સુવિચાર

"Wel-Come to Information Technology & Business Development World" સુવિચાર :- "એક જ આવકના સ્ત્રોત પર નિર્ભર ના રહો, નવું રોકાણ કરો અને બીજી/ત્રીજી આવકનો સ્ત્રોત તૈયાર કરો.- વોરેન બફેટ" For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Wednesday, 18 February 2015

કઠોળની આયાતો પર કસ્ટમ્સ ડયુટીના ડરે શિપમેન્ટો વધારવા થયેલી પડાપડી

Gayatri Business Solution
(Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group,BlogWebsite, )

Good News Gayatri Business Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)

Gujarat Samachar News

કઠોળની આયાતો પર કસ્ટમ્સ ડયુટીના ડરે શિપમેન્ટો વધારવા થયેલી પડાપડી

આગામી બજેટમાં

વિશ્વભરના કઠોળ નિકાસકારો  આ સૌથી મોટા બજાર સમા દેશની સરકારના બજેટની કાગડોળે રાહ જોઇ રહ્યા છે
મુંબઇ , બુધવાર
ભારતમાં કઠોળની આયાત કરનાર વર્ગ અને વિશ્વભરમાંથી કઠોળની નિકાસ કરનાર વર્ગ આગામી અંદાજપત્રની કાગડોળે રાહ જોઇ રહ્યા છે.આમાં કેનેડા,યુએસ,ઓસ્ટ્રેલિયા અને મ્યાનમારના મોટા નિકાસકારોનો સમાવેશ થાય છે.આ તમામ નિકાસકારોને ડર છે કે આગામી બજેટમાં કઠોળની આયાતો પર કસ્ટમ ડયુટી આવી જશે.ભારતનું બજાર વિશ્વના કઠોળ ઉત્પાદકો માટે સૌથી મોટું બજાર છે અને તેમાં પણ વિકસિત દેશો જેઓ કઠોળની નિકાસ કરે છે તેમના માટે આ મહત્વનું બજાર છે.આવું કાંઇ થાય તે પૂર્વે જ ભારત તરફ વધુમાં વધુ શીપમેન્ટ્સ મોકલાવી દેવા તેઓ પ્રયત્નશીલ હોવાનું જાણવા મળ્યું છે.
આમ આપણા બજેટની આતુરતાપૂર્વક આં.રા.નિકાસકારો રાહ જોઇ રહ્યા છે કેમ કે ભારત વિશ્વનો સૌથી મોટો કઠોળ ઉત્પાદક,પ્રોસેસર,આયાતકાર અને વપરાશકાર દેશ છે.સંભવિત ડયુટીને ધ્યાનમાં લઇને ભારતીય આયાતકારો પણ બને એટલી આયાતો કરી સ્ટોક અંકે કરી લેવા માંગે છે.જકાત લાગ્યા પછી આયાતી કઠોળોના ભાવ વધે તે સાથે સ્થાનિકના ભાવો પણ વધે તેવી ગણત્રીએ જકાત વધે તે પહેલા વધુ આયાતો કરી લેવાનો વ્યૂહ વેપારીઓ અપનાવી રહ્યા છે.
આ નાણાકીય વર્ષે કઠોળોની આયાતો ૪૫ લાખ ટનથી વધી જશે અને તે માટે રૃ. ૧૫,૦૦૦ કરોડથી પણ વધુનું હૂંડિયામણ વપરાવાની ધારણા છે.પ્રથમ આઠ માસમાં ૩૦.૩ લાખ ટનની આયાતો થઇ છે જે ગત વર્ષના સમાન સમયગાળાની સરખામણીએ ૨૫ ટકા વધુ છે અને તેનું મૂલ્ય રૃ. ૧૧૧૩૭ કરોડ જેટલું થયુ હોવાના અહેવાલો હતા.નવેમ્બરમાં રેકોર્ડ આયાતો થવા પાછળનું કારણ ડિસેમ્બરથી ચણાની આયાત જકાત માફી પાછી ખેંચાવાનો જર હતો.જોકે મુદત પૂરી થવાના એક દિવસ પહેલા જ સરકારે ૩૧મી માર્ચ સુધી એને લંબાવવાની ઘોષણા કરી હતી.આમ તો ૩૧મી માર્ચ સુધી તમામ કઠોળો પર જકાત માફી માન્ય છે પણ બજેટમાં આયાત જકાત લદાવાની ભીતિ છે.
આ વર્ષે દેશમાં કઠોળનું ઓછું વાવેતર થયુ હોવાથી તથા હવામાનમાં પણ ભારે ફેરફારો રહેતાં ૨૦૧૪-૧૫માં કઠોળનો પાક ૧૭૫થી ૧૮૦ લાખ ટન થવાની ધારણા મુકાય છે જેની સામે લક્ષ્યાંક ૧૯૫ લાખ ટનનું અને ગયા વર્ષે પાક ૧૯૩ લાખ ટનનો થયો હતો.કૃષી મંત્રાલય કઠોળ પર આયાત જકાત લાદવાની તરફેણ કરે છે જ્યારે વેપારી વર્ગ તેવા પગલાથી ફુગાવો વકરશે એવો મત ધરાવે છે , જોકે સમગ્ર ૨૦૧૪માં ફુડ ઇન્ફ્લેશનમાં કઠોળનું યોગદાન નેગેટીવ હતું.
Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

Tuesday, 17 February 2015

રોકાણકારોને ફસાવતાં ઓપરેટરો-લેભાગુઓની દુકાન સેબી બંધ કરાવશે

Gayatri Business Solution
(Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group,BlogWebsite, )

Good News Gayatri Business Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)

Gujarat Samachar News

રોકાણકારોને ફસાવતાં ઓપરેટરો-લેભાગુઓની દુકાન સેબી બંધ કરાવશે

પેન્ની શેરોમાં સટ્ટો કરીને

આ પ્રકારના શેરો માટે શેરબજારોને નવી શ્રેણી ટી પ્લસ દાખલ કરીને સર્કિટ લિમિટ ૫ ટકા

મુંબઈ, મંગળવાર
મૂડી બજાર નિયામક તંત્ર સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયાએ(સેબી) પેન્ની શેરોમાં રોકાણકારોને ફસાવતાં લેભાગુઓની દુકાન બંધ કરવાના ઉદ્દેશ સાથે આ પ્રકારના શેરો માટે નવી શ્રેણી દાખલ કરવા શેરબજારોને ટૂંક સમયમાં જણાવશે.
નવું ગુ્રપ ટી પ્લસ તરીકે ઓળખાય એવી શકયતા છે અને ટી ગુ્રપમાં પાંચ ટકા સર્કિટ લિમિટમાં અને ફરજીયાત ડીલિવરીમાં મૂકાયા હોવા છતાં આવા શેરો ભાવ સાથે ચેડાં માટે શંકાસ્પદ જળવાઈ રહી ટી પ્લસ ગુ્રપમાં મૂકવાનો અને ફરજીયાત ડીલિવરી ઉપરાંત ઈન્ટ્રા-ડે સોદા સ્કવેર ઓફની પરવાનગી નહીં હોવા સાથે આ ગુ્રપમાં શેરોમાં બે ટકા ભાવ વધઘટની મર્યાદા નક્કી કરવામાં આવે એવી શકયતા છે. આ સાથે આ ગુ્રપના શેરોમાં જેન્યુઈન સોદાની જ પરવાનગી આપવામાં આવશે એવું વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું. એવું જોવાયું છે કે આ પ્રકારની અંકુશિત ટ્રેડીંગ શ્રેણીમાંથી શેરો બહાર કરવામાં આવે એ પૂર્વે ટી ગુ્રપના શેરોના ભાવો ઓપરેટરો દ્વારા ઉછાળવામાં આવતાં હોય છે.
સેબીએ પહેલા જ આ મુદ્દે શેરબજારો અને બજારોના અન્ય હિસ્સેદારો સાથે સલાહ વિચારણા કરી છે અને નવું ગુ્રપ દાખલ કરવા જરૃરી માળખું તૈયાર કરાશે. શેરબજારો દ્વારા વિવિધ શેરો માટે ઘણા ગુ્રપ એ, બી, ટી અને ઝેડ જેવા ગુ્રપ દાખલ કરાયેલા છે અને એના માપદંડો અલગ અલગ છે. એ ગુ્રપ સામાન્ય રીતે લાર્જ કેપ અને મજબૂત બિઝનેસ ફંડામેન્ટલ, ઉચ્ચ પબ્લિક શેર પ્રવાહિતા ધરાવતાં અને કોર્પોરેટ શિસ્તના પાલનનો સારો રેકોર્ડ અને નિયામકતા મુદ્દે પણ સારો ટ્રેક ધરાવતા હોવાનું ગણવામાં આવે છે. જ્યારે  બી ગુ્રપમાં મોટાભાગે મિડ કેપ અને કેટલાક સ્મોલ કેપ શેરોનો સમાવેશ હોય છે. ટી ગુ્રપમાં સર્વેલેન્સ માપદંડો મુજબ ટ્રેડ ટુ ટ્રેડ ધોરણે સેટલ થતાં શેરોનો સમાવેશ છે. ટી ગુ્રપ સેગ્મેન્ટમાં કોઈ સટ્ટાકીય ટ્રેડીંગની પરવાનગી નથી અને શેરોની ફરજીયાત ડીલિવરી અને ફરજીયાત ચૂકવણી રહે છે. ઝેડ ગુ્રપમાં એવી કંપનીઓનો સમાવેશ છે જેણે લિસ્ટિંગ એગ્રીમેન્ટના ધોરણોનું પાલન નકરતી હોય અને રોકાણકારોની ફરિયાદો ઉકેલવામાં નિષ્ફળ રહેતી હોય એનો સમાવેશ કરાય છે.
Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

Sunday, 15 February 2015

નોકરીયાતોને રાહત મળી શકે છે આગામી બજેટમાં

Gayatri Business Solution
(Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group,BlogWebsite, )

Good News Gayatri Business Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)

Gujarat Samachar News

નોકરીયાતોને રાહત મળી શકે છે આગામી બજેટમાં

વાંચો આગામી બજેટમાં કયા પ્રકારની રાહત મળી શકે છે

કેન્દ્રમાં મોદી સરકાર બજેટ રજુ કરવાની તૈયારીમાં વ્યસ્ત છે ત્યારે નોકરીયાતોને આ વખતના બજેટમાં કેટલો ફાયદો થશે તેની અટકળો ચાલી રહી છે.બજેટમાં કયા પ્રકારની છુટછાટો મળી શકે છે તે વાંચો..

વાર્ષિક 3 લાખ સુધીની આવકને ટેક્સ ફ્રી બનાવી શકાય છે.હાલમાં આ મર્યાદા અઢી લાખ રુપિયાની છે.જો આ શક્યતા સાચી પડી તો 25000 રુપિયા સુધીના પગારદારને કોઈ ટેક્સ  ચુકવવો નહી પડે.

સરકાર ઈચ્છે છે કે લોકો પાસે  વધારે પૈસા બચે,જેથી તેઓ માર્કેટમાં વધારે પૈસા ખર્ચી શકે,જેના કારણે ઈકોનોમીમાં તેજી આવશે અને રોજગારીની નવી તકો ઉભી થશે.માટે જ એવા  અહેવાલ આવી રહ્યા છે કે આ બજેટમાં 10 લાખની વાર્ષિક આવક પર 10 ટકા,10 લાખથી 20 લાખની આવક પર 20 ટકા,અને 20 લાખથી વધુ  આવક પર 30 ટકા ઈન્કમેટેક્સનો સ્લેબ લાગુ કરવા પર વિચારણા થઈ રહી છે.આવુ થશે તો ઈન્કમટેક્સ ભરવો આસાન થઈ જશે.

આમ તો પાછલા બજેટમાં જ સરકારે 80સીનીલીમીટ એકથી વધારીને દોઢ લાખ કરેલી છે.પરંતુ ઘણા નિષ્ણાતોનુ માનવુ છે કે સરકારે જે પ્રકારની નીતિ અપનાવી છે તે જોતા એવો સંકેત મળી રહ્યો છેકે આ લીમીટ વધારીને 2 લાખની કરાશેસ.જેથી બચત યોજનાઓમાં લોકો વધારે રોકાણ કરશે તો સરકારના હાથમાં વિકાસ કાર્યો માટે વધારે પૈસા આવશે.બીજી તરફ લોકોને સોશ્યલ સીક્યુરીટી મળશે.

કદાચ એવુ પણ બની શકે છે કે આ બજેટમાં સરકાર નોકરીયાતોના ટ્રાન્સપોર્ટ એલાઉન્સમાં વધારો કરે...હાલમાં નોકરીયાતને માત્ર 800 રુપિયા એલાઉન્સ મળે છે.

તબીબી સારવાર માટે હાલમાં વર્ષે 15000 રુપિયા મળે છે.જે આજના જમાનામાં સાવ નગણ્ય કહી શકાય.મેડીકલ રીએમ્બર્સમેન્ટની લીમીટ વધારીને 50000 કરવામાં આવે તેવી શક્યતા છે.
Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

Friday, 13 February 2015

બેંકો દ્વારા ક્રેડિટ કાર્ડના બાકી બીલ પર વસુલાતું વ્યાજ હળવું થવાના એંધાણ

Gayatri Business Solution
(Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group,BlogWebsite, )

Good News Gayatri Business Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)

Gujarat Samachar News

બેંકો દ્વારા ક્રેડિટ કાર્ડના બાકી બીલ પર વસુલાતું વ્યાજ હળવું થવાના એંધાણ

ઇલેક્ટ્રોનીક બેંકિંગ ટ્રાન્ઝેક્શનમાં ગ્રાહકની જવાબદારી

ઝીરો કરવાની નીતિ અંગે ટૂંકમાં નિયમો ઘડાશે

અમદાવાદ, શુક્રવાર
તાજેતરમાં રિઝર્વ બેંક દ્વારા ક્રેડિટ કાર્ડની બાકી રહેતી રકમ પર વસુલવામાં આવતા વ્યાજના દર અંગે કરાયેલી ટીપ્પણીને જોતાં આગામી સમયમાં બેંકો દ્વારા ક્રેડિટ કાર્ડનો હપ્તો ભરવાની તારીખ જતી રહે તો બાકી રહેલી રકમ પર બેંકો જે જંગી વ્યાજ વસુલે છે તેમાં ઘટાડા થવાના સંકેતો સાંપડે છે.
તાજેતરમાં રિઝર્વ બેંકે જાહેર કરેલા એક રિપોર્ટમાં સંકેત આપતા જણાવ્યું હતું કે, ક્રેડિટ કાર્ડની બાકી રહેતી રકમ પર વસૂલવામાં આવતા વ્યાજ દર સમાન જોખમ ધરાવતી અન્ય પ્રોડક્ટસ કરતા ખૂબ વધારે હોય છે. આથી આવા ચાર્જ વ્યાજબી હોવા જોઈએ.
રિઝર્વ બેંકે એન્યુઅલ રિપોર્ટ ઓન બેન્કિંગ ઓમ્બડ્સમેન ૨૦૧૩-૧૪માં જણાવ્યું હતું કે, 'આ ચાર્જમાં વાજબીપણું અને પારદર્શકતા લાવવા માટે બેન્કોએ સમીક્ષા કરવી જોઈએ. આ અંગે IBA દ્વારા બેન્કોને વિગતવાર ધારાધોરણો ઇશ્યુ કરવામાં આવશે.'
ક્રેડિટ કાર્ડને અનસિક્યોર્ડ પ્રોડક્ટસ ગણાવીને બેન્કો ઉંચુ વ્યાજ વસુલે છે. અગાઉ કન્ઝ્યુમર સંગઠનો આ ચાર્જને વધારે પડતા હોવાનું જણાવી ચૂક્યા છે છતાં બેંન્કો ક્રેડિટ કાર્ડને અતિ જોખમી ગણાવીને આટલા ઉંચા ચાર્જ બરાબર હોવાનું કહેતી આવી છે.
લૉન પર બેન્કો ૧૦- ૧૦.૫% વ્યાજનો દર વસુલે છે. જ્યારે ક્રેડિટ કાર્ડની બાકી રહેતી રકમ પર ૩૬ ટકા જેટલો ઉંચો વ્યાજદર વસુલે છે.
ભારતમાં અત્યારે બે કરોડ ક્રેડિટ કાર્ડધારકો છે અને ક્રેડિટ કાર્ડ દ્વારા ખર્ચ કરવાની માસિક સરેરાશ પણ નાણાંકીય વર્ષ ૨૦૧૩-૧૪ના રૃા. ૧,૦૩૫ કરોડથી ૨૮.૫ ટકા વધીને અત્યારે માસિક રૃા. ૧૫૪૭૦ કરોડ થઈ ગઈ છે.
૨૦૧૩-૧૪માં મળેલી કુલ ફરિયાદોમાંથી ૨૪ ટકા જેટલી ફરિયાદો ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અને ATM કાર્ડની હતી ૨૦૧૨-૧૩માં ૭૦,૫૪૧ ફરિયાદો મળી હતી જે ૨૦૧૩-૧૪માં ૮.૫૫ ટકા વધીને ૭૭૫૭૩ થઈ ગઈ હતી. કાર્ડ સંબંધિત કુલ ૧૮૪૭૪ ફરિયાદોમાંથી ૧૦,૭૧૪ ફરિયાદો ATM /ડેબિટ કાર્ડ સંબંધિત હતી.
ઇલેક્ટ્રોનિક બેન્કિંગ ટ્રાન્ઝેક્શનમાં ગ્રાહકની જવાબદારી ઝીરો કરવાની નીતિ અંગે બેંકો અને ઇન્ડિયન બેન્કસ એસોસીએશન (બેન્ક લોબી) ટૂંક સમયમાં નિયમો તૈયાર કરશે એમ પણ આ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.
Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

Thursday, 12 February 2015

રાલજ દૂધ સહકારી મંડળીના સેક્રેટરીની ઉચાપત પકડાઇ

Gayatri Business Solution
(Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group,BlogWebsite, )

Good News Gayatri Business Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)

Gujarat Samachar News

રાલજ દૂધ સહકારી મંડળીના સેક્રેટરીની ઉચાપત પકડાઇ

ફરજ દરમ્યાન રૃ. ૧૧,૩૫,૧૩૫ની ઉચાપત કરતા ફરિયાદ નોંધાઇ

આણંદ,તા.૧૨
આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના રાલજ ગામે આવેલ દૂધ ઉત્પાદક સહકારી મંડળી લી.ના સેક્રેટરીએ પોતાની ફરજકાળ દરમ્યાન દૂધ મંડળીમાંથી રૃા.૧૧,૩૫,૧૩૫/-ની માતબર રકમની હંગામી ઉચાપત કરી હોવાની ઘટનાએ નાનકડા ગામમાં ભારે ચકચાર જગાવી છે. આ બનાવ અંગે ખંભાત ગ્રામ્ય  પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા પામી છે. પોલીસે દૂધ મંડળીના સેક્રેટરી વિરૃધ્ધ ઉચાપતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
ખંભાત તાલુકાના રાલજ ગામે આવેલ દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં સેક્રેટરી તરીકે ફરજ બજાવતા ગામના જ ભીખાભાઈ મોહનભાઈ પટેલે પોતાના ફરજકાળ દરમ્યાન ગત તા.૧લી એપ્રિલ, ૨૦૧૩ થી તા.૩૧મી માર્ચ, ૨૦૧૪ના સમયગાળા દરમ્યાન દૂધ મંડળીની આવકમાંથી રૃા.૧૧,૩૫,૧૩૫/-ની માતબર રકમની હંગામી ઉચાપત કરી હતી. તાજેતરમાં દૂધ મંડળીના પ્રવિણભાઈ શનાભાઈ મકવાણાની ધ્યાન પર આ વિગત આવતા તેઓ ચોંકી ઉઠયા હતા. બાદમાં તેમણે ઉક્ત બનાવ અંગે ખંભાત ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
આ બનાવ અંગે ખંભાત ગ્રામ્ય પોલીસે રાલજ દૂધ મંડળીના સેક્રેટરી ભીખાભાઈ મોહનભાઈ પટેલ (રહે.રાલજ, તા.ખંભાત, જિ.આણંદ) વિરૃધ્ધ ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

Tuesday, 10 February 2015

દિલ્હીમાં 'આપ'ને ૬૭ જ્યારે ભાજપને માત્ર ૩ બેઠકો

Gayatri Business Solution
(Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group,BlogWebsite, )

Good News Gayatri Business Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)

Gujarat Samachar News

દિલ્હીમાં 'આપ'ને ૬૭ જ્યારે ભાજપને માત્ર ૩ બેઠકો

આઝાદ ભારતનો ઐતિહાસિક જનાદેશ

કોંગ્રેસના તમામ ઉમેદવારોની 'ઘરવાપસી' ઃ 'લિટમસ ટેસ્ટ'માં ૨૦૦૨ પછી પહેલીવાર મોદી મેનિયા નાપાસ  કેજરીવાલને ફર્સ્ટ કલાસ !  

'શૂન્ય' બેઠકો જીતનારી કોંગ્રેસ ભાજપને માત્ર ત્રણ જ બેઠકો મળતાં ગેલમાં !

કેજરીવાલે ભાજપનાં નૂપુર શર્માને ૩૧,૫૮૩ મતોની જંગી સરસાઇથી હરાવ્યાં  

અમિત શાહના નેતૃત્વમાં ૪૧ ચૂંટણી જીત્યા પછી ૪૨મી ચૂંટણીમાં ભાજપનો કારમો પરાજય

'આપ'ના એસ. કે. બગ્ગા કિરણ બેદીને, સોમ દત્ત અજય માકનને હરાવી 'જાયન્ટ કિલર' સાબિત થયા

(પીટીઆઇ)    નવી દિલ્હી, તા.૧૦
દેશ-દુનિયાની જેના પર ચાતક નજર હતી તેવા દિલ્હી વિધાનસભાની ચૂંટણીના પરિણામે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિજયકૂચ અટકાવી દીધી છે. અરવિંદ કેજરીવાલના નેતૃત્ત્વમાં આમ આદમી પાર્ટીએ (આપ) દેશના રાજકારણમાં ઇતિહાસ રચતાં વિધાનસભાની કુલ ૭૦ બેઠકોમાંથી ૬૭ બેઠકો જીતીને ભાજપ અને કોંગ્રેસ બન્નેનાં સૂપડાં સાફ કરી નાખ્યા છે. ૮ મહિના અગાઉ લોકસભા ચૂંટણીમાં દિલ્હીની તમામ ૭ બેઠકો જીતેલો ભાજપ આ ચૂંટણીમાં માત્ર ત્રણ બેઠકો જીત્યો છે જ્યારે ૧૯૯૮માં બાવન બેઠકો જીત્યા બાદ ૧૫ વર્ષ સુધી દિલ્હીમાં શાસન કરનારી કોંગ્રેસ તો ખાતું પણ ખોલાવી શકી નથી. પક્ષની ભાવિ રણનીતિ અંગે ચર્ચા માટે કેજરીવાલ કોન્સ્ટિટયૂશન ક્લબ ખાતે 'આપ'ના નવનિયુક્ત ધારાસભ્યોની બેઠક યોજશે. બીજી તરફ ભાજપે હારના કારણોની સમીક્ષા માટે ૧૩ ફેબુ્રઆરીએ સંસદીય બોર્ડની બેઠક બોલાવી છે.
કેજરીવાલે પ્રતિષ્ઠિત નવી દિલ્હી બેઠક પરથી ભાજપનાં નૂપુર શર્માને ૩૧,૫૮૩ મતોની જંગી સરસાઇથી હરાવ્યા હતા જ્યારે પૂર્વ પ્રધાન અને કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા કિરણ વાલિયા માત્ર ૪,૭૦૦ મતો મેળવી ત્રીજા સ્થાને રહ્યાં હતાં અને ડિપોઝીટ ગુમાવી હતી. ભાજપનાં મુખ્યપ્રધાનપદનાં ઉમેદવાર કિરણ બેદી પણ હાર્યાં છે. ભાજપનો ગઢ ગણાતી કૃષ્ણાનગર બેઠક પરથી બેદીને 'આપ'ના એસ. કે. બગ્ગાએ ૨,૨૭૭ મતોથી હાર આપી હતી જ્યારે સદર બાઝાર બેઠક પરથી કોંગ્રેસના ચૂંટણી અભિયાનના વડા અજય માકનને ૫૧,૧૭૬ મતોની તોતિંગ સરસાઇથી હરાવી 'આપ'ના સોમ દત્ત પણ 'જાયન્ટ કિલર' સાબિત થયા હતા. આ બેઠક પરથી ભાજપના પ્રવીણકુમાર જૈન બીજા જ્યારે માકન ત્રીજા સ્થાને રહ્યા હતા.
'આપ'ની આંધીમાં જગદીશ મુખી અને રામવીરસિંહ બિધુડી જેવા ભાજપના દિગ્ગજો, ચૂંટણી પૂર્વે જ કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલાં પૂર્વ કેન્દ્રીય પ્રધાન કૃષ્ણા તીરથ તથા કોંગ્રેસના એ. કે. વાલિયા, હારુન યુસુફ, ચૌધરી પ્રેમસિંહ, રાજકુમાર ચૌહાણ, મહાબલ મિશ્રા અને શોએબ ઇકબાલ જેવા દિગ્ગજો પણ તણાયાં હતાં. રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીનાં પુત્રી અને ગ્રેટર કૈલાશનાં કોંગ્રેસી ઉમેદવાર શર્મિષ્ઠા મુખરજીએ પણ હારનો સામનો કરવો પડયો હતો. ભાજપના ત્રણ વિજેતા ઉમેદવારોમાં પૂર્વ પ્રદેશ પ્રમુખ વિજેન્દર ગુપ્તા (રોહિણી), જગદીશ પ્રધાન (મુસ્તફાબાદ) અને ઓમપ્રકાશ શર્માનો (વિશ્વાસનગર) સમાવેશ થાય છે.
કેજરીવાલે 'આપ'ના મુખ્ય કાર્યાલય ખાતે કરેલા સંબોધનમાં પક્ષના કાર્યકરોને જીતનો ઘમંડ ન રાખવાની ચેતવણી આપતાં કહ્યું હતું કે જો તેઓ ઘમંડી બની જશે તો આવતી ચૂંટણીમાં મતદારો તેમની પણ બૂરી વલે કરી શકે છે. કેજરીવાલે દિલ્હીની જનતાને સલામ કરતા ઉમેર્યું હતું કે, 'આપ'ને અકલ્પનીય જીત અપાવીને દિલ્હીવાસીઓએ કમાલ કરી છે.
શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરેએ ટ્વિટ કર્યું હતું કે, 'દિલ્હીના પરિણામો મોદીની હાર હોવાની અણ્ણાની વાત સાથે હું સંમત છું. દિલ્હીએ બતાવી દીધું છે કે 'સુનામી' 'લહેર'થી મોટું હોય છે.' બીજી તરફ ઉદ્ધવના ટ્વિટથી નારાજ ભાજપે તેમને મહારાષ્ટ્રમાં ગઠબંધન તોડયા બાદ મોદીની ટીકા કરવા કહ્યું હતું. તૃણમૂલ કોંગ્રેસના પ્રવક્તા ડેરેક ઓ'બ્રાયને જણાવ્યું કે દિલ્હીના પરિણામોનો મેસેજ 'ભાગ મોદી ભાગ' છે.

જીત અને હાર બન્ને અભૂતપૂર્વ
દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ૭૦માંથી ૬૭ બેઠકો જીતીને આમ આદમી પાર્ટીએ સપાટો બોલાવી દીધો છે. દેશના રાજકારણના ઇતિહાસમાં અગાઉ ક્યારેય ચૂંટણીમાં કોઇ પક્ષે હરીફ પક્ષોનો આ હદે કચ્ચરઘાણ કાઢ્યો નથી. માત્ર એક વખત ૧૯૮૯માં સિક્કિમ વિધાનસભાની ચૂંટણીમાં પ્રાદેશિક પક્ષ સિક્કિમ સંગ્રામ પરિષદે તમામ ૩૨ વિધાનસભા બેઠકો જીતી હતી.

કેજરીવાલ હોદ્દો છોડયાના બરાબર એક વર્ષ બાદ ૧૪મીએ શપથ લેશે!
'આપ'ના વડા અરવિંદ કેજરીવાલ ૧૪ ફેબુ્રઆરીએ વેલેન્ટાઇન્સ ડૅ પર દિલ્હીના રામલીલા મેદાન ખાતે મુખ્યપ્રધાનપદે શપથ લેશે.
અગાઉ ૪૯ દિવસ સુધી સરકાર ચલાવ્યા બાદ ગત વર્ષે તેમણે ૧૪ ફેબુ્રઆરીએ જ મુખ્યપ્રધાનપદેથી રાજીનામું આપ્યું હતું.

AAP કેમ જીત્યું?
રાખમાંથી બેઠા થવાની જીજીવિષા
લોકસભાની ચૂંટણીમાં રકાસ થયા પછી ય આમઆદમી પાર્ટીએ હતોત્સાહ થવાને બદલે સંગઠનનો આત્મવિશ્વાસ બુલંદ બનાવવા પર ભાર મૂક્યો. આઠ મહિના સુધી કેજરીવાલે દરરોજની એક બૂથ મિટિંગ વડે કાર્યકર્તાઓ તૈયાર કર્યા. દરેક બેઠક દીઠ વોટબેન્કની સ્પષ્ટ ઓળખ મેળવી અને એ મુજબ ઉમેદવારની પસંદગીથી માંડીને રણનીતિ સુધીની તૈયારી કરી.
ટાર્ગેટની સ્પષ્ટ ઓળખ
બિલકુલ હાઈ પ્રોફાઈલ મેનેજમેન્ટની પદ્ધતિથી કેજરીવાલે ચૂંટણીની તૈયારી કરી હતી. યુવાનો, દલિતો, પછાતો અને મહિલાઓ માટે તેમણે ખાસ કાર્યક્રમો ઘડયા અને ચૂંટણી જાહેર થઈ એ પહેલાં જ પોતાની આ સંભવિત વોટબેન્ક સાથે દરેક બેઠક પર જીવંત સંપર્ક ઊભો કરી દીધો.
સ્થાનિક મુદ્દાઓ જ એજન્ડા
આમઆદમી પાર્ટીએ સ્થાનિક સમસ્યાઓને જ પ્રાધાન્ય આપ્યું. વીજળી, પાણી, શિક્ષણ, આરોગ્ય અને સલામતી એવા પાંચ જ મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કરીને એ પ્રમાણે રણનીતિ બનાવી. ચૂંટણી ઢંઢેરો પણ એ પ્રમાણે જ ઘડવામાં આવ્યો અને ૪૯ દિવસની સરકાર વખતે આ પાંચ મુદ્દા
સંદર્ભે લીધેલા પગલાંઓને જ હાઈલાઈટ કરવામાં આવ્યા.
માફી માંગી, દિલ જીત્યું
ભાજપ પાસે કેજરીવાલ સામે કરવા જેવો એક જ આક્ષેપ હતોઃ ૪૯ દિવસની સરકારમાં તેમની નિષ્ફળતા. કેજરીવાલે એ મુદ્દે અગાઉથી જ જનતાની માફી માંગીને ભાજપનું એ શસ્ત્ર બુઠ્ઠું કરી નાંખ્યું. પરિણામે જ્યારે જ્યારે ભાજપે તેમને ભગૌડા કહ્યાં ત્યારે જનતાની નજરમાં તેમને સહાનુભૂતિ મળતી રહી.
બેદી, ઈલ્મી, બિન્ની ફળ્યા
કેજરીવાલના સાથીદાર એવા કિરણ બેદી, શાઝિયા ઈલ્મી અને વિનોદ બિન્નીને ભાજપે સમાવ્યા એ મુદ્દો પણ કેજરીવાલની તરફેણમાં ગયો. કેજરીવાલ એ દરેકને નમતાં પલડે બેસનારા સાબિત કરી શક્યા અને પોતે જે માને છે તેમાં કેટલાં અટલ છે એવી દૃઢ છાપ પણ ઉપસાવી શક્યા.

BJP કેમ હાર્યું?
નામ રામનું, અહંકાર રાવણનો
લોકસભામાં સ્પષ્ટ બહુમતિ મળી ત્યારથી વડાપ્રધાન મોદીથી માંડીને તેમના પ્રધાનો, સાંસદો તો ઠીક, પાયાના કાર્યકરોની ભાષા પણ બદલાવા લાગી હતી. મતદારો આપણાં ખિસ્સામાં જ છે એવું વલણ તેમના વાણીવિલાસમાં છતું થતું હતું. કેજરીવાલ માટે ભગૌડા, ધોખેબાજ, પીઠમાં ખંજર હુલાવનારા કહ્યા. કેજરીવાલ એ દરેક પ્રહારોને લોકોની સહાનુભૂતિમાં ફેરવી શક્યા.
નકારાત્મક પ્રચાર
ભાજપે સતત કેજરીવાલની ૪૯ દિવસની સરકાર વખતની નિષ્ફળતાને જ આગળ કરી અને તેમને ભગૌડા કહ્યા કર્યા. પરંપરાગત ચૂંટણી ઢંઢેરાના સ્થાને વિઝન ડોક્યુમેન્ટ જેવું રૃપાળુ નામ આપ્યું પણ તેમાં ય ઠાલા વચનો જ આપ્યા. કેન્દ્ર સરકારની એકેય ઉપલબ્ધિ ભાજપ નક્કર રીતે રજૂ કરી શક્યો નહિ.
પેરાશૂટ સીએમ
૨૦૧૩ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે મુખ્યપ્રધાનપદના ઉમેદવાર તરીકે ડો. હર્ષવર્ધનને આગળ કર્યા હતા. કાર્યક્ષમ, અનુભવી અને સ્વચ્છ છબી ધરાવતા હર્ષવર્ધને સ્પષ્ટ બહુમતિની લગભગ લગોલગ લાવવામાં સફળતા મેળવી હતી. એ

પછી લોકસભાની ચૂંટણીમાં પણ ભાજપને તમામ ૭ બેઠકો મળી હતી. આમ છતાં આ વખતે તેમને સાઈડ લાઈન કરાયા. જગદીશ મુખી અને સતીષ ઉપાધ્યાય પર પણ વિશ્વાસ મૂકવાનું ટાળ્યું અને અચાનક કિરણ બેદીને લાવવામાં આવ્યા. જેથી નીવડેલા નેતાઓ અને સ્થાનિક કાર્યકરોને પોતાની ઉપેક્ષા થતી હોવાનું લાગ્યું.
આશાનું કિરણ.. નિષ્ફળતાનું કારણ
સુપરકોપ તરીકે જાણીતા કિરણ બેદી જનતાને તોછડા લાગ્યા અને કાર્યકરોને તેમની પ્રકૃતિમાં ઘમંડ જણાયો. કેજરીવાલ સાથે ડિબેટમાં ઉતરવાનું ટાળીને તેમણે પહેલી ભૂલ કરી. બેદીનું પ્રચાર મેનેજમેન્ટ સંભાળતા નરેન્દ્ર ટંડને પણ તેમના તોરતરીકાથી વાજ આવીને રાજીનામું ધરી દીધું. પરંતુ ત્યાં સુધીમાં તેઓ પોતાના હિસ્સાની નિષ્ફળતા આંકી ચૂક્યા હતા.
ગભરાટ અછતો ન રહ્યો
મોદીની પહેલી રેલીમાં જ ખાસ હાજરી ન વર્તાઈ એ વખતથી જ ભાજપ છાવણીમાં ગભરાટ ફેલાયો હતો. હાર ભાળી ગયેલા ભાજપે સાંસદો ઉપરાંત મંત્રીઓની ફોજ મેદાનમાં ઉતારી દીધી. આથી આમઆદમી પાર્ટી અને કેજરીવાલનું વજન આપોઆપ વધી ગયું.

મોદી- બોલીને બાફ્યું
દિલ્હી કો ઐસા મુખ્યમંત્રી ચાહીએ જો મોદી સે ડરતા હો. કેન્દ્ર સરકાર સે ડરતા હો. ઈન લોગોં કો તો કિસીકા ડર હી નહિ હૈ. ઈન લોગોં કો ટીવી પર આને કા શૌક હૈ. વો સરકાર નહિ ચલા સકતે.
- નરેન્દ્ર મોદી, દ્વારકા વિસ્તારની રેલીમાં

મેરી સરકાર બનતે હી પેટ્રોલ-ડિઝલ કે દામ કમ હો ગયે તો લોગ કહેતે હૈં કિ યે તો મોદી કા નસીબ હૈ. મૈં કહેતા હું કિ અગર મૈં નસીબવાલા હું તો બદનસીબ કો લાનેં કી ક્યા જરૃરત હૈ?
- નરેન્દ્ર મોદી, શહાદરા વિસ્તારની રેલીમાં

હમેં યહાં વિકાસ ચાહીએ, અરાજકતા નહિ. ઈન લોગોં કી માસ્ટરી અરાજકતા ફૈલાને મેં હૈ. હમારી માસ્ટરી સરકાર ચલાને મેં હૈ. ઉન્હેં અરાજકતા ફૈલાની હૈ તો નક્સલીયોં મેં ભરતી હો જાયે.
- નરેન્દ્ર મોદી, રામલીલા મેદાનની રેલીમાં

દુસરોં કો જુઠા કહેનેવાલે યે લોગ ખુદ બેનામી ચંદા લેતે હૈ. કાલી રાત કો, આધી રાત કો જનતા સે ધોખા કરતે હૈ. યે લોગ ધોખેબાઝ હૈ. દિલ્હી કી પીઠ મેં ખંજર ભોંકા હૈ ઈન લોગોંને.
- નરેન્દ્ર મોદી, શહાદરાની રેલીમાં
Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

Monday, 9 February 2015

'આપ'ના હાઉ માત્રથી જ શેરબજાર કડડભૂસ ઃ રૃપિયો ૪૮ પૈસા તૂટયો

Gayatri Business Solution
(Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group,BlogWebsite, )

Good News Gayatri Business Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)

Gujarat Samachar News

'આપ'ના હાઉ માત્રથી જ શેરબજાર કડડભૂસ ઃ રૃપિયો ૪૮ પૈસા તૂટયો

વેચવાલીના દબાણે સેન્સેક્સમાં ૪૯૦ અને નિફ્ટીમાં ૧૩૫ પોઇન્ટનું ગાબડું

રૃપિયો તૂટીને ૬૨.૧૭

અમદાવાદ, તા.૯
દિલ્હી વિધાનસભાની ચૂંટણીના મતદાન બાદ એક્ઝિટ પૉલના તારણમા આપ ભાજપને પછાડી સરકાર રચશે તેવા નિષ્કર્ષના પગલે આજે ચોમેરથી વેચવાલીનું દબાણ આવતા શેરબજાર કડાકા સાથે કડડભૂસ થઈ જવા પામ્યું હતું. તો બીજી તરફ ઇક્વિટી બજારમાંથી ભંડોળ પાછું ખેંચાતા તેમજ બેંક અને આયાતકારોની ડોલરમાં નવેસરથી લેવાલી પાછળ રૃપિયો ૪૮ પૈસા ગગડીને ચાર સપ્તાહના તળિયે ઉતરી આવ્યો હતો.
દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલના આપ પક્ષ ભાજપને પછાડી વિજયી બનશે તેવા એક્ઝિટ પોલના તારણની આજે શેરબજાર પર પ્રતિકૂળ અસર થવા પામી હતી. આ ઉપરાંત વૈશ્વિક સ્તરે ગ્રીસ- યુરોપીયન યુનિયન વચ્ચે ગજગ્રાહ વધતા તેમજ ઘરઆંગણે આગેવાન કંપનીઓના ત્રિમાસિક નાણાંકીય પરિણામો નબળા જાહેર થતા બજારનું મોરલ વધુ ખરડાયું હતું.
ઉપરોક્ત અહેવાલો પાછળ ફંડો, ખેલાડીઓ સહિત ચોમેરથી વેચવાલીનું દબાણ આવતા બીએસઇ સેન્સેક્સ એક તબક્કે ઇન્ટ્રા ડે ૫૩૫ પોઇન્ટ તૂટયા બાદ કામકાજના અંતે ૪૯૦.૫૨ પોઇન્ટના કડાકા સાથે ૨૮૨૨૭.૩૯ની સપાટીએ ઉતરી આવ્યો હતો. બીજી તરફ એનએસઇનો નિફ્ટી પણ ઇન્ટ્રા ડે નીચામાં ૮૫૧૬ સુધી ખાબકીને અંતે ૧૩૪.૭૦ પોઇન્ટ તૂટીને ૮૫૨૬.૩૫ની સપાટીએ નરમ રહ્યો હતો.
વિદેશી હુંડિયામણ બજાર ખાતે આજે ઇક્વિટી બજારની નરમાઈ પાછળ મૂડીપ્રવાહ પાછો ખેંચાતા તેમજ આયાતકારો અને બેંકો દ્વારા ડોલરમાં નવી લેવાલી નીકળતા રૃપિયો તૂટીને ચાર સપ્તાહના તળિયે ઉતરી આવ્યો હતો. ડોલર સામે રૃપિયો આજે ૬૨ના નીચા મથાળે ખુલ્યા બાદ તે ઇન્ટ્રા ડે તૂટીને ૬૨.૨૧ ઉતરી આવ્યા બાદ કામકાજના અંતે ૪૮ પૈસા તૂટીને ૬૨.૧૭ની સપાટીએ નરમ રહ્યો હતો.