સુવિચાર

"Wel-Come to Information Technology & Business Development World" સુવિચાર :- "એક જ આવકના સ્ત્રોત પર નિર્ભર ના રહો, નવું રોકાણ કરો અને બીજી/ત્રીજી આવકનો સ્ત્રોત તૈયાર કરો.- વોરેન બફેટ" For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Monday, 15 September 2014

Live પેટા ચૂંટણી પરિણામ: સપાએ યૂપીમાં ભાજપને પછાડી

Gayatri Business Solution
(Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group,BlogWebsite, )

Good News Gayatri Business Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,

Gujarat Samachar News

Live પેટા ચૂંટણી પરિણામ: સપાએ યૂપીમાં ભાજપને પછાડી

- ગુજરાતમાં પણ કોંગ્રેસ ટક્કર આપી રહી છે

- જાણો કઇ બેઠક પર કોણ આગળ છે

નવી દિલ્હી તા. 16 સપ્ટેમ્બર 2014

13 સપ્ટેમ્બરના રોજ 10 રાજ્યોમાં ત્રણ લોક સભા અને 33 વિધાનસભા બેઠકો માટે થઈ ચૂકેલા મતદાનની આજે મત ગણતરૂ શરૂ થઇ ચૂકી છે. 33 બેઠકોમાંથી 15 બેઠકો પર અત્યારે ભાજપ આગળ ચાલી રહ્યું છે. કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી 5-5 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે. ઉત્તર પ્રદેશમાં ભાજપને સપાએ પાછળ છોડી દીધું છે. રાજ્યની જે 11 બેઠકો પર પેટા ચૂંટણી ચાલી રહી છે તેમાંથી ભાજપ 3 બેઠકો પર તો સપા 8 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે.

જ્યારે ગુજરાતની 9 બેઠકો પર બીજેપી 5 અને કોંગ્રેસ 4 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે. રાજસ્થાનમાં કોંગ્રેસ અને ભાજપ 2-2 બેઠકો પરથી આગળ ચાલી રહ્યું છે. આસામમાં એક બેઠક પર AIUDF, એક પર બીજેપી અને એક પર કોંગ્રેસ આગળ ચાલી રહી છે. પશ્ચિમ બંગાળમાં બન્ને બેઠકો પર તૃણમૂલ કોંગ્રેસ આગળ ચાલી રહી છે.

જ્યારે બનાસકાંઠા ડીસા વિધાનસભા બેઠક પર મતગણતરીનો 14મો રાઉન્ડ પૂર્ણ થઇ ચૂક્યો છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવારની 10,000 વોટની લીડ
Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

Sunday, 14 September 2014

પાકિસ્તાન ભારતને MFNનો શરતી દરજ્જો આપવા તૈયાર

Gayatri Business Solution
(Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group,BlogWebsite, )

Good News Gayatri Business Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,

Gujarat Samachar News

પાકિસ્તાન ભારતને MFNનો શરતી દરજ્જો આપવા તૈયાર

ઓટો, ફાર્મા અને કૃષિ ક્ષેત્રને વિશેષ સુરક્ષા આપવાની માંગણી

નવી દિલ્હી, શનિવાર
ભારતથી થતી તમામ આયાતો ઉપરના અંકૂશો દૂર કરી ભારતને મોસ્ટ ફેવર્ડ નેશન (એમએફએન)નો દરજ્જો આપતા પહેલા  પાકિસ્તાને તેના કૃષિ, ઓટોમોબાઇલ અને ફાર્માસ્યુટિકલ સેક્ટર માટે વિશેષ સુરક્ષા આપવાની માંગણી કરી છે.
અમારા ઉદ્યોગોને એ વાતનો ભય છે કે પુરતી સુરક્ષા વગર ભારતને એમએફએનનું સ્ટેટસ આપવાથી ભારતથી થનારી તમામ આયાતો પાકિસ્તાની ઉદ્યોગ માટે નુકસાનકારક સાબિત થઇ શકે કારણકે નવી દિલ્હી દ્વારા કૃષિ, ઓટોમોબાઇલ અને ફાર્મા સેક્ટરને ભારે રાહતો આપવામાં આવે છે, એમ પાકિસ્તાની રાજદૂતાલયમાં વાણિજ્ય મંત્રાલયનો અખત્યાર સંભાળતા પ્રધાન નઇમ અનવરે જણાવ્યું હતું.
વિદેશી આયાતો સામે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુટીઓ)ના ધોરણો મુજબ સુરક્ષા ઊભી કરવાના પગલાં નાના દેશો માટે ઉપયોગી નહી હોવાથી અમે ભારતને દ્વિપક્ષી સુરક્ષા યંત્રણા તૈયાર કરવાનું જણાવ્યું છે જેથી અમારા સંવેદનશીલ ઉદ્યોગોને પુરતી સુરક્ષા મળી શકે, એમ અનવરે ઉમેર્યું હતું.  સુરક્ષાના પગલામાં એવી વ્યવસ્થા ઊભી કરી શકાય કે જેમાં અમુક મર્યાદા સુધી આયાત  થઇ ગયા બાદ તેને આપમેળે અટકાવી દેવામાં આવે અને આ પ્રકારની વ્યવસ્થા બંને દેશો દ્વારા ઊભી કરવામાં આવે તે જરૃરી છે, એમ તેમણે જણાવ્યું હતું.
જોકે, આ માટે બંને દેશો વચ્ચે સંવાદ ફરી શરૃ થવો જરૃરી છે, સંવાદની ગેરહાજરીમાં વ્યાપાર અંગે એક પક્ષી નિર્ણય લઇ શકાય નહીં, એમ તેમણે ઉમેર્યું હતું.
ગયા મહિને પાકિસ્તાની રાજદૂતાલયના અધિકારીએ ભાગલાવાદી નેતાઓ સાથે નવી દિલ્હી ખાતે મંત્રણા કરતાં બંને દેશો વચ્ચે વિદેશ  સચિવ સ્તરની મંત્રણા રદ કરવામાં આવી હતી.
Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

Friday, 12 September 2014

છ વર્ષ પછી બીએસઇ મિડકેપ ઇન્ડેક્સ ૧૦,૦૦૦ની સપાટીને પાર કરી ગયો

Gayatri Business Solution
(Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group,BlogWebsite, )

Good News Gayatri Business Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,

Gujarat Samachar News

છ વર્ષ પછી બીએસઇ મિડકેપ ઇન્ડેક્સ ૧૦,૦૦૦ની સપાટીને પાર કરી ગયો

મિડ સાઇઝ કંપનીઓના શેરોના ભાવમાં થયેલો એક ધારો વધારો

અમદાવાદ, શુક્રવાર
મુંબઇ શેર બજારમાં આજે સીમ્ફની, પીઆઇ ઇન્ડસ્ટ્રિઝ, અજંતા ફાર્મા, ટીટીકે પ્રેસ્ટીજ, કજારિયા સીરામિક્સ અને એસ્ટ્રાલ પોલીટેકનિના ભાવમાં દસ ગણ વધારો થયો હતો. છ કરતાં પણ વધારે વર્ષ પછી એસએન્ડ પી બીએસઇ મિડકેપ ઇન્ડેકસ ૧૦,૦૦૦ પાર કરી જતાં ખેલાડીઓ આનંદમાં આવી ગયા હતા. એસએન્ડપી બીએસઇ મિડકેપ ઇન્ડેક્સ આજના ઇન્ટ્રા ડે ૧૦૦૧૯ જેટલો ઊંચે રહ્યો હતો. ૧૨.૪૫ વાગે મિડકેપ ઇન્ડેક્સ ૦.૩૨ ટકા સાથે ૯૯૯૫ હતો એટલે કે ૩૨ પોઇન્ટ ઉપર હતો.
 અગાઉ બીજી જાન્યુઆરી, ૨૦૦૮માં  પ્રથમ વખત મિડકેપ ઇન્ડેક્સ ૧૦૦૦૦ માર્કને ક્રોસ કરીને ૧૦૦૯૬ એ પહોંચ્યો હતો. ઇન્ડેક્સ હવે એના સર્વશ્રેષ્ઠ આંકથી ૧૦૨૪૬થી માત્ર ૨૨૭ પોઇન્ટ જ દૂર છે. ૮ જાન્યુઆરી ૨૦૦૮ના રોજ ઇન્ટ્રા ડે વેપારમાં એ આંક હતો. બજારમાં  વિદેશી ફંડ, પુરતી તરલતા અને ઓલરાઉન્ડ રેલીના કારણે આજે તેજી જોવા મળી હતી.
મિડકેપ ઇન્ડેક્સમાંથી વેચાયેલા ૧૯૩માંથી ૮૦ કંપનીઓેની ંમાર્કેટ પ્રાઇસ બમણા કરતાં પણ વધી ગઇ હતી. જો કે  ૭૩ શેરો હજુ પણ એમના ૨૦૦૮ના આંક કરતાં નીચે વેચાય છે. મિડકેપ સાઇઝ ઇન્ડેક્સમાં કુલ ૨૩૮ કંપનીઓ છે જે પૈકી ૪૫ જાન્યુઆરી ૨૦૦૮ પછી લિસ્ટેડ થઇ હતી. સીમ્ફની, પીઆઇ ઇન્ડસટ્રીઝ, અજંતા ફાર્મા,ટીટીકે પ્રેસ્ટીજ, કજારિયા સીરામીક્સ, અસ્ત્રાલ પોલી ટેકનીક, પેજ ઇન્ડસ્ટ્રીઝ, કાવેરી  સીડ કંપની, હટસન એગ્રો પ્રોડક્ટ,વકરંગી, રિસ્પોન્સીવ ઇન્ડસટ્રીઝ અને ગૃહ ફાઇનાન્સ જેવી કંપનીઓ તેમના જાન્યુઆરી, ૨૦૦૮ના આંકને પાર કરી ગઇ હતી. એક ઇન્ફોલાઇનના વડા કહે છે કે  કેટલીક મિડકેપ કંપનીઓમાં લોકો રોકાણ કરવાનું ચાલુ જ રાખશે. તેમણે રોકાણકારોને આ કંપનીઓમાં તેમનું રોકાણ ચાલુ રાખવા સુચન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે હજુ પણ કેટલીક કંપનીઓ પાસે  આગામી બે વર્ષમાં તેમની ક્ષમતા બમણી કરવાની તક છે.

સિમ્ફોનીની 'લાર્જ કેપ' ક્લબમાં એન્ટ્રી
અમદાવાદ, શુક્રવાર
એરકુલર ક્ષેત્રે કાર્યરત સિમ્ફોની કંપનીએ આજે 'લાર્જ કેપ' ક્લબમાં એન્ટ્રી કરી હતી. આજે આ કંપનીનો શેર ઝડપથી વધતા કંપનીનું માર્કેટ કેપીટલાઈઝેશને રૃા. ૫૦૦૦ કરોડની સપાટી કૂદાવી દેતાં કંપનીએ આ ક્લબમાં પ્રવેશ કર્યો હતો. કંપનીએ એક દાયકામાં આ સિધ્ધિ મેળવી હતી.
Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

Thursday, 11 September 2014

તમારું G-mail એકાઉન્ટ હેક થયું છે કે નહિ આ રીતે જાણી શકાય...

Gayatri Business Solution
(Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group,BlogWebsite, )

Good News Gayatri Business Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,

Gujarat Samachar News

તમારું G-mail એકાઉન્ટ હેક થયું છે કે નહિ આ રીતે જાણી શકાય...

- તાજેતરમાં જ 50 લાખ જીમેલ એકાઉન્ટના પાસવર્ડ હેક થયા છે

- એક ફાઇલમા તમામ ડેટા સ્ટોર કરવામાં આવ્યો છે

નવી દિલ્હી તા. 11 સપ્ટેમ્બર 2014
જો તમે જીમેલમાં એકાઉન્ટ ધરાવતા હોય તો તમારા માટે એક માઠા સમાચારા છે. કારણકે હેકરોની એક ટૂકડીએ 50 લાખથી વધારે એકાઉન્ટને હેક કરી નાખ્યા છે અને ID, Passwordની એક ફાઇલ બનાવી બિટકોઇન સિક્યોરિટી નામની એક રશિયન વેબસાઇટ પર અપલોડ કરી નાખી છે અને તે પણ પાસવર્ડ વગર. આ ફાઇલને કોઇ પણ સરળતાથી ડાઉનલોડ કરી શકે છે. અપલોડ કરાયેલી આ ફાઇલમાં રાખવામાં આવેલી મહિતીમાં 60 ટકા એકાઉન્ટના પાસવર્ડ સાચા મળી આવ્યા છે.

જો કે ગુગલે તેમના સર્વર પરથી ડેટા ચોરી કે લીક થઈ હોવાની વાતને નકારી રહી છે અને લીક થયેલા એકાઉન્ટની માહિતીને ગુગલ સિવાય અન્ય વેબસાઈટ પરથી એકઠી કરવમાં આવી છે. વધુમાં તેમણે જણાવ્યું હતુ કે યુઝર્સની જાણકારીને સુકક્ષીત કરવી અમારી પ્રાથમિકતા રહેશે. અમારી પાસે એવા કોઇ પણ જાતના પુરવા સામે નથી આવ્યા જેના આધારે અમે જણાવી શકીએ કે એકાઉન્ટ હેક થયા છે.  અને તેમ છતા અમે આ વિષયમાં જરૂરી પગલા લેવાઇ રહ્યા છે.

જ્યારે રશિયાની એક ટેક્નોલોજી વેબસાઈટે પણ એવુ જણાવ્યું છે કે આ યુઝર્સનેમ-પાસવર્ડમાં મોટા ભાગની ફિશિંગ સ્કેમ અને અન્ય લીકથી લેવામાં આવેલા ડેટાનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગુગલ સર્વર હેક કરીને ડેટા લેવામાં આવ્યો નથી. પરંતુ એક્સપર્ટના જણાવ્યાં અનુસાર હેક થયેલા મોટા ભાગના એકાઉન્ટમાં જીમેલ એકાઉન્ટનો પણ સમાવેશ થયો છે જેમાં યુઝર્સ અન્ય સાઈટ્સ પર લોગઈન કરે છે, પરંતુ મોટા ભાગના યુઝર્સ અહીં પાસવર્ડ બદલીને તેનો ઉપયોગ કરતાં હોય છે.

આવી રીતે તમે જાણી શકો છો કે તમારૂ એકાઉન્ટ હેક થયુ છે કે નહી
તમારે જો તમારૂ એકાઉન્ટ હેક થયું છે કે નહી તે જાણવુ હોય તો તમે આ વેબસાઇટ લિંક https://isleaked.com/en.php પર જાઇ તમારૂં ઇમેલ આઈડી નાખો. જો તમારો પાસવર્ડ લીક થયો હોય તો તમારે તે તુંરત જ બદલી દેવો જોઈએ અને જો તમારો પાસવર્ડ લીક ના થયો હોય તો તામરૂ એકાઉન્ટ હાલ સુરક્ષીત છે.
Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

Wednesday, 10 September 2014

સેન્સેક્સ ૨૦૮ પોઈન્ટ ઘટીને ૨૭૦૫૭

Gayatri Business Solution
(Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group,BlogWebsite, )

Good News Gayatri Business Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,

Gujarat Samachar News

સેન્સેક્સ ૨૦૮ પોઈન્ટ ઘટીને ૨૭૦૫૭

નિફટીએ ૮૧૦૦ની સપાટી ગુમાવી

સ્મોલ, મિડ કેપ શેરોમાં સતત તેજી

યુએસ દ્વારા વ્યાજ દરોમાં વધારો થવાના સંકેત, ડિઝલના ભાવમાં ઘટાડો થવાની

સંભાવનાએ
ફયુચર્સમાં FIIની રૃ.૧૫૮૭ કરોડની ચોખ્ખી વેચવાલી ઃ
એફઆઈઆઈની કેશમાં રૃ.૧૦ કરોડની

વેચવાલી

(ગુજરાત સમાચાર પ્રતિનિધિ)    મુંબઈ,બુધવાર
અમેરિકી ફેડર રિઝર્વ દ્વારા ટૂંક સમયમાં વ્યાજ દરોમાં વધારો થવાની શકયતાના

અહેવાલ અને ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવમાં ઘટાડાને કારણે સ્થાનિકમાં

સાત વર્ષમાં પ્રથમ વખત ડિઝલના ભાવમાં ઘટાડો થવાના અહેવાલે આજે ફંડોની

ફ્રન્ટલાઈન ઓઈલ-ગેસ, આઈટી-સોફટવેર, કેપિટલ ગુડઝ શેરોમાં વેચવાલી વધતાં

સતત બીજા દિવસે ઈન્ડેક્સ બેઝડ નરમાઈ રહી હતી. અમેરિકી ડોલર સામે રૃપિયો

પણ નબળો પડતો રહી આજે ૬૧ની નજીક પહોંચી જતાં અને  સારા વરસાદે

એફએમસીજી શેરોમાં ફંડોની લેવાલી બાદ હવે સરકાર દ્વારા છૂટક સિગારેટના

વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવશે એવા અહેવાલે એફએમસીજી શેરોમાં

આઈટીસી પાછળ વેચવાલી નીકળી હતી. ઈન્ડેક્સ બેઝડ આરંભથી જ નરમાઈ રહી

સેન્સેક્સ અંતે ૨૦૭.૯૧ પોઈન્ટ ઘટીને ૨૭૦૫૭.૪૧ અને નિફટી સ્પોટ ૮૧૦૦ની

સપાટી ગુમાવી અંતે ૫૮.૮૫ પોઈન્ટ ઘટીને ૮૦૯૪.૧૦ બંધ રહ્યા હતા.
 ૨૭૦૦૦ અકબંધ ઃ આરંભથી જ નરમાઈ બાદ સેન્સેક્સ ઈન્ટ્રા-ડે ૨૪૭ પોઈન્ટ

તૂટીને નીચામાં ૨૭૦૧૮ બોલાયો
ટ્રેડીંગની શરૃઆત આજે અપેક્ષિત નરમાઈએ થઈ હતી. ઓવરડયુ કરેકશન અને

યુ.એસ.દ્વારા વ્યાજ દરોમાં ધારણાતી વહેલો વધારો થવાની શકયતાએ વિદેશી

ફંડોની ફરી વિકાસશીલ રાષ્ટ્રોમાંથી શેરો વેચીને યુ.એસ.માં ફંડ લઈ જવાની એક

શકયતાએ આજે શેરોમાં વેચવાલી વધી હતી. સેન્સેક્સ આગલા બંધ ૨૭૨૬૫.૩૨

સામે ૨૭૨૩૦.૯૪ના મથાળે ખુલીને ઉપરમાં ૨૭૨૫૧.૪૪ થઈ તુરત આરંભથી જ

ડોલરની મજબૂતી છતાં આઈટી શેરોમાં ઈન્ફોસીસ, ટીસીએસ, વિપ્રો સહિતમાં

વેચવાલી વધતાં અને હીરો મોટોકોર્પ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટાટા મોટર્સ સહિતના

ઓટો શેરોમાં વેચવાલી બાદ આઈટીસી માટે નેગેટીવ અહેવાલે વેચવાલી નીકળતાં

અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, કોલ ઈન્ડિયા, એચડીએફસી, લાર્સન એન્ડ ટુબ્રો, ભેલ,

ઓએનજીસી સહિતના હેવીવેઈટ-ફ્રન્ટલાઈન શેરોમાં વેચવાલીએ એક સમયે

સેન્સેક્સ ૨૪૭.૨૧ પોઈન્ટ તૂટીને નીચામાં ૨૭૦૧૮.૧૧ સુધી ઘટી અંતે ૨૦૭.૯૧

પોઈન્ટ ઘટીને ૨૭૦૫૭.૪૧ બંધ રહ્યો હતો.
નિફટી સ્પોટ ૮૧૦૦ની સપાટી ગુમાવી નીચામાં ૮૦૮૨ બોલાયો ઃ અંતે ૫૯ પોઈન્ટ

ઘટીને ૮૦૯૪
એનએસઈનો નિફટી સ્પોટ આગલા બંધ ૮૧૫૨.૯૫ સામે ૮૧૩૫.૫૫ મથાળે ખુલીને

આરંભથી જ આઈટી શેરોમાં ઈન્ફોસીસ, વિપ્રો, ટીસીએસ સાથે ઓઈલ-ગેસ શેરો

બીપીસીએલ, ઓએનજીસી, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સહિતમાં ફંડો વેચવાલ બનતાં

અને આઈટીસી, કોલ ઈન્ડિયા, હીરો મોટોકોર્પ, એસીસી, એચડીએફસી સહિતના

હેવીવેઈટ શેરોમાં વેચવાલીએ નીચામાં ૮૦૮૨.૧૦ સુધી ઘટી આવી અંતે ૫૮.૮૫

પોઈન્ટ ઘટીને ૮૦૯૪.૧૦ બંધ રહ્યો હતો.
નિફટી ૮૧૦૦નો પુટ ૫૦.૧૫ થી વધીને ૬૨.૫૫ ઃ નિફટી ૮૨૦૦નો કોલ ૭૦.૪૫ થી

ઘટીને ૪૯.૮૦
ડેરિવેટીવ્ઝમાં નિફટી ૮૧૦૦નો પુટ ૩,૫૦,૫૯૬ કોન્ટ્રેકટસમાં રૃ.૧૪,૩૧૫.૮૮ કરોડના

કામકાજે ૫૦.૧૫ સામે ૫૯ ખુલી નીચામાં ૫૮.૫૦ થઈ નીચામાં ૭૬.૯૦ થઈ અંતે

૬૨.૫૫ હતો. નિફટી ૮૨૦૦નો કોલ ૩,૨૪,૭૦૪ કોન્ટ્રેકટસમાં રૃ.૧૩,૩૯૧.૮૧ કરોડના

કામકાજે ૭૦.૪૫ સામે ૫૪ ખુલી ઉપરમાં ૫૮.૨૫ થઈ નીચામાં ૪૦.૧૦ સુધી ગબડી

અંતે ૪૯.૮૦ હતો. નિફટી ૮૦૦૦નો પુટ ૨,૭૫,૧૦૨ કોન્ટ્રેકટસમાં રૃ.૧૧૦૫૩.૮૭

કરોડના કામકાજે ૨૭.૩૦ સામે ૩૬.૩૫ ખુલી નીચામાં ૩૨ થઈ ઉપરમાં ૪૨ સુધી જઈ

અંતે ૩૩.૮૫ હતો. નિફટી ૮૧૦૦નો કોલ ૧૨૯.૫૫ સામે ૧૧૧ ખુલી ઉપરમાં ૧૧૪.૧૦

થઈ નીચામાં ૮૨.૯૫ સુધી ઘટી અંતે ૯૯.૭૫ હતો.
બેંક નિફટીમાં મહારથીઓ લેવાલ ? બેંક નિફટી ફયુચર ૧૬૨૨૮ થી વધીને ૧૬૨૫૭

ઃ નિફટી ફયુચર ૮૧૮૨ થી ઘટીને ૮૧૩૭
બેંક નિફટી અને બેંક શેરોમાં આજે ફંડો, મહારથીઓ નવેસરથી લેવાલ બન્યાની

ચર્ચા હતી. બેંક નિફટી સપ્ટેમ્બર ફયુચર ૭૯૦૩૮ કોન્ટ્રેકટસમાં રૃ.૩૧૯૫.૮૫ કરોડના

કામકાજે ૧૬,૨૨૮.૪૫ સામે ૧૬,૧૬૦ ખુલીને નીચામાં ૧૬૧૦૫.૧૫ થઈ વધીને

ઉપરમાં ૧૬૨૬૭ સુધી જઈ અંતે ૧૬૨૫૭ રહ્યો હતો. નિફટી સપ્ટેમ્બર ફયુચર

૧,૮૬,૩૬૦ કોન્ટ્રેકટસમાં રૃ.૭૫૭૭.૪૫ કરોડના કામકાજે ૮૧૮૨.૨૦ સામે ૮૧૫૫.૧૫

ખુલીને ઉપરમાં ૮૧૫૭ થઈ નીચામાં ૮૧૦૭.૨૫ સુધી ઘટી અંતે ૮૧૩૭.૧૦ હતો.

નિફટી ૭૯૦૦નો પુટ ૧૪.૧૫ સામે ૧૯.૩૦ ખુલીને નીચામાં ૧૫.૮૦ થઈ ઉપરમાં

૨૧.૩૦ સુધી જઈ અંતે ૧૬.૫૦ હતો.
ડોલર વધુ ૩૪ પૈસા વધીને રૃ.૬૦.૯૪ છતાં આઈટી શેરોમાં વધતી વેચવાલી ઃ

ઈન્ફોસીસ રૃ.૬૮ ઘટીને રૃ.૩૬૬૮ ઃ વિપ્રો, ટીસીએસ પણ ઘટયા
અમેરિકી અર્થતંત્રની સુધરતી સ્થિતિએ હવે યુ.એસ.ફેડરલ રિઝર્વ દ્વારા નિયત

સમયથી વહેલો વ્યાજ દરમાં વધારો થવાની અટકળોએ આજે અમેરિકી ડોલરની

અન્ય દેશોના ચલણો સાથે રૃપિયા સામે મજબૂતી વધી હતી છતાં આઈટી શેરોમાં

ફંડોની વેચવાલી વધી હતી. રૃપિયા સામે ડોલર ૩૪ પૈસા મજબૂત થઈ રૃ.૬૦.૯૪

રહ્યો હતો. ઈન્ફોસીસ રૃ૬૮.૭૦ ઘટીને રૃ.૩૬૬૮.૧૦, વિપ્રો રૃ.૪.૮૫ ઘટીને રૃ.૫૮૨.૬૦,

ટીસીએસ રૃ.૨૭.૦૫ ઘટીને રૃ.૨૬૦૩.૨૫, માઈન્ડટ્રી રૃ.૬.૨૫ ઘટીને રૃ.૧૧૪૮.૩૦,

એચસીએલ ટેકનોલોજી રૃ.૩ ઘટીને રૃ.૧૬૩૭.૭૦ રહ્યા હતા. બીએસઈ આઈટી

ઈન્ડેક્સ ૧૧૦.૯૮ પોઈન્ટ ઘટીને ૧૦૩૩૩.૮૮  બંધ રહ્યો હતો.
કેપિટલ ગુડઝ શેરોમાં ફંડોની વધતી વેચવાલી ઃ વાબેગ રૃ.૭૪, ફેગ બેરિંગ્સ રૃ.૯૦,

લક્ષ્મી મશીન રૃ.૮૪, સિમેન્સ રૃ.૧૫, લાર્સન રૃ.૨૦ ઘટયા
એફઆઈઆઈ-વિદેશી ફંડોની સાથે આજે સ્થાનિક ઈન્વેસ્ટરોની પણ પાવર-કેપિટલ

ગુડઝ શેરોમાં વેચવાલી વધતી જોવાઈ હતી. વાબેગ રૃ.૭૪.૫૫ તૂટીને

રૃ.૧૪૫૧.૦૫, ફેગ બેરિગ્સ રૃ.૯૦.૯૦ તૂટીને રૃ.૨૭૬૭.૫૦, લક્ષ્મી મશીન રૃ.૮૩.૯૦

તૂટીને રૃ.૪૧૧૭, સિમેન્સ રૃ.૧૫.૪૦ ઘટીને રૃ.૮૯૪.૯૦, એસકેએફ ઈન્ડિયા રૃ.૧૪.૪૦

ઘટીને રૃ.૧૦૮૬.૭૫, લાર્સન એન્ડ ટુબ્રો રૃ.૨૦.૪૦ ઘટીને રૃ.૧૫૮૬.૬૦, ભેલ રૃ.૨.૩૦

ઘટીને રૃ.૨૧૯.૧૫, બીઈએલ રૃ.૧૪.૮૫ ઘટીને રૃ.૨૦૪૭.૪૦, એબીબી રૃ.૫.૩૫ ઘટીને

રૃ.૧૧૪૨.૪૫ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૧૫૪.૨૧ પોઈન્ટ ઘટીને

૧૫૩૯૯.૦૫ બંધ રહ્યો હતો.
આઈડીએફસી ક્યુઆપી ઈસ્યુ થકી રૃ.૮૫૦ થી રૃ.૧૦૦૦ કરોડ મેળવશે  ઃ

ગગનવિહારીની મોટી લેવાલી
ઈન્ફ્રાસ્ટ્રકચર ફાઈનાન્સ ક્ષેત્રે દેશની અગ્રણી કંપની આઈડીએફસી દ્વારા ક્યુઆપી

થકી રૃ.૮૫૦ કરોડ થી રૃ.૧૦૦૦ કરોડ  ઊભા કરવાની યોજનાના ભાગરૃપ આ

કયુઆપી રૃ.૧૩૮ જેટલા ભાવે થવાની શકયતાએ આજે ગગન વિહારી સહિતના

મહારથીઓ અને ફંડોની શેરમાં મોટી લેવાલી નીકળી હતી. શેર રૃ.૨.૯૫ વધીને

રૃ.૧૪૪.૯૫ બંધ રહ્યો હતો.
આઈટીસીમાં સિગારેટનું છૂટક વેચાણ પર પ્રતિબંધના અહેવાલે રૃ. ૭ ઘટીને રૃ.૩૫૧

ઃ ગોદરેજ કન્ઝયુમર રૃ.૫૬, ટાટા ગ્લોબલ રૃ.૩ ઘટયા
એફએમસીજી શેરોમાં ગઈકાલે ફંડોની દેશભરમાં સફળ ચોમાસાએ લેવાલી રહ્યા

બાદ આજે ફંડોની નફારૃપી વેચવાલી નીકળી હતી. સરકાર દ્વારા સિગારેટના છૂટક

વેચાણ પર પ્રતિબંધ મૂકવાની ચર્ચાએ વેચવાલી નીકળતાં રૃ.૬.૬૦ ઘટીને

રૃ.૩૫૧.૦૫ રહ્યો હતો. અન્ય એફએમસીજી શેરોમાં ગોદરેજ કન્ઝયુમર રૃ.૫૬ ઘટીને

રૃ.૧૦૪૯.૬૫, પ્રમોટર વિજય માલ્યા અને કિંગફિશર એરલાઈન્સને સ્ટેટ બેંકની

ડિફોલ્ટ નોટીસ અને ગુ્રપ કંપનીઓને પણ પ્રમોટર ડિફોલ્ટર થવાના સંજોગોમાં

અસર થવાના નવા કાયદાની વિચારણાએ આજે યુબીએલ રૃ.૧૪ ઘટીને રૃ.૭૧૯.૪૫,

યુનાઈટેડ સ્પિરિટ રૃ.૨૯.૮૫ ઘટીને રૃ.૨૨૫૮.૮૫ રહ્યા હતા. જ્યારે મેરિકો રૃ.૪.૨૫

ઘટીને રૃ.૨૮૬.૩૫, ડાબર રૃ.૨.૪૫ ઘટીને રૃ.૨૨૫.૭૫, ટાટા ગ્લોબલ રૃ.૨.૮૫ ઘટીને

રૃ.૧૬૨.૩૦, નેસ્લે ઈન્ડિયા રૃ.૨૮.૮૦ ઘટીને રૃ.૬૩૭૩.૪૫ રહ્યા હતા. બીએસઈ

એફએમસીજી ઈન્ડેક્સ ૧૧૧.૫૫ પોઈન્ટ ઘટીને ૭૪૧૪.૪૬ બંધ રહ્યો હતો.
ડિઝલના ભાવ ઘટાડાની શકયતાએ ઓઈલ શેરોમાં નરમાઈ ઃ બીપીસીએલ,

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, આઈઓસી ઘટયા
કેન્દ્ર સરકાર દ્વારા અત્યારે નિયંત્રિત ડિઝલના ભાવમાં સાત વર્ષમાં પહેલી વખત

ઘટાડો થવાની શકયતાએ આજે ઓઈલ માર્કેટીંગ પીએસયુ શેરોમાં વેચવાલી

નીકળી હતી. ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ ઘટી આવ્યાની અસરે ડિઝલના

ભાવમાં ઘટાડો કરવાન વિચારણા થઈ રહી છે. બીપીસીએલ રૃ. ૧૫.૬૦ ઘટીને

રૃ.૬૭૬.૫૦, ઓઈલ ઈન્ડિયા રૃ.૨૦.૪૦ ઘટીને રૃ.૬૩૯.૧૫, આઈઓસી રૃ.૬.૯૫ ઘટીને

રૃ.૩૯૦.૭૫,  રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૃ.૧૭.૩૦ ઘટીને રૃ.૧૦૧૬, કેઈર્ન ઈન્ડિયા રૃ.૯.૨૦

ઘટીને રૃ.૩૩૨.૩૫ રહ્યા હતા.
આઈસીઆઈસીઆઈ બેંકમાં શેર વિભાજનને મંજૂરીએ આકર્ષણ ઃ રૃ.૨૪ વધીને

રૃ.૧૫૭૧
બેંકિંગ શેરોમાં આજે આઈસીઆઈસીઆઈની આગેવાનીમાં ફંડોનું વેલ્યુબાઈંગ ફરી

નીકળ્યું હતું. આઈસીઆઈસીઆઈ બેંકના બોર્ડ દ્વારા ગઈકાલે શેરનું રૃ.૧૦

પેઈડ-અપમાંથી રૃ.૨માં વિભાજન કરવાને મંજૂરી અપાતાં લેવાલીએ રૃ.૨૩.૭૦

વધીને રૃ.૧૫૭૧.૪૦ રહ્યો હતો. અન્ય બેંક શેરોમાં બેંક ઓફ બરોડા રૃ.૩.૪૦ વધીને

રૃ.૯૦૬.૭૦, કેનેરા બેંક રૃ.૮.૮૦ વધીને રૃ.૪૦૪.૪૫ રહ્યા હતા. જ્યારે સ્ટેટ બેંક ઓફ

ઈન્ડિયા રૃ.૧૪.૪૦ ઘટીને રૃ.૨૫૫૩ રહ્યો હતો.
ઈન્ડેક્સ બેઝડ કરેકશન છતાં સ્મોલ, મિડ કેપ શેરોમાં અવિરત  તેજી ઃ૧૭૧૯ શેરો

પોઝિટીવ ઃ ૪૫૪ શેરોમાં તેજીની સર્કિટ
સેન્સેકસ-નિફટી બેઝડ ફંડોની સતત બીજા દિવસે વેચવાલી છતાં   સપ્ટેમ્બર

મહિની સ્મોલ, મિડ કેપ શેરોમાં આજે પણ અવિરત તોફાની તેજી જોવાઈ હતી. ફંડો,

મહારથીઓ, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોની પસંદગીના શેરોમાં લેવાલી વધતી જોવાઈ

હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૧૦૭ સ્ક્રીપોમાંથી વધનારની સંખ્યા ૧૭૧૯

અને ઘટનારની સંખ્યા ૧૩૦૪  રહી હતી. ૪૫૪ શેરોમાં ઓનલી બાયરની તેજીની

ઉપલી સર્કિટ અને ૧૮૬ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ હતી.
એફઆઈઆઈની ફયુચર્સમાં રૃ.૧૫૮૭ કરોડની જંગી ચોખ્ખી વેચવાલી ઃ

ડીઆઈઆઈની રૃ.૫૧૧ કરોડની વેચવાલી
એફઆઈઆઈઝ-વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ આજે-બુધવારે કેશમાં વધુ

રૃ.૯.૯૧કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી કરી હતી. કુલ રૃ.૩૧૧૭.૬૭  કરોડની

ખરીદી સામે કુલ રૃ.૩૧૨૭.૫૮ કરોડની વેચવાલી કરી હતી. જ્યારે સ્ટોક ફયુચર્સમાં

રૃ.૭૫૯.૧૮ કરોડની ચોખ્ખી વેચવાલી અને ઈન્ડેક્સ ફયુચર્સમાં રૃ.૮૨૭.૯૮ કરોડની

ચોખ્ખી વેચવાલી મળી ફયુચર્સમાં કુલ મળીને રૃ.૧૫૮૭.૧૬ કરોડની ચોખ્ખી

વેચવાલી કરી હતી. ડીઆઈઆઈઝ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની આજે કેશમાં

રૃ.૫૧૧.૨૫ કરોડની ચોખ્ખી વેચવાલી રહી હતી. કુલ રૃ.૧૨૧૦.૬૨ કરોડની ખરીદી

સામે કુલ રૃ.૧૭૨૧.૮૭ કરોડની વેચવાલી રહી હતી.
Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

Tuesday, 9 September 2014

કેન્દ્ર CST વળતર પેટે હવે રાજ્યોને રૃ.૧૨,૫૦૦ કરોડનો પહેલો હપ્તો ચૂકવવા દર્શાવેલ

Gayatri Business Solution
(Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group,BlogWebsite, )

Good News Gayatri Business Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,

Gujarat Samachar News

કેન્દ્ર CST વળતર પેટે હવે રાજ્યોને રૃ.૧૨,૫૦૦ કરોડનો પહેલો હપ્તો ચૂકવવા દર્શાવેલ

ગુડ્સ એન્ડ સર્વીસીસ ટેક્ષનો માર્ગ મોકળો કરવા

જીએસટીના અમલ માટેનો બંધારણ સુધારા ખરડો શિયાળુ સત્રમાં લાવી ૧લી એપ્રિલ ૨૦૧૬થી અમ

મુંબઈ,મંગળવાર
ગુડ્સ એન્ડ સર્વીસીસ ટેક્ષ (જીએસટી) માટે રસ્તો કરવા નાણા મંત્રાલય સેન્ટ્રલ સેલ્સ ટેક્ષ નાબૂદ કરવા માટેના કંપેન્સેશન તરીકે ે  રાજ્યોને રૃ. ૧૨,૦૦૦ કરોડ સુધીની ચૂકવણી ક્લીયર કરવાનો નિર્ણય લીધો હોવાનું જાણવા મળ્યું છે.સરકાર સંસદના શિયાળુ સત્રમાં આ દરખાસ્ત લાવવા વિચારે છે.
આંતરરાજ્ય સોદાઓ પર સીએસટી લેવાય  છે.૨૦૧૦  સુધીના સીએસટી નાબૂદી પેટેના વળતરની રૃ. ૧૩૦૦૦ કરોડની રકમ બાકી  નિકળતી હોવાની રાજ્યોએ રજૂઆત કરી હતી.હવે રાજ્યો અને કેન્દ્રે સાથે મળીને પહેલાની બાકી તથા આગામી વર્ષોની મળીને રૃ. ૩૪,૦૦૦ કરોડની રકમ ત્રણ વર્ષમાં ચૂકવાય તેવી સમજૂતી સાધી છે.     નાણા મંત્રાલય સંસદના શિયાળુ સત્રમાં વધારાની પૂરક માગણી દ્વારા ફાળવણી કરી આ પહેલો રૃ. ૧૨,૦૦૦ કરોડનો હપ્તો ચૂકવી દેવા વિચારે છે.
પૂર્વે નાણા પ્રધાને ૩૦મી ઓગસ્ટના રોજ આવું પેમેન્ટ કરી જીએસટીની દિશામાં વાત આગળ વધારવાનો  નિર્દેશ આપ્યો છે.તેમણે એમ પણ જણાવ્યું હતુ કે રાજ્યોનો વિશ્વાસ જીતવા માટે તેમને ભૂતકાળમાં અપાયેલા વચનો નિભાવવા જરૃરી ગણાય.
કેન્દ્ર સરકાર જીએસટી લાવવા માટે બંધારણ સુધારા ખરડો સંસદના શિયાળુ સત્રમાં લાવવા ઇચ્છે  છે.એક વખત સંસદની મંજૂરી મળી જાય અને અડધા ઉપરાંતની રાજ્ય વિધાનસભાઓ પણ તેને મંજૂર કરે તો ૧લી એપ્રિલ ૨૦૧૬થી જીએસટીના અમલના  દરવાજા ખુલી જશે.
આવો અમલ ઝડપથી થઇ શકે  તેવી ઘણી સાનુકૂળ બાબતો જોવા મળતી હોવાનું સમીક્ષકો માને છે.એમાં ૨૦૧૩-૧૪ના સરપ્લસની રૃ. ૫૨,૬૭૯ કરોડની રકમ રિઝર્વ બેન્કે કેન્દ્ર સરકારને  ટ્રાન્સફર કરી આપ્યાનો અને તે ગયા વર્ષની રૃ.૩૩,૦૧૦ કરોડથી ૬૦ ટકા વધુ હોવાનું પહેલું સાનુકૂળ ફેક્ટર માનવામાં આવે છે.ઉપરાંત સેઇલ,ઓએનજીસી અને કોલ ઇન્ડિયામાંના સરકારી સ્ટેકના વેચાણ મારફત સરકારને રૃ. ૪૨,૦૦૦ કરોડ મળવાની ગણતરી મુકાતી હોવાનું બીજૂં  આવું પરિબળ છે.અને ત્રીજૂં આં.રા. બજારોમાં ક્રુડ તેલના ભાવો ઘટીને ૧૦૦ ડોલરથી પણ નીચે આવતાં સબસીડીનો બોજ ઘટવાના કારણે  કેન્દ્ર     માટે આ પ્રથમ હપ્તો ચૂકવવાનું સરળ બની રહેશે એવું સમીક્ષકો માને છે.
Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

Wednesday, 3 September 2014

ગ્લોબલ ઇન્ડેક્સમાં ભારત ૭૧માં સ્થાને ધકેલાયું

Gayatri Business Solution
(Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group,BlogWebsite, )

Good News Gayatri Business Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,

Gujarat Samachar News

ગ્લોબલ ઇન્ડેક્સમાં ભારત ૭૧માં સ્થાને ધકેલાયું

વર્લ્ડ ઇકોનોમિક્ ફોરમના સ્પર્ધાત્મકતાના

પ્રથમ ત્રિમાસિકમાં ૫.૭ જીડીપી ગ્રોથથી હરખાઇ ગયેલી મોદી સરકારનું સુરસુરીયું..!

નવી દિલ્હી, બુધવાર
મોદી સરકારે અચ્છે દીનની વાતો કરીને લોકોના મત તો લઇ લીધા અને પ્રથમ સો દિવસોમાં મોંઘવારી ઉપર નિંયત્રણની વાતો પણ કરી હતી, પરંતુ હજુ સારા દિવસો જોવા મળ્યા નથી. વાસ્તવિકતા એ છે કે વૈશ્વિક આર્થિક ક્ષેત્રે ભારતનું સ્થાન ગગડીને છેક ૭૧માં ક્રમાંકે પહોંચી ગયું છે. વર્લ્ડ ઇકોનોમિક્ ફોરમના ગ્લોબલ સ્પર્ધાત્મકતાના ઇન્ડેક્સમાં ભારત છેક ૭૧માં સ્થાને ધકેલાઇ ગયું છે. દર વર્ષે જાહેર કરવામાં આવતા ઇન્ડેક્સમાં વિશ્વના ૧૪૪ દેશોની યાદીમાં ભારત ૭૧માં સ્થાને રહ્યુ હતું. જે ગયા વર્ષે ૬૦માં ક્રમે હતું.
ગ્લોબલ રેંકિંગમાં સ્પર્ધાત્મક ઇન્ડેક્સમાં ભારત ૭૧માં સ્થાને હતું. ઉપરાંત બ્રિક્સ દેશોમાં તો ભારત સૌથી ખરાબ સ્થિતિમાં હતું. રેંકિંગ મુંજબ સ્વીટઝર્લેન્ડ પ્રથમ, સિંગાપોર બીજા અને અમેરિકા ત્રીજા સ્થાને તો ફિનલેન્ડ  ચોથા સ્થાને હતા અને જર્મની પાંચમાં સ્થાને હતું. બ્રિકસ દેશોમાં ચીન ૨૮માં સ્થાને, રશિયા ૫૩માં સ્થાને, દક્ષિણ આફ્રિકા ૫૬માં સ્થાને, બ્રાઝિલ ૫૭માં સ્થાને અને ભારત સોથી નીચે ૭૧માં સ્થાને હતું.
કેટેગરીની જો વાત કરીએ તો ટેકનોલોજીમાં ભારત ૧૨૧માં, કુશળ શ્રમિકોની બાબતમાં ૧૧૨માં અને મેક્રો ઇકોનોમિક્સમાં ૧૦૧ સ્થાને હતું. આરોગ્ય અને પ્રાથમિક શિક્ષણની બાબતમાં ૯૮, ઉચ્ચ શિક્ષણ કેટેગરીમાં ૯૩ અને માળખાકિય બાબતોમાં ૮૭માં સ્થાને બારત હતું.
પાછળ રહી જવા માટેના કારણોમાં ફંડિંગની કમી, ઉંચા ટેક્સ દરો, ભ્રષ્ટાચાર, તાલિંમ બધ્ધ કર્મચારીઓની અછત અને ઇનોવેશન ડિલિવરીમાં ઓછી કુશળતા જેવા  ક્ષેત્રો જવાબદાર હતા. જો કે અહેવાલમાં લખવામાં આવ્યું હતુ ંકે જો ભારત સ્પર્ધાત્મકતામાં સુધારો કરે તો એના માટે લાભ જ લાભ છે. એનાથી ભારતની પોઝિશન રિબેલેન્સ થશે અને મુલ્ય ચેનમાં એનું સ્થાન આગળ આવી જશે. એનો વિકાસ પણ મજબૂત થશે. ' એનાથી બારતમાં વધુ નોકરીઓ ઊભી કરી શકાસે અને યુવા વર્ગની કુશળતાનો લાભ લઇ શકાશે.

તમામ સ્તરે ભારત ઘણું પાછળ
ટેકનોલોજીમાં.........................    ૧૨૧
કુશળ શ્રમિકોની બાબતમાં .........    ૧૧૨
મેક્રો ઇકોનોમિક્સમાં ...............    ૧૦૧
આરોગ્ય અને પ્રાથમિક
શિક્ષણની બાબતમાં ...................    ૯૮
ઉચ્ચ શિક્ષણ કેટેગરીમાં ...............    ૯૩
માળખાકિય બાબતોમાં ................    ૮૭