સુવિચાર

"Wel-Come to Information Technology & Business Development World" સુવિચાર :- "એક જ આવકના સ્ત્રોત પર નિર્ભર ના રહો, નવું રોકાણ કરો અને બીજી/ત્રીજી આવકનો સ્ત્રોત તૈયાર કરો.- વોરેન બફેટ" For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Friday, 10 April 2015

હવે ગિફ્ટસિટી નાણાકીય સેવાઓનું મોટું હબ બનશે ઃ અરૃણ જેટલી

Gayatri Business Solution
(Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group,BlogWebsite, )

Good News Gayatri Business Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)

Gujarat Samachar News

હવે ગિફ્ટસિટી નાણાકીય સેવાઓનું મોટું હબ બનશે ઃ અરૃણ જેટલી

UPA સરકારે દબાવી રાખેલો મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ

સેબીના ચેરમેન, ઈરડાના ચેરમેન, આરબીઆઈના ડે. ગવર્નરની હાજરીમાં ઈન્ટરનેશનલ ફાઇનાન્સ

(પ્રતિનિધિ દ્વારા)    ગાંધીનગર, શુક્રવાર
કેન્દ્રીય નાણાપ્રધાન અરૃણ જેટલીએ યુપીએ શાસનને વખોડતા જણાવ્યું હતું કે, ગાંધીનગરના ગિફ્ટસિટી પ્રોજેક્ટમાં ઈન્ટરનેશનલ ફઇનાન્સિયલ સર્વિસીસ સેન્ટર (આઈએફએસસી) ઉભું કરવાની યોજનાને અગાઉની ઉદાસીન અને નિષ્ક્રિય કેન્દ્ર સરકારે ૨૦૧૧થી દબાવી રાખી હતી, જે હવે સાકાર થતાં, ભારતનું આ પહેલું ઈન્ટરનેશનલ ફાયનાન્સિયલ સર્વિસીસ સેન્ટર નાણાકીય સેવાઓના હબ તરીકે ઉપસશે. નાણાપ્રધાને શુક્રવારે અહીં ગિફ્ટસિટીની મુલાકાત લીધા બાદ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન- એસઈઝેડ તરીકે ઘોષિત થયેલા આઈએફએસસીમાં મૂડીરોકાણ  માટેના નીતિ-નિયમોન પુસ્તિકાનું વિમોચન કર્યું હતું.
મહાત્મા મંદિર ખાતે યોજાયેલા સમારોહમાં બોલતા જેટલીએ જણાવ્યું હતું કે, ગિફ્ટસિટીને એસઈઝેડનો દરજ્જો તો ૨૦૧૧માં મળ્યો હતો, પણ આઈએફએસસીમાં સ્થપાનારા એકમોનેય એસઈઝેડનો લાભ મળે એ માટે ત્રણ વર્ષ રાહ જોવી પડી અને હવે એ યોજનામાં સીમાસ્તંભરૃપ પગલું કેન્દ્રની અને ગુજરાતની સરકારો દ્વારા સાથે મળીને ભરવામાં આવ્યું છે. ગુજરાત મેન્યુફેકચરિંગ ક્ષેત્રનું અગ્રગણ્ય રાજ્ય છે, તેના લોકો પાસે વ્યાપાર-ધંધા માટે વિશિષ્ટ આવડત છે, તેની પાસે દરિયાઈ વ્યાપારની અનુકૂળતા માટે વિશાળ દરિયાકાંઠો છે, ગુજરાતમાં મોટાપાયે શહેરીકરણ થયેલું છે, રિટેલ ધંધા ફુલ્યાફાલ્યા છે, આરોગ્ય સુવિધાઓ વિકસી છે. આમ આ બધા પરિબળો આઈએફએસસીના વિકાસમાં ઉપયોગી બની રહેશે, હવે આવતા સમયમાં ગુજરાતે ગુણવત્તાભર્યા શિક્ષણમાં ધ્યાન આપવાની જરૃર છે, એમ ઉલ્લેખી જેટલીએ ગિફ્ટસિટીમાં ઉપલબ્ધ છે અને જે દીર્ઘદ્રષ્ટિથી તેનું આયોજન થયું છે તે અન્ય રાજ્યોના સ્માર્ટસિટી પ્રોજેક્ટો માટે રોલમોડેલ બની રહેશે.
નાણાપ્રધાને એમ પણ ઉમેર્યું હતું કે, અહીં આઈએફએસસી ખાતે અને દેશાં દેશી-વિદેશી રોકાણને ઉત્તેજન આપવાના ભાગરૃપે કેન્દ્રની સરકાર સ્પર્ધાત્મક કરમાળખુ લાગુ કરી રહી છે. જે અંતર્ગત કોર્પોરેટ ટેક્સ આ વર્ષે ઘટાડયો છે અને આવતા ૪ વર્ષમાં પણ ક્રમશઃ ઘટાડીને ૨૫ ટકા સુધી લાવવામાં આવશે.
કેન્દ્ર સરકારના વાણિજ્ય મંત્રાલયના અધિક સચિવ આર. આર. રશ્મીએ જણાવ્યું હુતં કે, ભારતમાં અત્યાર સુધી ૩૪૭ એસઈઝેડ નોટિફાય થયા છે અને એમાં  અડદા ઉપરાંતના એસઈઝેડ સર્વિસ ક્ષેત્રમાં છે અને આંતરરાષ્ટ્રીય નાણાંકીય સેવામાં આપહેલું એસઈઝેડ  કાર્યરત થશે.આરબીઆઈના ડેપ્યુટી ગવર્નર આર. ગાંધીએ સ્પષ્ટક્ર્યું હતું કે, ભારતમાં અત્યારે કાર્યરત તમામ બેન્કો આ આઈએફએસસી ખાતે તેમના લઘુત્તમ ૨૦૦ લાખ ડોલરના રોકાણથી બેન્કિંગ યુનિટ ખોલી શકસે અને કેશમાં કોઈ વ્યવહારો અહીં નહીં થઈ શકે.
સેબીના ચેરમેન  યુ. કે. સિન્હાએ દેશમાં ૮ ટકાના દરે વિકાસ સાધવો હોય તો રોકાણ માટે અનુકૂળ વાતાવરણ જોઈએ, જે અહીં આઈએફએસીસી ખાતે ઉપલબ્ધ કરાયું છે.  અત્યાર સુધી કોઈ સ્થાનિક કંપનીને વિદેશમાં ભંડોળ એકત્ર કરવા માટે વિદેશોના શેરબજારમાં લિસ્ટિંગના પ્રશ્નો નડતા હતા, રોકાણ મેળવવા સિંગાપોર કે નાસ્ડેક સુધી લાંબા થવું પડતું હતું, હવે એવા ઈન્વેસ્ટર્સ માટે અહીં આઈએફએસસી ખાતે સવલતો ઊભી થશે, એવી જ રીતે વિદેશી મોટી કંપનીઓને મૂડીરોકાણ ઊભું કરવા માટે અહીં પ્લેટફોર્મ મળી રહેશે.રાજ્યના નાણાપ્રધાન સૌરભ પટેલે ગિફ્ટસિટી પ્રોજેકટને વડાપ્રદાન મોદીના સવ્પ્નસમા પ્રેજ્ક્ટ તરીકે ગણાવતા જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે ૨૦૧૧માં ગિફ્ટસિટીને એસઈઝેડની મંજૂરી તો આપી હતી પણ તેના નીતિ-નિયમો ૩ વર્ષની રાહ જોયા બાદ બહાર પડાયા છે, મોદી સરકારની રાજકીય ઈચ્છાશક્તિને કારણે  આ શક્ય બન્યું છે. આ તબક્કે ભારત સરકારના નાણાકીય સેવાઓ બાબતના સચિવ ડૉ. હસમુખ અઢિયા, રાજ્યના નાણાવિભાગના  અધિક મુખ્ય સચિવ ડૉ. જે. એન. સિંઘ તથા 'ઇરડા'ના ચેરમેનના ટી.એસ. વિજયને પણ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા.

મોટા વિકાસ પ્રોજેક્ટો અટકાવવા થતી PIL સામે જેટલીને ચીડ
શું પીઆઇએલ માટેના નાણાં વિદેશમાંથી ઠલવાય છે ? નાણાંપ્રધાને પ્રશ્ન કર્યો

(પ્રતિનિધિ દ્વારા)        ગાંધીનગર, શુક્રવાર
ગિફ્ટસિટી પ્રોજેક્ટ જાહેર હિતની અરજી (પીઆઇએલ)ના અગ્નિ પરિક્ષણમાંથી પણ પાર ઉતર્યો છે, એમ ઉલ્લેખી કેન્દ્રીય નાણાંપ્રધાન અરૃણ જેટલીએ મોટા વિકાસ પ્રોજેક્ટ સામે પીઆઇએલ કરનારાઓની ઝાટકણી કાઢતા જણાવ્યું હતું કે, આવી પીઆઇએલ- કાનૂની લડત માટે નાણાં કોણ આપે છે, નાણા ક્યાંથી આવે છે, શું વિદેશમાંથી નાણાં આવે છે- આ બધી બાબતો શોધનો વિષય છે, ખરેખર તો મોટા વિકાસ પ્રોજેક્ટો સામે પીઆઇએલ થાય ત્યારે આવી કાનૂની લડત માટે નાણાં કોણ આપી રહ્યું છે, તે બાબત પીઆઇએલ સાથે જ સ્પષ્ટ થવી જોઇએ, કેમ કે વિકાસ પ્રોજેક્ટોમાં પીઆઇએલ કરવાનું વલણ આડખીલીરૃપ બની રહ્યું છે, તેમ જેટલીએ શુક્રવારે આઇએફ-એસસીના સમારોહમાં જણાવ્યું હતું.

નાણાંકીય સેવાના ક્ષેત્રે IFSC ગેમ ચેઇન્જર બનશે ઃ આનંદીબેન
IFSC દ્વારા નાણાંકીય સંસ્થાઓનો વિશ્વાસ સંપાદન કરી મોટા પાયે રોજગારીનું સર્જન થશે

(પ્રતિનિધિ દ્વારા)           ગાંધીનગર, શુક્રવાર
મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલ ઇન્ટરનેશનલ ફાયનાન્સિયલ સર્વિસીસ સેન્ટરના નીતિ- નિયમો અંગે યોજાયેલી પરિષદમાં બોલતા જણાવ્યું હતું કે, ગિફ્ટ સીટીમાં આકાર લેનારું ઇન્ટરનેશનલ ફાયનાન્સિયલ સર્વિસીસ સેન્ટર નાણાંકીય સેવાઓના ક્ષેત્ર માટે ગેમ ચેઇન્જર પુરવાર થશે, એ સાથે આનંદીબહેને ગિફ્ટ સિટીને આઇએફસીઆઇની ભેટ આપવા બદલ વડાપ્રધાન મોદીનો આભાર માન્યો હતો.
એમણે કહ્યું હતું કે, વડાપ્રધાન મોદીએ ગ્લોબલ ફાયનાન્સિયલ હબના નકશા ઉપર ભારતને મૂકવાનું જે સ્વપ્ન સેવ્યું તેને સાકાર કરવામાં ગિફ્ટી સિટીના આઇએફએસસીની ભૂમિકા મહત્ત્વની બની રહશે. એમણે એમ પણ કહ્યું કે, ગિફ્ટ સિટીનું આ આઇએફએસસી આન્તરરાષ્ટ્રીય બજારમાં નાણાંકીય સંસ્થાઓનો વિશ્વાસ સંપાદન કરી ગુજરાતમાં અને દેશમાં રોજગારીના સર્જન માટે અસરકારક માધ્યમ પુરવાર થશે. આનંદીબહેન પટેલે એમ પણ ઉમેર્યું હતું કે, ગિફ્ટ સિટી પૂર્ણ રીતે વિકસીત થશે ત્યારે તેમાં કુલ રૃા. ૭૮ હજાર કરોડનું રોકાણ થશે.
Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

Wednesday, 8 April 2015

બેંકોને કૃષિ લોનનું પુનર્ગઠન કરવા આરબીઆઈની સૂચના

Gayatri Business Solution
(Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group,BlogWebsite, )

Good News Gayatri Business Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)

Gujarat Samachar News

બેંકોને કૃષિ લોનનું પુનર્ગઠન કરવા આરબીઆઈની સૂચના

કમોસમી વરસાદથી ૧૧ મિલિયન હેક્ટરમાં લેવાયેલા

રવિ પાકને નુકસાન થતાં નિર્ણય લેવાયો

નવી દિલ્હી, બુધવાર
દેશના હજારો ખેડૂતોનો પાક કમોસમી વરસાદ અને કરાના તોફાનને પગલે બરબાદ થયા પછી રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ બેંકોને કૃષિ લોનનું પુનર્ગઠન કરવાની સૂચના આપી છે. આ અંગે આરબીઆઈના ગવર્નર રઘુરામ રાજને કહ્યું હતું કે, કમોસમી વરસાદ અને અન્ય કુદરતી આફતોને પગલે દેશભરમાં ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે. આ કારણોસર અમે તમામ બેંકોને કૃષિ લોનનું પુનર્ગઠન કરવાની સૂચના આપી છે.
ગયા મહિને થયેલા કમોસમી વરસાદ અને કરાના તોફાનને પગલે દેશના ઉત્તરીય અને મધ્યના રાજ્યોની આશરે ૧૧ મિલિયન હેક્ટર જમીનમાં લેવાયેલા રવિ પાકને સૌથી વધારે નુકસાન થયું છે. તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નુકસાન પામેલા ખેડૂતોને ઊંચુ વળતર આપવાની જાહેરાત કરી હતી. આ દરમિયાન વડાપ્રધાને કૃષિ લોનના નીતિનિયમો વધારે હળવા કરવા મુદ્દે પણ બેંકોને પૂછપરછ કરી હતી. એવી જ રીતે, વીમા કંપનીઓને ખેડૂતોના દાવા ઝડપથી પૂરા કરવાની પણ વડાપ્રધાને સૂચના આપી હતી.
વડાપ્રધાને કહ્યું હતું કે, આ પહેલાં ૫૦ ટકા પાકના નુકસાન પર વળતર અપાતું હતું, પરંતુ હવે અમે ૩૩ ટકા પાક પર વળતર આપીશું. આમ કરવાથી વધુને વધુ ખેડૂતોને વળતર મળશે. આ ઉપરાંત વળતરની રકમ પણ દોઢ ગણી વધારવામાં આવી છે.
Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

Tuesday, 7 April 2015

સ્ટેટ બેંક, HDFC, ICICI બેંકે ધિરાણ દરમાં ૦.૧૫ થી ૦.૨૫ ટકાનો ઘટાડો કર્યો

Gayatri Business Solution
(Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group,BlogWebsite, )

Good News Gayatri Business Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)

Gujarat Samachar News

સ્ટેટ બેંક, HDFC, ICICI બેંકે ધિરાણ દરમાં ૦.૧૫ થી ૦.૨૫ ટકાનો ઘટાડો કર્યો

RBI ગવર્નરના બેંકોને કડક શબ્દોમાં સંકેત બાદ

(વાણાજિય પ્રતિનિધિ)    મુંબઈ તા.૭
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર રઘુરામ રાજન બેંકોને ધિરાણ સસ્તું બનાવવા આજે કડક શબ્દોમાં ઈશારો કર્યા બાદ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, એચડીએફસી, આઈસીઆઈસીઆઈ બેંક સહિતની બેંકો અને નાણા સંસ્થાઓ આજે ધિરાણ દરોમાં ૦.૧૫ ટકા થી ૦.૨૫ ટકાનો ઘટાડો કરવાનું જાહેર કર્યું છે.
પ્રમુખ બેંકો, નાણા સંસ્થાઓમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ  ધિરાણ દર ૦.૧૫ ટકા ઘટાડીને ૯.૮૫ ટકા કરવાનું જાહેર કર્યું છે. જ્યારે આઈસીઆઈસીઆઈ બેંક દ્વારા ધિરાણ દર ૦.૨૫ ટકા ઘટાડીને ૯.૭૫ ટકા કરાયો છે.  આ ઉપરાંત એચડીએફસી દ્વારા૧૩,એપ્રિલ ૨૦૧૫થી ધિરાણ દર ૦.૧૫ ટકા ઘટાડીને ૯.૮૫ ટકા કરવાનું જાહેર કરાયું છે. ઉલ્લેખનીય છે કે આરબીઆઈ દ્વારા આજે જાહેર થયેલી ધિરાણ નીતિની સમીક્ષામાં પ્રમુખ દરો યથાવત રાખીને બેંકોને પાછલા દિવસોમાં આરબીઆઈ દ્વારા થયેલા સરપ્રાઈઝ રેટ કટ છતાં ધિરાણ સસ્તું નહી કરવા બદલ બેંકોને ઠપકો આપ્યો હતો.
 રિઝર્વ બેંકના ગવર્નર રઘુરામ રાજન જણાવ્યું હતું કે, રેટ કટ છતાં અત્યાર સુધીમાં અત્યંત ઓછો લાભ ધિરાણ સસ્તું કરવામાં પરિવર્તિત થયો છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા જાન્યુઆરી ૨૦૧૫થી અત્યાર સુધીમાં ૦.૫૦ ટકાનો રેટ કટ કરાયો છે,પરંતું બેંકોએ પોતાનો ફંડ ખર્ચ ઊંચો હોવાનું જણાવતાં રહી આ રેટ કટનો લાભ લોન મેળવનારાઓને પસાર કર્યો નહોતો. જેથી નારાજ ગવર્નરે બેંકોને વ્યાજ દર સસ્તા કરવા સંકેત આપ્યો હતો.
Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

Monday, 6 April 2015

આજની સમીક્ષામાં RBI વ્યાજદરમાં વધુ ઘટાડો કરે તેવી શકયતા નહીંવત

Gayatri Business Solution
(Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group,BlogWebsite, )

Good News Gayatri Business Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)

Gujarat Samachar News

આજની સમીક્ષામાં RBI વ્યાજદરમાં વધુ ઘટાડો કરે તેવી શકયતા નહીંવત

ઊભા થયેલા ફુગાવાજન્ય દબાણો ચિંતાનો વિષય

આવતી કાલની નાણાં નીતિની સમીક્ષામાં રિઝર્વ બેન્ક મુખ્ય વ્યાજ દર કે અન્ય પોલીસિમાં ફેરફાર કરે તેવી શકયતા નહીંવત હોવાનું બેન્કરો માની રહ્યા છે. રિઝર્વ બેન્કના ગવર્નર રઘુરામ રાજન મોનિટરી પોલીસિમાં યથાવત સ્થિતિ જાળવી રાખે તેવી શકયતા છે.
દેશના વિવિધ રાજ્યોમાં તાજેતરમાં પડેલા કમોસમી વરસાદને કારણે ફુગાવાજન્ય દબાણ આવી શકે છે અને જિપોલિટિકલ સ્થિતિને કારણે ક્રુડના ભાવ ફરી વધી શકે છે ત્યારે વ્યાજદરમાં વધુ ઘટાડો શકય જણાતો નથી એમ એક બેન્કના ચેરમેને જણાવ્યું હતું.
અમેરિકન ફેડરલ રિઝર્વ વર્ષના પાછલા ભાગમાં વ્યાજદરમાં વધારો કરે તેવી શકયા વધી રહી હોવાથી દેશમાંથી વિદેશી રોકાણ પાછું ખેંચાવાનું શરૃ થાય તો તે ચિંતાનો વિષય બની શકે છે. જુન મહિનાની સમીક્ષા વખતે આરબીઆઈ વ્યાજદરમાં કપાત કરે તેવી શકયતા વધુ હોવાનું અન્ય એક બેન્કના એમડીએ જણાવ્યું હતું. આ અગાઉ આરબીઆઈએ પોલીસિની સમીક્ષાની બહાર  બે વખત વ્યાજદરમાં પા-પા ટકો ઘટાડો કર્યો હતો.
બેન્કો પણ પોતાના વ્યાજદર અંગે નિર્ણય કરવા આ સમીક્ષાની રાહ જોઈ રહી છે. આવતીકાલની સમીક્ષા આરબીઆઈ કેવો વ્યૂહ અપનાવે છે તેના પર બેન્કોના ધિરાણ દરનો આધાર રહેલો છે.
Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

Sunday, 5 April 2015

૧૩૫ વર્ષ જૂની પરંપરાગત મની ઓર્ડર સેવા પોસ્ટે બંધ કરી

Gayatri Business Solution
(Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group,BlogWebsite, )

Good News Gayatri Business Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)

Gujarat Samachar News

૧૩૫ વર્ષ જૂની પરંપરાગત મની ઓર્ડર સેવા પોસ્ટે બંધ કરી

ડિઝીટલ યુગમા પોસ્ટનો પ્રવેશ ઃ ટેલીગ્રામ સેવા બંધ કર્યા બાદ

મની ઓર્ડરનંુ સ્થાન ઇનસ્ટન્ટ મની ઓર્ડરે લીધું ઃ ઓનલાઇન બુકિંગ બાદ ગણતરીના કલાકોમા

(પ્રતિનિધિદ્વારા)  વડોદરા,તા.૫
પોસ્ટ વિભાગે ૧લી એપ્રિલથી પરંપરાગત મની ઓર્ડર સેવા બંધ કરીને તેના સ્થાને નવી ઇન્ટરનેટ બેઝ ઇનસ્ટન્ટ મની ઓર્ડર એટલે કે આઇએમઓ સેવાનો પ્રારંભ કર્યો છે. જેમા ઓનલાઇન બુકિંગના ૨૪ કલાકમા જ સંબંધીત વ્યક્તિને પૈસા મળી જશે. પોસ્ટ વિભાગ ડિઝીટલ બની રહ્યો છે જેના કારણે પરંપરાગત સેવાઓ તબક્કાવાર બંધ કરાઇ રહી છે જેમા સૌ પ્રથમ ટેલિગ્રામ સેવા બંધ થયા બાદ હવે મની ઓર્ડર સેવા પણ બંધ કરી છે એટલે હવે પોસ્ટમેન તમારા ઘરે આવીને 'મની ઓર્ડર' એવી બુમ નહી પાડે તેના બદલે પૈસા લેવા માટે સંબંધીત વ્યક્તિએ પોસ્ટ ઓફિસ જવુ પડશે.
ભારતમા ૧૮૮૦માં પોસ્ટ વિભાગે મની ઓર્ડર સેવાનો પ્રારંભ કર્યો હતો. જ્યારે ઇન્ટરનેટ તો દૂરની વાત છે પણ ટેલિફોન પણ ભાગ્યે જ જોવા મળતા હતા તેવા યુગમા મની ઓર્ડર સેવાની દેશમા ખુબ જ લોકપ્રીયતા મળી અને ગામડે ગામડે વિસ્તરેલા પોસ્ટના નેટવર્કના કારણે લોકોને આ સેવાનો ફાયદો પણ ખુબ થયો. પરંતુ ઇન્ટરનેટ આવતા જ આખી દુનિયામા સંદેશા વ્યવહાર અને બેન્કિંગની વ્યાખ્યા જ બદલાઇ ગઇ. પોસ્ટ વિભાગે પણ સમય સાથે તાલ મિલાવવા માટે તેમની તમામ સેવાઓને ડિઝીટલ કરવાની શરૃઆત ૨૦૦૮થી શરૃ કરી દેવાઇ હતી. જો કે આઇએમઓનો પ્રારંભ માર્ચ ૨૦૧૩મા કરાયો હતો. સાથે સાથે પરંપરાગત મની ઓર્ડર સેવા પણ ચાલુ રાખવામા આવી હતી આખરે ૨ વર્ષ બાદ પરંપરાગત મની ઓર્ડર સેવાને બંધ કરવાનો નિર્ણય પોસ્ટ દ્વારા લેવાયો અને તેની જાહેરાત ૧ એપ્રિલે કરી દેવાઇ.
આ સેવા અંતર્ગત કોમ્પયુટર અને ઇન્ટરનેટ સેવાથી જોડાયેલી દેશની કોઇ પણ પોસ્ટ ઓફિસ પરથી મની ઓર્ડર ઓનલાઇન બુક કરાવી શકાશે. બુક કરાવ્યા બાદ ૧૬ આંકડાનો પાસવર્ડ પોસ્ટ દ્વારા આપવામા આવશે જે પાસવર્ડ સંબંધીત વ્યક્તિને આપવાનો રહેશે. બુકિંગના થોડા કલાકો બાદ જ સંબંધીત વ્યક્તિએ પોતાની નજીકની પોસ્ટ ઓફિસ પર જઇને આઇડી તથા પાસવર્ડ બતાવાનો રહેશે જેની ખરાઇ બાદ પોસ્ટ દ્વારા તેમને મની ઓર્ડરની રકમ ચુકવી દેવામા આવશે.

વિશ્વમાં સૌપ્રથમ મની ઓર્ડર સેવાનો પ્રારંભ બ્રિટનમાં થયો હતો
(પ્રતિનિધિદ્વારા) વડોદરા,તા.૫
બ્રિટનમા સન ૧૭૯૨મા ખાનગી પેઢીએ મની ઓર્ડર સેવાની શરૃઆત કરી હતી. જો કે સેવામા ખામીઓ અને મની ઓર્ડર માટે ફીનુ ઉંચા ધોરણના કારણે તેમને જોઇતી સફળતા મળી ના હતી એટલે ૧૮૩૬મા બીજી એક ખાનગી પેઢીને આ કોન્સેપ્ટ વેચી દેવાયો.
આ લોકપ્રીયતા તરફ બ્રિટનના પોસ્ટ વિભાગનુ ધ્યાન ખેંચાયુ અને ૧૮૩૮મા બ્રિટીશ પોસ્ટ દ્વારા મની ઓર્ડર સેવાની શરૃઆત કરાઇ. જેના૪૨ વર્ષ બાદ એટલે કે સન ૧૮૮૦મા ભારતમા પણ બ્રિટીશરોએ મની ઓર્ડર સેવા શરૃ કરી હતી.

આંતરદેશીય પાછળ રૃા.૫નું નુકસાન
પોસ્ટ વિભાગને એક પોસ્ટકાર્ડ પાછળ રૃ.૭ની ખોટ
નાણાકીય વર્ષ ૨૦૧૩-૧૪માં પોસ્ટ વિભાગને રૃ.૫૪૭૩ કરોડની ખોટ ઃ ગત વર્ષ કરતાં ખોટમાં વધારો

(પ્રતિનિધિદ્વારા) વડોદરા,તા.૫
મોબાઇલ યુગમા એક ક્લિકમા દુનિયાન કોઇ પણ ખુણે મેસેજ મોકલી શકાય છે. આવા સંજોગોમા પોસ્ટ કાર્ડ અને અંતરદેશી જેવી સંદેશા વ્યવહારની સેવાઓનો કોઇ ભાવ પણ પુછતુ નથી.  સુત્રોએ માહિતી આપી હતી કે ૨૦૧૩-૧૪ના વાર્ષિક અહેવાલ મુજબ પોસ્ટકાર્ડની બનાવટ, વહિવટી ખર્ચ અને અન્ય ખર્ચની ગણતરી કરીએ તો એક પોસ્ટકાર્ડની પડતર કિંમત ૭૫૩.૩૭ પૈસા (આશરે રૃ.૭.૫૦) થાય છે જેની સામે આવક તરીકે મળે છે માત્ર ૫૦ પૈસા. તે રીતે અંતરદેશીયની પડતર ૭૪૮.૩૯ પૈસા (આશરે રૃ.૭.૫૦) થાય છે જેની સામે આવક તરીકે રૃ.૨.૫૦ મળે છે. પોસ્ટના વાર્ષિક અહેવાલ મુજબ વર્ષ ૨૦૧૩-૧૪ દરમિયાન વિભાગની ખોટ ગત વર્ષની સરખામણીએ ૦.૮૭ ટકા વધીને રૃ.૫૪૭૩.૧ કરોડ પહોંચી ગઇ છે. ૨૦૧૨-૧૩મા ખોટનો આંકડો રૃ.૫૪૨૫.૮ કરોડ હતો.
Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

Thursday, 2 April 2015

ઓનલાઈન કંપનીઓથી ગ્રાહકોને રક્ષણની જરૃર, પ્રોત્સાહનની નહીં

Gayatri Business Solution
(Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group,BlogWebsite, )

Good News Gayatri Business Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)

Gujarat Samachar News

ઓનલાઈન કંપનીઓથી ગ્રાહકોને રક્ષણની જરૃર, પ્રોત્સાહનની નહીં

ઓનલાઈન કંપનીઓના માળખામાં ચોક્કસ માર્ગદર્શિકાનો અભાવ

સાવધાન ઃ આ પ્રકારની કંપનીઓ યેનકેન પ્રકારે કાગળિયા તૈયાર કરીને આઈપીઓ લાવવા આતુર  

નવી દિલ્હી, ગુરુવાર
એક તરફ સરકાર દ્વારા ઉદ્યોગોને વેગ આપવાની તેમજ મેક ઇન ઈન્ડિયા અભિયાનને વેગીલો બનાવવાની જાહેરાતો થઈ રહી છે. પરંતુ બીજી તરફ, ઓનલાઈન શોપિંગ કંપનીઓ દ્વારા આચારવામાં આવતી છેતરપિંડી સામે કોઈ જ નક્કર પગલાંની જાહેરાત ન કરતા ગ્રાહકોમાં કચવાટની લાગણી પ્રવર્તી રહી છે. આટલું ઓછું હોય તેમ, સરકાર હસ્તકની જ સંસ્થા સેબી દ્વારા ઓનલાઈન શોપિંગને વેગ આપવા કેટલાક નક્કર પગલાં ભરવાની જાહેરાતથી આશ્ચર્ય ફેલાયું છે.
તાજેતરમાં સેબી સ્થાનિક કક્ષાએ નવી શરૃ થઈ રહેલી કંપનીઓને વિવિધ સ્તરે પ્રોત્સાહન આપવા માટે કેટલાક નીતિનિયમોમાં ખાસ ફેરફાર કરવાની તૈયારી કરી રહી છે. આ ફેરફારો ખાસ કરીને ભારતની ઓનલાઈન કંપનીઓની આર્થિક શક્તિ વધારવાના હેતુથી થઈ રહ્યા છે. આ કંપનીઓ શેરબજારમાં લિસ્ટિંગ કરાવવા આગળ આવે એ માટે સેબીએ આઈપીઓને લગતા નિયમોમાં ફેરફારો કર્યા છે.
સેબીએ ઈન્ટરનેટ આધારિત કંપનીઓને આકર્ષવા માટે ફરજિયાત ડ્રાફ્ટ પ્રોસ્પેક્ટ્સ માટે ફરજિયાત ડિસ્ક્લોઝરને લગતા નિયમો હળવા કરવાનો સંકેત આપ્યો છે. ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ (આઈપીઓ) વખતે વિસ્તૃત અહેવાલો માગવામાં આવે છે, જે ખાસ કરીને ટેક્નોલોજી કંપનીઓ માટે અવરોધરૃપ સાબિત થતા હોય છે. કારણ કે, આ પ્રકારની કંપનીઓ તેમની મૂડી પ્લાન્ટ, ફેક્ટરીઓ કે ખાણોમાં રોકવાની નથી.
અહીં મહત્ત્વની બાબત એ છે કે, આ પ્રકારની કંપનીઓ પાસે કોઈ અસ્ક્યામતો હોતી જ નથી, માત્ર વાતોના વડા કરીને જ પૈસા ઊભા કરવાની યોજનાઓ ઘડવામાં આવશે. ઓનલાઈન શોપિંગના ગાડરિયા પ્રવાહથી આકર્ષાઈને આમ પણ સ્થાનિક સ્તરની નાની કંપનીઓ આ ક્ષેત્રમાં આગળ આવવા માટે યેનકેન પ્રકારે કાગળિયા તૈયાર કરીને આઈપીઓ લાવવા થનગની રહી છે.
આમ પણ ઓનલાઈન કંપનીઓ અકલ્પનીય રીતે નીચા ભાવે વસ્તુઓનું વેચાણ કરતી હોવાના કારણે ભારે નાણાકીય ખેંચનો અહેસાસ કરતી હોય છે, ત્યારે આ નવા નિશાળિયા જેવી નાની કંપનીઓની નાણાકીય સ્થિતિનો અંદાજ માંડવો એ પણ એક અકલ્પનીય બાબત છે. આ સંજોગોમાં રોકાણકારોએ આવી નવી નિશાળિયા જેવી ઓનલાઈન શોપિંગ કંપનીઓમાં રોકાણ કરતા પહેલાં સો વખત વિચારવું હિતાવહરૃપ પુરવાર થશે.
Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

Wednesday, 1 April 2015

વીમા નિયામક ઇરડાએ વાહનોના થર્ડ પાર્ટી પ્રિમિયમમાં કરેલો વધારો

Gayatri Business Solution
(Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group,BlogWebsite, )

Good News Gayatri Business Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)

Gujarat Samachar News

વીમા નિયામક ઇરડાએ વાહનોના થર્ડ પાર્ટી પ્રિમિયમમાં કરેલો વધારો

વાહન ચાલકો પર બોેજો

પ્રિમિયમમાં ૧૦૦ ટકાના અગાઉના વધારાનેે ઘટાડવાની ઇરડાને ફરજ પડી
        હૈદરાબાદ,મંગળવાર
વાહનોના પ્રકારના આધારે વીમા કંપનીઓ દ્વારા આજથી ઇન્સ્યુરન્સના પ્રિમિયમમાં વધારો કરવામાં આવ્યો છે. વીમા નિયામક ઇરડાએ મોટર થર્ડ પાર્ટી ઇન્સ્યુરન્સ પ્રિમિયમમાં ૧ એપ્રિલથી વધારો કરતું નોટિફિકેશન બહાર પાડ્યું છે.
ઇરડાએ  તો થર્ડ પાર્ટી વીમાના પ્રિમિયમની રકમમાં ૧૦૦ ટકાનો વધારો કરવાની સત્તા અગાઉ આપી હતી પણ ભારે વિરોધના પગલે વીમા નિયામકે  વાહનોના પ્રકારના આધારે તેના પ્રિમિયમમાં મધ્યમ વધારો કરવાનો નિર્ણય લીધો છે.
જોકે, ૧૦૦ ટકા જેટલા ઊંચા વધારાનો ભારે વિરોધ થતાં નિયામકે ૧૫૦ સીસી થી ૩૫૦ સીસી સુધીની એન્જિન ક્ષમતા ધરાવતા ટુ વ્હિલર્સ, માલ વાહક વાહનો અને પેસેન્જર્સના વહન માટે ઉપયોગમાં લેવાતા ફોર વ્હિલર્સ વાહનો માટે પ્રિમિયમમાં મધ્યમ વધારો કરવામાં આવ્યો છે.
ઇરડા દ્વારા મંજૂર કરવામાં આવેલા સુધારિત પ્રિમિયમના દરો આ મુજબ છે ઃ
૧૦૦૦ સીસી ધરાવતી કાર માટે હાલનું પ્રિમિયમ રૃ.૧૧૨૯ છે તે વધીને રૃ. ૧૪૬૮ કરવામાં આવ્યું છે જ્યારે ૧૦૦૧ સીસીથી ૧૫૦૦ સીસી સુધીની કાર માટે હાલનું પ્રિમિયમ  રૃ. ૧૩૩૨ છે તે વધીને રૃ. ૧૫૯૮ કરવામાં આવ્યું છે.
૧૫૦૦ સીસી થી વધારે ક્ષમતા ધરાવતી ખાનગી કાર માટે રૃ.૪૧૦૯થી વધીને રૃ. ૪૯૩૧ કરવામાં આવ્યો છે.
૭૫ સીસી સુધીના સ્કૂટર્સ માટે દર રૃ.૪૫૫થી વધારીને રૃ.૫૧૯ કરવામાં આવ્યો છે. ૭૫ સીસીથી ૧૫૦ સીસી સુધીના ટુ વ્હિલર્સ માટે દર રૃ.૪૬૪થી વધારીને રૃ.૫૩૮, ૩૫૦ સીસીથી વધારે ક્ષમતા ધરાવતા ટુ વ્હિલર્સ માટે દર રૃ.૮૮૪ યથાવત રાખવામાં આવ્યા છે.
થ્રી વ્હિલર્સ સિવાયના માલ વાહક વાહનો ઉપર ૧૨ હજાર કિલોથી ૨૦ હજાર કિલોની વહન ક્ષમતા ધરાવતા વાહનો માટે પ્રિમિયમનો દર રૃ.૧૬૩૬૦થી વધારીને રૃ.૧૯૩૬૨ કરવામાં આવ્યો છે. 