Gayatri Business Solution
(Follow Us :- Face Book, Linked In, Twitter, Google +, Yahoo Group,Blog, Website, )
Good News Gayatri Business Solution
Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)
Gujarat Samachar News
ઓનલાઈન કંપનીઓથી ગ્રાહકોને રક્ષણની જરૃર, પ્રોત્સાહનની નહીંઓનલાઈન કંપનીઓના માળખામાં ચોક્કસ માર્ગદર્શિકાનો અભાવ
સાવધાન ઃ આ પ્રકારની કંપનીઓ યેનકેન પ્રકારે કાગળિયા તૈયાર કરીને આઈપીઓ લાવવા આતુર
નવી દિલ્હી, ગુરુવાર એક તરફ સરકાર દ્વારા ઉદ્યોગોને વેગ આપવાની તેમજ મેક ઇન ઈન્ડિયા અભિયાનને વેગીલો બનાવવાની જાહેરાતો થઈ રહી છે. પરંતુ બીજી તરફ, ઓનલાઈન શોપિંગ કંપનીઓ દ્વારા આચારવામાં આવતી છેતરપિંડી સામે કોઈ જ નક્કર પગલાંની જાહેરાત ન કરતા ગ્રાહકોમાં કચવાટની લાગણી પ્રવર્તી રહી છે. આટલું ઓછું હોય તેમ, સરકાર હસ્તકની જ સંસ્થા સેબી દ્વારા ઓનલાઈન શોપિંગને વેગ આપવા કેટલાક નક્કર પગલાં ભરવાની જાહેરાતથી આશ્ચર્ય ફેલાયું છે. તાજેતરમાં સેબી સ્થાનિક કક્ષાએ નવી શરૃ થઈ રહેલી કંપનીઓને વિવિધ સ્તરે પ્રોત્સાહન આપવા માટે કેટલાક નીતિનિયમોમાં ખાસ ફેરફાર કરવાની તૈયારી કરી રહી છે. આ ફેરફારો ખાસ કરીને ભારતની ઓનલાઈન કંપનીઓની આર્થિક શક્તિ વધારવાના હેતુથી થઈ રહ્યા છે. આ કંપનીઓ શેરબજારમાં લિસ્ટિંગ કરાવવા આગળ આવે એ માટે સેબીએ આઈપીઓને લગતા નિયમોમાં ફેરફારો કર્યા છે. સેબીએ ઈન્ટરનેટ આધારિત કંપનીઓને આકર્ષવા માટે ફરજિયાત ડ્રાફ્ટ પ્રોસ્પેક્ટ્સ માટે ફરજિયાત ડિસ્ક્લોઝરને લગતા નિયમો હળવા કરવાનો સંકેત આપ્યો છે. ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ (આઈપીઓ) વખતે વિસ્તૃત અહેવાલો માગવામાં આવે છે, જે ખાસ કરીને ટેક્નોલોજી કંપનીઓ માટે અવરોધરૃપ સાબિત થતા હોય છે. કારણ કે, આ પ્રકારની કંપનીઓ તેમની મૂડી પ્લાન્ટ, ફેક્ટરીઓ કે ખાણોમાં રોકવાની નથી. અહીં મહત્ત્વની બાબત એ છે કે, આ પ્રકારની કંપનીઓ પાસે કોઈ અસ્ક્યામતો હોતી જ નથી, માત્ર વાતોના વડા કરીને જ પૈસા ઊભા કરવાની યોજનાઓ ઘડવામાં આવશે. ઓનલાઈન શોપિંગના ગાડરિયા પ્રવાહથી આકર્ષાઈને આમ પણ સ્થાનિક સ્તરની નાની કંપનીઓ આ ક્ષેત્રમાં આગળ આવવા માટે યેનકેન પ્રકારે કાગળિયા તૈયાર કરીને આઈપીઓ લાવવા થનગની રહી છે. આમ પણ ઓનલાઈન કંપનીઓ અકલ્પનીય રીતે નીચા ભાવે વસ્તુઓનું વેચાણ કરતી હોવાના કારણે ભારે નાણાકીય ખેંચનો અહેસાસ કરતી હોય છે, ત્યારે આ નવા નિશાળિયા જેવી નાની કંપનીઓની નાણાકીય સ્થિતિનો અંદાજ માંડવો એ પણ એક અકલ્પનીય બાબત છે. આ સંજોગોમાં રોકાણકારોએ આવી નવી નિશાળિયા જેવી ઓનલાઈન શોપિંગ કંપનીઓમાં રોકાણ કરતા પહેલાં સો વખત વિચારવું હિતાવહરૃપ પુરવાર થશે. |
Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU,
Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS,
Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet
Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone,
External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD -
DVD etc…
More Products List Click Here
More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
Email :- inquiry.gsg13@gmail.com
No comments:
Post a Comment