સુવિચાર

"Wel-Come to Information Technology & Business Development World" સુવિચાર :- "એક જ આવકના સ્ત્રોત પર નિર્ભર ના રહો, નવું રોકાણ કરો અને બીજી/ત્રીજી આવકનો સ્ત્રોત તૈયાર કરો.- વોરેન બફેટ" For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Tuesday, 5 August 2014

આર્થિક વિકાસના રિઝર્વ બેંકના પોઝિટીવ નિવેદને શેરોમાં તેજી સેન્સેક્સ આરંભિક ઘટા

Gayatri Business Solution
(Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group,BlogWebsite, )

Good News Gayatri Business Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,

Gujarat Samachar News

આર્થિક વિકાસના રિઝર્વ બેંકના પોઝિટીવ નિવેદને શેરોમાં તેજી સેન્સેક્સ આરંભિક ઘટા

રેપો, સીઆરઆર યથાવત છતાં એસએલઆરમાં ઘટાડો

સિમેન્ટ, ઓટોમોબાઈલ, રિયાલ્ટી, ઈન્ફ્રાસ્ટ્રકચર શેરોમાં તોફાની તેજી ઃ નિફટી ૬૩ પોઈ

(ગુજરાત સમાચાર પ્રતિનિધિ)    મુંબઈ,મંગળવાર
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા હજુ મોંઘવારીના જોખમે રેપો રેટ અને સીઆરઆર યથાવત રાખવામાં આવ્યા છતાં આર્થિક વિકાસને વેગ આપવા પરોક્ષ પગલાં તરીકે એસએલઆરમાં અડધો ટકો ઘટાડો કરતાં અને ચાલુ વર્ષમાં ૫.૫ ટકાનો આર્થિક-જીડીપી વિકાસ શકય હોવાનું પોઝિટીવ નિવેદન કરતાં શેરોમાં  વિદેશી ફંડો-એફઆઈઆઈઝે ઓલ રાઉન્ડ આક્રમક લેવાલી વધારી હતી. રિઝર્વ બેંેકે ધિરાણ નીતિની સમીક્ષા જાહેર કરતાં પૂર્વે અમેરિકી ડોલર સામે રૃપિયો વધુ મજબૂત થવા ઉપરાંત એશીયાના બજારોની મજબૂતી અને કોર્પોરેટ પરિણામોની સીઝનમાં એકંદર સારા પરિણામો છતાં આરંભમાં તેજીના ખેલાડીઓને ગભરાવવાનો પ્રયાસ કરાયો હતો. જે ધિરાણ નીતિ જાહેર થયા બાદ વનસાઈડ તેજીમાં બેંકિંગ શેરો છોડીને અન્ય ઓટોમોબાઈલ, સિમેન્ટ શેરોમાં ફંડોએ ધૂમ ખરીદી કરતાં અને મેટલ-માઈનીંગ, ફાર્મા શેરોમાં લેવાલીએ સેન્સેક્સ ૧૮૪.૮૫ પોઈન્ટના ઉછાળે ૨૫,૯૦૮.૦૧ અને નિફટી સ્પોટ ૬૨.૯૦ પોઈન્ટ ઉછળીને ૭૭૪૬.૫૫ની ઊંચાઈએ બંધ રહ્યા હતા.
સેન્સેક્સ આરંભિક નરમાઈમાં ૧૬૦ પોઈન્ટ ઘટી નીચામાં ૨૫૫૬૨ થઈ બે વાગ્યા બાદ વનસાઈડ તેજીમાં ઉછળી ૨૫૯૦૮ બોલાયો
ટ્રેડીંગની શરૃઆત આજે નરમાઈએ થઈ હતી. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા ધિરાણ નીતિની સમીક્ષા જાહેર થતાં પૂર્વે તેજીના પથ પરથી નબળા ખેલંદાઓને ઊતારી મૂકવાની કવાયત કરીને હીરો મોટોકોર્પ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, આઈસીઆઈસીઆઈ બેંક, ભેલ, વિપ્રો, લાર્સન એન્ડ ટુબ્રો, ટીસીએસ સહિતમાં વેચવાલી લાવીને ૧૬૦.૮૦ પોઈન્ટ તૂટીને નીચામાં ૨૫૫૬૨.૩૬ સુધી ગબડી આવ્યો હતો. જે ૧૧ વાગ્યે ધિરાણ નીતિ સમીક્ષા રેપો રેટ, સીઆરઆરમાં કોઈ ઘટાડો નહીં કરાતાં બેંકિંગ, રિયાલ્ટી, કેપિટલ ગુડઝ-પાવર શેરોમાં વેચવાલી સામે ગવર્નર રઘુરામ રાજને આર્થિક વિકાસ ૫.૫ ટકા શકય હોવાનું પોઝિટીવ નિવેદન કરતાં ઓટોમોબાઈલ, સિમેન્ટ, રિયાલ્ટી, મેટલ શેરોમાં આક્રમક લેવાલી નીકળતાં અને એ પણ બે વાગ્યા બાદ ફંડોની લેવાલી પાછળ મંદીવાળા વેચાણો કાપવા દોડતાં સેન્સેક્સ વનસાઈડ તેજીમાં ઘટયામથાળેથી ૩૬૫.૯૬ પોઈન્ટ અને આગલા બંધથી ૨૦૫.૧૬ પોઈન્ટના ઉછાળે ઉપરમાં ૨૫૯૨૮.૩૨ સુધી પહોંચી અંતે ૧૮૪.૮૫ પોઈન્ટના ઉછાળે ૨૫૯૦૮.૦૧ બંધ રહ્યો હતો.
નિફટી સ્પોટ  ઉપરમાં ૭૭૫૨ સ્પર્શયો ઃ બે દિવસ ૭૮૦૦ ઉપર બંધ આવવાના સંજોગોમાં ૮૦૦૦ પાર થવાની અટકળો
એનએસઈનો નિફટી સ્પોટ આગલા બંધ ૭૬૮૩.૬૫ સામે ૭૭૦૬.૬૫ મથાળે ખુલીને આરંભમાં નરમાઈએ ૬૮.૮૦ પોઈન્ટના ઘટાડે નીચામાં ૭૬૮૩.૬૫ સુધી આવી ગયો હતો.જે ૧૧ વાગ્યા બાદ ધિરાણ નીતિની સમીક્ષામાં રેટ કટ નહીં આવતાં શેરોમાં લેવાલીમાં સાવચેતીએ અથડાતી ચાલ જોવાયા બાદ બે વાગ્યા પછી ફંડોની ઓટો શેરોમાં બજાજ ઓટો, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટાટા મોટર્સ સહિતમાં મોટી લેવાલી સાથે સિમેન્ટ શેરોમાં અલ્ટ્રાટેક સિમેન્ટ, એસીસી, ગ્રાસીમ, અંબુજા સિમેન્ટ સાથે ડીએલએફ તેમ જ ચીનના નબળા સર્વિસિઝ આંકે નોન-ફેરસ મેટલના ભાવોમાં ઘટાડા છતાં મેટલ શેરોમાં હિન્દાલ્કો, ટાટા સ્ટીલ, સેસાસ્ટરલાઈટ, જિન્દાલ સ્ટીલ સહિતમાં આક્રમક લેવાલી અને આઈટી શેરો ઈન્ફોસીસમાં લેવાલીએ નિફટી ૭૭૫૦ની સપાટી કુદાવી ઉપરમાં ૭૭૫૨.૪૫ સુધી ઉછળી અંતે ૬૨.૯૦ પોઈન્ટની તેજીએ ૭૭૪૬.૫૫ બંધ રહ્યો હતો.
૭૮૦૦નો નિફટી કોલ ૭૦ થી ઘટી નીચામાં ૪૪.૬૫ થઈ ઉછળીને ૮૩.૩૫ ઃ નિફટી ૮૦૦૦નો કોલ નીચામાં ૧૦.૩૦ થઈ ઉછળીને ૨૧.૯૦
ડેરિવેટીવ્ઝમાં નિફટી ૭૮૦૦નો કોલ ૪,૮૬,૨૪૭ કોન્ટ્રેકટસમાં રૃ.૧૯,૧૨૭.૩૦ કરોડના કામકાજે ૭૦ સામે ૭૩.૫૫ ખુલીને નીચામાં ૪૪.૬૫ સુધી તૂટીને ઉપરમાં ૯૩ સુધી ઉછળી અંતે ૮૩.૩૫ હતો. નિફટી ૮૦૦૦નો કોલ ૩,૪૯,૭૮૦ કોન્ટ્રેકટસમાં રૃ.૧૪,૦૨૧.૩૧ કરોડના કામકાજે ૧૯.૨૦ સામે ૧૯.૫૦ ખુલીને નીચામાં ૧૦.૩૦ સુધી જઈ પાછો ફરીને ઉપરમાં ૨૪.૯૫ સુધી ઉછળી અંતે ૨૧.૯૦ હતો. નિફટી ૭૬૦૦નો પુટ ૪,૧૧,૫૭૯ કોન્ટ્રેકટસમાં રૃ.૧૫,૭૬૪.૭૩ કરોડના કામકાજે ૬૬.૭૦ સામે ૬૪.૪૦ ખુલીને ઉપરમાં ૮૩ થઈ નીચામાં ૩૯ સુધી તૂટીને અંતે ૪૨.૫૦ હતો.
બેંક નિફટી ફયુચર ૧૫,૩૪૩ થી વધીને ૧૫,૪૨૧ બોલાયો ઃ નિફટી ફયુચર ૭૭૧૮ થી નીચામાં ૭૬૫૫ થઈ વધીને ૭૭૭૧
બેંક નિફટી ફયુચર ૧,૭૪,૭૮૭ કોન્ટ્રેકટસમાં રૃ.૬૬૮૯.૯૧ કરોડના કામકાજે ૧૫,૩૪૩.૦૫ સામે ૧૫,૩૭૪ ખુલીને નીચામાં ૧૫,૧૭૫ થઈ ઉપરમાં ૧૫,૪૨૧.૮૫ સુધી ઉછળી અંતે ૧૫,૩૮૭ હતો. નિફટી ઓગસ્ટ ફયુચર ૩,૪૭,૪૯૭ કોન્ટ્રેકટસમાં રૃ.૧૩,૪૧૮.૪૨ કરોડના કામકાજે ૭૭૧૮.૨૦ સામે ૭૭૩૪.૧૫ ખુલીને નીચામાં ૭૬૫૫.૨૦ સુધી તૂટીને વધી ઉપરમાં ૭૭૮૮.૬૦ થઈ અંતે ૭૭૭૧.૮૫ હતો. નિફટી ૭૯૦૦નો કોલ ૩૮.૨૦ સામે ૩૬ ખુલીને નીચામાં ૨૨ થઈ ઉપરમાં ૫૧.૩૫ સુધી ઉછળી અંતે ૪૪.૮૫ હતો.
વ્યાજ દરો યથાવત ઃ ઓટોમોબાઈલ શેરોમાં પૂરપાટ તેજી ઃ બજાજ ઓટો, કયુમિન્સ ઈન્ડિયા, અપોલો ટાયર્સ, મહિન્દ્રા બોશ ઉછળ્યા
રિઝર્વ બેંક દ્વારા ધિરાણ નીતિ સમીક્ષામાં પ્રમુખ વ્યાજ દરોમાં કોઈ ફેરફાર નહીં કરાતાં ઓટો લોનના રેટ જળવાઈ રહેવાની સાથે ચોમાસાની વિલંબ છતાં સારી પ્રગતિએ વાહનોની આગામી દિવસોમાં સારી માંગ નીકળવાની અપેક્ષા અને તાજેતરમાં ઓટો કંપનીઓના જુલાઈ મહિનાના વાહનોના વેચાણના આંકડા અપેક્ષાથી સારા વધીને આવતાં ઓટો શેરોમાં ફંડો મોટાપાયે લેવાલ રહ્યા હતા. જેમાં બજાજ ઓટોનું વેચાણ ૧૩ ટકા વધીને રૃ.૩.૧૯ લાખ વાહનોનું થતાં શેરમાં લેવાલીએ રૃ.૫૬.૮૦ ઉછળીને રૃ.૨૧૫૦ રહ્યો હતો. કયુમિન્સ ઈન્ડિયા રૃ.૪૦.૯૫ ઉછળીને રૃ.૬૬૯.૧૫, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૃ.૪૫.૩૫ તેજીએ રૃ.૧૨૨૯.૯૫, મધરસન સુમી રૃ.૧૦.૭૦ તેજીએ રૃ.૩૫૮.૭૫, બોશ રૃ.૩૩૧.૪૫ ઉછળીને રૃ.૧૩૯૧૮.૬૫, ટાટા મોટર્સનું જુલાઈમાં વાહનોનું વેચાણ એલસીવીનું ૩૯ ટકા ઘટીને ૧૬,૩૬૪ વાહનોનું અને પેસેન્જર વાહનોનું ૧૫ ટકા ઘટીને ૯૧૬૭ વાહનોનું થવા છતાં શેર રૃ.૯.૮૫ વધીને રૃ.૪૫૬.૬૫, ભારત ફોર્જ રૃ.૭.૭૫ વધીને રૃ.૭૫૬.૨૦, મારૃતી સુઝુકી રૃ.૧૭.૯૫ વધીને રૃ.૨૬૬૭.૦૫, એમઆરએફ રૃ.૭૩.૮૦ વધીને રૃ-.૨૩૭૭૧.૧૫, આઈશર મોટર્સ રૃ.૧૬.૩૦ વધીને રૃ.૮૪૪૦ રહ્યા હતા. જ્યારે હીરો મોટોકોર્પ ત્રિમાસિક પરિણામ જાહેર થતાં પૂર્વે જ સાધારણ પરિણામની અપેક્ષાએ શેર રૃ.૨૨.૪૫ ઘટીને રૃ.૨૫૮૪.૨૦ રહ્યો હતો. કંપનીનો ચોખ્ખો નફો સાધારણ ૨.૬ ટકા વધીને રૃ.૫૬૩ કરોડ થતાં અને ઓપરેટીંગ માર્જિનમાં ૧૩૦ બેઝિઝ પોઈન્ટનો ઘટાડો થયો છે.
ઈન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રે મોટી તૈયારી ઃ સિમેન્ટ શેરોમાં કોન્ક્રિટ તેજી ઃ અલ્ટ્રાટેક સિમેન્ટ, એસીસી, અંબુજા સિમેન્ટ, ગ્રાસીમ ઉછળ્યા
ઈન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રે મોટી સંખ્યામાં દેશભરમાં પ્રોજેકટો ધમધમતા કરવાની કેન્દ્ર સરકાર તૈયારી કરી રહ્યાના સંકેત અને આ માટે સિમેન્ટ, સ્ટીલ સહિતની મોટી માંગ નીકળવાની અપેક્ષાએ આજે સિમેન્ટ, સ્ટીલ, રિયાલ્ટી શેરોમાં ફંડોની ફરી આક્રમક લેવાલી નીકળી હતી. જેમાં અલ્ટ્રાટેક સિમેન્ટ રૃ.૧૨૭.૯૦ ઉછળીને રૃ.૨૫૯૬, એસીસી રૃ.૬૫.૧૦ તેજીએ રૃ.૧૪૩૯.૨૦, ગ્રાસીમ ઈન્ડસ્ટ્રીઝ રૃ.૧૨૨.૫૦ વધીને રૃ.૩૩૩૫.૯૫, અંબુજા સિમેન્ટ રૃ.૮.૫૦ વધીને રૃ.૨૧૨.૮૦, રામકો સિમેન્ટ રૃ.૪.૫૫ વધીને રૃ.૨૮૦, સૌરાષ્ટ્ર સિમેન્ટ રૃ.૭.૪૦ ઉછળીને રૃ.૪૪.૫૦, હેડલબર્ગ સિમેન્ટ રૃ.૨.૪૫ તેજીએ રૃ.૬૬.૩૦, શ્રી સિમેન્ટસ રૃ.૭૬.૮૦ ઉછળીને રૃ.૭૪૪૦.૦૫, પ્રિઝમ સિમેન્ટ રૃ.૨.૮૦ વધીને રૃ.૭૫.૪૫, ઈન્ડિયા સિમેન્ટસ રૃ.૨.૪૦ વધીને રૃ.૧૦૮.૭૦ રહ્યા હતા.
રિયાલ્ટી શેરોમાં ફરી આક્રક લેવાલી ઃ એચડીઆઈએલ રૃ.૮, યુનિટેક રૃ.૨, ઈન્ડિયાબુલ્સ રિયલ રૃ.૩ ઉછળ્યા
સિમેન્ટ અને ઈન્ફ્રાસ્ટ્રકચર કંપનીઓના શેરોમાં ફંડોની આજે  તોફાની લેવાલી સાથે છેલ્લા કલાકમાં રિયાલ્ટી શેરોમાં પણ ફંડો મોટાપાયે લેવાલ બન્યા હતા. જેમાં એચડીઆઈએલ રૃ.૭.૯૫ ઉછળીને રૃ.૧૦૦.૦૫, યુનીટેક રૃ.૧.૬૫ ઉછળીને રૃ.૨૭.૬૦, ઈન્ડિયાબુલ્સ રિયલ એસ્ટેટ રૃ.૩ વધીને રૃ.૮૦.૮૫, ડીબી રિયાલ્ટી રૃ.૨.૨૫ વધીને રૃ.૮૩.૫૦, ડીએલએફ રૃ.૪.૨૦ વધીને રૃ.૨૦૫.૫૦, ગોદરેજ પ્રોપર્ટીઝ રૃ.૭.૩૦ વધીને રૃ.૨૩૬, ફિનિક્સ મિલ્સ રૃ.૮ વધીને રૃ.૩૫૯.૯૦, ઓબેરોય રિયાલ્ટી રૃ.૩.૪૫ વધીને રૃ.૩.૪૫ વધીને રૃ.૨૫૫.૬૦ રહ્યા હતા. બીએસઈ રિયાલ્ટી ઈન્ડેક્સ ૫૦.૧૫ પોઈન્ટ વધીને ૧૯૪૩.૫૫ બંધ રહ્યો હતો.
ચીનનો સર્વિસિઝ પીએમઆઈ ઘટીને આવ્યા છતાં આરંભિક સુસ્તી બાદ મેટલ શેરોમાં તોફાની તેજી ઃ હિન્દાલ્કો, જિન્દાલ, ટાટા સ્ટીલ ઉંચકાયા
મેટલ-માઈનીંગ શેરોમાં આજે ફંડો, મહારથીઓએ ચીનના સર્વિસિઝ પીએમઆઈના આંક ઘટીને આવતાં નોન-ફેરસ મેટલના ભાવોમાં નરમાઈએ મેટલ-માઇનીંગ શેરોમાં આરંભિક નરમાઈ બાદ ફંડો મોટાપાયે લેવાલ બન્યા હતા. હિન્દાલ્કો રૃ.૫.૧૦ વધીને રૃ.૧૯૫.૩૫, જિન્દાલ સ્ટીલ રૃ.૬.૪૦ વધીને રૃ.૨૮૧.૫૦, ટાટા સ્ટીલ રૃ.૧૦.૭૦ વધીને રૃ.૫૬૧.૭૦, સેસાસ્ટરલાઈટ રૃ.૫.૧૫ વધીને રૃ.૨૯૪.૮૦, જેએસડબલ્યુ સ્ટીલ રૃ.૯.૯૫ વધીને રૃ.૧૧૯૨.૪૦ રહ્યા હતા.
બેંક શેરોમાં સાધારણ સુધારો ઃ બીઓબી, પીએનબી, એચડીએફસી, એચડીએફસી બેંક વધ્યા
બેંકિંગ શેરોમાં આજે એકંદર નિરસતા જોવાઈ હતી. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ રેપો, સીઆરઆરમાં કોઈ ફેરફાર નહીં કરતાં બેંકિંગ શેરોમાં ખાસ લેવાલી નીકળી નહોતી. બેંક ઓફ બરોડા રૃ.૧૧.૧૫ વધીને રૃ.૯૦૯.૮૦, પીએનબી રૃ.૮.૮૦ વધીને રૃ.૯૭૬.૨૫, એચડીએફસી બેંક રૃ.૬.૮૦ વધીને રૃ.૮૧૯.૯૫, બેંક ઓફ ઈન્ડિયા રૃ.૧.૭૫ વધીને રૃ.૨૮૧.૦૫, એચડીએફસી રૃ.૧૩.૯૦ વધીને રૃ.૧૦૪૪.૯૦ રહ્યા હતા.
એફઆઈઆઈની કેશમાં રૃ.૫૩ કરોડ, સ્ટોક ફયુચર્સમાં રૃ.૧૦૮ કરોડની ખરીદી ,  ઈન્ડેક્સ ફયુચર્સમાં રૃ.૨૦૧ કરોડની  વેચવાલી
એફઆઈઆઈઝ-વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ આજે-મંગળવારે કેશમાં રૃ.૫૨.૮૫ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી કરી હતી. કુલ રૃ.૩૦૨૯.૩૦ કરોડની ખરીદી સામે કુલ રૃ.૨૯૭૬.૪૫ કરોડની વેચવાલી કરી હતી. જ્યારે ઈન્ડેક્સ ફયુચર્સમાં રૃ.૨૦૧.૩૫ કરોડની ચોખ્ખી વેચવાલી અને સ્ટોક ફયુચર્સમાં રૃ.૧૦૮.૧૬ કરોડની ચોખ્ખી ખરીદી કરી હતી.  ડીઆઈઆઈઝ-સ્થા નિક સંસ્થાકીય રોકાણકારોએ આજે કેશમાં રૃ.૬૨.૨૨ કરોડની ચોખ્ખી ખરીદી કરી હતી. કુલ રૃ.૧૩૦૬.૫૨ કરોડની ખરીદી સામે કુલ રૃ.૧૨૪૪.૩૦ કરોડની વેચવાલી કરી હતી.
સ્મોલ, મિડ કેપ શેરોમાં તેજી ઃ ૩૯૨ શેરોમાં ઓનલી બાયરની તેજીની સર્કિટ ઃ ૧૭૭૮ શેરો પોઝિટીવ
સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરામાં સતત બીજા દિવસે ફંડો, મહારાથીઓ, ખેલંદાઓ સાથે હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોની  લેવાલી વ્યાપક બનતી જોવાઈ હતી.માર્કેટબ્રેડથ અત્યંત સારી બની હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૦૪૩ સ્ક્રીપોમાંથી વધનારની સંખ્યા ૧૭૭૮ અને ઘટનારની ૧૧૪૨ રહી હતી. ૩૯૨શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ અને ૨૭૦ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ રહી હતી.
 
Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment