Gayatri Business Solution
(Follow Us :- Face Book, Linked In, Twitter, Google +, Yahoo Group,Blog, Website, )
Good News Gayatri Business Solution
Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)
Gujarat Samachar News
સોનું ઉછળી ૨૭૦૦૦ને આંબી ગયું ઃ ચાંદીએ રૃા. ૩૭૦૦૦ પાર કર્યા ઃ ડોલરમાં ઝડપી ઘટાડોવિશ્વ બજાર પાછળ ઝવેરી બજારમાં ઝડપી તેજી આવીઅમેરિકામાં હવે જીડીપીના આંકડા તથા ફેડરલની મિટીંગ પર નજર ઃ ચીનમાં હાજર સોનાના પ્ર
મુંબઇ,મંગળવાર
મુંબઇ સોના-ચાંદી બજારમાં આજે ભાવોમાં તીવ્ર ઉછાળો દેખાયો હતો. ચાંદીના ભાવો આજે કિલોના રૃા. ૮૪૦ ઉછળી રૃા. ૩૭ હજારની સપાટી કુદાવી ગયા હતા. સોનાના ભાવો આજે ૧૦ ગ્રામના રૃા. ૨૦૦ ઉછળ્યા હતા જ્યારે સોનાના ૧૦ તોલાના બિસ્કીટના ભાવોમાં આજે બે હજાર રૃપિયાનો ઉછાળો દેખાયો હતો. વિશ્વ બજારમાં ઓચિંતી ઝડપી તેજી આવી હતી. વિશ્વ બજારમાં સોનાના ભાવો ઔંશના ૧૨૦૦ ડોલરની સપાટી કુદાવી ગયા હતા જ્યારે ચાંદીના ભઆવો ઔંશના ૧૬ ડોલરની સપાટી પાર કરી ગયાના સમાચારો હતા. વિશ્વ બજાર ઉછળતા ઘર આંગમે આજે કિંમતી ધાતુઓના આયાત પડતર વધી આવતાં હાજર બજારમાં મુંબઇમાં આજે સોના-ચાંદીમાં નવી વેચવાલી અટકી માનસ લેવાનું રહ્યું હતું. મુંબઇમાં આજે સોનાના ભાવો ૯૯/૫૦ના રૃા. ૨૬૬૮૫ વાળા રૃા. ૨૬૮૯૦ ખુલી રૃા. ૨૬૮૮૫ બંધ રહ્યા હતા જ્યારે ૯૯/૯૦ ના ભાવો રૃા. ૨૬૮૩૫ વાળા રૃા. ૨૭૦૪૦ ખુલી રૃા. ૨૭૦૩૫ બંધ રહ્યા હતા. આમ આજે સોનાના ભાવો ફરી રૃા. ૨૭ હજારને આંબી ગયા હતા. દરમિયાન, ચાંદીના ભાવો આજે કિલોના ૯૯૯ના રૃા. ૩૬૮૪૦ વાળા રૃા. ૩૭૭૬૦ ખુલી રૃા. ૩૭૬૮૦ના મથાળે બંધ રહ્યા પછી સાંજે ચાંદીના ભાવો રૃા. ૩૭૯૦૦થી ૩૭૯૫૦ તથા કેશમાં ભાવો આ ભાવોથી રૃા. ૮૦૦થી ૨૫૦ જેટલા નીચા બોલાઇ રહ્યા હતા., વિશ્વ બજારમાં આજે સોનાના ભાવો ઔંશના ૧૧૮૬/૫૦ ડોલરવાળા ઉછળી ઉંચામાં ૧૨૦૦ પાર કરી ૧૨૦૬/૬૦ ડોલર રહ્યા પછી સાંજે ભાવો ૧૨૦૪/૭૦ ડોલર રહ્યાના સમાચારો હતાં. વિશ્વ બજારમાં સોના પાછળ આજે ચાંદીના ભાવો ઔંશના ૧૫/૮૭ ડોલરવાળા ઉછળી ઉંચામાં ૧૬ ડોલર પાર કરી ૧૬/૫૯ થઇ સાંજે ૧૬/૫૩ ડોલર રહ્યાના સમાચારો હતા. વિશ્વ બજારમાં ડોલરના ભાવો વધતા અટકી ઘટાડા પર રહેતા તેના પગલે વિશ્વ બજારમાં સોનામાં ઘટાડે હેજ ફંડોની લેવાલી વધયાના સમાચારો હતા. વિશ્વ બજાર પાછળ ઘર આંગણે પણ આજે ડોલરના ભાવો ઝડપી નીચા આવ્યા હતા. મુંબઇ કરન્સી બજારમાં આજે ડોલરના ભાવો રૃા. ૬૩/૪૮ વાળા નીચામાં રૃા. ૬૩/૧૧ થઇ છેલ્લે રૃા. ૬૩/૧૫ રહ્યા હતા. શેરબજારમાં મંદી અટકી તેજી આવતા તેના કારણે પણ આજે કરન્સી બજારમાં ડોલરના ભાવો ઘટયા હતા. જ્યારે રૃપિયો મજબૂત બન્યો હતો. વિશ્વ બજારમાં સોના ચાંદીના ભાવોમાં મોટો ઉછાળો આવવા છતાં ઘર આંગમે ડોલર ગબડતાં આજે ઝવેરી બજારમાં સોના-ચાંદીમાં તેજી મર્યાદીત આવી હતી. વિશ્વ બજારમાં અમેરિકામાં જીડીપીનાં બહાર પડનાર આંકડા અપેક્ષાથી નબળા આવવાની ભીતી વચ્ચે આજે વિશ્વ બજારમાં ડોલરના ભાવો ઘટયા હતાં. અમેરિકામાં ફેડરલ રિઝર્વની મળી રહેલી મીટિંગમાં હવે બુધવારે (આજે) વ્યાજના દરોની વૃદ્ધી અંગે શું સંકેતો મળે છે તેના પર બજારની નજર રહી છે. ત્યાં વ્યાજના દરોમાં થનારી અપેક્ષીત વૃદ્ધી જૂનના બદલે સપ્ટેમ્બરથી આવશે એવી શક્યતા જાણકારો બતાવી રહ્યા છે અને તેના પગલે વિશ્વ બજારમાં ડોલર ઘટયો છે. તથા સોનું ઉછળ્યું છે. ચીનમાં સોનાની માગ વધી છે. ત્યાં હાજર સોનાના પ્રિમયમો ઔંશના ૧ ડોલરથી વધી ૪ ોલર થયા છે. ચીન તથા ભારતમાં સોનાની આયાત વધી છે. વિશ્વ બજારમાં આજે ડોલરના ભાવો ઘટી ત્રણ સપ્તાહના તળીયે ઉતર્યા હતા. વિશ્વ બજારમાં આજે સોનાના ભાવો ઉછળતાં ૫૦ દિવસની મુવિંગ એવરેજ પાર થઇ હતી. વિશ્વ બજારમાં સોનાના ભાવો ઔંશના ૨૦થી ૨૨ ડોલર વધી જતાં પાછલા ત્રણ મહિનાનો એક દિવસીય સૌથી મોટો ઉછાળો ભાવોમાં નોંધાયો છે. |
Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU,
Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS,
Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet
Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone,
External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD -
DVD etc…
More Products List Click Here
More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
Email :- inquiry.gsg13@gmail.com
No comments:
Post a Comment