સુવિચાર

"Wel-Come to Information Technology & Business Development World" સુવિચાર :- "એક જ આવકના સ્ત્રોત પર નિર્ભર ના રહો, નવું રોકાણ કરો અને બીજી/ત્રીજી આવકનો સ્ત્રોત તૈયાર કરો.- વોરેન બફેટ" For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Thursday, 24 July 2014

ઓકટોબરથી જાહેર ઉપક્રમોમાં હિસ્સાનું વેચાણ શરૃ કરવાની સરકારની યોજના

Gayatri Business Solution
(Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group,BlogWebsite, )

Good News Gayatri Business Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,

Gujarat Samachar News

ઓકટોબરથી જાહેર ઉપક્રમોમાં હિસ્સાનું વેચાણ શરૃ કરવાની સરકારની યોજના

ડિસઈન્વેસ્ટમેન્ટ મારફત વર્તમાન નાણાંકીય વર્ષમાં જ રૃપિયા ૫૮૦૦૦ કરોડ ઊભા કરવાનો લ

મુંબઈ, ગુરૃવાર
જાહેર ક્ષેત્રના ઉપક્રમોમાં સરકારી હિસ્સાના ડિસઈન્વેસ્ટમેન્ટ કાર્યક્રમ દિવાળીમાં જોર પકડવાની શકયતા જોવાઈ રહી છે. નાણાં મંત્રાલય સેઈલ તથા કોલ ઈન્ડિયામાંના સરકારી હિસ્સાનું ઓકટોબરમાં વેચાણ કરવા ઈરાદો ધરાવે છે.
આ ઉપરાંત બીજી ૧૦થી ૧૨ કંપનીઓમાં સરકાર વર્તમાન નાણાંકીય વર્ષમાં જ પોતાના હિસ્સા ઘટાડવા યોજના બનાવી રહી છે. ડિસઈન્વેસ્ટમેન્ટ મારફત વર્તમાન નાણાંકીય વર્ષમાં સરકાર રૃપિયા ૫૮૦૦૦ કરોડ ઊભા કરવાનો લક્ષ્યાંક ધરાવતી હોવાનું ધ્યાનમાં રાખતા ઓકટોબર મહિનાથી દર મહિને સરેરાશ બે જાહેર ઉપક્રમોમાં હિસ્સાના વેચાણ થવાની વિશ્લેષકો અપેક્ષા રાખી રહ્યા છે.
સૌથી વધુ નાણાં સરકાર કોલ ઈન્ડિયામાંથી ઊભા કરવા ધારે છે. કોલ ઈન્ડિયામાં ૧૦ ટકા હિસ્સાના વેચાણ મારફત સરકાર રૃપિયા ૨૪૦૦૦ કરોડ ઊભા કરવા ધારે છે જ્યારે સેઈલમાં પાંચ ટકા ઈક્વિટી હળવી કરીને રૃપિયા ૧૭૫૦ કરોડ આસપાસ મળવાની અપેક્ષા હોવાનું નાણાં મંત્રાલયના સુત્રોએ જણાવ્યું હતું. જે ઉપક્રમોમાં સરકાર પોતાના કેટલાક હિસ્સાનું વેચાણ કરવા ધારે છે તેમાંકોલ ઈન્ડિયા, સેઈલ ઉપરાંત પીએફસી, તેહરી હાઈડ્રો ડેવલપમેન્ટ કોર્પ, રુરલ ઈલેકટ્રિફિકેશન, એમએમટીસી, વગેરેનો સમાવેશ થાય છે. વિવિધ માર્ગોનો ઉપયોગ કરી સરકાર પોતાની ઈક્વિટી હળવી કરશે.
પોતાના હિસ્સાનું વેચાણ સફળ રહે તે માટે સરકાર આગામી દિવસોમાં દેશવિદેશમાં રોડ શો કરવાની પણ યોજના બનાવી રહી છે. ઓછામાં ઓછા ૩૦ સરકારી ઉપક્રમો એવા છે જેમાં આગામી ત્રણ વર્ષમાં સરકારે પોતાનો હિસ્સો ઘટાડીને ૭૫ ટકા પર લાવવાનો રહે છે.
સેબીના ધોરણ પ્રમાણે જાહેર ઉપક્રમોમાં ઓછામાં ઓછું ૨૫ ટકા  પબ્લિક શેરહોલ્ડિંગ હોવું જરૃરી છે. શેરબજાર આજે જ્યારે તેજીમાં છે ત્યારે પ્રાઈમરી માર્કેટમાંથી નાણાં ઊભા કરી શકવા સરકાર વિશ્વાસ ધરાવે છે. ગયા નાણાંકીય વર્ષમાં ડિસઈન્વેસ્ટમેન્ટ મારફત રૃપિયા ૫૫૦૦૦  કરોડની સામે સરકાર માત્ર રૃપિયા ૨૫૦૦૦ કરોડ આસપાસ ઊભા કરી શકી હતી.
 
Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

કપાસનું ઉત્પાદન ૧૭ ટકા નીચું રહેવાની ધારણાં

Gayatri Business Solution
(Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group,BlogWebsite, )

Good News Gayatri Business Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,

Gujarat Samachar News

કપાસનું ઉત્પાદન ૧૭ ટકા નીચું રહેવાની ધારણાં

આગામી ક્રોપ યરમાં

હાલમાં દબાણ હેઠળ રહેલા કપાસના ભાવને ટેકો મળી રહેવાની વકી

મુંબઈ, ગુરૃવાર
૨૦૧૪-૧૫ના ક્રોપ યર (ઓકટોબરથી સપ્ટેમ્બર)માં દેશનું કપાસનું ઉત્પાદન ઘટીને પાંચ વર્ષની નીચી સપાટીએ રહેવાની ધારણાં છે. આ વર્ષે ચોમાસુ ઢીલમાં પડતાં વાવેતર વિસ્તારમાં થયેલા નોંધપાત્ર ઘટાડાને પરિણામે આ સ્થિતિ જોવા  મળી  શકે છે. હાલમાં કપાસની વાવણી જે ગતિએ જઈ રહી છે તેને ધ્યાનમાં રાખીને કપાસનું ઉત્પાદન ત્રણ કરોડ ગાંસડી (એક ગાંસડી એટલે ૧૭૦ કિ. ગ્રા.) રહેવાનો કૃષિ મંત્રાલયે અંદાજ મૂકયો છે.
૨૦૧૩-૧૪ની મોસમ માટે કપાસનું ઉત્પાદન ૩.૬૫ કરોડ ગાંસડી રહેવાની ધારણાં છે.  ૨૪મી મેના જારી કરાયેલા ત્રીજા ઉત્પાદન અંદાજોમાં આ આંક આવી પડયો હતો. આમ આગામી મોસમમાં કપાસનું  ઉત્પાદન ૧૭ ટકા જેટલું નીચું રહેૅવાની વકી છે એમ કૃષિ મંત્રાલયના સુત્રોએ જણાવ્યું હતું.
છેલ્લા ત્રણ વર્ષમાં કપાસના ભાવ પર આવેલા ભારે દબાણને ધ્યાનમાં રાખતા આગામી વર્ષના ઉત્પાદન આંકડાનું મહત્વ રહેલું છે. ઘરેલું ટેકસટાઈલ ઉદ્યોગ તરફથી ઓછી માગ અને ચીન,   જે ભારતનું સૌથી મોટું નિકાસ મથક છે ત્યાંથી પણ હાલના સંજોગોમાં માગ વધવાની શકયતા જણાતી નથી. નીચા ઉત્પાદનને કારણે ભાવને ટેકો મળી રહેશે. ઉત્પાદન નીચું રહેવા છતાં આગામી મોસમમાં પૂરવઠો જળવાઈ રહેવાની કૃષિ મંત્રાલયને અપેક્ષા છે. કપાસના મુખ્ય ઉત્પાદક રાજ્યો ગુજરાત તથા મહારાષ્ટ્રમાં ચોમાસુ સક્રિય બન્યું હોવાથી કપાસની વાવણીમાં ગતિ આવી હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.
છેલ્લા પ્રાપ્ત આંકડા પ્રમાણે કપાસનું વાવેતર  જે ગયા વર્ષના જુલાઈના ત્રીજા સપ્તાહના અંતે ૧ કરોડ હેકટર રહ્યું હતું તે આ વર્ષે ૪૪ ટકા નીચે રહીને ૫૬ લાખ હેકટર રહ્યું હતું. દરમિયાન કોટન એડવાઈઝરી બોર્ડે આગામી મોસમ માટે કપાસનું ઉત્પાદન ૩.૯૦ કરોડ ગાંસડી રહેવાનો અંદાજ મૂક્યો છે. સામાન્ય રીતે કપાસની વાવણી ચોમાસુ શરૃ થવા પહેલા થઈ જાય છે અને જુનના અંત સુધી ચાલુ રહે છે પરંતુ આ વર્ષે તે એક મહિનો મોડી પડી છે.

રૃમાં રૃા.૪૦૦૦૦ની સપાટી તૂટી
મુંબઈ,ગુરૃવાર
મુંબઈ રૃ બજારમાં આજે ભાવોમાં ઘટાડો આગળ વધ્યો હતો. મથકોએ સ્પોટ પર ગુજરાત, મહારાષ્ટ્ર તથા મધ્ય-પ્રદેશ બાજુ ભાવો  ઘટી નીચામાં રૃ.૪૦ હજારની સપાટી તોડી જાતવાર રૃ.૩૯૫૦૦થી ૪૧૫૦૦ રહ્યાના સમાચારો હતા.  ફરધર પાકના ભાવો  રૃ.૩૧૦૦૦થી ૩૫૦૦૦ રહ્યા હતા.  ગુજરાત કલ્યાણના ભાવો રૃ.૨૭૦૦૦થી ૩૧૦૦૦ રહ્યા હતા.  જયારે આંધ્ર તથા કર્ણાટક બાજુ ભાવો રૃ.૪૨૦૦૦ આસપાસ રહ્યા હતા.ઓલ ઈન્ડિયા આવકો આજે ઘટી ૧૮ હજારની ગાંસડી આવી હતી છતાં બજારભાવો નરમ હતામિલોની  નવી માંગ પાંખી હતી. સાઉથની મિલોહવે આફ્રિકાથી  આયાત વધુ કરતી થઈ છે.  દરમિયાન,   નોર્થ બાજુ નરમાના ભાવો  ઘટી  મણના જાતવાર  રાજસ્થાન  બાજુ રૃ.૪૨૮૦થી ૪૩૩૦, હરિયાણા બાજુ રૃ.૪૩૨૦થી ૪૩૪૦ તથા પંજાબ બાજુ રૃ.૪૩૭૫થી ૪૪૦૫ રહ્યાના સમાચારો હતા. દરમિયાન, ન્યુયોર્ક વાયદાના ઓવરનાઈટ સમાચારો   નજીકની  ડિલીવરીમાં  ૩ પોઈન્ટની  નરમાઈ જયારે દૂરની ડિલીવરીઓમાં  ૧૭, ૧૭ તથા ૧૫ પોઈન્ટનો સુધારો આવી રહ્યા હતા.
 
Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

Wednesday, 23 July 2014

નેશનલ ફૂડ ગ્રીડની રચના કરવાની કેન્દ્ર સરકારની યોજના

Gayatri Business Solution
(Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group,BlogWebsite, )

Good News Gayatri Business Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,

Gujarat Samachar News

નેશનલ ફૂડ ગ્રીડની રચના કરવાની કેન્દ્ર સરકારની યોજના

બગાડ અને મોંઘવારી ઘટાડવા

નવી દિલ્હી,  બુધવાર
દૈનિક ખાદ્ય પદાર્થોના બગાડને અટકાવવા અને અનાજના ફુગાવાને અંકૂશમાં લેવા માટે કેન્દ્ર સરકાર પાવર ગ્રીડના ધોરણે નેશનલ ફૂડ ગ્રીડની રચના કરવાની યોજના ધરાવે છે. આ સૂચિત ગ્રીડથી એ વાતની ખાતરી કરવામાં આવશે કે આખા વર્ષ દરમિયાન દેશના દરેક ભાગમાં દરેક વસ્તુ સહજતાથી મળી શકે.
આ દિશામાં પહેલા પગલાં તરીકે અમે નેશનલ ફૂડ મેપની રચના કરી રહયા છીએ. જેમાં, તમામ ખાદ્ય પદાર્થો જેમ કે, કાચા અને પ્રોસેસ્ડ માલ, લાઇવ સ્ટોક, ફિશરીશ અને પોલ્ટ્રી વગેરેનો સમાવેશ કરવામાં આવશે, એમ ફૂડ પ્રોસેસિંગ પ્રધાન હરસિમરત કૌરએ જણાવ્યું હતું.
એગ્રીકલ્ચર યુનિવર્સિટી જેવા વિવિધ સ્રોતોથી તમામ માહિતી એકઠી કરવામાં આવશે અને ત્યાર બાદ નેશનલ ફૂડ મેપ તૈયાર કરવામાં આવશે, એમ તેમણે જણાવ્યું હતું.
અત્યારે જે માહિતી ઉપલબ્ધ છે તે અમે એકઠી કરી રહયા છીએ, કઇ વસ્તુનું  ક્યાં વાવેતર થાય છે તેની માહિતી હાલ ભેગી થઇ રહી છે અને મે અમારા સાથી સાંસદોને પણ પત્રો લખી કહયું છે કે વધારાના અન્ન અને જ્યાં માળખાકીય સુવિધાની જરૃર હોય તેની માહિતી મને લખી મોકલે,એમ પ્રધાને જણાવ્યું હતું.
નેશનલ ફૂડ મેપને બે ભાગમાં વહેંચવામાં આવશે, જેમાં મહત્ત્વના અને મહત્ત્વ નહી ધરાવતા વિભાગોની રચના થશે.
જેમાં મુખ્ય ફોકસ કૃષિ આધારિત ઉદ્યોગોને પ્રોત્સાહન અને એવા  ખેડૂતોને સહાય આપવાનો છે જેમાં અનેક વાર ખેડૂતોને તેમના ઉત્પાદનનો યોગ્ય ભાવ નહી મળવાથી માલને ફેંકી દેવાની ફરજ પડે છે અથવા સસ્તા ભાવે તેના માલને વેચવો પડે છે.
આ સાથે નાશવંત (પેરિશેબલ) ઉત્પાદનો માટે સ્ટોરેજનું માળખું ઊભું કરવામાં આવશે જેમાં નેશનલ કોલ્ડ ચેઇન ગ્રીડની રચના કરવામાં આવશે અને તેને પ્રાધાન્ય ક્રમના ઇન્ફ્રા પ્રોજેક્ટનો દરજ્જો અપાશે, એમ ફૂડ પ્રોસેસિંગ પ્રધાને જણાવ્યું હતું.
સૂચિત કોલ્ડ ચેઇનમાં દેશમાં મહત્ત્વના ફળો અને શાકભાજીના કેન્દ્રો નક્કી કરવામાં આવશે અને તે મહત્ત્વના જિલ્લાઓમાં વર્ગ થશે, એમ તેમણે જણાવ્યું હતું.
 
Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

વીમો નહી કઢાવનાર વાહનો સામે આકરા પગલા

Gayatri Business Solution
(Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group,BlogWebsite, )

Good News Gayatri Business Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,

Gujarat Samachar News

વીમો નહી કઢાવનાર વાહનો સામે આકરા પગલા

વીમા નિયામક ઇરડાની ચીમકી

વીમા વિહોણા વાહનોના માલિકો સામે પોલિસ ક્રિમિનલ ઓફેન્સ દાખલ કરશે

મુંબઇ, બુધવાર
દેશમાં વીમા વગરના વાહનોની સંખ્યા ઘટાડવાના ઉદ્દેશથી વીમા નિયામક ઇરડાએ તેલંગણામાં સાઇબરાબાદમાં એક પાયલટ પ્રોજેક્ટ શરૃ કર્યો છે જેમાં મોટર વ્હિકલ એકટમાં એવી જોગવાઇ કરવામાં આવી છે કે જે વાહનો વીમા વગરના હશે તેમની સામે ક્રિમિનલ ગુના દાખલ કરવામાં આવશે.
અમે આ બાબતે પોલિસ સાથે સહયોગ કર્યો છે અને પાયલટ પ્રોજેક્ટ હેઠળ વીમા વગરના વાહનો ધરાવતા વાહન માલિકોને ચલાન મોકલવાના રહેશે.
પાયલટ પ્રોજેક્ટ હેઠળ હાથ ધરાયેલા અભિયાનમાં ૧૨ લાખ જેટલા રજિસ્ટર્ડ વાહનોમાંથી ૨૫ ટકા વાહનો વીમો ધરાવતા નહોતા, એમ ઇન્સ્યુરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (ઇરડા)ના એક અધિકારીએ જણાવ્યું હતું.
જો આ યોજના સફળ થશે તો અમે સાત વધુ રાજ્યોમાં તેનો અમલ કરીશું. અમે માર્ગ પરિવહન વિભાગ સાથે સહકાર સાધી તેમની પાસે ઉપલબ્ધ રજિસ્ટર્ડ વાહનોની તુલના વીમા કંપનીઓ પાસે રહેલી વાહનોની યાદી સાથે કરીશું, એમ તેમણે જણાવ્યું હતું.
એક  ખાનગી જનરલ ઇન્સ્યુરન્સ કંપનીના અહેવાલ મુજબ દેશમાં વીમા વગરના વાહનોની સંખ્યા વિરાટ છે, તેમાં કાર સેગ્મેન્ટમાં ૪૦ ટકા અને ટુ વ્હિલર્સ સેગ્મેન્ટમાં ૭૦ ટકા વાહનો ઇન્સ્યુરન્સ વગરના છે.
બીજી બાજુ થર્ડ પાર્ટી ઇન્સ્યુરન્સના પોર્ટફોલિયોથી જનરલ ઇન્સ્યુરન્સ કંપનીઓને ભારે નુકસાન સહન કરવું પડે છે. આ પ્રકારના વીમામાં અકસ્માતમાં ત્રીજા પક્ષને થયેલા જાન માલના નુકસાનની ભરપાઇ વીમા કંપનીને કરવા પડે છે. જેમાં પ્રત્યેક રૃ.૧૦૦ના પ્રિમિયમ ઉપર રૃ. ૧૩૦નો દાવો જનરલ ઇન્સ્યુરન્સ કંપનીને ચુકવવો પડે છે.
આ સાથે ટુ વ્હિલર વાહનોમાં વીમાની સંખ્યા ઘણી ઓછી થઇ રહી હોવાથી આ સેગ્મેન્ટમાં ત્રણ વર્ષનો વીમો ફરજિયાતપણે કઢાવવા માટે ઇરડા વિચારી રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. 
 
Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

Tuesday, 22 July 2014

ભારતમાં સોનાના આયાત અંકુશો ચાલુ રહેવાના સંકેતે વિશ્વ બજારમાં કડાકો

Gayatri Business Solution
(Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group,BlogWebsite, )

Good News Gayatri Business Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,

Gujarat Samachar News

ભારતમાં સોનાના આયાત અંકુશો ચાલુ રહેવાના સંકેતે વિશ્વ બજારમાં કડાકો

સોના-ચાંદીના ભાવ આરંભમાં તૂટયા પછી ફરી ઉછળ્યા

વિશ્વ બજારમાં સોનાના ભાવ નીચામાં ૧૩૦૧.૭૦ ડોલર થયા પછી ઉછળી સાંજે ૧૩૧૫.૪૦ ડોલ

મુંબઈ,મંગળવાર
મુંબઈ સોન-ચાંદી  બજારમાં આજે આરંભમાં   ભાવો તૂટયા પછી સાંજે  ફરી ઉછળ્યા હતા.  વિશ્વ બજારમાં સોનાના ભાવો ઔશના ૧૩૧૫.૬૦  ડોલર વાળા  આજે એક તબક્કે  ઝડપી  તૂટી નીચામાં  ૧૩૦૧.૭૦ ડોલર થઈ ગયા હતા તે  પાછળથી  ફરી ઉછળી સાંજે  ૧૩૧૫.૪૦  ડોલર રહ્યાના સમાચારો હતા. મુંબઈમાં ચાંદીના  ભાવો કિલોના ૯૯૯ના રૃ.૪૫૮૭૦ વાળા આજે  રૃ.૪૫૩૮૦ ખુલી રૃ.૪૫૫૩૫ બંધ રહ્યા હતા.
 સોનાના ભાવો મુંબઈમાં આજે ૧૦ ગ્રામના ૯૯.૫૦ના  રૃ.૨૮૧૮૫વાળા  ૨૭૯૪૫  ખુલી રૃ.૨૭૯૬૦ બંધ રહી સાંજે  રૃ.૨૮૦૦૦ રહ્યા હતા જયારે  ૯૯.૯૦નાભાવો રૃ.૨૮૩૩૫ વાળા આજે રૃ.૨૮૦૯૫ ખુલી  રૃ.૨૮૧૧૦ બંધ રહ્યા પછી સાંજે  રૃ.૨૮૧૫૦ બોલાઈ રહ્યા હતા.  વિશ્વ બજારમાં  સોના પાછળ  ચાંદીના ભાવો પણ ઔંશના ૨૧.૦૬ ડોલર વાળા  નીચામાં ૨૦.૭૧ ડોલર થયા પછી ફરી ઉંચકાઈ ૨૧.૦૯ થઈ સાંજે   ૨૧.૦૧ થી ૨૧.૦૨  ડોલર રહ્યા હતા. મુંબઈમા કરન્સી બજારમાં જો કે ડોલરના ભાવો આજે  ઘટાડા  પર રહ્યા હતા તથા  શેરબજારમાં તેજી આવતાં  કરન્સી બજારમાં  ડોલર સામે રૃપિયો મજબૂત  બન્યો હતો.
  ડોલરના ભાવો રૃ.૬૦.૩૦ વાળા નીચામાં  રૃ.૬૦.૧૮ થઈ  છેલ્લે  રૃ.૬૦.૨૪  રહ્યા હતા. મુંબઈમાં   સાંજે ચાંદીના ભાવો રૃ.૪૫૪૫૦થી ૪૫૫૦૦ તથા કેશમાં ભાવો આ ભાવોતી રૃ.૨૦૦થી ૨૫૦ નીચા  રહ્યા હતા.   ચાંદી વાયદો સપ્ટેમ્બર નીચામાં   રૃ.૪૪૭૩૪થી  ૪૪૭૩૫ થયા પછી ફરી ઉછળી સાંજે રૃ.૪૫૨૦૦  બોલાયાના નિર્દેશો હતા, વિશ્વ બજારમાં  સોના-ચાંદીના ભાવો  ઘટયા પછી  ઉછળતાં મુંબઈ બજારમાં   પણ સોના-ચાંદીમાં ઘટાડા પછી નીચા ભાવોેએ નવી વેચવાલી અટકી માનસ લેવાનું રહેતાં આજે ભાવો  ઉંચા બોલાતા થયા હતા.   સોનાના ૧૦ તોલાના બિસ્કિટના ભાવો સાંજે રૃ.૩૨૮૫૦૦ રહ્યા હતા.  દિલ્હી બજારમાં  આજે સોનાના ભાવો ૯૯.૫૦ના રૃ.૨૮૦૦૦ તથા ૯૯.૯૦ના  રૃ.૨૮૨૦૦ રહ્યા હતા જયારે ત્યાં ચાંદીના ભાવો દિલ્હીમાં આજે ચાંદીના ભાવો હાજરમાં રૃ.૪૫૨૦૦ તથા વિકલી ડિલીવરીના રૃ.૪૪૯૧૦ રહ્યા હતા.  ચાંદી  સિક્કા (૧૦૦)ના ભાવો ત્યાં રૃ.૧૦૦૦ ગગડી રૃ.૭૯થી ૮૦ હજાર રહ્યા હતા.
વિશ્વ બજારમાં  આજે  ડોલર ઈન્ડેક્સ  ૦.૨૨ ટકા  વધ્યો હોવાના સમાચારો  હતા. ફોરવર્ડ  બજારમાં  ડોલરના પ્રીમિયમો  ૬ મહિનાના ૨૨૪થી ૨૨૬  પૈસાવાળા  ૨૨૨થી ૨૨૪ પૈસા  તથા બાર  મહિનાના ૪૬૯થી ૪૭૧ વાળા ૪૬૫થી ૪૬૭ પૈસા રહ્યા હતા.
વિશ્વ બજારમાં સોનામાં હવે ખાસ કરીને  ઉભરતા બજારો  (ઈમર્જિંગ માર્કેટો)ની ફિઝીકલ માગ વધારાની શક્યતા બેંક ઓફ અમેરિકા  મેરીલ લીન્ચે દર્શાવી હતી.  ભારતમાં  હાલ તુરત  સોનાની  આયાત જકાત  ઘટાડાશે  નહિ તથા  આયાત અંકુશો ચાલુ રખાશે એવો નિદેશ નાણાંપ્રધાને રાખતાં વિશ્વ  બજારમાં સોનાના ભાવો આજે ઘટયા હતા. પરંતુ પાછળથી અમેરિકાના  અર્થતંત્ર વિષયક આંકડા નબળા  આવતાં મોડીસાંજે  સોનું વિશ્વ બજારમા૩ં ફરી ઉછળ્યું હતું.
ઝીમ્બાબ્વેમાં અમુક નાની ગોલ્ડ માઈનસો  દ્વારા સોનાનું  સત્તાવાર  વેંચાણ  ઓછું અને  બ્લેક માર્કેટમાં  વેચાણ  વધુ થઈ રહ્યાના સમાચારો હતા. ડાયમંડમાં  વૈશ્વિક સ્તરે કુલ ઉત્પાદન ૨૦૧૩માં  ૧૧ ટકા વધી ૧૪.૦૯ અબજ ડોલર  થયું છે.  દુબઈમાં  ડાયમંડ એક્સ.માં  ઝીમ્બાબ્વેના ડાયમંડનું ઓકશન શરૃ થઈ  રહ્યાના નિર્દેશો હતા.
 
Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

Monday, 21 July 2014

૧ અબજ ડોલરનો ત્રિમાસીક નફો કરતી રિલાયન્સ ઇન્ડ. પહેલી ખાનગી કંપની

Gayatri Business Solution
(Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group,BlogWebsite, )

Good News Gayatri Business Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,

Gujarat Samachar News

૧ અબજ ડોલરનો ત્રિમાસીક નફો કરતી રિલાયન્સ ઇન્ડ. પહેલી ખાનગી કંપની

ટર્નઓવર ૭.૨ ટકા વધીને રૃ.૧,૦૭,૯૦૫ કરોડ

ક્રુડ રીફાઈનીંગ માર્જિન ૮.૪ ડોલર થી વધીને ૮.૭ ડોલર ઃ રીટેલ બિઝનેસ આવક ૧૪.૫  ટકા વધીને રૃ.૩૯૯૯ કરોડ મેળવી
મુંબઈ શનિવાર
કોર્પોરેટ જાયન્ટ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડે ૩૦,જૂન,૨૦૧૪ના પૂરા થયેલા પ્રથમ ત્રિમાસિકમાં ઉંચા રિફાનીંગ માર્જિન પેટ્રોકેમ ક્ષેત્રે સારા અર્નિંગ અને યુએસ શેલ ગેસ બિઝનેસમાં  થયેલા નોંધપાત્ર વધારાને કારણે તેના ચોખ્ખા નફામાં ૧૩.૭ ટકાનો ઉછાળો નોંધાતા તે એક અબજ ડોલર નજીક (રૃપિયા ૫૯૫૭ કરોડ) પહોંચી ગયો છે. આમ તે ખાનગી ક્ષેત્રની પ્રથમ ભારતીય કંપની છે જેનો નફો એક અબજ ડોલરની વિક્રમી સપાટીએ પહોંચ્યો હોય.
કોન્સોલિડેટેડ ધોરણે રિલાયન્સનો ચોખ્ખો નફો ગત વર્ષના સમાનગાળાના રૃ.૫૨૩૭ કરોડની તુલનાએ ૧૩.૭ ટકા વધીને રૃ.૫૯૫૭ કરોડ થયો છે. જયારે કુલ ટર્નઓવર ૧,૦૦,૬૧૫ કરોડની સરખામણીએ ૭.૨ ટકા વધીને રૃ.૧,૦૭,૯૦૫ કરોડ હાંસલ કર્યું છે. કંપનીએ ક્રુડ ઓઈલમાં ગ્રોસ રિફાઈનીંગ માર્જિન બેરલ દીઠ ગત વર્ષના સમાનગાળાના ૮.૪ ડોલરની તુલનાએ વધીને ૮.૭ ડોલર મેળવ્યું છે. જે ગત વર્ષના ચોથા ત્રિમાસિકમાં ૯.૩ ડોલર હાંસલ કર્યું હતું.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજીંગ ડિરેકટર મુકેશ ડી. અંબાણીએ પરિણામ વિશે કહ્યું હતું કે, 'રિલાયન્સે આ ત્રિમાસિકમાં કોન્સોલિડેટેડ ધોરણે રેકોર્ડ ચોખ્ખો નફો હાંસલ કર્યો છે. જે નબળા પ્રાદેશિક રીફાઈનીંગ માર્જિન છતાં શકય બન્યું છે. પેટ્રોકેમિકલ્સ બિઝનેસની કામગીરીમાં કંપનીની પ્રોડકટ મિક્સની મજબૂતી દેખાઈ આવી છે. આ ઉત્કૃષ્ટ પરિણામ સાથે કંપનીએ તેની વૃદ્વિ-વિકાસના વચનોમાં નોંધનીય પ્રગતિ હાંસલ કરી છે. રિલાયન્સ સંખ્યાબંધ નવા પ્રોજેકટો ધરાવે છે. જે કંપનીની સ્પર્ધાત્મકતા વધારશે. કંપની તેના વર્તમાન બજારોમાં રીટેલ બિઝનેસ વિસ્તારી રહી છે અને નવા બજારો અને ચેનલો શોધી રહી છે.રિલાયન્સમાં સામાજીક જવાબદારી અને પર્યાવરણ આર્થિક સફળતાના આંતરિક ભાગરૃપ છે.'
કોન્સોલિડેટેડ ધોરણે રોકડ નફો ૧૩.૯ ટકા વધીને રૃ.૮૯૮૪ કરોડ મેળવ્યો છે. કંપનીએ રીફાઈનીંગ અને માર્કેટીંગ બિઝનેસમાં આવક રૃ.૯૧,૪૬૩ કરોડની તુલનાએ ૭.૧ ટકા વધીને રૃ.૯૮,૦૮૧ કરોડ મેળવી છે. આ સમયગાળામાં ક્રુડનું રીફાઈનીંગ ૧૭૧ લાખ ટનની તુલનાએ ઘટીને ૧૬૭ લાખ ટન કર્યું છે. રીફાઈનીંગ પ્રોડક્ટસની ભારતમાંથી કુલ નિકાસો ૧૦ અબજ ડોલરની રહી છે. જેમાં રીફાઈનરી પ્રોડકટનું વોલ્યુમ ૭૪ ટકા રહ્યું છે.
કંપનીની સંગઠિત રીટેલ બિઝનેસમાં ત્રિમાસિક આવક ગત વખતની રૃ.૩૪૯૨ કરોડની તુલનાએ ૧૪.૫ ટકા વધીને રૃ.૩૯૯૯ કરોડ હાંસલ થઈ છે. આ સાથે કંપનીએ રીટેલમાં ઈબીટા માર્જિન ગત વખતના માઈનસ ૦.૪ ટકાની તુલનાએ વધીને ૨.૦ ટકા હાંસલ કર્યું છે. રિલાયન્સની ઓઈલ એન્ડ ગેસ એક્સ્પ્લોરેશન બિઝનેસની આવક રૃ.૨૪૯૬ કરોડની તુલનાએ ૨૭.૩ ટકા વધીને રૃ.૩૧૭૮ કરોડ થઈ છે. જેમાં સ્થાનિક આવક રૃ.૧૪૫૪ કરોડની તુલનાએ ૭.૧ ટકા વધીને રૃ.૧૫૫૭ કરોડ થઈ છે. ૩૦,જૂન,૨૦૧૪ના અંતે રિલાયન્સ પાસે રોકડ અને રોકડ સમકક્ષ રૃ.૮૧,૫૫૯ કરોડ રહી છે. જ્યારે કંપનીનું દેવું રૃ.૧,૩૫,૭૬૯ કરોડ રહ્યું છે. જે ગત વખતે રૃ.૧,૩૮,૭૬૧ કરોડ હતું.
 
Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

Friday, 18 July 2014

શેરબજારમાં રિટેલ રોકાણકારોનો સહભાગ વધ્યો પણ હોલ્ડિંગ્સ ઘટયું

Gayatri Business Solution
(Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group,BlogWebsite, )

Good News Gayatri Business Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,

Gujarat Samachar News

શેરબજારમાં રિટેલ રોકાણકારોનો સહભાગ વધ્યો પણ હોલ્ડિંગ્સ ઘટયું

મુંબઈ, તા.શુક્રવાર
વર્તમાન નાણાંકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં રિટેલ રોકાણકારોનો બજારમાં સહભાગ વધીને ત્રણ વર્ષની ઊંચી સપાટીએ પહોંચ્યો છે છતાં રોકાણકારો તેજીનો લાભ લઈને રોકડી કરી રહ્યાનું પણ જોવા મળી રહ્યું છે.
છેલ્લા કેટલાક વર્ષથી ગળે માલ ભરાવો લઈને બેઠેલા રિટેલ રોકાણકારો હાલમાં ઊંચા ભાવે પોતાના નાણાં છૂટા કરી રહ્યાનું જોવા મળી રહ્યું છે. જુન ત્રિમાસિક ગાળામાં બીએસઈ૫૦૦ કંપનીઓમાંથી ૧૫૪ કંપનીમાં રિટેલ હોલ્ડિંગ સાધારણ ઘટીને ૫.૩૬ ટકા રહ્યાનું પ્રાપ્ત આંકડા પરથી જણાય છે.
બીએસઈ૫૦૦ કંપનીઓમાંથી ૧૫૪ કંપનીમાં છેલ્લા બે વર્ષમાં રિટેલ રોકાણકારોનું આ સૌથી ઓછું હોલ્ડિંગ હોવાનું એક વિશ્લેષકે જણાવ્યું હતું. જુન ત્રિમાસિક ગાળામાં સેન્સેકસ ૧૩.૫૦ ટકા વધ્યો છે જ્યારે મિડ-કેપ ૩૨ ટકા તથા સ્મોલ-કેપ ૪૪ ટકા વધ્યો છે. જુનના ત્રિમાસિક ગાળાના પરિણામ જાહેર કરી ચૂકેલી કંપનીના શેરહોલ્ડિંગને આ સમીક્ષમાં ધ્યાનમાં લેવામાં આવી છે.
 
Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here  