સુવિચાર

"Wel-Come to Information Technology & Business Development World" સુવિચાર :- "એક જ આવકના સ્ત્રોત પર નિર્ભર ના રહો, નવું રોકાણ કરો અને બીજી/ત્રીજી આવકનો સ્ત્રોત તૈયાર કરો.- વોરેન બફેટ" For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Thursday, 4 July 2013

આરબીઆઈ કોઈ વિનિમય દરને ટાર્ગેટ બનાવતી નથી

Gayatri Business Solution
Gujarat Samachar News

આરબીઆઈ કોઈ વિનિમય દરને ટાર્ગેટ બનાવતી નથી

રૃપિયાની વોલેટાલિટીને અંકુશમાં લાવવા તમામ પ્રયાસ હાથ ધરાશે

મુંબઈ, ગુરુવાર
બજારમાં રૃપિયાના મુલ્યમાં ચઢ-ઉતર થતાં રીઝર્વ બેન્કે કહ્યું હતું કે તે કોઈ ખાસ વિનિમય દરને ટાર્ગેટ બનાવતી નથી અને વોલાટિલિટીને મેનેજ કરવા તમામ સાધનોનો તે ઉપોયગ કરશે. અમે તો કરન્સી હલચલમાં વોલાટિલિટીને વ્યવસ્થિત રાખવા પ્રયાસ કરીએ છીએ. - એમ આજે બપોરે ડોલર સામે રૃપિયો ૬૦.૩૧ની સપાટીએ ઉતરી આવ્યા બાદ કહ્યું હતું.
ભારે કેપિટલ ફ્લો અને યુ.એસ. ફેડના બાયબેકના ભયના કારણે ૨૬મી જુને રૃપિયા ૬૦.૭૬ના તળિયા સુધી ગગડી ગયો હતો. કરન્ટ એકાઉન્ટમાં ભારે ખાધ પણ રૃપિયાના મુલ્ય ઉપર દબાણ કરે છે. વધુ આયાત અને ખાસ તો સોનાની આયાતના કારણે નાણાકિય વર્ષ ૨૦૧૨-૧૩માં સીએડી તો જીડીપીની ૪.૮ ટકાની ઉચ્ચ સપાટીએ પહોંચી હતો.
સોનાની આયાતને નિયંત્રિત કરવા રીઝર્વ બેન્ક અને સરકારે પગલા લીધા હતા. વિદેશમાંથી ભંડોળ ભેગું કરવા ઘરેલુ કંપનીઓ માટે નિયમો હળવા કરવા  એફઆઈઆઈનો ફ્લો વધારવા માટે પણ પગલા ભરવામાં આવ્યા હતા.
રીઝર્વ બેન્કના ગવર્નરે કહ્યું હતું કે તેઓ કોઈ ખાસ વિનિમય દરને લક્ષ્ય બનાવતા નથી જેનાથી એવી ચિંતા ઊભી થઈ હતી કે મધ્યસ્થ બેન્ક કોઈ ખાસ લેવલને મજબૂતાઈથી બચાવ કરી શકશે નહીં.
''બજાર એવી અપેક્ષા રાખતું હતું કે રૃપિયાને નબળો પડતો અટકાવવા આરબીઆઈ કંઈ સરળ પગલાં ભરે'' એમ સરકારી માલીકીના એક ડીલરે કહ્યું હતું. ગુરુવારે ડોલર પાંચ સપ્તાહમાં સૌથી ઊંચે હતો. રોકાણકારો યુરોપીયન સેન્ટ્રલ બેન્કની પોલિસી સમીક્ષા અને યુએસ પે રોલ રીપોર્ટ સહિત બજારની અન્ય હિલચાલ તરફ મીટ માંડીને બેઠા છે.

Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel}
(Live In :- Ahmedabad, Gandhinagar, Kalol, Mehsana, Visnagar,
Unjha, Sidhpur, Chanasma, Patan, Palanpur,)

No comments:

Post a Comment