સુવિચાર

"Wel-Come to Information Technology & Business Development World" સુવિચાર :- "એક જ આવકના સ્ત્રોત પર નિર્ભર ના રહો, નવું રોકાણ કરો અને બીજી/ત્રીજી આવકનો સ્ત્રોત તૈયાર કરો.- વોરેન બફેટ" For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Tuesday 2 July 2013

રૃપિયાના અવમૂલ્યનથી ચિંતીત બનેલી RBIની હવે કરન્સી ટ્રેડિંગ પર વૉચ

Gayatri Business Solution
Gujarat Samachar News


રૃપિયાના અવમૂલ્યનથી ચિંતીત બનેલી RBIની હવે કરન્સી ટ્રેડિંગ પર વૉચ

મધ્યસ્થ બેન્ક દ્વારા અંદાજે ૮થી ૯ અબજ ડોલરના કરન્સીના સોદા પર લદાયેલું નિયંત્રણ

મધ્યસ્થ બેન્ક દ્વારા અંદાજે ૮થી ૯ અબજ ડોલરના કરન્સીના સોદા પર લદાયેલું નિયંત્રણ

અમદાવાદ,મંગળવાર
રૃપિયાના ઐતિહાસિક અવમૂલ્યનથી ચિંતિત રીઝર્વ બેન્કે વિદેશી ચલણના વેપાર સાથે સંકળાયેલી એજન્સીઓને તેમના સટ્ટાકીય સોદાઓ ઉપર પોતાની સ્થિતિ સ્પષ્ટ કરવા જણાવ્યું હતું. રીઝર્વ બેન્ક તરફથી કરવામાં આવેલા આવા ફોનની વાતને પણ વરિષ્ઠ નિષ્ણાતોએ સમર્થન આપ્યું હતું. રીઝર્વ બેન્ક નિયમિત રીતે કરન્સી માર્કેટમાં સ્થિતિ અને ફ્લો પર નજર રાખે છે. જ્યારે સૂત્રો કહે છે કે બેન્કોએ તેમના ઈન્ટ્રા ડે નેટમાં ઘટાડો કરી પોતાની સ્થિતિને સ્પષ્ટ કરવાની રીઝર્વ બેન્કની વાત અસાધારણ છે.આ દબાણ મધ્યસ્થ બેન્ક માટે મર્યાદિત વિકલ્પ હોવાનું દર્શાવે છે. જેણે રૃપિયાનું સતત અવમૂલ્યન જોયું છે. તેમ છતાં અમેરિકન ડોલરના વિદેશી અમાનતને વેચવાની એની તૈયારી નથી. જોકે અમાનતથી માત્ર સાત મહિનાની આયાતને જ કવર કરી શકાશે, એ પણ હકીકત છે.
રીઝર્વ બેન્ક આશરે ૯૯ અબજ ડોલરની કરન્સીના સટ્ટાકીય અને વાયદાના સોદા ઉપર નિયંત્રણ કરવામાં સફળ રહી હતી, તો પણ તરલતા અને વોલાટિલિટી સર્જવવાનું જોખમ વ્હોરી રહી છે. જેના કારણે તેમની કરન્સીની જરૃરીયાતવાળા ગ્રાહકોને સાચવવામાં મુશ્કેલી પડે છે.
ઉપરાંત નોન-ડિલિવરેબલ વાયદાના સોદા દ્વારા સિંગાપોર જેવા ઓફશોર માર્કેટ તરફ કરન્સી ટ્રેડિંગને આગળ ધપાવી શકે છે. નોન-ડીલિવરેબલ વાયદાના સોદા ડેરિવેટિવ સાધન છે જે રોકાણકારોને કરન્સીને પકડી રાખ્યા સિવાય એની ગતિવિધિ સટ્ટાકીય વેપાર કરવાની છૂટ આપે છે.
એક સૂત્રે નામ નહીં આપવાની શરતે કહ્યું હતું જૂનના બીજા સપ્તાહમાં અવારનવાર ફોન આવતા હતા. જ્યારે રૃપિયો વધારેને વધારે ઘસાતો હતો ત્યાં સુધી કે ૨૬મી જૂને તો ડોલર સામે એનું મૂલ્ય ૬૦.૭૬ થઇ ગયું હતું.
અમેરિકી સ્ટિમ્યુલ્સના ગપલા વહેલાં પુરા થવાના ભયથી આ ઘટાડો થયો હતો. જેની અસર અન્ય દેશોના ચલણ પર પણ પડી હતી. જોકે સૌથી વધારે અસર તો રૃપિયા ઉપર જ પડી હતી. કારણ કે દેશની કરન્ટ એકાઉન્ટ ડેફિસિટ માર્ચમાં પૂરા થયેલા નાણાકીય વર્ષના જીડીપીની રેકોર્ડ હાઇ ૪.૮ ટકા હતી.
એક સૂત્રના જણાવ્યાનુસાર રીઝર્વ બેન્કે એક જ દિવસમાં દસ દસ વાર ફોન કર્યા હતા, એ પગ સામાન્ય દિવસો દરમિયાન વેપાર સત્રમાં તો બે એક વાર કર્યા હતા. કેટલીક વખતે તો ફ્લો અને પોઝિશન્સની તપાસ બહારના સવાલ કરવામાં આવતા હતા.
ભારત પાસે નેટ ઓપન પોઝિશન્સની કોઇ જ માહિતી નથી, પરંતુ મલ્ટીપલ વેપારીઓએ કહ્યું હતું કે રીઝર્વ બેન્કની વિનંતી પછી બેન્કોએ તેમની નેટ ઓપન પોઝિશન્સમાં ઘટાડો કર્યો છે. બેન્કોને તેમના સટ્ટાકીય વેપારમાં કપાત કરવાનું કહેતા રીઝર્વ બેન્ક હળવ દરમિયાનગીરીને વધુ અસરકારક બનાવવા માગે છે, એમ વેપારીઓ કહે છે.
ઓછી તરલતાથી મધ્યસ્થ બેન્ક દ્વારા ડોલરનાં કોઇપણ વેચાણની બજાર પર મોટી અસર થશે. જૂજ ઓપન પોઝિશન પણ રૃપિયાને ટૂંકાવવા મુશ્કેલ બનાવે છે. કરન્સી ઉપર રીઝર્વ બેન્કનું છૂટું નિરીક્ષણ પગલાં લાદવામાં ઉતાવળ એની લાંબા સમયની સાવચેતીનું પ્રતિબિંબ પાડે છે. છેલ્લે વર્ષ ૨૦૧૧ના અંતિમ સમયમાં રીઝર્વ બેન્કે નેટ ઓપન પોઝિશન ઉપર સીધા નિયંત્રણ લાદયા હતા.
છેલ્લે છેલ્લે જૂનમાં એની તકેદારીમાં એકદમ વધારો કરીને રીઝર્વ બેન્કે વિદેશી ગ્રાહકો વતી ઓન શોર વાયદા બજાર ઉપર હેજ સંબંધિત વેપાર માટે વિદેશી બેન્કોને પોતાને મર્યાદિત કરવા આદેશ આપ્યો હતો. હયાત કે ચાલુ ગ્રાહકોની પોઝિશનનો ઉપયોગ કરીને અન્ય વેપાર નહી કરવા પણ કહ્યું હતું. રીઝર્વ બેન્કની કરન્સી બજારનું સક્રિય સંચાલન રૃપિયાના વાયદાના વેપારમાં ઓફ શોર તરીકે આવે છે.


Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel}
(Live In :- Ahmedabad, Gandhinagar, Kalol, Mehsana, Visnagar,
Unjha, Sidhpur, Chanasma, Patan, Palanpur,)

No comments:

Post a Comment