સુવિચાર

"Wel-Come to Information Technology & Business Development World" સુવિચાર :- "એક જ આવકના સ્ત્રોત પર નિર્ભર ના રહો, નવું રોકાણ કરો અને બીજી/ત્રીજી આવકનો સ્ત્રોત તૈયાર કરો.- વોરેન બફેટ" For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Thursday 4 July 2013

સારા ચોમાસા તથા ઊંચા ઉત્પાદનની અપેક્ષાએ ગુવાર વાયદો દબાણ હેઠળ

Gayatri Business Solution
Gujarat Samachar News

સારા ચોમાસા તથા ઊંચા ઉત્પાદનની અપેક્ષાએ ગુવાર વાયદો દબાણ હેઠળ

ઊંચા ભાવ મળી રહેવાની લાલચે ખેડૂતોએ પાક પણ વધુ લીધો છે

મુંબઈ, ગુરૃવાર
અપેક્ષા કરતા વધુ સારું ચોમાસું, ઊંચા ઉત્પાદનની આગાહી અને નબળી નિકાસ માગને પરિણામે ગુવાર વાયદો દબાણ હેઠળ આવી ગયો છે. અમેરિકામાં શેલ ગેસના સંશોધન બાદ તેને કાઢવાની પ્રક્રિયામાં ગુવાર ગમનો મોટો ઉપયોગ થાય છે. ભારત ગુવારનો સૌથી મોટો ઉત્પાદક દેશ છે. વિશ્વમાં ગુવારની કુલ માગમૉથી ૮૦ ટકા માગ ભારત દ્વારા સંતોષવામાં આવે છે.
અપેક્ષા કરતા સારું ચોમાસું, એકરેજમાં વધારો, ઊંચા ઉત્પાદનની આગાહી અને નીચી નિકાસ માગને કારણે ભાવ પર દબાણ આવ્યું છે. બીજી બાજુ કાચા માલ પાછળના ખર્ચમાં થયેલા વધારાને કારણે ખેડૂતો પ્રતિ ક્વિન્ટલ રૃપિયા ૫૦૦૦થી નીચેના ભાવે માલ વેચવા જરા પણ રાજી નહીં થાય એમ બજારના વર્તુળો જણાવી રહ્યા છે.
આ વર્ષની મોસમમાં ગુવારના પાકના વાવેતરમાં ૨૫ ટકા વધારો થયો છે અને ઉત્પાદન પણ તેટલી જ માત્રામાં વધશે. ગયા વર્ષે ગુવાર વાયદામાં આવેલી વિક્રમી તેજીને પગલે ખેડૂતો વર્તમાન મોસમમાં વધુ પાક લેવા લલચાયા છે. ગુવારના મુખ્ય ઉત્પાદક રાજ્ય રાજસ્થાનમાં વાવેતર વિસ્તાર જે ગયા વર્ષે ૩૦.૯૪ લાખ હેકટર રહ્યો હતો તે વધીને ૪૫.૨૬ લાખ હેકટર રહ્યો છે. ગયા વર્ષે ૨.૧૦ કરોડ ગુણીની સામે આ વર્ષે ૨.૭૦ કરોડ ગુણી ઉત્પાદન થવાની અપેક્ષા રખાઈ રહી છે. ગુવારના ભાવની ચાલ ચોમાસા પર નિર્ભર રહેશે. ચોમાસુ સારું રહેશે તો ભાવમાં હજુ  વધુ  ઘટાડો નકારી શકાય નહીં એમ એક સ્થાનિક  ટ્રેડરે જણાવ્યું હતું.
એનસીડેકસ પર ગુવાર સીડનો ભાવ હાલમાં પ્રતિ ક્વિન્ટલ રૃપિયા ૭૦૯૦ આસપાસ બોલાઈ રહ્યો છે અને ગુવાર ગમનો ભાવ રૃપિયા ૨૦,૦૦૦ આસપાસ ચાલે છે. ૨૦૧૨માં ભાવમાં ચારસો ટકા જેટલો ઉછાળો આવીને ગુવાર સીડનો ભાવ પ્રતિ ક્વિન્ટલ રૃપિયા ૨૯૯૦૦ તથા ગમનો રૃપિયા ૯૫૯૦૦ની વિક્રમી સપાટીએ પહોંચી ગયો હતો.
હાલમાં નિકાસકારો પાસે સ્ટોક પણ મોટી માત્રામાં પડયો છે, જેને કારણે તેમના તરફથી માગ રહેતી નથી. માગના અભાવે ભાવ ઘટયા હોવાનું બજારના સુત્રો જણાવી રહ્યા છે. ભાવમાં હજુ પણ ઘટાડો આવવાની ટ્રેડરો ધારણાં રાખી રહ્યા છે. ૨૦૧૨માં ગુવાર ગમની નિકાસ પાંચ લાખ ટન રહી હતી.આ બન્ને કોમોડિટીઝના ભાવમાં   ગયા વર્ષે જોવા મળેલા ભારે ઉછાળાને ધ્યાનમાં રાખી હાલમાં તેના વાયદાના કામકાજ પર વાયદા બજાર પંચ નજર રાખી રહ્યું છે. હાલમાં આ કોમોડિટીઝના કાઉન્ટર પર  કોઈ  ચોક્કસ દિશા જોવા મળતી નથી. વર્તમાન ભાવ ફન્ડામેન્ટલ્સ પર આધારિત છે એમ બજારના વર્તુળોએ જણાવ્યું હતું. ગુવાર સીડમાં વધુ પડતો પૂરવઠો થવાને કારણે ભાવ દબાયા  છે જ્યારે ગમમા ં નબળી  િ નકાસ માગને પરિણામે ભાવ દબાયા હોવાનું પણ સુત્રોએ જણાવ્યું હતું.

Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel}
(Live In :- Ahmedabad, Gandhinagar, Kalol, Mehsana, Visnagar,
Unjha, Sidhpur, Chanasma, Patan, Palanpur,)

No comments:

Post a Comment