સુવિચાર

"Wel-Come to Information Technology & Business Development World" સુવિચાર :- "એક જ આવકના સ્ત્રોત પર નિર્ભર ના રહો, નવું રોકાણ કરો અને બીજી/ત્રીજી આવકનો સ્ત્રોત તૈયાર કરો.- વોરેન બફેટ" For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Thursday, 18 September 2014

સોનામાં કડાકોઃ વિશ્વ બજારમાં ભાવો ગગડી આઠ મહિનાના તળિયે ઉતર્યા

Gayatri Business Solution
(Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group,BlogWebsite, )

Good News Gayatri Business Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,

Gujarat Samachar News

સોનામાં કડાકોઃ વિશ્વ બજારમાં ભાવો ગગડી આઠ મહિનાના તળિયે ઉતર્યા

અમેરિકામાં વ્યાજ દરો અપેક્ષાથી વહેલા વધવાની શક્યતાએ

ડોલર ઈન્ડેક્સ ઉછળી ચાર વર્ષની ટોચે પહોંચ્યોઃ ભારતમાં હવે સોનાની આયાત તહેવારોમાં વધવાની બતાવાતી શક્યતા
મુંબઈ,ગુરૃવાર
મુંબઈ સોના-ચાંદી બજારમાં આજે બંને કિંમતી  ધાતઓના ભાવોમાં નવા ગાબડાં પડયા હતા. વિશ્વ બજારમાં વિવિધ કરન્સીઓ સામે ડોલરના ભાવો ઉછળતાં સોનામાં વિશ્વ બજારમાં હેજ ફંડોની  વેચવાલી વધતાં સોન ાના ભાવો ગગડી સાડા આઠ મહિનાના તળિયે ઉતરી ગયાના સમાચારો હતા.  મુંબઈમાં આજે સોનાના ભાવો ૧૦ ગ્રામના ૯૯.૫૦ના રૃ.૨૬૮૫૦ વાળા રૃ.૨૬૬૫૦ ખુલી રૃ.૨૬૫૭૫ બંધ રહ્યા હતા. જ્યારે ૯૯.૯૦ના ભાવો રૃ.૨૭૦૦૦ વાળા રૃ.૨૬૮૦૦ ખુલી રૃ.૨૬૭૨૫ બંધ રહ્યા હતા. સોનાના ભાવો આજે  રૃ.૨૭૫ તૂટયા હતા જ્યારે   ચાંદીના ભાવો કિલોના રૃ.૨૨૦ નરમ રહ્યા હતા. ચાંદીના ભાવો કિલોના ૯૯૯ના રૃ.૪૧૭૩૦ વાળા રૃ.૪૧૪૬૫ ખુલી રૃ.૪૧૫૧૦ બંધ રહ્યા પચી સાંજે ભાવો વધુ ગગડી  રૃ.૪૧૧૫૦ થી ૪૧૨૦૦ તથા કેશમાં ભાવો  આ ભાવોથી  રૃ.૨૦૦ થી ૨૫૦ જેટલા  નીચા રહ્યા હતા.  વિશ્વ બજારમાં આજે  સોનાના ભાવો ઔંશના ૧૨૩૮.૨૦ ડોલર વાળા નીચામાં ૧૨૧૫.૪૦ થઈ સાંજે ૧૨૧૯.૩૦ ડોલર રહ્યા હતા જ્યારે સોના પાછળ ચાંદીના ભાવો ઔંશના ૧૮.૬૯ ડોલર વાળા નીચામાં ૧૮.૨૬ થઈ સાંજે  ૧૮.૩૯ ડોલર રહ્યા હતા, મુંબઈમાં આજે કરન્સી બજારમાં ડોલરના ભાવો રૃ.૬૦.૯૨ વાળા ઉંચામાં રૃ.૬૧.૧૩ થયા પછી ફરી નીચા આવી છેલ્લે રૃ.૬૦.૮૩ રહ્યા હતા.
વિશ્વ બજારમાં જો કે વિવિધ કરન્સીઓ સામે ડોલરના ભાવો ઉછળ્યાના સમાચારો હતા. અમેરિકામાં ફેડરલ રિઝર્વ દ્વારા હાલ તુરત  વ્યાજના નીચા દરો જાળવી રાખવાનો નિર્ણય કરાયો છે. પરંતુ આગળ ઉપર વ્યાજના દરોમાં વધારો અપેક્ષાથી  વહેલો આવવાની શક્યતા ફેડર રિઝર્વ દ્વારા બતાવાતાં  તથા ત્યાં સ્ટીમ્યુલ્સ પેકેજમાં  ઘટાડાનો  દોર આગળ  વધતાં વિશ્વ બજારમાં  ડોલરનો ઈન્ડેક્સ ઉછળી ૪ વર્ષની ટોચે પહોંચ્યો છે. જાપાનના યેનના સામે ડોલરના ભાવો ૬ વર્ષની ટોચે પહોંચ્યા છે. ડોલર સામે યુરોના ભાવો  ગગડી ૧૪ મહનાના તળિયે ઉતર્યા છે.
વિશ્વ બજારમાં સોનાના ભાવો હવે વધુ ઘટી નીચામાં  ૧૧૮૦ ડોલર થવાની શક્યતા બતાવાઈ છે. વિશ્વ બજાર તથા ભારતમાં હવે પછી તહેવારોની  મોસમ શરૃ થશે એ જોતાં ભારતમાં  હવે પછી દર મહિને સોનાની માસિક આયાત વધી સરેરાશ  ૭૦થી ૭૫ ટન આવવાની  શક્યતા જાણકારોએ બતાવી છે. તહેવારોમાં  માંગ વધશે તથા હાજર સોનાના પ્રીમિયમો  ઔંશના હાલ ૭થી ૧૦ ડોલર વાળા આગળ ઉપર વધી ૧૨થી ૧૫ ડોલર થવાની શક્યતા બતાવાઈ  છે. ચીનમાં હાલ આવા પ્રીમિયમો વધી ૫થી ૬ ડોલર રહ્યા છે. અમેરિકામાં જોબલેસ  કલેઈમ્સ  ૩૧૨૦૦૦ આવવાની અપેક્ષા હતી તેના બદલે હક્કીતમાં  ત્યાં આજે  સાંજે  બહાર પડેલા આંકડાઓમાં  આવા રોજગારીના દાવાઓ ૨૮૦૦૦૦ આવતા ત્યાં રોજગારી વધતાં  તેના પગલે પણ સોના માટે ઘટાડાનું   નવું કારણ ઉભું  થયું હોવાનું  બજારના સૂત્રોએ જણાવ્યું હતું.
Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment