Gayatri Business Solution
Gujarat Samachar News
રૃપિયાએ ફરી એકવાર ૬૦નું મથાળું તોડયું ઃ FIIમાં વિશ્વાસની કટોકટીકામકાજના અંતે ૫૫ પૈસા તૂટીને ૬૦.૨૧ભારે વોલેટાલિટી સાથે છેલ્લા એક માસમાં ડોલર સામે રૃપિયામાં ૧૦ ટકા સુધીનું અવમૂલ્ય
અમદાવાદ, બુધવાર
વિદેશી હૂંડિયામણ બજારમાં અમેરિકન ડોલર સામે ભારતીય રૃપિયાએ આજે ફરી એકવાર ૬૦નું મથાળું ગુમાવ્યું છે. ડોલરમાં નીકળેલી નવી ઝડપી લેવાલી તેમજ સ્થાનિક ઈક્વિટી બજારમાં પ્રવર્તતી નરમાઈના પગલે રૃપિયો ફરીથી ૬૦ના મથાના નીચે ગગડતા વિદેશી સંસ્થાકીય રોકાણકારોમાં (એફઆઈઆઈ) પણ વિશ્વાસની કટોકટી ઊભી થવા પામી છે. ફેડરલ ક્યુઈના સેંકલવાના સંકેતો બાદ ઉદ્ભવેલી પ્રતિકૂળ સ્થિતિમાંથી રૃપિયો હજુ સુધી બહાર નીકળી શક્યો નથી. આજે કામકાજના અંતે તે ૫૫ પૈસા તુટીને ૬૦.૨૧ના મથાળે બંધ રહ્યો હતો. બજારના જાણકાર વર્તુળોના જણાવ્યા મુજબ ભારતમાં સુધારણાની ગતિથી તેઓ ખુશ નથી અને સેન્ટિમેન્ટ્સને મદદ કરવા સરકાર તરફથી સકારાત્મક પગલાની જરૃર છે. ભારતમાં રોકાણ ક્ષેત્રે કોઈ મોટા પરિવર્તન આવે એવું તમને દેખાય છે? આપણે હજીપણ ભારતમાં આવતા નાણા અંગે શંકાશીલ છીએ. એક મત એવો છે કે ખૂબ ઉચ્ચ ગુણવત્તાવાળી કંપનીઓ અને ક્ષેત્રોમાં પસંદગીના ધોરણે નાણા આવે છે. આમ એકંદર અનેક એફઆઈઆઈ ભારતને પસંદ કરે છે, પરંતુ હાલમાં તેઓ પોતાના નાણા ખીસ્સામાં જ રાખે છે અને હવે તો કહે છે કે ટૂંકાથી મધ્યમ સત્ર સુધી તેઓ થોભો અને રાહ જુવાોની નીતિ અપનાવશે. તો પછી ભારતમાં કેવી રીતે નાણાં આવશે? તે અંગે નિષ્ણાંતે કહ્યું હતું મોટા ભાગના અને ખાસ તો ખાનગી ઈક્વિટી ફંડ માટે આ એક મોટી સમસ્યા છે. જો તમારી કરન્સી દર વર્ષે દસ ટકા ઘસાતી જાય, તો તમારા અનેક રીટર્ન જે તમે મેળવ્યા હોય તે ખલાસ થઈ જશે. મોટાભાગના વિદેશી રોકાણકારો જેઓ લાંબા સમયથી ભારતમાં છે તેમણે છેલ્લા પાંચ-છ વર્ષોમાં ખરેખર ખૂબ ઓછી કમાણી કરી છે. આમ કરન્સીએ મહત્ત્વની ભૂમિકા ભજવી છે અને હવેતો લોકો ભારતમાં રોકાણ અંગે વિચારે છે ત્યારે વધુ મોટી ભૂમિકા ભજવે છે. હવે રોકાણકારો ખૂબ સાવચેત બન્યા છે અને એક સાવચેતીની સાથે તેઓ રોકાણ કરે છે. છેલ્લા ચાર-પાંચ મહિનામાં ખાનગી ઈક્વિટીમાં રોકાણમાં ઓછો વધારો જોવા મળ્યો હતો. એક ખાનગી કંપનીના અહેવાલમાં કહેવામાં આવ્યું હતું કે છેલ્લા એક મહિનામાં રૃપિયામાં ભારે વોલેટાલિટી સાથે દસ ટકા સુધીનું અવમૂલ્યન થયું હતું. કરન્સીની વોલાટિલીટીના કારણે કોર્પોરેટ ટ્રેઝરી હજી અવઢવમાં છે. કંપનીઓને ભવિષ્યની સ્પર્ધામાં ગુમાવવા માગતી નથી, તેમના પોર્ટફોલિયો આક્રમક છે, એટલા માટે તેઓ સાવધાનીપૂર્વક રોકાણ કરે છે. કોમોડિટી, આઈટી અને આઈટીઈ ક્ષેત્રમાં ડીલીંગ કરતા લોકો માટે આ વાત સાચી છે. |
Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-
More Products List Click Here
Note
:- Purchase any products just email inquiry.gsg@gmail.com
Published
By :-
Gayatri Solution Group
{ Jayesh
Patel}
(Live In
:- Ahmedabad, Gandhinagar, Kalol, Mehsana, Visnagar,
Unjha, Sidhpur, Chanasma, Patan, Palanpur,)
Unjha, Sidhpur, Chanasma, Patan, Palanpur,)
Email :- inquiry.gsg@gmail.com
No comments:
Post a Comment