Gayatri Business Solution
Gujarat Samachar News
વિશ્વ બજારમાં સોનામાં તેજીનો ચમકારો
ડોલરની પીછેહઠ વચ્ચે ઝવેરી બજારમાં
ચાંદીએ રૃ.૪૨ હજારની સપાટી ગુમાવી
યુરોપની બેંકોએ નીચા વ્યાજ દરો જાળવી રાખ્યા ઃ અમેરિકામાં ક્રૂડતેલનો સ્ટોક ૧૦ મિલીયન બેરલ્સ ઘટતાં ૧૩ વર્ષનો રેકોર્ડ તૂટયો
(ગુજરાત સમાચાર કાર્યાલય) મુંબઈ,ગુરૃવાર
મુંબઈ સોના-ચાંદી બજારમાં આજે બંને કિંમતી ધાતુઓમાં તેજીને બ્રેક લાગી ભાવો પ્રત્યાઘાતી ઘટાડા પર રહ્યા હતા. સોનાના ભાવો ૧૦ ગ્રામના રૃ.૫૦ ઘટયા હતા જયારે ચાંદીના ભાવો કિલોના રૃ.૨૮૦ ઘટી રૃ.૪૨ હજારની અંદર જતા રહ્યા હતા.
વિશ્વ બજારમાં જો કે સોનાના ભાવો ઘટયા ભાવથી ફરી વધી આવ્યાના સમાચારો હતા, જયારે ઘરઆંગણે આજે ડોલરના ભાવો વધતા અટકી ઘટાડા પર રહેતાં ઘરઆંગણે કિંમતી ધાતુઓની આયાત પડતર નીચી આવતાં હાજર બજારમાં આજે સોના-ચાંદીમાં ઉંચા મથાળે વેચનારા વધુ તથા લેનારા ઓછા રહ્યા હતા. મુંબઈમાં આજે સોનાના ભાવો ૧૦ ગ્રામના ૯૯.૫૦ના રૃ.૨૬૩૨૦ વાળા રૃ.૨૬૨૯૦ ખુલી રૃ.૨૬૨૭૦ જયારે ૯૯.૯૦ના રૃ.૨૬૪૬૦ વાળા રૃ.૨૬૪૩૦ ખુલીૂ રૃ.૨૬૪૧૦ બંધ રહ્યા હતા. ચાંદીના ભાવો કિલોના ૯૯૯ના રૃ.૪૨૧૫૦ વાળા આજે રૃ.૪૨૧૨૦ ખુલી રૃ.૪૧૮૭૦ બંધ રહ્યા હતા, વિશ્વ બજારમાં ચાંદીના ભાવો ઔંશના ૧૯.૭૬ ડોલરવાળા આજે નીચામાં ૧૯.૪૬ તથા ઉંચામાં ૧૯.૮૭ થઈ સાંજે ૧૯.૬૦ ડોલર રહ્યાના સમાચારો હતા જયારે સોનાના ભાવો ૧૨૪૦થી૧૨૪૦.૫૦ ડોલરવાળા આજે ઉંચામાં ૧૨૫૫થી ૧૨૫૫.૫૦ થઈ સાંજે ૧૨૪૮થી ૧૨૪૮.૫૦ ડોલર રહ્યાના સમાચારો હતા.
વિશ્વ બજારમાં આજે ડોલર ઘટતાં સોનામાં ઘટાડે હેજફંડોની ખરીદી વધ્યાના સમાચારો હતા. અને તેના પગલે સોનાના ભાવો વધી ૧૨૫૦ ડોલર પાર કરી ગયા હતા. જાપાનના યેન સામે ડોલર ઘટયો હતો. મુંબઈમાં આજે ડોલરના ભાવો રૃ.૬૦.૨૨ વાળા નીચામાં રૃ.૬૦ની અંદર ઉતરી એક તબક્કે રૃ.૫૯.૯૧ થયા પછી ફરી વધી રૃ.૬૦.૩૯ થઈ છેલ્લે રૃ.૬૦.૧૩ રહ્યાના નિર્દેશો હતા.
મુંબઈમાં સાંજે ચાંદીના ભાવો રૃ.૪૨૧૦૦ તથા કેશમાં ભાવો આ ભાવોથી રૃ.૨૫૦થી ૩૦૦ નીચા બોલાઈ રહ્યા હતા. મુંબઈમાં આજે ડોલરમાં ઉંચા ભાવોએ નિકાસકારોની વેચવાલી વધી હતી. દિલ્હી બજારમાં આજે ચાંદીના ભાવો હાજરમાં રૃ.૪૧૪૦૦ તથા વિકલી ડિલીવરીના રૃ.૪૧૧૭૦ રહ્યા હતા.
દિલ્હીમાં સોનાના ભાવો ૯૯.૫૦ના રૃ.૨૬૬૩૦ તથા ૯૯.૯૦ના રૃ.૨૬૮૩૦ રહ્યા હતા. યુરોપ તથા ઈજીપ્તમાં પ્રતિકૂળ ઘટનાઓના પગલે વિશ્વ બજારમાં સોનું વધ્યું હતું. ક્રૂડતેલના ભાવો વધતાં તેના કારણે પણ સોનાના ભાવો ઉંચકાયાનું જાણકારોએ જણાવ્યું હતું. વિશ્વ બજારમાં પ્રમુખ છ ચલણો સામે ડોલરનો ઈન્ડેક્સ આજે ૦.૧૨ ટકા વધ્યો હતો.
યુરોપની સેન્ટ્રલ બેંકોની મિટિંગ પર બજારની નજર રહી હતી. અમેરિકામાં શુક્રવારે બહાર પડનારા નોન-ફાર્મ-પે-રોલના ડેટા (રોજગારીના આંકડા) ઓ પર પણ બજારની આગામી ચાલ આધારીત રહ્યાનું જાણકારોએ ઉમેર્યું હત. મુંબઈ શેરબજારમાં આજે તેજી આવતાં તેના કારણે પણ ડોલરના ભાવો ઘટયા હતા. મુંબઈ બજારમાં આજે ફોરવર્ડ ડોલરના પ્રીમિયમો પણ ઘટાડા પર રહ્યા હતા.
ડોલરના છ મહિનાના પ્રીમિયમો ૧૭૯.૫૦થી ૧૮૧.૫૦ પૈસાવાળા ઘટી રૃ.૧૭૨.૫૦થી ૧૭૪.૫૦ પૈસા રહ્યા હતા. જયારે ૧૨ મહિનાના પ્રીમિયમો ૩૫૯.૫૦થી ૩૬૧.૫૦ પૈસાવાળા ઘટી ૩૪૯.૫૦ થી ૩૫૧.૫૦ પૈસા રહ્યાના સમાચારો હતા.
અમેરિકામાં ક્રૂડતેલનો સ્ટોક ૧૦ મિલીયન બેરલથી વધુ ઘટયાના સમાચારો હતા. આ સમયે આટલો ઘટાડો ૧૩ વર્ષ અગાઉ નોંધાયો હતો. આમ આ વખતે સ્ટોક ઘટાડામાં ૧૩ વર્ષનો રેકોર્ડ તૂટયો છ.ે યુરોપીયન સેન્ટ્રલ બેંકોએ વ્યાજના નીચા દરો જાળવી રાખવાનો નિર્ણય કર્યાના સમાચારો સાંજે મળ્યા હતા. દરમિયાન, ઓસ્ટ્રેલિયામાં જૂન મહિનામાં સોનાના બાર્સ તથા કોઈન્સની માંગ ઘટી ૪૯૪૬૦ ઔંશ થઈ છે જે મે મહિનામાં ૯૨૭૮૧ ઔંશની તથા એપ્રિલ મહિનામાં ૧૧૬૭૫૫ ઔંશની નોંધાઈ હતી.

Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-
More Products List Click Here
Note
:- Purchase any products just email inquiry.gsg@gmail.com
Published
By :-
Gayatri Solution Group
{ Jayesh
Patel}
(Live In
:- Ahmedabad, Gandhinagar, Kalol, Mehsana, Visnagar,
Unjha, Sidhpur, Chanasma, Patan, Palanpur,)

Email :- inquiry.gsg@gmail.com
No comments:
Post a Comment