Gayatri Business Solution
(Follow Us :- Face Book, Linked In, Twitter, Google +, Yahoo Group,Blog, Website, )
Good News Gayatri Business Solution
Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
Gujarat Samachar News
૧ અબજ ડોલરનો ત્રિમાસીક નફો કરતી રિલાયન્સ ઇન્ડ. પહેલી ખાનગી કંપની
ટર્નઓવર ૭.૨ ટકા વધીને રૃ.૧,૦૭,૯૦૫ કરોડ
ક્રુડ રીફાઈનીંગ માર્જિન ૮.૪ ડોલર થી વધીને ૮.૭ ડોલર ઃ રીટેલ બિઝનેસ આવક ૧૪.૫ ટકા વધીને રૃ.૩૯૯૯ કરોડ મેળવી
મુંબઈ શનિવાર
કોર્પોરેટ જાયન્ટ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડે ૩૦,જૂન,૨૦૧૪ના પૂરા થયેલા પ્રથમ ત્રિમાસિકમાં ઉંચા રિફાનીંગ માર્જિન પેટ્રોકેમ ક્ષેત્રે સારા અર્નિંગ અને યુએસ શેલ ગેસ બિઝનેસમાં થયેલા નોંધપાત્ર વધારાને કારણે તેના ચોખ્ખા નફામાં ૧૩.૭ ટકાનો ઉછાળો નોંધાતા તે એક અબજ ડોલર નજીક (રૃપિયા ૫૯૫૭ કરોડ) પહોંચી ગયો છે. આમ તે ખાનગી ક્ષેત્રની પ્રથમ ભારતીય કંપની છે જેનો નફો એક અબજ ડોલરની વિક્રમી સપાટીએ પહોંચ્યો હોય.
કોન્સોલિડેટેડ ધોરણે રિલાયન્સનો ચોખ્ખો નફો ગત વર્ષના સમાનગાળાના રૃ.૫૨૩૭ કરોડની તુલનાએ ૧૩.૭ ટકા વધીને રૃ.૫૯૫૭ કરોડ થયો છે. જયારે કુલ ટર્નઓવર ૧,૦૦,૬૧૫ કરોડની સરખામણીએ ૭.૨ ટકા વધીને રૃ.૧,૦૭,૯૦૫ કરોડ હાંસલ કર્યું છે. કંપનીએ ક્રુડ ઓઈલમાં ગ્રોસ રિફાઈનીંગ માર્જિન બેરલ દીઠ ગત વર્ષના સમાનગાળાના ૮.૪ ડોલરની તુલનાએ વધીને ૮.૭ ડોલર મેળવ્યું છે. જે ગત વર્ષના ચોથા ત્રિમાસિકમાં ૯.૩ ડોલર હાંસલ કર્યું હતું.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજીંગ ડિરેકટર મુકેશ ડી. અંબાણીએ પરિણામ વિશે કહ્યું હતું કે, 'રિલાયન્સે આ ત્રિમાસિકમાં કોન્સોલિડેટેડ ધોરણે રેકોર્ડ ચોખ્ખો નફો હાંસલ કર્યો છે. જે નબળા પ્રાદેશિક રીફાઈનીંગ માર્જિન છતાં શકય બન્યું છે. પેટ્રોકેમિકલ્સ બિઝનેસની કામગીરીમાં કંપનીની પ્રોડકટ મિક્સની મજબૂતી દેખાઈ આવી છે. આ ઉત્કૃષ્ટ પરિણામ સાથે કંપનીએ તેની વૃદ્વિ-વિકાસના વચનોમાં નોંધનીય પ્રગતિ હાંસલ કરી છે. રિલાયન્સ સંખ્યાબંધ નવા પ્રોજેકટો ધરાવે છે. જે કંપનીની સ્પર્ધાત્મકતા વધારશે. કંપની તેના વર્તમાન બજારોમાં રીટેલ બિઝનેસ વિસ્તારી રહી છે અને નવા બજારો અને ચેનલો શોધી રહી છે.રિલાયન્સમાં સામાજીક જવાબદારી અને પર્યાવરણ આર્થિક સફળતાના આંતરિક ભાગરૃપ છે.'
કોન્સોલિડેટેડ ધોરણે રોકડ નફો ૧૩.૯ ટકા વધીને રૃ.૮૯૮૪ કરોડ મેળવ્યો છે. કંપનીએ રીફાઈનીંગ અને માર્કેટીંગ બિઝનેસમાં આવક રૃ.૯૧,૪૬૩ કરોડની તુલનાએ ૭.૧ ટકા વધીને રૃ.૯૮,૦૮૧ કરોડ મેળવી છે. આ સમયગાળામાં ક્રુડનું રીફાઈનીંગ ૧૭૧ લાખ ટનની તુલનાએ ઘટીને ૧૬૭ લાખ ટન કર્યું છે. રીફાઈનીંગ પ્રોડક્ટસની ભારતમાંથી કુલ નિકાસો ૧૦ અબજ ડોલરની રહી છે. જેમાં રીફાઈનરી પ્રોડકટનું વોલ્યુમ ૭૪ ટકા રહ્યું છે.
કંપનીની સંગઠિત રીટેલ બિઝનેસમાં ત્રિમાસિક આવક ગત વખતની રૃ.૩૪૯૨ કરોડની તુલનાએ ૧૪.૫ ટકા વધીને રૃ.૩૯૯૯ કરોડ હાંસલ થઈ છે. આ સાથે કંપનીએ રીટેલમાં ઈબીટા માર્જિન ગત વખતના માઈનસ ૦.૪ ટકાની તુલનાએ વધીને ૨.૦ ટકા હાંસલ કર્યું છે. રિલાયન્સની ઓઈલ એન્ડ ગેસ એક્સ્પ્લોરેશન બિઝનેસની આવક રૃ.૨૪૯૬ કરોડની તુલનાએ ૨૭.૩ ટકા વધીને રૃ.૩૧૭૮ કરોડ થઈ છે. જેમાં સ્થાનિક આવક રૃ.૧૪૫૪ કરોડની તુલનાએ ૭.૧ ટકા વધીને રૃ.૧૫૫૭ કરોડ થઈ છે. ૩૦,જૂન,૨૦૧૪ના અંતે રિલાયન્સ પાસે રોકડ અને રોકડ સમકક્ષ રૃ.૮૧,૫૫૯ કરોડ રહી છે. જ્યારે કંપનીનું દેવું રૃ.૧,૩૫,૭૬૯ કરોડ રહ્યું છે. જે ગત વખતે રૃ.૧,૩૮,૭૬૧ કરોડ હતું.

Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU,
Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS,
Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet
Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone,
External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD -
DVD etc…
More Products List Click Here
More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
Email :- inquiry.gsg13@gmail.com
No comments:
Post a Comment