સુવિચાર

"Wel-Come to Information Technology & Business Development World" સુવિચાર :- "એક જ આવકના સ્ત્રોત પર નિર્ભર ના રહો, નવું રોકાણ કરો અને બીજી/ત્રીજી આવકનો સ્ત્રોત તૈયાર કરો.- વોરેન બફેટ" For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Wednesday, 10 September 2014

સેન્સેક્સ ૨૦૮ પોઈન્ટ ઘટીને ૨૭૦૫૭

Gayatri Business Solution
(Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group,BlogWebsite, )

Good News Gayatri Business Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,

Gujarat Samachar News

સેન્સેક્સ ૨૦૮ પોઈન્ટ ઘટીને ૨૭૦૫૭

નિફટીએ ૮૧૦૦ની સપાટી ગુમાવી

સ્મોલ, મિડ કેપ શેરોમાં સતત તેજી

યુએસ દ્વારા વ્યાજ દરોમાં વધારો થવાના સંકેત, ડિઝલના ભાવમાં ઘટાડો થવાની

સંભાવનાએ
ફયુચર્સમાં FIIની રૃ.૧૫૮૭ કરોડની ચોખ્ખી વેચવાલી ઃ
એફઆઈઆઈની કેશમાં રૃ.૧૦ કરોડની


વેચવાલી

(ગુજરાત સમાચાર પ્રતિનિધિ)    મુંબઈ,બુધવાર
અમેરિકી ફેડર રિઝર્વ દ્વારા ટૂંક સમયમાં વ્યાજ દરોમાં વધારો થવાની શકયતાના

અહેવાલ અને ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવમાં ઘટાડાને કારણે સ્થાનિકમાં

સાત વર્ષમાં પ્રથમ વખત ડિઝલના ભાવમાં ઘટાડો થવાના અહેવાલે આજે ફંડોની

ફ્રન્ટલાઈન ઓઈલ-ગેસ, આઈટી-સોફટવેર, કેપિટલ ગુડઝ શેરોમાં વેચવાલી વધતાં

સતત બીજા દિવસે ઈન્ડેક્સ બેઝડ નરમાઈ રહી હતી. અમેરિકી ડોલર સામે રૃપિયો

પણ નબળો પડતો રહી આજે ૬૧ની નજીક પહોંચી જતાં અને  સારા વરસાદે

એફએમસીજી શેરોમાં ફંડોની લેવાલી બાદ હવે સરકાર દ્વારા છૂટક સિગારેટના

વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવશે એવા અહેવાલે એફએમસીજી શેરોમાં

આઈટીસી પાછળ વેચવાલી નીકળી હતી. ઈન્ડેક્સ બેઝડ આરંભથી જ નરમાઈ રહી

સેન્સેક્સ અંતે ૨૦૭.૯૧ પોઈન્ટ ઘટીને ૨૭૦૫૭.૪૧ અને નિફટી સ્પોટ ૮૧૦૦ની

સપાટી ગુમાવી અંતે ૫૮.૮૫ પોઈન્ટ ઘટીને ૮૦૯૪.૧૦ બંધ રહ્યા હતા.
 ૨૭૦૦૦ અકબંધ ઃ આરંભથી જ નરમાઈ બાદ સેન્સેક્સ ઈન્ટ્રા-ડે ૨૪૭ પોઈન્ટ

તૂટીને નીચામાં ૨૭૦૧૮ બોલાયો
ટ્રેડીંગની શરૃઆત આજે અપેક્ષિત નરમાઈએ થઈ હતી. ઓવરડયુ કરેકશન અને

યુ.એસ.દ્વારા વ્યાજ દરોમાં ધારણાતી વહેલો વધારો થવાની શકયતાએ વિદેશી

ફંડોની ફરી વિકાસશીલ રાષ્ટ્રોમાંથી શેરો વેચીને યુ.એસ.માં ફંડ લઈ જવાની એક

શકયતાએ આજે શેરોમાં વેચવાલી વધી હતી. સેન્સેક્સ આગલા બંધ ૨૭૨૬૫.૩૨

સામે ૨૭૨૩૦.૯૪ના મથાળે ખુલીને ઉપરમાં ૨૭૨૫૧.૪૪ થઈ તુરત આરંભથી જ

ડોલરની મજબૂતી છતાં આઈટી શેરોમાં ઈન્ફોસીસ, ટીસીએસ, વિપ્રો સહિતમાં

વેચવાલી વધતાં અને હીરો મોટોકોર્પ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટાટા મોટર્સ સહિતના

ઓટો શેરોમાં વેચવાલી બાદ આઈટીસી માટે નેગેટીવ અહેવાલે વેચવાલી નીકળતાં

અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, કોલ ઈન્ડિયા, એચડીએફસી, લાર્સન એન્ડ ટુબ્રો, ભેલ,

ઓએનજીસી સહિતના હેવીવેઈટ-ફ્રન્ટલાઈન શેરોમાં વેચવાલીએ એક સમયે

સેન્સેક્સ ૨૪૭.૨૧ પોઈન્ટ તૂટીને નીચામાં ૨૭૦૧૮.૧૧ સુધી ઘટી અંતે ૨૦૭.૯૧

પોઈન્ટ ઘટીને ૨૭૦૫૭.૪૧ બંધ રહ્યો હતો.
નિફટી સ્પોટ ૮૧૦૦ની સપાટી ગુમાવી નીચામાં ૮૦૮૨ બોલાયો ઃ અંતે ૫૯ પોઈન્ટ

ઘટીને ૮૦૯૪
એનએસઈનો નિફટી સ્પોટ આગલા બંધ ૮૧૫૨.૯૫ સામે ૮૧૩૫.૫૫ મથાળે ખુલીને

આરંભથી જ આઈટી શેરોમાં ઈન્ફોસીસ, વિપ્રો, ટીસીએસ સાથે ઓઈલ-ગેસ શેરો

બીપીસીએલ, ઓએનજીસી, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સહિતમાં ફંડો વેચવાલ બનતાં

અને આઈટીસી, કોલ ઈન્ડિયા, હીરો મોટોકોર્પ, એસીસી, એચડીએફસી સહિતના

હેવીવેઈટ શેરોમાં વેચવાલીએ નીચામાં ૮૦૮૨.૧૦ સુધી ઘટી આવી અંતે ૫૮.૮૫

પોઈન્ટ ઘટીને ૮૦૯૪.૧૦ બંધ રહ્યો હતો.
નિફટી ૮૧૦૦નો પુટ ૫૦.૧૫ થી વધીને ૬૨.૫૫ ઃ નિફટી ૮૨૦૦નો કોલ ૭૦.૪૫ થી

ઘટીને ૪૯.૮૦
ડેરિવેટીવ્ઝમાં નિફટી ૮૧૦૦નો પુટ ૩,૫૦,૫૯૬ કોન્ટ્રેકટસમાં રૃ.૧૪,૩૧૫.૮૮ કરોડના

કામકાજે ૫૦.૧૫ સામે ૫૯ ખુલી નીચામાં ૫૮.૫૦ થઈ નીચામાં ૭૬.૯૦ થઈ અંતે

૬૨.૫૫ હતો. નિફટી ૮૨૦૦નો કોલ ૩,૨૪,૭૦૪ કોન્ટ્રેકટસમાં રૃ.૧૩,૩૯૧.૮૧ કરોડના

કામકાજે ૭૦.૪૫ સામે ૫૪ ખુલી ઉપરમાં ૫૮.૨૫ થઈ નીચામાં ૪૦.૧૦ સુધી ગબડી

અંતે ૪૯.૮૦ હતો. નિફટી ૮૦૦૦નો પુટ ૨,૭૫,૧૦૨ કોન્ટ્રેકટસમાં રૃ.૧૧૦૫૩.૮૭

કરોડના કામકાજે ૨૭.૩૦ સામે ૩૬.૩૫ ખુલી નીચામાં ૩૨ થઈ ઉપરમાં ૪૨ સુધી જઈ

અંતે ૩૩.૮૫ હતો. નિફટી ૮૧૦૦નો કોલ ૧૨૯.૫૫ સામે ૧૧૧ ખુલી ઉપરમાં ૧૧૪.૧૦

થઈ નીચામાં ૮૨.૯૫ સુધી ઘટી અંતે ૯૯.૭૫ હતો.
બેંક નિફટીમાં મહારથીઓ લેવાલ ? બેંક નિફટી ફયુચર ૧૬૨૨૮ થી વધીને ૧૬૨૫૭

ઃ નિફટી ફયુચર ૮૧૮૨ થી ઘટીને ૮૧૩૭
બેંક નિફટી અને બેંક શેરોમાં આજે ફંડો, મહારથીઓ નવેસરથી લેવાલ બન્યાની

ચર્ચા હતી. બેંક નિફટી સપ્ટેમ્બર ફયુચર ૭૯૦૩૮ કોન્ટ્રેકટસમાં રૃ.૩૧૯૫.૮૫ કરોડના

કામકાજે ૧૬,૨૨૮.૪૫ સામે ૧૬,૧૬૦ ખુલીને નીચામાં ૧૬૧૦૫.૧૫ થઈ વધીને

ઉપરમાં ૧૬૨૬૭ સુધી જઈ અંતે ૧૬૨૫૭ રહ્યો હતો. નિફટી સપ્ટેમ્બર ફયુચર

૧,૮૬,૩૬૦ કોન્ટ્રેકટસમાં રૃ.૭૫૭૭.૪૫ કરોડના કામકાજે ૮૧૮૨.૨૦ સામે ૮૧૫૫.૧૫

ખુલીને ઉપરમાં ૮૧૫૭ થઈ નીચામાં ૮૧૦૭.૨૫ સુધી ઘટી અંતે ૮૧૩૭.૧૦ હતો.

નિફટી ૭૯૦૦નો પુટ ૧૪.૧૫ સામે ૧૯.૩૦ ખુલીને નીચામાં ૧૫.૮૦ થઈ ઉપરમાં

૨૧.૩૦ સુધી જઈ અંતે ૧૬.૫૦ હતો.
ડોલર વધુ ૩૪ પૈસા વધીને રૃ.૬૦.૯૪ છતાં આઈટી શેરોમાં વધતી વેચવાલી ઃ

ઈન્ફોસીસ રૃ.૬૮ ઘટીને રૃ.૩૬૬૮ ઃ વિપ્રો, ટીસીએસ પણ ઘટયા
અમેરિકી અર્થતંત્રની સુધરતી સ્થિતિએ હવે યુ.એસ.ફેડરલ રિઝર્વ દ્વારા નિયત

સમયથી વહેલો વ્યાજ દરમાં વધારો થવાની અટકળોએ આજે અમેરિકી ડોલરની

અન્ય દેશોના ચલણો સાથે રૃપિયા સામે મજબૂતી વધી હતી છતાં આઈટી શેરોમાં

ફંડોની વેચવાલી વધી હતી. રૃપિયા સામે ડોલર ૩૪ પૈસા મજબૂત થઈ રૃ.૬૦.૯૪

રહ્યો હતો. ઈન્ફોસીસ રૃ૬૮.૭૦ ઘટીને રૃ.૩૬૬૮.૧૦, વિપ્રો રૃ.૪.૮૫ ઘટીને રૃ.૫૮૨.૬૦,

ટીસીએસ રૃ.૨૭.૦૫ ઘટીને રૃ.૨૬૦૩.૨૫, માઈન્ડટ્રી રૃ.૬.૨૫ ઘટીને રૃ.૧૧૪૮.૩૦,

એચસીએલ ટેકનોલોજી રૃ.૩ ઘટીને રૃ.૧૬૩૭.૭૦ રહ્યા હતા. બીએસઈ આઈટી

ઈન્ડેક્સ ૧૧૦.૯૮ પોઈન્ટ ઘટીને ૧૦૩૩૩.૮૮  બંધ રહ્યો હતો.
કેપિટલ ગુડઝ શેરોમાં ફંડોની વધતી વેચવાલી ઃ વાબેગ રૃ.૭૪, ફેગ બેરિંગ્સ રૃ.૯૦,

લક્ષ્મી મશીન રૃ.૮૪, સિમેન્સ રૃ.૧૫, લાર્સન રૃ.૨૦ ઘટયા
એફઆઈઆઈ-વિદેશી ફંડોની સાથે આજે સ્થાનિક ઈન્વેસ્ટરોની પણ પાવર-કેપિટલ

ગુડઝ શેરોમાં વેચવાલી વધતી જોવાઈ હતી. વાબેગ રૃ.૭૪.૫૫ તૂટીને

રૃ.૧૪૫૧.૦૫, ફેગ બેરિગ્સ રૃ.૯૦.૯૦ તૂટીને રૃ.૨૭૬૭.૫૦, લક્ષ્મી મશીન રૃ.૮૩.૯૦

તૂટીને રૃ.૪૧૧૭, સિમેન્સ રૃ.૧૫.૪૦ ઘટીને રૃ.૮૯૪.૯૦, એસકેએફ ઈન્ડિયા રૃ.૧૪.૪૦

ઘટીને રૃ.૧૦૮૬.૭૫, લાર્સન એન્ડ ટુબ્રો રૃ.૨૦.૪૦ ઘટીને રૃ.૧૫૮૬.૬૦, ભેલ રૃ.૨.૩૦

ઘટીને રૃ.૨૧૯.૧૫, બીઈએલ રૃ.૧૪.૮૫ ઘટીને રૃ.૨૦૪૭.૪૦, એબીબી રૃ.૫.૩૫ ઘટીને

રૃ.૧૧૪૨.૪૫ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૧૫૪.૨૧ પોઈન્ટ ઘટીને

૧૫૩૯૯.૦૫ બંધ રહ્યો હતો.
આઈડીએફસી ક્યુઆપી ઈસ્યુ થકી રૃ.૮૫૦ થી રૃ.૧૦૦૦ કરોડ મેળવશે  ઃ

ગગનવિહારીની મોટી લેવાલી
ઈન્ફ્રાસ્ટ્રકચર ફાઈનાન્સ ક્ષેત્રે દેશની અગ્રણી કંપની આઈડીએફસી દ્વારા ક્યુઆપી

થકી રૃ.૮૫૦ કરોડ થી રૃ.૧૦૦૦ કરોડ  ઊભા કરવાની યોજનાના ભાગરૃપ આ

કયુઆપી રૃ.૧૩૮ જેટલા ભાવે થવાની શકયતાએ આજે ગગન વિહારી સહિતના

મહારથીઓ અને ફંડોની શેરમાં મોટી લેવાલી નીકળી હતી. શેર રૃ.૨.૯૫ વધીને

રૃ.૧૪૪.૯૫ બંધ રહ્યો હતો.
આઈટીસીમાં સિગારેટનું છૂટક વેચાણ પર પ્રતિબંધના અહેવાલે રૃ. ૭ ઘટીને રૃ.૩૫૧

ઃ ગોદરેજ કન્ઝયુમર રૃ.૫૬, ટાટા ગ્લોબલ રૃ.૩ ઘટયા
એફએમસીજી શેરોમાં ગઈકાલે ફંડોની દેશભરમાં સફળ ચોમાસાએ લેવાલી રહ્યા

બાદ આજે ફંડોની નફારૃપી વેચવાલી નીકળી હતી. સરકાર દ્વારા સિગારેટના છૂટક

વેચાણ પર પ્રતિબંધ મૂકવાની ચર્ચાએ વેચવાલી નીકળતાં રૃ.૬.૬૦ ઘટીને

રૃ.૩૫૧.૦૫ રહ્યો હતો. અન્ય એફએમસીજી શેરોમાં ગોદરેજ કન્ઝયુમર રૃ.૫૬ ઘટીને

રૃ.૧૦૪૯.૬૫, પ્રમોટર વિજય માલ્યા અને કિંગફિશર એરલાઈન્સને સ્ટેટ બેંકની

ડિફોલ્ટ નોટીસ અને ગુ્રપ કંપનીઓને પણ પ્રમોટર ડિફોલ્ટર થવાના સંજોગોમાં

અસર થવાના નવા કાયદાની વિચારણાએ આજે યુબીએલ રૃ.૧૪ ઘટીને રૃ.૭૧૯.૪૫,

યુનાઈટેડ સ્પિરિટ રૃ.૨૯.૮૫ ઘટીને રૃ.૨૨૫૮.૮૫ રહ્યા હતા. જ્યારે મેરિકો રૃ.૪.૨૫

ઘટીને રૃ.૨૮૬.૩૫, ડાબર રૃ.૨.૪૫ ઘટીને રૃ.૨૨૫.૭૫, ટાટા ગ્લોબલ રૃ.૨.૮૫ ઘટીને

રૃ.૧૬૨.૩૦, નેસ્લે ઈન્ડિયા રૃ.૨૮.૮૦ ઘટીને રૃ.૬૩૭૩.૪૫ રહ્યા હતા. બીએસઈ

એફએમસીજી ઈન્ડેક્સ ૧૧૧.૫૫ પોઈન્ટ ઘટીને ૭૪૧૪.૪૬ બંધ રહ્યો હતો.
ડિઝલના ભાવ ઘટાડાની શકયતાએ ઓઈલ શેરોમાં નરમાઈ ઃ બીપીસીએલ,

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, આઈઓસી ઘટયા
કેન્દ્ર સરકાર દ્વારા અત્યારે નિયંત્રિત ડિઝલના ભાવમાં સાત વર્ષમાં પહેલી વખત

ઘટાડો થવાની શકયતાએ આજે ઓઈલ માર્કેટીંગ પીએસયુ શેરોમાં વેચવાલી

નીકળી હતી. ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ ઘટી આવ્યાની અસરે ડિઝલના

ભાવમાં ઘટાડો કરવાન વિચારણા થઈ રહી છે. બીપીસીએલ રૃ. ૧૫.૬૦ ઘટીને

રૃ.૬૭૬.૫૦, ઓઈલ ઈન્ડિયા રૃ.૨૦.૪૦ ઘટીને રૃ.૬૩૯.૧૫, આઈઓસી રૃ.૬.૯૫ ઘટીને

રૃ.૩૯૦.૭૫,  રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૃ.૧૭.૩૦ ઘટીને રૃ.૧૦૧૬, કેઈર્ન ઈન્ડિયા રૃ.૯.૨૦

ઘટીને રૃ.૩૩૨.૩૫ રહ્યા હતા.
આઈસીઆઈસીઆઈ બેંકમાં શેર વિભાજનને મંજૂરીએ આકર્ષણ ઃ રૃ.૨૪ વધીને

રૃ.૧૫૭૧
બેંકિંગ શેરોમાં આજે આઈસીઆઈસીઆઈની આગેવાનીમાં ફંડોનું વેલ્યુબાઈંગ ફરી

નીકળ્યું હતું. આઈસીઆઈસીઆઈ બેંકના બોર્ડ દ્વારા ગઈકાલે શેરનું રૃ.૧૦

પેઈડ-અપમાંથી રૃ.૨માં વિભાજન કરવાને મંજૂરી અપાતાં લેવાલીએ રૃ.૨૩.૭૦

વધીને રૃ.૧૫૭૧.૪૦ રહ્યો હતો. અન્ય બેંક શેરોમાં બેંક ઓફ બરોડા રૃ.૩.૪૦ વધીને

રૃ.૯૦૬.૭૦, કેનેરા બેંક રૃ.૮.૮૦ વધીને રૃ.૪૦૪.૪૫ રહ્યા હતા. જ્યારે સ્ટેટ બેંક ઓફ

ઈન્ડિયા રૃ.૧૪.૪૦ ઘટીને રૃ.૨૫૫૩ રહ્યો હતો.
ઈન્ડેક્સ બેઝડ કરેકશન છતાં સ્મોલ, મિડ કેપ શેરોમાં અવિરત  તેજી ઃ૧૭૧૯ શેરો

પોઝિટીવ ઃ ૪૫૪ શેરોમાં તેજીની સર્કિટ
સેન્સેકસ-નિફટી બેઝડ ફંડોની સતત બીજા દિવસે વેચવાલી છતાં   સપ્ટેમ્બર

મહિની સ્મોલ, મિડ કેપ શેરોમાં આજે પણ અવિરત તોફાની તેજી જોવાઈ હતી. ફંડો,

મહારથીઓ, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોની પસંદગીના શેરોમાં લેવાલી વધતી જોવાઈ

હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૧૦૭ સ્ક્રીપોમાંથી વધનારની સંખ્યા ૧૭૧૯

અને ઘટનારની સંખ્યા ૧૩૦૪  રહી હતી. ૪૫૪ શેરોમાં ઓનલી બાયરની તેજીની

ઉપલી સર્કિટ અને ૧૮૬ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ હતી.
એફઆઈઆઈની ફયુચર્સમાં રૃ.૧૫૮૭ કરોડની જંગી ચોખ્ખી વેચવાલી ઃ

ડીઆઈઆઈની રૃ.૫૧૧ કરોડની વેચવાલી
એફઆઈઆઈઝ-વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ આજે-બુધવારે કેશમાં વધુ

રૃ.૯.૯૧કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી કરી હતી. કુલ રૃ.૩૧૧૭.૬૭  કરોડની

ખરીદી સામે કુલ રૃ.૩૧૨૭.૫૮ કરોડની વેચવાલી કરી હતી. જ્યારે સ્ટોક ફયુચર્સમાં

રૃ.૭૫૯.૧૮ કરોડની ચોખ્ખી વેચવાલી અને ઈન્ડેક્સ ફયુચર્સમાં રૃ.૮૨૭.૯૮ કરોડની

ચોખ્ખી વેચવાલી મળી ફયુચર્સમાં કુલ મળીને રૃ.૧૫૮૭.૧૬ કરોડની ચોખ્ખી

વેચવાલી કરી હતી. ડીઆઈઆઈઝ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની આજે કેશમાં

રૃ.૫૧૧.૨૫ કરોડની ચોખ્ખી વેચવાલી રહી હતી. કુલ રૃ.૧૨૧૦.૬૨ કરોડની ખરીદી

સામે કુલ રૃ.૧૭૨૧.૮૭ કરોડની વેચવાલી રહી હતી.
Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment