સુવિચાર

"Wel-Come to Information Technology & Business Development World" સુવિચાર :- "એક જ આવકના સ્ત્રોત પર નિર્ભર ના રહો, નવું રોકાણ કરો અને બીજી/ત્રીજી આવકનો સ્ત્રોત તૈયાર કરો.- વોરેન બફેટ" For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Tuesday, 5 August 2014

આર્થિક વિકાસના રિઝર્વ બેંકના પોઝિટીવ નિવેદને શેરોમાં તેજી સેન્સેક્સ આરંભિક ઘટા

Gayatri Business Solution
(Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group,BlogWebsite, )

Good News Gayatri Business Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,

Gujarat Samachar News

આર્થિક વિકાસના રિઝર્વ બેંકના પોઝિટીવ નિવેદને શેરોમાં તેજી સેન્સેક્સ આરંભિક ઘટા

રેપો, સીઆરઆર યથાવત છતાં એસએલઆરમાં ઘટાડો

સિમેન્ટ, ઓટોમોબાઈલ, રિયાલ્ટી, ઈન્ફ્રાસ્ટ્રકચર શેરોમાં તોફાની તેજી ઃ નિફટી ૬૩ પોઈ

(ગુજરાત સમાચાર પ્રતિનિધિ)    મુંબઈ,મંગળવાર
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા હજુ મોંઘવારીના જોખમે રેપો રેટ અને સીઆરઆર યથાવત રાખવામાં આવ્યા છતાં આર્થિક વિકાસને વેગ આપવા પરોક્ષ પગલાં તરીકે એસએલઆરમાં અડધો ટકો ઘટાડો કરતાં અને ચાલુ વર્ષમાં ૫.૫ ટકાનો આર્થિક-જીડીપી વિકાસ શકય હોવાનું પોઝિટીવ નિવેદન કરતાં શેરોમાં  વિદેશી ફંડો-એફઆઈઆઈઝે ઓલ રાઉન્ડ આક્રમક લેવાલી વધારી હતી. રિઝર્વ બેંેકે ધિરાણ નીતિની સમીક્ષા જાહેર કરતાં પૂર્વે અમેરિકી ડોલર સામે રૃપિયો વધુ મજબૂત થવા ઉપરાંત એશીયાના બજારોની મજબૂતી અને કોર્પોરેટ પરિણામોની સીઝનમાં એકંદર સારા પરિણામો છતાં આરંભમાં તેજીના ખેલાડીઓને ગભરાવવાનો પ્રયાસ કરાયો હતો. જે ધિરાણ નીતિ જાહેર થયા બાદ વનસાઈડ તેજીમાં બેંકિંગ શેરો છોડીને અન્ય ઓટોમોબાઈલ, સિમેન્ટ શેરોમાં ફંડોએ ધૂમ ખરીદી કરતાં અને મેટલ-માઈનીંગ, ફાર્મા શેરોમાં લેવાલીએ સેન્સેક્સ ૧૮૪.૮૫ પોઈન્ટના ઉછાળે ૨૫,૯૦૮.૦૧ અને નિફટી સ્પોટ ૬૨.૯૦ પોઈન્ટ ઉછળીને ૭૭૪૬.૫૫ની ઊંચાઈએ બંધ રહ્યા હતા.
સેન્સેક્સ આરંભિક નરમાઈમાં ૧૬૦ પોઈન્ટ ઘટી નીચામાં ૨૫૫૬૨ થઈ બે વાગ્યા બાદ વનસાઈડ તેજીમાં ઉછળી ૨૫૯૦૮ બોલાયો
ટ્રેડીંગની શરૃઆત આજે નરમાઈએ થઈ હતી. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા ધિરાણ નીતિની સમીક્ષા જાહેર થતાં પૂર્વે તેજીના પથ પરથી નબળા ખેલંદાઓને ઊતારી મૂકવાની કવાયત કરીને હીરો મોટોકોર્પ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, આઈસીઆઈસીઆઈ બેંક, ભેલ, વિપ્રો, લાર્સન એન્ડ ટુબ્રો, ટીસીએસ સહિતમાં વેચવાલી લાવીને ૧૬૦.૮૦ પોઈન્ટ તૂટીને નીચામાં ૨૫૫૬૨.૩૬ સુધી ગબડી આવ્યો હતો. જે ૧૧ વાગ્યે ધિરાણ નીતિ સમીક્ષા રેપો રેટ, સીઆરઆરમાં કોઈ ઘટાડો નહીં કરાતાં બેંકિંગ, રિયાલ્ટી, કેપિટલ ગુડઝ-પાવર શેરોમાં વેચવાલી સામે ગવર્નર રઘુરામ રાજને આર્થિક વિકાસ ૫.૫ ટકા શકય હોવાનું પોઝિટીવ નિવેદન કરતાં ઓટોમોબાઈલ, સિમેન્ટ, રિયાલ્ટી, મેટલ શેરોમાં આક્રમક લેવાલી નીકળતાં અને એ પણ બે વાગ્યા બાદ ફંડોની લેવાલી પાછળ મંદીવાળા વેચાણો કાપવા દોડતાં સેન્સેક્સ વનસાઈડ તેજીમાં ઘટયામથાળેથી ૩૬૫.૯૬ પોઈન્ટ અને આગલા બંધથી ૨૦૫.૧૬ પોઈન્ટના ઉછાળે ઉપરમાં ૨૫૯૨૮.૩૨ સુધી પહોંચી અંતે ૧૮૪.૮૫ પોઈન્ટના ઉછાળે ૨૫૯૦૮.૦૧ બંધ રહ્યો હતો.
નિફટી સ્પોટ  ઉપરમાં ૭૭૫૨ સ્પર્શયો ઃ બે દિવસ ૭૮૦૦ ઉપર બંધ આવવાના સંજોગોમાં ૮૦૦૦ પાર થવાની અટકળો
એનએસઈનો નિફટી સ્પોટ આગલા બંધ ૭૬૮૩.૬૫ સામે ૭૭૦૬.૬૫ મથાળે ખુલીને આરંભમાં નરમાઈએ ૬૮.૮૦ પોઈન્ટના ઘટાડે નીચામાં ૭૬૮૩.૬૫ સુધી આવી ગયો હતો.જે ૧૧ વાગ્યા બાદ ધિરાણ નીતિની સમીક્ષામાં રેટ કટ નહીં આવતાં શેરોમાં લેવાલીમાં સાવચેતીએ અથડાતી ચાલ જોવાયા બાદ બે વાગ્યા પછી ફંડોની ઓટો શેરોમાં બજાજ ઓટો, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટાટા મોટર્સ સહિતમાં મોટી લેવાલી સાથે સિમેન્ટ શેરોમાં અલ્ટ્રાટેક સિમેન્ટ, એસીસી, ગ્રાસીમ, અંબુજા સિમેન્ટ સાથે ડીએલએફ તેમ જ ચીનના નબળા સર્વિસિઝ આંકે નોન-ફેરસ મેટલના ભાવોમાં ઘટાડા છતાં મેટલ શેરોમાં હિન્દાલ્કો, ટાટા સ્ટીલ, સેસાસ્ટરલાઈટ, જિન્દાલ સ્ટીલ સહિતમાં આક્રમક લેવાલી અને આઈટી શેરો ઈન્ફોસીસમાં લેવાલીએ નિફટી ૭૭૫૦ની સપાટી કુદાવી ઉપરમાં ૭૭૫૨.૪૫ સુધી ઉછળી અંતે ૬૨.૯૦ પોઈન્ટની તેજીએ ૭૭૪૬.૫૫ બંધ રહ્યો હતો.
૭૮૦૦નો નિફટી કોલ ૭૦ થી ઘટી નીચામાં ૪૪.૬૫ થઈ ઉછળીને ૮૩.૩૫ ઃ નિફટી ૮૦૦૦નો કોલ નીચામાં ૧૦.૩૦ થઈ ઉછળીને ૨૧.૯૦
ડેરિવેટીવ્ઝમાં નિફટી ૭૮૦૦નો કોલ ૪,૮૬,૨૪૭ કોન્ટ્રેકટસમાં રૃ.૧૯,૧૨૭.૩૦ કરોડના કામકાજે ૭૦ સામે ૭૩.૫૫ ખુલીને નીચામાં ૪૪.૬૫ સુધી તૂટીને ઉપરમાં ૯૩ સુધી ઉછળી અંતે ૮૩.૩૫ હતો. નિફટી ૮૦૦૦નો કોલ ૩,૪૯,૭૮૦ કોન્ટ્રેકટસમાં રૃ.૧૪,૦૨૧.૩૧ કરોડના કામકાજે ૧૯.૨૦ સામે ૧૯.૫૦ ખુલીને નીચામાં ૧૦.૩૦ સુધી જઈ પાછો ફરીને ઉપરમાં ૨૪.૯૫ સુધી ઉછળી અંતે ૨૧.૯૦ હતો. નિફટી ૭૬૦૦નો પુટ ૪,૧૧,૫૭૯ કોન્ટ્રેકટસમાં રૃ.૧૫,૭૬૪.૭૩ કરોડના કામકાજે ૬૬.૭૦ સામે ૬૪.૪૦ ખુલીને ઉપરમાં ૮૩ થઈ નીચામાં ૩૯ સુધી તૂટીને અંતે ૪૨.૫૦ હતો.
બેંક નિફટી ફયુચર ૧૫,૩૪૩ થી વધીને ૧૫,૪૨૧ બોલાયો ઃ નિફટી ફયુચર ૭૭૧૮ થી નીચામાં ૭૬૫૫ થઈ વધીને ૭૭૭૧
બેંક નિફટી ફયુચર ૧,૭૪,૭૮૭ કોન્ટ્રેકટસમાં રૃ.૬૬૮૯.૯૧ કરોડના કામકાજે ૧૫,૩૪૩.૦૫ સામે ૧૫,૩૭૪ ખુલીને નીચામાં ૧૫,૧૭૫ થઈ ઉપરમાં ૧૫,૪૨૧.૮૫ સુધી ઉછળી અંતે ૧૫,૩૮૭ હતો. નિફટી ઓગસ્ટ ફયુચર ૩,૪૭,૪૯૭ કોન્ટ્રેકટસમાં રૃ.૧૩,૪૧૮.૪૨ કરોડના કામકાજે ૭૭૧૮.૨૦ સામે ૭૭૩૪.૧૫ ખુલીને નીચામાં ૭૬૫૫.૨૦ સુધી તૂટીને વધી ઉપરમાં ૭૭૮૮.૬૦ થઈ અંતે ૭૭૭૧.૮૫ હતો. નિફટી ૭૯૦૦નો કોલ ૩૮.૨૦ સામે ૩૬ ખુલીને નીચામાં ૨૨ થઈ ઉપરમાં ૫૧.૩૫ સુધી ઉછળી અંતે ૪૪.૮૫ હતો.
વ્યાજ દરો યથાવત ઃ ઓટોમોબાઈલ શેરોમાં પૂરપાટ તેજી ઃ બજાજ ઓટો, કયુમિન્સ ઈન્ડિયા, અપોલો ટાયર્સ, મહિન્દ્રા બોશ ઉછળ્યા
રિઝર્વ બેંક દ્વારા ધિરાણ નીતિ સમીક્ષામાં પ્રમુખ વ્યાજ દરોમાં કોઈ ફેરફાર નહીં કરાતાં ઓટો લોનના રેટ જળવાઈ રહેવાની સાથે ચોમાસાની વિલંબ છતાં સારી પ્રગતિએ વાહનોની આગામી દિવસોમાં સારી માંગ નીકળવાની અપેક્ષા અને તાજેતરમાં ઓટો કંપનીઓના જુલાઈ મહિનાના વાહનોના વેચાણના આંકડા અપેક્ષાથી સારા વધીને આવતાં ઓટો શેરોમાં ફંડો મોટાપાયે લેવાલ રહ્યા હતા. જેમાં બજાજ ઓટોનું વેચાણ ૧૩ ટકા વધીને રૃ.૩.૧૯ લાખ વાહનોનું થતાં શેરમાં લેવાલીએ રૃ.૫૬.૮૦ ઉછળીને રૃ.૨૧૫૦ રહ્યો હતો. કયુમિન્સ ઈન્ડિયા રૃ.૪૦.૯૫ ઉછળીને રૃ.૬૬૯.૧૫, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૃ.૪૫.૩૫ તેજીએ રૃ.૧૨૨૯.૯૫, મધરસન સુમી રૃ.૧૦.૭૦ તેજીએ રૃ.૩૫૮.૭૫, બોશ રૃ.૩૩૧.૪૫ ઉછળીને રૃ.૧૩૯૧૮.૬૫, ટાટા મોટર્સનું જુલાઈમાં વાહનોનું વેચાણ એલસીવીનું ૩૯ ટકા ઘટીને ૧૬,૩૬૪ વાહનોનું અને પેસેન્જર વાહનોનું ૧૫ ટકા ઘટીને ૯૧૬૭ વાહનોનું થવા છતાં શેર રૃ.૯.૮૫ વધીને રૃ.૪૫૬.૬૫, ભારત ફોર્જ રૃ.૭.૭૫ વધીને રૃ.૭૫૬.૨૦, મારૃતી સુઝુકી રૃ.૧૭.૯૫ વધીને રૃ.૨૬૬૭.૦૫, એમઆરએફ રૃ.૭૩.૮૦ વધીને રૃ-.૨૩૭૭૧.૧૫, આઈશર મોટર્સ રૃ.૧૬.૩૦ વધીને રૃ.૮૪૪૦ રહ્યા હતા. જ્યારે હીરો મોટોકોર્પ ત્રિમાસિક પરિણામ જાહેર થતાં પૂર્વે જ સાધારણ પરિણામની અપેક્ષાએ શેર રૃ.૨૨.૪૫ ઘટીને રૃ.૨૫૮૪.૨૦ રહ્યો હતો. કંપનીનો ચોખ્ખો નફો સાધારણ ૨.૬ ટકા વધીને રૃ.૫૬૩ કરોડ થતાં અને ઓપરેટીંગ માર્જિનમાં ૧૩૦ બેઝિઝ પોઈન્ટનો ઘટાડો થયો છે.
ઈન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રે મોટી તૈયારી ઃ સિમેન્ટ શેરોમાં કોન્ક્રિટ તેજી ઃ અલ્ટ્રાટેક સિમેન્ટ, એસીસી, અંબુજા સિમેન્ટ, ગ્રાસીમ ઉછળ્યા
ઈન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રે મોટી સંખ્યામાં દેશભરમાં પ્રોજેકટો ધમધમતા કરવાની કેન્દ્ર સરકાર તૈયારી કરી રહ્યાના સંકેત અને આ માટે સિમેન્ટ, સ્ટીલ સહિતની મોટી માંગ નીકળવાની અપેક્ષાએ આજે સિમેન્ટ, સ્ટીલ, રિયાલ્ટી શેરોમાં ફંડોની ફરી આક્રમક લેવાલી નીકળી હતી. જેમાં અલ્ટ્રાટેક સિમેન્ટ રૃ.૧૨૭.૯૦ ઉછળીને રૃ.૨૫૯૬, એસીસી રૃ.૬૫.૧૦ તેજીએ રૃ.૧૪૩૯.૨૦, ગ્રાસીમ ઈન્ડસ્ટ્રીઝ રૃ.૧૨૨.૫૦ વધીને રૃ.૩૩૩૫.૯૫, અંબુજા સિમેન્ટ રૃ.૮.૫૦ વધીને રૃ.૨૧૨.૮૦, રામકો સિમેન્ટ રૃ.૪.૫૫ વધીને રૃ.૨૮૦, સૌરાષ્ટ્ર સિમેન્ટ રૃ.૭.૪૦ ઉછળીને રૃ.૪૪.૫૦, હેડલબર્ગ સિમેન્ટ રૃ.૨.૪૫ તેજીએ રૃ.૬૬.૩૦, શ્રી સિમેન્ટસ રૃ.૭૬.૮૦ ઉછળીને રૃ.૭૪૪૦.૦૫, પ્રિઝમ સિમેન્ટ રૃ.૨.૮૦ વધીને રૃ.૭૫.૪૫, ઈન્ડિયા સિમેન્ટસ રૃ.૨.૪૦ વધીને રૃ.૧૦૮.૭૦ રહ્યા હતા.
રિયાલ્ટી શેરોમાં ફરી આક્રક લેવાલી ઃ એચડીઆઈએલ રૃ.૮, યુનિટેક રૃ.૨, ઈન્ડિયાબુલ્સ રિયલ રૃ.૩ ઉછળ્યા
સિમેન્ટ અને ઈન્ફ્રાસ્ટ્રકચર કંપનીઓના શેરોમાં ફંડોની આજે  તોફાની લેવાલી સાથે છેલ્લા કલાકમાં રિયાલ્ટી શેરોમાં પણ ફંડો મોટાપાયે લેવાલ બન્યા હતા. જેમાં એચડીઆઈએલ રૃ.૭.૯૫ ઉછળીને રૃ.૧૦૦.૦૫, યુનીટેક રૃ.૧.૬૫ ઉછળીને રૃ.૨૭.૬૦, ઈન્ડિયાબુલ્સ રિયલ એસ્ટેટ રૃ.૩ વધીને રૃ.૮૦.૮૫, ડીબી રિયાલ્ટી રૃ.૨.૨૫ વધીને રૃ.૮૩.૫૦, ડીએલએફ રૃ.૪.૨૦ વધીને રૃ.૨૦૫.૫૦, ગોદરેજ પ્રોપર્ટીઝ રૃ.૭.૩૦ વધીને રૃ.૨૩૬, ફિનિક્સ મિલ્સ રૃ.૮ વધીને રૃ.૩૫૯.૯૦, ઓબેરોય રિયાલ્ટી રૃ.૩.૪૫ વધીને રૃ.૩.૪૫ વધીને રૃ.૨૫૫.૬૦ રહ્યા હતા. બીએસઈ રિયાલ્ટી ઈન્ડેક્સ ૫૦.૧૫ પોઈન્ટ વધીને ૧૯૪૩.૫૫ બંધ રહ્યો હતો.
ચીનનો સર્વિસિઝ પીએમઆઈ ઘટીને આવ્યા છતાં આરંભિક સુસ્તી બાદ મેટલ શેરોમાં તોફાની તેજી ઃ હિન્દાલ્કો, જિન્દાલ, ટાટા સ્ટીલ ઉંચકાયા
મેટલ-માઈનીંગ શેરોમાં આજે ફંડો, મહારથીઓએ ચીનના સર્વિસિઝ પીએમઆઈના આંક ઘટીને આવતાં નોન-ફેરસ મેટલના ભાવોમાં નરમાઈએ મેટલ-માઇનીંગ શેરોમાં આરંભિક નરમાઈ બાદ ફંડો મોટાપાયે લેવાલ બન્યા હતા. હિન્દાલ્કો રૃ.૫.૧૦ વધીને રૃ.૧૯૫.૩૫, જિન્દાલ સ્ટીલ રૃ.૬.૪૦ વધીને રૃ.૨૮૧.૫૦, ટાટા સ્ટીલ રૃ.૧૦.૭૦ વધીને રૃ.૫૬૧.૭૦, સેસાસ્ટરલાઈટ રૃ.૫.૧૫ વધીને રૃ.૨૯૪.૮૦, જેએસડબલ્યુ સ્ટીલ રૃ.૯.૯૫ વધીને રૃ.૧૧૯૨.૪૦ રહ્યા હતા.
બેંક શેરોમાં સાધારણ સુધારો ઃ બીઓબી, પીએનબી, એચડીએફસી, એચડીએફસી બેંક વધ્યા
બેંકિંગ શેરોમાં આજે એકંદર નિરસતા જોવાઈ હતી. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ રેપો, સીઆરઆરમાં કોઈ ફેરફાર નહીં કરતાં બેંકિંગ શેરોમાં ખાસ લેવાલી નીકળી નહોતી. બેંક ઓફ બરોડા રૃ.૧૧.૧૫ વધીને રૃ.૯૦૯.૮૦, પીએનબી રૃ.૮.૮૦ વધીને રૃ.૯૭૬.૨૫, એચડીએફસી બેંક રૃ.૬.૮૦ વધીને રૃ.૮૧૯.૯૫, બેંક ઓફ ઈન્ડિયા રૃ.૧.૭૫ વધીને રૃ.૨૮૧.૦૫, એચડીએફસી રૃ.૧૩.૯૦ વધીને રૃ.૧૦૪૪.૯૦ રહ્યા હતા.
એફઆઈઆઈની કેશમાં રૃ.૫૩ કરોડ, સ્ટોક ફયુચર્સમાં રૃ.૧૦૮ કરોડની ખરીદી ,  ઈન્ડેક્સ ફયુચર્સમાં રૃ.૨૦૧ કરોડની  વેચવાલી
એફઆઈઆઈઝ-વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ આજે-મંગળવારે કેશમાં રૃ.૫૨.૮૫ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી કરી હતી. કુલ રૃ.૩૦૨૯.૩૦ કરોડની ખરીદી સામે કુલ રૃ.૨૯૭૬.૪૫ કરોડની વેચવાલી કરી હતી. જ્યારે ઈન્ડેક્સ ફયુચર્સમાં રૃ.૨૦૧.૩૫ કરોડની ચોખ્ખી વેચવાલી અને સ્ટોક ફયુચર્સમાં રૃ.૧૦૮.૧૬ કરોડની ચોખ્ખી ખરીદી કરી હતી.  ડીઆઈઆઈઝ-સ્થા નિક સંસ્થાકીય રોકાણકારોએ આજે કેશમાં રૃ.૬૨.૨૨ કરોડની ચોખ્ખી ખરીદી કરી હતી. કુલ રૃ.૧૩૦૬.૫૨ કરોડની ખરીદી સામે કુલ રૃ.૧૨૪૪.૩૦ કરોડની વેચવાલી કરી હતી.
સ્મોલ, મિડ કેપ શેરોમાં તેજી ઃ ૩૯૨ શેરોમાં ઓનલી બાયરની તેજીની સર્કિટ ઃ ૧૭૭૮ શેરો પોઝિટીવ
સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરામાં સતત બીજા દિવસે ફંડો, મહારાથીઓ, ખેલંદાઓ સાથે હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોની  લેવાલી વ્યાપક બનતી જોવાઈ હતી.માર્કેટબ્રેડથ અત્યંત સારી બની હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૦૪૩ સ્ક્રીપોમાંથી વધનારની સંખ્યા ૧૭૭૮ અને ઘટનારની ૧૧૪૨ રહી હતી. ૩૯૨શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ અને ૨૭૦ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ રહી હતી.
 
Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

ચોમાસું અનિયમીત બનતા અનાજના સ્ટોકમા ફુગાવો જોવા મળશે ઃ RBI

Gayatri Business Solution
(Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group,BlogWebsite, )

Good News Gayatri Business Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,

Gujarat Samachar News

ચોમાસું અનિયમીત બનતા અનાજના સ્ટોકમા ફુગાવો જોવા મળશે ઃ RBI

જો કે સરકારી નીતિઓ આગામી મહિનાઓમાં પુરવઠામાં સુધારો કરશે

મુંબઇ, મંગળવાર
રિઝર્વ બેન્કે આજે ચેતવણી આપી હતી કે જો ચોમાસું હજુ પણ ખરાબ રહેશે તો આગામી દિવસોમાં અનાજ ફુગાવો જોવા મળશે, જો કે સાથોસાથ એવી આશા પણ વ્યક્ત કરી હતી આગામી દિવસોમાં  સરકારી યોજનાઓ આવી સ્થિતિને પહોંચી વળવા સક્ષમ છે. 'જે રીતે ચોમાસું અનિયમીત થઇ ગયું છે તે જોતાં એમ કહેવું કે ભવિષ્યમાં ખાધ ફુગાવો વધશે અને તે દેશમાં સમસ્યાઓ ઊભી કરશે તે કવેળાનું ગણાશે. એમ આરબીઆઇની મોનેટરી પોલીસીમાં કહેવામાં આવ્યું હતું.
 સીપીઆઇના ઘોરણે માપવામાં આવેલો રિટેલ ફુગાવો જૂનમાં સતત બીજા ં મહિને ઘટયો હતો અને ગતીમાં પણ વ્યાપક આધારે મોડરેશન જોવા મળશે.આરબીઆઇએ કહ્યું હતુ ંકે તેઓ ભાવમાં થઇ રહેલા વઘારા ઉપર બારીક નજર રાખે છે અને જાન્યુઆરી ૨૦૧૫ સુધીમાં સીપીઆઇને આઠ ટકા સુધી લાવવા પ્રતિબધ્ધ છે તેમજ જાન્યુઆરી ૨૦૧૬માં ૬ ટકા માટે પ્રતિબદ્ધ છે.
'  એટલા માટે જ જૂન મહિનાની જેમ ભાવ સબંધિત બાબતો માટે અમારે ખૂબ જ નજીકથી એની ઉપર બારીક નજર રાખવી પડે છે અને સાથે સાથે પોલીસી રેટને પથાવત રાખવા પડે છે' એમ મધ્યસ્થ બેન્કે કહ્યું હતું. જો કે આરબીઆઇએ કબુલ્યું હતું કે મધ્યમ સત્રના ફુગાવાનો માર્ગ અને ખાસ તો જાન્યુઆરી૨૦૧૬ સુધીમાં છ ટકાના લક્ષ્યાંક ઉપર જોખમનું બેલેન્સ તો રહેશે જ. અને એ પણ અપસાઇડ રહેશે.
' આગામી મહિનાઓમાં અનાજના વિતરણ અંગે અને પ્રોજેક્ટ પુરા કરવા અંગે સરકાર સક્રિય રીતે વિચારશે તેમજ પુરવઠાની પણ વ્યવસ્થા કરશે.પરંતુ, જેમ જેમ વેપાર વિશ્વાસમાં વધારો થશે અને ગ્રાહકો પણ આગળ આવશે તેમ તેમ સરેરાશ માગમાં પણ વધારો થશે ' એમ આરબીઆઇએ કહીને ઉમેર્યું હતું કે  ડિસઇનફલેશન જાળવી રાખવા માટે  જરૃરી તમામ પગલા લેવાશે જ.અનાજ ક્ષેત્રે સુધારા માટે જે પગલા લેવાશે એમાં નવી સરકારે જાહેરાત કરી હતી કે  એફસીઆઇના માળખામાં ફેરફાર કરાશે,વહન માટેના ખર્ચમાં ઘટાડો કરશે અને વિતરણમાં જે ઘટ પડે છે તેમાં તેમજ જાહેર વિતરણ વ્યવસ્થામાં ઘણા ફેરફાર કરશે. મે મહિનામાં સીપીઆઇ ફુગાવો ઘટીને ૮.૫ ટકા અને જૂનમાં ૭.૩૧ ટકા થઇ ગયો હતો જ્યારે એપ્રિલમાં ૮.૫૯ ટકા હતો.
 
Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

Monday, 4 August 2014

૭૦૦ જેટલી લિસ્ટેડ કંપનીઓ ગાયબ

Gayatri Business Solution
(Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group,BlogWebsite, )

Good News Gayatri Business Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,

Gujarat Samachar News

૭૦૦ જેટલી લિસ્ટેડ કંપનીઓ ગાયબ

તેનું કોઇ પગેરૃ નથી મળતું

આ કંપનીઓની વેલ્યુ રૃ.૨૯, ૦૦૦ કરોડ

મુંબઇ,સોમવાર
દેશમાં પ્રાદેશિક શેર બજારોને બંધ કરવામાં આવ્યા બાદ તે સાથે લિસ્ટ થયેલી લગભગ ૭૦૦ જેટલી કંપનીઓ ગાયબ થઇ હોવાની ચોંકાવનારી માહિતી બહાર આવી છે. ભારતના કોર્પોરેટ ઇતિહાસની કદાચ આ પહેલી ઘટના હોઇ શકે.
કોર્પોરેટ બાબતોના મંત્રાલય અને બંધ થયેલા રિજનલ શેર બજારોના રેકોર્ડ મુજબ ૭૦૦ જેટલી લિસ્ટેડ કંપનીઓનું કોઇ નામોનિશાન નથી.
એક અંદાજ મુજબ ગાયબ થયેલી આ કંપનીઓની વેલ્યુ રૃ. ૨૯,૦૦૦ કરોડ જેટલી થવા પામે છે. સત્તાવાર આંકડા મુજબ ગાયબ થયેલી આવી કંપનીઓમાં  ૮૭ કંપનીઓનો વધારો થયો  છે. આ કંપનીઓએ આઇપીઓ દ્વારા ભંડોળ ઊભું કર્યા બાદ ગાયબ થઇ ગઇ હતી અને તેનો હવે કોઇ પત્તો નથી મળી રહયો.
કોર્પોરેટ બાબતોના મંત્રાલયની કોઓર્ડિનેશન એન્ડ મોનિટરિંગ કમિટી (સીએમસી) આ સમગ્ર બાબત અંગે ધ્યાન આપી રહી છે અને તેમાં સરકાર, સેબી અને આરબીઆઇના પ્રતિનિધિઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. સીએમસીની પાછલી મીટિંગની મિનિટ્સ મુજબ આવી કંપનીઓની સંખ્યા હવે વધી હશે અને તેમાં પ્રાદેશિક શેર બજારોમાં લિસ્ટ થયેલી  કંપનીઓનો હિસ્સો વધુ હશે.
આ મિનિટ્સ મુજબ ૨,૩૯૭ કંપનીઓ તેમની બેલેન્સ શીટ્સ યોગ્ય રીતે નોંધાવવામાં નિષ્ફળ રહી હતી. તેમાંથી ૧૦૧૨ કંપનીઓ બીએસઇ અથવા એનએસઇ સાથે અને બાકીની ૧૩૮૫ કંપનીઓ રિજનલ શેર બજાર સાથે લિસ્ટેડ હતી.
 
Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

સ્વીસે એકલા ભારતમાંજ રૃા.૫૦ હજાર કરોડનું સોનું વેચ્યું..!

Gayatri Business Solution
(Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group,BlogWebsite, )

Good News Gayatri Business Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,

Gujarat Samachar News

સ્વીસે એકલા ભારતમાંજ રૃા.૫૦ હજાર કરોડનું સોનું વેચ્યું..!

કાળા નાણાની રમત?

સ્વીટઝરલેન્ડની ભારત ખાતેની સોનાની નિકાસ વધીને ૪૨ ટકા

નવી દિલ્હી, સોમવાર
હજી તો સ્વીટઝરલેન્ડ (સ્વીસ)માંથી કાળા નાણા લાવવાની વાતો ચાલી જ રહી છે ત્યારે સ્વીસમાંથી સોનાની જે નિકાસ કરવામાં આવી હતી તેમાં એકલા ભારતમાંજ ૪૨ ટકા સોનું આવ્યું હતું. તો શું આ કાળા નાણા સાથે સંબધીત યોજના તો નથી ને? સ્વીસ સરકારના છેલ્લા આંકડાઓ મુજબ એની સોના, ચાંદી અને સિક્કાઓની કુલ નિકાસ જૂન ૨૦૧૪માં રૃ.૨૬૦૦૦ કરોડની થઇ હતી, તે પૈકી આશરે ૧૧૦૦૦ કરોડ રૃપિયાની નિકાસ તો એકલા ભારતમાં જ કરવામાં આવી હતી.
શું આ માત્ર સંજોગ છે કે પછી કાળાનાણાને સફેદ કરવાની કોઇ યોજના?  ભારતમાં વર્ષ ૨૦૧૪માં કુલ નિકાસ આશરે ૨.૧૫ લાખ કરોડની થઇ હતી. તે પૈકી ભારત આવેલા શિપમેન્ટની સંખ્યા આશરે ૫૦,૦૦૦ કરોડની થઇ હતી. આ માહિતી એવા સમયે જાહેર થઇ છે કે જ્યારે ભારતે કાળાનાણા પાછા લાવવા માટેની ઝુંબેશ અત્યંત તેજ બનાવી છે અને એક ભારતીય પ્રતિનીધી મંડળને મુલાકાત માટે સ્વીસ સરકારે આમંત્રિ છે.
જો કે સ્વીસ બેન્કોમાં સોના અને ડાયમંડ મારફતે વેપાર કરવાની 'લેયરિંગ'ની એક નવી મોડસ ઓપરેન્ડીના  ઘટસ્ફોટ થયો હતો. સ્વીસ બેંન્કો તેમના ગ્રાહકોની કોઇપણ જાતની માહિતી  અથવા તો તેમની ઓળખાણ ભારત સરકારને આપવા ઇચ્છતી નથી. એટલા માટે જ આ એક નવી સીસ્ટમ અપનાવવામાં આવી છે.
 એવી શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે સોના અને ડાયમંડના એક ભાગનો વેપાર કાળાનાણા દ્વારા કરવામાં આવે છે.આ રૃટ મારફતે સ્વીસ બેન્કોના નાણા ભારતમાં મોકલાય છે. તો સાથે સાથે સ્વીસ બેન્કોએ તેમના ગ્રાહકો પાસે એવી બાહેંધરી લખાવી લીધી હતી કે  આંતરરાષ્ટ્રીય નિયમોના ભંગ બદલ જે કંઇ કાર્યવાહી થાય તે એની જવાબદારી બેન્કની રહેશે નહીં. તમામ જવાબદારી ગ્રાહકની રહેશે. ' મની લોન્ડરિંગમાં લેયરિગ એક મહત્વનું પરિબળ છે અને તેમાં ગેરકાયદે ભંડોળને  કાગળાના જંગલમાં ગુંચવી નાખવા માટે શ્રેણીબધ્ધ કાર્યવાહી કરી નાણાકીય સીસ્ટમમાં ફેરવવામાં આવે છે.
સામાન્ય રીતે બે તબક્કે આ લેયરિંગ કરાય છે.  પહેલી  વખત રોકડવોલ્ટમાં અથવા તો રોકડ નાણા કે પછી ગેરકાનુની વ્યવહારો દ્વારા પૈસા ત્યાં મુકાય છે. અંતે છેલ્લા  ઇન્ટીગ્રેશન પહેલા જ્યારે નાણા ફરીથી વિવિધ વ્યવહારો મારફતે મુકવામાં આવે છે ત્યારે લાભાર્થીને ફાયદો થાય એ રીતે રકમ મુકાય છે.
 વૈશ્વિક દબાણના કારણે  સ્વીસે ચાલુ મહિનાની શરૃઆતમાં કબુલ્યું હતું કે  તેઓ દરેક દેશના સોનાના વેપારના આંકડા જાહેર કરશે. સ્વીસ બુલિયનનો અભ્યાસ કરતાં જણાયું હતું કે  ભારત ખાતે એની બુલિયનની નિકાસમાં એકલા ભારતનો જ હિસ્સો ૪૧.૯૧ ટકાનો હતોે.મે મહિનામાં આ આંકડો ૩૩ ટકા હતો અને ચાલુ વર્ષની શરૃઆતમાં તો માત્ર ૧૪ ટકા જ હતો. જાન્યુઆરી, ૨૦૧૪માં સ્વીસની ભારતમાં  નિકાસએક અબજ સ્વીસ ફ્રેન્ક કરતાં પણ ઓછી હતી, પરંતુ ત્યાર પછી એમાં સતત વધારો જ થતો રહ્યો હતો.
એવી જ રીતે સ્વીસની કુલ બુલિયન નિકાસ સાતથી વધીને  ફેબુ્રઆરીમાં આઠ અબજ સ્વીસ ફ્રેન્ક હતી. પરંતુ ત્યાર પછી સતત ત્રણ મહિના સુધી એમાં ઘટાડો જ થતો રહ્યો હતો અને મેમાં તો ૩.૭ અબજ સ્વીસ ફેન્ક જ થઇ ગયો હતો.
 
Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

Sunday, 3 August 2014

પામોલીનમાં ડબ્બે રૂ.૨૦ ઘટયાં, ખાંડ અને રૂમાં નબળા કામકાજ

Gayatri Business Solution
(Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group,BlogWebsite, )

Good News Gayatri Business Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,

પામોલીનમાં ડબ્બે રૂ.૨૦ ઘટયાં, ખાંડ અને રૂમાં નબળા કામકાજ

રાજકોટ, તા.૨
રાજ્યમાં એરંડાની ઘટેલી આવકો વચ્ચે ચીનની ધીમી ખરીદીનો દોર અને ઓગષ્ટ મહિના દરમિયાન સારા પ્રમાણમાં દિવેલના શીપમેન્ટો લાગવાના હોવાથી હમણા હાજર દિવેલમાં ખરીદીનો દોર જળવાઈ રહેતા ભાવોમાં ધીમો સુધારો શરૂ થયેલ છે. નવા સપ્તાહમાં ખરીદી જળવાઈ રહેવાની સંભાવના હોવાથી એરંડા-દિવેલમાં વધુ સુધારો આવવાની ધારણા વચ્ચે આજે ધોરાજી સાઈડ એરંડા બિલ્ટી રૂ. ૮૦૫થી ૮૧૦, શાપુર રૂ. ૮૨૫થી ૮૨૮ અને કડી લાઈન રૂ.ે૮૪૦માં કામકાજ થયેલા.
રૂ બજારમાં નબળા આંતરપ્રવાહ વચ્ચે હમણા ઘટાડાનો દોર શરૂ રહેતા આજે ગાંસડીએ રૂ. ૫૦૦થી ૧૦૦૦ના ઘટાડા સાથે બોટાદ શંકર ગાંસડી રૂ. ૨૯થી ૩૭ હજાર અને માણાવદર રૂ. ૩૮૦૦૦થી ૩૯૫૦૦ બોલતા હતા.
રાજ્યમાં વરસાદના કારણે મગફળીનું ઉત્પાદન ધાર્યા કરતાં વધારે આવવાની સંભાવના સાથે સિંગદાણા ઉત્પાદકો અને ઓઈલ મિલોની માંગ ઘટવા લાગતા આજે ધોરાજી સાઈડ પિલાણબર ખાંડીમાં રૂ.૨૦૦ના ઘટાડા સાથે રૂ.૧૩૫૦૦ અને સ્થાનિક ૨૦ કિલોમાં રૂ.૧૦ ટકા ઘટી રૂ. ૬૯૦થી ૭૩૦ તેમજ ઉનાળુ મગફળી ક્વોલિટી પ્રમાણે રૂ. ૫૬૦થી ૮૦૦માં કામકાજ થયેલા.
ખાદ્યતેલોમાં રીટેલ ઉપાડ ઓછો રહેતા સાઈડ તેલોમાં ઘટાડો શરૂ થયો હતો. રાજકોટ ખાતે આજે પામોલિનમાં રૂ.૨૦ ઘટી રૂ.૯૬૦ હતું. આજે સિંગતેલ લુઝમાં રૂા.પાંચ ઘટી રૂ. ૭૬૫થી ૭૭૦માં ચાર-પાંચ ગાડીના વેપાર હતા.
કપાસિયા વોશમાં રૂા.૩ ઘટી રૂ. ૬૨૭થી ૬૩૦માં ૫૦ ટેન્કરના કામકાજ થયેલા. પામલુઝ રૂ. ૫૬૮થી ૫૬૯ અને સોયાલુઝમાં રૂ. ૬૧૮થી ૬૨૦માં કામકાજ થયેલા. ચોમાસાના દિવસોમાં ખાંડની માંગ ઓછી રહેતા ગુણીએ રૂ.૧૦ ઘટી સી રૂ. ૩૨૬૦થી ૩૬૫૦ અને ખાંડ-ડી રૂ. ૩૧૭૦થી ૩૨૪૦માં વેચાણ હતા.
Source :-http://www.sandesh.com
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

વિશ્વબજાર પાછળ સ્થાનિક બુલિયનમાં સુધારો જોવાયો

Gayatri Business Solution
(Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group,BlogWebsite, )

Good News Gayatri Business Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,

વિશ્વબજાર પાછળ સ્થાનિક બુલિયનમાં સુધારો જોવાયો

અમદાવાદ, તા.૨
અમેરિકન નોનફાર્મ પેરોલ ડેટા વધીને આવતા સપ્તાહના અંતે વિશ્વબજાર પાછળ ઘરઆંગણે પણ સોના-ચાંદીમાં સુધારો જોવા મળ્યો હતો. જુલાઇમાં અમેરિકાના નોનફાર્મ ેેપેરોલ જોબ ડેટા વધીને ૨.૦૯ લાખ આવ્યો છે. જ્યારે બજારને ૨.૩૩ લાખ પેરોલ ડેટાની અપેક્ષા હતી.
આ સાથે અનેમ્પલોયમેન્ટ રેટ ૬.૧ ટકાથી વધીને ૬.૨ ટકા થયો છે. જેના પગલે વૈશ્વિક સોનું એક ટકા જેટલુ વધીને ૧૨૯૩ ડોલર પ્રતિ ઔંસ થયું હતું. જ્યારે ચાંદી અડધા ટકાની ખરાબીમાં ૨૦.૨૪ ડોલર પ્રતિ ઔંસ થઇ હતી. પ્લેટિનમ વધીને ૧૪૫૮ ડોલર જ્યારે પેલેડિયમ લગભગ એક ટકાની પીછેહઠમાં ૮૫૯ ડોલર પ્રતિ ઔંસ થયું હતું. જુલાઇ માસમાં વૈશ્વિક સોનું ૩.૪ ટકા ઘટયું છે. જે વર્ષ ૨૦૧૪નો સૌથી મોટો માસિક ઘટાડો છે.
 અમદાવાદમાં સોનું રૂ.૫૦ના સુધારે રૂ.૨૮,૪૫૦ પ્રતિ ૧૦ ગ્રામ અને ચાંદી રૂ.૪૪,૩૦૦ પ્રતિ કિલોએ સ્થિર હતી. દિલ્હી ખાતે સોનું રૂ.૧૫૦ વધી રૂ.૨૮,૪૦૦ અને ચાંદી રૂ.૫૦ વધી રૂ.૪૪,૯૦૦ થઇ હતી. મુંબઇ ખાતે સોનું રૂ.૧૧૦ની તેજીમાં રૂ.૨૮,૧૫૫ જ્યારે ચાંદી રૂ.૨૩૫ની ખરાબીમાં રૂ.૪૪,૯૦૦ થઇ હતી.
Source :-http://www.sandesh.com
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

Friday, 1 August 2014

તાતા મોટર્સનું વેચાણ ૨૩ ટકા ડાઉન, મારૂતિનું ૨૨ ટકા અપ

Gayatri Business Solution
(Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group,BlogWebsite, )

Good News Gayatri Business Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,

તાતા મોટર્સનું વેચાણ ૨૩ ટકા ડાઉન, મારૂતિનું ૨૨ ટકા અપ

જુલાઇમાં કાર કંપનીઓનું વેચાણ એકંદર નબળું રહ્યું હતું. મારૂતિ સુઝૂકીના કુલ વેચાણમાં ૨૨ ટકાનો વધારો જયારે તાતા મોટર્સનું કુલ વેચાણ ૨૩ ટકા ઘટયું હતું. ઉપરાંત હ્યુન્ડાઇ, જનરલ મોટર્સ, ટોયોટા કિર્લોસ્કર, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાનું વેચાણ ઘટયું હતું. જ્યારે અતુલ ઓટો અને હોન્ડા કારના વેચાણમાં અનુક્રમે ૧૮ ટકા અને ૪૦ ટકાની વૃદ્ધિ જોવાઇ હતી. જુલાઇમાં તાતા મોટર્સનું ડોમેસ્ટિક વેચાણ ૨૫ ટકા ઘટીને ૩૫૨૫૬ નંગ નોંધાઇ છે. જ્યારે મારૂતિ સુઝૂકીનું સ્થાનિક વેચાણ ૨૦ %ની વૃદ્ધિમાં ૯૦,૦૯૩ નંગ રહ્યો છે. 