Gayatri Business Solution
Gujarat Samachar News
ડિફોલ્ટરો તેમજ લોન ભરપાઇ ન કરનારાઓ સામે આકરા પગલા ઃ FMગોલ્ડ લોનની શક્યતા ખૂબ ઓછીબેંકના નવા લાઈસન્સ અંગે રિઝર્વ બેંકનો નિર્ણય આખરી રહેશે, સરકારની કોઇ જ ભૂમિકા નથ
નવી દિલ્હી, બુધવાર
બેન્કોમાં વધતી જતી ખરાબ લોનથી (એનપીએ) ચિંતિત નાણા પ્રધાન ચિદમ્બારમે આજે બેન્કોને ટોચના ડિફોલ્ટરો ઉપર વધારે ધ્યાન કેન્દ્રિત કરવા કહ્યું હતું. તેમણે લોનની ભરપાઇ નહીં કરનારાઓ સામે કડકમાં કડક પગલાં ભરવાનો આદેશ આપ્યો છે. તમે ટોચના ડિફોલ્ટરો ઉપર ધ્યાન કેન્દ્રિત કરો તેમજ સારો દેખાવ કરનાર એકાઉન્ટસ ઉપર પણ નજર રાખો. તેઓ દરેક બેંકમાં ૩૦ નોન-પરફોર્મિંગ એકાઉન્ટસ ઉપર બારીક નજર રાખે છે, એમ નાણામંત્રીએ ઉમેર્યું હતું. એનપીએના મોટા માથા એવા ટોચના ૩૦ નોન પરફોર્મિંગ એકાઉન્ટસના કારણે છેલ્લા કેટલાક મહિનાઓથી અર્થતંત્રમાં મંદીના કારણે લોનની ચૂકવણી કરવામાં આવતી ન હતી. કેટલીક જાહેર ક્ષેત્રની બેંકો જેવી સ્ટેટ બેંક અને પંજાબ નેશનલ બેંકની એનપીએ માર્ચ, ૨૦૧૩ના અંતે કુલ એસેટ્સના ચાર ટકાને વટાવી ગઇ હતી. ચિદમ્બરમે વધુમાં કહ્યું હતું કે તેમણે બેંકોને ધિરાણના દરની સમીક્ષા કરવા કહ્યું હતું. ક્રેડિટ ગ્રોથ (ધિરાણ વૃધ્ધિ)ને વધારવા બેઝ રેટમાં ઘટાડો એક શક્તિશાળી સાધન છે, એમ કહીને તેમણે કહ્યું હતું કે જ્યાં સુધી બેઝ રેટમાં ઘટાડો કરવામાં નહીં આવે ત્યાં સુધી વ્યાજ દરોને નીચે લાવી શકાય નહીં. જાન્યુઆરી ૨૦૧૨થી, રીઝર્વ બેંકે પોલિસી રેટમાં ૧.૨૫ ટકાનો ઘટાડો કર્યો હતો જ્યારે બેંકોએ એ જ સમયે ધિરાણ દરમાં માત્ર ૦.૩૦ ટકાનો ઘટાડો કર્યો હતો. ચિદમ્બરમે વધુમાં કહ્યું હતું કે બેંકો ચાલુ વર્ષમાં ૮૦૦૦ નવી શાખાઓ ખોલશે અને ૫૦,૦૦૦ લોકોને નોકરીએ રાખશે. બેન્કના વડઓ સાથેની બેઠકમાં તેમણે કૃષિ, એમએસએમ ક્ષેત્ર, હાઉસીંગ, શિક્ષણ, લઘુમતી સમુદાયો અને અન્ય નાણાંકીય બાબતોની ક્રેડિટની સમીક્ષા કરી હતી. તેણે કહ્યું હતું કે માર્ચ ૨૦૧૩માં પૂરા થયેલા નાણાકીય વર્ષમાં થાપણોની વૃધ્ધિ સામાન્ય રહી હતી અને ક્રેડિટ ગ્રોથ પણ મંદ રહ્યો હતો. માર્ચ, ૨૦૧૩ના અંતે જાહેર ક્ષેત્રની બેન્કોની થાપણોમાં ૧૪.૯૧ ટકાનો વધારો થયો હતો જે અગાઉના વર્ષમાં નોંધાયેલા ગ્રોથ રેટ ૧૪.૪ ટકા કરતા થોડો વધુ રહ્યો હતો. ૩૧ માર્ચ ૨૦૧૩ના અંતે ક્રેડિટ ગ્રોથ ૧૫.૬૨ ટકા હતો જે અગાઉના વર્ષ ૧૭.૭૬ ટકા કરતાં ઓછો હતો. ''કૃષિ, નાના અને મધ્યમ એકમો અને રીટેલ જેવા જૂજ ક્ષેત્રોમાંથી ધિરાણની માગ વધી હતી'' એમ તેમણે કહ્યું હતું. બેઠકમાં સોનાની લોન અંગે થયેલી ચર્ચામાં કયા કયા મુદ્દા ચર્ચવામાં આવ્યા હતા તે અંગે પૂછતા ચિદમ્બરમે કહ્યું હતું ''ગોલ્ડ લોન અંગેની શક્યતા ખૂબ ઓછી છે.'' નવી બેન્ક ખોલવા લાઇસન્સ માટે ૨૬ અરજદારો અંગે પૂછવામાં આવેલા એક સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું કે ''અરજી કરનારાઓએ દરેક માર્ગદર્શિકાનું પાલન કરવું પડશે.'' જોકે તેમણે કહ્યું હતું કે રીઝર્વ બેંક લાઇસન્સ આપશે, એમાં સરકારનું કંઇ જ નહીં ચાલે. સરકારની કોઇ જ ભૂમિકા નથી. |
Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-
More Products List Click Here
Note
:- Purchase any products just email inquiry.gsg@gmail.com
Published
By :-
Gayatri Solution Group
{ Jayesh
Patel}
(Live In
:- Ahmedabad, Gandhinagar, Kalol, Mehsana, Visnagar,
Unjha, Sidhpur, Chanasma, Patan, Palanpur,)
Unjha, Sidhpur, Chanasma, Patan, Palanpur,)
Email :- inquiry.gsg@gmail.com
No comments:
Post a Comment