સુવિચાર

"Wel-Come to Information Technology & Business Development World" સુવિચાર :- "એક જ આવકના સ્ત્રોત પર નિર્ભર ના રહો, નવું રોકાણ કરો અને બીજી/ત્રીજી આવકનો સ્ત્રોત તૈયાર કરો.- વોરેન બફેટ" For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Monday, 7 December 2015

GST અને ફેડ રિઝર્વના નિર્ણય પર બજારની મીટ - GST ( Goods and Services Tax (India) Bill ) News - 5

Gayatri Business Solution
(Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group,BlogWebsite, )

Good News Gayatri Business Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)

GST ( Goods and Services Tax (India) Bill ) News - 5

GST અને ફેડ રિઝર્વના નિર્ણય પર બજારની મીટ

વિનોદ નાયર, હેડ, રિસર્ચ,જિયોજિત બીએનપી પારિબા

અર્થતંત્રમાં નરમાઈના સંકેત આપતા Q2FY16ના GDP ડેટા અને આરબીઆઇની ધારણા મુજબની યથાવત્ નાણાનીતિથી બજારને મહદ્‌ અંશે અસર થઈ નથી. Q2FY16માં GDP વૃદ્ધિ 7.4 ટકા રહી હતી, જેને મેન્યુફેક્ચરિંગ અને ફાઇનાન્શિયલ સર્વિસિસથી વેગ મળ્યો હતો.

આ ડેટા અગાઉના ક્વાર્ટરની સાત ટકા વૃદ્ધિ કરતાં થોડા વધુ સારા છે. વૈશ્વિક આર્થિક ચિંતા હોવા છતાં મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રની વૃદ્ધિ પ્રોત્સાહક છે. જોકે અહીં નોંધવું જોઈએ કે નેગેટિવ ડબલ્યુપીઆઇથી જીડીપી ડેટા પર અસર થવા લાગી છે. GDP પ્રાઇસ ડિફ્લેટર જૂન 2015 ક્વાર્ટર સુધી પોઝિટિવ હતો, જે સપ્ટેમ્બર 2015 ક્વાર્ટરમાં નેગેટિવ (-1.3 ટકા) થયો છે. આવું એક દાયકામાં પ્રથમ વખત બન્યું છે.

આપણે ચર્ચા કરીએ છીએ તેમ જીએસટી અંગે ઊંચી અપેક્ષા છે, કારણ કે દેશના વિકાસ એજન્ડામાં હાથ ઊંચો રાખવા માટે તે સરકાર માટે ટ્રમ્પ કાર્ડ છે. જીએસટીને મંજૂરી કરાવવા માટેનો સરકારના ઇરાદો તેના પ્રયાસોમાં દેખાય છે. સરકારે સંસદની બહાર વિપક્ષનો સંપર્ક કર્યો છે. જોકે જીએસટીના દર અને મેન્યુફેક્ચરિંગ રાજ્યો માટે 1 ટકા એડિશન ટેક્સ જેવા મુદ્દા અંગે વધુ સ્પષ્ટતાની જરૂર છે. જો આ ખરડો પાર પડશે તો તે વર્ષની સારી શરૂઆત હશે અને આગામી વર્ષે સારા બજેટની આશા ઊભી થશે. દરમિયાન આરબીઆઇએ તેની નાણાનીતિમાં સમીક્ષા યથાવત્ સ્થિતિ જાળવી રાખી છે, જે ધારણા મુજબ છે.

આરબીઆઇને જાન્યુઆરી 2016 માટે સીપીઆઇના 6 ટકા ટાર્ગેટ માટે વિશ્વાસ છે, પરંતુ સાતમા પગાર પંચના અમલથી વેતન અને ભાડાં પરની સંભવિત ફુગાવાજન્ય અસરના પરિબળને ભાવિ અંદાજમાં ધ્યાનમાં રાખવામાં આવશે. વ્યાજદરમાં અગાઉના કાપનો લાભ ગ્રાહકોને બેન્કોએ હજુ આપ્યો નથી, તેની આરબીઆઇને ચિંતા છે, કારણ કે બેન્કોના ધિરાણદરમાં માત્ર 60 બેસિસ પોઇન્ટ્સનો ઘટાડો થયો છે. બેન્કો નીચા વ્યાજદરનો લાભ ગ્રાહકોને કેમ આપતી નથી તેનું મુખ્ય કારણ એ છે કે નાની બચત યોજનાઓની સરખામણીમાં ડિપોઝિટના નીચા દરના સ્પર્ધાત્મક ગેરલાભ અને નફાકારકતા (નેટ ઇન્ટરેસ્ટ માર્જિન) પરની અસર છે.

દરમિયાન વૈશ્વિક બજાર એવા તારણ પર આવી રહ્યું હોવાના સંકેત મળે છે કે અમેરિકામાં ડિસેમ્બર 2015માં અથવા જાન્યુઆરી 2016માં વ્યાજદરમાં વધારો થશે. અમે પણ માનીએ છીએ કે અમેરિકામાં વ્યાજદરમાં વધારા અંગેની ચિંતા લાંબા સમયગાળા સુધી હળવી થઈ જવાની ધારણા છે. કારણ કે ફેડ રિઝર્વ માત્ર તબક્કાવાર ધોરણે નાના પાયે વ્યાજદરમાં વધારો કરવા માગે છે. તેથી આપણે ફેડના રેટ હાઇક વગરના તબક્કામાં પ્રવેશ કરીએ તેવી ધારણા છે અને બીજી તરફ ઇસીબી વધુ લિક્વિડિટી જારી કરવા માટે સજ્જ બની છે.

આ લિક્વિડિટી વિકસિત બજારમાં તરફ આગળ વધશે કે નહીં અને ચીનની આર્થિક નરમાઈની અસર અંગેનાં પરિબળો અનિશ્ચિતત છે. ટૂંકમાં કહીએ તો આપણે માની શકીએ છીએ કે અમે વધુ સારી સ્થિતિમાં આવી શકીએ છીએ અને સૌથી ખરાબ સમય વીતી ગયો છે.

ડિસ્ક્લેમર :વિવિધ બ્રોકરેજ , વિશ્લેષકો અને ફંડ મેનેજરો દ્વારા આ પાના પર દર્શાવાયેલા વિચારો તેમના પોતાના છે. વાચકોએ આ ભલામણોનો અમલ કરતાં પહેલાં વ્યાવસાયિક સલાહકારોની સલાહ જરૂરી છે. ઈટી અહીં દર્શાવેલી પસંદગી માટે જવાબદાર નથી. www.economictimes.com પર ઈટીના સિદ્ધાંતોની આચારસંહિતા ચકાસવા વિનંતી છે.
Source :-http://gujarati.economictimes.indiatimes.com/sharebazar/news/Eye-on-GST-Fed/articleshow/50025720.cms

સોના-ચાંદીમાં ફરી થયો ઘટાડો, ક્રૂડ 7 વર્ષના તળિયે Market Team | Dec 08, 2015, 11:20AM IST સોના-ચાંદીમાં ફરી થયો ઘટાડો, ક્રૂડ 7 વર્ષના તળિયે બિઝનેસ ડેસ્કઃ વિશ્વ બજારમાં ક્રૂડની કિંમતમાં સતત ઘટાડો જોવા...

Read more at: http://money.divyabhaskar.co.in/news-cppst/BIZ-MARK-COMM-latest-opening-commodity-report-for-tuesday-gold-silver-lose-shine-5189266-NOR.html
Source :-http://gujarati.economictimes.indiatimes.com
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

GSTને લીધે ફુગાવા પર લાગશે લગામ - GST ( Goods and Services Tax (India) Bill ) News - 4

Gayatri Business Solution
(Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group,BlogWebsite, )

Good News Gayatri Business Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)

GST ( Goods and Services Tax (India) Bill ) News - 4

GSTને લીધે ફુગાવા પર લાગશે લગામ

મુંબઈ, તા. 31

રિઝર્વ બેંકે શુક્રવારના રોજ કહ્યું હતું કે વસ્તુઓ અને સેવાકરને લાગૂ કરવાથી મોંઘવારી પર કાબૂ મેળવવામાં મદદ મળી શકે છે. કારણ કે પ્રસ્તાવિત પ્રણાલી બજારમાં માંગના દબાણને રોકી શકે છે.

રિઝર્વ બેંકના ડેપ્યુટી ગવર્નર સુબીર ગોકર્ણના જણાવ્યા પ્રમાણે જીએસટી સરકારના ફાયનાન્સ મેનેજમેન્ટમાં એક ભારે ફેરફાર લાવી રહ્યું છે. આ લાગૂ થતા આર્થિક વૃદ્ધિની ગતિ દેવામાં એક મહત્વનો સુધાર સાબિત થશે. તેમને કહ્યું હતું કે આવું એટલા માટે થશે કારણ કે આનાથી સરકારી નાણાં પર કાબૂ મૂકવા અને માંગનું દબાણ રોકવા મદદ મળશે.

Source :-http://www.sandesh.com/article.aspx?newsid=47397 ,

સોના-ચાંદીમાં ફરી થયો ઘટાડો, ક્રૂડ 7 વર્ષના તળિયે Market Team | Dec 08, 2015, 11:20AM IST સોના-ચાંદીમાં ફરી થયો ઘટાડો, ક્રૂડ 7 વર્ષના તળિયે બિઝનેસ ડેસ્કઃ વિશ્વ બજારમાં ક્રૂડની કિંમતમાં સતત ઘટાડો જોવા...

Read more at: http://money.divyabhaskar.co.in/news-cppst/BIZ-MARK-COMM-latest-opening-commodity-report-for-tuesday-gold-silver-lose-shine-5189266-NOR.html
Source :-http://www.sandesh.com/search.aspx?Keyword=%20GST
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

રાજ્યોને GSTનાં વળતર પેટે પહેલો હપ્તો ચૂકવાશે - GST ( Goods and Services Tax (India) Bill ) News -3

Gayatri Business Solution
(Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group,BlogWebsite, )

Good News Gayatri Business Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)

GST ( Goods and Services Tax (India) Bill ) News -3

રાજ્યોને GSTનાં વળતર પેટે પહેલો હપ્તો ચૂકવાશે

છેલ્લા કેટલાક સમયથી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો વચ્ચે ગુડ્સ એન્ડ સર્વિસટેક્સ મામલે ચાલી રહેલા વિવાદનો ટૂંક સમયમાં અંત આવી જવાની સંભાવના છે. સરકારે ગુરુવારે જણાવ્યું સેન્ટ્રલ સેલ્સટેક્સના દરોમાં ઘટાડાને કારણે રાજ્યોને થયેલાં નુકસાનનાં વળતર માટે તેઓ રૂ. ૯,૦૦૦નો પહેલો હપ્તો ટૂંક સમયમાં મુક્ત કરશે. વધુમાં નાણાપ્રધાને થોડા મહિનાઓની અંદર ગુડ્સ એન્ડ સર્વિસટેક્સ મુદ્દે રાજ્યો સાથે આમ સંમતિ સધાવવાની પણ આશા વ્યક્ત કરી હતી. નાણાપ્રધાન ચિદમ્બરમે ૨૦૧૩-૧૪નું બજેટ રજૂ કરતી વખતે જણાવ્યું હતું કે, સીએસટીનું વળતર ભરપાઇ કરવા પહેલાં નિર્ણાયક પગલાં તરીકે હું તેના માટે રૂ. ૯,૦૦૦ કરોડનો પહેલો હપ્તો ટૂંક સમયમાં આપવાનું જાહેર કરું છું.
તાજેતરમાં કેન્દ્ર અને રાજ્યો વચ્ચે વિવાદાસ્પદ સીએેસટીના મુદ્દાનો ઉકેલ આવ્યો હતો. આ હેઠળ રાજ્યોએ સીએસટીનાં વળતર તરીકે રૂ. ૩૪,૦૦૦ કરોડના ઘટાડેલા પેમેન્ટ મુદ્દે સંમત થયા હતા. ગુડ્સ એન્ડ સર્વિસટેક્સ લાગુ કરવા માટે આ પૂર્વ શરત છે. ૨૦૧૦-૧૧માં સીએસટીમાં ઘટાડાના કારણે રાજ્યોને થયેલાં નુકસાનની પૂરેપૂરી ભરપાઇ કરવાની કેન્દ્રે ખાતરી આપી હતી, ઉપરાંત ૨૦૧૧-૧૨ અને ૨૦૧૨-૧૩ના નાણાકીય વર્ષ દરમિયાન કેન્દ્ર સરકારે ૭૫ ટકા નુકસાન અને ૫૦ ટકા નુકસાન ચૂકવવાની ખાતરી આપી હતી. ૨૦૦૭-૦૮માં માલસામાનની રાજ્યોની અંદર થતી હેરાફેરી પર વસૂલવામાં આવતાં સીએસટી ૪ ટકાથી ઘટાડીને ૩ ટકા કરાયો હતો અને બાદમાં વેલ્યૂએડેડ ટેક્સ(વેટ) અમલી બનતાં ૨ ટકા કરી દેવાયો હતો.
આ અંગે તાજેતરમાં જ નાણાપ્રધાન ચિદમ્બરમ્ અને રાજ્યોના નાણાપ્રધાનોની વચ્ચે બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં સીએસટી મુદ્દે ઉકેલ લાવવા યોગ્ય કાયદો ઘડવા અને જીએસટીના અમલ માટે ત્રણ સમિતિ રચવાનો નિર્ણય લેવાયો હતો. બજેટ રજૂ કરતી વખતે ચિદમ્બરમે જણાવ્યું હતું કે, મને આશા છે કે રાજ્યો સાથે સધાયેલી સર્વસંમતિને આગામી થોડા મહિનાઓમાં આગળ વધારી શકાશે અને થોડા સમયમાં બંધારણમાં સુધારો કરવા ખરડો રજૂ કરાશે અને જીએસટીનો ખરડો રજૂ કરાશે. જીએસટીનો અમલ એપ્રિલ ૨૦૧૦થી થવાનો હતો, જોકે રાજ્યો અને કેન્દ્ર સરકાર વચ્ચે સીએસટીનાં વળતર મુદ્દે થયેલા વિવાદને કારણે તેના અમલમાં વિલંબ આવી રહ્યો છે.
સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ... એસટીટી
 ઇક્વિટી ફ્યૂચર્સ પર એસટીટીનો દર હવે ૦.૦૧૭થી ઘટાડીને ૦.૦૧ ટકા રહેશે.
 મ્યુચ્યુઅલ ફંડો અને ઈટીએફ રિડમ્પ્શન પર એસટીટી હવે ૦.૨૫ ટકાથી ઘટીને ૦.૦૦૧ ટકા.
 એક્સ્ચેન્જોમાં એમએફ- ઈટીએફના ખરીદવેચાણ પર એસટીટી ૦.૧ ટકા હતો જે હવે ફક્ત વેચનાર પર ઘટીને ૦.૦૦૧ ટકા.
કોમોડિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ... સીટીટી
 ઇક્વિટી માર્કેટ અને કોમોડિટીઝ માર્કેટમાં ડેરિવેટિવ્ઝ ટ્રેડિંગ વચ્ચે તફાવત નથી, આથી કોમોડિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ લાદવાનો સમય પાકી ગયો છે. આમ નોનએગ્રિ-કલ્ચર કોમોડિટીઝના વાયદાના કોન્ટ્રેક્ટ પર ટ્રેડના મૂલ્યના ૦.૦૧ ટકાના દરે સીટીટી લદાયો, જો તે બિઝનેસની આવકનો ભાગ હશે તો તેના પર કપાતના લાભ મેળવી શકાશે. એગ્રિકલ્ચર કોમોડિટીઝને સીટીટી લાગુ પડશે નહીં.
બે સર્વિસોને ટેક્સમાંથી મુક્તિ
નાણાં પ્રધાને જણાવ્યું હતું કે, ગયા બજેટ બાદ નેગેટિવ લિસ્ટ અસરકારક બન્યું હતું. નાણાં પ્રધાને વધુમાં સ્ટેટ કાઉન્સિલ ઓફ વોકેશનલ ટ્રેનિંગ અને કૃષિ તથા કૃષિઉત્પાદનોની ચકાસણીની પ્રવૃત્તિ કરતી સંસ્થાઓને સર્વિસટેક્સમાંથી માફી આપવાની જાહેરાત કરી હતી. નાણાં પ્રધાને જણાવ્યું હતું કે, સિનેમા હોલમાં પ્રર્દિશત થતી ફિલ્મોને જે લાભ આપવામાં આવે છે તેની પર નિયમંત્રણ મૂકવાની ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ માગ કરી હતી તે સ્વીકારી લેવામાં આવી છે. ચિદમ્બરમે જણાવ્યું હતું કે, હાલમાં દારૂ પિરસતી એરકન્ડિશન રેસ્ટોરન્ટ્સ પાસેથી જ સર્વિસ ટેક્સ વસૂલવામાં આવે છે, જોકે હવે તમામ એરકન્ડિશન રેસ્ટોરન્ટ્સ પર સર્વિસટેક્સ લાદવામાં આવશે.
વધુમાં ચાલુ બજેટ દરમિયાન ૨,૦૦૦ સ્ક્વેરફૂટ અથવા રૂ. ૧ કરોડ કે તેથી વધુ કિંમત ધરાવતાં ઘરો અને ફ્લેટનાં બાંધકામ ઉપર સર્વિસટેક્સ ૭૫ ટકાથી ઘટાડીને ૭૦ ટકા કરાયો છે. વર્તમાન નીચી કિંમતનાં ઘરો ઉપર સર્વિસટેક્સમાંથી મુક્તિ ચાલુ રહેશે.
ચિદમ્બરમે જણાવ્યું હતું કે કુલ ૧૭ લાખ જેટલા નોંધાયેલા સર્વિસટેક્સના કરદાતાઓ છે અને તેમાંથી માત્ર ૭ લાખ કરદાતાઓ સર્વિસટેક્સ ચૂકવે છે. આ કરદાતાઓને પ્રોત્સાહન આપવા માટે વોલન્ટરી કોમ્પ્લિયાન્સ એન્કરેજમેન્ટ સ્કીમની જાહેરાત કરી હતી. આ યોજના હેઠલ જે કરદાતા ૧-૧૦-૨૦૦૭થી સાચી સર્વિસટેક્સની હકીકત જાહેર કરશે અને એક કે બે હપ્તામાં કર ચૂકવશે તેમને વ્યાજ, દંડ અને અન્ય પરિણામોમાંથી મુક્તિ અપાશે.
પાંચ લાખ સુધીની આવક ધરાવનારને બે હજાર ટેક્સક્રેડિટ
પાંચ લાખ સુધીની આવક ધરાવતા કરદાતાઓને ૨,૦૦૦ સુધીની ટેક્સક્રેડિટ અપાશે. આ જાહેરાતથી અંદાજે ૧.૮ કરોડ કરદાતાઓને રાહત થશે પણ સામે સરકારે ૩,૬૦૦ કરોડની આવક ગુમાવવી પડશે. આ સિવાયના તમામ ઇન્કમટેક્સ સ્લેબ યથાવત્ રાખવામાં આવ્યા છે. જ્યારે દેશની અર્થવ્યવસ્થા અસ્વસ્થ હોય ત્યારે ટેક્સરેટ વધારીને અને વધારાના ટેક્સ નાખીને આવક વધારવા માટે થોડો અવકાશ મળે છે, તેવી જ રીતે ક્યાંક ટેક્સની આવક જતી પણ કરવી પડશે. આ સમય ડહાપણ દાખવીને ધીરજ અને સંયમ રાખવાનો છે. કેપીએમજી ટેક્સ પાર્ટનર પરિઝાદ સિરવાલાએ જણાવ્યું કે ઓવરઓલ જોઈએ તો ટેક્સ સ્લેબ અને ટેક્સરેટમાં ખાસ કોઈ ફેરફાર થયા જ નથી.
વર્ષ '૧૨-૧૩ કરતાં ૩૦% વધુ ખર્ચની શક્યતા
ચાલુ નાણાકીય વર્ષ ૨૦૧૩-૧૪નો યોજના ખર્ચ ગત નાણાકીય વર્ષ કરતાં ૨૯.૪ ટકા વધુ રહી શકે છે તેમ નાણાપ્રધાને જણાવ્યું હતું. નાણાકીય વર્ષ ૨૦૧૪નો સુધારેલો અંદાજ ૫.૫ લાખ કરોડ રૂપિયા છે. તેમણે ઉમેર્યું હતું કે, નાણાકીય વર્ષ ૨૦૧૩માં બજેટના અંદાજ ૫.૯ લાખ કરોડ રૂપિયાની સામે યોજના ખર્ચમાં ૩.૯ લાખ કરોડ રૂપિયાનો કાપ થયો હોવાની સંભાવના છે. વર્ષ ૨૦૧૩ના ખર્ચની યોજના ખૂબ જ મહત્ત્વા
કાંક્ષી હતી. સરકાર પાસે કોઈ બીજો વિકલ્પ નથી. ખર્ચમાં કાપ ઘટાડવાનું અનિવાર્ય બન્યું છે. ૨૦૧૨-૧૩નાં બજેટમાં દેશની અર્થવ્યવસ્થામાં ૭.૬ ટકાની વૃદ્ધિ થવાની સરકારે સંભાવના વ્યક્ત કરી હતી, જ્યારે આ વખતે તે પાંચ ટકા વધુ રહેવાની આગાહી કરી છે.

Source :-http://www.sandesh.com/article.aspx?newsid=123610

સોના-ચાંદીમાં ફરી થયો ઘટાડો, ક્રૂડ 7 વર્ષના તળિયે Market Team | Dec 08, 2015, 11:20AM IST સોના-ચાંદીમાં ફરી થયો ઘટાડો, ક્રૂડ 7 વર્ષના તળિયે બિઝનેસ ડેસ્કઃ વિશ્વ બજારમાં ક્રૂડની કિંમતમાં સતત ઘટાડો જોવા...

Read more at: http://money.divyabhaskar.co.in/news-cppst/BIZ-MARK-COMM-latest-opening-commodity-report-for-tuesday-gold-silver-lose-shine-5189266-NOR.html
Source :-http://www.sandesh.com/search.aspx?Keyword=%20GST
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

વેરામુક્તિ મર્યાદા ત્રણ લાખ કરવા ભલામણ - GST ( Goods and Services Tax (India) Bill ) News -2

Gayatri Business Solution
(Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group,BlogWebsite, )

Good News Gayatri Business Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)

GST ( Goods and Services Tax (India) Bill ) News -2

વેરામુક્તિ મર્યાદા ત્રણ લાખ કરવા ભલામણ

નવી દિલ્હી, તા.૨૯
ડીટીસી અંગે સંસદીય સમિતિની ભલામણોને ધ્યાનમાં લેવાશે
ડાયરેક્ટ ટેક્ષ કોડ (ડીટીસી) બિલ અંગે સંસદીય સ્થાયી સમિતિએ વ્યક્તિગત આવકવેરા મુક્તિ મર્યાદા રૂ. ત્રણ લાખ કરવા ઉપરાંત અન્ય ભલામણો ઉપર વિમર્શ કર્યા બાદ જ તેને સંસદમાં પારીત કરવા અંગે સમીક્ષા ચાલી રહી હોવાનું નાણાપ્રધાન પી ચિદમ્બરમે જણાવ્યું છે. ડીટીસી બિલ અંગે પાર્લામેન્ટરી સ્ટેન્ડિંગ કમિટીએ કરેલી નોંધને ધ્યાનાં લેવશે અને વહેલી તકે આ બિલને સંસદમાં દાખલ કરવામાં આવશે. ચિદમ્બરમે વધુમાં ઉમેર્યું હતું કે, તેઓ અગાઉ દાખલ કરેલા બિલ ઉપર નજર કરશે તેમજ પ્રવર્તમાન આર્થિક વાતાવરણની સમીક્ષા પણ કરશે. ડીટીસી અંગેનું અંતિમ બિલ ઉપરોક્ત સ્થિતિનું તાદ્દશ ચિત્ર રજૂ કરશે. મહદ્અંશે સ્થાયી સમિતિની ભલામણોને બંધનકર્તા રહેવું પડશે.
યશવંત સિંહાની અધ્યક્ષતાવાળી સંસદીય સ્થાયી સમિતિએ ડીટીસી અંતર્ગત વ્યક્તિગત આવકવેરા મુક્તિ મર્યાદા રૂ. ત્રણ લાખ કરવા ઉપરાંત સંખ્યાબંધ ભલામણો કરી છે. પ્રવર્તમાન આવકવેરા મુક્તિ મર્યાદા રૂ. બે લાખ છે. તેમજ ટેક્ષ સેવિંગ્સ સ્કિમમાં રોકાણ મર્યાદા રૂ.૩.૨૦ લાખ અને વેલ્થ ટેક્ષ મર્યાદા રૂ. પાંચ લાખ કરવાની ભલામણ કરી છે. ડીટીસી બિલમાં શેરબજાર ઉપર લેવાતો સિક્યુરિટીસ ટ્રાન્ઝેક્શન ટેક્ષ નાબૂદ કરવા અને કોર્પોરેટ ટેક્ષ ૩૦ ટકાના દરે યથાવત્ રાખવાની સલાહ સ્થાયી સમિતિએ આપી છે. ડીટીસી અને જીએસટીને લાવવાની કામગીરી ચાલુ હોવાનું નાણાપ્રધાને જણાવ્યું હતું. પ્રવર્તમાન જુનવાણી આવકવેરાના કાયદાના સ્થાને કેન્દ્ર સરકાર ડીટીસી લાગુ કરવા લાંબા સમયથી વિચારી રહી છે જ્યારે હાલના સેલ્સ ટેક્ષ, વેલ્યૂ એડેડ ટેક્ષ, ઓક્ટરોય અને પરોક્ષ કરવેરાની જાળને વધુ સરળ બનાવી તેનું સ્થાન ગુડ્સ એન્ડ ર્સિવસ ટેક્ષ (જીએસટી) લેશે.

Source :-http://www.sandesh.com/article.aspx?newsid=98807

સોના-ચાંદીમાં ફરી થયો ઘટાડો, ક્રૂડ 7 વર્ષના તળિયે Market Team | Dec 08, 2015, 11:20AM IST સોના-ચાંદીમાં ફરી થયો ઘટાડો, ક્રૂડ 7 વર્ષના તળિયે બિઝનેસ ડેસ્કઃ વિશ્વ બજારમાં ક્રૂડની કિંમતમાં સતત ઘટાડો જોવા...

Read more at: http://money.divyabhaskar.co.in/news-cppst/BIZ-MARK-COMM-latest-opening-commodity-report-for-tuesday-gold-silver-lose-shine-5189266-NOR.html
Source :-http://www.sandesh.com/search.aspx?Keyword=%20GST
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

જીએસટીના મુદ્દે કેન્દ્ર અને રાજ્યો સર્વસંમતિની નજીક - GST ( Goods and Services Tax (India) Bill ) News - 1

Gayatri Business Solution
(Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group,BlogWebsite, )

Good News Gayatri Business Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)

GST ( Goods and Services Tax (India) Bill ) News - 1

જીએસટીના મુદ્દે કેન્દ્ર અને રાજ્યો સર્વસંમતિની નજીક

નવી દિલ્હી, તા. ૨૬
  • ૮મી નવેમ્બરે મહત્ત્વપૂર્ણ બેઠક યોજાશે
  • જીએસટીનાં અમલીકરણ બાદ તમામ પરોક્ષ કરવેરાના બદલે એક જ ટેક્સ રહેશે
ગુડ્સ એન્ડ ર્સિવસટેક્સ (જીએસટી)ને અમલી બનાવવાની દિશામાં સરકાર ઝડપથી આગળ વધી રહી છે. જીએસટીના પ્રશ્ને કેન્દ્ર અને રાજ્ય સર્વસંમતિની નજીક પહોંચી ગયાં છે. મળેલી માહિતી મુજબ કેટલાક જટિલ મુદ્દાઓ પર કેન્દ્ર અને રાજ્યો મતભેદોને દૂર કરવા સંમત થયાં છે.
આ અંગેની વિધિવત્ જાહેરાત હવે ૮મી નવેમ્બરના રોજ કરવામાં આવે તેવી શક્યતા છે. ૮મી નવેમ્બરે નાણાપ્રધાન પી. ચિદમ્બરમ્ રાજ્યના નાણાપ્રધાનોનાં ગ્રૂપ સાથે મહત્ત્વપૂર્ણ બેઠક યોજવાના છે.
 બિહારના નાયબ મુખ્યપ્રધાન સુશીલકુમાર મોદી રાજ્યોના નાણાપ્રધાનોના એમ્પાવર ગ્રૂપના ચેરમેન છે. તેમણે પત્રકારો સાથે વાતચીત કરતાં કહ્યું હતું કે મોટાભાગના જટિલ મુદ્દાઓ પર સર્વસંમતિ સધાઈ ચૂકી છે. વડાપ્રધાન મનમોહનસિંહે કહ્યું હતું કે જીએસટીના અમલીકરણથી આર્થિક સુધારાઓ અંગે લોકોમાં મજબૂત સંકેત જશે.
જીએસટી અમલમાં આવતાં ચીજવસ્તુઓની હેરાફેરી વધુ ઝડપી બનશે. મોટાભાગના પરોક્ષ કરવેરાની જગ્યાએ માત્ર એક જ ટેક્સમાળખું આવી જશે. સેન્ટ્રલ એક્સાઇઝ, ર્સિવસટેક્સ, વેટ, પરચેઝ ટેક્સ અને સરચાર્જ જેવા પરોક્ષ કરવેરાની જગ્યાએ ટેક્સનું માત્ર એક જ માળખું અમલી બની જશે. તેના અમલીકરણથી ગ્રાહકો ઉપર એકંદરે બોજ ઘટી જશે, કારણ કે રાજ્યનાં સ્તરે અને કેન્દ્રનાં સ્તરે કુલ ટેક્સ સંયુક્ત થઈ જશે અને આ ટેક્સ ૧૮ ટકાથી ઓછો રહી શકે છે.
હાલમાં તમામ પરોક્ષ કરવેરા કોઈ પણ ચીજવસ્તુ અને ર્સિવસ પર ૩૦ ટકાથી વધુ થઈ જાય છે. આ ટેક્સને અમલી બનાવવામાં આવ્યા બાદ રેવન્યૂ વધશે અને આર્થિક વિકાસની ગતિ ઝડપી બનશે. જીએસટીને મૂળભૂત રીતે ૧લી એપ્રિલ ૨૦૧૦ના રોજ અમલી બનાવવા તૈયારી દર્શાવવામાં આવી હતી પરંતુ આ સમયમર્યાદા જાળવી શકાઈ નથી. કરવેરાના મુદ્દા પર સર્વ સંમતિનો અભાવ પ્રવર્તી રહ્યો હતો, હવે ૨૦૧૪ સુધીમાં આને અમલી બનાવવામાં આવે તેવી શક્યતા છે.

Source :-http://www.sandesh.com/article.aspx?newsid=98138

સોના-ચાંદીમાં ફરી થયો ઘટાડો, ક્રૂડ 7 વર્ષના તળિયે Market Team | Dec 08, 2015, 11:20AM IST સોના-ચાંદીમાં ફરી થયો ઘટાડો, ક્રૂડ 7 વર્ષના તળિયે બિઝનેસ ડેસ્કઃ વિશ્વ બજારમાં ક્રૂડની કિંમતમાં સતત ઘટાડો જોવા...

Read more at: http://money.divyabhaskar.co.in/news-cppst/BIZ-MARK-COMM-latest-opening-commodity-report-for-tuesday-gold-silver-lose-shine-5189266-NOR.html
Source :-http://www.sandesh.com/search.aspx?Keyword=%20GST
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

Wednesday, 2 December 2015

સૌરાષ્ટ્રમાં ''પાટીદાર પાવર''ઃ ૫૫માંથી ૪૭ તાલુકા પંચાયત ભાજપે ગૂમાવી

Gayatri Business Solution
(Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group,BlogWebsite, )

Good News Gayatri Business Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)

Gujarat Samachar News

સૌરાષ્ટ્રમાં ''પાટીદાર પાવર''ઃ ૫૫માંથી ૪૭ તાલુકા પંચાયત ભાજપે ગૂમાવી

આ મતદાન જોશભેર નહી 'રોષ'ભેર હતું

પાંચ જિલ્લામાં પાંચ વર્ષ અગાઉ કોંગ્રેસ પાસે માત્ર પાંચ તાલુકા પંચાયત હતી, આ વખતે આવી સ્થિતિ ભાજપની

રાજકોટ, બુધવાર
એક સમયે પાટીદાર મતો ભાજપની મોટી તાકાત અથવા તો વોટબેન્ક ગણાતા હતા, આજે આ જ શક્તિપૂંજ ભાજપ માટે હારનું કારણ માનવામાં આવે છે, પાટીદારોની નારાજગી ભાજપને ભારે પડી ગઈ અને સૌરાષ્ટ્રની ૫૫માંતી ૪૭ બેઠકો ઉપર ભાજપની હાર થઈ છે.

સૌરાષ્ટ્રનો નકશો જોવામાં આવે અને તેના ઉપર આજના પરિણામો મૂકાય તો લગભગ ૭૦થી ૮૦ વિસ્તારોમાંથી કેસરીયો રંગ દૂર કરીને મતદારોએ પંજાનો પ્રભાવ પાથર્યો હોવાનું જોઈ શકાય છે. આ માટે પાટીદાર ફેકટરને મુખ્ય કારણ માનવામાં આવે છે.
સૌરાષ્ટ્રમાં ૫૫ તાલુકા પંચાયતોના પરિણામમાં ભાજપ આ વખતે બે આંકડે પણ પહોંચી શકી નથી. પાટીદાર પાવર આ માટે જવાબદાર મનાય છે.
સામાન્ય રીતે ગ્રામ્ય વિસ્તારોમાં ભાજપને પાટીદારોના મતો મળતા હતા પરંતુ આ વખતે પાટીદારોએ ચલાવેલા અનામત આંદોલનથી સરકાર સામે પ્રચંડ રોષ જન્મ્યો હતો અને આ રોષનું પ્રતિબિંબ આજના પરિણામમાં જોવા મળ્યું છે. પાટીદારોના આંદોલનને જ્યાં જોરદાર પ્રતિસાદ મળ્યો હતો તેવા મોરબી, અમરેલી, રાજકોટ, જૂનાગઢ જિલ્લામાં પંચાયતોમાં ભાજપને ભૂતકાળમાં ક્યારેય ન થયું હોય તેવું નુકસાન થયું છે.
પાટીદારોના આંદોલન અને તે પછી પોલીસ દમનના મામલે સરકારની ભૂમિકાથી ભારે નારાજગી સર્જાઈ હતી. આ પરિણામો તેનું પરિણામ હોવાનું માનવામાં આવે છે. જામનગર અને જૂનાગઢ તો એવા જિલ્લા છે જેની તમામ તાલુકા પંચાયતો કોંગ્રેસે જીતી લીધી છે. જૂનાગઢ જિલ્લાની ૯ અને જામનગર જિલ્લાની ૬ તાલુકા પંચાયતો ઉપર કમળ કરમાઈ ગયું છે.
રાજકોટ જિલ્લામાં એકમાત્ર રાજકોટ તાલુકા પંચાયત ભાજપના કબ્જામાં રહી છે, જ્યારે ધોરાજી, ઉપલેટા, જસદણ સહિતની ૯ તાલુકા પંચાયતો કોંગ્રેસે જીતી છે. અમરેલી, ગીર સોમનાથ અને દેવભૂમિ દ્વારકાની જિલ્લા પંચાયતોમાં ભાજપ માત્ર એક-એક તાલુકા પંચાયત જીતી શક્યું છે. પોરબંદર શહેર અને જિલ્લામાં ભાજપ પાલિકા-પંચાયત બંને સ્તરે જીત મેળવવામાં સફળ રહ્યો છે.
સૌરાષ્ટ્રની ૫૫ તાલુકા પંચાયતોમાંથી ૪૭ ઉપર કોંગ્રેસનો શાનદાર વિજય થયો છે જ્યારે ભાજપને ફાળે માત્ર ૭ તાલુકા પંચાયતો આવી છે.
 
જિલ્લો
   કુલ
        ૨૦૧૫
   ૨૦૧૦

-
તાલુકા
-
-
-
-
-
પંચાયતો
કોંગ્રેસ
ભાજપ
કોંગ્રેસ
ભાજપ
રાજકોટ
૧૧

૧૦
જામનગર

--
--

જૂનાગઢ

--

અમરેલી
૧૧
૧૦

૧૦
પોરબંદર

--

--

મોરબી

--

ગીર સોમનાથ

દેવભૂમિ દ્વારકા

--

કુલ
૫૫
૪૭

૫૦

માત્ર દોઢ વર્ષમાં લોકો ભાજપથી કંટાળ્યા
રાજકોટ સંસદીય મતક્ષેત્રમાં ભાજપે ગુમાવી દીધો જનાધાર!
આ પેટર્ન રહે તો ૨૦૧૭માં રાજકોટની ૩ બેઠકો પર ભાજપને જીતવું મૂશ્કેલ

રાજકોટ,બુધવાર
રાજકોટ શહેર અને જિલ્લાની ચૂંટણીના પરિણામો પર નજર કરતા એક આશ્ચર્યજનક બાબત એ બહાર આવી છે કે હજુ દોઢ વર્ષ પહેલા નરેન્દ્રભાઈ મોદીના છટ્ટાદાર ભાષણો વચ્ચે તેમણે પસંદ કરેલા મનાતા ઉમેદવારને જ્યાં અઢી લાખની જંગી લીડ મળી હતી તે રાજકોટ સંસદીય મતક્ષેત્રમાં ભાજપે માત્ર દોઢ વર્ષમાં જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જનાધાર ગુમાવી દીધો છે!
રાજકોટમાં ભાજપ-કોંગ્રેસ લગભગ ફિફ્ટી ફિફ્ટી રહ્યું છે તો જસદણ, ટંકારા, મોરબી, વાંકાનેર, લોધિકા વગેરે સ્થળે કોંગ્રેસનો વિજય થયો છે. આ વિસ્તારો રાજકોટ મતક્ષેત્રમાં આવે છે. આમ, જો આ જ પેટર્ન રહે તો લોકસભાની આ બેઠક ભાજપે ગુમાવવી પડે.
એટલું જ નહીં, મતદાનની  આ જ પેટર્ન આગળ વધે તો રાજકોટ ધારાસભાની ચાર બેઠકો પૈકી બેે બેઠક પર કોંગ્રેસ જીતી જાય અને એક પર ભાજપને ટક્કર આપે તેવી સ્થિતિ સર્જાય તેમ છે.

નિતીન નથવાણી, મોહન સોજીત્રા જેવા જુના નેતાઓ હાર્યા
રાજકોટ શહેર તેમજ જિલ્લા ભાજપના બન્ને પ્રમુખો હાર્યા!
પક્ષપલ્ટો કરનારા મૂળ કોંગ્રેસીઓને જાકારો, પૂર્વ મૅયર અશોક ડાંગર બીજી વાર હાર્યા!

રાજકોટ,બુધવાર
રાજકોટ જિલ્લામાં મહાપાલિકા અને પંચાયતની ચૂંટણી યોજાઈ હતી, મહત્વની બાબત એ છે કે શહેરમાં ભાજપના પ્રમુખ ભીખાભાઈ વસોયા અને જિલ્લામાં ભાજપના પ્રમુખ નાગદાનભાઈ ચાવડા બન્નેનો કારમો પરાજ્ય થયો છે. જિલ્લામાં તો ભાજપનો કરુણ રકાશ થયો તો શહેરમાં ભાજપ પ્રમુખના વોર્ડમાં આખી પેનલ હારી ગઈ છે.
તો ઈ.સ.૨૦૦૦માં રાજકોટ મનપામાં કોંગ્રેસનું શાસન આવ્યું ત્યારે જેને મૅયર પદે બેસાડયા તે અશોક ડાંગર પછી ભાજપનો ઉગતો સૂરજ જોઈને ભાજપમાં ભળી ગયા હતા. ગત ચૂંટણીમાં કોંગ્રેસની ટિકીટ પર લડનાર અશોક ડાંગરે આ વખતે ભાજપની ટિકીટ પર વોર્ડ નં.૧૬માં ઉભા હતા અને માત્ર તે એક નહીં પણ આખી પેનલ જ હારી ગઈ છે.
આ જ રીતે અગાઉ અન્ય પક્ષમાં જઈને ફરી કોંગ્રેસમાં આવી ટિકીટ મેળવનાર મોહન સોજીત્રાને પણ મતદારોએ જાકારો આપ્યો છે. જોકે વોર્ડ નં.૩માં ભાજપથી નારાજ કાર્યકરે પક્ષ છોડીને કોંગ્રેસની બેઠક પર ઝુકાવતા તે વિજેતા થયા છે.

ભાજપનું ચૂંટણી નેટવર્ક રૃપાણી જૂથને જ ફળ્યું?
આશ્ચર્યમ્! ભાજપના નેતાઓ તો કોંગ્રેસના કાર્યકરો જીત્યા!
ભારદ્વાજ, મિરાણી, શુક્લ,કાનગડ જીત્યા તો કોંગ્રેસના અતુલ રાજાણી, ગાયત્રીબા જીત્યા,રાઠોડ-મસરાણી હાર્યા

રાજકોટ,બુધવાર
રાજકોટમાં ભાજપનું શાસન ટકાવવા ભાજપે મંત્રી વિજય રૃપાણી વગેરેના માર્ગદર્શનમાં નેટવર્ક ગોઠવ્યું હતું પણ આશ્ચર્યની વાત એ છે કે આ વ્યુહરચનામાં ભાજપના શહેર પ્રમુખને બાદ કરતા તમામ મોટા માથાઓ તો જીતી ગયા છે પણ ભાજપના નવાસવા એવા અનેક કાર્યકરોનો ભાજપના ગઢ ગણાતા વિસ્તારમાં પણ પરાજ્ય થયો છે.
જેમ કે વોર્ડ નં.૭,૮,૯માં કોંગ્રેસ અને પાટીદાર ફેક્ટર સામે જબ્બર ટક્કર હતી છતાં વોર્ડ નં.૭માં કશ્યપ શુક્લ, વોર્ડ નં.૮માં મૅયર પદના મજબૂત દાવેદાર નિતીન ભારદ્વાજ તો વોર્ડ નં.૯માં કમલેશ મિરાણી, પૂષ્કર પટેલ વગેરેએ કોર્પોરેટર પદ જાળવ્યું છે. ઉપરાંત ડેપ્યુટી મૅયર ઉદય કાનગડ, જયમન ઉપાધ્યાયની પેનલ પણ વિજેતા થઈ છે.
બીજી તરફ કોંગ્રેસમાં જ્યાં મોટામાથાઓ ક્યાંક પોતે તો ક્યાંક માનીતાને ચૂંટણી લડાવતા હતા ત્યાં મોટાભાગે હાર મળી છે પણ વિપક્ષી નેતા તરીકે કાર્યરત રહેનારા વોર્ડ નં.૩માં અતુલ રાજાણી, ગાયત્રીબા વાઘેલા ફરીવાર વિજેતા થયા તો વશરામ સાગઠીયાએ ચૂંટણી પહેલા જ અમે તો જીતવાના જ છીએ તેમ કહ્યું તે સાચુ પડયું હતું. બીજી તરફ કોંગ્રેસમાં વગદાર ગણાતા નિતીન નથવાણીને ટિકીટ જેટલી આસાનીથી મળી ગઈ પણ વિજયપદ છેટું રહી ગયું. તો પક્ષપલ્ટો કરીને ફરી કોંગ્રેસમાં આવી ગયેલા ગત કોંગ્રેસ શાસનમાં ડેપ્યુટી મૅયર પદે રહેલા મોહન સોજીત્રાને હાર મળી છે.
પ્રવિણ રાઠોડ,કેયુર મસરાણી. બન્નેએ ગત ચૂંટણીમાં રૃપાણીના ગઢમાં ગાબડું પાડયું હતું પણ ત્યારે હરીફ બીજા હતા, આ વખતે તેમના કહેવા પ્રમાણે સામ,દામ,દંડ,ભેદ વાપરનાર શુક્લ હતા તેથી હાર્યા છે.
Source :-http://www.gujaratsamachar.com