Gayatri Business Solution
Gujarat Samachar News
ડોલર ફરી રૃા.૬૦ પાર થતાં સોના-ચાંદીમાં નવો ઉછાળોક્રૂડતેલમાં તેજી ઃ ચાંદી રૃ.૪૨૦૦૦ને પારગ્રીસમાં ફરી કટોકટીના પગલે વિશ્વ બજારમાં યુરો ઘટયો
ઘરઆંગણે હાજર માલની અછત વચ્ચે સોનાના પ્રીમિયમોમાં નવો તીવ્ર ઉછાળો નોંધાયો
મુંબઈ,બુધવાર મુંબઈ સોના-ચાંદી બજારમાં આજે બન્ને કિંમતી ધાતુઓના ભાવોમાં તેજી આગળ વધી હતી. ડોલરના ભાવો ઉછળી ફરી રૃ.૬૦ની ઉપર જતા રહેતાં ઘરઆંગણે કિંમતી ધાતુઓની ઈમ્પોર્ટ કોસ્ટ વધી જતાં હાજર બજારમાં ટાંચી આવકો વચ્ચે વધતા ભાવોએ આજે વેચનારા ઓછા તથા લેનારા વધુ રહ્યા હતા. મુંબઈમાં આજે સોનાના ભાવો ૧૦ ગ્રામના વધુ રૃ.૯૦ વધ્યા હતા. જયારે બે દિવસમાં ભાવોમાં રૃ.૫૩૦થી ૫૪૦નો ઉછાળો આવ્યો છે. ચાંદીના ભાવો આજે કિલોના રૃ.૫૯૫ વધ્યા હતા જયારે બે દિવસમાં ચાંદીના ભાવો રૃ.૯૮૫ વધ્યા છે. ડોલરના ભાવો આજે રૃ.૫૯.૬૬ વાળા આજે ઉછળી ઉંચામાં રૃ.૬૦.૪૫ થઈ છેલ્લે રૃ.૬૦.૨૨ બોલાઈ રહ્યા હતા. વિશ્વ બજારમાં જો કે ડોલરની મજબૂતાઈ તથા યુરોની નબળાઈ વચ્ચે વિશ્વ બજારમાં સોનાના ભાવો જો કે આજે ઉંચા મથાળેથી ઘટાડા પર રહ્યાના સમાચારો હતા. મુંબઈમાં આજે સોનાના ૧૦ ગ્રામના ભાવો ૯૯.૫૦ના રૃ.૨૬૨૩૦ વાળા રૃ.૨૬૧૮૦ ખુલ્યા પછી વધી રૃ.૨૬૩૨૦ બંધ રહ્યા હતા જયારે ૯૯.૯૦ના ભાવો રૃ.૨૬૩૭૦ વાળા આજે રૃ.૨૬૩૨૦ ખુલી રૃ.૨૬૪૬૦ બંધ રહ્યા હતા. ચાંદીના ભાવો ૯૯૯ના કિલોના રૃ.૪૧૫૧૫ વાળા સાંજે રૃ.૪૧૬૬૦ ખુલ્યા પછી ઉંચામાં રૃ.૪૨ હજારને પાર કરી રૃ.૪૨૧૫૦ બંધ રહ્યા હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવો ઔંશના જો કે ૧૨૫૪થી ૧૨૫૪.૫૦ ડોલર વાળા આજે ઉંચામાં ૧૨૫૯થી ૧૨૫૯.૫૦ ડોલર થયા પછી ઘટી ૧૨૩૬.૫૦થી ૧૨૩૭ ડોલર થઈ સાંજે ૧૨૪૦થી ૧૨૪૦.૫૦ ડોલર રહ્યાના સમાચારો હતા. જો કે ચાંદીના ભાવો વિશ્વ બજારમાં ૧૯.૬૭ ડોલર વાળા નીચામાં ૧૯.૩૨ તથા ઉંચામાં ૧૯.૯૪ થઈ સાંજે ૧૯.૭૬ ડોલર રહ્યાના સમાચારો હતા. દેશમાં આજે શેરબજારમાં ભાવો તૂટી જતાં તેના કારણે પણ ડોલરના ભાવો આજે વધી ગયાનું જાણકારોએ જણાવ્યું હતું. વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવો ઉછળતાં ઘરઆંગણે આજે ઓઈલ રિફાઈનરીઓવાળા ડોલરમાં લેવાલ રહ્યા હતા. ૨૬ જૂનના રોજ ડોલરના ભાવોમાં ઉંચામાં રૃ.૬૦.૭૫નો રેકોર્ડ થયો હતો. દરમિયાન, ગ્રીસમાં આર્થિક સ્થિતિ નબળી જ રહેતાં ત્યાં યુરોઝોન તથા આઈએમએફ દ્વારા અપાનારું ૨૪૦ અબજ યુરોનું પેકેજ ચાલુ રાખવામાં આવશે કે નહિં એ અંગે શંકા ઉભી થઈ છે તથા ગ્રીસને કડક આર્થિક નિર્ણયો લેવા ૩ દિવસની મહેતલ આપવામાં આવ્યાના નિર્દેશોએ આજે વિશ્વ બજારમાં યુરોના ભાવો દબાણ હેઠળ રહ્યા હતા. દરમિયાન, ભારતમાં સોનાની આયાત જે મે મહિનામાં ૧૬૨ ટન થઈ હતી તે જૂનમાં ઘટી ૩૫થી ૪૦ ટન થઈ જતાં ઝવેરી બજારોં હાજરમાલની અછત વર્તાતી થઈ છે તથા હાજર માલોના પ્રીમિયમો વધ્યા છે. |
Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-
More Products List Click Here
Note
:- Purchase any products just email inquiry.gsg@gmail.com
Published
By :-
Gayatri Solution Group
{ Jayesh
Patel}
(Live In
:- Ahmedabad, Gandhinagar, Kalol, Mehsana, Visnagar,
Unjha, Sidhpur, Chanasma, Patan, Palanpur,)
Unjha, Sidhpur, Chanasma, Patan, Palanpur,)
Email :- inquiry.gsg@gmail.com
No comments:
Post a Comment