સુવિચાર

"Wel-Come to Information Technology & Business Development World" સુવિચાર :- "એક જ આવકના સ્ત્રોત પર નિર્ભર ના રહો, નવું રોકાણ કરો અને બીજી/ત્રીજી આવકનો સ્ત્રોત તૈયાર કરો.- વોરેન બફેટ" For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Monday, 28 December 2015

जानिए क्या है GST, इससे क्या होगा फायदा - GST ( Goods and Services Tax (India) Bill ) News - 13

Gayatri Business Solution
(Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group,BlogWebsite, )

Good News Gayatri Business Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)

GST ( Goods and Services Tax (India) Bill ) News - 13

जानिए क्या है GST, इससे क्या होगा फायदा

जीएसटी: मुकम्मल मंजिल की ओर
वस्तु और सेवा कर (जीएसटी) पर संविधान संशोधन बिल को कैबिनेट की मंजूरी मिलने के बाद शुक्रवार को लोक सभा में भी पेश कर दिया गया है। इसके साथ ही देश भर में जीएसटी को लागू करने की राह आसान हो गई है।

जीएसटी को इस दशक का सबसे अहम आर्थिक सुधार माना जा रहा है। जीएसटी लागू होने के बाद वस्तुओं और सेवाओं पर अलग-अलग लगने वाले सभी कर एक ही कर में समाहित हो जाएंगे।

इससे पूरे देश में वस्तुओं और सेवाओं की कीमतें लगभग एक हो जाएंगी। मैन्युफैक्चरिंग लागत घटेगी, जिससे उपभोक्ताओं के लिए सामान सस्ता होगा।

अप्रत्यक्ष कर की इस नई व्यवस्था से अर्थव्यवस्था को 60 लाख करोड़ रुपये का फायदा होगा। पेश है जीएसटी, अब तक इसके सफर और आगे की संभावना पर दीपक मंडल का विश्लेषण।

क्या है जीएसटी

जीएसटी एक वैट है, जो वस्तुओं और सेवाओं दोनों पर लगेगा। मौजूदा दौर में वैट सिर्फ वस्तुओं पर लागू होता है। जीएसटी दो स्तरों पर लगेगा।

एक केंद्रीय जीएसटी होगा, जबकि दूसरा राज्य का। इससे पूरा देश एकीकृत बाजार में तब्दील हो जाएगा और ज्यादातर अप्रत्यक्ष कर जीएसटी में समाहित हो जाएंगे।

क्या होगा फायदा

केंद्र के स्तर पर यह केंद्रीय उत्पाद शुल्क, सेवा कर और अतिरिक्त सीमा शुल्क और राज्य स्तर पर वैट, मनोरंजन, विलासिता, लॉटरी टैक्स और बिजली शुल्क को समाहित कर लगेगा।

केंद्रीय बिक्री कर (सीएसटी) खत्म हो जाएगा। प्रवेश शुल्क और चुंगी भी खत्म हो जाएगी। अलग-अलग टैक्स की बजाय एक टैक्स लगने की वजह से चीजों के दाम घटेंगे और आम उपभोक्ताओं को फायदा होगा।

सरकार की टैक्स वसूली की लागत भी घट जाएगी। जीएसटी दर का खुलासा नहीं हुआ है। ज्यादातर देशों में यह 14 से 16 फीसदी तक है।

क्या थीं अड़चनें

राज्यों को अपने राजस्व और स्वायत्तता के नुकसान का डर था। सबसे बड़ा विरोध पेट्रोलियम उत्पादों पर लगाए जाने वाले टैक्स को लेकर था। राज्यों का 50 फीसदी राजस्व इसी से आता है।

राज्य केंद्रीय बिक्री कर (सीएसटी) खत्म हो जाने की वजह से होने वाली राजस्व हानि को लेकर भी चिंतित थे। सीएसटी अंतर राज्य कारोबार पर लगने वाला टैक्स है।

निर्यात करने वाले राज्य की ओर से लगाए जाने वाले इस टैक्स को 2007 में चार फीसदी से घटा कर दो फीसदी कर दिया गया था।

केंद्र ने राज्यों को 2010 तक इसकी भरपाई का वादा किया था। लेकिन 2010 के बाद केंद्र ने इसे बंद कर दिया था। विरोध की यह बड़ी वजह थी।
 
क्या निकला रास्ता

चूंकि राज्यों के राजस्व का 50% पेट्रो उत्पादों पर लगने वाले टैक्स से आता है लिहाजा उन्हें राहत देने के लिए इसे जीएसटी में शामिल करने के बावजूद केंद्र इस पर तीन साल तक टैक्स नहीं वसूलेगा।

राज्य तीन साल तक इस पर टैक्स वसूल सकते हैं। केंद्र ने सीएसटी का भुगतान बंद होने पर राज्यों को होने वाले घाटे की भरपाई के लिए इस वित्त वर्ष में 11000 करोड़ रुपये देने का वादा किया है।

केंद्र डेढ़ करोड़ रुपये का कारोबार करने वाले कारोबारियों से टैक्स वसूलेगा। अल्कोहल और तंबाकू पर टैक्स उगाही राज्य ही करेंगे।

क्या होगा आगे

जीएसटी 1 अप्रैल, 2016 से लागू होगा। संशोधनों को कैबिनेट की मंजूरी मिलने के बाद लोकसभा और राज्यसभा दोनों जगह इन्हें पारित कराना होगा। इसके बाद इसे राज्यों की विधानसभाओं का समर्थन लेना होगा।

फिर वास्तविक जीएसटी बिल पर संसद के दोनों सदनों में बहस होगी। राज्यों को भी अपनी विधानसभाओं में जीएसटी बिल पारित कराना होगा। इस लंबी प्रक्रिया के बाद ही जीएसटी लागू होगा।

इससे पहले जीएसटी को लेकर विवाद सुलझाने के लिए वित्त मंत्री जेटली ने अपनी ओर से पहल कर राज्यों को क्षति पूर्ति का वादा किया था।

सीएसटी के मद में राज्यों का 34 हजार करोड़ रुपये का बकाया था। इसी वजह से राज्‍य सरकारें नाराज थीं और इस अहम सुधार में अड़चनें डाल रही थीं।
 
Source :-http://www.amarujala.com/feature/samachar/national/know-what-is-gst-and-what-are-its-benefits-hindi-news/

સોના-ચાંદીમાં ફરી થયો ઘટાડો, ક્રૂડ 7 વર્ષના તળિયે Market Team | Dec 08, 2015, 11:20AM IST સોના-ચાંદીમાં ફરી થયો ઘટાડો, ક્રૂડ 7 વર્ષના તળિયે બિઝનેસ ડેસ્કઃ વિશ્વ બજારમાં ક્રૂડની કિંમતમાં સતત ઘટાડો જોવા...

Read more at: http://money.divyabhaskar.co.in/news-cppst/BIZ-MARK-COMM-latest-opening-commodity-report-for-tuesday-gold-silver-lose-shine-5189266-NOR.html
Source :-http://www.amarujala.com
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

Monday, 21 December 2015

GSTનો દર 18 ટકા રહેવાની પ્રબળ સંભાવના - GST ( Goods and Services Tax (India) Bill ) News - 12

Gayatri Business Solution
(Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group,BlogWebsite, )

Good News Gayatri Business Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)

GST ( Goods and Services Tax (India) Bill ) News - 12

GSTનો દર 18 ટકા રહેવાની પ્રબળ સંભાવના

ગુડ્સ એન્ડ સર્વિસિસ ટેક્સ (GST)નો દર 18 ટકાથી ઘણો નીચો રહેવાનું લગભગ નિશ્ચિત થઈ  છે એમ કહેતાં નાણાપ્રધાન અરુણ જેટલીએ આ કરવેરાનો ખરડો રાજ્યસભામાં પણ પસાર થઈ શકે એ માટે કોંગ્રેસની માગણી સ્વીકારવાની તૈયારી દર્શાવી છે.

તેમણે કહ્યું હતું કે ગુજરાત અને તામિલનાડુએ મેન્યુફેક્ચરિંગનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવા માટે ઘણો ખર્ચ કર્યો હોવાથી આ રાજ્યોએ એક ટકા વધારાની લેવી લાદવાની માગણી કરી હતી. હવે હું આ રાજ્યોમાં જઈને કહેવાનો છું કે તેમને પ્રથમ પાંચ વર્ષમાં જો કોઈ નુકસાન થશે તો તેને ભરપાઈ કરવા માટે સરકાર બંધાયેલી છે. આમ આ એક ટકાની લેવીનો પ્રશ્ન હલ થઈ શકે છે.

એક્સાઇઝ ડ્યુટી, સેલ્સ-ટેક્સ અને સર્વિસ-ટેક્સ જેવા  કરવેરાના સ્થાને GSTનો અમલ થવાનો છે. આ નવી કરપ્રણાલીમાં કેન્દ્રીય GST અને રાજ્યનો GST હશે. આજની તારીખે રાજ્યો એમની હદમાં વેચાતા માલ પર વેલ્યુ એડેડ ટેક્સ (વેટ) લાગુ કરે છે અને એમને એમની હદની બહાર વેચાયેલા માલ પર સેન્ટ્રલ સેલ્સ-ટૅક્સ (CST) મળે છે. આ CST નવી કરપ્રણાલીમાં ઉપલબ્ધ નહીં હોય એથી રાજ્યોને એક ટકા વધારાનો કર લેવાની છૂટ આપવાનો પ્રસ્તાવ છે.

18 ટકાનો દર બંધારણીય ખરડામાં શા માટે લખી શકાય નહીં એ વિશે નાણાપ્રધાને કહ્યું હતું કે કરવેરાના દર કદી પથ્થર કી લકીર હોતા નથી. ધારો કે 10  રાજ્યોમાં દુકાળ કે પૂર આવે અને એક સપ્તાહ માટે કરવેરાનો દર વધારવો પડે તો શું એ વખતે બંધારણમાં સુધારો કરવા જવાશે?’ GST એક એવી વસ્તુ છે, જેને આજે નહીં તો આવતી કાલે સ્વીકારવી પડશે. કરવેરાનો દર GST કાઉન્સિલ નક્કી કરશે. તમામ રાજ્યો અને કેન્દ્ર સરકાર GST નક્કી કરવાનો હક આ કાઉન્સિલને આપવાની છે.
Source :-http://www.sandesh.com/article.aspx?newsid=3210082

સોના-ચાંદીમાં ફરી થયો ઘટાડો, ક્રૂડ 7 વર્ષના તળિયે Market Team | Dec 08, 2015, 11:20AM IST સોના-ચાંદીમાં ફરી થયો ઘટાડો, ક્રૂડ 7 વર્ષના તળિયે બિઝનેસ ડેસ્કઃ વિશ્વ બજારમાં ક્રૂડની કિંમતમાં સતત ઘટાડો જોવા...

Read more at: http://money.divyabhaskar.co.in/news-cppst/BIZ-MARK-COMM-latest-opening-commodity-report-for-tuesday-gold-silver-lose-shine-5189266-NOR.html
Source :-http://www.sandesh.com/article.aspx?newsid=3210082
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

Wednesday, 16 December 2015

GST માટે 1 ટકા ટેક્સ ઘટાડવા તૈયાર: જેટલી - GST ( Goods and Services Tax (India) Bill ) News - 11

Gayatri Business Solution
(Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group,BlogWebsite, )

Good News Gayatri Business Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)

GST ( Goods and Services Tax (India) Bill ) News - 11

GST માટે 1 ટકા ટેક્સ ઘટાડવા તૈયાર: જેટલી

- જોકે કોંગ્રેસના રેટને માનવથી જેટલીએ સ્પષ્ટ ઇન્કાર કરી દીધો

નવી દિલ્હી તા. 16 નવેમ્બર 2015

કેન્દ્રીય નાણામંત્રી અરૂણ જેટલીએ કહ્યું કે સરકાર જીએસટી બીલ માટે એક ટકાના એડિશનલ ટેક્સને ઘટાડવા તૈયાર છે, જોકે તેમણે કોંગ્રેસની જીએસટી રેટની માંગને માનવાથી ઇન્કાર કરી દીધો. ઉલ્લેખનીય છે કે આજકાલ સરકાર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ(જીએસટી) બિલને પાસ કરાવવા માટે કોંગ્રેસને મનાવવાનો પ્રયત્ન કરી રહીં છે.

જીએસટી પર ઇન્ડસ્ટ્રી મીટમાં જેટલીએ કહ્યું કે ઇન્ટર-સ્ટેટ સેલ્સ પર એટ ટકાનો એડિશનલ ટેક્સની ભલામણ હતી કારણકે ગુજરાત અને તામિલનાડુ જેવા મેન્યુફેક્ચરિંગ રાજ્યોનું માનવું હતુ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભુ કરવા માટે તેઓએ પૈસા ખર્ચ્યા છે અને જીએસટીના કારણે તેમની રેવેન્યુને નુકશાન થઇ શકે છે.

જેટલીએ સાંસદમાં કહ્યું,'હું તે તમામ મેન્યુફેક્ચરિંગ સ્ટેટ સાથે વાત કરીશ અને તેમને જીએસટીના કારણે પહોંચતા નુકશાનને પહેલા પાંચ વર્ષ કવર કરવાની ગેરેન્ટી આપીશ. જેથી આ એક ટકાના એડિશનલ ટેક્સની ગુથ્થી ઉકેલી શકાય.'
Source :-http://gujaratsamachar.com/index.php/articles/display_article/open-to-scrapping-1-percent-of-additional-tax-for-gst

સોના-ચાંદીમાં ફરી થયો ઘટાડો, ક્રૂડ 7 વર્ષના તળિયે Market Team | Dec 08, 2015, 11:20AM IST સોના-ચાંદીમાં ફરી થયો ઘટાડો, ક્રૂડ 7 વર્ષના તળિયે બિઝનેસ ડેસ્કઃ વિશ્વ બજારમાં ક્રૂડની કિંમતમાં સતત ઘટાડો જોવા...

Read more at: http://money.divyabhaskar.co.in/news-cppst/BIZ-MARK-COMM-latest-opening-commodity-report-for-tuesday-gold-silver-lose-shine-5189266-NOR.html
Source :-http://gujaratsamachar.com/
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

Tuesday, 15 December 2015

જાણો શું છે GST, ટેક્ષમાં શું થશે ફાયદા-ગેરફાયદા - GST ( Goods and Services Tax (India) Bill ) News - 10

Gayatri Business Solution
(Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group,BlogWebsite, )

Good News Gayatri Business Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)

GST ( Goods and Services Tax (India) Bill ) News - 10

જાણો શું છે GST, ટેક્ષમાં શું થશે ફાયદા-ગેરફાયદા

નવી દિલ્હીઃ સરકાર રાજ્યસભામાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, એટલે કે જીએસટી બીલ લાવશે. સરકાર કમિટીના સંશોધનોની સાથે બીલને પાસ કરાવાના પ્રયત્નો કરશે. ટેક્સ સુધાર અંગે ક્રાંતિકારી પગલું માનવામાં આવી રહ્યું છે. જીએસટી દેશના દરેક નાગરિકને પ્રભાવિત કરશે. જાણો જીએસટીથી જોડાયેલા દરેક સવાલનો જવાબ.
સવાલઃ શું છે જીએસટી?
જવાબઃ જીએસટીનું આખું નામ છે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. આ એક અપ્રત્યક્ષ કર છે, એટલે એવો કર જે સીધે-સીધો ગ્રાહકો પાસેથી નથી વસૂલવામાં આવતો. પરંતુ જેની કિંમત અંતે ગ્રાહકોના ખીસ્સામાંથી જાય છે. એપ્રિલ 2016 એટલે આવતા નાણાકીય વર્ષથી જીએસટી લાગુ કરાશે. આઝાદી બાદ સૌથી મોટુ ટેક્સ સુધારનું પગલું કહેવાઇ રહ્યું છે. જીએસટી લાગુ થયા બાદ બીજા ઘણા પ્રકારના ટેક્સ સમાપ્ત થઇ જશે અને તેની જગ્યાએ માત્ર જીએસટી લાગશે.
સવાલઃ જીએસટી કયા કયા પ્રકારના ટેક્સ સમાપ્ત કરશે?
જાણો શું છે GST, ટેક્ષમાં શું થશે ફાયદા-ગેરફાયદા
જવાબઃ જીએસટી લાગુ થયા બાદ સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યૂટી, એડીશનલ એક્સાઇઝ ડ્યૂટી, સર્વિસ ટેક્સ, એડીશનલ કસ્ટમ ડ્યૂટી (સીવીડી), સ્પેશ્યલ એડીશનલ ડ્યૂટી ઓફ કસ્ટમ (એસએડી), વેટ/સેલ્સ ટેક્સ, સેન્ટ્રલ સેલ્સ ટેક્સ, મનોરંજન ટેક્સ, ઓક્ટ્રોય એન્ડ એન્ટ્રી ટેક્સ, પરચેસ ટેક્સ, લક્ઝરી ટેક્સ સમાપ્ત થઇ જશે.
સવાલઃ તો શું જીએસટીમાં કોઇ ટેક્સ નહીં લાગે?
જવાબઃ જીએસટી લાગૂ થયા બાદ વસ્તુઓ અને સેવાઓ પર માત્ર ત્રણ ટેક્સ વસૂલવામાં આવશે, પહેલો સીજીએસટી એટલે કે સેન્ટ્રલ જીએસટી જે કેન્દ્ર વસૂલશે. બીજુ એસજીએસટી એટલે કે જીએસટી જે રાજ્ય સરકાર પોતાના ત્યાં થનાર કારોબાર પર વસૂલશે. કોઇ કારોબાર જો બે રાજ્યો વચ્ચે થશે તો તેના પર આઇજીએસટી એટલે કે ઇંટીગ્રેટેડ જીએસટી વસૂલવામાં આવશે. આને કેન્દ્ર સરકાર વસૂલ કરશે અને તેને બન્ને રાજ્યોમાં સમાન રીતે ભાગ કરવામાં આવશે.
સવાલઃ જીએસટીના શું ફાયદા હશે?
જવાબઃ આજે એક જ વસ્તુ અલગ અલગ રાજ્યમાં અલગ અલગ ભાવમાં વેચાય છે. આનુ કારણ છે કે, અલગ અલગ રાજ્યોમાં તેના પર લગાવેલી ટેક્સની સંખ્યા અને દર અલગ અલગ હોય છે. હવેથી આ નહીં બને. દરેક વસ્તું પર જ્યાં તેનું નિર્માણ થઇ રહ્યું હશે ત્યાંજ તેનો જીએસટી વસૂલ કરવામાં આવશે અને ત્યાર બાદ તેના માટે કોઇપણ ટેક્સ, વેચાણ પર અથવા અન્ય કોઇ ટેક્સ આપવો નહીં પડે. અને સમગ્ર દેશમાં એ વસ્તું એકજ ભાવમાં મળશે. ઘણા રાજ્યોમાં ટેક્સનો દર બહુ વધારે છે, તેવા રાજ્યોમાં તે વસ્તુઓ સસ્તી થશે.
સવાલઃ શું પેટ્રોલ અને શરાબમાં પણ લાગુ થશે આ આદેશ?
જવાબઃ પેટ્રોલ-ડીઝલના કિંમત આજે અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ છે. આજ હાલ શરાબનો છે. જીએસટી લાગૂ થયા બાદ પણ હાલ પૂરતું એવોજ હાલ કાયમ રહેશે. કારણ કે રાજ્યોની માંગ પર કેન્દ્ર સરકાર શરાબને જીએસટીથી બાહર રાખવા માટે રાજી થઇ ગઇ છે, જો કે, પેટ્રોલ પાદાર્થોમાં તેઓએ નિર્ણય લીધો છે કે આ રહેશે તો જીએસટીના અંદર, પરંતુ આના પર રાજ્ય પહેલા પ્રમાણે જ ટેક્સ વસૂલતા રહેશે. એટલે કે, પેટ્રોલ, ડીઝલ અને એલપીજી સિલિન્ડરની કિંમતોમાં રાજ્યોમાં જે અંતર જોવા મળે છે, એ મળતો રહેશે.
સવાલઃ જીએસટીના કારણે રાજ્યોના હાથેથી તમામ ટેક્સ જતા રહેતા, તેમની ભરપાઇ કોણ કરશે?
જવાબઃ જીએસટી લાગુ થવાથી કેન્દ્ર સરકાર, કારોબારી, દુકાનદાર અને ગ્રાહકો બધાને ફાયદો થશે. જો કે, રાજ્યોને આનાથી થોડું નુકસાન સહન કરવું પડી શકે છે પરંતુ તેઓનું જેટલું નુકસાન થશે તેની ભરપાઇ કેન્દ્ર સરકાર ત્રણ વર્ષ સુધી કરશે. ચોથા વર્ષ 75 ટકા અને પાંચમાં વર્ષમાં 50 ટકા નુકસાનની ભરપાઇ કેન્દ્ર સરકાર કરશે. કેન્દ્ર સરકાર રાજ્યોને ભરપાઇની ગેરન્ટી આપવા માટે તે અંગે કાયદામાં પણ વ્યવસ્થા કરવા માટે તૈયાર થઇ ગઇ છે.
સવાલઃ જીએસટીથી સરકારને શું ફાયદો થશે?
જવાબઃ જીએસટી લાગૂ થયા બાદ દેશનું જીડીપી ગ્રોથમાં આશરે 2 ટકા સુધીનો ઉછાલ આવાનો અનુમાન છે. આવું એટલે થશે કેમ કે ટેક્સની ચોરી રોકાશે કેમ કે હાલ ટેક્સ ઘણા માધ્યમો દ્વારા વસૂલવામાં આવે છે, આનાથી હેરાફેરીની, ગોટાળાની સંભાવના વધુ હોય છે. જીએસટીના લીધે ટેક્સ જમા કરવો જ્યારે સુવિધાપૂર્ણ અને આસાન હશે તો વધુમાં વધું કારોબારી ટેક્સ ભરવા માટે રૂચી દેખાડશે. આનાથી સરકારની આવક વધશે. વેપારીઓને પણ જ્યારે અલગ અલગ ટેક્સોના મગજમારીથી મુક્તિ મળશે તો તેઓ પણ તેમનો વ્યપાર સારી રીતે કરી શકશે. ટેક્સને લઇને વિવાદ પણ ઓછો થશે, અર્થતંત્રને ગતિ મળશે.
સવાલઃ કેવી રીતે વસૂલવામાં આવશે જીએસટી?
જવાબઃ જીએસટીની વસૂલી ઓનલાઇન થશે. વસ્તુના મેન્યુફેક્ચરિંગના વખતે જ એને વસૂલવામાં આવશે. કોઇપણ વસ્તુનો ટેક્સ જમાં થતાંજ જીએસટીના તમામ સેન્ટરોમાં આ બાબતે જાણકારી પહોંચાડવામાં આવશે. ત્યાર બાદ તે વસ્તુ પર સપ્લાયર્સ, દુકાનદાર અથવા ગ્રાહકને આગળ કોઇ ટેક્સ નહી આપવો પડે. જો માલ એક રાજ્યથી બીજા રાજ્યમાં જઇ રહ્યો છે, તો પણ તેના પર કોઇ ટેક્સ નહીં લાગે. એટલે કે બોર્ડર પર ટ્રકોની જે લાંબી લાઇન અત્યારે જોવા મળે છે, તે ગાયબ થઇ જશે.
સવાલઃ જીએસટીના દર કોણ નક્કી કરશે?
જવાબઃ જીએસટી સબંધિત નિર્ણય લેવા માટે બંધારણીય સંસ્થા જીએસટી કાઉંસિલની રચના કરવામાં આવશે. જીએસટી કાઉંસિલમાં કેન્દ્ર અને રાજ્ય બન્નેના પ્રતિનિધિ હશે. જેના પ્રમુખ કેન્દ્રીય નાણાપ્રધાન હશે, જ્યારે રાજ્યોના નાણાપ્રધાન સભ્યો હશે. જીએસટી કાઉંસિલ જીએસટીના દર, ટેક્સમાં છૂટ, ટેક્સ વિવાદ, ટેક્સ અવકાશ અને અન્ય વ્યવસ્થા પર ભલામણો કરશે.
સવાલઃ જીએસટી ફાયદાકારક છે તો અત્યાર સુધી કેમ અટકેલું છે?
જવાબઃ જીએસટીને લઇને રાજ્ય સરકાર નુકસાનની ભરપાઇને લઇને મક્કમ હતી અને તમામ પ્રયત્નો બાદ પણ આ અંગે કોઇ સર્વ માન્ય ફોર્મુલા નિકળી શકી ન હતી. હવે કેન્દ્ર સરકારે રાજ્યોને નુકસાન ભરપાઇ કરવાની જે ફોર્મુલી બતાવી છે તેમા રાજ્યો સહમતી દર્શાવી છે. કેન્દ્રમાં મજબૂત સરકાર અને તમામ રાજ્યોમાં બીજેપીની સરકાર આવવાથી પણ સ્થિતિ સરળ થઇ છે.
Source :-http://gujarati.news18.com/news/ahmedabad/what-is-gst-110171.html

સોના-ચાંદીમાં ફરી થયો ઘટાડો, ક્રૂડ 7 વર્ષના તળિયે Market Team | Dec 08, 2015, 11:20AM IST સોના-ચાંદીમાં ફરી થયો ઘટાડો, ક્રૂડ 7 વર્ષના તળિયે બિઝનેસ ડેસ્કઃ વિશ્વ બજારમાં ક્રૂડની કિંમતમાં સતત ઘટાડો જોવા...

Read more at: http://money.divyabhaskar.co.in/news-cppst/BIZ-MARK-COMM-latest-opening-commodity-report-for-tuesday-gold-silver-lose-shine-5189266-NOR.html
Source :-http://gujarati.news18.com
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

GST બિલ સરકાર આગામી સપ્તાહે રાજ્યસભામાં રજૂ કરશે - GST ( Goods and Services Tax (India) Bill ) News - 9

Gayatri Business Solution
(Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group,BlogWebsite, )

Good News Gayatri Business Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)

GST ( Goods and Services Tax (India) Bill ) News - 9

GST બિલ સરકાર આગામી સપ્તાહે રાજ્યસભામાં રજૂ કરશે

લાંબા સમયથી વિલંબિત

લોકસભામાં ૬ અને રાજ્યસભામાં ૭ બિલ પસાર કરાવવાના સરકારના મરણિયા પ્રયાસો
(પીટીઆઇ)    નવી દિલ્હી, તા. ૫
આગામી સપ્તાહમાં સરકાર રાજ્યસભામાં જીએસટી અને રિયલ એસ્ટેટ બિલ રજૂ કરશે. આગામી સપ્તાહમાં લોકસભામાં ૬ અને રાજ્યસભામાં ૭ બિલ પસાર કરાવવાની સરકારની યોજના છે.
આ બિલો પૈકીનું સૌથી મહત્ત્વપૂર્ણ બિલ જીએસટી બિલ લોકસભામાં પસાર થઇ ગયું છે અને હાલમાં જ રાજ્યસભાની પસંદગી સમિતિએ આ બિલ અંગેનો અહેવાલ સરકારને સુપરત કર્યો છે. આ બિલ સત્તાવાર રીતે કન્સ્ટીટયુશન(૧૨૨મો સુધારો) બિલ, ૨૦૧૪ તરીકે ઓળખાય છે.
કેન્દ્ર સરકાર આગામી વર્ષે એપ્રિલથી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ અમલમાં મૂકવા માગે છે. અન્ય મહત્ત્વપૂર્ણ બિલમાં પ્રિવેન્શન ઓફ કરપ્શન(એમેન્ડમેન્ટ) બિલ, ૨૦૧૩ પણ સામેલ છે.
રાજ્યસભાની બિઝનેસ એડવાઇઝરી કમિટીએ જીએસટી બિલ માટે ચાર કલાક અને રિયલ એસ્ટેટ બિલ માટે બે કલાક ફાળવ્યા છે. લોકસભામાં સરકાર હાઇકોર્ટ એન્ડ સુપ્રીમ કોર્ટ જજિસ(સેલેરી એન્ડ કન્ડીશન ઓફ સર્વિસ) એમેન્ડમેન્ટ બિલ, ૨૦૧૫, આર્બિટેશન એન્ડ કન્સિલિએશન(એમેન્ડમેન્ટ) બિલ, ૨૦૧૫, પેમેન્ટ ઓફ બોનસ(એમેન્ડમેન્ટ) બિલ, ૨૦૧૫ અને ઇન્ડ્રસ્ટ્રીઝ(રેગ્યુલેશન એન્ડ ડેવલોપ્મેન્ટ) એમેન્ડમેન્ટ બિલ, ૨૦૧૫ પસાર કરવા માગે છે.
Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/gst-bill-in-lok-sabha-and-rajya-sabha-of-india

સોના-ચાંદીમાં ફરી થયો ઘટાડો, ક્રૂડ 7 વર્ષના તળિયે Market Team | Dec 08, 2015, 11:20AM IST સોના-ચાંદીમાં ફરી થયો ઘટાડો, ક્રૂડ 7 વર્ષના તળિયે બિઝનેસ ડેસ્કઃ વિશ્વ બજારમાં ક્રૂડની કિંમતમાં સતત ઘટાડો જોવા...

Read more at: http://money.divyabhaskar.co.in/news-cppst/BIZ-MARK-COMM-latest-opening-commodity-report-for-tuesday-gold-silver-lose-shine-5189266-NOR.html
Source :-http://www.gujaratsamachar.com/
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

વિપક્ષના હંગામાને કારણે GST અટવાયેલું છે : જેટલી - GST ( Goods and Services Tax (India) Bill ) News -8

Gayatri Business Solution
(Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group,BlogWebsite, )

Good News Gayatri Business Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)

GST ( Goods and Services Tax (India) Bill ) News -8

વિપક્ષના હંગામાને કારણે GST અટવાયેલું છે : જેટલી

ફાઈનાન્સ મિનીસ્ટર અરુણ જેટલીએ GST (ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ) મામલે વધુ એક જાણકારી આપી છે. તેમણે જીએસટી બાબતના નિર્ણય કહ્યો કે, જીએસટી જલદી જ અપ્રુવ થઈ જાત, જો વિપક્ષ તેનો મુદ્દો ઉઠાળત નહિ.

તેમણે કહ્યુ કે, લગભગ તમામ રાજનિતીક પાર્ટીઓએ તેમનુ GST બાબતે સમર્થન આપી દીધુ છે. પરંતુ વિપક્ષના હંગામાને કારણે તે રોકાયેલુ છે.

હાલ જ્યારે રાજ્યસભા ચાલી રહી છે ત્યારે GST જલદી જ પાસ થઈ જાય તેવી લોકો શક્યતા સેવી રહ્યા છે.
Source :-http://www.sandesh.com/article.aspx?newsid=3208243

સોના-ચાંદીમાં ફરી થયો ઘટાડો, ક્રૂડ 7 વર્ષના તળિયે Market Team | Dec 08, 2015, 11:20AM IST સોના-ચાંદીમાં ફરી થયો ઘટાડો, ક્રૂડ 7 વર્ષના તળિયે બિઝનેસ ડેસ્કઃ વિશ્વ બજારમાં ક્રૂડની કિંમતમાં સતત ઘટાડો જોવા...

Read more at: http://money.divyabhaskar.co.in/news-cppst/BIZ-MARK-COMM-latest-opening-commodity-report-for-tuesday-gold-silver-lose-shine-5189266-NOR.html
Source :-http://www.sandesh.com