સુવિચાર

"Wel-Come to Information Technology & Business Development World" સુવિચાર :- "એક જ આવકના સ્ત્રોત પર નિર્ભર ના રહો, નવું રોકાણ કરો અને બીજી/ત્રીજી આવકનો સ્ત્રોત તૈયાર કરો.- વોરેન બફેટ" For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Monday, 7 December 2015

રાજ્યોને GSTનાં વળતર પેટે પહેલો હપ્તો ચૂકવાશે - GST ( Goods and Services Tax (India) Bill ) News -3

Gayatri Business Solution
(Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group,BlogWebsite, )

Good News Gayatri Business Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)

GST ( Goods and Services Tax (India) Bill ) News -3

રાજ્યોને GSTનાં વળતર પેટે પહેલો હપ્તો ચૂકવાશે


છેલ્લા કેટલાક સમયથી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો વચ્ચે ગુડ્સ એન્ડ સર્વિસટેક્સ મામલે ચાલી રહેલા વિવાદનો ટૂંક સમયમાં અંત આવી જવાની સંભાવના છે. સરકારે ગુરુવારે જણાવ્યું સેન્ટ્રલ સેલ્સટેક્સના દરોમાં ઘટાડાને કારણે રાજ્યોને થયેલાં નુકસાનનાં વળતર માટે તેઓ રૂ. ૯,૦૦૦નો પહેલો હપ્તો ટૂંક સમયમાં મુક્ત કરશે. વધુમાં નાણાપ્રધાને થોડા મહિનાઓની અંદર ગુડ્સ એન્ડ સર્વિસટેક્સ મુદ્દે રાજ્યો સાથે આમ સંમતિ સધાવવાની પણ આશા વ્યક્ત કરી હતી. નાણાપ્રધાન ચિદમ્બરમે ૨૦૧૩-૧૪નું બજેટ રજૂ કરતી વખતે જણાવ્યું હતું કે, સીએસટીનું વળતર ભરપાઇ કરવા પહેલાં નિર્ણાયક પગલાં તરીકે હું તેના માટે રૂ. ૯,૦૦૦ કરોડનો પહેલો હપ્તો ટૂંક સમયમાં આપવાનું જાહેર કરું છું.
તાજેતરમાં કેન્દ્ર અને રાજ્યો વચ્ચે વિવાદાસ્પદ સીએેસટીના મુદ્દાનો ઉકેલ આવ્યો હતો. આ હેઠળ રાજ્યોએ સીએસટીનાં વળતર તરીકે રૂ. ૩૪,૦૦૦ કરોડના ઘટાડેલા પેમેન્ટ મુદ્દે સંમત થયા હતા. ગુડ્સ એન્ડ સર્વિસટેક્સ લાગુ કરવા માટે આ પૂર્વ શરત છે. ૨૦૧૦-૧૧માં સીએસટીમાં ઘટાડાના કારણે રાજ્યોને થયેલાં નુકસાનની પૂરેપૂરી ભરપાઇ કરવાની કેન્દ્રે ખાતરી આપી હતી, ઉપરાંત ૨૦૧૧-૧૨ અને ૨૦૧૨-૧૩ના નાણાકીય વર્ષ દરમિયાન કેન્દ્ર સરકારે ૭૫ ટકા નુકસાન અને ૫૦ ટકા નુકસાન ચૂકવવાની ખાતરી આપી હતી. ૨૦૦૭-૦૮માં માલસામાનની રાજ્યોની અંદર થતી હેરાફેરી પર વસૂલવામાં આવતાં સીએસટી ૪ ટકાથી ઘટાડીને ૩ ટકા કરાયો હતો અને બાદમાં વેલ્યૂએડેડ ટેક્સ(વેટ) અમલી બનતાં ૨ ટકા કરી દેવાયો હતો.
આ અંગે તાજેતરમાં જ નાણાપ્રધાન ચિદમ્બરમ્ અને રાજ્યોના નાણાપ્રધાનોની વચ્ચે બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં સીએસટી મુદ્દે ઉકેલ લાવવા યોગ્ય કાયદો ઘડવા અને જીએસટીના અમલ માટે ત્રણ સમિતિ રચવાનો નિર્ણય લેવાયો હતો. બજેટ રજૂ કરતી વખતે ચિદમ્બરમે જણાવ્યું હતું કે, મને આશા છે કે રાજ્યો સાથે સધાયેલી સર્વસંમતિને આગામી થોડા મહિનાઓમાં આગળ વધારી શકાશે અને થોડા સમયમાં બંધારણમાં સુધારો કરવા ખરડો રજૂ કરાશે અને જીએસટીનો ખરડો રજૂ કરાશે. જીએસટીનો અમલ એપ્રિલ ૨૦૧૦થી થવાનો હતો, જોકે રાજ્યો અને કેન્દ્ર સરકાર વચ્ચે સીએસટીનાં વળતર મુદ્દે થયેલા વિવાદને કારણે તેના અમલમાં વિલંબ આવી રહ્યો છે.
સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ... એસટીટી
 ઇક્વિટી ફ્યૂચર્સ પર એસટીટીનો દર હવે ૦.૦૧૭થી ઘટાડીને ૦.૦૧ ટકા રહેશે.
 મ્યુચ્યુઅલ ફંડો અને ઈટીએફ રિડમ્પ્શન પર એસટીટી હવે ૦.૨૫ ટકાથી ઘટીને ૦.૦૦૧ ટકા.
 એક્સ્ચેન્જોમાં એમએફ- ઈટીએફના ખરીદવેચાણ પર એસટીટી ૦.૧ ટકા હતો જે હવે ફક્ત વેચનાર પર ઘટીને ૦.૦૦૧ ટકા.
કોમોડિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ... સીટીટી
 ઇક્વિટી માર્કેટ અને કોમોડિટીઝ માર્કેટમાં ડેરિવેટિવ્ઝ ટ્રેડિંગ વચ્ચે તફાવત નથી, આથી કોમોડિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ લાદવાનો સમય પાકી ગયો છે. આમ નોનએગ્રિ-કલ્ચર કોમોડિટીઝના વાયદાના કોન્ટ્રેક્ટ પર ટ્રેડના મૂલ્યના ૦.૦૧ ટકાના દરે સીટીટી લદાયો, જો તે બિઝનેસની આવકનો ભાગ હશે તો તેના પર કપાતના લાભ મેળવી શકાશે. એગ્રિકલ્ચર કોમોડિટીઝને સીટીટી લાગુ પડશે નહીં.
બે સર્વિસોને ટેક્સમાંથી મુક્તિ
નાણાં પ્રધાને જણાવ્યું હતું કે, ગયા બજેટ બાદ નેગેટિવ લિસ્ટ અસરકારક બન્યું હતું. નાણાં પ્રધાને વધુમાં સ્ટેટ કાઉન્સિલ ઓફ વોકેશનલ ટ્રેનિંગ અને કૃષિ તથા કૃષિઉત્પાદનોની ચકાસણીની પ્રવૃત્તિ કરતી સંસ્થાઓને સર્વિસટેક્સમાંથી માફી આપવાની જાહેરાત કરી હતી. નાણાં પ્રધાને જણાવ્યું હતું કે, સિનેમા હોલમાં પ્રર્દિશત થતી ફિલ્મોને જે લાભ આપવામાં આવે છે તેની પર નિયમંત્રણ મૂકવાની ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ માગ કરી હતી તે સ્વીકારી લેવામાં આવી છે. ચિદમ્બરમે જણાવ્યું હતું કે, હાલમાં દારૂ પિરસતી એરકન્ડિશન રેસ્ટોરન્ટ્સ પાસેથી જ સર્વિસ ટેક્સ વસૂલવામાં આવે છે, જોકે હવે તમામ એરકન્ડિશન રેસ્ટોરન્ટ્સ પર સર્વિસટેક્સ લાદવામાં આવશે.
વધુમાં ચાલુ બજેટ દરમિયાન ૨,૦૦૦ સ્ક્વેરફૂટ અથવા રૂ. ૧ કરોડ કે તેથી વધુ કિંમત ધરાવતાં ઘરો અને ફ્લેટનાં બાંધકામ ઉપર સર્વિસટેક્સ ૭૫ ટકાથી ઘટાડીને ૭૦ ટકા કરાયો છે. વર્તમાન નીચી કિંમતનાં ઘરો ઉપર સર્વિસટેક્સમાંથી મુક્તિ ચાલુ રહેશે.
ચિદમ્બરમે જણાવ્યું હતું કે કુલ ૧૭ લાખ જેટલા નોંધાયેલા સર્વિસટેક્સના કરદાતાઓ છે અને તેમાંથી માત્ર ૭ લાખ કરદાતાઓ સર્વિસટેક્સ ચૂકવે છે. આ કરદાતાઓને પ્રોત્સાહન આપવા માટે વોલન્ટરી કોમ્પ્લિયાન્સ એન્કરેજમેન્ટ સ્કીમની જાહેરાત કરી હતી. આ યોજના હેઠલ જે કરદાતા ૧-૧૦-૨૦૦૭થી સાચી સર્વિસટેક્સની હકીકત જાહેર કરશે અને એક કે બે હપ્તામાં કર ચૂકવશે તેમને વ્યાજ, દંડ અને અન્ય પરિણામોમાંથી મુક્તિ અપાશે.
પાંચ લાખ સુધીની આવક ધરાવનારને બે હજાર ટેક્સક્રેડિટ
પાંચ લાખ સુધીની આવક ધરાવતા કરદાતાઓને ૨,૦૦૦ સુધીની ટેક્સક્રેડિટ અપાશે. આ જાહેરાતથી અંદાજે ૧.૮ કરોડ કરદાતાઓને રાહત થશે પણ સામે સરકારે ૩,૬૦૦ કરોડની આવક ગુમાવવી પડશે. આ સિવાયના તમામ ઇન્કમટેક્સ સ્લેબ યથાવત્ રાખવામાં આવ્યા છે. જ્યારે દેશની અર્થવ્યવસ્થા અસ્વસ્થ હોય ત્યારે ટેક્સરેટ વધારીને અને વધારાના ટેક્સ નાખીને આવક વધારવા માટે થોડો અવકાશ મળે છે, તેવી જ રીતે ક્યાંક ટેક્સની આવક જતી પણ કરવી પડશે. આ સમય ડહાપણ દાખવીને ધીરજ અને સંયમ રાખવાનો છે. કેપીએમજી ટેક્સ પાર્ટનર પરિઝાદ સિરવાલાએ જણાવ્યું કે ઓવરઓલ જોઈએ તો ટેક્સ સ્લેબ અને ટેક્સરેટમાં ખાસ કોઈ ફેરફાર થયા જ નથી.
વર્ષ '૧૨-૧૩ કરતાં ૩૦% વધુ ખર્ચની શક્યતા
ચાલુ નાણાકીય વર્ષ ૨૦૧૩-૧૪નો યોજના ખર્ચ ગત નાણાકીય વર્ષ કરતાં ૨૯.૪ ટકા વધુ રહી શકે છે તેમ નાણાપ્રધાને જણાવ્યું હતું. નાણાકીય વર્ષ ૨૦૧૪નો સુધારેલો અંદાજ ૫.૫ લાખ કરોડ રૂપિયા છે. તેમણે ઉમેર્યું હતું કે, નાણાકીય વર્ષ ૨૦૧૩માં બજેટના અંદાજ ૫.૯ લાખ કરોડ રૂપિયાની સામે યોજના ખર્ચમાં ૩.૯ લાખ કરોડ રૂપિયાનો કાપ થયો હોવાની સંભાવના છે. વર્ષ ૨૦૧૩ના ખર્ચની યોજના ખૂબ જ મહત્ત્વા
કાંક્ષી હતી. સરકાર પાસે કોઈ બીજો વિકલ્પ નથી. ખર્ચમાં કાપ ઘટાડવાનું અનિવાર્ય બન્યું છે. ૨૦૧૨-૧૩નાં બજેટમાં દેશની અર્થવ્યવસ્થામાં ૭.૬ ટકાની વૃદ્ધિ થવાની સરકારે સંભાવના વ્યક્ત કરી હતી, જ્યારે આ વખતે તે પાંચ ટકા વધુ રહેવાની આગાહી કરી છે.

Source :-http://www.sandesh.com/article.aspx?newsid=123610

સોના-ચાંદીમાં ફરી થયો ઘટાડો, ક્રૂડ 7 વર્ષના તળિયે Market Team | Dec 08, 2015, 11:20AM IST સોના-ચાંદીમાં ફરી થયો ઘટાડો, ક્રૂડ 7 વર્ષના તળિયે બિઝનેસ ડેસ્કઃ વિશ્વ બજારમાં ક્રૂડની કિંમતમાં સતત ઘટાડો જોવા...

Read more at: http://money.divyabhaskar.co.in/news-cppst/BIZ-MARK-COMM-latest-opening-commodity-report-for-tuesday-gold-silver-lose-shine-5189266-NOR.html
Source :-http://www.sandesh.com/search.aspx?Keyword=%20GST
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment