સુવિચાર

"Wel-Come to Information Technology & Business Development World" સુવિચાર :- "એક જ આવકના સ્ત્રોત પર નિર્ભર ના રહો, નવું રોકાણ કરો અને બીજી/ત્રીજી આવકનો સ્ત્રોત તૈયાર કરો.- વોરેન બફેટ" For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Monday 1 July 2013

ડીઝલમાં ૬૩ પૈસાનો વધારો, બે વર્ષની પુત્રીને કારમાં બંધ કરી મા-બાપ શોપિંગમાં ગુલતાન, પુત્રીનું કરુણ મોત, સર્વે:ભારત વિશ્વમાં સ્માર્ટફોનનું ૩જું સૌથી મોટું બજાર,

Gayatri Business Solution
Sundesh News


ડીઝલમાં ૬૩ પૈસાનો વધારો



નવી દિલ્હી, તા. ૧
સોમવારે ચાલુ વર્ષ દરમિયાન સતત છઠ્ઠી વખત ડીઝલના ભાવોમાં ૫૦ પૈસાનો વધારો કરાયો હતો. સ્થાનિક સેલ્સટેક્સ અથવા વેટને બાદ કર્યા બાદ ડીઝલમાં કરાયેલો ભાવવધારો સોમવારે મધરાતથી અમલી બન્યો છે.

  • સોમવાર મધરાતથી અમલી બનાવાયો
ગુજરાતમાં સ્થાનિક કરવેરા અને વેટ ઉમેરતાં ડીઝલમાં ૬૩ પૈસાનો વધારો ઝીંકાયો છે. દેશની રાજધાની દિલ્હીમાં હાલ ડીઝલનો ભાવ રૂ. ૫૦.૨૬ છે, જે વધીને લિટરદીઠ રૂ. ૫૦.૮૪ થયો હતો. ગત શનિવારે જ રૂપિયાનાં સતત થઈ રહેલાં અવમૂલ્યનને કારણે ક્રૂડ ઓઇલની આયાત મોંઘી બનતાં પેટ્રોલના ભાવમાં લિટરદીઠ રૂ. ૧.૮૨નો વધારો કરાયો હતો. અગાઉ સરકાર હસ્તકની ઓઇલ કંપનીઓને જ્યાં સુધી ડીઝલ ઉપર થઈ રહેલું નુકસાન ભરપાઇ ન થઈ જાય ત્યાં સુધી દર મહિને ૫૦ પૈસા ભાવ વધારવાની સત્તા અપાઇ હતી. છેલ્લે જૂન મહિનામાં ડીઝલના ભાવો વધારાયા હતા. ડીઝલના ભાવોમાં ચાલુ વર્ષે છ વખત વધારો કરાયો હોવા છતાં ઓઇલ કંપનીઓને ડીઝલ પર પ્રતિ લિટર રૂ. ૮.૧૦નું નુકસાન સહન કરવું પડી રહ્યું છે. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશને બહાર પાડેલાં નિવેદનમાં જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય સ્તરે ડોલરની સામે રૂપિયાનાં અવમૂલ્યનને કારણે ડીઝલ પર પ્રતિ લિટર રૂ. ૮.૧૦ની ખોટ સહન કરવી પડી છે. ડીઝલ સિવાય પર ઓઇલ કંપનીઓએ કેરોસીન ઉપર પ્રતિ લિટરદીઠ રૂ. ૩૨.૦૫ અને એલપીજીના એક સિલિન્ડરદીઠ રૂ. ૩૬૮.૫૦નું નુકસાન થાય છે.
ગુજરાતમાં ડીઝલ આ ભાવે મળશે
શહેર
જૂનો ભાવ નવો ભાવ
અમદાવાદ
૫૫.૭૯
૫૬.૪૨
સુરત
૫૫.૬૮
૫૬.૩૧
વડોદરા
૫૫.૪૫
૫૬.૦૮
રાજકોટ
૫૫.૫૯
૫૬.૨૨
 


 

બે વર્ષની પુત્રીને કારમાં બંધ કરી મા-બાપ શોપિંગમાં ગુલતાન, પુત્રીનું કરુણ મોત


અલવર, 01 જુલાઇ
રાજસ્થાનનાં અલવરમાં શોપિંગનો ગાંડો શોખ ધરાવતાં એક દંપતીએ પોતાની લાડકી ૨ વર્ષની પુત્રીને ગુમાવવાનો વારો આવ્યો હતો અને ઘટના બની ગયા પછી પેટ ભરીને પસ્તાવું પડયું હતું. બનાવ અંગે મળેલી માહિતી મુજબ અલવર પાસેનાં રામગઢમાં શોપિંગ કરવા ફોરવ્હીલર લઇને એક દંપતી શુક્રવારે સાંજે નીકળ્યું હતું. કોઇ કારણોસર સાથે લાવેલાં ત્રણ બાળકો, મહિમા(૨), પરવાના(૩), ફરહાન(૫)ને કારમાં જ બંધ કરી કાચ ચડાવી શોપિંગ કરવા ગયાં હતાં.
કલાક કરતાં વધુ સમય થવાથી કારમાં બાળકોના શ્વાસમાં મૂંઝારો થવા લાગતાં કારમાં બેઠેલાં બાળકોએ કાચ થપથપાવીને બચાવો-બચાવોની બૂમાબૂમ કરી મૂકી. રાહદારીઓએ કારના કાચ તોડવાના પ્રયાસો શરૃ કર્યા દરમિયાનમાં દંપતી પણ આવી પહોંચ્યું. ઇશતાકખાન નામના શખ્સે તુરત જ કારનાં દ્વાર ખોલી જોયું તો મહિમા બેશુદ્ધ પડેલી અને બીજા બે બાળકો પણ અસ્વસ્થ અને ગભરાઇ ગયેલાં હતાં. ત્રણેયને રામગઢ હોસ્પિટલ લઇને દોડી ગયાં જ્યાં ડોક્ટરોએ મહિમાને મૃત જાહેર કરી અને બાકીનાં બેને આઇસીયુમાં દાખલ કરવા પડયાં હતાં. બાદમાં એ બેની તબિયત ગંભાર જણાતાં એમને અલવર ખસેડવાં પડયાં હતાં. પોલીસે દંપતીને સારી સલાહ આપી જવા દીધાં અને કોઈ કાયદેસર કાર્યવાહી હાથ નહોતી ધરી.



સર્વે:ભારત વિશ્વમાં સ્માર્ટફોનનું ૩જું સૌથી મોટું બજાર


નવી દિલ્હી, 29જૂન
કન્ટ્રી શેર ટ્રેકરે હાથ ધરેલા એક વિશ્વ સ્તરના સરવેમાં તારણ નીકળ્યું કે સ્માર્ટફોનનો સૌથી વધારે ઉપાડ ભારતમાં થાય છે અને આમ ભારત વિશ્વમાં સ્માર્ટફોનનું ૩જુ સૌથી મોટું માર્કેટ હોવાનું સ્ટ્રેટેજી એનાલિટિક્સે જણાવ્યું છે.
૨૦૧૩ના પ્રથમ ૩ માસમાં જાપાનને પણ ભારતે પાછળ મૂકી દીધું છે. ભારતથી આગળ માત્ર ચાઇના અને અમેરિકા છે.
વધુમાં આ સર્વે પ્રમાણે ભારતનું આ સ્માર્ટફોન માર્કેટ ગ્લોબલ સરેરાશની તુલનામાં ૪ ગણી ગતિએ હરણફાળ ભરી રહ્યું છે.આખી દુનિયામાં ગઇ સાલના પહેલાં ૩ માસની સરખામણીએ આ વરસના પ્રથમ ૩ માસમાં સ્માર્ટફોનનું માર્કેટ ૩૦ ટકા વધ્યું છે, જ્યારે ભારતમાં એ જ ગાળામાં તે ૧૬૩ ટકાની ગતિએ વધ્યું છે. ભારતમાં સેમસંગ, એપલ જેવા વૈશ્વિક હરીફોની સાથે માઇક્રોમેક્સ, કારબોન, સ્પાઇસ અને લેમન જેવી સ્થાનિક બ્રાન્ડ પણ ઝડપથી બજારમાં છવાઇ ગઇ છે.

માઇક્રોમેક્સ કેનવાસ-૪ ૮ જુલાઇથી લોન્ચ થશે, બુકિંગ શરૃ

મુંબઇ, 29 જૂન

બુકિંગ કિંમત પાંચ હજાર રાખવામાં આવી છે
માઇક્રોમેક્સ કેનવાસ-૪ આગામી ૮મી જુલાઇના રોજ લોન્ચ થવા જઇ રહ્યો છે, જોકે આ મોબાઇલનું ઓનલાઇન બુકિંગ શરૃ થઇ ગયુ છે, મોબાઇલની બુકિંગ કિંમત પાંચ હજાર રાખવામાં આવી છે. જોકે બાકી પેમેન્ટ બાદમાં કરવાનું રહેશે, મોબાઇલની ખરેખર કિંમત આઠ જુલાઇ જ્યારે મોબાઇલ લોન્ચ થશે ત્યારે કરવામાં આવશે. બાકી પેમેન્ટ માટેની અંતિમ તારીખ ૧૫મી જુલાઇ સુધી રાખવામાં આવી છે જે ન ભરનારનુ બુકિંગ કેન્સલ થઇ શકે છે. જોકે જે લોકો બુકિંગ કેન્સલ કરાવવા માગતા હોય તેમને પૂરા પાંચ હજાર પરત મળશે. કંપની તરફથી કોઇ સત્તાવાર માહિતી આ ફોનના ફિચર્સ અંગે આપવામાં આવી નથી, તેમ છતાં કેટલાક ફિચર્સ આ પ્રામાણે છે
કેનવાસ સ્માર્ટફોનના કેટલાક ફિચર્સ
મોબાઇલમાં ૧૩ મેગાપિક્સલનો કેમેરા હશે, સાથે એલઇડી ફ્લેશ પણ આપવામાં આવ્યો છે.
ફોનમાં પાંચ ઇંચ અને ૭૨૦ પિક્સલ રિઝોલ્યુશન વાળી સ્ક્રીન હશે.
ફોનમાં એક જીબી રેમની સાથે ૧.૨ ગિગાહર્ટ્સ ક્વોડ-કોર પ્રોસેસર પણ હોઈ શકે છે.
બેટરી ૨૦૦૦ એમએએચની હોઇ શકે છે, જ્યારે ઇન્ટરનલ સ્ટોરેજ ૧૬ જીબી સુધીનું હોઇ શકે છે.





Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel}
(Live In :- Ahmedabad, Gandhinagar, Kalol, Mehsana, Visnagar,
Unjha, Sidhpur, Chanasma, Patan, Palanpur,)

No comments:

Post a Comment