સુવિચાર

"Wel-Come to Information Technology & Business Development World" સુવિચાર :- "એક જ આવકના સ્ત્રોત પર નિર્ભર ના રહો, નવું રોકાણ કરો અને બીજી/ત્રીજી આવકનો સ્ત્રોત તૈયાર કરો.- વોરેન બફેટ" For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Tuesday 23 September 2014

મંગળ મિશન: મંગળ મિશન સંબંધી કેટલીક રસપ્રદ વાતો

Gayatri Business Solution
(Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group,BlogWebsite, )

Good News Gayatri Business Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,

Gujarat Samachar News

મંગળ મિશન: મંગળ મિશન સંબંધી કેટલીક રસપ્રદ વાતો

- ભારતના મંગળ મિશનનો ખર્ચ હોલીવુડ ફિલ્મ ગ્રેવીટી કરતાં પણ ઓછો છે

- મંગળ મિશન વિશે આવી અનેક રસપ્રદ વાતો જાણો

નવી દિલ્હી તા.23 સપ્ટેમ્બર 2014

ભારતના સ્વદેશી મંગળયાન માર્સ ઓર્બિટર લાંબા સમય બાદ મંગળની ભ્રમણ કક્ષામા પહોંચવાની તૈયારીમાં છે ત્યારે ભારત માટે આ મિશનનો સફળ થયા પછી ત્યા જીવની શોધ કરવી તે એક માત્ર હેતું નથી. આ મિશનના સફળતા પછી દેશ દુનિયાના સફળ સ્પેસ ઉદ્યોગમાં પોતાનું આગવું સ્થાન ધરાવશે. મિશના સફળતાના કારણે અવકાશ સંબંધી ઉપગ્રહ અને એન્ટીના પાર્ટ બનાવતા ઉદ્યોગોને પણ વેગ મળશે. દેશની સ્પેસ રિસર્ચ સંસ્થા ઇસરો અગાઉ પણ અન્ય દેશોના અંતરીક્ષ કાર્યક્રમમાં અગત્યની ભૂમિકા ભજવી ચૂક્યું છે. ભારતના આ સ્વદેશી મંગળ મિશન સાથે જોડાયેલી કેટલીક રોચક વાતો.

બુધવારે સવારે જ્યારે વૈજ્ઞાનિક મંગળ ગ્રહની ભ્રમણ કક્ષામાં મંગળયાન પ્રવેશ કરશે તે સમય મંગળ મિશનનો નિર્ણાયક સમય હશે. આજે ઈસરોએ છેલ્લા કેટલાય મહિનાઓથી સુષુપ્ત રહેલા એન્જિનને ચાલું કરીને છેલ્લી ઘડીનું પરિક્ષણ કરી લીધું છે.
છેલ્લા કેટલાક મહિનાથી વૈજ્ઞાનિકો જે તકની રાહ જોઇ રહ્યા હતા તે સમય ટૂંક સમયમાં આવી રહ્યો છે. પરંતુ વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે અમને આ બધું એક સપના જેવું લાગે છે અને તેઓ પરિણામના દબાવથી ચિંતિત છે. મંગળ મિશનના કારણે દુનિયાભરના લોકોનું ધ્યાન ભારત તરફ કેન્દ્રીત થયું છે.

ભારતના મંગળ મિશનનું બજેટ અમેરિકાના નાસાના મંગળ મિશના બજેટના 10માં ભાગનું છે. ગત વર્ષે નવેમ્બરમાં ભારતનું પ્રથમ મંગળ મિશન સફળતા પૂર્વક લોન્ચ થયું હતું.

60 કરોડ કિલોમીટરની આ યાત્રા પછી લાલ ગ્રહ મંગળ પર જીવનના સંકેતોની શોધમાં આ સ્પેસ હવે ઠેક મંગળની ભ્રમણ કક્ષામાં પ્રવેશને આરે છે. આ મિશનને સફળ બનાવવા માટે છેલ્લા 10 મહિનાથી  200 વૈજ્ઞાનિકો રાત-દિવસ કામ કરી રહ્યા છે અને સ્પેસનિ દરેક હરકત (મૂવમેન્ટ) પર નજર રાખી રહ્યા છે.

આ મિશન સફળતાના ચરમ સિમાએ પહોંચી ગયું છે. આ એ સમય છે જ્યા ફક્ત નિષ્ણાતો ની ટીમનો જ નહી પરંતું ભારતના સ્પેસ  ઉદ્યોગ માટે નિર્ણાયક સાબિત થવા જઇ રહ્યું છે.

ભારતના સ્વદેશી મંગળયાનું માર્સ ઓર્બિટર(એણઓએમ)ની પ્રોજેક્ટ ડિરેક્ટર અરૂણે જણાવ્યું કે, 'અમે કાલની ચિંતા ન કરવી જોઇએ...આપણે તે અંગે વિચારવું જોઇએ કે આ તણાવ પરીસ્થિતિમાં પણ આપણે કેવી રીતે આગળ વધવું જોઇએ. આ પ્રોજેક્ટ દ્વારા મે અને મારી ટીમના સભ્યોએ તણાવમાં પણ આગળ વધવું અને કઇંક નવું મેળવવું તે શીખ્યા છીએ. જ્યારે તમે આ રીતે મિશનમાં જોડાઇ રહ્યા હોય ત્યારે તમારી સંસ્થાની પ્રતિષ્ઠા વધતી હોય છે. મે અને મારી ટીમના સભ્યોઅ આ મિશન એક સપનામાં જીવવા જેવું છે.'

આ મિશનનો ખર્ચ 7.3 કરોડ ડોલર(લગભગ 450 કરોડ રૂપિયા) છે. જે નાસાના મંગળ મિશનનો 10મો ભાગ છે. એટલું જ નહી આ હોલીવુડ ફિલ્મ ગ્રેવીટીની કિંમત કરતાં પણ સસ્તી છે. જો કે, ટીકાકારોનું કહવું છે કે શું ભારત જેવા દેશોએ સ્પેસ કાર્યક્રમોમાં પૈસા ખર્ચવા જોઇએ, જેની વસ્તી ત્રીજો ભાગ ગરીબી રેખાથી નીચે જીવી રહ્યો હોય.

જો કે ભારતીય સ્પેસ એજન્સીના ભૂતપૂર્વ વડા કસ્તૂરીરંગને જણાવ્યું કે, "ભારત વર્ષ 2030 સુધીમાં અમેરિકા, અને ચીન પછી દુનિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા હશે. એક આર્થીક તાકાક બનવા માટે દેશ અન્ય ક્ષેત્રમા પણ તાકાતવર હોવો જરૂરી છે. પછી ભલે કૃષિ હોય કે યૂહાત્મક ક્ષમતા, રાષ્ટ્રીય સુરક્ષા, વિકાસ કે નાગરિકોની જીવનની ગુણવત્તાની વાત હોય. આ દરેક વસ્તુઓ વિજ્ઞાન અને ટેકનેલોજીના કારણે શક્ય બનશે."

આ મંગળ મિશનના સફળ થવાથી અન્ય ઉદ્યોગોને પણ ફાયદો થશે. દેશની કંપનીઓ ઉપગ્રહ અને એન્ટીન સહીતની અન્ય પાર્ટ્સ બનાવી રહી છે. જેનો ઉપયોગ આ મિશન પર નજર રાખવા માટે થઇ રહ્યો છે.

ટાટા ઇન્સ્ટીટ્યુટ ઑફ ફંડામેન્ટલમાં સંશોધન કરી રહેલા વૈજ્ઞનિક મંયક વાહિયાએ જણાવ્યું કે,"ભારતમાં રોકેટ પ્રક્ષેપણની સૌથી સસ્તી ટેકનોલોજી છે. પ્રતિ ગ્રામ સેટેલાઇટના હિસાબથી ભારતના ઉપગ્રહો સૌથી વ્યવસ્થિત છે."

વધુમાં તેમણે જણાવ્યું કે,' આ જ કારણોસર દુનિયાના અન્ય દેશો આપણી ટેકનોલોજીનો ફક્ત લાભ જ નહી પરંતુ તેનો ખરીદવા રસ દાખવશે.આપણે અગાઉ પણ બીજા દેશો માટે અડધા ડઝનથી વધારે મિશનનમાં મદદ કરી છે. મંગળ મિશનની સફળકા પછી આ સંખ્યામાં વધારો થશે અને દેશમાં ઉપગ્રહના નિર્માણમાં વધારો થશે.

ભારતની મહત્વકાંક્ષા સ્પેસ કાર્યક્રમમાં તેના પ્રતિસ્પર્ધી ચાઇના અને જાપાન કરતા આગળ વધવાનો છે. અને  આ મિશનનું પરિણામ જે કઇં પણ આવે પરંતુ નાસા અને ઇસરો મંગળ ગ્રહના અભ્યાસ માટે પહેલાથી જ વાટાધાટો ચાલી રહી છે.
Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment