સુવિચાર

"Wel-Come to Information Technology & Business Development World" સુવિચાર :- "એક જ આવકના સ્ત્રોત પર નિર્ભર ના રહો, નવું રોકાણ કરો અને બીજી/ત્રીજી આવકનો સ્ત્રોત તૈયાર કરો.- વોરેન બફેટ" For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Friday, 6 January 2017

વાઇબ્રન્ટમાં ૭૬ લાખ કરોડના રોકાણના દાવા સામે 'મોદી મોડેલ' નિષ્ફળ ગયું - સાતમાં પગારપંચથી વંચિત રહેલાં કર્મચારીઓ વાઇબ્રન્ટનો વિરોધ કરશે

Gayatri Business Solution
(Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group,BlogWebsite, )

Good News Gayatri Business Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)

Gujarat Samachar News

વાઇબ્રન્ટમાં ૭૬ લાખ કરોડના રોકાણના દાવા સામે 'મોદી મોડેલ' નિષ્ફળ ગયું

-ભાજપ સરકારની દેશપ્રેમની વાત ખોટી ઃ કોંગ્રેસ

-છેલ્લા ચાર વાઇબ્રન્ટમાં ૨૧૦ કરોડનો ખર્ચ, બિન સત્તાવાર આંકડો ૭૦૦ કરોડને પાર થયો

અમદાવાદ,તા.6 જાન્યુઆરી 2017, શુ્ક્રવાર

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને આડે હવે માંડ ત્રણ દિવસ બાકી રહ્યા છે ત્યારે જ કોંગ્રેસે ધડાકો કર્યો છે કે અત્યાર સુધી યોજાયેલી વાઇબ્રન્ટમાં કુલ ૫૧૪૨૪ MOU થયા છે. જેમાં રૃ. ૭૬ લાખ કરોડનાં રોકાણની જાહેરાત થઇ હતી. ૨૦૦૩ થી ૨૦૧૧ વચ્ચે વાસ્તવિક રોકાણ સામે સફળતાનો ગુણોત્તર માત્ર ૭.૮૫ ટકાનો જ છે. ૨૦૧૩માં જાહેરાત થઈ હતી કે ૫૨ લાખ લોકોને રોજગારી અપાશે. જેમાં માંડ ૧૦ ટકાને જ મળી છે. ગુજરાતમાં બે લાખ બેરોજગારો હોવાની સરકારની વાત સાવ ખોટી અને બેબૂનીયાદ છે. ખરેખર તો ૩૫ લાખથી વધુ યુવાનો બેકાર છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ ભરતસિંહ સોલંકી અને વિધાનસભા વિરોધ પક્ષનાં નેતા શંકરસિંહ વાઘેલાએ મીડિયા સાથેની વાતચીતમાં વધુમાં જણાવ્યું હતું ક, ૭૬ લાખ કરોડના મૂડી રોકાણના દાવા, લાખો રોજગારીનાં સર્જનની જાહેરાતો ગુલબાંગ સાબિત થઈ છે. 'મોદી મોડેલ' સંપૂર્ણપણે નિષ્ફળ ગયું છે. ૮મી વાઇબ્રન્ટ પહેલા કરોડોનો ખર્ચ કરાયો તેમાં લોકોને કશો ફાયદો થયો નથી. આ બધુ સ્વપ્રસિધ્ધિ માટે જ છે.

તેઓએ વધુમાં જણાવ્યું કે, રોજગારી ઉત્પન કરતા ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાને બદલે પૂંજીપતિઓને જ ફાયદો કરાવાય છે. કરોડોના રોકાણના દાવાઓ પછી પણ ગુજરાતમાં ૮૯ ટકા મહિલા અને ૯૦ ટકા પુરુષો અસંગઠીત ક્ષેત્રમાં કામ કરે છે. જયારે ૪૨ ટકા ગરીબી-ભૂખમરોમાં વધારો થયો છે.

બીપીએલ ધારકોની સંખ્યા ૨૬.૧૯ લાખથી વધીને ૪૧ લાખ થઇ ગઈ છે. ૫૦ લાખ મકાનની જાહેરાત કરનારા મોદીના શાસનમાં માત્ર ૫૦૦૦ મકાનો જ બન્યા છે. કાપડ ઉદ્યોગનાં રોજગારમાં મોટો ઘટાડો નોંધાયો છે.

દર વર્ષે ૧ લાખ બેરોજગારીમાં વધારો થઇ રહ્યો છે. ૨૦૧૦ થી ૨૦૧૫માં રોકાણમાં ગુજરાત દેશમાં પાંચમાં નંબરે છે. રજિસ્ટર્ડ રોકાણમાં ત્રીજા નંબરે છે. ગૌચરની ૧.૧૬ લાખ ચોરસમીટર જમીન ઉદ્યોગપતિઓને મફતનાં ભાવે પધરાવી દેવામાં આવી છે. બે કેમિકલ્સ અને પેટ્રો કેમિકલ્સમાં ૪૨૬૫ પ્રોજેકટ આવશે એવું જાહેર કરાયું હતું પણ ૧૪૪૫ પ્રોજેક્ટને પડતા મુકાયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વ્યકિતગત ભ્રષ્ટાચાર ખુલ્લો પડયો હોય તેમણે પોતાનાં પદ પરથી રાજીનામું આપી દેવું જોઈએ.
 
 
Source:-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/ahmedabad/ahmedabad-vibrant-failed-modi-model-claims-against-an-investment-of-rs-76-lakh

સાતમાં પગારપંચથી વંચિત રહેલાં કર્મચારીઓ વાઇબ્રન્ટનો વિરોધ કરશે

- ૧૦મીએ સંકલન સમિતિના એક હજારથી વધુ હોદ્દેદારો કાળા કપડાં ધારણ કરશે અને જિલ્લાકક્ષાએ પણ રેલીઓ કઢાશે

ગાંધીનગર,શુક્રવાર તા. 6 જાન્યુઆરી 2017
રાજ્ય સરકારમાં ફરજ બજાવતાં ઘણા કર્મચારીઓને હજુ સુધી સાતમાં પગારપંચનો લાભ નહીં મળતાં રોષ પણ ઉભો થયો છે ત્યારે આગામી દિવસોમાં યોજાનાર વાઇબ્રન્ટ સમિટનો વિરોધ કરશે. ઉપરાંત ૧૦૦૦ હજાર જેટલાં કર્મચારીઓ કાળા કપડા પહેરીને વિરોધ નોંધાવશે. પગારપંચ સહિત અન્ય લાભો અંગે અવાર નવાર રજૂઆતો કરવા છતાં તેનો નિવેડો નહીં આવતાં ના છૂટકે કર્મચારીઓ ફરજ દરમિયાન વિરોધ પ્રગટ કરીને અડચણ પણ ઉભી કરશે.

રાજ્ય સરકાર દ્વારા કર્મચારીઓને આપવામાં આવતા લાભોમાં પણ ભેદભાવભરી નીતિ અપનાવતું હોય તેમ પગારપંચ સહિત અન્ય મળવાપાત્ર લાભોમાં પણ બેધારી નીતિ અપનાવીને કર્મચારીઓને અન્યાય કરી રહી છે ત્યારે આ નીતિનો રાજ્ય કર્મચારી સંકલન સમિતિ દ્વારા વિરોધ કરીને વાઇબ્રન્ટ સમિટમાં અડચણો ઉભા કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

જે અંતર્ગત તા.૧૦મી જાન્યુઆરીના રોજ ગાંધીનગર ખાતે સમગ્ર ગુજરાતમાંથી એક હજારથી વધુ કર્મચારી હોદ્દેદારો કાળા કપડા ધારણ કરીને સમિટનો વિરોધ કરશે તો બીજી તરફ બોર્ડ નિગમના કર્મચારીઓને પણ સાતમું પગારપંચ સહિત બે ટકા મોંઘવારી ભથ્થુ આપવામાં સરકાર અડોડાઇ કરી રહ્યું છે.

જ્યારે છઠ્ઠા પગારપંચના પડતર પ્રશ્નો અંગે પણ આજદિન સુધી નિકાલ લાવવામાં નહીં આવતાં સંકલન સમિતિ દ્વારા તા.૧૦મીએ વાઇબ્રન્ટનો વિરોધ કરવામાં આવશે ઉપરાંત સમિટમાં ફરજ બજાવતાં અધિકારીઓ અને કર્મચારીઓ પણ કોઇપણ સમયે વિરોધ પ્રદર્શિત કરશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે. જ્યારે આગામી દિવસોમાં રાજ્યના તમામ જિલ્લા મથકોએ પણ ધરણા યોજી સરકારની બેધારી નીતિનો વિરોધ કરવામાં આવશે તેવું સમિતીના અધ્યક્ષે જણાવ્યું છે.

Source:-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/gandhinagar/seventh-pay-commission-to-deprive-employees-who-will-oppose-vibrant
 
Source :-http://gujaratsamachar.com
Products :- Quick Heal Antivirous, Tally, GST, CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

1 comment:

  1. Get various Study material ,Test series,Competitive exams questions and skills improvement at http://www.kidsfront.com/
    I have also tried this site.

    ReplyDelete