ચાઇનીઝ ચક્રવાતમાં બજાર ૧૯ માસના તળિયે
|
(બિઝનેસ ડેસ્ક) અમદાવાદ, તા.૭
ચાઇનીઝ કુકરી ફરીથી ગાંડીતૂર થઇ છે. દુનિયાભરના શેરબજાર ગઇકાલે
તેમાં વધુ એકવાર ઘવાયા છે. વર્ષ ૨૦૧૬ના કામકાજના છ દિવસમાં બે વખતના
ઉત્પાતમાં વૈશ્વિક શેરબજારોને કમસેકમ અઢી લાખ કરોડ ડોલર એટલેકે ૧૬૭ લાખ
કરોડ રૂપિયાનું નાહી નાખવું પડયું છે. ઘરઆંગણે સેન્સેક્સ ઇન્ટ્રા-ડેમાં
૨૪૮૨૬નું ૧૯ માસનું બોટમ બનાવી છેલ્લે ૫૫૫ પોઇન્ટના ધબડકામાં ૨૪૮૫૨ બંધ
રહ્યો છે. નિફ્ટી ૧૭૩ પોઇન્ટ લથડીને ૭૫૬૮ હતો. ઇન્ટ્રા-ડેમાં નિફ્ટી ૭૫૫૬
થયો હતો. અર્થાત ૭૫૩૯નું વર્ષનું બોટમ માંડ-માંડ બચ્યું છે. જોકે આ લેવલ
ગમે ત્યારે તૂટી શકે છે. સેન્સેક્સ નિફ્ટીના સવા બે ટકાના ધોવાણ સામે
ગુરૂવારે મિડકેપ, સ્મોલકેપ, મેટલ, બેન્કેક્સ, રિયલ્ટી, પાવર, કેપિટલ ગુડ્ઝ, ઇન્ફ્રા, પીએસયુ, બીએસઇ-૫૦૦, ઓટો, પીએસયુ બેંક નિફ્ટી, ઇન્ડસ્ટ્રીઝ, બેઝિક મટીરીઅલ્સ જેવા બેન્ચમાર્ક અઢીથી સાડા ચાર ટકા ખુવાર થયા હતા. તાતા મોટર્સ છ ટકા, એક્સિસબેંક પાંચ ટકા, મારૂતિ સુઝુકી પોણા પાંચ ટકા, તાતા સ્ટીલ સાત ટકા, ભેલ સાત ટકા, હિન્દાલ્કો ૪.૭ ટકા, ઓએનજીસી સાડા ચાર ટકા, એસબીઆઇ સાડાત્રણ ટકા, રિલાયન્સ બે ટકા, લાર્સન પોણા ત્રણ ટકા, વેદાન્તા નવ ટકા, કેઇર્ન ઇન્ડિયા ૮.૪ ટકા, બેંક ઓફ બરોડા સાડા છ ટકા, જિંદાલ સ્ટીલ ૧૦ ટકા, જેપી એસો.પોણા નવ ટકા, અદાણી
ગ્રુપમાં સાતેક ટકાની ખરાબી જોવાઇ હતી. માર્કેટનો આંતરપ્રવાહ જે રીતે
કથળ્યો છે. તે જોતા શુક્રવારે કામકાજના બે કલાક ભારે જણાય છે. ર્માિજન
ફન્ડિંગ તથા વીક્લી રમનારાનો માલ મોટા પાયે ફુટે તો પેનિકની હાલત પેદા થશે.
બધુ જ રેડઝોનમાં....
ગઈકાલે સેન્સેક્સના ત્રીસે ત્રીસ તથા નિફટીના તમામ પ૦ શેર માઈનસ
હતા. વાત અહિંજ નથી અટકતી.. બીએસઈ-૧૦૦ ખાતેના પણ ૧૦૦ માંથી એકેય શેર વધ્યો ન
હતો. ઉપરાંત પીએસયુ ઈન્ડેક્સ ખાતેના પ૭, કાર્બોનેક્સ ખાતેના
૧૦૦, ગ્રીનકેસના રપ, લાર્જકેપ ઈન્ડેક્સમાં ૬૮, સિલેકટ મિડકેપ ખાતેના ર૯,
ઈન્ફ્રા ઈન્ડેક્સના ર૯, ટેલીકોમ ઈન્ડેક્સના ૧૩, બેન્કેક્સ-મેટલ- ઓઈલ ગેસ
અને કન્ઝયુમર ડયુરેબલ્સમાંના દસ-દસ, ઓટો ઈન્ડેકસના ૧૪, હેલ્થકેર ઈન્ડેક્સના
૬૩, એનર્જી ઈન્ડેક્સના ર૬ તેમજ રિયલ્ટી બેન્ચમાર્કના ૧૩ શેર માંથી એકેય જાત પ્લસમાં ન હતી!
ઉદ્યોગોના કિસ્સામાં જોઈએ તો સિમેન્ટ સેક્ટરના ૪૦ માંથી ૪૦ શેર ડાઉન હતા. માઈનિંગમાં ય આવી જ સ્થિતિ હતી. બેંકિંગ, ખાતર, ટુ-વ્હિલર્સ, ટી- કોફી, એજ્યુકેશન ઓઈલ એકસ્લોરેશન, રિફાઈનરી, ટેલીકોમ ઈક્વિયમેન્ટ, શિપિંગ
જેવા સેગમેન્ટમાં સમ આવા પુરતો એક-એક શેર સુધર્યો હતો માર્કેટ બ્રેડ્થ
ભારે નકારાત્મક હતી. ૬૮૦ શેર વધ્યા હતા ર૧૯૮ કાઉન્ટર નરમ હતા. એ- ગ્રપના
૩૦૦ માંથી માત્ર પાંચ ટકા એટલે કે ૧પ શેર પ્લસ હતા. બી- ગ્રૂપની ૧૪૪ર માંથી
૯૦ ટકા જાતો ડાઉન હતી. ૩૪ર શેર ઉપલી સર્કિટમાં તો રપ૯ કાઉન્ટર મંદીની
સર્કિટમાં હતા. ર૧પ શેર બીએસઈ ખાતે ભાવની રીતે એક વર્ષ કે તેથી વધુ સમય
ગાળાની રીતે નવા શિખરે ગયા હતા. બીજી તરફ ૬ર સ્ક્રીપ્સમાં નવા ઐતિહાસિક
તળિયાં બન્યા હતા. બીએેસઈ તેમજ એનએસઈ ખાતેના બાધાજ ઈન્ડાઇસીસ 'લાલ' હતા.
ડ્રેગનનો ડંખ સર્વત્ર
છેલ્લા પાંચ માસમાં ચાઇના દ્વારા તેની કરન્સી યુઆનનું ડોલર સામે
ત્રીજી વખતનું ડીવેલ્યૂએશન થયું છે. ડોલર સામે યુઆન પાંચ વર્ષના નવા તળિયે
પહોંચ્યો છે. આ ઘટનાની અસરમાં ચાઇનીઝ શેરબજાર ખુલતાંની સાથે જ માંડ અડધા
કલાકમાં નિયત ૭ ટકાની મંદીની સર્કિટમાં સરી પડતાં બજાર આખા દિવસ માટે બંધ
કરવાની નૌબત ગઇકાલે આવી હતી. ચાઇનીઝ ચક્રવાતની સર્વત્ર માઠ અસર દેખાઇ હતી.
જાપાનીઝ માર્કેટ ૨.૩ ટકા, હોંગકોંગ ૩ ટકા, સાઉથ કોરિયા ૧.૧ ટકા, તાઇવાન પોણા બે ટકા, ઓસ્ટ્રેલિયા સવા બે ટકા, ઇન્ડોનેશિયા પોણા બે ટકા, સિંગાપોર ૨.૭ ટકા, થાઇલેન્ડ
સાડા ત્રણ ટકા ડુલ્યા હતા. યુરોપ ડાઉનવર્ડ પ્રેશરમાં દોઢથી ચાર ટકાની
રેન્જમાં રનિંગ ક્વોટ પ્રમાણે માઇનસ હતું. ગ્રીસ ખાતે છ ટકાની ખુવારી હતી.
અખાતી બજારો સવા ત્રણ ટકા ડાઉન હતા. વિશ્વ બજારમાં ક્રૂડમાં બેરલ દીઠ ૩૨
ડોલરની બાર વર્ષની બોટમ બનતાં માનસ વધુ બગડયું હતું.
ઓટો ઇન્ડેક્સ રિવર્સ ગિયરમાં, તમામ શેર ડાઉન
બેન્ચમાર્ક ઇન્ડેક્સના ૨.૨ ટકાના ઘટાડા સામે ઓટો ઇન્ડેક્સ ૩.૭
ટકાના રિવર્સ ગિયરમાં ૧૭૩૪૧ હતો. તેના તમામ ૧૪ સ્ટોક રેડઝોનમાં બંધ હતા.
જેમાં તાતા મોટર્સ ૬.૧ ટકા, ભારત ફોર્જ ૫.૮ ટકા, મધરસન સુમી ૪.૯ ટકા, મારુતિ સુઝુકી ૪.૭ ટકા, અપોલો ટાયર ૪.૩ ટકા, એમઆરએફ ૩.૫ ટકા, આઇસર મોટર્સ ૨.૭ ટકા, બજાજ ઓટો ૨.૭ ટકા, અમરરાજા બેટરી ૨.૬ ટકા, હીરો મોટોકોર્પ અઢી ટકા, મહિન્દ્રા- મહિન્દ્રા અઢી ટકા, બોસ બે ટકા, અશોક લેલેન્ડર ૧.૬ ટકા અને ક્યુમિન્સ ઇન્ડ. સાધારણ ઘટાડે બંધ રહ્યા હતા.
|
|
|
|
No comments:
Post a Comment