સુવિચાર

"Wel-Come to Information Technology & Business Development World" સુવિચાર :- "એક જ આવકના સ્ત્રોત પર નિર્ભર ના રહો, નવું રોકાણ કરો અને બીજી/ત્રીજી આવકનો સ્ત્રોત તૈયાર કરો.- વોરેન બફેટ" For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Wednesday, 3 July 2013

Indoor Light

Gayatri Business Solution
Electronics Item

Indoor Light








Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel}
(Live In :- Ahmedabad, Gandhinagar, Kalol, Mehsana, Visnagar,
Unjha, Sidhpur, Chanasma, Patan, Palanpur,)

Tuesday, 2 July 2013

રૃપિયાના અવમૂલ્યનથી ચિંતીત બનેલી RBIની હવે કરન્સી ટ્રેડિંગ પર વૉચ

Gayatri Business Solution
Gujarat Samachar News


રૃપિયાના અવમૂલ્યનથી ચિંતીત બનેલી RBIની હવે કરન્સી ટ્રેડિંગ પર વૉચ

મધ્યસ્થ બેન્ક દ્વારા અંદાજે ૮થી ૯ અબજ ડોલરના કરન્સીના સોદા પર લદાયેલું નિયંત્રણ

મધ્યસ્થ બેન્ક દ્વારા અંદાજે ૮થી ૯ અબજ ડોલરના કરન્સીના સોદા પર લદાયેલું નિયંત્રણ

અમદાવાદ,મંગળવાર
રૃપિયાના ઐતિહાસિક અવમૂલ્યનથી ચિંતિત રીઝર્વ બેન્કે વિદેશી ચલણના વેપાર સાથે સંકળાયેલી એજન્સીઓને તેમના સટ્ટાકીય સોદાઓ ઉપર પોતાની સ્થિતિ સ્પષ્ટ કરવા જણાવ્યું હતું. રીઝર્વ બેન્ક તરફથી કરવામાં આવેલા આવા ફોનની વાતને પણ વરિષ્ઠ નિષ્ણાતોએ સમર્થન આપ્યું હતું. રીઝર્વ બેન્ક નિયમિત રીતે કરન્સી માર્કેટમાં સ્થિતિ અને ફ્લો પર નજર રાખે છે. જ્યારે સૂત્રો કહે છે કે બેન્કોએ તેમના ઈન્ટ્રા ડે નેટમાં ઘટાડો કરી પોતાની સ્થિતિને સ્પષ્ટ કરવાની રીઝર્વ બેન્કની વાત અસાધારણ છે.આ દબાણ મધ્યસ્થ બેન્ક માટે મર્યાદિત વિકલ્પ હોવાનું દર્શાવે છે. જેણે રૃપિયાનું સતત અવમૂલ્યન જોયું છે. તેમ છતાં અમેરિકન ડોલરના વિદેશી અમાનતને વેચવાની એની તૈયારી નથી. જોકે અમાનતથી માત્ર સાત મહિનાની આયાતને જ કવર કરી શકાશે, એ પણ હકીકત છે.
રીઝર્વ બેન્ક આશરે ૯૯ અબજ ડોલરની કરન્સીના સટ્ટાકીય અને વાયદાના સોદા ઉપર નિયંત્રણ કરવામાં સફળ રહી હતી, તો પણ તરલતા અને વોલાટિલિટી સર્જવવાનું જોખમ વ્હોરી રહી છે. જેના કારણે તેમની કરન્સીની જરૃરીયાતવાળા ગ્રાહકોને સાચવવામાં મુશ્કેલી પડે છે.
ઉપરાંત નોન-ડિલિવરેબલ વાયદાના સોદા દ્વારા સિંગાપોર જેવા ઓફશોર માર્કેટ તરફ કરન્સી ટ્રેડિંગને આગળ ધપાવી શકે છે. નોન-ડીલિવરેબલ વાયદાના સોદા ડેરિવેટિવ સાધન છે જે રોકાણકારોને કરન્સીને પકડી રાખ્યા સિવાય એની ગતિવિધિ સટ્ટાકીય વેપાર કરવાની છૂટ આપે છે.
એક સૂત્રે નામ નહીં આપવાની શરતે કહ્યું હતું જૂનના બીજા સપ્તાહમાં અવારનવાર ફોન આવતા હતા. જ્યારે રૃપિયો વધારેને વધારે ઘસાતો હતો ત્યાં સુધી કે ૨૬મી જૂને તો ડોલર સામે એનું મૂલ્ય ૬૦.૭૬ થઇ ગયું હતું.
અમેરિકી સ્ટિમ્યુલ્સના ગપલા વહેલાં પુરા થવાના ભયથી આ ઘટાડો થયો હતો. જેની અસર અન્ય દેશોના ચલણ પર પણ પડી હતી. જોકે સૌથી વધારે અસર તો રૃપિયા ઉપર જ પડી હતી. કારણ કે દેશની કરન્ટ એકાઉન્ટ ડેફિસિટ માર્ચમાં પૂરા થયેલા નાણાકીય વર્ષના જીડીપીની રેકોર્ડ હાઇ ૪.૮ ટકા હતી.
એક સૂત્રના જણાવ્યાનુસાર રીઝર્વ બેન્કે એક જ દિવસમાં દસ દસ વાર ફોન કર્યા હતા, એ પગ સામાન્ય દિવસો દરમિયાન વેપાર સત્રમાં તો બે એક વાર કર્યા હતા. કેટલીક વખતે તો ફ્લો અને પોઝિશન્સની તપાસ બહારના સવાલ કરવામાં આવતા હતા.
ભારત પાસે નેટ ઓપન પોઝિશન્સની કોઇ જ માહિતી નથી, પરંતુ મલ્ટીપલ વેપારીઓએ કહ્યું હતું કે રીઝર્વ બેન્કની વિનંતી પછી બેન્કોએ તેમની નેટ ઓપન પોઝિશન્સમાં ઘટાડો કર્યો છે. બેન્કોને તેમના સટ્ટાકીય વેપારમાં કપાત કરવાનું કહેતા રીઝર્વ બેન્ક હળવ દરમિયાનગીરીને વધુ અસરકારક બનાવવા માગે છે, એમ વેપારીઓ કહે છે.
ઓછી તરલતાથી મધ્યસ્થ બેન્ક દ્વારા ડોલરનાં કોઇપણ વેચાણની બજાર પર મોટી અસર થશે. જૂજ ઓપન પોઝિશન પણ રૃપિયાને ટૂંકાવવા મુશ્કેલ બનાવે છે. કરન્સી ઉપર રીઝર્વ બેન્કનું છૂટું નિરીક્ષણ પગલાં લાદવામાં ઉતાવળ એની લાંબા સમયની સાવચેતીનું પ્રતિબિંબ પાડે છે. છેલ્લે વર્ષ ૨૦૧૧ના અંતિમ સમયમાં રીઝર્વ બેન્કે નેટ ઓપન પોઝિશન ઉપર સીધા નિયંત્રણ લાદયા હતા.
છેલ્લે છેલ્લે જૂનમાં એની તકેદારીમાં એકદમ વધારો કરીને રીઝર્વ બેન્કે વિદેશી ગ્રાહકો વતી ઓન શોર વાયદા બજાર ઉપર હેજ સંબંધિત વેપાર માટે વિદેશી બેન્કોને પોતાને મર્યાદિત કરવા આદેશ આપ્યો હતો. હયાત કે ચાલુ ગ્રાહકોની પોઝિશનનો ઉપયોગ કરીને અન્ય વેપાર નહી કરવા પણ કહ્યું હતું. રીઝર્વ બેન્કની કરન્સી બજારનું સક્રિય સંચાલન રૃપિયાના વાયદાના વેપારમાં ઓફ શોર તરીકે આવે છે.


Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel}
(Live In :- Ahmedabad, Gandhinagar, Kalol, Mehsana, Visnagar,
Unjha, Sidhpur, Chanasma, Patan, Palanpur,)

સોનામાં રૃ.૪૪૦નો ઉછાળો ઃ ગુજરાતમાં સોનાની આયાત ૯૦ ટકા ઘટી

Gayatri Business Solution
Gujarat Samachar News


સોનામાં રૃ.૪૪૦નો ઉછાળો ઃ ગુજરાતમાં સોનાની આયાત ૯૦ ટકા ઘટી

ઝવેરી બજારમાં ફરી તેજીનો ચમકારો

ચાંદી રૃ.૪૦૦ ઉંચકાઈ ઃ વિશ્વ બજારમાં સોનામાં ચીનની ખરીદી વધતાં ભાવો ઉછળી ૧૨૫૦ ડોલ

(ગુજરાત સમાચાર કાર્યાલય)    મુંબઈ,મંગળવાર
મુંબઈ સોના-ચાંદી બજારમાં આજે બંને કિંમતી ધાતુઓના ભાવો  ઉછળ્યા હતા.  સોનાના ભાવો  ૧૦ ગ્રામના રૃ.૪૩૦થી ૪૪૦ વધી આવ્યા હતા.  જયારે ચાંદીના ભાવો આજે કિલોના  રૃ.૩૯૦  ઉંચકાયા હતા.   વિશ્વ બજારમાં  સોનામાં  ચીનની  ખરીદી વધતા તથા વેચાણો કપાતાં  સોનાના ભાવો વિશ્વ બજારમાં ઉછળ્યાની  ચર્ચા હતી.  મુંબઈમાં  આજે રૃપિયા સામે ડોલરના ભાવો  પણ વધતાં સોનાની આયાત પડતર ઉંચે ગઈ હતી. મુંબઈમાં આજે સોનાના ભાવો ૯૯.૫૦ના રૃ.૨૫૮૦૦ વાળા રૃ.૨૬૧૨૦ ખુલી રૃ.૨૬૨૩૦  તથા ૯૯.૯૦ના રૃ.૨૫૯૩૦ વાળા રૃ.૨૬૨૬૦  ખુલી રૃ.૨૬૩૭૦ બંધ રહ્યા હતા જયારે ચાંદીના ભાવો આજે કિલોના ૯૯૯ના રૃ.૪૧૧૨૫ વાળા  રૃ.૪૧૩૬૦ ખુલી રૃ.૪૧૫૧૫ બંધ રહ્યા હતા વિશ્વ બજારમાં આજે  સોનાના ઔંશના ભાવો ૧૨૩૫.૨૦ ડોલરવાળા  ઉછળી ૧૨૬૭.૨૦ થઈ સાંજે ૧૨૫૪.૫૦ ડોલર રહ્યાના સમાચારો હતા.સોના પાછળ વિશ્વ બજારમાં  આજે ચાંદીના ભાવો  ઔંશના  ૧૯.૫૨ ડોલર વાળા  ઉંચામાં  ૧૯.૮૪  થઈ સાંજે ૧૯.૬૭ ડોલર રહ્યાના નિર્દેશો હતા.  મુંબઈમાં આજે ડોલરના ભાવો  રૃ.૫૯.૫૧ વાળા નીચામાં રૃ.૫૯.૧૭ થયા પછી  ફરી વધી રૃ.૫૯.૭૧  થઈ છેલ્લે  રૃ.૫૯.૬૬ રહ્યા હતા.  મુંબઈમાં  ચાંદીના ભાવો ઔંશના ૧૯.૫૨ ડોલરવાળા ઉંચામાં ૧૯.૮૪ થઈ સાંજે ૧૯.૬૭ ડોલર રહ્યાના નિર્દેશો હતા.  મુંબઈમાં આજે ડોલરના ભાવો  રૃ.૫૯.૫૧ વાળા નીચામાં રૃ.૫૯.૧૭  થયા પછી  ફરી વધી    રૃ.૫૯.૭૧  થઈ છેલ્લે  રૃ.૫૯.૬૬ રહ્યા હતા. મુંબઈમાં  ચાંદીના ભાવો  સાંજે રૃ.૪૧૫૦૦ તથા કેશમાં ભાવો આ ભાવોથી રૃ.૨૦૦થી ૨૫૦ નીચા રહ્યાના નિર્દેશો હતા.  દરમિયાન, દિલ્હી બજારમાં  આજે ચાંદીના ભાવો હાજરમાં  રૃ.૧૦૦ વધી રૃ.૪૧૩૦૦ તથા વિકલી ડિલીવરીના ભાવો  રૃ.૪૦૮૭૫ રહ્યા હતા જયારે   ત્યાં સોનાના ભાવો આજે  રૃ.૨૨૫ વધી ૯૯.૫૦ના  રૃ.૨૬૫૦૦ તથા ૯૯.૯૦ના રૃ.૨૬૭૦૦ રહ્યાના સમાચારો હતા  મુંબઈમાં   આજે ડોલર બજારમાં  શરૃઆતમાં  નિકાસકારોની વેચવાલી વધી હતી પરંતુ  ઘટાડો અલ્પજીવી નિવડતાં  ભાવો ફરી ઉછળ્યા હતા. વિશ્વ બજારમાં   છ પ્રમુખ ચલણો  સામે ડોલર ઈન્ડેક્સ આજે ૦.૨૧  ટકા વધ્યો હતો.શેરબજાર વધતાં  અટકી ઘટાડા પર રહેતાં તેના કારણો પણ આજે  ડોલર વધી આવ્યો હતો. ડોલરમાં  સટ્ટારૃપી  વેપારોને  કન્ટ્રોલમાં  રાખવા  રિઝર્વ બેંક દ્વારા બેંકોને  ફોરવર્ડના  ડોલરના વેપારમાં   ઓપન  પોઝીશન   ઘટાડવાનું  જણાવ્યાના  સમાચારો હતા. યુરોપમાં  બેરોજગારી   મે મહિનામાં   વધી નવી ટોચે પહોંચી છ.ે દરમિયાન,   ઘરઆંગણે  ગુજરાતમાં  મે મહિનામાં  સોનાની આયાત ૩૭ મહિનામાં  ૯૦ ટકા ઘટીને ૩.૭૩ ટન  થયાના નિર્દેશો  હતા.


Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel}
(Live In :- Ahmedabad, Gandhinagar, Kalol, Mehsana, Visnagar,
Unjha, Sidhpur, Chanasma, Patan, Palanpur,)

શેરોમાં ત્રણ દિવસની તેજીને બ્રેક ઃ FIIની શેરોમાં લેવાલી મંદ પડી ઃ સેન્સેક્ષ ૧૧૪

Gayatri Business Solution
Gujarat Samachar News


શેરોમાં ત્રણ દિવસની તેજીને બ્રેક ઃ FIIની શેરોમાં લેવાલી મંદ પડી ઃ સેન્સેક્ષ ૧૧૪

ડોલર ૧૫ પૈસા મજબૂત થઇ રૃા. ૫૯.૬૬ ઃ યુરોપના બજારોમાં નરમાઇ

ઓટો, પાવર, બેંક શેરોમાં વેચવાલી ઃ ફાર્મા શેરોમાં આકર્ષણ

(ગુજરાત સમાચાર પ્રતિનિધિ)    મુંબઇ, મંગળવાર
એફઆઇઆઇઝ- વિદેશી સંસ્થાકીય રોકાણકારોના સથવારે બિગબુલનું ત્રણ દિવસનું બુલ રન ઓપરેશન પૂરૃ થયું હોય એમ આજે ડોલર સામે રૃપિયાની ફરી નબળાઇ અને પેટ્રોલ બાદ ડીઝલના ભાવમાં વધારો થતાં ઔદ્યોગિક વૃદ્ધિને માઠી અસર પડવાની શક્યતા સાથે ઓટોમોબાઇલ કંપનીઓનું વાહનોનું વેચાણ વધુ ઘટવાના અંદાજ તથા યુરોપના બજારોની નબળાઇ પાછળ આજે મુંબઇ શેરબજારોમાં ત્રણ દિવસની તેજીને બ્રેક લાગી હતી. ઓટોમોબાઇલ કંપનીઆ ે ટાટા મોટર્સ, બજાજ ઓટો, મારૃતી સુઝુકી સહિતના જૂન ૨૦૧૩માં વેચાણના આંકડા ઘટાડાના આવતા અને આંતરરાષ્ટ્રીય મોરચે ક્રુડ ઓઇલના ભાવ ફરી વધી આવી નાયમેક્ષ ક્રુડના બેરલ દીઠ વધીને ૯૮.૪૩ ડોલર અને બ્રેન્ટ ક્રુડના ૧૦૩.૩૯ ડોલર થઇ જતાં ઓટો શેરોમાં આરંભથી જ વેચવાલી નીકળી હતી.  આ સાથે ફરી રૃપિયો નબળો પડતો જઇ ડોલર ૧૫ પૈસા મજબૂત થઇ રૃા. ૫૯.૬૬ થઇ જતાં શેરોમાં વેચવાલીનું દબાણ વધતું જઇ હીરો મોટોકોર્પ, મારૃતી સુઝુકી, ટાટા મોટર્સ, બજાજ ઓટો સાથે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, લાર્સન એન્ડ ટુબ્રો, ઓએનજીસી, જિન્દાલ સ્ટીલ, ટાટા પાવર, એનટીપીસી, એચડીએફસી બેંક, એચડીએફસી, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સહિતમાં વેચવાલીએ સેન્સેક્ષ ૧૧૩.૫૭ પોઇન્ટ ઘટીને ૧૯૪૬૩.૮૨ અને  નિફ્ટી સ્પોટ ૪૧.૩૦ પોઇન્ટ ગબડીને ૫૮૫૭.૫૫ બંધ રહ્યા હતાં.
સેન્સેક્ષ ડોલરની મજબૂતી અને યુરોપના બજારોની નરમાઇ પાછળ ઇન્ટ્રા-ડે ૧૩૫ પોઇન્ટ ઘટીને ૧૯૫૭૭
ટ્રેડીંગની શરૃઆત એકંદર સાવચેતીએ સાધારણ નરમાઇએ થઇ હતી. એશીયાના અન્ય દેશોના બજારોમાં જાપાન, કોરિયા, ચીનના બજારોની મજબૂતી છતાં સ્થાનિકમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ફોરેક્સ માર્કેટમાં સટ્ટાકીય પ્રવૃત્તિને ડામવા આજે પગલાં લેવાનું શરૃ કર્યાના અહેવાલે ડોલરમાં અફડાતફડી સાથે શેરોમાં બપોર બાદ વેચવાલી વધતી જોવાઇ હતી. ટ્રેડીંગના આરંભમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ,  ઓએનજીસી સાથે હીરો મોટો કોર્પ, બજાજ ઓટો, મારૃતી, ટાટા મોટર્સમાં નરમાઇએ સેન્સે૭ આગલા બંધ ૧૯૫૭૭.૩૯ સામે ૧૯૫૭૩.૯૩ મથાળે ખુલીને ૩૦થી ૩૫ પોઇન્ટનો ઘટાડો બતાવતો હતો. જે બપોરે યુરોપના બજારો નરમાઇએ ખુલતા મેટલ શેરોમાં જિન્દાલ સ્ટીલ પાછળ વેચવાલી નીકળતા અને ટાટા પાવરને મૂડી'ઝ ડાઉનગ્રેડ કરતા વેચવાલી સાથે ઇન્ફોસીસ, લાર્સન, એનટીપીસી, એચડીએફસી શેરોમાં વેચવાલીએ સેન્સેક્ષ ઘટતો જઇ એક સમયે ૧૩૪.૬૪ પોઇન્ટ ઘટીને નીચામાં ૧૯૫૭૭.૩૯ સુધી જઇ અંતે ૧૧૩.૫૭ પોઇન્ટ ઘટીને ૧૯૪૬૩.૮૨ બંધ રહ્યો હતો.
નિફ્ટી સ્પોટ ૪૧ પોઇન્ટ ઘટીને ૫૮૫૮ ઃ રિલાયન્સ ઓટો, બેંક શેરોમાં વેચવાલી ઃ ફાર્મા શેરોમાં તેજી
એનએસઇનો નિફ્ટી સ્પોટ ઇન્ડેક્ષ આગલા બંધ ૫૮૯૮.૮૫ સામે ૫૮૮૫.૫૦ મથાળે ખુલી શરૃઆતમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, રિલાયન્સ ઇન્ફ્રા. હીરો મોટોકોર્પ, મારૃતી, ઓએનજીસીમાં વેચવાલીએ નજીવો ઘટાડો બતાવતો રહ્યા બાદ લાર્સન, એક્સીસ બેંક, પીએનબી, એનટીપીસી, એચડીએફસી બેંક, એચડીએફસી, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા સહિતમાં વેચવાલીએ નીચામાં ૫૮૫૨.૩૦ સુધી ગબડી જઇને અંતે ૪૧.૩૦ પોઇન્ટ ઘટીને ૫૮૫૭.૫૫ બંધ રહ્યો હતો.
નિફ્ટી ૫૮૦૦નો પુટ ૬૭.૨૫થી ઉછળીને ૭૬ઃ નિફ્ટી ૬૦૦૦નો કોલ ૫૪.૧૦થી ઘટીને ૪૪.૪૫
ડેરીવેટીવ્ઝમાં નિફ્ટી ૫૮૦૦નો પુટ ૨,૭૩,૩૮૧ કોન્ટ્રેક્ટસમાં રૃા. ૮૦૨૯.૨૩ કરોડના ટર્નઓવરે ૬૭.૨૫ સામે ૭૪.૭૫ ખુલી નીચામાં ૬૬.૮૦ થઇ ઉપરમાં ૭૯.૯૫ સુધી ઉછળી જઇ અંતે ૭૬ હતો. નિફ્ટી ૫૯૦૦નો કોલ ૨,૫૬,૮૫૧ કોન્ટ્રેક્ટસમાં રૃા. ૭૬૮૭.૫૮ કરોડના ટર્નઓવરે ૯૬.૪૫ સામે ૮૭ ખુલી ઉપરમાં ૯૬ થઇ નીચામાં ૭૫.૭૫ સુધી જઇ અંતે ૮૨ હતો. નિફ્ટી ૬૦૦૦નો કોલ ૨,૪૭,૯૮૦ કોન્ટ્રેક્ટસમાં રૃા. ૭૪૯૮.૬૬ કરોડના ટર્નઓવરે ૫૪.૧૦ સામે ૫૦ ખુલી ઉપરમાં ૫૪.૧૫ થઇ નીચામાં ૪૦.૯૫ સુધી જઇ અંતે ૪૪.૪૫ હતો.
જુલાઇ નિફ્ટી ફ્યુચર ૫૮૯૨થી ઘટીને ૫૮૬૩ ઃ ૫૭૦૦નો પુટ ૪૧.૭૫થી વધીને ૪૬.૧૦
નિફ્ટી જુલાઇ ફ્યુચર ૧,૮૧,૮૯૧ કોન્ટ્રેક્ટ સમાં રૃા. ૫૩૩૯.૧૨ કરોડના ટર્નઓવરે ૫૮૯૨.૨૦ સામે ૫૮૭૮ મથાળે ખુલી ઉપરમાં ૫૮૮૯.૮૦ થઇ નીચામાં ૫૮૫૦.૧૦ સુધી જઇ અંતે ૫૮૬૩.૦૫ હતો. નિફ્ટી ૫૭૦૦નો પુટ ૪૧.૭૫ સામે ૪૫ ખુલી નીચામાં ૪૧.૧૫ થઇ ઉપરમાં ૪૯.૩૦ સુધી જઇ અંતે ૪૬.૧૦ હતો. બેંક નિફ્ટી ફ્યુચર ૧૧૭૩૯.૫૦ સામે ૧૧૭૨૦ ખુલી ઉપરમાં ૧૧૭૬૭.૭૦ થઇ નીચામાં ૧૧૬૦૨ સુધી જઇ અંતે ૧૧૬૪૮ હતો.
ક્રુડ ઓઇલ વધીને ૯૮.૪૩ ડોલર ઃ વાહનોનું વેચાણ ઘટયું ઃ ઓટો શેરો હીરો મોટોકોર્પ, મારૃતી, મહિન્દ્રા, બજાજ ઘટયા
ઓટોમોબાઇલ શેરોમાં ગઇકાલે કંપનીઓના જૂન ૨૦૧૩ મહિનાના જાહેર થયેલા વેચાણના આંકડામાં ટાટા મોટર્સનું વેચાણ ૧૮ ટકા ઘટતા શેરમાં વેચવાલીએ રૃા. ૩.૨૦ ઘટીને રૃા. ૨૮૬.૪૫, બજાજ ઓટોનું વેચાણ પણ ૨૦ ટકા ઘટતા શેર રૃા. ૫.૧૦ ઘટીને રૃા. ૧૯૧૮, હીરો મોટોકોર્પ રૃા. ૩૮.૪૫ ઘટીને રૃા. ૧૬૬૦.૦૫, મારૃતી સુઝુકી રૃા. ૨૬.૦૫ ઘટીને રૃા. ૧૫૭૯.૨૦, ભારત ફોર્જ રૃા. ૬.૩૫ ઘટીને રૃા. ૨૧૭.૯૦, એક્સાઇડ ઇન્ડસ્ટ્રીઝ રૃા. ૧.૨૫ ઘટીને રૃા. ૧૨૧.૬૫, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૃા. ૨.૫૦ ઘટીને રૃા. ૯૭૯.૯૦, બોશ રૃા. ૫૨.૭૫ ઘટીને રૃા. ૮૮૫૩.૮૫, અશોક લેલેન્ડનું પણ વેચાણ ઘટતા શેર ૪૫ પૈસા ઘટીને રૃા. ૨૦.૨૦ રહ્યા હતા. બીએસઇ ઓટો ઇન્ડેક્ષ ૮૩.૦૭ પોઇન્ટ ઘટીને ૧૦૮૩૧.૬૦ રહ્યો હતો.
બેંકિંગ શેરોમાં હળવા થવાનું માનસ ઃ એક્સીસ બેંક, સ્ટેટ બેંક, એચડીએફસી શેરો, કોટક મહિન્દ્રા ઘટયા
બેંકિંગ શેરોમાં પણ ફંડો હળવા થતાં એચડીએફસી બેંક રૃા. ૯.૬૦ ઘટીને રૃા. ૬૫૭.૬૫, એચડીએફસી રૃા. ૧૧.૩૦ ઘટીને રૃા. ૮૭૫.૧૦, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા રૃા. ૨૪.૭૫ ઘટીને રૃા. ૧૯૯૦.૮૫, એક્સીસ બેંક રૃા. ૩૭.૩૫ ઘટીને રૃા. ૧૩૦૮.૯૦, કેનરા બેંક રૃા. ૧૧.૪૦ ઘટીને રૃા. ૩૭૩.૧૦, કોટક મહિન્દ્રા બેંક રૃા. ૭.૫૦ ઘટીને રૃા. ૭૧૫.૭૫, પીએનબી રૃા. ૧૨.૮૦ ઘટીને રૃા. ૬૫૬.૨૦, યુનીયન બેંક રૃા. ૭.૭૫ ઘટીને રૃા. ૧૮૪.૯૫, યશ બેંક  રૃા. ૧.૯૦ ઘટીને  રૃા. ૪૬૮.૩૫ રહ્યા હતા. આઇસીઆઇસીઆઇ બેંક રૃા. ૯.૫૫ વધીને રૃા. ૧૦૭૯.૨૦, ઇન્ડસઇન્ડ બેંક રૃા. ૪.૪૫ વધીને રૃા. ૪૭૬.૩૦ રહ્યા હતા. બીએસઇ બેંકેક્ષ ઇન્ડેક્ષ ૧૦૪.૧૪ પોઇન્ટ ઘટીને ૧૩૨૭૮.૪૪, દેના બેંક રૃા. ૧.૬૦ ઘટીને રૃા. ૭૦.૮૦, અલ્હાબાદ બેંક રૃા. ૧.૭૫ ઘટીને રૃા. ૯૨.૮૫, ઇન્ડિયન બેંક રૃા. ૩.૮૦ ઘટીને રૃા. ૧૧૫.૫૦, ઓરિએન્ટલ બેંક રૃા. ૪.૬૦ ઘટીને રૃા. ૨૧૧.૧૫, સ્ટેટ બેંક મૈસુર રૃા. ૧૦ ઘટીને રૃા. ૫૩૫, સિન્ડિકેટ બેંક રૃા. ૨.૭૫ ઘટીને રૃા. ૧૧૦.૨૫, યુકો બેંક રૃા. ૨.૧૦ ઘટીને રૃા. ૬૨.૯૫, વિજ્યા બેંક રૃા. ૧.૨૦ ઘટીને રૃા. ૪૫, સ્ટેટ બેંક ત્રાવણકોર રૃા. ૫ ઘટીને રૃા. ૫૦૨.૩૦ રહ્યા હતાં.
નફારૃપી વેચવાલીએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ રૃા. ૧૨ ઘટીને રૃા. ૮૭૧, ઓએનજીસી રૃા. ૬ ઘટીને રૃા. ૩૨૨
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં પાછલા દિવસોમાં સરકારે નેચરલ ગેસના ભાવ એપ્રિલ ૨૦૧૪થી બમણા કરી આપવાના લીધેલા નિર્ણયે શેરમાં ફંડોની મોટી લેવાલી બાદ આજે નફારૃપી વેચવાલી નીકળી હતી. સરકારે ૧, એપ્રિલ ૨૦૧૪થી નેચરલ ગેસના ભાવ દરેક ૧૦ લાખ મેટ્રિક બ્રિટીશ થર્મલ યુનીટ (એમએમબીટીયું) દીઠ ભાવ ૪.૨ ડોલરથી વધારીને ૮.૪ ડોલર કરવાનું જાહેર કર્યું છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો શેર આજે રૃા. ૧૧.૫૦ ઘટીને રૃા. ૮૭૧.૩૦ રહ્યો હતો. ઓએનજીસી રૃા. ૬ ઘટીને રૃા. ૩૨૨.૩૦ રહ્યો હતો. અન્ય ઓઇલ ગેસ શેરોમાં પેટ્રોલ- ડીઝલના ભાવ વધારાએ આરંભિક લેવાલી બાદ ડોલરની ફરી મજબૂતીએ વેચવાલી નીકળતા બીપીસીએલ રૃા. ૧.૩૦ ઘટીને રૃા. ૩૭૧.૭૦, એચપીસીએલ રૃા. ૨.૯૦ ઘટીને રૃા. ૨૫૪.૮૦, ઓઇલ ઇન્ડિયા રૃા. ૧૧.૭૫ ઘટીને રૃા. ૫૬૯.૨૦, પેટ્રોનેટ એલએનજી રૃા. ૨ ઘટીને રૃા. ૧૨૫.૩૦, કેઇર્ન ઇન્ડિયા રૃા. ૩.૧૦ વધીને રૃા. ૨૯૫.૮૦, ગેઇલ ઇન્ડિયા રૃા. ૮.૬૦ વધીને રૃા. ૩૩૧.૮૫ રહ્યા હતા. બીએસઇ ઓઇલ- ગેસ ઇન્ડેક્ષ ૯૦.૯૩ પોઇન્ટ ઘટીને ૮૯૪૮.૩૪ રહ્યો હતો.
ટાટા પાવરનું રેટીંગ આઉટલૂક મૂડી'ઝે ડાઉનગ્રેડ કરતા શેર ઘટયો ઃ ભેલ રૃા. ૪ વધ્યો ઃ સ્ટરલાઇટ, ભારતી એરટેલ વધ્યા
ટાટા પાવરનું રેટીંગ આઉટલૂક મૂડીઝ દ્વારા સ્ટેબલમાંથી ડાઉનગ્રેડ નેગેટીવ કરતા શેર રૃા. ૧.૬૫ ઘટીને રૃા. ૮૬.૭૫, લાર્સન એન્ડ ટુબ્રો રૃા. ૨૦.૦૫ ઘટીને રૃા. ૧૪૨૯.૯૦, એનટીપીસી રૃા. ૧.૯૫ ઘટીને રૃા. ૧૪૫.૭૫ રહ્યા હતા. જ્યારે ભેલ રૃા. ૪.૯૦ વધીને રૃા. ૧૮૩.૭૦ રહ્યો હતો. ભારતી એરટેલ રૃા. ૭.૪૦ વધીને રૃા. ૩૦૨.૭૫, સ્ટરલાઇટ ઇન્ડસ્ટ્રીઝ રૃા. ૧.૬૦ વધીને રૃા. ૮૮.૩૫, ટાટા સ્ટીલ રૃા. ૧.૫૫ વધીને રૃા. ૨૮૨.૧૫, ટીસીએસ રૃા. ૧૨.૩૦ વધીને રૃા. ૧૫૦૪, વિપ્રો રૃા. ૧.૮૫ વધીને રૃા. ૩૫૩.૦૫ રહ્યા હતાં.
એફઆઇઆઇની કેશમાં રૃા. ૪૩ કરોડની અને ડીઆઇઆઇની રૃા. ૧૨૫ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી
એફઆઇઆઇઝ- વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ આજે મંગળવારે કેશ સેગ્મેન્ટમાં રૃા. ૪૩ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી કરી હતી. કુલ રૃા. ૨૩૦૧ કરોડની ખરીદી સામે કુલ રૃા. ૨૩૪૪ કરોડની વેચવાલી કરી હતી.  જ્યારે ડીઆઇઆઇ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ રૃા. ૧૨૫ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી કરી હતી. કુલ રૃા. ૯૯૩ કરોડની ખરીદી સામે કુલ રૃા. ૧૧૧૮ કરોડની વેચવાલી હતી.
રેનબેક્સી લેબ. યુ.એસ. એફડીએની સ્પષ્ટતાએ રૃા. ૨૧ ઉછળી રૃા. ૩૪૫ ઃ લુપીન રૃા. ૨૪ વધીને રૃા. ૮૦૧
ફાર્માસ્યુટિક શેરોમાં પસંદગીના આકર્ષણમાં આજે રેનબેક્સી લેબોરેટરીઝમાં યુ.એસ. એફડીએ દ્વારા કંપનીના ત્રણ પ્લાન્ટ પાઓન્તા સાહિબ, બારામદી અને દેવાસ સિવાય કોઇ પ્લાન્ટો માટે ડાટાની વિશ્વસનીયતા મુદ્દે કોઇ પુરાવા નહીં હોવાની સ્પષ્ટતા કરાતા શેર રૃા. ૨૦.૯૫ ઉછળીને રૃા. ૩૪૫.૨૫ રહ્યો હતો. લુપીન રૃા. ૨૪.૫૦ વધીને રૃા. ૮૦૧.૩૦, ઇપ્કા લેબ્સ રૃા. ૧૩.૨૫ વધીને રૃા. ૬૭૧.૮૫, કેડિલા હેલ્થ રૃા. ૨.૧૦ વધીને રૃા. ૭૭૩.૩૦, બાયોકોન રૃા. ૧.૩૫ વધીને રૃા. ૨૮૫.૬૦, ગ્લેનમાર્ક રૃા. ૬.૭૫ વધીને રૃા. ૫૭૫.૩૦, વોખાર્ટ રૃા. ૮.૬૫ વધીને રૃા. ૧૦૮૧, સન ફાર્મા રૃા. ૩.૩૫ વધીને રૃા. ૧૦૦૭.૪૦ રહ્યા હતાં.
 




Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel}
(Live In :- Ahmedabad, Gandhinagar, Kalol, Mehsana, Visnagar,
Unjha, Sidhpur, Chanasma, Patan, Palanpur,)

Indoor Light

Gayatri Business Solution
Electronics Item

Indoor Light







Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel}
(Live In :- Ahmedabad, Gandhinagar, Kalol, Mehsana, Visnagar,
Unjha, Sidhpur, Chanasma, Patan, Palanpur,)

Monday, 1 July 2013

ડીઝલમાં ૬૩ પૈસાનો વધારો, બે વર્ષની પુત્રીને કારમાં બંધ કરી મા-બાપ શોપિંગમાં ગુલતાન, પુત્રીનું કરુણ મોત, સર્વે:ભારત વિશ્વમાં સ્માર્ટફોનનું ૩જું સૌથી મોટું બજાર,

Gayatri Business Solution
Sundesh News


ડીઝલમાં ૬૩ પૈસાનો વધારો



નવી દિલ્હી, તા. ૧
સોમવારે ચાલુ વર્ષ દરમિયાન સતત છઠ્ઠી વખત ડીઝલના ભાવોમાં ૫૦ પૈસાનો વધારો કરાયો હતો. સ્થાનિક સેલ્સટેક્સ અથવા વેટને બાદ કર્યા બાદ ડીઝલમાં કરાયેલો ભાવવધારો સોમવારે મધરાતથી અમલી બન્યો છે.

  • સોમવાર મધરાતથી અમલી બનાવાયો
ગુજરાતમાં સ્થાનિક કરવેરા અને વેટ ઉમેરતાં ડીઝલમાં ૬૩ પૈસાનો વધારો ઝીંકાયો છે. દેશની રાજધાની દિલ્હીમાં હાલ ડીઝલનો ભાવ રૂ. ૫૦.૨૬ છે, જે વધીને લિટરદીઠ રૂ. ૫૦.૮૪ થયો હતો. ગત શનિવારે જ રૂપિયાનાં સતત થઈ રહેલાં અવમૂલ્યનને કારણે ક્રૂડ ઓઇલની આયાત મોંઘી બનતાં પેટ્રોલના ભાવમાં લિટરદીઠ રૂ. ૧.૮૨નો વધારો કરાયો હતો. અગાઉ સરકાર હસ્તકની ઓઇલ કંપનીઓને જ્યાં સુધી ડીઝલ ઉપર થઈ રહેલું નુકસાન ભરપાઇ ન થઈ જાય ત્યાં સુધી દર મહિને ૫૦ પૈસા ભાવ વધારવાની સત્તા અપાઇ હતી. છેલ્લે જૂન મહિનામાં ડીઝલના ભાવો વધારાયા હતા. ડીઝલના ભાવોમાં ચાલુ વર્ષે છ વખત વધારો કરાયો હોવા છતાં ઓઇલ કંપનીઓને ડીઝલ પર પ્રતિ લિટર રૂ. ૮.૧૦નું નુકસાન સહન કરવું પડી રહ્યું છે. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશને બહાર પાડેલાં નિવેદનમાં જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય સ્તરે ડોલરની સામે રૂપિયાનાં અવમૂલ્યનને કારણે ડીઝલ પર પ્રતિ લિટર રૂ. ૮.૧૦ની ખોટ સહન કરવી પડી છે. ડીઝલ સિવાય પર ઓઇલ કંપનીઓએ કેરોસીન ઉપર પ્રતિ લિટરદીઠ રૂ. ૩૨.૦૫ અને એલપીજીના એક સિલિન્ડરદીઠ રૂ. ૩૬૮.૫૦નું નુકસાન થાય છે.
ગુજરાતમાં ડીઝલ આ ભાવે મળશે
શહેર
જૂનો ભાવ નવો ભાવ
અમદાવાદ
૫૫.૭૯
૫૬.૪૨
સુરત
૫૫.૬૮
૫૬.૩૧
વડોદરા
૫૫.૪૫
૫૬.૦૮
રાજકોટ
૫૫.૫૯
૫૬.૨૨
 


 

બે વર્ષની પુત્રીને કારમાં બંધ કરી મા-બાપ શોપિંગમાં ગુલતાન, પુત્રીનું કરુણ મોત


અલવર, 01 જુલાઇ
રાજસ્થાનનાં અલવરમાં શોપિંગનો ગાંડો શોખ ધરાવતાં એક દંપતીએ પોતાની લાડકી ૨ વર્ષની પુત્રીને ગુમાવવાનો વારો આવ્યો હતો અને ઘટના બની ગયા પછી પેટ ભરીને પસ્તાવું પડયું હતું. બનાવ અંગે મળેલી માહિતી મુજબ અલવર પાસેનાં રામગઢમાં શોપિંગ કરવા ફોરવ્હીલર લઇને એક દંપતી શુક્રવારે સાંજે નીકળ્યું હતું. કોઇ કારણોસર સાથે લાવેલાં ત્રણ બાળકો, મહિમા(૨), પરવાના(૩), ફરહાન(૫)ને કારમાં જ બંધ કરી કાચ ચડાવી શોપિંગ કરવા ગયાં હતાં.
કલાક કરતાં વધુ સમય થવાથી કારમાં બાળકોના શ્વાસમાં મૂંઝારો થવા લાગતાં કારમાં બેઠેલાં બાળકોએ કાચ થપથપાવીને બચાવો-બચાવોની બૂમાબૂમ કરી મૂકી. રાહદારીઓએ કારના કાચ તોડવાના પ્રયાસો શરૃ કર્યા દરમિયાનમાં દંપતી પણ આવી પહોંચ્યું. ઇશતાકખાન નામના શખ્સે તુરત જ કારનાં દ્વાર ખોલી જોયું તો મહિમા બેશુદ્ધ પડેલી અને બીજા બે બાળકો પણ અસ્વસ્થ અને ગભરાઇ ગયેલાં હતાં. ત્રણેયને રામગઢ હોસ્પિટલ લઇને દોડી ગયાં જ્યાં ડોક્ટરોએ મહિમાને મૃત જાહેર કરી અને બાકીનાં બેને આઇસીયુમાં દાખલ કરવા પડયાં હતાં. બાદમાં એ બેની તબિયત ગંભાર જણાતાં એમને અલવર ખસેડવાં પડયાં હતાં. પોલીસે દંપતીને સારી સલાહ આપી જવા દીધાં અને કોઈ કાયદેસર કાર્યવાહી હાથ નહોતી ધરી.



સર્વે:ભારત વિશ્વમાં સ્માર્ટફોનનું ૩જું સૌથી મોટું બજાર


નવી દિલ્હી, 29જૂન
કન્ટ્રી શેર ટ્રેકરે હાથ ધરેલા એક વિશ્વ સ્તરના સરવેમાં તારણ નીકળ્યું કે સ્માર્ટફોનનો સૌથી વધારે ઉપાડ ભારતમાં થાય છે અને આમ ભારત વિશ્વમાં સ્માર્ટફોનનું ૩જુ સૌથી મોટું માર્કેટ હોવાનું સ્ટ્રેટેજી એનાલિટિક્સે જણાવ્યું છે.
૨૦૧૩ના પ્રથમ ૩ માસમાં જાપાનને પણ ભારતે પાછળ મૂકી દીધું છે. ભારતથી આગળ માત્ર ચાઇના અને અમેરિકા છે.
વધુમાં આ સર્વે પ્રમાણે ભારતનું આ સ્માર્ટફોન માર્કેટ ગ્લોબલ સરેરાશની તુલનામાં ૪ ગણી ગતિએ હરણફાળ ભરી રહ્યું છે.આખી દુનિયામાં ગઇ સાલના પહેલાં ૩ માસની સરખામણીએ આ વરસના પ્રથમ ૩ માસમાં સ્માર્ટફોનનું માર્કેટ ૩૦ ટકા વધ્યું છે, જ્યારે ભારતમાં એ જ ગાળામાં તે ૧૬૩ ટકાની ગતિએ વધ્યું છે. ભારતમાં સેમસંગ, એપલ જેવા વૈશ્વિક હરીફોની સાથે માઇક્રોમેક્સ, કારબોન, સ્પાઇસ અને લેમન જેવી સ્થાનિક બ્રાન્ડ પણ ઝડપથી બજારમાં છવાઇ ગઇ છે.

માઇક્રોમેક્સ કેનવાસ-૪ ૮ જુલાઇથી લોન્ચ થશે, બુકિંગ શરૃ

મુંબઇ, 29 જૂન

બુકિંગ કિંમત પાંચ હજાર રાખવામાં આવી છે
માઇક્રોમેક્સ કેનવાસ-૪ આગામી ૮મી જુલાઇના રોજ લોન્ચ થવા જઇ રહ્યો છે, જોકે આ મોબાઇલનું ઓનલાઇન બુકિંગ શરૃ થઇ ગયુ છે, મોબાઇલની બુકિંગ કિંમત પાંચ હજાર રાખવામાં આવી છે. જોકે બાકી પેમેન્ટ બાદમાં કરવાનું રહેશે, મોબાઇલની ખરેખર કિંમત આઠ જુલાઇ જ્યારે મોબાઇલ લોન્ચ થશે ત્યારે કરવામાં આવશે. બાકી પેમેન્ટ માટેની અંતિમ તારીખ ૧૫મી જુલાઇ સુધી રાખવામાં આવી છે જે ન ભરનારનુ બુકિંગ કેન્સલ થઇ શકે છે. જોકે જે લોકો બુકિંગ કેન્સલ કરાવવા માગતા હોય તેમને પૂરા પાંચ હજાર પરત મળશે. કંપની તરફથી કોઇ સત્તાવાર માહિતી આ ફોનના ફિચર્સ અંગે આપવામાં આવી નથી, તેમ છતાં કેટલાક ફિચર્સ આ પ્રામાણે છે
કેનવાસ સ્માર્ટફોનના કેટલાક ફિચર્સ
મોબાઇલમાં ૧૩ મેગાપિક્સલનો કેમેરા હશે, સાથે એલઇડી ફ્લેશ પણ આપવામાં આવ્યો છે.
ફોનમાં પાંચ ઇંચ અને ૭૨૦ પિક્સલ રિઝોલ્યુશન વાળી સ્ક્રીન હશે.
ફોનમાં એક જીબી રેમની સાથે ૧.૨ ગિગાહર્ટ્સ ક્વોડ-કોર પ્રોસેસર પણ હોઈ શકે છે.
બેટરી ૨૦૦૦ એમએએચની હોઇ શકે છે, જ્યારે ઇન્ટરનલ સ્ટોરેજ ૧૬ જીબી સુધીનું હોઇ શકે છે.





Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel}
(Live In :- Ahmedabad, Gandhinagar, Kalol, Mehsana, Visnagar,
Unjha, Sidhpur, Chanasma, Patan, Palanpur,)

Indoor Light

Gayatri Business Solution
Electronics Item

Indoor Light






Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel}
(Live In :- Ahmedabad, Gandhinagar, Kalol, Mehsana, Visnagar,
Unjha, Sidhpur, Chanasma, Patan, Palanpur,)