સુવિચાર

"Wel-Come to Information Technology & Business Development World" સુવિચાર :- "એક જ આવકના સ્ત્રોત પર નિર્ભર ના રહો, નવું રોકાણ કરો અને બીજી/ત્રીજી આવકનો સ્ત્રોત તૈયાર કરો.- વોરેન બફેટ" For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Friday, 10 April 2015

હવે ગિફ્ટસિટી નાણાકીય સેવાઓનું મોટું હબ બનશે ઃ અરૃણ જેટલી

Gayatri Business Solution
(Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group,BlogWebsite, )

Good News Gayatri Business Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)

Gujarat Samachar News

હવે ગિફ્ટસિટી નાણાકીય સેવાઓનું મોટું હબ બનશે ઃ અરૃણ જેટલી

UPA સરકારે દબાવી રાખેલો મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ

સેબીના ચેરમેન, ઈરડાના ચેરમેન, આરબીઆઈના ડે. ગવર્નરની હાજરીમાં ઈન્ટરનેશનલ ફાઇનાન્સ

(પ્રતિનિધિ દ્વારા)    ગાંધીનગર, શુક્રવાર
કેન્દ્રીય નાણાપ્રધાન અરૃણ જેટલીએ યુપીએ શાસનને વખોડતા જણાવ્યું હતું કે, ગાંધીનગરના ગિફ્ટસિટી પ્રોજેક્ટમાં ઈન્ટરનેશનલ ફઇનાન્સિયલ સર્વિસીસ સેન્ટર (આઈએફએસસી) ઉભું કરવાની યોજનાને અગાઉની ઉદાસીન અને નિષ્ક્રિય કેન્દ્ર સરકારે ૨૦૧૧થી દબાવી રાખી હતી, જે હવે સાકાર થતાં, ભારતનું આ પહેલું ઈન્ટરનેશનલ ફાયનાન્સિયલ સર્વિસીસ સેન્ટર નાણાકીય સેવાઓના હબ તરીકે ઉપસશે. નાણાપ્રધાને શુક્રવારે અહીં ગિફ્ટસિટીની મુલાકાત લીધા બાદ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન- એસઈઝેડ તરીકે ઘોષિત થયેલા આઈએફએસસીમાં મૂડીરોકાણ  માટેના નીતિ-નિયમોન પુસ્તિકાનું વિમોચન કર્યું હતું.
મહાત્મા મંદિર ખાતે યોજાયેલા સમારોહમાં બોલતા જેટલીએ જણાવ્યું હતું કે, ગિફ્ટસિટીને એસઈઝેડનો દરજ્જો તો ૨૦૧૧માં મળ્યો હતો, પણ આઈએફએસસીમાં સ્થપાનારા એકમોનેય એસઈઝેડનો લાભ મળે એ માટે ત્રણ વર્ષ રાહ જોવી પડી અને હવે એ યોજનામાં સીમાસ્તંભરૃપ પગલું કેન્દ્રની અને ગુજરાતની સરકારો દ્વારા સાથે મળીને ભરવામાં આવ્યું છે. ગુજરાત મેન્યુફેકચરિંગ ક્ષેત્રનું અગ્રગણ્ય રાજ્ય છે, તેના લોકો પાસે વ્યાપાર-ધંધા માટે વિશિષ્ટ આવડત છે, તેની પાસે દરિયાઈ વ્યાપારની અનુકૂળતા માટે વિશાળ દરિયાકાંઠો છે, ગુજરાતમાં મોટાપાયે શહેરીકરણ થયેલું છે, રિટેલ ધંધા ફુલ્યાફાલ્યા છે, આરોગ્ય સુવિધાઓ વિકસી છે. આમ આ બધા પરિબળો આઈએફએસસીના વિકાસમાં ઉપયોગી બની રહેશે, હવે આવતા સમયમાં ગુજરાતે ગુણવત્તાભર્યા શિક્ષણમાં ધ્યાન આપવાની જરૃર છે, એમ ઉલ્લેખી જેટલીએ ગિફ્ટસિટીમાં ઉપલબ્ધ છે અને જે દીર્ઘદ્રષ્ટિથી તેનું આયોજન થયું છે તે અન્ય રાજ્યોના સ્માર્ટસિટી પ્રોજેક્ટો માટે રોલમોડેલ બની રહેશે.
નાણાપ્રધાને એમ પણ ઉમેર્યું હતું કે, અહીં આઈએફએસસી ખાતે અને દેશાં દેશી-વિદેશી રોકાણને ઉત્તેજન આપવાના ભાગરૃપે કેન્દ્રની સરકાર સ્પર્ધાત્મક કરમાળખુ લાગુ કરી રહી છે. જે અંતર્ગત કોર્પોરેટ ટેક્સ આ વર્ષે ઘટાડયો છે અને આવતા ૪ વર્ષમાં પણ ક્રમશઃ ઘટાડીને ૨૫ ટકા સુધી લાવવામાં આવશે.
કેન્દ્ર સરકારના વાણિજ્ય મંત્રાલયના અધિક સચિવ આર. આર. રશ્મીએ જણાવ્યું હુતં કે, ભારતમાં અત્યાર સુધી ૩૪૭ એસઈઝેડ નોટિફાય થયા છે અને એમાં  અડદા ઉપરાંતના એસઈઝેડ સર્વિસ ક્ષેત્રમાં છે અને આંતરરાષ્ટ્રીય નાણાંકીય સેવામાં આપહેલું એસઈઝેડ  કાર્યરત થશે.આરબીઆઈના ડેપ્યુટી ગવર્નર આર. ગાંધીએ સ્પષ્ટક્ર્યું હતું કે, ભારતમાં અત્યારે કાર્યરત તમામ બેન્કો આ આઈએફએસસી ખાતે તેમના લઘુત્તમ ૨૦૦ લાખ ડોલરના રોકાણથી બેન્કિંગ યુનિટ ખોલી શકસે અને કેશમાં કોઈ વ્યવહારો અહીં નહીં થઈ શકે.
સેબીના ચેરમેન  યુ. કે. સિન્હાએ દેશમાં ૮ ટકાના દરે વિકાસ સાધવો હોય તો રોકાણ માટે અનુકૂળ વાતાવરણ જોઈએ, જે અહીં આઈએફએસીસી ખાતે ઉપલબ્ધ કરાયું છે.  અત્યાર સુધી કોઈ સ્થાનિક કંપનીને વિદેશમાં ભંડોળ એકત્ર કરવા માટે વિદેશોના શેરબજારમાં લિસ્ટિંગના પ્રશ્નો નડતા હતા, રોકાણ મેળવવા સિંગાપોર કે નાસ્ડેક સુધી લાંબા થવું પડતું હતું, હવે એવા ઈન્વેસ્ટર્સ માટે અહીં આઈએફએસસી ખાતે સવલતો ઊભી થશે, એવી જ રીતે વિદેશી મોટી કંપનીઓને મૂડીરોકાણ ઊભું કરવા માટે અહીં પ્લેટફોર્મ મળી રહેશે.રાજ્યના નાણાપ્રધાન સૌરભ પટેલે ગિફ્ટસિટી પ્રોજેકટને વડાપ્રદાન મોદીના સવ્પ્નસમા પ્રેજ્ક્ટ તરીકે ગણાવતા જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે ૨૦૧૧માં ગિફ્ટસિટીને એસઈઝેડની મંજૂરી તો આપી હતી પણ તેના નીતિ-નિયમો ૩ વર્ષની રાહ જોયા બાદ બહાર પડાયા છે, મોદી સરકારની રાજકીય ઈચ્છાશક્તિને કારણે  આ શક્ય બન્યું છે. આ તબક્કે ભારત સરકારના નાણાકીય સેવાઓ બાબતના સચિવ ડૉ. હસમુખ અઢિયા, રાજ્યના નાણાવિભાગના  અધિક મુખ્ય સચિવ ડૉ. જે. એન. સિંઘ તથા 'ઇરડા'ના ચેરમેનના ટી.એસ. વિજયને પણ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા.

મોટા વિકાસ પ્રોજેક્ટો અટકાવવા થતી PIL સામે જેટલીને ચીડ
શું પીઆઇએલ માટેના નાણાં વિદેશમાંથી ઠલવાય છે ? નાણાંપ્રધાને પ્રશ્ન કર્યો

(પ્રતિનિધિ દ્વારા)        ગાંધીનગર, શુક્રવાર
ગિફ્ટસિટી પ્રોજેક્ટ જાહેર હિતની અરજી (પીઆઇએલ)ના અગ્નિ પરિક્ષણમાંથી પણ પાર ઉતર્યો છે, એમ ઉલ્લેખી કેન્દ્રીય નાણાંપ્રધાન અરૃણ જેટલીએ મોટા વિકાસ પ્રોજેક્ટ સામે પીઆઇએલ કરનારાઓની ઝાટકણી કાઢતા જણાવ્યું હતું કે, આવી પીઆઇએલ- કાનૂની લડત માટે નાણાં કોણ આપે છે, નાણા ક્યાંથી આવે છે, શું વિદેશમાંથી નાણાં આવે છે- આ બધી બાબતો શોધનો વિષય છે, ખરેખર તો મોટા વિકાસ પ્રોજેક્ટો સામે પીઆઇએલ થાય ત્યારે આવી કાનૂની લડત માટે નાણાં કોણ આપી રહ્યું છે, તે બાબત પીઆઇએલ સાથે જ સ્પષ્ટ થવી જોઇએ, કેમ કે વિકાસ પ્રોજેક્ટોમાં પીઆઇએલ કરવાનું વલણ આડખીલીરૃપ બની રહ્યું છે, તેમ જેટલીએ શુક્રવારે આઇએફ-એસસીના સમારોહમાં જણાવ્યું હતું.

નાણાંકીય સેવાના ક્ષેત્રે IFSC ગેમ ચેઇન્જર બનશે ઃ આનંદીબેન
IFSC દ્વારા નાણાંકીય સંસ્થાઓનો વિશ્વાસ સંપાદન કરી મોટા પાયે રોજગારીનું સર્જન થશે

(પ્રતિનિધિ દ્વારા)           ગાંધીનગર, શુક્રવાર
મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલ ઇન્ટરનેશનલ ફાયનાન્સિયલ સર્વિસીસ સેન્ટરના નીતિ- નિયમો અંગે યોજાયેલી પરિષદમાં બોલતા જણાવ્યું હતું કે, ગિફ્ટ સીટીમાં આકાર લેનારું ઇન્ટરનેશનલ ફાયનાન્સિયલ સર્વિસીસ સેન્ટર નાણાંકીય સેવાઓના ક્ષેત્ર માટે ગેમ ચેઇન્જર પુરવાર થશે, એ સાથે આનંદીબહેને ગિફ્ટ સિટીને આઇએફસીઆઇની ભેટ આપવા બદલ વડાપ્રધાન મોદીનો આભાર માન્યો હતો.
એમણે કહ્યું હતું કે, વડાપ્રધાન મોદીએ ગ્લોબલ ફાયનાન્સિયલ હબના નકશા ઉપર ભારતને મૂકવાનું જે સ્વપ્ન સેવ્યું તેને સાકાર કરવામાં ગિફ્ટી સિટીના આઇએફએસસીની ભૂમિકા મહત્ત્વની બની રહશે. એમણે એમ પણ કહ્યું કે, ગિફ્ટ સિટીનું આ આઇએફએસસી આન્તરરાષ્ટ્રીય બજારમાં નાણાંકીય સંસ્થાઓનો વિશ્વાસ સંપાદન કરી ગુજરાતમાં અને દેશમાં રોજગારીના સર્જન માટે અસરકારક માધ્યમ પુરવાર થશે. આનંદીબહેન પટેલે એમ પણ ઉમેર્યું હતું કે, ગિફ્ટ સિટી પૂર્ણ રીતે વિકસીત થશે ત્યારે તેમાં કુલ રૃા. ૭૮ હજાર કરોડનું રોકાણ થશે.
Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment