ટકા સુધીનો ઘટાડો જાહેર કર્યો છે. રેપો રેટમાં અડધા ટકાના ઘટાડાને ત્વરિત પ્રતિસાદ આપીને પીએસયુ બેંકોમાં આજે પ્રથમ આંધ્ર બેંક દ્વારા તેના બેન્ચમાર્ક ધિરાણ દરને ૨૫ બેઝિઝ પોઈન્ટ ૦.૨૫ ટકા ઘટાડીને ૯.૭૫ ટકા કરવાનું જાહેર કરાયું હતું. જ્યારે ત્યારબાદ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ તેના બેન્ચમાર્ક ધિરાણ દરને ૪૦ બેઝિઝ પોઈન્ટ ઘટાડીને ૯.૩ ટકા કરવાનું જાહેર કર્યું છે. ખાનગી ક્ષેત્રની બેંકોમાં આઈસીઆઈસીઆઈ બેંકના મેનેજીંગ ડિરેકટર ચંદા કોચરે જણાવ્યું હતું કે, રેપો રેટમાં ઘટાડાનો મોટો ભાગ ટૂંક સમયમાં જ ટ્રાન્સમિટ કરાશે. લોકોને વ્યાજ દરમાં ઘટાડાનો લાભ પસાર કરવામાં આવશે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ આજે રેપો રેટમાં સરપ્રાઈઝ અડધા ટકાનો ઘટાડો કર્યાને આવકારીને બેંકિંગ ઉદ્યોગે ત્વરિત પ્રતિસાદ આપીને ધિરાણને સસ્તું કરવાનું જાહેર કર્યું હતું. પીપીએફ, પોસ્ટ ઓફિસ ડિપોઝિટ્સ જેવી નાની બચતો પરના વ્યાજદરમાં પણ ઘટાડો થવાની શક્યતા જોકે, નાની બચતોમાં નાણા રોકનારાઓનું હિત ધ્યાનમાં રાખવાની સરકારની ખાતરી (પીટીઆઇ) નવી દિલ્હી, તા.૨૯ પીપીએફ અને પોસ્ટ ઓફિસ ડિપોઝીટ્સ જેવી નાની બચતો પરના વ્યાજદરની સમીક્ષા કરાશે, પરંતુ તેમ કરતી વખતે આવી નાની બચતોમાં નાણા રોકનારાઓનું હિત ધ્યાનમાં રખાશે, તેમ નાણા મંત્રાલયે આજે જણાવ્યું હતું. રિઝર્વ બેન્કે રેપો રેટમાં અડધા ટકાનો ઘટાડો કર્યા બાદ આર્થિક બાબતોના સચિવ શક્તિકાન્ત દાસે કહ્યું હતું કે સરકારે નાની બચતો કરનારાઓનું હિત ધ્યાનમાં રાખીને આવી બચતો પરના વ્યાજદરની પણ સમીક્ષા કરવાનું નક્કી કર્યું છે. નિષ્ણાતોનું માનવું છે કે બેન્કોની રજૂઆતોને ધ્યાનમાં રાખીને સરકાર નાની બચતો પરનો વ્યાજદર ઘટાડે તેવી શક્યતા નકારી શકાય તેમ નથી, કેમ કે નાની બચતની યોજનાઓ પરના ઊંચા (૮.૭ ટકાથી ૯.૩ ટકા) વ્યાજદરના કારણે બેન્કોની ફિક્સ્ડ ડિપોઝીટ્સ બિનસ્પર્ધાત્મક બની જતી હોવાનું બેન્કોનું માનવું છે. |
Source :-http://www.gujaratsamachar.com
Products :-CPU,
Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS,
Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet
Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone,
External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD -
DVD etc…
More Products List Click Here
More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
Email :- inquiry.gsg13@gmail.com
No comments:
Post a Comment