સુવિચાર

"Wel-Come to Information Technology & Business Development World" સુવિચાર :- "એક જ આવકના સ્ત્રોત પર નિર્ભર ના રહો, નવું રોકાણ કરો અને બીજી/ત્રીજી આવકનો સ્ત્રોત તૈયાર કરો.- વોરેન બફેટ" For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Tuesday 2 July 2013

સોનામાં રૃ.૪૪૦નો ઉછાળો ઃ ગુજરાતમાં સોનાની આયાત ૯૦ ટકા ઘટી

Gayatri Business Solution
Gujarat Samachar News


સોનામાં રૃ.૪૪૦નો ઉછાળો ઃ ગુજરાતમાં સોનાની આયાત ૯૦ ટકા ઘટી

ઝવેરી બજારમાં ફરી તેજીનો ચમકારો

ચાંદી રૃ.૪૦૦ ઉંચકાઈ ઃ વિશ્વ બજારમાં સોનામાં ચીનની ખરીદી વધતાં ભાવો ઉછળી ૧૨૫૦ ડોલ

(ગુજરાત સમાચાર કાર્યાલય)    મુંબઈ,મંગળવાર
મુંબઈ સોના-ચાંદી બજારમાં આજે બંને કિંમતી ધાતુઓના ભાવો  ઉછળ્યા હતા.  સોનાના ભાવો  ૧૦ ગ્રામના રૃ.૪૩૦થી ૪૪૦ વધી આવ્યા હતા.  જયારે ચાંદીના ભાવો આજે કિલોના  રૃ.૩૯૦  ઉંચકાયા હતા.   વિશ્વ બજારમાં  સોનામાં  ચીનની  ખરીદી વધતા તથા વેચાણો કપાતાં  સોનાના ભાવો વિશ્વ બજારમાં ઉછળ્યાની  ચર્ચા હતી.  મુંબઈમાં  આજે રૃપિયા સામે ડોલરના ભાવો  પણ વધતાં સોનાની આયાત પડતર ઉંચે ગઈ હતી. મુંબઈમાં આજે સોનાના ભાવો ૯૯.૫૦ના રૃ.૨૫૮૦૦ વાળા રૃ.૨૬૧૨૦ ખુલી રૃ.૨૬૨૩૦  તથા ૯૯.૯૦ના રૃ.૨૫૯૩૦ વાળા રૃ.૨૬૨૬૦  ખુલી રૃ.૨૬૩૭૦ બંધ રહ્યા હતા જયારે ચાંદીના ભાવો આજે કિલોના ૯૯૯ના રૃ.૪૧૧૨૫ વાળા  રૃ.૪૧૩૬૦ ખુલી રૃ.૪૧૫૧૫ બંધ રહ્યા હતા વિશ્વ બજારમાં આજે  સોનાના ઔંશના ભાવો ૧૨૩૫.૨૦ ડોલરવાળા  ઉછળી ૧૨૬૭.૨૦ થઈ સાંજે ૧૨૫૪.૫૦ ડોલર રહ્યાના સમાચારો હતા.સોના પાછળ વિશ્વ બજારમાં  આજે ચાંદીના ભાવો  ઔંશના  ૧૯.૫૨ ડોલર વાળા  ઉંચામાં  ૧૯.૮૪  થઈ સાંજે ૧૯.૬૭ ડોલર રહ્યાના નિર્દેશો હતા.  મુંબઈમાં આજે ડોલરના ભાવો  રૃ.૫૯.૫૧ વાળા નીચામાં રૃ.૫૯.૧૭ થયા પછી  ફરી વધી રૃ.૫૯.૭૧  થઈ છેલ્લે  રૃ.૫૯.૬૬ રહ્યા હતા.  મુંબઈમાં  ચાંદીના ભાવો ઔંશના ૧૯.૫૨ ડોલરવાળા ઉંચામાં ૧૯.૮૪ થઈ સાંજે ૧૯.૬૭ ડોલર રહ્યાના નિર્દેશો હતા.  મુંબઈમાં આજે ડોલરના ભાવો  રૃ.૫૯.૫૧ વાળા નીચામાં રૃ.૫૯.૧૭  થયા પછી  ફરી વધી    રૃ.૫૯.૭૧  થઈ છેલ્લે  રૃ.૫૯.૬૬ રહ્યા હતા. મુંબઈમાં  ચાંદીના ભાવો  સાંજે રૃ.૪૧૫૦૦ તથા કેશમાં ભાવો આ ભાવોથી રૃ.૨૦૦થી ૨૫૦ નીચા રહ્યાના નિર્દેશો હતા.  દરમિયાન, દિલ્હી બજારમાં  આજે ચાંદીના ભાવો હાજરમાં  રૃ.૧૦૦ વધી રૃ.૪૧૩૦૦ તથા વિકલી ડિલીવરીના ભાવો  રૃ.૪૦૮૭૫ રહ્યા હતા જયારે   ત્યાં સોનાના ભાવો આજે  રૃ.૨૨૫ વધી ૯૯.૫૦ના  રૃ.૨૬૫૦૦ તથા ૯૯.૯૦ના રૃ.૨૬૭૦૦ રહ્યાના સમાચારો હતા  મુંબઈમાં   આજે ડોલર બજારમાં  શરૃઆતમાં  નિકાસકારોની વેચવાલી વધી હતી પરંતુ  ઘટાડો અલ્પજીવી નિવડતાં  ભાવો ફરી ઉછળ્યા હતા. વિશ્વ બજારમાં   છ પ્રમુખ ચલણો  સામે ડોલર ઈન્ડેક્સ આજે ૦.૨૧  ટકા વધ્યો હતો.શેરબજાર વધતાં  અટકી ઘટાડા પર રહેતાં તેના કારણો પણ આજે  ડોલર વધી આવ્યો હતો. ડોલરમાં  સટ્ટારૃપી  વેપારોને  કન્ટ્રોલમાં  રાખવા  રિઝર્વ બેંક દ્વારા બેંકોને  ફોરવર્ડના  ડોલરના વેપારમાં   ઓપન  પોઝીશન   ઘટાડવાનું  જણાવ્યાના  સમાચારો હતા. યુરોપમાં  બેરોજગારી   મે મહિનામાં   વધી નવી ટોચે પહોંચી છ.ે દરમિયાન,   ઘરઆંગણે  ગુજરાતમાં  મે મહિનામાં  સોનાની આયાત ૩૭ મહિનામાં  ૯૦ ટકા ઘટીને ૩.૭૩ ટન  થયાના નિર્દેશો  હતા.


Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel}
(Live In :- Ahmedabad, Gandhinagar, Kalol, Mehsana, Visnagar,
Unjha, Sidhpur, Chanasma, Patan, Palanpur,)

No comments:

Post a Comment