Gayatri Business Solution
Gujarat Samachar News
તમામ અરજદારોને બેન્કનું લાઈસન્સ નહીં મળે ઃ RBI
RBIની આકરી શરતોના કારણે નવી બેંકોની નફાક્ષમતા મર્યાદિત બની રહેશે
મુંબઈ, ગુરૃવાર
રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ના ગવર્નર ડી. સુબ્બારાવે ગુરુવારે કહ્યું હતું કે બેન્ક શરૃ કરવા માટે પાત્રતા ધરાવતા તમામ અરજદારોને કદાચ ના પણ મળે. અગાઉ બેન્કે કહ્યું હતું કે નવી બેન્ક શરૃ કરવા માટે ૨૬ અરજીઓ અમને મળી હતી.
ગવર્નર સુબ્બારાવે એમ પણ કહ્યું હતું કે ધિરાણમાં નો પરફોર્મિંગ એસેપ્સમાં થયેલો વધારો એ ચિંતાજનક બાબત છે. પરંતુ ઉમેર્યું હતું કે બેન્કો પણ પૂરતા પ્રમાણમાં મૂકી છે. તેઓ બેન્કના બોર્ડ બેઠક પછી પત્રકારોને સંબોધી રહ્યા હતા.
ગવર્નર સુબ્બારાવે એમ પણ કહ્યું હતું કે નાણા પોલીસી ટ્રાન્સમિશન જોઈએ એટલું નથી, જે દર્શાવે છે કે બેન્કો ગ્રાહકોને ઓછા વ્યાજનો લાભ આપતા ખચકાય છે. એક જાન્યુઆરીથી આરબીઆઈએ ત્રણ વખત રેપો રેટ ઘટાડી ૭.૨૫ ટકા સુધી કરી દીધું હતું જે બે વર્ષમાં સૌથી ઓછો હતો. સુબ્બારાવે કહ્યું હતું કે મધ્યસ્થ બેન્ક રૃપિયા માટે કોઈ ખાસ લેવલને લક્ષ્યાંક બનાવતી નથી. તો એક અન્ય અહેવાલ મુજબ ફિચે કહ્યું હતું કે નવી બેન્ક માટે અરજી કરનાર પૈકી જૂજ લોકો જ સફળ થશે. મધ્યસ્થ બેન્ક દ્વારા મૂકવામાં આવેલી કડક શરતોને કારણે નવી બેન્કોની નફાકારકતા પણ ખૂબ મર્યાદિત બની જશે. વૈશ્વિક રેટિંગ એજન્સી ફિચે કહ્યું હતું કે ભારતનાં નવી બેન્ક શરૃ કરવા માટે અરીજ કરનાર ૨૬ કંપનીઓ વચ્ચે ભારે સ્પર્ધા દેખાય છે પરિણામે જૂજ કંપનીઓને જ લાઈસન્સ મળશે જેઓ સંભવિત બેન્ક બનાવી શકશે.
નાણાકીય મુદ્દાના સમાવેશના મધ્યસ્થ બેન્કના આગ્રહના કારણે મૂડી અને નફાકરાકતા ઉપર ભારે માગ ઊભી થાય છે અને સફળ અરજદારને પોતાની હાજરી સ્થાપવા વધુ સમયની જરૃર પડશે. એમ ફિચે એક નિવેદનમાં કહ્યું હતું. રીઝર્વ બેન્કની શરત છે કે દર ચાર પૈકી એક બેન્ક ગ્રામીણ વિસ્તારમાં ખોલવી પડશે અને ચાર ટકા થાપણો મધ્યસ્થ બેન્કમાં રાખવી પડશે તેમજ પહેલા જ દિવસથી સરકારી બોન્ડમાં ૨૩ ટકા હોલ્ડિંગ રાખવું પડશે. અમને લાગે છે કે ૪૦ ટકા પ્રાયોરિટી સેકટર લેન્ડિંગનો લક્ષ્યાંક મુશ્કેલ છે. જો કે આ જરૃરીયાતને પહોંચવા તેમને ત્રણ વર્ષનો સમય મળે છે. માળખાકીય ફાયનાન્સ કંપનીઓ જેમની પાસે જંગી લોન પોર્ટફોલિયો છે અને જરૃરી ક્ષેત્રમાં જેમની હાજરી અગાઉ હતી જ નહી તેમના માટે તો આ એક મોટો પડકાર છે એમ નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું.

Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-
More Products List Click Here
Note
:- Purchase any products just email inquiry.gsg@gmail.com
Published
By :-
Gayatri Solution Group
{ Jayesh
Patel}
(Live In
:- Ahmedabad, Gandhinagar, Kalol, Mehsana, Visnagar,
Unjha, Sidhpur, Chanasma, Patan, Palanpur,)

Email :- inquiry.gsg@gmail.com
No comments:
Post a Comment