સુવિચાર

"Wel-Come to Information Technology & Business Development World" સુવિચાર :- "એક જ આવકના સ્ત્રોત પર નિર્ભર ના રહો, નવું રોકાણ કરો અને બીજી/ત્રીજી આવકનો સ્ત્રોત તૈયાર કરો.- વોરેન બફેટ" For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Sunday, 8 February 2015

રેલવેએ ઇંધણ ખર્ચ ઘટાડવા ઇતિહાસમાં પહેલી વાર પાવર પરચેઝ કરાર કર્યા

Gayatri Business Solution
(Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group,BlogWebsite, )

Good News Gayatri Business Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)

Gujarat Samachar News

રેલવેએ ઇંધણ ખર્ચ ઘટાડવા ઇતિહાસમાં પહેલી વાર પાવર પરચેઝ કરાર કર્યા

મુંબઇ,શનિવાર
ભારતીય રેલ્વેએ પહેલી વાર જ દ્વિપક્ષી વિજળી ખરીદીના કરાર કર્યા છે.આ પાવર પરચેઝ એગ્રીમેન્ટના કારણે તેના ઇંધણ બીલમાં ઘટાડો થવાની વકી છે.આ કરાર મુજબ નોર્થ સેન્ટ્રલ રેલ્વે દામોદર વેલી કોર્પોરેશન પાસેથી ૫૦ મે.વો. વિજળી ખરીદશે.રેલ્વેનું કુલ નેટવર્ક ૬૫,૦૦૦ રુટ કિ.મી.નું છે અને ઇલેક્ટ્રીક ટ્રેકક્શન ૬૩ ટકા ફ્રેઇટ અને ૫૦ ટકા પેસેન્જર ટ્રાફીકને સપોર્ટ કરે છે.દર વર્ષે રેલ્વે ૧૮ અબજ યુનિટ વિજળીના વપરાશ સાથે આવા નપરાશમાં પ્રથમ ક્રમે રહે છે.દેશમાં થતા કુલ વિજ ઉત્પાદનમાં આમ તેનો વપરાશ ૨ ટકા જેટલો છે અને પીક સમયે ૪૦૦૦ મે.વો.ની રેલ્વેની જરૃરીયાત છે.હાલમાં રેલ્વે રાજ્ય વિજ વિતરણ કંપનીઓ કે ડિસકોમ્સ પાસેથી વિજળી ખરીદે છે જેનો ભાવ યુનિટે રૃ. ૪ થી ૯ રહે છે અને નાણાકીય વર્ષ માટેની સરેરાસ કોસ્ટ રૃ. ૬.૪૫ હતી.હવે પાવર પરચેઝ એગ્રીમેન્ટ સરપ્લસ પાવરવાળા સાથે કરાતાં રેલ્વેને વિજળી સસ્તી પડશે અને ખર્ચમાં પણ બચત થશે.ઊર્જા મંત્રાલયે રેલ્વે આવા કરારો કરી શકે તે માટે તેને ડીમ્ડ લાયસન્સી જાહેર કરેલ છે.રેલ્વે આવા કેટલાક વધુ કરારો કરી વીજ ખર્ચમાં ભારે બચત કરવાની યોજના ધરાવે છે.રેલ્વે ઘરગથ્થુ વપરાશકારો કરતાં થોડો વધુ દર આપવા તૈયાર હોવા ઉપરાંત એ રાતના સમયે પણ વિજળી વાપરનાર મોટો ગ્રાહક હોવાથી ઉત્પાદકો રેલ્વેને વિજળી વેચવા આસાનીથી તૈયાર થઇ જાય છે.૨૦૦૯-૧૦માં રેલ્વેનું સરેરાસ પાવર ખર્ચ યુનિટે ૪.૪ હતુ તે ૨૦૧૩-૧૪માં વધીને રૃ. ૬.૪૫ થઇ ગયું છે.રેલ્વેના અન્જીનોે વર્ષે ૨.૬ અબજ લીટર ડીઝલ વાપરે છે.વિજળી ખર્ચનો રેલ્વેના  કુલ કાર્યકારી ખર્ચમાં ૨૨ ટકાનો હિસ્સો છે અને એ ખર્ચ રૃ. ૨૮૫૯૨ કરોડ ૨૦૧૩-૧૪માં થયું હતુ.કુલ ઇંધણ ખર્ચમાં ડિઝલનો શેર ૭૦ ટકા જેટલો હતો. રેલ્વેનો કામકાજી ખર્ચ રૃ. ૨૦ હજાર કરોડ વધી આ વર્ષે રૃ. ૧,૪૩,૩૧૮ કરોડ થવાની ધારણા  છે.આમાંથી ઇંધણ ખર્ચ રૃ. ૬,૫૦૦ કરોડ વધી ૨૦૧૪-૧૫માં   રૃ.૩૫૧૮૧ કરોડ થવાની ગણત્રી છે. 
Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

Friday, 6 February 2015

ઊંચી એક્સાઇઝ ડ્યુટીના કારણે ફૂટવેર ઉદ્યોગને ભારે નુકસાન

Gayatri Business Solution
(Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group,BlogWebsite, )

Good News Gayatri Business Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)

Gujarat Samachar News

ઊંચી એક્સાઇઝ ડ્યુટીના કારણે ફૂટવેર ઉદ્યોગને ભારે નુકસાન

મુંબઇ, શુક્રવાર
પગરખાંનો ઉદ્યોગ સતત વધી રહયો છે ત્યારે ઊંચા વેરાના કારણે સ્થાનિક ઉદ્યોગને નુકસાન થઇ રહયું છે અને તે કારણે સસ્તી ચાઇનીઝ આયાતને બિનજરૃરી લાભ મળી રહયો હોવાની ફરિયાદ ઉત્પાદકો અને રિટેલરો કરી રહયા છે.  ફૂટવેર ઉદ્યોગ વિકાસની ઉજળી તકો ધરાવે છે અને વિૈશ્વક સ્તરે ટેક્સટાઇલ ઉદ્યોગ પછી ફૂટવેર ઉદ્યોગ ઝડપથી વિકાસ પામી રહયા છે.
આ ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓ અને ઉત્પાદકોની એવી માંગણી છે કે સરકારે ટેક્સટાઇલ પછી આ ઉદ્યોગ વિકાસ દર સાધી રહયો હોવાથી તેના જેટલી જ રાહતો આપવી જોઇએ.  સૂત્રોના જણાવ્યા અનુસાર ફૂટવેર ઉદ્યોગ ઉપર હાલ અન્ય કોઇપણ ઉદ્યોગ કરતાં સૌથી વધુ ૨૬થી ૨૮ ટકા એક્સ ફેક્ટરી એક્સાઇઝ  ડ્યુટી લાદવામાં આવે છે.  અન્ય એક રિટેલ ચેઇનના ટોચના અધિકારીના જણાવ્યા મુજબ ઊંચા વેરાના કારણે પછાત વિસ્તારોમાં આવેલો આ ઉદ્યોગ ધીમે ધીમે બંધ થઇ રહયો છે.  પાછલા બજેટમાં રૃ.૫૦૦થી ૧ હજારના મૂલ્ય વચ્ચેના ફૂટવેર ઉપર એક્સાઇઝ ડ્યુટી સરકારે ૧૨ ટકાથી ઘટાડીને ૬ ટકા કરી હતી પણ તમામ ઉત્પાદન ઉપર એકસાઇઝ ડ્યુટી ઘટાડવાની વાત ઉપર કોઇ ધ્યાન અપાયુ નહોતું, એમ ઓલ ઇન્ડિયા ફૂટવેર રિટેલર્સ એન્ડ મેન્યુફેક્ચરર્સ એસોસિએશને જણાવ્યું છે.
Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

Thursday, 5 February 2015

ગૂગલે 200 બકરીઓને નોકરી પર રાખી છે. . . !!

Gayatri Business Solution
(Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group,BlogWebsite, )

Good News Gayatri Business Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)

Gujarat Samachar News

ગૂગલે 200 બકરીઓને નોકરી પર રાખી છે. . . !!

- જાણો બકરીઓ શું કામ કરે છે...?

આઈટી જાયન્ટ ગૂગલમાં કામ કરવાનુ આઈટી ક્ષેત્રના માંધાતોનુ પણ સપનુ હોય છે પરંતુ ગૂગલે કોને નોકરી પર રાખ્યા છે તે તમે જાણશો તો હેરાન થઈ જશે.

સાચુ નહી લાગે પરંતુ હકીકત એછે કે માણસોની સાથે સાથે ગૂગલે 200 બકરીઓને નોકરી પર રાખી છે.આ 200 બકરીઓને સારી એવી સેલેરી પણ અપાશે.તેમના માટે ભોજન અને રહેવાની પણ વ્યવસ્થા કરવામાં આવશે.જોકે બકરીઓ સોફ્ટવેર માટે નહી પરંતુ ગૂગલ કંપનીના કેમ્પસમાં ઉગાડવામાં આવેલી લોન માટે કામ કરશે.

ગૂગલે ઘાસનુ ટ્રીમીંગ કરવા માટે મશીનની જગ્યાએ બકરીઓને કામે લગાડી છે.કારણકે મશીનના અવાજથી ગૂગલના કર્મચારીઓના કામમાં ખલેલ પડતી હોય છે.બકરીઓને નોકરીએ રાખવાથી આમ ઘાસ પણ કપાય છે અને બકરીઓનુ પેટ પણ ભરાય છે.ગૂગલે પોતાના બ્લોગમાં જાણકારી આપી છે.સપ્તાહમાં એક વખત બકરીઓને લોનમાં મોકલવામાં આવે છે.જોત જોતામાં બકરીઓ ઘાસ સફાચટ કરી નાંખે છે.
Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

Wednesday, 4 February 2015

વાટાઘાટો નિષ્ફળ: 25-28 ફેબ્રુઆરી સુધી સળંગ ચાર દિવસની બેન્ક હડતાળનું એલાન

Gayatri Business Solution
(Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group,BlogWebsite, )

Good News Gayatri Business Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)

Gujarat Samachar News

વાટાઘાટો નિષ્ફળ: 25-28 ફેબ્રુઆરી સુધી સળંગ ચાર દિવસની બેન્ક હડતાળનું એલાન

- IBM દ્વારા માત્ર 0.5 ટકાની ઢીલ મૂકાઇ

- વેતનવધારાનો પ્રશ્ન ના ઉકલે તો ૧૬ માર્ચથી અનિશ્ચિત મુદતની હડતાળ

(પ્રતિનિધિદ્વારા) વડોદરા,મંગળવાર
અપેક્ષાકૃતપણે જ, દેશના માથે બેન્ક હડતાળનું સંકટ તોળાવાની શક્યતા પુનર્જિવિત થઇ છે. આઇબીએ અને બેન્કકર્મીઓના સંગઠનો વચ્ચેની વેતનવધારાના મુદ્દે આજે મુંબઇમાં યોજાયેલી વાટાઘાટો પડી ભાંગી છે. બેઠક છોડી ગયેલા કર્મચારી સંગઠનોના નેતાઓએ આગામી તા.૨૫-૨૮ ફેબુ્રઆરી, દરમિયાન સળંગ ચાર દિવસની જ્યારે એ પછી તા.૧૬ માર્ચથી અનિશ્ચિત મુદતની બેન્ક હડતાળનું એલાન આપ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, દેશના લાખો બેન્કકર્મીઓની વેતન સુધારણા કરારની મુદત સવા બે વર્ષ અગાઉ એટલે કે તા.૩૧ ઓક્ટોબર, ૨૦૧૨ ના રોજ પુરી થઇ છે, પરંતુ તત્કાલીન યુપીએ સરકારે બેન્કરોના વેતન સુધારણાની નિયત કામગીરી નિયત સમયે કરી નહિ, પરિણામે ગત મે માસમાં કેન્દ્રમાં નવી આવેલી યુપીએ સરકારને એક વધુ જવાબદારી વારસામાં ઉઠાવવી પડી.
જો કે નવી સરકારે પણ પુરોગામી શાસક જેવો જ અભિગમ જાળવી રાખ્યો, પરિણામે મુદ્તવીતી વ્યાજબી માગણી સંતોષાય એ માટે બેન્કકર્મીઓએ હડતાળનું શસ્ત્ર ઉગામ્યું અલબત્ત, આઇબીએ તરફથી છેલ્લે ૧૨.૫ ટકાનો પે-સ્લીપ કોમ્પોનન્ટ સૂચવાશે, જેને આવકારી જાન્યુઆરી માસની એક દિવસની અને ચાર દિવસની એમ બબ્બે હડતાળના એલાન પાછા ખેંચી લેવાયા હતા.
એ સંદર્ભમાં મુંબઇના કફ પરેડ વિસ્તારમાં આવેલી આઇબીએ કચેરીમાં આઇબીએની ફુલ કમિટી અને યુનાઇટેડ ફોરમ ઓફ બેન્ક યુનિયન્સના પ્રતિનિધિઓ વચ્ચે યોજાયેલી બેઠક અતિ મહત્વપૂર્ણ હતી. જો કે વાટાઘાટો દરમિયાન આઇબીએએ અગાઉના ૧૨.૫ ટકાના વેતનવધારામાં માત્ર અડધા ટકાના વધારા સાથે એકંદરે ૧૩ ટકા જેટલી વેતનવૃધ્ધિ સૂચવાઇ હતી.
બેંક કર્મચારીઓએ રાખેલા વેતનવધારાની અપેક્ષાએ ૧૩ ટકાનો આ સૂચિત વધારો અત્યંત ઓછો જણાયો હતો. આથી નિષ્ફળ નિવડેલી વાટાઘાટોની બેઠક છોડી ગયેલા બેંક કર્મીઓએ આગામી તા.૨૫- ૨૬-૨૭-૨૮ ફેબુ્રઆરી દરમિયાન સળંગ ચાર દિવસની હડતાળ જ્યારે એ પછી જરૃર પડયે તા.૧૬ માર્ચથી અનિશ્ચિત મુદતની હડતાળનું એલાન આપ્યું છે. જો કે આઇબીએએ હજી વાટાઘાટોના બે- ત્રણ રાઉન્ડ યોજવાનો આશાવાદ  વ્યકત કર્યો છે.
સ્પષ્ટ છે દિવસો સુધીની બેંક હડતાળથી દેશનું અર્થતંત્ર ખુબ ખોરવાઇ જશે અને કરોડો ગ્રાહકોએ અત્યંત મુશ્કેલીના દોરમાં રહેવું પડશે.
Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

Monday, 2 February 2015

અમેરિકાની રિફાઈનરીઓમાં હડતાળના પગલે વિશ્વ બજારમાં ક્રૂડતેલમાં ઉછાળો

Gayatri Business Solution
(Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group,BlogWebsite, )

Good News Gayatri Business Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)

Gujarat Samachar News

અમેરિકાની રિફાઈનરીઓમાં હડતાળના પગલે વિશ્વ બજારમાં ક્રૂડતેલમાં ઉછાળો

ઝવેરી બજારમાં સોનામાં વધ્યા ભાવથી ઘટાડો

રિઝર્વ બેંકની રજૂ થનારી ધિરાણ નીતિ  પૂર્વે  કરન્સી બજારમાં  રૃપિયામાં  વ્યાપક અફડાતફડી

મુંબઈ સોના-ચાંદી બજારમાં આજે  સોનાના ભાવો  વધતા અટકી પ્રત્યાઘાતી  ઘટાડા પર રહ્યા  હતા જ્યારે   ચાંદીના ભાવોમાં તેજી  આગળ વધી હતી.  વિશ્વ બજારમાં  બંને કિંમતી ધાતુઓના ભાવો  વધ્યા મથાળેથી  ઝડપી ઘટયાના સમાચારો  હતા. મુંબઈમાં  આજે સોનાના ભાવો ૧૦ ગ્રામના   રૃ.૧૦૫  ઘટયા હતા. વિશ્વ બજારમાં  આજે  સોનાના ભાવો ઔંશના ૧૨૮૩.૫૦  થી ૧૨૮૪   ડોલરવાળા  નીચામાં ૧૨૭૦.૮૦ થઈ સાંજે ૧૨૭૨.૮૦  ડોલર રહ્યાના સમાચારો હતા. મુંબઈમાં આજે સોનાના ભાવો ૧૦ ગ્રામના ૯૯.૫૦ના રૃ.૨૮૦૨૫ વાળા  રૃ.૨૭૯૯૫ ખુલી  રૃ.૨૭૯૨૦ બંધ રહ્યા હતા  જ્યારે  ૯૯.૯૦ના  ભાવો  રૃ.૨૮૧૭૫ વાળા  રૃ.૨૮૧૪૫ ખુલી  રૃ.૨૮૦૭૦  બંધ રહ્યા હતા. ચાંદીના ભાવો કિલોના  ૯૯૯ના રૃ.૩૮૭૬૦ વાળા આજે  રૃ.૩૮૭૨૦ ખુલી રૃ.૩૮૮૭૫ બંધ રહ્યા  હતા.   પછી સાંજે  ભાવો  રૃ.૩૮૭૦૦થી ૩૮૭૫૦ તથા કેશમાં  ભાવો આ ભાવોથી  રૃ.૨૦૦થી ૨૫૦ નીચા  બોલાઈ રહ્યા હતા. વિશ્વ બજારમાં  આજે સોના પાછળ ચાંદીના  ભાવો ઔંશના ૧૭.૨૮ ડોલરવાળા નીચામાં  ૧૬.૯૫  થઇ સાંજે ૧૭.૧૩   ડોલર રહ્યા હતા,  વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે   પણ આજે   સોના-ચાંદીમાં   ઉછાળે  નવી માગના  અભાવે માનસ વેંચવાનું   રહ્યું હતું.  મુંબઈ કરન્સી  બજારમાં આજે  રૃપિયા સામે  ડોલરના  ભાવો રૃ.૬૧.૮૬ વાળા ઉંચામાં  રૃ.૬૧.૯૯ તથા નીચામાં  રૃ.૬૧.૭૬  રહી છેલ્લે  રૃ.૬૧.૮૦  બોલાઈ  રહ્યા હતા.  ભારતમાં  ઔદ્યોગિક  ક્ષેત્રના  વૃદ્ધી દરના આંકડા નબળા આવતાં  એક તબક્કે  ડોલર સામે  રૃપિયો  તૂટયો હતો. પરંતુ શેર બજાર ઘટતાં  ડોલર ફરી  ઘટયો હતો. રિઝર્વ બેંક દ્વારા મંગળવારે (આજે) રજૂ થનારા ધિરાણ નીતિ પૂર્વે  કરન્સી બજારમાં  ડોલર તથા રૃપિયામાં  બેતરફી  મોટી વધઘટ દેખાય હતી.  ભારતમાં  મેન્યુ.ના આંકડા  નબળા આવવા ઉપરાંત  ચીનના આવા  આંકડાઓ  પણ નબળા આવ્યાના  સમાચારો  હતા. આના  પગલે  ચીનમાં  સરકાર અર્થતંત્રને  ઉગારવા  મોટું  સ્ટીમ્યુલ્સ પેકેજ  આપશે એવી આશા આજે  વિશ્વ બજારના જાણકારો બતાવી રહ્યા હતા. ભારતમાં મેન્યુ.ના  આંકડાઓ ડિસેમ્બરમાં  વધીબે વર્ષની ટોચે  પહોંચ્યા  પછી  જાન્યુ.માં  ઘટયા છે.   ગ્રીસમાં   નવી સરકારે  અર્થતંત્રના સંદર્ભમાં  યુરોપિયન યુનિયન સાથે  ચર્ચા શરૃ  કરી છે અને  પોઝીટીવ સંકેતો મળી  રહ્યા છે.
ગ્રીસના  શેરબજારો  આજે પાંચ  ટકા વધી ગયા હતા.  યુક્રેનમાં  ફરી તંગદીલી  વધી છે.  દરમિાન,  અમેરિકામાં  સૌથી મોટા મનાતા   ગોલ્ડ એક્લચેન્જ ટ્રેડેડ ફંડ એસીપીડીઆરમાં સોનાનું  હોલ્ડિંગ વધી  ૨૪.૪૦  મિલીયન ઔંશ  થતાં ૪ મહિનાની ટોચ દેખાઈ છે. દરમિયાન, વિશ્વના ડાયમંડ બજારમાંથી  મળેલા સમાચારો  મુજબ   એન્ટવર્પમાં  રવિવારથી  ડાયમંડ  ટ્રેડ ફેર શરૃ થયું છે જેમાં   વિશ્વભરના  ડાયમંડ વેપાર  અને ઉદ્યોગ  સાથે સંકળાયેલા વિવિધ આગેવાનો એકઠા થયાના સમાચારો હતા.
વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવો ૬ વર્ષના તળિયેથી  આજે ઝડપી વધી ગયા હતા.  અમેરિકાની   રિફાઈનરીઓમાં હડતાળ પડતાં વિશ્વ બજારમાં  ક્રૂડતેલ વધી ગયું છે.  ભાવો ૪.૮૦ થી ૫.૦૦ ટકા વધ્યા છે.  ક્રૂડ વાયદામાં મંદીવાળાના વેંચાણો પણ કપાયા હતા.   ભારતમાં   ક્રૂડતેલના  વાયદાના  બાવોમાં આજે ૬ ટકાની   તેજીની સર્કિટ  લાગી હતી.   વિશ્વ ેબજારમાં   બ્રેન્ટ ક્રૂડના ભાવો  વધી બેરલના ૫૫ ડોલરને આંબી ગયા હતા.
Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

Sunday, 1 February 2015

ક્રુડ ૨૦૦૯ પછીની નીચી સપાટીએ

Gayatri Business Solution
(Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group,BlogWebsite, )

Good News Gayatri Business Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)

Gujarat Samachar News

ક્રુડ ૨૦૦૯ પછીની નીચી સપાટીએ

અમેરિકન ઇન્વેન્ટરી ૧૯૮૨ પછીના રેકોર્ડ સ્તરે

લંડન ,શનિવાર
આ સપ્તાહે  ક્રુડતેલના ભાવો ઘટીને છમાસના તળિયે પહોંચી ગયા હતા.અમેરિકા ખાતે રેકોર્ડ ઊંચી ક્રુડ ઇન્વેન્ટરીના કારણે વિશ્વમાં માલ ભરાવાની ચિંતાવધુ ઘેરી બની હતી.એક અન્ય આઘાતજનક સમાચારે પણ આ સેન્ટીમેન્ટ વધુ બગાડયું હતુ.એ સમાચાર હતા-૨૦૧૪ના છેલ્લા ત્રિમાસિકમાં યુએસ અર્થતંત્રના વૃદ્ધિદરમાં તીવ્ર પીછેહઠ જોવાઇ હતી અને તેના કારણે આ વિશ્વના સૌથી મોટા વપરાશકાર દેશમાં માગ અંગેનું બિહામણું ચિત્ર ઉપસતું હતુ.
નબળા યુએસ જીડીપી અને ઊંચી ઇન્વેન્ટરીએક્રુડનું ભાવિ ધૂંધળુ,૪૦ ડોલરે પહોંચવાની એનાલિસ્ટોની ધારણા
ન્યુયોર્ક ક્રુડનો ભાવ શુક્રવારે ઘટીને બેરલ દીઠ ૪૩.૫૮ ડોલર થઇ ગયો હતો જે ૧૨મી માર્ચ ૨૦૦૯ના રોજ જોવાયેલ સપાટીએ પહોંચ્યાનો નિર્દેશ આપતો હતો.બુધવારે સત્તાવાર ડેટા જાહેર થયા તેમાં યુએસ સ્ટોક ૮૯ લાખ બેરલ વધી ૨૩ જાન્યુઆરી ૨૦૧૫ના રોજ પૂરા થયેલા સપ્તાહના અંતે ૪૦૬૭ લાખ બેરલ થઇ ગયો હતો.૧૯૮૨થી અમેરિકન સરકારે સ્ટોકની વિગતો રાખવાની શરૃઆત કરી હતી તે પછી જોવાયેલું આ સ્ટોકનું ઐતિહાસિક વિક્રમી લેવલ હતું. દરમિયાન યુએસના જીડીપીના આંકડામાં ૪થા ક્વાર્ટરમાં માત્ર ૨.૬ ટકાના દરે વૃદ્ધિ જોવાઇ જે પુરોગામી ક્વાર્ટરમાં પાંચ ટકાના સ્તરે હતી.આ બાબતનો વસવસો પણ જોવાતો હતો.
એનાલિસ્ટોનું માનવું હતુ કે યુએસ રિકવરીની ઝડપ મંદ પડવા લાગી છે અને ઓઇલ સ્ટોક રેકોર્ડ સપાટીએ હોઇ માગ નબળી રહેવાની સંભાવનાએ ક્રુડતેલ કૂટાઇ રહ્યું છે અને તેમાં સુધારાને બહુ અવકાશ નથી.તેમણે ચેતવણી પણ આપી હતી કે ભાવો બેરલે ૪૦ ડોલર તરફ ધસી રહ્યા છે.યુએસ ઇન્વેન્ટરી ડેટાના પ્રત્યાઘાતમાં ડબલ્યુટીઆઇ પણ ૧.૭૮ ડોલર અને બ્રેન્ટ ૧.૧૩ ડોલર ઘટી ગયું હતુ.
ગયા વર્ષના જૂનથી હમણા સુધીમાં ઓઇલ માર્કેટે માલભરાવાના કારણે અને ખાસ તો યુએસના શેલ ઓઇલ પ્રોડક્શનના કારણે અડધાથી પણ વધુ વેલ્યુ ગુમાવી છે અને ૧૦૦ ડોલર ઉપરાંતનો ભાવ ૪૦ પર પહોંચવાની તૈયારીમાં છે એમ  પણ આ વર્ગે વધુમાં જણાવ્યું હતુ.નવેમ્બરમાં અવિરત ભાવ ઘટાડાની વચ્ચે પણ ઉત્પાદન જાળવી રાખવાના ઓપેકના નિર્ણયની પણ વિપરિત અસર થઇ હતી.કુલ વૈશ્વિક પુરવઠામાં ૩૦ ટકા ઓપેકના ૧૨ દેશોનું યોગદાન છે.
શુક્રવારે લંડન ઇન્ટરકોન્ટીનેન્ટલ એક્ષચેન્જ ખાતે બ્રેન્ટ નોર્થ સી ક્રુડ માાર્ચ વાયદો ૪૯.૬૫ ડોલર રહ્યો હતો તો ન્યુયોર્ક મર્કન્ટાઇલ એક્ષચેન્જ ખાતે વેસ્ટ ટેક્ષાસ ઇન્ટરમિડીએટ (લાઇટ સ્વીટ ક્રુડ) માર્ચ વાયદે ૪૫.૩૫ ડોલર બોલાયું હતું જે  આગલા સપ્તાહે ૪૬.૯૧ ડોલર હતું.
Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

Friday, 30 January 2015

આગેવાન બેંકોના નબળા પરિણામો પાછળ શેરબજારમાં બોલેલો કડાકો

Gayatri Business Solution
(Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group,BlogWebsite, )

Good News Gayatri Business Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)

Gujarat Samachar News

આગેવાન બેંકોના નબળા પરિણામો પાછળ શેરબજારમાં બોલેલો કડાકો

સેન્સેક્સમાં ૪૯૯ પોઈન્ટ અને નિફ્ટીમાં ૧૪૩ પોઈન્ટનું ગાબડું નોંધાયું

અમદાવાદ, શુક્રવાર
ખાનગી ક્ષેત્ર તેમજ જાહેર ક્ષેત્રની આગેવાન બેંકોના નબળા પરિણામો પાછળ શેરબજારમાં આજે ધબડકો બોલાઈ જવા પામ્યો હતો. બેંક શેરોની સાથોસાથ અન્ય શેરોમાં ચોમેરથી આવેલ નફારૃપી વેચવાલીના દબાણે સેન્સેક્સમાં ૪૯૯ અને નિફ્ટીમાં ૧૪૩ પોઈન્ટનો કડાકો બોલી ગયો હતો.
મુંબઈ શેરબજાર ખાતે આજે કામકાજનો પ્રારંભ મક્કમ ટોને થયા બાદ નવી લેવાલી પાછળ સેન્સેક્સ ઈન્ટ્રાડે ૧૬૨ પોઈન્ટ વધીને ૨૯૮૪૪નો નવો વિક્રમ રચ્યો હતો.
દરમિયાન આજે જાહેર ક્ષેત્રની બેંક ઓફ બરોડાના જાહેર થયેલા પરિણામોમાં નફામાં ૬૮ ટકાનું ગાબડું નોંધાયું હતું. બીજી તરફ ખાનગી ક્ષેત્રની આઈસીઆઈસીઆઈ બેંકની એનપીએમાં ૧.૧૨ ટકાનો વધારો થતા બજારનું મોરલ ખરડાયું હતું.
આ અહેવાલો પાછળ બેંકીંગ શેરો તેમજ ઓટોમોબાઈલ, પાવર, કેપીટલ ગુડઝ ફાર્મા અને કન્ઝ્યુમર ડયુરેબલ શેરોમાં જોરદાર નફારૃપી વેચવાલી નીકળતાં બજાર ઝડપથી પાછું ફર્યું હતું અને કામકાજના અંતે કડાકા સાથે બંધ રહ્યું હતું.
કામકાજના અંતે સેન્સેક્સ ૪૯૮.૮૨ પોઈન્ટ તુટીને ૨૯૧૮૨.૯૫ની સપાટીએ બંધ રહ્યો હતો. જે વધ્યા મથાળેથી ૭૭૪ પોઈન્ટ તુટયો હતો. જ્યારે એનએસઈનો નિફ્ટી આંક કામકાજના અંતે ૧૪૩.૪૫ પોઈન્ટ તુટીને ૮૮૦૮.૯૦ની સપાટીએ નરમ રહ્યો હતો. જે વધ્યા મથાળેથી એક તબક્કે ૨૨૧ પોઈન્ટ ગબડયો હતો.