સુવિચાર

"Wel-Come to Information Technology & Business Development World" સુવિચાર :- "એક જ આવકના સ્ત્રોત પર નિર્ભર ના રહો, નવું રોકાણ કરો અને બીજી/ત્રીજી આવકનો સ્ત્રોત તૈયાર કરો.- વોરેન બફેટ" For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Monday, 21 July 2014

૧ અબજ ડોલરનો ત્રિમાસીક નફો કરતી રિલાયન્સ ઇન્ડ. પહેલી ખાનગી કંપની

Gayatri Business Solution
(Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group,BlogWebsite, )

Good News Gayatri Business Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,

Gujarat Samachar News

૧ અબજ ડોલરનો ત્રિમાસીક નફો કરતી રિલાયન્સ ઇન્ડ. પહેલી ખાનગી કંપની

ટર્નઓવર ૭.૨ ટકા વધીને રૃ.૧,૦૭,૯૦૫ કરોડ

ક્રુડ રીફાઈનીંગ માર્જિન ૮.૪ ડોલર થી વધીને ૮.૭ ડોલર ઃ રીટેલ બિઝનેસ આવક ૧૪.૫  ટકા વધીને રૃ.૩૯૯૯ કરોડ મેળવી
મુંબઈ શનિવાર
કોર્પોરેટ જાયન્ટ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડે ૩૦,જૂન,૨૦૧૪ના પૂરા થયેલા પ્રથમ ત્રિમાસિકમાં ઉંચા રિફાનીંગ માર્જિન પેટ્રોકેમ ક્ષેત્રે સારા અર્નિંગ અને યુએસ શેલ ગેસ બિઝનેસમાં  થયેલા નોંધપાત્ર વધારાને કારણે તેના ચોખ્ખા નફામાં ૧૩.૭ ટકાનો ઉછાળો નોંધાતા તે એક અબજ ડોલર નજીક (રૃપિયા ૫૯૫૭ કરોડ) પહોંચી ગયો છે. આમ તે ખાનગી ક્ષેત્રની પ્રથમ ભારતીય કંપની છે જેનો નફો એક અબજ ડોલરની વિક્રમી સપાટીએ પહોંચ્યો હોય.
કોન્સોલિડેટેડ ધોરણે રિલાયન્સનો ચોખ્ખો નફો ગત વર્ષના સમાનગાળાના રૃ.૫૨૩૭ કરોડની તુલનાએ ૧૩.૭ ટકા વધીને રૃ.૫૯૫૭ કરોડ થયો છે. જયારે કુલ ટર્નઓવર ૧,૦૦,૬૧૫ કરોડની સરખામણીએ ૭.૨ ટકા વધીને રૃ.૧,૦૭,૯૦૫ કરોડ હાંસલ કર્યું છે. કંપનીએ ક્રુડ ઓઈલમાં ગ્રોસ રિફાઈનીંગ માર્જિન બેરલ દીઠ ગત વર્ષના સમાનગાળાના ૮.૪ ડોલરની તુલનાએ વધીને ૮.૭ ડોલર મેળવ્યું છે. જે ગત વર્ષના ચોથા ત્રિમાસિકમાં ૯.૩ ડોલર હાંસલ કર્યું હતું.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજીંગ ડિરેકટર મુકેશ ડી. અંબાણીએ પરિણામ વિશે કહ્યું હતું કે, 'રિલાયન્સે આ ત્રિમાસિકમાં કોન્સોલિડેટેડ ધોરણે રેકોર્ડ ચોખ્ખો નફો હાંસલ કર્યો છે. જે નબળા પ્રાદેશિક રીફાઈનીંગ માર્જિન છતાં શકય બન્યું છે. પેટ્રોકેમિકલ્સ બિઝનેસની કામગીરીમાં કંપનીની પ્રોડકટ મિક્સની મજબૂતી દેખાઈ આવી છે. આ ઉત્કૃષ્ટ પરિણામ સાથે કંપનીએ તેની વૃદ્વિ-વિકાસના વચનોમાં નોંધનીય પ્રગતિ હાંસલ કરી છે. રિલાયન્સ સંખ્યાબંધ નવા પ્રોજેકટો ધરાવે છે. જે કંપનીની સ્પર્ધાત્મકતા વધારશે. કંપની તેના વર્તમાન બજારોમાં રીટેલ બિઝનેસ વિસ્તારી રહી છે અને નવા બજારો અને ચેનલો શોધી રહી છે.રિલાયન્સમાં સામાજીક જવાબદારી અને પર્યાવરણ આર્થિક સફળતાના આંતરિક ભાગરૃપ છે.'
કોન્સોલિડેટેડ ધોરણે રોકડ નફો ૧૩.૯ ટકા વધીને રૃ.૮૯૮૪ કરોડ મેળવ્યો છે. કંપનીએ રીફાઈનીંગ અને માર્કેટીંગ બિઝનેસમાં આવક રૃ.૯૧,૪૬૩ કરોડની તુલનાએ ૭.૧ ટકા વધીને રૃ.૯૮,૦૮૧ કરોડ મેળવી છે. આ સમયગાળામાં ક્રુડનું રીફાઈનીંગ ૧૭૧ લાખ ટનની તુલનાએ ઘટીને ૧૬૭ લાખ ટન કર્યું છે. રીફાઈનીંગ પ્રોડક્ટસની ભારતમાંથી કુલ નિકાસો ૧૦ અબજ ડોલરની રહી છે. જેમાં રીફાઈનરી પ્રોડકટનું વોલ્યુમ ૭૪ ટકા રહ્યું છે.
કંપનીની સંગઠિત રીટેલ બિઝનેસમાં ત્રિમાસિક આવક ગત વખતની રૃ.૩૪૯૨ કરોડની તુલનાએ ૧૪.૫ ટકા વધીને રૃ.૩૯૯૯ કરોડ હાંસલ થઈ છે. આ સાથે કંપનીએ રીટેલમાં ઈબીટા માર્જિન ગત વખતના માઈનસ ૦.૪ ટકાની તુલનાએ વધીને ૨.૦ ટકા હાંસલ કર્યું છે. રિલાયન્સની ઓઈલ એન્ડ ગેસ એક્સ્પ્લોરેશન બિઝનેસની આવક રૃ.૨૪૯૬ કરોડની તુલનાએ ૨૭.૩ ટકા વધીને રૃ.૩૧૭૮ કરોડ થઈ છે. જેમાં સ્થાનિક આવક રૃ.૧૪૫૪ કરોડની તુલનાએ ૭.૧ ટકા વધીને રૃ.૧૫૫૭ કરોડ થઈ છે. ૩૦,જૂન,૨૦૧૪ના અંતે રિલાયન્સ પાસે રોકડ અને રોકડ સમકક્ષ રૃ.૮૧,૫૫૯ કરોડ રહી છે. જ્યારે કંપનીનું દેવું રૃ.૧,૩૫,૭૬૯ કરોડ રહ્યું છે. જે ગત વખતે રૃ.૧,૩૮,૭૬૧ કરોડ હતું.
 
Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

Friday, 18 July 2014

શેરબજારમાં રિટેલ રોકાણકારોનો સહભાગ વધ્યો પણ હોલ્ડિંગ્સ ઘટયું

Gayatri Business Solution
(Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group,BlogWebsite, )

Good News Gayatri Business Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,

Gujarat Samachar News

શેરબજારમાં રિટેલ રોકાણકારોનો સહભાગ વધ્યો પણ હોલ્ડિંગ્સ ઘટયું

મુંબઈ, તા.શુક્રવાર
વર્તમાન નાણાંકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં રિટેલ રોકાણકારોનો બજારમાં સહભાગ વધીને ત્રણ વર્ષની ઊંચી સપાટીએ પહોંચ્યો છે છતાં રોકાણકારો તેજીનો લાભ લઈને રોકડી કરી રહ્યાનું પણ જોવા મળી રહ્યું છે.
છેલ્લા કેટલાક વર્ષથી ગળે માલ ભરાવો લઈને બેઠેલા રિટેલ રોકાણકારો હાલમાં ઊંચા ભાવે પોતાના નાણાં છૂટા કરી રહ્યાનું જોવા મળી રહ્યું છે. જુન ત્રિમાસિક ગાળામાં બીએસઈ૫૦૦ કંપનીઓમાંથી ૧૫૪ કંપનીમાં રિટેલ હોલ્ડિંગ સાધારણ ઘટીને ૫.૩૬ ટકા રહ્યાનું પ્રાપ્ત આંકડા પરથી જણાય છે.
બીએસઈ૫૦૦ કંપનીઓમાંથી ૧૫૪ કંપનીમાં છેલ્લા બે વર્ષમાં રિટેલ રોકાણકારોનું આ સૌથી ઓછું હોલ્ડિંગ હોવાનું એક વિશ્લેષકે જણાવ્યું હતું. જુન ત્રિમાસિક ગાળામાં સેન્સેકસ ૧૩.૫૦ ટકા વધ્યો છે જ્યારે મિડ-કેપ ૩૨ ટકા તથા સ્મોલ-કેપ ૪૪ ટકા વધ્યો છે. જુનના ત્રિમાસિક ગાળાના પરિણામ જાહેર કરી ચૂકેલી કંપનીના શેરહોલ્ડિંગને આ સમીક્ષમાં ધ્યાનમાં લેવામાં આવી છે.
 
Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here  
More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

Friday, 4 July 2014

માત્ર બે મહિના ચાલે એટલો જ ડુંગળીનો સ્ટોકઃ સપ્ટેમ્બરમાં ભારે અછત સર્જાશે

Gayatri Business Solution
(Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group,BlogWebsite, )

Good News Gayatri Business Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,

Gujarat Samachar News

માત્ર બે મહિના ચાલે એટલો જ ડુંગળીનો સ્ટોકઃ સપ્ટેમ્બરમાં ભારે અછત સર્જાશે

દેશમાં ચોમાસુ લંબાઈ જતા નવો ખરીફ પાક બજારમાં એક મહિનો મોડો આવશે

મુંબઈ,  શુક્રવાર
દેશમાં  ડુંગળીનો માત્ર બે મહિના જ ચાલી શકે એટલો સ્ટોક પડયે છે અને નવો પાક બજારમાં એક મહિનો મોડો આવવાનો હોવાથી સપ્ટેમ્બરમાં તહેવારોની મોસમમાં ડુંગળીની ભારે ખેંચ પડવાની પૂરી શકયતા જોવાઈ રહી છે. દેશમાં હાલમાં કાંદાનો ૨૫ લાખ ટન જેટલો સ્ટોકસ પડયો છે અને મહિને ૧૨થી ૧૩ લાખ ટનની આવશ્યકતા રહે  છે. આ હકીકતને જોતા દેશમાં ઓગસ્ટ મહિના સુધી ચાલે એટલા  જ કાંદા હોવાનું નેશનલ હોર્ટિકલ્ચરલ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ફાઉન્ડેશનના સુત્રોએ જણાવ્યું હતું.
આ વર્ષે ચોમાસુ મોડું પડતા કાંદાનું વાવેતર પણ ઢીલમાં પડયું છ ેજેને કારણે નવો પાક બજારમાં એક મહિનો મોડો ઊતરશે. ખરીફ કાંદાનો નવો પાક વહેલામાં વહેલો સપ્ટેમ્બરના અંતે   અથવા ઓકટોબરના પ્રારંભમાં  આવવાનું શરૃ થઈ શકે છે. દેશમાં કાંદાનો પૂરતો સ્ટોક હોવાનો સરકાર દ્વારા દાવો કરાઈ રહ્યો છે છતાં સપ્ટેમ્બરમાં ડુંગળીના ભાવ આસમાને જવાની ટ્રેડરો ધારણાં રાખી રહ્યા છે. આ હકીકતને ધ્યાનમાં રાખી સરકારે કાંદાની નિકાસ બંધ કરી આયાત ચાલુ કરી દેવી જોઈએ એમ સુત્રોએ જણાવ્યું હતું.
પિંપલગાઁવ એેપીએમસીના એક હોદ્દેદારે પણ આવી જ ચિંતા વ્યકત કરી હતી. સ્ટોક લિમિટ લાગુ કરાતા પૂરવઠામાં વધારો થશે અને ભાવ દબાશે ખરા પરંતુ આ સ્થિતિ કામચલાઉ રહેશે કારણ કે જ્યારે ડુંગળી હશે જ નહીં તો સ્વાભાવિક છે પૂરવઠા ખેંચ ઊભી થશે અને ભાવ વધશે એમ હોદ્દેદારે જણાવ્યું હતું. મહારાષ્ટ્રના ડુંગળીના પાકવાળા વિસ્તારોમાં વર્ષના પ્રારંભમાં કમોસમી વરસાદ અને હીમવર્ષાને કારણે  વર્તમાન મોસમમાં કાંદાના બીજનો પૂરવઠો આમપણ ખોરવાયો  છે.
ગયા વર્ષે ૧૨ લાખ હેકટર વિસ્તાર પર કાંદાનો પાક લેવાયો હતો. આ વખતે વાવેતર વિસ્તાર નીચો રહેવાની શકયતા છે. ખેડૂતોને કાંદાના ઊંચા ભાવ મળી રહેતા હોવાથી તેના બીજની વ્યાપક માગ રહે છે.   ૨૦૧૩ના ડિસેમ્બરમાં તથા ૨૦૧૪ના પ્રારંભમાં કમોસમી વરસાદને કારણે  સીડ ક્રોપને નુકસાન થયાનો અંદાજ  છે. ગયા વર્ષે દિવાળીના સમયમાં કાંદાના ભાવ મુંબઈની છૂટક બજારમાં પ્રતિ કિલો વધીને રૃપિયા ૧૦૦ આસપાસ પહોંચી ગયા હતા.

ઘરઆંગણે ઊંચા ભાવ  વચ્ચે પણ પાકિસ્તાન ખાતે રોજ ૨૦૦૦ ટન બટાટા નિકાસ થાય છે
ભારતીય બટાટાની આ વર્ષે ભારે માગ ઊભી થઈ છે

ચંડીગઢ,   શુક્રવાર
ઘરઆંગણે બટાટાના ભાવ આસમાને જઈ રહ્યા છે ત્યારે પડોશી દેશ પાકિસ્તાનમાં રોજ ૧૮૦૦થી ૨૦૦૦ ટન બટાટા નિકાસ થઈ રહ્યાનું જાણવા મળી રહ્યું છે. અટ્ટારી - વાઘા બોર્ડર ખાતેથી પાકિસ્તાન ખાતે રોજ ૧૮૦૦થી ૨૦૦૦ ટન બટાટા નિકાસ કરવામાં આવતા હોવાનું નિકાસકારો જણાવી રહ્યા છે. પાકિસ્તાન બટાટાની ભારે અછત અનુભવી રહ્યું છે.
નિકાસકારો રોજની ૭૫થી ૮૦ ટ્રક ભરીને બટાટા રવાના કરે છે, એમ એક સ્થાનિક નિકાસકારે જણાવ્યું હતું. પાકિસ્તાનમાં આ વર્ષે બટાટાની ભારે અછત વર્તાઈ રહી છે જેને લઈને ત્યાંની સરકારે બટાટાની આયાત જકાત મુકત કરી છે.
ગયા વર્ષના શિયાળામાં હિમ પડવાને કારણે પાકિસ્તાનમાં બટાટાના પાકને ભારે નુકસાન થયું હતું. એક વર્ષના અંતર બાદ પાકિસ્તાન ખાતેથી ભારતના બટાટા માટેની માગ નીકળી છે. પાકિસ્તાન ખાતે હરિયાણા તથા પંજાબની બજારના બટાટા જતા હોવાનું નિકાસકારે જણાવ્યું હતું. બટાટાની નિકાસ પર અંકૂશ મૂકવા કેન્દ્ર સરકારે તેના પર  પ્રતિ ટન ૪૫૦ ડોલરનો લઘુત્તમ નિકાસ ભાવ લાગુ કર્યો છે છતાં પાકિસ્તાન ખાતેની નિકાસમાં કોઈ ફરક પડયો નથી. માગ અવિરત ચાલુ હોવાનું વધુમાં જણાવાયું હતું.
 
Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

Thursday, 3 July 2014

સ્થિર સરકાર રચાતા ગુલાબી ચિત્ર - સેવા ક્ષેત્રનો PMI ૧૭ માસની ઊંચી સપાટીએ

Gayatri Business Solution
(Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group,BlogWebsite, )

Good News Gayatri Business Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,

Gujarat Samachar News

સ્થિર સરકાર રચાતા ગુલાબી ચિત્ર

સેવા ક્ષેત્રનો PMI ૧૭ માસની ઊંચી સપાટીએ

જો કે સર્વિસ સેકટરમાં રોજગારની સિૃથતિ હજુ ખાસ સુાૃધરી નથી

મુંબઈ, ગુરૃવાર
કેન્દ્રમાં ભાજપની આગેવાની હેઠળની સ્થિર સરકારની રચના સાથે વેપાર ક્ષેત્રે સુધરેલા માનસના પરિણામ જોવા મળી રહ્યા છે.  સેવા  ક્ષેત્રનો જુન મહિનાનો એચએસબીસી પીએમઆઈ ૧૭ માસની ઊંચી સપાટીએ જોવા મળ્યો છે. ભારતના અર્થતંત્રમાં સેવા ક્ષેત્રનો મોટો હિસ્સો રહેલો છે. મેમાં ૫૦.૨૦ પોઈન્ટની સરખામણીએ જુનનો સેવા ક્ષેત્રનો ઈન્ડેકસ ૫૪.૪૦ પોઈન્ટ રહ્યો છે જે ૧૭ માસની ઊંચી સપાટીએ છે. ૫૦થી ઉપરના પોઈન્ટને વિસ્તર જ્યારે નીચેના પોઈન્ટ એટલે સંકોચન કહેવાય છે.
મે મહિનાથી સેવા ક્ષેત્રનો ઈન્ડેકસ વિકાસના પરિઘમાં છે તે અગાઉ સતત ૧૦ મહિના સંકોચાયેલો રહેલો હતો. અનેક મહિનાઓ  સુધી મંદ રહ્યા બાદ સેવા ક્ષેત્રમાં સ્થિતિ સુધરી રહી છે, આ પાછળનું મુખ્ય કારણ કેન્દ્રમાં સ્થિર સરકારની રચના હોવાનું એચએસબીસીના એશિયન ઈકોનોમિક રિસર્ચ વિભાગના સુત્રોએ જણાવ્યું હતું.
નવા બિઝનેસ ફલો અને વેપાર માનસ સુધરતા ઈન્ડેકસમાં વધારો જોવા મળ્યો છે. સ્થિર સરકારને કારણે સુધારાઓ ઝડપથી હાથ ધરાશે એવી વેપારીઆલમમાં અપેક્ષા રખાઈ રહી છે. જો કે મખ્ય પૂર્વની અશાંતિ અને ચોમાસામાં ઢીલ સ્થિતિમાં આડખીલીરૃપ બની શકે છે એવી પણ સુત્રોએ ચેતવણી ઉચ્ચારી છે. આ અગાઉ બે દિવસ પહેલા જાહેર થયેલો જુનનો ઉત્પાદન ક્ષેત્રનો પીએમઆઈ પણ ઊંચો રહ્યો હતો. આમ સેવા ક્ષેત્ર તથા ઉત્પાદન ક્ષેત્રના ઈન્ડેકસમાં વધારાને કારણે એચએસબીસી ઈન્ડિયા કમ્પોઝિટ આઉટપુટ ઈન્ડેકસ ૫૩.૮૦ પોઈન્ટ રહ્યો છે જે ૧૬ મહિનાની ઊંચી સપાટી છે. ગયા મહિને આ ઈન્ડેકસ ૫૦.૭૦ રહ્યો હતો.
વર્તમાન કેલેન્ડર વર્ષના બીજા ત્રિમાસિક ગાળામાં સેવા ક્ષેત્રનો ઈન્ડેકસ સરેરાશ ૫૧.૧૦ પોઈન્ટ રહ્યો છે, જે પ્રથમ ત્રિમાસિક ગાળામાં ૪૮.૨૦ પોઈન્ટ હતો. એચએસબીસી દ્વારા હાથ ધરાયેલા સર્વેમાં પ્રતિસાદ આપનારાઓએ નવા વેપાર ઈન્ફલો અને આર્થિક સ્થિતિ સારી હોવાનું જણાવ્યું હતું. જો કે સેવા ક્ષેત્રે રોજગારની સ્થિતિમાં ખાસ સુધારો થયો નહીં હોવાનું પણ સર્વેમાં જણાવાયું છે.
 
Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

Wednesday, 2 July 2014

ડુંગળી, બટાટામાં સ્ટોક લિમિટ જાહેર થશે સતત વધતા ભાવને અંકુશમાં રાખવા સરકારનાં આકરાં પગલાં...!

Gayatri Business Solution
(Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group,BlogWebsite, )

Good News Gayatri Business Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,

Gujarat Samachar News

ડુંગળી, બટાટામાં સ્ટોક લિમિટ જાહેર થશે

સતત વધતા ભાવને અંકુશમાં રાખવા સરકારનાં આકરાં પગલાં...!

અગાઉ લઘુતમ નિકાસ ભાવ નક્કી કરાયો હોવા છતાં પરિસ્થિતિ કાબુમાં ન આવતા આજે એમઈપી વધારીને ૫૦૦ ડોલર કરાઈ
અમદાવાદ, બુધવાર
ડુંગળીના ભાવ સરકારી અંકુશોને અવગણીને સતત વધતા જાય છે. થોડા સમય અગાઉ સરકારે ડુંગળીના મીનીમમ એક્સપોર્ટ પ્રાઈઝની (એમઈપી) જાહેરાત કરી તે પછી પણ તેમાં ભડકો ચાલુ રહેતા આજે સરકારે ફરીથી તેના એમઈપીમાં વધારો કરીને ૫૦૦ ડોલરનો ભાવ નક્કી કર્યો છે. આ ઉપરાંત ડુંગળી તેમજ બટાટાના ભાવવધારાને અંકુશમાં રાખવા આ બે જણસ માટે ટૂંક સમયમાં સ્ટોક લિમીટ જાહેર કરે તેવી શક્યતાઓ છે તેમ બજારના જાણકાર વર્તુળોએ જણાવ્યું હતું.
આજકાલ ડુંગળીમાં દિનપ્રતિદિન ઉછળતા જતા ભાવોએ સરકારની ઊંઘ ઉડાડી દીધી છે. મોંઘવારી ઉપર કાબુ મેળવવા સરકાર દરરોજ નવી નવી કસરત કરવા છતાં પરિણામ નહિ મળતાં માથાના દુખાવા રૃપ બની ગયું છે. ડુંગળીના વધતા જતા ભાવો અટકાવવા સરકારે મીનીમમ એક્સપોર્ટ પ્રાઈઝ (MEP) અગાઉ પ્રતિ ટન ૩૦૦ ડોલર નક્કી કરેલ હતા જેમાં વધારો કરીને ૫૦૦ ડોલર નક્કી કરવા છતાં ડુંગળીના મુખ્ય ઉત્પાદક મહારાષ્ટ્રની લાસણગાંવ ડુંગળી બજારમાં આજેપણ ૨૦ ટકા જેવો ઉછાળો થયો હતો.
સરકારે MEPના વધારાની સાથે સાથે ડુંગળી તથા બટાટામાં સંગ્રહાખોરી રોકવા માટે સ્ટોક લિમિટ દાખલ કરવાનો નિર્ણય લીધો હોવાનું જાણવા મળે છે. હાલમાં ચોખા, અનાજ, દાળો, ખાધતેલ જેવી ચીજો ઉપર સ્ટોક હોલ્ડીંગ લિમીટ ચાલુ છે. હવે ડુંગળી અને બટાટા ઉપર પણ સ્ટોક લિમિટ દાખલ કરવાથી સંગ્રહાખોરી તથા ભાવોમાં ઘટાડો થશે તેવો સરકારને આશાવાદ છે. જો કે, સરકારે MEPમાં કરેલા વધારાથી ડુંગળીની નિકાસમાં ભારે ઘટાડો નોંધાયો છે
દેશની રાજધાની સહિત મોટા શહેરોમાં ડુંગળીના હોલસેરના ભાવો પ્રતિ કિલોએ ૨૫થી ૩૦ રૃપિયાની રેન્જમાં વધ્યા છે. સરકારે દિલ્હીમાં ડુંગળી રાહત દરે મળે તે માટે આઉટલેટસ પણ શરૃ કર્યા છે. જો કે ચોમાસાના વિલંબને કારણે ડુંગળીની વાવણીમાં ૭૦થી ૭૫ ટકાનો ઘટાડો થયો છે. વાવેતર માટે ડુંગળીના બિયારણમાં પણ અછત વર્તાઈ રહી છે. વધુમાં ડુંગળીના મુખ્ય ઉત્પાદન વિસ્તાર મહારાષ્ટ્રમાં બંધોમાં પાણી ખૂટી જતાં નહેરો બંધ થઈ છે. બોર તથા કુવાઓમાં પાણીનાં સ્તર નીચે જતાં વાવેતર માટે પાણી મળવું મુશ્કેલ બની ગયું છે. જેનાથી આગામી સમયમાં ડુંગળીનું ઉત્પાદન પણલેટ થવાની સાથે સાથે ડુંગળીના હાલના સ્ટોકમાં પણ અછત હોવાથી ભાવો વધવાની શક્યતાઓ ૧૦૦ ટકા હોવાનું જણાઈ રહ્યું છે.
છેલ્લા એક સમાસમાં ડુંગળીના ભાવો ડબલ થઈ ગયા છે. ચેન્નાઈ, દિલ્હી, અમદાવાદ, મુંબઈ જેવી કૃષિ મંડીઓમાં ડુંગળીની આવકોમાં પણ ૫૦થી ૭૦ ટકાનો ઘટાડો થતા ડુંગળીની અછત મોટું સ્વરૃપ ધારણ કરશે તેવા સંજોગો આકાર લઈ રહ્યા છે.
વર્ષ ૨૦૧૩-૧૪માં ભારતમાં ડુંગળીનું ઉત્પાદન ૧૯૦૩૦ મીલીયન ટન નોંધાયું હતું. જ્યારે આ વર્ષે નબળા ચોમાસાને કારણે ડુંગળીનું ઉત્પાદન નોંધપાત્ર રીતે ઘટશે તેવી આશંકા છે. હાલમાં ડુંગળી બાબતે મોંઘવારીનો સંપૂર્ણ આધાર કુદરતના હાથમાં છે.
 
Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

આગામી બાર મહિનામાં ડીઝલના ભાવ અંકુશમુક્ત થાય તેવા એંધાણ

Gayatri Business Solution
(Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group,BlogWebsite, )

Good News Gayatri Business Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,

Gujarat Samachar News

આગામી બાર મહિનામાં ડીઝલના ભાવ અંકુશમુક્ત થાય તેવા એંધાણ

નવી સરકાર સબસીડીના ભારણને હળવું કરવા ડીઝલના ભાવ અંકુશમુક્ત કરશે

નવી દિલ્હી,બુધવાર
દર મહિના ડીઝલના ભાવમાં કરવામાં આવતા વધારાના કારણે ખર્ચ અને છુટક ભાવ વચ્ચેનો ગેપ ઘટતા આગામી બાર મહિનાઓમાં ડીઝલના ભાવને અંકુશ મુક્ત કરાશે એવું વૈશ્વિક રેટિંગ એજન્સી મુડીઝે આજે કહ્યું હતું. મુડીઝ એવું માને છે કે  સબસડીના ભાર ઓછો ે કરવા સરકાર કેરોસીન અને એલપીજીના અંકુશિત ભાવમાં છુટક રીતે વધારો કરશે.
નવી સરકારે એની રીતે આ કામ કરશે અને વધારો પણ કરશે. જે રીતે ડીઝલમાં દર મહિને પચાસ પૈસા વધારે છે એ રીતે જ ડીઝલમાં પણ ક્રમશ વધારો કરશે. એનું કારણ એ ચે કે જો સરકાર એક સામટો વધારો કરી દે તો લોકો વિરોધ કરશે, જો કે સબસીડીનો ભાર જલ્દી ઘટી જશે, પરંતુ એ પ્રેક્ટિકલ નથી.
મુડીઝ ઇન્વેસ્ટર સર્વિસનું કહેવું હતું કે તેઓ આશા રાખે છે કે સરકાર ક્રમશ આ કામ કરશે અને ઇંધણના ભાવમાં ઘટાડો કરશે. '  અમે પણ એવું જ માનીએ છીએ કે  આગામી બાર મહિનામાં સરકાર સંપુર્ણ રીતે ડીઝલને અંકુશ મુક્ત કરવાની સ્થિતિમાં હશે, કારણ કે છુટક ભાવો હવે તો લગભગ આંતરરાષટ્રીય સ્તરે આવી ગયા છે' એમ મુડીઝના એક અધિકારીએ કહ્યું હતું.
મુડીઝ માને છે કે  જો ક્રૂડ ઓઈલના ભાવ બાકીના વર્ષ દરમિયાન પણ સ્થિર રહ્યા અને સરકાર એલપીજી તેમજ કેરોસીનના ભાવમાં વધારો ના કરે તો માર્ચ ૨૦૧૫માં પુરા થતાં વર્ષના અંતે  ડીઝલ, કેરોસીન અને એલપીજી માટે જે સબસીડી આપશે તે રૃપિયા ૧૧૦૦૦૦ કરોડ હશે. એટલે કે સરકારને આટલા રૃપિયાનું નુકસાન થશે.
હાલમાં સરકાર આ બે ઉત્પાદનોના ભાવ આંતરરાષટ્રીય ભાવ કરતાં નીચે રાખે છે અને કેરોસીન તેમજ એલપીજીના છુટક ભાવમાં કોઇ જ વધારો કરતી નથી. તેમજ એને વેચનારાઓને છ કે બાર મહિનામાં એનું વળતર આપી દે છે. ઓછી સબસીડીની કારણે અપસ્ટ્રીમ કંપનીઓ ઉપર સકારાત્મક પરંતુ મર્યાદીત અસર થશે.
 
Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

Tuesday, 1 July 2014

કાળુનાણું દેશમાં પાછુ લાવવા ગોલ્ડ, ડાયમંડના સોદાના ઉપયોગની શંકા

Gayatri Business Solution
(Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group,BlogWebsite, )

Good News Gayatri Business Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,

Gujarat Samachar News

કાળુનાણું દેશમાં પાછુ લાવવા ગોલ્ડ, ડાયમંડના સોદાના ઉપયોગની શંકા

ઝવેરી બજારમાં સોના-ચાંદી ફરી ઉંચકાયા

જૂનમા ગુજરાતમાં સોનાની આયાતમાં નોંધપાત્ર વધારો

મુંબઇ, મંગળવાર
મુંબઇ સોના-ચાંદી બજારમાં આજે આંચકા પચાવી ભાવો ફરી વધી આવ્યા હતા. વિશ્વબજાર ફરી ઉંચકાયાના સમાચારો હતો. મુંબઇમાં આજે ચાંદીના ભાવો વધી કિલોના રૃા. ૪૫ હજારને ફરી પાર કરી ગયા હતા. મુંબઇમાં આજે સોનાના ભાવો ૧૦ ગ્રામના ૯૯/૫૦ના રૃા. ૨૮૦૯૫ વાળા રૃા. ૨૮૨૮૦ ખુલી રૃા. ૨૮૧૯૦ તથા ૯૯/૯૦ના ભાવો રૃા. ૨૮૨૪૫ વાળા રૃા. ૨૮૪૩૦ ખુલી રૃા. ૨૮૩૪૦ બંધ રહ્યા હતાં.
ચાંદીના ભાવો કિલોના ૯૯૯ના રૃા. ૪૫૦૦૫ વાળા આજે રૃા. ૪૫૧૮૦  ખુલી રૃા. ૪૫૧૮૦ બંધ રહ્યા પછી સાંજે ભાવો રૃા. ૪૫૧૦૦થી ૪૫૧૫૦ તથા કેશમાં ભાવો આ ભાવોથી રૃા. ૨૦૦થી  ૨૫૦ જેટલા નીચા રહ્યા હતા. વિશ્વ બજારમાં આજે સોનાના ભાવો ઔંશના ૧૩૧૩/૩૦ ડોલરવાળા ઉંચામાં ૧૩૩૩/૨૦ ડોલર થઇ સાંજે ૧૩૨૫/૭૦ ડોલર રહ્યાના સમાચારો હતાં.
સોના પાછળ વિશ્વબજારમાં આજે ચાંદીના ભાવો પણ ઔંશના ૨૦/૯૦ ડોલર વાળા ઊંચામાં ૨૧/૧૯ થઇ સાંજે ૨૧/૧૦ ડોલર રહ્યા હતા. વિશ્વ બજાર પાછળ ઘર આંગણે પણ આજે સોના-ચાંદીની આયાત પડકર ઊંચી જતાં મુંબઇ હાજર બજારમાં આજે બંને કિંમતી ધાતુઓમાં નવી વેચવાલી અટકી માનસ ફરી લેવાનું રહ્યું હતું.
જો કે મુંબઇ કરન્સી બજારમાં આજે રૃપિયા સામે ડોલરના ભાવો ઘટયા હતા. વિશ્વ બજારમાં પણ અમેરિકાના અર્થતંત્રને લગતા વિવિધ આંકડાઓ નબળા આવતાં ડોલરના ભાવો ઘટતાં સોનાનાં ઘટાડે હેજ  ફંડોની ખરીદી વધી હતી. ઇરાકમાં તંગદીલી વધતા તેના કારણે પણ વિશ્વબજારમાં સોનાના ભાવો ઉછળી ત્રણ મહિનાની નવી ઉંચી ટોચે પહોંચ્યા હતાં.
અમેરિકામાં વ્યાજના દરો હજી નીચા જ રહેવાની શક્યતા બતાવાતી હતી. હવે ત્યાં ગુરુવારે બહાર પડનારા જૂન મહિનાના રોજગારીના આંકડા પર નજર રહી છે, આ આંકડા ૨ લાખ ૧૦ હજારની વૃદ્ધિ બતાવે એવા બરાર પડવાની શક્યતા જાણકારો બતાવતા હતાં. દરમિયાન, ભારતમાં સોના-ચાંદીની આયાતજકાત ગણવા બેન્ચમાર્ક તરીકે વપરાતી ટેરીફ વેલ્યુમાં વધારો કરવામાં આવ્યો છે, ભારતથી એસઇઝેડ સિવાયની સોનાના ઝવેરાતની નિકાસ તાજેતરમાં નોંધપાત્ર વધી છે અને આ  અંગે અમુકવર્ગમાં બતાવાતી શક્યતા મુજબ વિદેશોમાં રહેલા કાળા નાણાં ફરી દેશમાં લાવવા શું સોના તથા ડાયમંડના વેપારનો ઉપયોગ કરાઇ રહ્યો છે? એવા પ્રશ્નો પણ પૂછાતા થયા છે. દરમિયાન, ગુજરાતમાં જૂન મહિનામાં સોનાની આયાત વધી ૧૪/૩૩ ટન થતા ૧૩ મહિનાની સૌથી ઉંચી માસિક આયાત નોંધાઇ છે. ગયા વર્ષે ગુજરાતમાં જૂનમાં આવી આયાત માંડ ૩/૭૪ ટન થઇ હતી.