સુવિચાર

"Wel-Come to Information Technology & Business Development World" સુવિચાર :- "એક જ આવકના સ્ત્રોત પર નિર્ભર ના રહો, નવું રોકાણ કરો અને બીજી/ત્રીજી આવકનો સ્ત્રોત તૈયાર કરો.- વોરેન બફેટ" For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Monday, 18 January 2016

ફ્રાન્સના પ્રમુખ હોલાન્ડેએ 'આર્થિક કટોકટીની સ્થિતિ' જાહેર કરી

Gayatri Business Solution
(Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group,BlogWebsite, )

Good News Gayatri Business Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)

Gujarat Samachar News

ફ્રાન્સના પ્રમુખ હોલાન્ડેએ 'આર્થિક કટોકટીની સ્થિતિ' જાહેર કરી

- બેકારી અને આર્થિક સમસ્યાનો સામનો કરવા

- કારીગર વર્ગને પ્રોત્સાહન માટે અનેક પગલાંની દરખાસ્ત

ફ્રાન્સના આર્થિક મોડેલની પરિભાષા બદલવા નિર્ધાર
પેરિસ, તા. ૧૮
ફ્રાન્સના પ્રમુખ ફ્રાન્કોઈ હોલાન્ડે ફ્રાન્સને આર્થિક મંદીમાંથી બેઠું કરવા ૨ અબજ યુરોની યોજના જાહેર કરી દેશમાં આર્થિક કટોકટીની સ્થિતિ જાહેર કરી હતી. હોલાન્ડે ફ્રાન્સના આર્થિક અને સામાજિક મોડેલને નવી પરિભાષા આપવાનો સમય પાકી ગયાનું જણાવ્યું હતું.
ફ્રાંસના ઉદ્યોગપતિઓની બેઠકને સંબોધન કરતાં હોલાન્ડેએ ફ્રાંસને આર્થિક પ્રગતિ અને ખાસ કરીને બેકારીના નિવારણ માટે સંખ્યાબંધ આર્થિક પગલાની દરખાસ્તો જાહેર કરી હતી. જેમાં સપ્તાહના ૩૫ કલાક કામ જેવા પગલાનો સમાવેશ થાય છે. તે ઉપરાંત કારીગર તેમજ કંપનીઓને પ્રોત્સાહન અને તાલીમની યોજનાઓની દરખાસ્ત પણ રજૂ કરી હતી.
જો કે હોલાન્ડેએ આર્થિક કટોકટી માટે હોઈ વિશેષ સત્તાઓ માગી નથી.
ઉલ્લેખનીય છે કે હોલાન્ડેની સોશિયાલિસ્ટ સરકાર છેલ્લા ઘણા સમયથી બેકારી નિવારણ અને આર્થિક પ્રગતિ માટે મહેનત કરે છે.
ફ્રાંસમાં યુવાન કારાગીરોને કામે રાખનાર નાના એકમોને ૨૦૦૦ યુરોનું બોનસ આપવાની પણ દરખાસ્ત પક્ષે મૂકી હતી.
Source :-http://www.gujaratsamachar.com
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

Monday, 11 January 2016

ચાઇનીઝ ચક્રવાતમાં બજાર ૧૯ માસના તળિયે

Gayatri Business Solution
(Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group,BlogWebsite, )

Good News Gayatri Business Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)

ચાઇનીઝ ચક્રવાતમાં બજાર ૧૯ માસના તળિયે

(બિઝનેસ ડેસ્ક)     અમદાવાદ, તા.૭
ચાઇનીઝ કુકરી ફરીથી ગાંડીતૂર થઇ છે. દુનિયાભરના શેરબજાર ગઇકાલે તેમાં વધુ એકવાર ઘવાયા છે. વર્ષ ૨૦૧૬ના કામકાજના છ દિવસમાં બે વખતના ઉત્પાતમાં વૈશ્વિક શેરબજારોને કમસેકમ અઢી લાખ કરોડ ડોલર એટલેકે ૧૬૭ લાખ કરોડ રૂપિયાનું નાહી નાખવું પડયું છે. ઘરઆંગણે સેન્સેક્સ ઇન્ટ્રા-ડેમાં ૨૪૮૨૬નું ૧૯ માસનું બોટમ બનાવી છેલ્લે ૫૫૫ પોઇન્ટના ધબડકામાં ૨૪૮૫૨ બંધ રહ્યો છે. નિફ્ટી ૧૭૩ પોઇન્ટ લથડીને ૭૫૬૮ હતો. ઇન્ટ્રા-ડેમાં નિફ્ટી ૭૫૫૬ થયો હતો. અર્થાત ૭૫૩૯નું વર્ષનું બોટમ માંડ-માંડ બચ્યું છે. જોકે આ લેવલ ગમે ત્યારે તૂટી શકે છે. સેન્સેક્સ નિફ્ટીના સવા બે ટકાના ધોવાણ સામે ગુરૂવારે મિડકેપ, સ્મોલકેપ, મેટલ, બેન્કેક્સ, રિયલ્ટી, પાવર, કેપિટલ ગુડ્ઝ, ઇન્ફ્રા, પીએસયુ, બીએસઇ-૫૦૦, ઓટો, પીએસયુ બેંક નિફ્ટી, ઇન્ડસ્ટ્રીઝ, બેઝિક મટીરીઅલ્સ જેવા બેન્ચમાર્ક અઢીથી સાડા ચાર ટકા ખુવાર થયા હતા. તાતા મોટર્સ છ ટકા, એક્સિસબેંક પાંચ ટકા, મારૂતિ સુઝુકી પોણા પાંચ ટકા, તાતા સ્ટીલ સાત ટકા, ભેલ સાત ટકા, હિન્દાલ્કો ૪.૭ ટકા, ઓએનજીસી સાડા ચાર ટકા, એસબીઆઇ સાડાત્રણ ટકા, રિલાયન્સ બે ટકા, લાર્સન પોણા ત્રણ ટકા, વેદાન્તા નવ ટકા, કેઇર્ન ઇન્ડિયા ૮.૪ ટકા, બેંક ઓફ બરોડા સાડા છ ટકા, જિંદાલ સ્ટીલ ૧૦ ટકા, જેપી એસો.પોણા નવ ટકા, અદાણી ગ્રુપમાં સાતેક ટકાની ખરાબી જોવાઇ હતી. માર્કેટનો આંતરપ્રવાહ જે રીતે કથળ્યો છે. તે જોતા શુક્રવારે કામકાજના બે કલાક ભારે જણાય છે. ર્માિજન ફન્ડિંગ તથા વીક્લી રમનારાનો માલ મોટા પાયે ફુટે તો પેનિકની હાલત પેદા થશે.
બધુ જ રેડઝોનમાં....
ગઈકાલે સેન્સેક્સના ત્રીસે ત્રીસ તથા નિફટીના તમામ પ૦ શેર માઈનસ હતા. વાત અહિંજ નથી અટકતી.. બીએસઈ-૧૦૦ ખાતેના પણ ૧૦૦ માંથી એકેય શેર વધ્યો ન હતો. ઉપરાંત પીએસયુ ઈન્ડેક્સ ખાતેના પ૭, કાર્બોનેક્સ ખાતેના ૧૦૦, ગ્રીનકેસના રપ, લાર્જકેપ ઈન્ડેક્સમાં ૬૮, સિલેકટ મિડકેપ ખાતેના ર૯, ઈન્ફ્રા ઈન્ડેક્સના ર૯, ટેલીકોમ ઈન્ડેક્સના ૧૩, બેન્કેક્સ-મેટલ- ઓઈલ ગેસ અને કન્ઝયુમર ડયુરેબલ્સમાંના દસ-દસ, ઓટો ઈન્ડેકસના ૧૪, હેલ્થકેર ઈન્ડેક્સના ૬૩, એનર્જી ઈન્ડેક્સના ર૬ તેમજ રિયલ્ટી બેન્ચમાર્કના ૧૩ શેર માંથી એકેય જાત પ્લસમાં ન હતી!
ઉદ્યોગોના કિસ્સામાં જોઈએ તો સિમેન્ટ સેક્ટરના ૪૦ માંથી ૪૦ શેર ડાઉન હતા. માઈનિંગમાં ય આવી જ સ્થિતિ હતી. બેંકિંગ, ખાતર, ટુ-વ્હિલર્સ, ટી- કોફી, એજ્યુકેશન ઓઈલ એકસ્લોરેશન, રિફાઈનરી, ટેલીકોમ ઈક્વિયમેન્ટ, શિપિંગ જેવા સેગમેન્ટમાં સમ આવા પુરતો એક-એક શેર સુધર્યો હતો માર્કેટ બ્રેડ્થ ભારે નકારાત્મક હતી. ૬૮૦ શેર વધ્યા હતા ર૧૯૮ કાઉન્ટર નરમ હતા. એ- ગ્રપના ૩૦૦ માંથી માત્ર પાંચ ટકા એટલે કે ૧પ શેર પ્લસ હતા. બી- ગ્રૂપની ૧૪૪ર માંથી ૯૦ ટકા જાતો ડાઉન હતી. ૩૪ર શેર ઉપલી સર્કિટમાં તો રપ૯ કાઉન્ટર મંદીની સર્કિટમાં હતા. ર૧પ શેર બીએસઈ ખાતે ભાવની રીતે એક વર્ષ કે તેથી વધુ સમય ગાળાની રીતે નવા શિખરે ગયા હતા. બીજી તરફ ૬ર સ્ક્રીપ્સમાં નવા ઐતિહાસિક તળિયાં બન્યા હતા. બીએેસઈ તેમજ એનએસઈ ખાતેના બાધાજ ઈન્ડાઇસીસ 'લાલ' હતા.
ડ્રેગનનો ડંખ સર્વત્ર
છેલ્લા પાંચ માસમાં ચાઇના દ્વારા તેની કરન્સી યુઆનનું ડોલર સામે ત્રીજી વખતનું ડીવેલ્યૂએશન થયું છે. ડોલર સામે યુઆન પાંચ વર્ષના નવા તળિયે પહોંચ્યો છે. આ ઘટનાની અસરમાં ચાઇનીઝ શેરબજાર ખુલતાંની સાથે જ માંડ અડધા કલાકમાં નિયત ૭ ટકાની મંદીની સર્કિટમાં સરી પડતાં બજાર આખા દિવસ માટે બંધ કરવાની નૌબત ગઇકાલે આવી હતી. ચાઇનીઝ ચક્રવાતની સર્વત્ર માઠ અસર દેખાઇ હતી. જાપાનીઝ માર્કેટ ૨.૩ ટકા, હોંગકોંગ ૩ ટકા, સાઉથ કોરિયા ૧.૧ ટકા, તાઇવાન પોણા બે ટકા, ઓસ્ટ્રેલિયા સવા બે ટકા, ઇન્ડોનેશિયા પોણા બે ટકા, સિંગાપોર ૨.૭ ટકા, થાઇલેન્ડ સાડા ત્રણ ટકા ડુલ્યા હતા. યુરોપ ડાઉનવર્ડ પ્રેશરમાં દોઢથી ચાર ટકાની રેન્જમાં રનિંગ ક્વોટ પ્રમાણે માઇનસ હતું. ગ્રીસ ખાતે છ ટકાની ખુવારી હતી. અખાતી બજારો સવા ત્રણ ટકા ડાઉન હતા. વિશ્વ બજારમાં ક્રૂડમાં બેરલ દીઠ ૩૨ ડોલરની બાર વર્ષની બોટમ બનતાં માનસ વધુ બગડયું હતું.
ઓટો ઇન્ડેક્સ રિવર્સ ગિયરમાં, તમામ શેર ડાઉન
બેન્ચમાર્ક ઇન્ડેક્સના ૨.૨ ટકાના ઘટાડા સામે ઓટો ઇન્ડેક્સ ૩.૭ ટકાના રિવર્સ ગિયરમાં ૧૭૩૪૧ હતો. તેના તમામ ૧૪ સ્ટોક રેડઝોનમાં બંધ હતા. જેમાં તાતા મોટર્સ ૬.૧ ટકા, ભારત ફોર્જ ૫.૮ ટકા, મધરસન સુમી ૪.૯ ટકા, મારુતિ સુઝુકી ૪.૭ ટકા, અપોલો ટાયર ૪.૩ ટકા, એમઆરએફ ૩.૫ ટકા, આઇસર મોટર્સ ૨.૭ ટકા, બજાજ ઓટો ૨.૭ ટકા, અમરરાજા બેટરી ૨.૬ ટકા, હીરો મોટોકોર્પ અઢી ટકા, મહિન્દ્રા- મહિન્દ્રા અઢી ટકા, બોસ બે ટકા, અશોક લેલેન્ડર ૧.૬ ટકા અને ક્યુમિન્સ ઇન્ડ. સાધારણ ઘટાડે બંધ રહ્યા હતા.
Source :-http://sandesh.com/article.aspx?newsid=3216912

સોના-ચાંદીમાં ફરી થયો ઘટાડો, ક્રૂડ 7 વર્ષના તળિયે Market Team | Dec 08, 2015, 11:20AM IST સોના-ચાંદીમાં ફરી થયો ઘટાડો, ક્રૂડ 7 વર્ષના તળિયે બિઝનેસ ડેસ્કઃ વિશ્વ બજારમાં ક્રૂડની કિંમતમાં સતત ઘટાડો જોવા...

Read more at: http://money.divyabhaskar.co.in/news-cppst/BIZ-MARK-COMM-latest-opening-commodity-report-for-tuesday-gold-silver-lose-shine-5189266-NOR.html
Source :-http://sandesh.com
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

Thursday, 7 January 2016

ચીનની કટોકટીથી વૈશ્વિક શેરબજારોમાં ગાબડાં ઃ ક્રૂડ તૂટીને ૧૨ વર્ષના તળીયે

Gayatri Business Solution
(Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group,BlogWebsite, )

Good News Gayatri Business Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)

ચીનની કટોકટીથી વૈશ્વિક શેરબજારોમાં ગાબડાં ઃ ક્રૂડ તૂટીને ૧૨ વર્ષના તળીયે

- શાંઘાઈ શેરબજારમાં અઠવાડિયામાં બીજી વખત મંદીની નીચલી સર્કિટ ઃ ટ્રેડિંગ થંભાવાયુ

- બીએસઇ સેન્સેક્સમાં ૫૫૫, નિફ્ટીમાં ૧૭૩ પોઇન્ટનું ગાબડું

રૃપિયો ૧૧ પૈસા તૂટી ૬૬.૯૩ ઃ એશિયા અને યુરોપમાં પણ ગાબડાં
અમદાવાદ/મુંબઈ તા.૭
ચાઈના મોટા આર્થિક સંકટમાં ફસાઈ ગયું હોવાના અને મહામંદી તરફ ધકેલાઈ રહ્યું હોઈ ચાઈનાની પીપલ્સ બેંક ઓફ ચાઈનાએ સતત આઠમાં દિવસે તેના ચલણ યુઆનનો રેફરન્સ રેટ નીચો રાખીને તેમાં અડધો ટકો ઘટાડો કર્યાની નેગેટીવ અસરે આજે શાંઘાઈ શેર બજારમાં અઠવાડિયામાં બીજી મંદીની નીચલી સર્કિટ લાગતાં શેરબજારમાં ટ્રેડીંગ પૂરો દિવસ બંધ કરવાની ફરજ પડી હતી. જેના આકરાં પ્રત્યાઘાતે આજે વૈશ્વિક બજારોમાં સાર્વત્રિક કડાકો બોલાઈ ગયો હતો. જેમાં આજે બીએસઇ સેન્સેક્સમાં ૫૫૫ પોઇન્ટ અને નિફ્ટીમાં ૧૭૩ પોઇન્ટનું ગાબડું નોંધાયું હતું બીજી તરફ ક્રૂડ ઓઇલ ગગડીને ૩૩.૧૪ ડૉલરની ફેબુ્રઆરી ૨૦૦૪ની નીચી સપાટીએ ઉતરી આવ્યુંહતું જ્યારે અમેરિકન ડૉલર સામે રૃપિયો ૧૧ પૈસા તૂટીને ૬૬.૯૩ના નીચા મથાળે ઉતરી આવ્યો હતો.
ચાઈનાની ફોરેક્સ રિઝર્વ પણ ૧૯૯૨ બાદ પ્રથમ વખત યુઆનના ધોવાણના કારણે એક વર્ષમાં ઘટીને આવ્યાની નેગેટીવ અસર જોવાઈ હતી. ચાઈનાની આ આર્થિક કટોકટીએ વિશ્વ વિખ્યાત જયોર્જ સોરોસ દ્વારા પણ વૈશ્વિક કટોકટીની આગાહી કરવામાં આવતાં વિશ્વના બજારોમાં ઘટાડાની તીવ્રતા વધી હતી. ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ પણ આજે તૂટીને ૧૨ વર્ષના તળીયે આવી ગયા હતા.
ચાઈના વિશ્વને મહામંદીમાં ધકેલી દેશે એવા પૂરા સંકેત આપતાં આજે શાંઘાઈ શેર બજારમાં ૨૫ વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત આરંભિક અડધા કલાકમાં જ હેમરીંગે મંદીની નીચલી સર્કિટ લાગી જતાં દિવસના બાકી સમયમાં ટ્રેડીંગ બંધ કરવાની ફરજ પડી હતી. ઉલ્લેખનીય છે કે ચાઈનામાં એક દિવસ પૂર્વે જ આ કટોકટી સપાટી પર આવી જઈ શાંઘાઈ શેર બજારમાં સીએસઆઈ ૩૦૦ ઈન્ડેક્સ સાત ટકાથી વધુ તૂટી જતાં નવી સર્કિટ સિસ્ટમ મુજબ દિવસના બાકી સમયમાં શેરબજારમાં ટ્રેડીંગ બંધ કરવાની ફરજ પડી હતી.
ત્યાર બાદ ચાઈનામાં સરકારની દરમિયાનગીરીએ ગઈકાલે શેરોમાં ખરીદી થતાં ગાબડાં પડવાનું અટકયું હતું. પરંતુ સતત સાત દિવસ પીપલ્સ બેંક ઓફ ચાઈનાએ ચાઈનાની વિશ્વ બજારમાં નિકાસમાં સ્પર્ધામ્કતા કાયમ રાખવા તેના ચલણ યુઆન માટેને રેફરન્સ રેટ નીચો રાખીને તેમાં અડધા ટકાનો ઘટાડો કર્યાને પરિસ્થિતિ વિકટ હોવાનું લેખીને ફંડોએ શાંઘાઈ શેર બજારમાં આજે આરંભિક અડધા કલાકમાં જ નીચલી સર્કિટ લગાવી દીધી હતી.
આ ઘટનાની સાથોસાથ જયોર્જ સોરોસ દ્વારા વૈશ્વિક કટોકટીની આગાહી કરવામાં આવતાં વિશ્વ બજારોમાં નવો ધબડકો બોલાઈ ગયો હતો. ક્રુડ ઓઈલ બ્રેન્ટ ઘટીને બેરલ દીઠ ૨૯.૭ ડોલર આવી ગયા હતા.ચાઈનાની રિઝર્વ વાર્ષિક ધોરણે વર્ષ ૨૦૧૫માં ૫૧૩ અબજ ડોલર ઘટીને ૩.૩૩ ડોલર રહી છે. ચાઈનાનો યુઆન અમેરિકી ડોલર સામે પાંચ વર્ષના તળીયે આવી ગયો છે.
એશીયા-પેસિફિક દેશોના શેર બજારોમાં આજે ચાઈના-શાંઘાઈ શેર બજારનો સીએસઆઈ ૩૦૦ ઈન્ડેક્સ ૨૪૫.૪૨ પોઈન્ટ તૂટીને ૩૨૯૪.૩૮, શાંઘાઈ કોમ્પોઝિટ ઈન્ડેક્સ ૨૩૬.૮૪ પોઈન્ટ ગબડીને ૩૧૨૫, હોંગકોંગ શેર બજારનો હેંગસેંગ ૬૪૭.૪૭  પોઈન્ટ તૂટીને ૨૦૩૩૩.૩૪, જાપાનના ટોકયો શેર બજારનો નિક્કી ૨૨૫ ઈન્ડેક્સ ૪૨૩.૯૮ પોઈન્ટ તૂટીને ૧૭૭૬૭.૩૪, કોરિયાનો કોસ્પી ૨૧.૧૦ પોઈન્ટ તૂટીને ૧૯૦૪.૩૩, તાઈવાન વેઈટેજ ૧૩૮.૩૩ પોઈન્ટ તૂટીને ૭૮૫૨.૦૬ રહ્યા હતા.
જ્યારે યુરોપના બજારોમાં સાંજે ચાલુ બજારે જર્મનીનો ડેક્ષ ઈન્ડેક્સ ૩૪૭ પોઈન્ટનો ઘટાડો, ફ્રાંસનો કેક-૪૦ ઈન્ડેક્સ ૧૨૩ પોઈન્ટ, લંડન શેરબજારનો ફુત્સી૧૦૦ ઈન્ડેક્સ ૧૭૦ પોઈન્ટનો ઘટાડો, સ્વીઝ માર્કેટ ૨૪૮ પોઈન્ટનો ઘટાડો બતાવતા હતા. ચાઈનાની કટોકટી પાછળ વૈશ્વિક બજારોમાં સાર્વત્રિક ધોવાણે નવા કેલેન્ડર વર્ષના પ્રથમ ૬ દિવસમાં જ ૨.૫  ટ્રીલિયન ડોલર માર્કેટ કેપિટલાઈઝેશનનું ધોવાણ થઈ ગયું છે.

Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/national-gst-bill-to-convince-congress

સોના-ચાંદીમાં ફરી થયો ઘટાડો, ક્રૂડ 7 વર્ષના તળિયે Market Team | Dec 08, 2015, 11:20AM IST સોના-ચાંદીમાં ફરી થયો ઘટાડો, ક્રૂડ 7 વર્ષના તળિયે બિઝનેસ ડેસ્કઃ વિશ્વ બજારમાં ક્રૂડની કિંમતમાં સતત ઘટાડો જોવા...

Read more at: http://money.divyabhaskar.co.in/news-cppst/BIZ-MARK-COMM-latest-opening-commodity-report-for-tuesday-gold-silver-lose-shine-5189266-NOR.html
Source :-http://www.gujaratsamachar.com
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

GST બિલ અંગે કોંગ્રેસને મનાવવા વેંકૈયા સોનિયાને મળ્યા - GST ( Goods and Services Tax (India) Bill ) News - 15

Gayatri Business Solution
(Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group,BlogWebsite, )

Good News Gayatri Business Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)

GST ( Goods and Services Tax (India) Bill ) News - 15

GST બિલ અંગે કોંગ્રેસને મનાવવા વેંકૈયા સોનિયાને મળ્યા

- સરકાર સંમત થાય તો સરકાર વહેલુ સત્ર બોલાવવા તૈયાર

- બેઠકમાં બિલ અંગેની 'મડાગાંઠ' ઉકેલાઇ ન હોવાની કોંગ્રેસની સ્પષ્ટતા

RSS અને સ્વદેશી જાગરણ મંચ બિલના વિરોધમાં હોવાનો કપિલ સિબલનો દાવો
(પીટીઆઇ)    નવી દિલ્હી, તા. ૭
કેન્દ્ર સરકારે જીએસટી બિલ અંગે ફરીથી કોંગ્રેસને મનાવવાના પ્રયત્નો શરૃ કરી દીધા છે. આજે સંસદીય બાબતોના કેન્દ્રીય પ્રધાન વેંકૈયા નાયડુ કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીને મળ્યા હતાં.  આ બેઠક પછી કોંગ્રેસે સ્પષ્ટતા કરી છે કે વેંકૈયા નાયડુની સોનિયા ગાંધી સાથેની મુલાકાતમાં જીએસટી બિલ અંગે કોઇ પ્રગતિ થઇ નથી કારણકે કેન્દ્ર સરકાર કોંગ્રેસની ત્રણ માગો સ્વીકારવા તૈયાર નથી. કોંગ્રેસ પ્રવક્તા કપિલ સિબલે દાવો કર્યો હતો કે ભાજપ જીએસટી બિલ અંગે વિરોધ પક્ષ સાથે કોઇ સમાધાન કરવા માગતો નથી કારણકે આરએસએસ અને સ્વદેશી જાગરણ મંચ આ બિલના વિરોધમાં છે.
આ અગાઉ વેંકૈયાની સોનિયા સાથેની મુલાકાત દરમિયાન તેમણે  જીએસટી અને રિયલ એસ્ટેટ બિલને ઝડપથી પસાર કરાવવા માટે સહકારની માગ કરી હતી. નાયડુએ જણાવ્યું હતું કે જો તમે સંમત થતા હોવ તો સરકાર બજેટ સત્ર ટૂંક સમયમાં જ બોલાવવા માટે તૈયાર છે.  નાયડુ આજે સવારે ૧૦ જનપથમાં સોનિયા ગાંધીના નિવાસે પહોંચ્યા હતાં. નાયડુએ ૨૦ મિનિટ સુધી કોંગ્રેસ પ્રમુખ સાથે વાત કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર સોનિયાએ કોૅગ્રેસના ત્રણ સૂચનો અંગે નાયડુને પૂછ્યું હતું.
તેના જવાબમાં નાયડુએ જણાવ્યું હતું કે સરકાર કોંગ્રેસના ત્રણ સૂચનો પર વિચાર કરી રહી છે અને ટૂંક સમયમાં આ અંગેની જાણ કોંગ્રેસને કરવામાં આવશે. નાયડુએ રિયલ એસ્ટેટ બિલ અંગે સોનિયાને જણાવ્યું હતું કે કોંગ્રેસ અને અન્ય પક્ષોના નિર્ણય અનુસાર બિલને રાજ્યસભાની પસંદગી સમિતિને મોકલવામાં આવ્યો હતો. સરકારે આ સમિતિની મોટા ભાગની ભલામણો સ્વીકારી લીધી છે.  સોનિયાએ વેંકૈયાને કહ્યું હતું કે તે પક્ષના હોદ્દેદારો સાથે વાત કરી સરકાર સમક્ષ પોતાનું વલણ રજૂ કરશે. જીએસટી બિલ અંગેની કોંગ્રેસની ત્રણ માગોમાં જીએસટી દર અંગેની બંધારણીય મર્યાદા નક્કી કરવામાં આવે, માલના આંતર રાજ્ય સ્થળાંતર પર એક ટકાનો વધારાનો દર દૂર કરવામાં આવે અને સુપ્રીમ કોર્ટના એક ન્યાયમૂર્તિની અધ્યક્ષતામાં વિવાદ ઉકેલવા માટેની એક સમિતિની રચના કરવામાં આવે.

Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/national-gst-bill-to-convince-congress

સોના-ચાંદીમાં ફરી થયો ઘટાડો, ક્રૂડ 7 વર્ષના તળિયે Market Team | Dec 08, 2015, 11:20AM IST સોના-ચાંદીમાં ફરી થયો ઘટાડો, ક્રૂડ 7 વર્ષના તળિયે બિઝનેસ ડેસ્કઃ વિશ્વ બજારમાં ક્રૂડની કિંમતમાં સતત ઘટાડો જોવા...

Read more at: http://money.divyabhaskar.co.in/news-cppst/BIZ-MARK-COMM-latest-opening-commodity-report-for-tuesday-gold-silver-lose-shine-5189266-NOR.html
Source :-http://www.gujaratsamachar.com
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

Sunday, 3 January 2016

હવે તો પસાર થઈ જ જશે જીએસટી વિધેયક સંસદમાં - GST ( Goods and Services Tax (India) Bill ) News - 14

Gayatri Business Solution
(Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group,BlogWebsite, )

Good News Gayatri Business Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)

GST ( Goods and Services Tax (India) Bill ) News - 14

હવે તો પસાર થઈ જ જશે જીએસટી વિધેયક સંસદમાં

નાણાપ્રધાન અરૂણ જેટલીએ આશા વ્યક્ત કરી  છે કે સંસદના આગામી બજેટ સત્રમાં જીએસટી બિલ પાસ થઈ જશે.. કારણ કે જીએસટીની તરફેણ કરનારા સાંસદોમાં વધારો થઈ રહ્યો છે.
સંસદના સતત બે સત્રમાં કોંગ્રેસના વિરોધને કારણે રાજ્યસભામાં જીએસટી બિલ પસાર થઈ શક્યુ નથી. જેટલીએ કહ્યું છે કે સંસદનું આગામી સત્ર ખુબ જ મહત્વપૂર્ણ બની રહેશે. આગામી સત્રના મધ્ય સુધી રાજ્યસભામાં સભ્યોની સંખ્યાનું ગણિત બદલાશે. જ્યા સુધી આગામી સત્રની વાત છે ત્યાં સુધી મને ખુબ જ મોટી આશા છે કે જીએસટી બિલ પસાર કરાવવામાં સફળતા મળશે.
સંસદનું બજેટ સત્ર ફેબ્રુઆરીના આખરી સપ્તાહમાં શરૂ થશે. નેશનલ એકડેમી ઓફ કસ્ટમ, એક્સાઈઝ એન્ડ નાર્કોટિસના અધિકારીઓને સંબોધતા જણાવતાં કહ્યું હતું કે રાજનૈતિક પક્ષોમાં મોટાભાગે સર્વસમંતિ સંધાઈ ગઈ છે. બધા જે તેનું સમર્થન કરે છે. જીએસટીનો અમલ થતાની સાથે અપ્રત્યક્ષ ક્ષેત્રમાં તમામ ટેક્સનો તેમાં સમાવેશ થઈ જશે. આ જીએસટી બિલ રાજ્યસભામાં અટક્યું છે. પણ મુખ્ય વિપક્ષ કોંગ્રેસના વિરોધને કારણે બિલ પાસ થઈ શક્યું નથી.
 
Source :-http://sandesh.com/article.aspx?newsid=3215354