સુવિચાર

"Wel-Come to Information Technology & Business Development World" સુવિચાર :- "એક જ આવકના સ્ત્રોત પર નિર્ભર ના રહો, નવું રોકાણ કરો અને બીજી/ત્રીજી આવકનો સ્ત્રોત તૈયાર કરો.- વોરેન બફેટ" For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Wednesday, 22 February 2017

બોગસ બિલિંગ દ્વારા વેટકચેરીને છેતરનાર જિજ્ઞોશ મહેતાની ધરપકડ - આવકવેરાની નોટિસનો જવાબ ન આપનાર કરદાતાની કઠણાઈ વધશે

Gayatri Business Solution
(Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group,BlogWebsite, )

Good News Gayatri Business Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)

Gujarat Samachar News

બોગસ બિલિંગ દ્વારા વેટકચેરીને છેતરનાર જિજ્ઞોશ મહેતાની ધરપકડ

-ઘી વાળા, ઘંટી ચલાવનારાઓના ઓળખના પુરાવાઓ મેળવી તેમના નામે પેઢીઓની નોંધણી કરાવી ગરબડ કરી

(પ્રતિનિધિ તરફથી)    અમદાવાદ,તા.22 ફેબ્રુઆરી 2017, બુધવાર

દૂધવાળા, સાયકલ રિપેરર, ઘી વાળા અને ઘંટી ચલાવનારાઓને બૅન્કની લોન અપાવવાને બહાને તેમની પાસેથી ઓળખના પુરાવાઓ મેળવી તેમને નામે જુદી જુદી કંપનીઓ ઊભી કરીને વેટ રજિસ્ટ્રેશન મેળવીને બિલિંગના માધ્યમથી વેટ કચેરી સાથે છેતરપિંડી કરનાર જિજ્ઞોશ સુમતિલાલ મહેતાને અમદાવાદના સીઆઈડી ક્રાઈમના અધિકારીઓએ અટકમાં લીધો હતો. જિજ્ઞોશ મહેતા ૧૫ વર્ષથી સેલ્સટેક્સ પ્રેક્ટિશનર તરીકે કામ કરે છે.

જિજ્ઞોશ મહેતાએ રૃા.૧૦૭૨ કરોડના બોગસ બિલ ઇશ્યૂ કરીને તેને આધારે ખોટી રીતે ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી હોવાનું જાણવા મળે છે. પોલીસની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે અન્ય વેપારીઓને રૃા.૫૪.૭૮ કરોડની ખોટી વેરાશાખ અપાવડાવી છે. તદુપરાંત રૃા.૧૦૩૪.૫૮ કરોડની ખરીદીઓ બતાવીને રૃા.૪૫.૫૧ કરોડની ખોટી વેરાશાખ મેળવી હોવાનું બહાર આવ્યું છે.

આર્થિક ગુના નિવારણ શાખા-સીઆઈડી ક્રાઈમને અધિકારી એમ.એમ. સોલંકીએ આજે આપેલી એક અખબારી યાદીમાં જણાવ્યું છે કે જિજ્ઞોશ મહેતાએ આ રીતે અંદાજે ૪૦ જેટલી કંપનીઓના રજિસ્ટ્રેશન કરાવ્યા છે. આ કંપનીઓના બિલ બનાવીને વાસ્તવમાં માલની કોઈપણ લેવડદેવડ કર્યા વિના બોગસ વેરા શાખ એટલે કે ગેરકાયદે ઇનપુટ ટેક્સ ક્રેડિટ લઈને કૌભાંડ આચરવામાં આવ્યું છે.

અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે વાણિજ્યિક વેરા કચેરીમાં રજિસ્ટ્રેશન ધરાવતા અન્ય વેપારીઓને વેરાશાખ મળી રહે તે માટે વેચાણના બિલો બનાવીને આભાસી ખરીદવેચાણને વાસ્તવિક ખરીદવેચાણમાં ખપાવીને ખોટી ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવા માટે તેણે સી ફોર્મ, એફ ફોર્મ અને એચ ફોર્મનો પણ દુરુપયોગ કર્યો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
જિજ્ઞોશ મહેતાએ ખોટા દસ્તાવેજો ઊભા કરીને સાચા તરીકે ખપાવીને રૃા.૧૦૭૨.૯૧ કરોડના બિલ ઇશ્યૂ કર્યા હોવાનું આર્થિક ગુના નિવારણ શાખાના પોલીસ અધિકારીઓની તપાસમાં બહાર આવ્યું છે.
 
Source:-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/ahmedabad/ahmedabad-mehta-was-arrested-by-the-bogus-billing-jijnosa-vetakacerine-deceiver

આવકવેરા વિભાગમાં TDS જમા ન કરાવનાર ૮૫૦થી વધુ કંપનીઓને નોટિસ

- કર્ણાટક અને ગોવાની કંપનીઓ વિરુદ્ધ કાર્યવાહી

- કંપનીઓએ કર્મચારીઓ, પ્રોફેશનલો, કોન્ટ્રાકટરો પાસેથી વસૂલેલો TDS આઇટીમાં જમા કરાવ્યો નથી
- નિયમ અનુસાર કંપનીઓને TDS કાપ્યાના સાત દિવસમાં રકમ જમા કરાવવાની હોય છે

(પીટીઆઇ)    બેંગાલુરુ, તા. ૨૨ બુધવાર, ફેબ્રુઆરી 2017
આવકવેરા વિભાગે ટીડીએસ ન જમા કરાવવા બદલ ગોવા અને કર્ણાટકની ૮૫૦થી વધુ  કંપનીઓને નોટિસ મોકલી છે.
આવકવેરા વિભાગના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું છે કે કર્મચારીઓ, પ્રોફેશનલો, કોન્ટ્રાકટરો અને અન્ય પાસેથી ટીડીએસ કાપીને આવકવેરા વિભાગમાં આ રકમ જમા કરાવવામાં વિલંબ કરનાર કંપનીઓ સામે આવકવેરા વિભાગે ટેક્સ દાખલ કર્યો છે.

આવકવેરા વિભાગે એક નિવેદનમાં જણાવ્યું છે કે કુલ ૮૫૯ શો કોઝ નોટીસ ફટકારવામાં આવી છે. જેમાં કર્ણાટક તથા ગોવાનાં ખાનગી એકમો, સરકારી એજન્સીઓ અને જાહેર સાહસોનો સમાવેશ થાય છે. ૪૮ કેસોમાં તપાસની મંજૂરી આપી દેવામાં આવી છે અને સ્પેશિયલ ઇકોનોમિક ઓફેનસ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી દેવામાં આવી છે.

૨૨૩ કેસમાં ટીડીએસ કાપનાર કંપનીએ ટેક્સની રકમ જમા કરાવીને ગુનો માંડવાળ કરવાની અરજી કરી છે. જો કે તેઓ વ્યાજ અને દંડ ચૂકવવા તૈયાર નથી.

આવકવેરા વિભાગના જણાવ્યા અનુસાર દેશના અન્ય ભાગોમાં પણ ટૂંક સમયમાં આવી જ કાર્યવાહી શરૃ કરવામાં આવશે.
દિલ્હીમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ(સીબીડીટી)ના ચેરમેન સુશીલ ચંદ્રાએ તાજેતરમાં જ વિભાગના કાર્યાલયોને પત્ર લખી ટીડીએસ નહીં જમા કરાવનાર કંપનીઓ સામે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે.

કંપનીઓ દ્વારા ગયા વર્ષની સરખામણીમાં ૧૫ ટકા ઓછી રકમ જમા કરાવવામાં આવી છે. નિયમ અનુસાર કર્મચારી પાસેથી ટીડીએસ કાપી લીધાના સાત દિવસની અંદર કંપનીએ આ રકમ આવકવેરા વિભાગમાં જમા કરાવવાની હોય છે.

આ નિયમનો ભંગ કરનારને વ્યાજ અને દંડ ભરવો પડે છે અને આવકવેરા કાયદો, ૧૯૬૧ની કલમ ૨૭૬બી હેઠળ તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે છે. ટીડીએસ કેટેગરી હેઠળ ૩૧ જાન્યુઆરી, ૨૦૧૭ સુધીમાં આવકવેરા વિભાગને ૨.૮૫ લાખ કરોડની આવક થઇ છે.


Source:-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/national/performing-the-tds-tax-deposit-notices-section-of-more-than-850-companies

આવકવેરાની નોટિસનો જવાબ ન આપનાર કરદાતાની કઠણાઈ વધશે

-નોટબંધી પછી ખાતામાં પૈસા જમા કરાવનારા કરદાતાઓ પર ત્રાટક

-નોટબંધી પછી બચત ખાતામાં રદ થયેલી ચલણી નોટ્સ જમા કરાવનારાઓએ જવાબ નહિ આપ્યો હોય તો ટેક્સ ને દંડ વસૂલ

અમદાવાદ,તા.22 ફેબ્રુઆરી 2017, બુધવાર

નોટબંધી પછી બચત કે કરન્ટ એકાઉન્ટમાં રદ થયેલી ચલણી નોટ્સ જમા કરાવનારા કરદાતાઓને આવકવેરા ખાતા દ્વારા આપવામાં આવેલી નોટિસનો સંતોષકારક જવાબ ન આપનારા કરદાતાઓના ખુલાસાને અસ્વીકાર્ય ગણીને તેમની પાસેથી ટેક્સ અને દંડ વસૂલવાની કાર્યવાહી ચાલુ કરવામાં આવશે.

આ કેટેગરીમાં આવતા કરદાતાઓને આવકવેરા ખાતા તરફથી રિમાઈન્ડર અને રિક્વેસ્ટ આવી હોવા છતાંય જો તેનો ઓનલાઈન પ્રતિભાવ ન આપનારા કરદાતાઓના આવકવેરાના રિટર્નમાંથી અને એન્યુઅલ ઇન્ફોર્મેશન રિપોર્ટમાંથી આવકવેરા ખાતું તેમની આવકને લગતી વિગતો એકત્રિત કરી લેશે. આ માટે જરૃર પડયે તેઓ ત્રાહિત વ્યક્તિ પાસેથી પણ વિગતો મેળવી લઈને આવકવેરા ખાતું કાર્યવાહી કરશે. તેમ જ તેમની બૅન્ક ખાતાનો સંપૂર્ણ રૅકોર્ડ તપાસીને તેમણે ન દર્શાવેલી આવકને છુપાવેલી આવક ગણીને તેના પર દંડ અને ટેક્સ વસૂલ કરવામાં આવશે.

આ પ્રકારના કોઈકોઈ કેસમાં સર્વે એટલે કે આવકવેરા ખાતાના અધિકારીઓ કરદાતાના ઘરે જઈને કે ઑફિસે જઈને તપાસ પણ કરશે. આ તપાસ દરમિયાન તેમને જાણવા મળશે કે ખાતામાં જમા કરાવવામાં આવેલી રકમ ત્રાહિત વ્યક્તિની હતી તો તેવા કિસ્સાઓમાં ત્રાહિત વ્યક્તિના ઘરે જઈને પણ તપાસ કરવામાં આવશે. તેમ જ ત્રાહિત વ્યક્તિ સામે પણ કાયદેસર લઈ શકાતા પગલાં લેવામાં આવશે.
સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ ટેક્સિસે કરેલી આ વ્યવસ્થાને ધ્યાનમાં લેતા નોટબંધી પછી જે કરદાતાઓએ તેમના બચત ખાતામાં રોકડથી રદ થયેલી ચલણી નોટ્સ જમા કરાવી હોય અને આવકવેરા ખાતા તરફથી તેમને નોટિસ આપવામાં આવી હોય તો તેવા સંજોગોમાં તેમણે આવકવેરાની વેબસાઈટમાં લોગ ઇન કરીને કૅશ ટ્રાન્ઝેક્શનના વિભાગમાં જઈને તેમના બૅન્કના વહેવારો અંગે ખુલાસાઓ કરી દેવા જરૃરી છે.


Source:-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/ahmedabad/ahmedabad-income-of-the-taxpayer-will-not-notice-probe
 
Source :-http://gujaratsamachar.com
Products :- Quick Heal Antivirous, Tally, GST, CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

Thursday, 26 January 2017

આંગડીયામાં ૧૫ ફેબુ્રઆરીથી રોકડની હેરફેર બંધ થઈ જશે - આતંકવાદનો ખાતમો, વ્યાપાર, સંરક્ષણને મહત્વ આપીશું : ટ્રમ્પની મોદી સાથે ફોન પર વાતચીત

Gayatri Business Solution
(Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group,BlogWebsite, )

Good News Gayatri Business Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)

Gujarat Samachar News

આંગડીયામાં ૧૫ ફેબુ્રઆરીથી રોકડની હેરફેર બંધ થઈ જશે

-CBDTની ચીમકીને પગલે નિર્ણય

-માત્ર પાર્સલની જ લેવડ-દેવડ કરાશે:સોનીઓના ફોન ટ્રેક થતા હોવાથી કોઈ જ વાતચીત કરાશે નહિ

અમદાવાદ,તા.25 જાન્યુઆરી 2017, બુધવાર

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT) ડીપાર્ટમેન્ટ દ્વારા રોકડની હેરાફેરી કરનારા આંગડિયાઓ વિરુદ્ધ કડક પગલાભરવાની અપાયેલી ચેતવણીની અસર થઈ છે જેના ભાગરૃપે દેશભરના આંગડિયાઓએ ૧૫મી ફેબુ્રઆરીથી રોકડ રકમની હેરફેર કરવા પર પોતાની જાતે જ પાબંદી લગાવી દીધી છે.

સૂત્રો જણાવે છે કે, CBDT એ એવી ચીમકી આપી છે કે ઘણાં આંગડિયાઓમાં ગેરકાયદે રોકડ નાણાંની ધૂમ લેવડદેવડ થઈ રહી છે. આ બંધ થવું જોઈએ જો ત્રણ લાખથી વધુ રોકડ રકમ પકડાશે તો મની લોન્ડરિંગ એક્ટ હેઠળ સાત વર્ષની સજા પણ થઈ શકે છે. આ બાબતને ગંભીર ગણીને આંગડિયા એસોસીએશને મિટિંગ બોલાવ હતી જેમાં ઘણી જ લાંબી ચર્ચા વિચારણા થઈ હતી.

આખરે એવો નિર્ણય લેવાયો છે કે ૧૫મી ફેબુ્રઆરીના દિવસથી કોઈ પણ પ્રકારની રોકડની હેરફેર કરવામાં નહી આવે માત્ર નાના મોટા પાર્સલની જ લેવડદેવડ કરાશે આ ઉપરાંત જ્વેલરી અને ડાયમંડ બજારમાં વેપારીઓના ફોન ટ્રેક થતા હોવાથી આંગડિયાના માણસો મોબાઇલ પોન, લેન્ડલાઇન કે ઇન્ટરકોમથી કોઈની સાથે વાતચીત કરશે નહીં.
અત્રે નોંધનીય છે કે વર્ષોથી દેશભરમાં આંગડિયાઓની પેઢીઓ મારફતે અબજો રૃપિયાના કાળા નાણાંની હેરફેર કરવામાં આવે છે. આંગડિયા પેઢીઓએ ભલે ખાતરી આપી પરંતુ વાસ્તવમાં રોકડની હેરફેર જ તેમની મુખ્ય આવક હોઈ તેને બંધ નહીં કરે.
 
Source:-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/ahmedabad/ahmedabad-february-15-will-be-closed-angadiyamam-cash-in-transit

આતંકવાદનો ખાતમો, વ્યાપાર, સંરક્ષણને મહત્વ આપીશું : ટ્રમ્પની મોદી સાથે ફોન પર વાતચીત

- ટ્રમ્પ-મોદીએ એકબીજાને આવવા માટે આમંત્રણ પાઠવ્યા

- અમેરિકા ભારત સાથે મહત્વના મુદ્દે ખભેખભો મિલાવી કામ કરશે તેવી ટ્રમ્પે મોદીને ખાતરી આપી

નવી દિલ્હી, તા. ૨૫ બુધવાર, જાન્યુઆરી2017
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શપથ લીધા બાદ પહેલી વખત વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સાથે ફોન પર વાતચીત કરી હતી. જે દરમિયાન ટ્રમ્પે ભારતને અમેરિકાનો મિત્ર દેશ ગણાવ્યો હતો. સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને અમેરિકા આવવા આમંત્રણ આપ્યું હતું, તો મોદીએ પણ ટ્રમ્પને ભારત આવવા આમંત્રીત કર્યા હતા. આ દરમિયાન કેટલાક મહત્વના મુદ્દાઓ પર બન્ને વચ્ચે વાતચીત થઇ હતી.

મોદી અને ટ્રમ્પ બન્ને વચ્ચેની વાતચીતમાં આતંકવાદ, સુરક્ષા અને વ્યાપારને વધુ મહત્વ અપાયું હતું. ટ્રમ્પે મોદીને કહ્યું કે વૈશ્વિક આતંકવાદ મુદ્દે ભારત અને અમેરિકા બન્ને ખભેખભો મિલાવી સાથે ચાલશે. બન્ને મળીને સંબંધોને વધુ મજબુત બનાવશે.

બન્ને વચ્ચેની વાતચીતમાં આતંકવાદ ઉપરાંત ભવિષ્યની નીતીઓ પર પણ ચર્ચા કરવામાં આવી છે. અમેરિકા માટે ભારત મહત્વનો રહેશે કેમ કે ભારત વ્યાપાર માટેનું એક મોટુ માર્કેટ પણ છે. ટ્રમ્પ અને મોદીની વાતચીતમાં ત્રીજો મહત્વનો મુદ્દો વ્યાપાર રહ્યો. ટ્રમ્પે મોદીને કહ્યું હતું કે અમેરિકા ભારત સાથે સંરક્ષણ, સ્થાનિક સુરક્ષા અને વ્યાપારના ક્ષેત્રમાં મળીને કામ કરવા માટેની ઇચ્છા ધરાવે છે.


Source:-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/gandhinagar/gandhinagar-circular-only-40-thousand-digital-tax-day-
 
Source :-http://gujaratsamachar.com
Products :- Quick Heal Antivirous, Tally, GST, CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

Friday, 20 January 2017

વેપારીઓની ઑફિસે એન્ફોર્સમેન્ટ અધિકારીઓને મોકલવાની ચિમકી! - રપ દિવસમાં ફકત ૪૦ હજારનો ડીજીટલ વેરો!

Gayatri Business Solution
(Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group,BlogWebsite, )

Good News Gayatri Business Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)

Gujarat Samachar News

વેપારીઓની ઑફિસે એન્ફોર્સમેન્ટ અધિકારીઓને મોકલવાની ચિમકી!

- VATથી GSTનું માઈગ્રેશન ન કરે તો

- રૃા.૨૦ લાખથી ઓછું ટર્ન ઓવર ધરાવનારાઓએ પણ વેટમાંથી જીએસટીમાં ફરજિયાત માઈગ્રેશન કરવું પડશે : વેટ કમિ

(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, તા.20 જાન્યુઆરી, 2017, શુક્રવાર
 
વેલ્યુ એડેડ ટેક્સના રજિસ્ટ્રેશનને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના રજિસ્ટ્રેશનમાં રૃપાંતરિત કરવા માટેની માઈગ્રેશનની પ્રક્રિયા પૂરી ન કરનારા વેપારીઓને આજે એકાએક એસ.એમ.એસ. કરીને ૨૧મી પૂર્વે માીગ્રેશન કરાવી લેવા અથવા તો એન્ફોર્સમેન્ટ અધિકારીઓ તેમને ત્યાં પહોંચી જશે તેવી ચીમકી આપવામાં આવતા વેપારી આલમમાં હોબાળો મચી ગયો છે. અમદાવાદ ને ગુજરાતના તમામ ૪.૬૬ લાખ વેપારીઓને આ પ્રકારની નોટિસ પાઠવી દેવામાં આવી છે.
 
વેટ કચેરી તરફથી આજે કરવામાં આવેલા એસ.એમ.એસ.માં જણાવવામાં આવ્યું છે કે વેટનું રજિસ્ટ્રેશન ધરાવનારા દરેક વેપારી માટે જીએસટીમાં તેમનું નામ રજિસ્ટર કરાવવું ફરજિયાત છે. ૨૧મી જાન્યુઆરી એટલે કે શનિવાર સુધીમાં તેમના વેટ રજિસ્ટ્રેશનનું જીએસટી રજિસ્ટ્રેશનમાં માઈગ્રેશન જે વેપારી નહિ કરાવે તો તે વેપારીઓના ટર્નઓવરની વિગતોની ચકાસણી કરવા માટે કોમર્શિયલ ટેક્સ ડિપાર્ટમેન્ટની એન્ફોર્સમેન્ટ વિંગના અધિકારીઓ ત્રાટકશે. વેટ કચેરીને આ ધમકીને પરિણામે ગુજરાતની વેપારી આલમમાં હોબાળો મચી ગયો છે. આ મેસેજ રાજ્યના તમામ ૪.૯૦ લાખ વેપારીઓને ગયો હોવાનું જાણવા મળી રહ્યું છે.
 
વેપારી રજિસ્ટ્રેશન માઈગ્રેટ ન કરાવે તો ટેક્સ રિકવરી આવશે
વેટ કચેરીના આ ધમકી ભર્યા મેસેજ અંગે વેટ કમિશનર પી.ડી. વાઘેલાને પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે વેટથી જીએસટીના માઈગ્રેશનમાં ૨૦ લાખથી ઓછી વાર્ષિક આવક ધરાવનારા વેપારીઓ જોડાતા જ નથી. આ વેપારીઓની ગેરસ મજ છે. તેમણે રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. તેઓ માઈગ્રેશન ન કરાવે તો તેમની પાસેથી ટેક્સની રિકવરી આવી શકે છે. બીજું, વેપારીઓ પર ત્રાટકશે નહિ, પણ તેમની પાસે જઈને માઈગ્રેશન કરાવવાની વિધી કરાવશે. માઈગ્રેટ ન કરાવનારાઓને ધંધો કરવામાં તકલીફ પડવાની પણ સંભાવના છે
 
Source:-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/ahmedabad/amdavad-enforcement-officers-would-threaten-to-send-the-merchants-office-

રપ દિવસમાં ફકત ૪૦ હજારનો ડીજીટલ વેરો!

- ઓનલાઈન વેરો ભરવામાં નિરસતા

- તા.રપ ડીસેમ્બરે કોર્પોરેશને ઓનલાઈન વેરા ભરવા માટેની વ્યવસ્થા ગોઠવી હતી

ગાંધીનગર,તા.20 જાન્યુઆરી 2017, શુક્રવાર

દેશમાં નોટબંધી લાગુ થયા બાદ કેશલેસ નીતિ ઉપર ભાર મુકવાની સાથે ડીજીટલ માધ્યમોથી નાણાંકીય વ્યવહારો કરવા સરકાર સૂચના આપી રહી છે ત્યારે ગાંધીનગર કોર્પોરેશને પણ ગત તા.રપ ડિસેમ્બરથી ઓનલાઈન વેરો ભરવા માટેની સગવડ ઉભી કરી છે.

 જો કે છેલ્લા રપ દિવસમાં ફકત ૧૮ વ્યક્તિઓએ આ ડીજીટલ પધ્ધતિથી વેરો ભર્યો છે અને તેની રકમ ચાલીસ હજાર જેટલી થવા જાય છે. ત્યારે આ માટે મોટુ રાહતનું પ્રોત્સાહન મળે તો જ આ નીતિ સફળ થાય તેમ લાગી રહયું છે. જો કે ભાજપ શાસિત કોર્પોરેશન હોવા છતાં કેન્દ્ર સરકારની આ કેશલેસ નીતિને પ્રોત્સાહન આપવા માટે ઢીલી નીતિ અપનાવવામાં આવી રહી છે.

ગઈકાલે મળેલી સામાન્ય સભામાં ૦.૫૦ ટકાની રીબેટ યોજનાની દરખાસ્ત મુકવામાં આવી હતી. જેમાં કોંગ્રેસે વિરોધ નોંધાવીને જે નાગરીકો ઓનલાઈન વેરો ભરે તેને પાંચ ટકા રાહત આપવાની માંગણી કરી હતી. તેમ છતાં આ માંગણીનો અસ્વીકાર કર્યો હતો અને આ દરખાસ્તને પેન્ડીંગ કરી દીધી હતી. કેન્દ્ર સરકારની આ નીતિને સફળ બનાવવી હોય તો ડીજીટલ પેમેન્ટથી મોટી રાહત આપવી પડશે તો જ નાગરિકો તેનો સ્વીકાર કરશે તેમ લાગી રહયું છે.


Source:-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/gandhinagar/gandhinagar-circular-only-40-thousand-digital-tax-day-
 
Source :-http://gujaratsamachar.com
Products :- Quick Heal Antivirous, Tally, GST, CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

Friday, 6 January 2017

વાઇબ્રન્ટમાં ૭૬ લાખ કરોડના રોકાણના દાવા સામે 'મોદી મોડેલ' નિષ્ફળ ગયું - સાતમાં પગારપંચથી વંચિત રહેલાં કર્મચારીઓ વાઇબ્રન્ટનો વિરોધ કરશે

Gayatri Business Solution
(Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group,BlogWebsite, )

Good News Gayatri Business Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)

Gujarat Samachar News

વાઇબ્રન્ટમાં ૭૬ લાખ કરોડના રોકાણના દાવા સામે 'મોદી મોડેલ' નિષ્ફળ ગયું

-ભાજપ સરકારની દેશપ્રેમની વાત ખોટી ઃ કોંગ્રેસ

-છેલ્લા ચાર વાઇબ્રન્ટમાં ૨૧૦ કરોડનો ખર્ચ, બિન સત્તાવાર આંકડો ૭૦૦ કરોડને પાર થયો

અમદાવાદ,તા.6 જાન્યુઆરી 2017, શુ્ક્રવાર

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને આડે હવે માંડ ત્રણ દિવસ બાકી રહ્યા છે ત્યારે જ કોંગ્રેસે ધડાકો કર્યો છે કે અત્યાર સુધી યોજાયેલી વાઇબ્રન્ટમાં કુલ ૫૧૪૨૪ MOU થયા છે. જેમાં રૃ. ૭૬ લાખ કરોડનાં રોકાણની જાહેરાત થઇ હતી. ૨૦૦૩ થી ૨૦૧૧ વચ્ચે વાસ્તવિક રોકાણ સામે સફળતાનો ગુણોત્તર માત્ર ૭.૮૫ ટકાનો જ છે. ૨૦૧૩માં જાહેરાત થઈ હતી કે ૫૨ લાખ લોકોને રોજગારી અપાશે. જેમાં માંડ ૧૦ ટકાને જ મળી છે. ગુજરાતમાં બે લાખ બેરોજગારો હોવાની સરકારની વાત સાવ ખોટી અને બેબૂનીયાદ છે. ખરેખર તો ૩૫ લાખથી વધુ યુવાનો બેકાર છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ ભરતસિંહ સોલંકી અને વિધાનસભા વિરોધ પક્ષનાં નેતા શંકરસિંહ વાઘેલાએ મીડિયા સાથેની વાતચીતમાં વધુમાં જણાવ્યું હતું ક, ૭૬ લાખ કરોડના મૂડી રોકાણના દાવા, લાખો રોજગારીનાં સર્જનની જાહેરાતો ગુલબાંગ સાબિત થઈ છે. 'મોદી મોડેલ' સંપૂર્ણપણે નિષ્ફળ ગયું છે. ૮મી વાઇબ્રન્ટ પહેલા કરોડોનો ખર્ચ કરાયો તેમાં લોકોને કશો ફાયદો થયો નથી. આ બધુ સ્વપ્રસિધ્ધિ માટે જ છે.

તેઓએ વધુમાં જણાવ્યું કે, રોજગારી ઉત્પન કરતા ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાને બદલે પૂંજીપતિઓને જ ફાયદો કરાવાય છે. કરોડોના રોકાણના દાવાઓ પછી પણ ગુજરાતમાં ૮૯ ટકા મહિલા અને ૯૦ ટકા પુરુષો અસંગઠીત ક્ષેત્રમાં કામ કરે છે. જયારે ૪૨ ટકા ગરીબી-ભૂખમરોમાં વધારો થયો છે.

બીપીએલ ધારકોની સંખ્યા ૨૬.૧૯ લાખથી વધીને ૪૧ લાખ થઇ ગઈ છે. ૫૦ લાખ મકાનની જાહેરાત કરનારા મોદીના શાસનમાં માત્ર ૫૦૦૦ મકાનો જ બન્યા છે. કાપડ ઉદ્યોગનાં રોજગારમાં મોટો ઘટાડો નોંધાયો છે.

દર વર્ષે ૧ લાખ બેરોજગારીમાં વધારો થઇ રહ્યો છે. ૨૦૧૦ થી ૨૦૧૫માં રોકાણમાં ગુજરાત દેશમાં પાંચમાં નંબરે છે. રજિસ્ટર્ડ રોકાણમાં ત્રીજા નંબરે છે. ગૌચરની ૧.૧૬ લાખ ચોરસમીટર જમીન ઉદ્યોગપતિઓને મફતનાં ભાવે પધરાવી દેવામાં આવી છે. બે કેમિકલ્સ અને પેટ્રો કેમિકલ્સમાં ૪૨૬૫ પ્રોજેકટ આવશે એવું જાહેર કરાયું હતું પણ ૧૪૪૫ પ્રોજેક્ટને પડતા મુકાયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વ્યકિતગત ભ્રષ્ટાચાર ખુલ્લો પડયો હોય તેમણે પોતાનાં પદ પરથી રાજીનામું આપી દેવું જોઈએ.
 
 
Source:-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/ahmedabad/ahmedabad-vibrant-failed-modi-model-claims-against-an-investment-of-rs-76-lakh

સાતમાં પગારપંચથી વંચિત રહેલાં કર્મચારીઓ વાઇબ્રન્ટનો વિરોધ કરશે

- ૧૦મીએ સંકલન સમિતિના એક હજારથી વધુ હોદ્દેદારો કાળા કપડાં ધારણ કરશે અને જિલ્લાકક્ષાએ પણ રેલીઓ કઢાશે

ગાંધીનગર,શુક્રવાર તા. 6 જાન્યુઆરી 2017
રાજ્ય સરકારમાં ફરજ બજાવતાં ઘણા કર્મચારીઓને હજુ સુધી સાતમાં પગારપંચનો લાભ નહીં મળતાં રોષ પણ ઉભો થયો છે ત્યારે આગામી દિવસોમાં યોજાનાર વાઇબ્રન્ટ સમિટનો વિરોધ કરશે. ઉપરાંત ૧૦૦૦ હજાર જેટલાં કર્મચારીઓ કાળા કપડા પહેરીને વિરોધ નોંધાવશે. પગારપંચ સહિત અન્ય લાભો અંગે અવાર નવાર રજૂઆતો કરવા છતાં તેનો નિવેડો નહીં આવતાં ના છૂટકે કર્મચારીઓ ફરજ દરમિયાન વિરોધ પ્રગટ કરીને અડચણ પણ ઉભી કરશે.

રાજ્ય સરકાર દ્વારા કર્મચારીઓને આપવામાં આવતા લાભોમાં પણ ભેદભાવભરી નીતિ અપનાવતું હોય તેમ પગારપંચ સહિત અન્ય મળવાપાત્ર લાભોમાં પણ બેધારી નીતિ અપનાવીને કર્મચારીઓને અન્યાય કરી રહી છે ત્યારે આ નીતિનો રાજ્ય કર્મચારી સંકલન સમિતિ દ્વારા વિરોધ કરીને વાઇબ્રન્ટ સમિટમાં અડચણો ઉભા કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

જે અંતર્ગત તા.૧૦મી જાન્યુઆરીના રોજ ગાંધીનગર ખાતે સમગ્ર ગુજરાતમાંથી એક હજારથી વધુ કર્મચારી હોદ્દેદારો કાળા કપડા ધારણ કરીને સમિટનો વિરોધ કરશે તો બીજી તરફ બોર્ડ નિગમના કર્મચારીઓને પણ સાતમું પગારપંચ સહિત બે ટકા મોંઘવારી ભથ્થુ આપવામાં સરકાર અડોડાઇ કરી રહ્યું છે.

જ્યારે છઠ્ઠા પગારપંચના પડતર પ્રશ્નો અંગે પણ આજદિન સુધી નિકાલ લાવવામાં નહીં આવતાં સંકલન સમિતિ દ્વારા તા.૧૦મીએ વાઇબ્રન્ટનો વિરોધ કરવામાં આવશે ઉપરાંત સમિટમાં ફરજ બજાવતાં અધિકારીઓ અને કર્મચારીઓ પણ કોઇપણ સમયે વિરોધ પ્રદર્શિત કરશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે. જ્યારે આગામી દિવસોમાં રાજ્યના તમામ જિલ્લા મથકોએ પણ ધરણા યોજી સરકારની બેધારી નીતિનો વિરોધ કરવામાં આવશે તેવું સમિતીના અધ્યક્ષે જણાવ્યું છે.

Source:-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/gandhinagar/seventh-pay-commission-to-deprive-employees-who-will-oppose-vibrant
 
Source :-http://gujaratsamachar.com
Products :- Quick Heal Antivirous, Tally, GST, CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

Friday, 30 December 2016

* Happy New Year * & * Good Bye 2016 Wel - Come 2017* Education Spical Price Gayatri Solution Group & Gayatri Business Solution Velid Up to (Jan - 2017)

Gayatri Business Solution
(Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group,BlogWebsite, )

Good News Gayatri Business Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)

 

Education Spical Price Gayatri Solution Group & Gayatri Business Solution Velid Up to (Jan 2017)

Education Software VCD Std 1 to 12 English - Gujarati Medium

Note :- Purchase any products just email inquiry.gsg15@gmail.com

* Happy New Year * & * Good Bye 2016 Wel - Come 2017*

Price List of  (Animation + Assesment + Exam + PaperGenaration + Analysis)
STD SUBJECT PRICE 5% tax TOTAL 3 YR 5% TAX TOTAL
1 kalarav 900.00 45.00 945.00 1800.00 90 1890.00
1 English 900.00 45.00 945.00 1800.00 90 1890.00
2 kunajan 900.00 45.00 945.00 1800.00 90 1890.00
2 kilol 900.00 45.00 945.00 1800.00 90 1890.00
2 English 900.00 45.00 945.00 1800.00 90 1890.00
3 mari Aaspas 1000.00 50.00 1050.00 2000.00 100 2100.00
3 Guj 1000.00 50.00 1050.00 2000.00 100 2100.00
3 maths 1000.00 50.00 1050.00 2000.00 100 2100.00
3 English 1000.00 50.00 1050.00 2000.00 100 2100.00
4 amari Aaspas 1000.00 50.00 1050.00 2000.00 100 2100.00
4 Guj 1000.00 50.00 1050.00 2000.00 100 2100.00
4 maths 1000.00 50.00 1050.00 2000.00 100 2100.00
4 English 1000.00 50.00 1050.00 2000.00 100 2100.00
4 Hindi 1000.00 50.00 1050.00 2000.00 100 2100.00
5 Aapni Aaspas 1000.00 50.00 1050.00 2000.00 100 2100.00
5 Guj 1000.00 50.00 1050.00 2000.00 100 2100.00
5 maths 1000.00 50.00 1050.00 2000.00 100 2100.00
5 English 1000.00 50.00 1050.00 2000.00 100 2100.00
5 Hindi 1000.00 50.00 1050.00 2000.00 100 2100.00


18500.00 925.00 19425.00 37000.00 1850 38850.00








6 ss 1100.00 55.00 1155.00 2200.00 110.00 2310.00
6 sci 1100.00 55.00 1155.00 2200.00 110.00 2310.00
6 maths 1100.00 55.00 1155.00 2200.00 110.00 2310.00
6 Gujarati 1000.00 50.00 1050.00 2000.00 100.00 2100.00
6 English 1000.00 50.00 1050.00 2000.00 100.00 2100.00
6 Hindi 1000.00 50.00 1050.00 2000.00 100.00 2100.00
6 Sanskrit 1000.00 50.00 1050.00 2000.00 100.00 2100.00
7 ss 1100.00 55.00 1155.00 2200.00 110.00 2310.00
7 sci 1100.00 55.00 1155.00 2200.00 110.00 2310.00
7 maths 1100.00 55.00 1155.00 2200.00 110.00 2310.00
7 Gujarati 1000.00 50.00 1050.00 2000.00 100.00 2100.00
7 English 1000.00 50.00 1050.00 2000.00 100.00 2100.00
7 Hindi 1000.00 50.00 1050.00 2000.00 100.00 2100.00
7 Sanskrit 1000.00 50.00 1050.00 2000.00 100.00 2100.00
8 ss 1100.00 55.00 1155.00 2200.00 110.00 2310.00
8 sci 1100.00 55.00 1155.00 2200.00 110.00 2310.00
8 maths 1100.00 55.00 1155.00 2200.00 110.00 2310.00
8 Gujarati 1000.00 50.00 1050.00 2000.00 100.00 2100.00
8 English 1000.00 50.00 1050.00 2000.00 100.00 2100.00
8 Hindi 1000.00 50.00 1050.00 2000.00 100.00 2100.00
8 Sanskrit 1000.00 50.00 1050.00 2000.00 100.00 2100.00


21900.00 1095.00 22995.00 43800.00 2190.00 45990.00
1 to 8
40400.00 2020.00 42420.00 80800.00 4040.00 84840.00

Price List of (Animation + Assesment+ Exam + PaperGenaration + Analysis)
STD SUBJECT PRICE 5% tax TOTAL 3 YR 5% TAX TOTAL
9 ss 1400.00 70.00 1470.00 2800.00 140 2940.00
9 sci 1400.00 70.00 1470.00 2800.00 140 2940.00
9 maths 1400.00 70.00 1470.00 2800.00 140 2940.00
10 ss 1600.00 80.00 1680.00 3200.00 160 3360.00
10 sci 1600.00 80.00 1680.00 3200.00 160 3360.00
10 maths 1600.00 80.00 1680.00 3200.00 160 3360.00


9000.00 450.00 9450.00 18000.00 900 18900.00

STD SUBJECT PRICE 5% tax TOTAL 3 YR 5% TAX TOTAL
11  PHYSICS 4500.00 225.00 4725.00 9000.00 450.00 9450.00
11  CHEMISTRY 4500.00 225.00 4725.00 9000.00 450.00 9450.00
11 BIOLOGY 4500.00 225.00 4725.00 9000.00 450.00 9450.00
12 PHYSICS 4500.00 225.00 4725.00 9000.00 450.00 9450.00
12 CHEMISTRY 4500.00 225.00 4725.00 9000.00 450.00 9450.00
12 BIOLOGY 4500.00 225.00 4725.00 9000.00 450.00 9450.00


27000.00 1350.00 28350.00 54000.00 2700.00 56700.00
















STD SUBJECT PRICE 5% tax TOTAL 3 YR 5% TAX TOTAL
11  PHYSICS 4500.00 225.00 4725.00 9000.00 450.00 9450.00
11  CHEMISTRY 4500.00 225.00 4725.00 9000.00 450.00 9450.00
11 BIOLOGY 4500.00 225.00 4725.00 9000.00 450.00 9450.00
11 MATHS 4500.00 225.00 4725.00 9000.00 450.00 9450.00
12 PHYSICS 4500.00 225.00 4725.00 9000.00 450.00 9450.00
12 CHEMISTRY 4500.00 225.00 4725.00 9000.00 450.00 9450.00
12 BIOLOGY 4500.00 225.00 4725.00 9000.00 450.00 9450.00
12 MATHS 4500.00 225.00 4725.00 9000.00 450.00 9450.00


36000.00 1800.00 37800.00 72000.00 3600.00 75600.00




Note :- Purchase any products just email inquiry.gsg15@gmail.com
Source :- Gayatri Solution Group, Gayatri Business Solution
Products :- Quick Heal Antivirous, Tally, GST, CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/