સુવિચાર

"Wel-Come to Information Technology & Business Development World" સુવિચાર :- "એક જ આવકના સ્ત્રોત પર નિર્ભર ના રહો, નવું રોકાણ કરો અને બીજી/ત્રીજી આવકનો સ્ત્રોત તૈયાર કરો.- વોરેન બફેટ" For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Tuesday 10 February 2015

દિલ્હીમાં 'આપ'ને ૬૭ જ્યારે ભાજપને માત્ર ૩ બેઠકો

Gayatri Business Solution
(Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group,BlogWebsite, )

Good News Gayatri Business Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)

Gujarat Samachar News

દિલ્હીમાં 'આપ'ને ૬૭ જ્યારે ભાજપને માત્ર ૩ બેઠકો

આઝાદ ભારતનો ઐતિહાસિક જનાદેશ



કોંગ્રેસના તમામ ઉમેદવારોની 'ઘરવાપસી' ઃ 'લિટમસ ટેસ્ટ'માં ૨૦૦૨ પછી પહેલીવાર મોદી મેનિયા નાપાસ  કેજરીવાલને ફર્સ્ટ કલાસ !  

'શૂન્ય' બેઠકો જીતનારી કોંગ્રેસ ભાજપને માત્ર ત્રણ જ બેઠકો મળતાં ગેલમાં !

કેજરીવાલે ભાજપનાં નૂપુર શર્માને ૩૧,૫૮૩ મતોની જંગી સરસાઇથી હરાવ્યાં  

અમિત શાહના નેતૃત્વમાં ૪૧ ચૂંટણી જીત્યા પછી ૪૨મી ચૂંટણીમાં ભાજપનો કારમો પરાજય

'આપ'ના એસ. કે. બગ્ગા કિરણ બેદીને, સોમ દત્ત અજય માકનને હરાવી 'જાયન્ટ કિલર' સાબિત થયા

(પીટીઆઇ)    નવી દિલ્હી, તા.૧૦
દેશ-દુનિયાની જેના પર ચાતક નજર હતી તેવા દિલ્હી વિધાનસભાની ચૂંટણીના પરિણામે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિજયકૂચ અટકાવી દીધી છે. અરવિંદ કેજરીવાલના નેતૃત્ત્વમાં આમ આદમી પાર્ટીએ (આપ) દેશના રાજકારણમાં ઇતિહાસ રચતાં વિધાનસભાની કુલ ૭૦ બેઠકોમાંથી ૬૭ બેઠકો જીતીને ભાજપ અને કોંગ્રેસ બન્નેનાં સૂપડાં સાફ કરી નાખ્યા છે. ૮ મહિના અગાઉ લોકસભા ચૂંટણીમાં દિલ્હીની તમામ ૭ બેઠકો જીતેલો ભાજપ આ ચૂંટણીમાં માત્ર ત્રણ બેઠકો જીત્યો છે જ્યારે ૧૯૯૮માં બાવન બેઠકો જીત્યા બાદ ૧૫ વર્ષ સુધી દિલ્હીમાં શાસન કરનારી કોંગ્રેસ તો ખાતું પણ ખોલાવી શકી નથી. પક્ષની ભાવિ રણનીતિ અંગે ચર્ચા માટે કેજરીવાલ કોન્સ્ટિટયૂશન ક્લબ ખાતે 'આપ'ના નવનિયુક્ત ધારાસભ્યોની બેઠક યોજશે. બીજી તરફ ભાજપે હારના કારણોની સમીક્ષા માટે ૧૩ ફેબુ્રઆરીએ સંસદીય બોર્ડની બેઠક બોલાવી છે.
કેજરીવાલે પ્રતિષ્ઠિત નવી દિલ્હી બેઠક પરથી ભાજપનાં નૂપુર શર્માને ૩૧,૫૮૩ મતોની જંગી સરસાઇથી હરાવ્યા હતા જ્યારે પૂર્વ પ્રધાન અને કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા કિરણ વાલિયા માત્ર ૪,૭૦૦ મતો મેળવી ત્રીજા સ્થાને રહ્યાં હતાં અને ડિપોઝીટ ગુમાવી હતી. ભાજપનાં મુખ્યપ્રધાનપદનાં ઉમેદવાર કિરણ બેદી પણ હાર્યાં છે. ભાજપનો ગઢ ગણાતી કૃષ્ણાનગર બેઠક પરથી બેદીને 'આપ'ના એસ. કે. બગ્ગાએ ૨,૨૭૭ મતોથી હાર આપી હતી જ્યારે સદર બાઝાર બેઠક પરથી કોંગ્રેસના ચૂંટણી અભિયાનના વડા અજય માકનને ૫૧,૧૭૬ મતોની તોતિંગ સરસાઇથી હરાવી 'આપ'ના સોમ દત્ત પણ 'જાયન્ટ કિલર' સાબિત થયા હતા. આ બેઠક પરથી ભાજપના પ્રવીણકુમાર જૈન બીજા જ્યારે માકન ત્રીજા સ્થાને રહ્યા હતા.
'આપ'ની આંધીમાં જગદીશ મુખી અને રામવીરસિંહ બિધુડી જેવા ભાજપના દિગ્ગજો, ચૂંટણી પૂર્વે જ કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલાં પૂર્વ કેન્દ્રીય પ્રધાન કૃષ્ણા તીરથ તથા કોંગ્રેસના એ. કે. વાલિયા, હારુન યુસુફ, ચૌધરી પ્રેમસિંહ, રાજકુમાર ચૌહાણ, મહાબલ મિશ્રા અને શોએબ ઇકબાલ જેવા દિગ્ગજો પણ તણાયાં હતાં. રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીનાં પુત્રી અને ગ્રેટર કૈલાશનાં કોંગ્રેસી ઉમેદવાર શર્મિષ્ઠા મુખરજીએ પણ હારનો સામનો કરવો પડયો હતો. ભાજપના ત્રણ વિજેતા ઉમેદવારોમાં પૂર્વ પ્રદેશ પ્રમુખ વિજેન્દર ગુપ્તા (રોહિણી), જગદીશ પ્રધાન (મુસ્તફાબાદ) અને ઓમપ્રકાશ શર્માનો (વિશ્વાસનગર) સમાવેશ થાય છે.
કેજરીવાલે 'આપ'ના મુખ્ય કાર્યાલય ખાતે કરેલા સંબોધનમાં પક્ષના કાર્યકરોને જીતનો ઘમંડ ન રાખવાની ચેતવણી આપતાં કહ્યું હતું કે જો તેઓ ઘમંડી બની જશે તો આવતી ચૂંટણીમાં મતદારો તેમની પણ બૂરી વલે કરી શકે છે. કેજરીવાલે દિલ્હીની જનતાને સલામ કરતા ઉમેર્યું હતું કે, 'આપ'ને અકલ્પનીય જીત અપાવીને દિલ્હીવાસીઓએ કમાલ કરી છે.
શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરેએ ટ્વિટ કર્યું હતું કે, 'દિલ્હીના પરિણામો મોદીની હાર હોવાની અણ્ણાની વાત સાથે હું સંમત છું. દિલ્હીએ બતાવી દીધું છે કે 'સુનામી' 'લહેર'થી મોટું હોય છે.' બીજી તરફ ઉદ્ધવના ટ્વિટથી નારાજ ભાજપે તેમને મહારાષ્ટ્રમાં ગઠબંધન તોડયા બાદ મોદીની ટીકા કરવા કહ્યું હતું. તૃણમૂલ કોંગ્રેસના પ્રવક્તા ડેરેક ઓ'બ્રાયને જણાવ્યું કે દિલ્હીના પરિણામોનો મેસેજ 'ભાગ મોદી ભાગ' છે.

જીત અને હાર બન્ને અભૂતપૂર્વ
દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ૭૦માંથી ૬૭ બેઠકો જીતીને આમ આદમી પાર્ટીએ સપાટો બોલાવી દીધો છે. દેશના રાજકારણના ઇતિહાસમાં અગાઉ ક્યારેય ચૂંટણીમાં કોઇ પક્ષે હરીફ પક્ષોનો આ હદે કચ્ચરઘાણ કાઢ્યો નથી. માત્ર એક વખત ૧૯૮૯માં સિક્કિમ વિધાનસભાની ચૂંટણીમાં પ્રાદેશિક પક્ષ સિક્કિમ સંગ્રામ પરિષદે તમામ ૩૨ વિધાનસભા બેઠકો જીતી હતી.


કેજરીવાલ હોદ્દો છોડયાના બરાબર એક વર્ષ બાદ ૧૪મીએ શપથ લેશે!
'આપ'ના વડા અરવિંદ કેજરીવાલ ૧૪ ફેબુ્રઆરીએ વેલેન્ટાઇન્સ ડૅ પર દિલ્હીના રામલીલા મેદાન ખાતે મુખ્યપ્રધાનપદે શપથ લેશે.
અગાઉ ૪૯ દિવસ સુધી સરકાર ચલાવ્યા બાદ ગત વર્ષે તેમણે ૧૪ ફેબુ્રઆરીએ જ મુખ્યપ્રધાનપદેથી રાજીનામું આપ્યું હતું.

AAP કેમ જીત્યું?
રાખમાંથી બેઠા થવાની જીજીવિષા
લોકસભાની ચૂંટણીમાં રકાસ થયા પછી ય આમઆદમી પાર્ટીએ હતોત્સાહ થવાને બદલે સંગઠનનો આત્મવિશ્વાસ બુલંદ બનાવવા પર ભાર મૂક્યો. આઠ મહિના સુધી કેજરીવાલે દરરોજની એક બૂથ મિટિંગ વડે કાર્યકર્તાઓ તૈયાર કર્યા. દરેક બેઠક દીઠ વોટબેન્કની સ્પષ્ટ ઓળખ મેળવી અને એ મુજબ ઉમેદવારની પસંદગીથી માંડીને રણનીતિ સુધીની તૈયારી કરી.
ટાર્ગેટની સ્પષ્ટ ઓળખ
બિલકુલ હાઈ પ્રોફાઈલ મેનેજમેન્ટની પદ્ધતિથી કેજરીવાલે ચૂંટણીની તૈયારી કરી હતી. યુવાનો, દલિતો, પછાતો અને મહિલાઓ માટે તેમણે ખાસ કાર્યક્રમો ઘડયા અને ચૂંટણી જાહેર થઈ એ પહેલાં જ પોતાની આ સંભવિત વોટબેન્ક સાથે દરેક બેઠક પર જીવંત સંપર્ક ઊભો કરી દીધો.
સ્થાનિક મુદ્દાઓ જ એજન્ડા
આમઆદમી પાર્ટીએ સ્થાનિક સમસ્યાઓને જ પ્રાધાન્ય આપ્યું. વીજળી, પાણી, શિક્ષણ, આરોગ્ય અને સલામતી એવા પાંચ જ મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કરીને એ પ્રમાણે રણનીતિ બનાવી. ચૂંટણી ઢંઢેરો પણ એ પ્રમાણે જ ઘડવામાં આવ્યો અને ૪૯ દિવસની સરકાર વખતે આ પાંચ મુદ્દા
સંદર્ભે લીધેલા પગલાંઓને જ હાઈલાઈટ કરવામાં આવ્યા.
માફી માંગી, દિલ જીત્યું
ભાજપ પાસે કેજરીવાલ સામે કરવા જેવો એક જ આક્ષેપ હતોઃ ૪૯ દિવસની સરકારમાં તેમની નિષ્ફળતા. કેજરીવાલે એ મુદ્દે અગાઉથી જ જનતાની માફી માંગીને ભાજપનું એ શસ્ત્ર બુઠ્ઠું કરી નાંખ્યું. પરિણામે જ્યારે જ્યારે ભાજપે તેમને ભગૌડા કહ્યાં ત્યારે જનતાની નજરમાં તેમને સહાનુભૂતિ મળતી રહી.
બેદી, ઈલ્મી, બિન્ની ફળ્યા
કેજરીવાલના સાથીદાર એવા કિરણ બેદી, શાઝિયા ઈલ્મી અને વિનોદ બિન્નીને ભાજપે સમાવ્યા એ મુદ્દો પણ કેજરીવાલની તરફેણમાં ગયો. કેજરીવાલ એ દરેકને નમતાં પલડે બેસનારા સાબિત કરી શક્યા અને પોતે જે માને છે તેમાં કેટલાં અટલ છે એવી દૃઢ છાપ પણ ઉપસાવી શક્યા.

BJP કેમ હાર્યું?
નામ રામનું, અહંકાર રાવણનો
લોકસભામાં સ્પષ્ટ બહુમતિ મળી ત્યારથી વડાપ્રધાન મોદીથી માંડીને તેમના પ્રધાનો, સાંસદો તો ઠીક, પાયાના કાર્યકરોની ભાષા પણ બદલાવા લાગી હતી. મતદારો આપણાં ખિસ્સામાં જ છે એવું વલણ તેમના વાણીવિલાસમાં છતું થતું હતું. કેજરીવાલ માટે ભગૌડા, ધોખેબાજ, પીઠમાં ખંજર હુલાવનારા કહ્યા. કેજરીવાલ એ દરેક પ્રહારોને લોકોની સહાનુભૂતિમાં ફેરવી શક્યા.
નકારાત્મક પ્રચાર
ભાજપે સતત કેજરીવાલની ૪૯ દિવસની સરકાર વખતની નિષ્ફળતાને જ આગળ કરી અને તેમને ભગૌડા કહ્યા કર્યા. પરંપરાગત ચૂંટણી ઢંઢેરાના સ્થાને વિઝન ડોક્યુમેન્ટ જેવું રૃપાળુ નામ આપ્યું પણ તેમાં ય ઠાલા વચનો જ આપ્યા. કેન્દ્ર સરકારની એકેય ઉપલબ્ધિ ભાજપ નક્કર રીતે રજૂ કરી શક્યો નહિ.
પેરાશૂટ સીએમ
૨૦૧૩ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે મુખ્યપ્રધાનપદના ઉમેદવાર તરીકે ડો. હર્ષવર્ધનને આગળ કર્યા હતા. કાર્યક્ષમ, અનુભવી અને સ્વચ્છ છબી ધરાવતા હર્ષવર્ધને સ્પષ્ટ બહુમતિની લગભગ લગોલગ લાવવામાં સફળતા મેળવી હતી. એ

પછી લોકસભાની ચૂંટણીમાં પણ ભાજપને તમામ ૭ બેઠકો મળી હતી. આમ છતાં આ વખતે તેમને સાઈડ લાઈન કરાયા. જગદીશ મુખી અને સતીષ ઉપાધ્યાય પર પણ વિશ્વાસ મૂકવાનું ટાળ્યું અને અચાનક કિરણ બેદીને લાવવામાં આવ્યા. જેથી નીવડેલા નેતાઓ અને સ્થાનિક કાર્યકરોને પોતાની ઉપેક્ષા થતી હોવાનું લાગ્યું.
આશાનું કિરણ.. નિષ્ફળતાનું કારણ
સુપરકોપ તરીકે જાણીતા કિરણ બેદી જનતાને તોછડા લાગ્યા અને કાર્યકરોને તેમની પ્રકૃતિમાં ઘમંડ જણાયો. કેજરીવાલ સાથે ડિબેટમાં ઉતરવાનું ટાળીને તેમણે પહેલી ભૂલ કરી. બેદીનું પ્રચાર મેનેજમેન્ટ સંભાળતા નરેન્દ્ર ટંડને પણ તેમના તોરતરીકાથી વાજ આવીને રાજીનામું ધરી દીધું. પરંતુ ત્યાં સુધીમાં તેઓ પોતાના હિસ્સાની નિષ્ફળતા આંકી ચૂક્યા હતા.
ગભરાટ અછતો ન રહ્યો
મોદીની પહેલી રેલીમાં જ ખાસ હાજરી ન વર્તાઈ એ વખતથી જ ભાજપ છાવણીમાં ગભરાટ ફેલાયો હતો. હાર ભાળી ગયેલા ભાજપે સાંસદો ઉપરાંત મંત્રીઓની ફોજ મેદાનમાં ઉતારી દીધી. આથી આમઆદમી પાર્ટી અને કેજરીવાલનું વજન આપોઆપ વધી ગયું.

મોદી- બોલીને બાફ્યું
દિલ્હી કો ઐસા મુખ્યમંત્રી ચાહીએ જો મોદી સે ડરતા હો. કેન્દ્ર સરકાર સે ડરતા હો. ઈન લોગોં કો તો કિસીકા ડર હી નહિ હૈ. ઈન લોગોં કો ટીવી પર આને કા શૌક હૈ. વો સરકાર નહિ ચલા સકતે.
- નરેન્દ્ર મોદી, દ્વારકા વિસ્તારની રેલીમાં

મેરી સરકાર બનતે હી પેટ્રોલ-ડિઝલ કે દામ કમ હો ગયે તો લોગ કહેતે હૈં કિ યે તો મોદી કા નસીબ હૈ. મૈં કહેતા હું કિ અગર મૈં નસીબવાલા હું તો બદનસીબ કો લાનેં કી ક્યા જરૃરત હૈ?
- નરેન્દ્ર મોદી, શહાદરા વિસ્તારની રેલીમાં

હમેં યહાં વિકાસ ચાહીએ, અરાજકતા નહિ. ઈન લોગોં કી માસ્ટરી અરાજકતા ફૈલાને મેં હૈ. હમારી માસ્ટરી સરકાર ચલાને મેં હૈ. ઉન્હેં અરાજકતા ફૈલાની હૈ તો નક્સલીયોં મેં ભરતી હો જાયે.
- નરેન્દ્ર મોદી, રામલીલા મેદાનની રેલીમાં

દુસરોં કો જુઠા કહેનેવાલે યે લોગ ખુદ બેનામી ચંદા લેતે હૈ. કાલી રાત કો, આધી રાત કો જનતા સે ધોખા કરતે હૈ. યે લોગ ધોખેબાઝ હૈ. દિલ્હી કી પીઠ મેં ખંજર ભોંકા હૈ ઈન લોગોંને.
- નરેન્દ્ર મોદી, શહાદરાની રેલીમાં
Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment