સુવિચાર

"Wel-Come to Information Technology & Business Development World" સુવિચાર :- "એક જ આવકના સ્ત્રોત પર નિર્ભર ના રહો, નવું રોકાણ કરો અને બીજી/ત્રીજી આવકનો સ્ત્રોત તૈયાર કરો.- વોરેન બફેટ" For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Wednesday 3 July 2013

સેન્સેક્ષ ૨૮૬ પોઇન્ટ તૂટીને ૧૯૧૭૮

Gayatri Business Solution
Gujarat Samachar News


સેન્સેક્ષ ૨૮૬ પોઇન્ટ તૂટીને ૧૯૧૭૮

ડોલર ઉછળી રૃા. ૬૦.૨૨, ક્રુડ ઉછળી ૧૦૨ ડોલર ઃ FII શેરોમાં વેચવાલ

રીયાલ્ટી, મેટલ, બેંકિંગ, ઓઇલ- ગેસ, પાવર શેરોમાં ગાબડાં

નિફ્ટી ૮૭ પોઇન્ટ તૂટી ૫૭૭૧ ઃ FII ની રૃા. ૭૦૦ કરોડની વેચવાલી
(ગુજરાત સમાચાર પ્રતિનિધિ)    મુંબઇ, બુધવાર
એફઆઇઆઇ- વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ બે દિવસથી શેરોમાં ખરીદી મંદ પાડી દઇ તેજીને ગઇકાલે બ્રેક લગાવી દીધા બાદ ફરી ડોલરિયો રોકાણ પ્રવાહ ભારતમાંથી તાણી જવાનું શરૃ કરી દઇ ડોલર સામે રૃપિયાનો આજે વધુ ૫૬ પૈસા તોડીને ૬૦.૨૨ની સપાટીએ લાવી મૂકતા અને ઇન્ટ્રા-ડે નીચામાં ૬૦.૪૫ સુધી લઇ જવાતા શેરોમાં ગાબડાં પડયા હતા. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ગઇકાલે કરન્સી માર્કેટમાં સટ્ટોડિયાઓને અંકુશમાં લેવા આકરાં પગલાં લીધાને બુમરેંગ કરી આજે એફઆઇઆઇ- વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ શેરોમાં હેમરીંગ વધારી ડોલરને ફરી ઉછાળી મૂકતા અને એશીયાના અન્ય દેશોના બજારોમાં નરમાઇની અસરે તેમજ ઇજીપ્તમાં તનાવભરી પરિસ્થિતિએ ક્રુડ ઓઇલના આંતરરાષ્ટ્રીય ભાવ વધીને નાયમેક્ષ ક્રુડના બેરલ દીઠ ૧૦૦ ડોલરની સપાટી કુદાવી જઇ ૧.૫૬ ડોલર વધીને ૧૦૧.૧૬ ડોલર અને બ્રેન્ટ ક્રુડ ઓઇલના ૯૫ સેન્ટ વધીને ૧૦૪.૯૫ ડોલર થઇ જતાં ભારતની ક્રુડ ઓઇલનું આયાત બિલ જંગી વધવાના એંધાણે ચૂકવણી તુલાની સ્થિતિ ખોરવાશે એવા સંકેતે ફંડોએ શેરોમાં હેમરીંગ વધાર્યું હતું. ટ્રેડીંગની શરૃઆત એશીયાના બજારોની નરમાઇ પાછળ અપેક્ષીત નેગેટીવ થઇ હતી. સેન્સેક્ષ આગલા બંધ ૧૯૪૬૩.૮૨ સામે ૧૯૩૪૭.૧૧ મથાળે ખુલીને શરૃઆતથી જ બેંકિંગ શેરો રિઝર્વ બેંકની નવી માર્ગરેખાઓ સાથે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ કંપનીઓના હેજ નહીં કરાયેલા એક્સ્પોઝર- ફંડીંગની ગણતરી કપરી કામગીરી હોવાનું જણાવતા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા પાછળ બેંકિંગ શેરોમાં ફંડોના મોટાપાયે હેમરીંગ અને મેટલ શેરો ટાટા સ્ટીલ, સ્ટરલાઇટ ઇન્ડસ્ટ્રીઝ હિન્દાલ્કો, કોલ ઇન્ડિયા સાથે ઓએનજીસી, લાર્સન એન્ડ ટુબ્રો, ટાટા પાવર, ભેલ, ડૉ. રેડ્ડીઝ લેબ., હીરો મોટોકોર્પ, ભારતી એરટેલ, બજાજ ઓટો, મારૃતી સુઝુકી, એચડીએફસી ટીસીએસ, ગેઇલ ઇન્ડિયા, એચડીએફસી બેંક સહિતના શેરોમાં વેચવાલીના દબાણે સેન્સેક્ષ તૂટતો જઇ એક તબક્કે ૩૧૬.૫૧ પોઇન્ટના ધોવાણે નીચામાં ૧૯૧૪૭.૩૧ સુધી ગબડી જઇ અફડા તફડીમાં ઘટયામથાળે શોર્ટ કવરીંગ બતાવી ૨૪૦થી ૨૫૦ પોઇન્ટનો ઘટાડો મર્યાદિત રહ્યા બાદ ફરી છેલ્લા અડધા કલાકમાં હેમરીંગ વધતા ૩૦૦થી વધુ પોઇન્ટ ઘટી આવી અંતે ૨૮૬.૦૬ પોઇન્ટ તૂટીને ૧૯૧૭૭.૭૬ બંધ રહ્યો હતો.
નિફ્ટી સ્પોટ ૫૮૦૦ની સપાટી ગુમાવી દઇ ૫૭૭૦ ઃ બેંકિંગ, મેટલ, રિલાયન્સ શેરોએ ધોવાણ નોંતર્યું
એનએસઇનો નિફ્ટી સ્પોટ ઇન્ડેક્ષ આગલા બંધ ૫૮૫૭.૫૫ સામે ૫૮૧૧.૯૫ મથાળે ખુલીને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, બેંક ઓફ બરોડા, પીએનબી, એક્સીસ બેંક, આઇડીએફસી, ટાટા સ્ટીલ, ટાટા પાવર, હિન્દાલ્કો, ડીએલએફ, ઓએનજીસી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બીપીસીએલ, ભેલ, ભારતી એરટેલ, લાર્સન એન્ડ ટુબ્રો, એનએમડીસી, રેનબેક્સી લેબોરેટરીઝ, કોટક મહિન્દ્રા બેંક, એશીયન પેઇન્ટસ, એસીસી, હીરો મોટોકોર્પ, ડૉ. રેડ્ડીઝ લેબ, ઇન્ડસઇન્ડ બેંક, આઇસીઆઇસીઆઇ, એચડીએફસી સહિતમાં વેચવાલીએ ૫૮૦૦ની સપાટી ગુમાવી દઇ નીચામાં ૫૭૬૦.૪૦ સુધી ગબડી જઇ અંતે ૮૬.૬૫ પોઇન્ટ તૂટીને ૫૭૭૦.૯૦ બંધ રહ્યો હતો.
નિફ્ટી ૫૯૦૦નો કોલ ૭૯.૪૫થી તૂટીને ૪૭.૭૫ ઃ નિફ્ટી ૫૭૦૦નો પુટ ૪૭.૧૦થી ઉછળીને ૭૧ઃ ૬૦૦૦નો કોલ ૪૨.૯૫થી તૂટીને ૨૩.૧૫
ડેરીવેટીવ્ઝમાં નિફ્ટી ૫૯૦૦નો કોલ ૩,૩૫,૬૭૦ કોન્ટ્રેક્ટસમાં રૃા. ૯૯૮૪.૩૩ કરોડના ટર્નઓવરે ૭૯.૪૫ સામે ૫૬.૩૫ મથાળે ખુલી ઉપરમાં ૬૧.૮૦ થઇ નીચામાં ૪૧.૫૦ સુધી ખાબકી જઇ અંતે ૪૭.૭૫ હતો. નિફ્ટી ૫૭૦૦નો પુટ ૩,૩૨,૧૮૨ કોન્ટ્રેક્ટસમાં રૃા. ૯૫૮૫.૦૧ કરોડના ટર્નઓનરે ૪૭.૧૦ સામે ૫૭ ખુલી નીચામાં ૫૬.૩૫ થઇ ઉપરમાં ૮૦ સુધી ઉછળી જઇ અંતે ૭૧ હતો. નિફ્ટી ૬૦૦૦નો કોલ ૨,૭૬,૦૨૫ કોન્ટ્રેક્ટસમાં રૃા. ૮૩૧૪.૦૩ કરોડના ટર્નઓવરે ૪૨.૯૫ સામે ૩૧.૦૫ ખુલી ૩૧.૩૫ થઇ નીચામાં ૧૯.૮૦ સુધી ગબડી જઇ અંતે ૨૩.૧૫ હતો.
નિફ્ટી જુલાઇ ફ્યુચર ૫૮૧૬થી તૂટીને ૫૭૫૫ બોલાયો ઃ બેંક નિફ્ટી ફ્યુચર ૧૧૬૩૨થી ગબડીને ૧૧૩૭૫
નિફ્ટી જુલાઇ ફ્યુચર ૨,૫૪,૦૫૭ કોન્ટ્રેક્ટસમાં રૃા. ૭૩૪૧.૪૪ કરોડના ટર્નઓવરે ૫૮૫૯.૦૫ સામે ૫૮૧૬.૪૦ ખુલી ઉપરમાં ૫૭૧૬.૪૦ થઇ નીચામાં ૫૭૫૫ સુધી ખાબકી જઇ અંતે ૫૭૭૮.૫૫ હતો. બેંક નિફ્ટી ફ્યુચર ૬૮૦૧૩ કોન્ટ્રેક્ટસમાં રૃા. ૧૯૩૭.૪૮ કરોડના ટર્નઓવરે ૧૧૬૩૨.૪૫ સામે ૧૧૫૫૯ મથાળે ખુલીને ઉપરમાં ૧૧૫૯૪.૭૫ થઇ નીચામાં ૧૧૩૨૯.૦૫ સુધી ખાબકી જઇ અંતે ૧૧૩૭૫ હતો. નિફ્ટી ૫૮૦૦નો કોલ ૨,૭૪,૯૩૯ કોન્ટ્રેક્ટસમાં રૃા. ૮૦૯૪.૪૧ કરોડના ટર્નઓવરે ૧૩૨.૩૫ સામે ૧૦૦ ખુલી ઉપરમાં ૧૦૪.૭૦ થઇ નીચામાં ૭૭.૪૦ સુધી ગબડી જઇ અંતે ૮૭.૭૦ હતો.
બેંકોને હેજ નહીં થયેલા એક્સ્પોઝર પર જોગવાઇ વધારવા રિઝર્વ બેંકના આદેશથી બેંક શેરોમાં ગાબડાં ઃ સ્ટેટ બેંક રૃા. ૯૧, બીઓબી રૃા. ૪૬, યુનિયન બેંક રૃા. ૧૪, પીએનબી રૃા. ૩૫ તૂટયા
નાણા પ્રધાન પી. ચિદમ્બરમે બેંકોને ટોપના ડીફોલ્ટરો પર ફોકસ કરવા જણાવ્યા સાથે બેંકોને કંપનીઓને આપેલા છતાં હેજ નહીં કરાયેલા એક્સ્પોઝર- ફંડીંગ પર વધારાની જોગવાઇ કરવા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ આદેશ આપતા નેગેટીવ અસરે બેંક શેરોમાં ફંડોનું હેમરીંગ વધ્યું હતું. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ હેજ નહીં કરાયેલા ફંડ- લોનની ગણતરી કરવી ખૂબ જ મુશ્કેલ હોવાનું જણાવતા શેરમાં મોટાપાયે વેચવાલી નીકળતા શેર રૃા. ૯૧.૨૫ તૂટીને રૃા. ૧૮૯૯.૬૦ રહ્યો હતો. જ્યારે બેંક ઓફ બરોડા રૃા. ૪૬.૨૦ તૂટીને રૃા. ૫૪૩.૮૫, યુનિયન બેંક ઓફ ઇન્ડિયા રૃા. ૧૩.૭૫ તૂટીને રૃા. ૧૭૧.૨૦,  બેંક ઓફ ઇન્ડિયા રૃા. ૧૪.૬૫ ગબડીને રૃા. ૨૨૦.૩૫, ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ રૃા. ૧૨.૧૫ ગબડીને રૃા. ૧૯૯, પીએનબી રૃા. ૩૪.૬૦ ગબડીને રૃા. ૬૨૧.૬૦, આઇડીબીઆઇ બેંક રૃા. ૩.૫૦ તૂટીને રૃા. ૬૯.૯૦, દેના બેંક રૃા. ૩.૨૫ તૂટીને રૃા. ૬૭.૫૫, કેનરા બેંક રૃા. ૧૬.૬૫ તૂટીને રૃા. ૩૫૬.૪૫, અલ્હાબાદ બેંક રૃા. ૪ ગબડીને  રૃા. ૮૮.૮૫, આઇઓબી રૃા. ૨.૧૦ ઘટીને રૃા. ૪૭.૮૦, બેંક ઓફ મહારાષ્ટ્ર રૃા. ૨.૧૦ ઘટીને રૃા. ૫૦.૧૦, સ્ટેટ બેંક ઓફ મૈસુર રૃા. ૧૮.૨૦ ઘટીને રૃા. ૫૧૬.૮૦, આંધ્ર બેંક રૃા. ૨.૬૫ ઘટીને રૃા. ૮૧.૮૦, એક્સીસ બેંક રૃા. ૩૪.૭૫ તૂટીને રૃા. ૧૨૭૪.૧૫, કોટક મહિન્દ્રા બેંક રૃા. ૧૭.૮૦ તૂટીને રૃા. ૬૯૭.૯૫, ઇન્ડસઇન્ડ બેંક રૃા. ૯.૫૫ ઘટીને રૃા. ૪૬૬.૭૫, આઇસીઆઇસીઆઇ બેંક રૃા. ૧૫.૮૦ ઘટીને રૃા. ૧૦૬૩.૪૦ રહ્યા હતા. બીએસઇ બેંકેક્ષ ઇન્ડેક્ષ ૩૦૯.૧૮ પોઇન્ટ તૂટીને ૧૨૯૬૯.૨૬ રહ્યો હતો.
બજારોમાં વધતી નાણા ભીંસ ઃ હવે રીયલ એસ્ટેટમાં બિલ્ડરોની ભીંસ વધશે ઃ યુનીટેક, એચડીઆઇએલ, ઇન્ડિયાબુલ્સ તૂટયા
ડોલર સામે રૃપિયાના પતન સાથે સોનાના ભાવો પણ તૂટવા લાગ્યા હોઇ ઘણા બજારોમાં નાણા પ્રવાહિતાની તીવ્ર ખેંચ વર્તાવા લાગી ગોઇ હવે રીયલ એસ્ટેટ ક્ષેત્રે ધરબાયેલા નાણા પ્રોપર્ટી માર્કેટમાં અટવાયેલા નાણા પ્રોપર્ટી ખરીદીના અભાવમાં હવે ચૂંટણીઓ નજીક આવી રહી હોઇ કાળા નાણા ખેંચી લેવા બિલ્ડરો પર ભીંસ વધવાના અને બિલ્ડરોની મુશ્કેલી વધવાના એંધાણે રીયાલ્ટી ક્ષેત્રે ભાવો તૂટવાના એંધાણે રીયાલ્ટી શેરોમાં ગાબડાં પડયા હતા. યુનીટેક રૃા. ૨.૩૦ તૂટીને રૃા. ૨૦.૪૫, એચડીઆઇએલ રૃા. ૩.૩૫ તૂટીને રૃા. ૩૭.૬૦, ઇન્ડિયાબુલ્સ રીયલ એસ્ટેટ રૃા. ૩.૯૦ તૂટીને રૃા. ૬૪, અનંતરાજ ઇન્ડસ્ટ્રીઝ રૃા. ૨.૯૫ ગબડીને રૃા. ૫૦.૭૫, સનટેક રીયાલ્ટી રૃા. ૨૧.૧૫ તૂટીને રૃા. ૩૬૫.૩૦, ડીબી રીયાલ્ટી રૃા. ૨.૮૫ તૂટીને રૃા. ૫૫.૧૫, ડીએલએફ રૃા. ૭.૬૦ તૂટીને રૃા. ૧૭૫.૮૫, શોભા ડેવલપર્સ રૃા. ૧૪.૪૦ ઘટીને રૃા. ૩૩૭, પ્રેસ્ટિજ એસ્ટેટ રૃા. ૪.૮૦ ઘટીને રૃા. ૧૫૨.૯૫ પેનીનસુલા બેન્ડ રૃા. ૧.૧૫ ઘટીને રૃા. ૪૧.૧૦, ગોદરેજ પ્રોપર્ટી રૃા. ૮.૩૫ ઘટીને રૃા. ૫૧૯.૭૦, ઓબેરોય રીયાલ્ટી રૃા. ૨.૯૦ ઘટીને રૃા. ૨૦૬.૩૫, ફિનિક્સ મિલ રૃા. ૧ ઘટીને રૃા. ૨૪૮ રહ્યા હતા. બીએસઇ રીયાલ્ટી ઇન્ડેક્ષ ૭૪.૪૩ પોઇન્ટ તૂટીને ૧૪૮૭.૭૭ રહ્યો હતો.
ક્રુડ ઓઇલ ૨.૨૯ ડોલર ઉછળી ૧૦૧.૮૯ ડોલર ઃ ડોલર ઉછળી ૬૦.૨૨ ઃ ઓએનજીસીએ કઝાકિસ્તાનમાં બીડ ગુમાવી ઃ ઓઇલ શેરો ઘટયા
ક્રુડ ઓઇલના આંતરરાષ્ટ્રીય ભાવ ફરી વધીને નાયમેક્ષ ક્રુડના ૨.૨૯ ડોલર ઉછળીને બેરલ દીઠ ૧૦૧.૮૯ ડોલર અને બ્રેન્ટ ક્રુડના ૧.૫૫ ડોલર વધીને ૧૦૫.૫૫ ડોલર થઇ જતાં અને ઓએનજીસીએ કઝાકિસ્તાનમાં ઓઇલ કૂવામાં હોલ્ડિંગ ખરીદવાની બીડ ગુમાવતા અને ડોલર ફરી તેજીએ ૬૦.૨૨ થઇ જતાં ઓઇલ-ગેસ પીએસયુ શેરોમાં વેચવાલી નીકળી હતી.
નેચરલ ગેસ ભાવ વધારાનો વિરોધ ઃ રિલાયન્સ રૃા. ૨૧ ગબડી રૃા. ૮૫૦ ઃ ઓએનજીસી રૃા. ૧૧, બીપીસીએલ રૃા. ૧૫, આઇઓસી રૃા ૧૧ તૂટયા
ઓએનજીસીએ ઓએનજીસી તૂટયા વિદેશ થકી નોર્થ કેસ્પિયન સી પ્રોડક્શન શેરીંગ એગ્રીમેન્ટમાં કોન્કોફિલિપ્સનો ૮.૪ ટકા હિસ્સો હસ્તગત કરવાની કઝાકિસ્તાન બીડ ગુમાવી દેતાં શેર રૃા. ૧૧.૨૦ તૂટીને રૃા. ૩૧૧.૧૦, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન રૃા. ૧૦.૮૫ તૂટીને રૃા. ૨૨૫.૬૫, એચપીસીએલ રૃા. ૯.૬૦ ઘટીને રૃા. ૨૪૫.૨૦, બીપીસીએલ રૃા. ૧૪.૯૦ તૂટીને રૃા. ૩૫૬.૮૦,  પેટ્રોનેટ એલએનજી રૃા. ૪.૧૫ તૂટીને રૃા. ૧૨૧.૧૫, ઓઇલ ઇન્ડિયા રૃા. ૧૧.૯૫ તૂટીને રૃા. ૫૫૭.૨૫, ગેઇલ ઇન્ડિયા રૃા. ૪.૧૫ ઘટીને રૃા. ૩૨૭.૭૦, કેઇર્ન ઇન્ડિયા રૃા. ૫.૬૫ ઘટીને રૃા. ૨૯૦.૧૫ રહ્યા હતા. જ્યારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં તાજેતરમાં કેન્દ્ર સરકારે નેચરલ ગેસના ભાવ  એપ્રિલ ૨૦૧૪થી બમણાં જેટલા કરી આપવાના નિર્ણય સામે રાજકીય પક્ષોના વિરોધ વચ્ચે શેરમાં વેચવાલીએ રૃા. ૨૧ તૂટીને રૃા. ૮૫૦.૩૦ રહ્યો હતો. બીએસઇ ઓઇલ ગેસ ઇન્ડેક્ષ ૨૩૬.૩૧ પોઇન્ટ તૂટીને ૮૭૧૨.૦૩ રહ્યો હતો.
પાવર- કેપિટલ ગુડઝ શેરોમાં તેજીની બત્તી ગુલ ઃ ટાટા પાવર લધુ રૃા. ૪ તૂટયો ઃ જેપી પાવર, અદાણી પાવર, ભેલ, લાર્સન, ક્રોમ્પ્ટન ગ્રીવ્ઝ ગબડયા
પાવર- કેપિટલ ગુડઝ શેરોમાં પણ ફંડોના ઓફલોડીંગે આજે લાર્સન એન્ડ ટુબ્રોને હાઇડ્રોકાર્બન ડિવિઝનને રૃા. ૧૦૦૦ કરોડનો ઓર્ડર મળ્યા છતાં શેર રૃા. ૩૭.૨૦ તૂટીને રૃા. ૧૩૯૨.૭૦, ભેલ રૃા. ૫.૫૦ તૂટીને રૃા. ૧૭૮.૨૦, સિમેન્સ રૃા. ૧૬.૧૦ ઘટીને રૃા. ૫૪૩.૩૦, એબીબી રૃા. ૭.૯૦ ઘટીને રૃા. ૬૦૮.૯૦, પુંજ લોઇડ રૃા. ૩ તૂટીને રૃા. ૩૩.૧૦, જિન્દાલ શો રૃા. ૨.૬૫ તૂટીને રૃા. ૫૭.૪૦, ક્રોમ્પ્ટન ગ્રીવ્ઝ રૃા. ૩.૫૫ તૂટીને રૃા. ૯૦.૪૫, જેપી પાવર રૃા. ૧.૫૫ તૂટીને રૃા. ૧૮, અદાણી પાવર રૃા. ૨.૮૦ તૂટીને રૃા. ૪૧.૫૫, જેએસડબલ્યુ એનર્જી રૃા. ૨.૬૫ તૂટીને રૃા. ૪૪.૬૫, ટાટા પાવરના ક્રેડિટ આઉટલૂકને મૂડી'ઝે ડાઉનગ્રેડ કરતા શેર વધુ રૃા. ૪.૨૫ તૂટીને રૃા. ૮૨.૫૦, રિલાયન્સ પાવર રૃા. ૨.૪૫ ઘટીને રૃા. ૬૫.૪૫, પીટીસી ઇન્ડિયા રૃા. ૧.૭૫ ઘટીને રૃા. ૪૭.૭૦ રહ્યા હતાં.
હિન્દુસ્તાન કોપરની ઓફર ફોર સેલ ૧.૨ ગણી છલકાઇ ઃ શેર રૃા. ૨.૨૫ તૂટી રૃા. ૭૦ ઃ ૪.૩૫ કરોડ શેરો માટે બીડ મળી
હિન્દુસ્તાન કોપરમાં સરકારે ૩.૭૮ ટકા ડિસ્કાઉન્ટ ભાવે શેરદીઠ રૃા. ૭૦ ફ્લોર પ્રાઇસ નક્કી કરી ૩.૭૧ કરોડ શેરો ૪.૦૧ ટકા હોલ્ડિંગ ઓફર ફોર સેલમાં (ઓએફસી) આજે વેચીને રૃા. ૨.૬૦ કરોડ મેળવ્યા છતાં શેરમાં નીચા ફ્લોર પ્રાઇસે શેર રૃા. ૨.૨૫ તૂટીને રૃા. ૭૦.૪૦ રહ્યો હતો. ઓફર ફોર સેલ આજે ૧.૨ ગણી છલકાઇ ૪.૩૫ કરોડ શેરો માટે બીડ મળી હતી.
પીએસયુ શેરો નીચા ભાવે ઓફર ફોર સેલથી ફંડો વેચવાલ ઃ પાવર ફાઇનાન્સ, એમએમટીસી, આરઇસી ગબડયા
પીએસયુ કંપનીઓમાં નીચા ભાવે થઇ રહેલી ઓફર ફોર સેલની નેગેટીવ અસરે પીએસયુ શેરોમાં વેચવાલી વધી હતી. પાવર ફાઇનાન્સ કોર્પોરેશન રૃા. ૧૨.૮૫ તૂટીને રૃા. ૧૩૬.૮૦, આરઇસી રૃા. ૧૧.૬૫ તૂટીને રૃા. ૧૯૭.૮૫, એમએમટીસી રૃા. ૪.૬૦ ગબડીને રૃા. ૮૮.૩૦, એચએમટી રૃા. ૧.૪૫ ગબડીને રૃા. ૨૭.૯૦, સેઇલ રૃા. ૨.૩૦ ઘટીને રૃા. ૪૯.૯૦, શિપિંગ કોર્પોરેશન રૃા. ૧.૫૫ ઘટીને રૃા. ૩૩.૯૫, એસટીસી રૃા. ૩.૧૦ ઘટીને રૃા. ૮૯.૪૫, હિન્દુસ્તાન કોપર રૃા. ૨.૨૫ તૂટીને રૃા. ૭૦.૪૦, નેશનલ ફર્ટીલાઇઝર રૃા. ૧.૦૫ તૂટીને રૃા. ૩૩.૨૦ રહ્યા હતાં.
સુરક્ષીત રોકાણ વિકલ્પે ફાર્મા શેરોમાં આકર્ષણ ઃ લુપીન રૃા. ૩૦ ઉછળી રૃા. ૮૩૧ રેકોર્ડ ટોચે ઃ ઇપ્કા લેબ ઉછળ્યો
સુરક્ષીત રોકાણ વિકલ્પે ફંડોની ફાર્માસ્યુટિકલ શેરોમાં લેવાલી વધતા ગ્લેક્સો ફાર્મા રૃા. ૧૩૭.૨૫ વધીને રૃા. ૨૬૦૬, લુપીન રૃા. ૨૯.૬૫ ઉછળીને રૃા. ૮૩૦.૯૫ નવી રેકોર્ડ ઉંચાઇએ, ઇપ્કા લેબ રૃા. ૧૭.૬૦ વધીને રૃા. ૬૮૯.૪૫, પિરામલ એન્ટરપ્રાઇસ રૃા. ૭.૮૫ વધીને રૃા. ૫૭૬.૮૦, સન ફાર્મા રૃા. ૧૨.૫૫ વધીને રૃા. ૧૦૧૯.૯૫, કેડિલા હેલ્થ રૃા. ૧.૫૫ વધીને રૃા. ૭૭૪.૮૫ રહ્યા હતા. અલબત અપોલો હોસ્પિટલ રૃા. ૪૬.૮૫ તૂટીને રૃા. ૯૪૩.૯૦, ડો. રેડ્ડીઝ લેબ. રૃા. ૫૦.૮૦ ઘટીને રૃા. ૨૨૧૨.૫૦, દિવીઝ લેબ. રૃા. ૧૨.૫૫ ઘટીને રૃા. ૯૬૫.૩૫, ગ્લેનમાર્ક ફાર્મા રૃા. ૭.૧૦ ઘટીને રૃા. ૫૬૮.૨૦ રહ્યા હતાં.
એફઆઇઆઇની રૃા. ૭૦૦ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી ઃ ડીઆઇઆઇની રૃા. ૨૫૨ કરોડની ખરીદી
એફઆઇઆઇ- વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ આજે - બુધવારે કેશ સેગ્મેન્ટમાં રૃા. ૭૦૦ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી કરી હતી. કુલ રૃા. ૨૩૩૫ કરોડની ખરીદી સામે કુલ રૃા. ૩૦૪૦ કરોડની વેચવાલી કરી હતી. જ્યારે ડીઆઇઆઇ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ રૃા. ૨૫૨ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી કરી હતી. કુલ રૃા. ૧૨૦૭ કરોડના શેરોની ખરીદી સામે કુલ રૃા. ૯૫૪ કરોડના શેરોનું વેચાણ કર્યું હતું.
 
Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel}
(Live In :- Ahmedabad, Gandhinagar, Kalol, Mehsana, Visnagar,
Unjha, Sidhpur, Chanasma, Patan, Palanpur,)

No comments:

Post a Comment